Home Blog Page 535

12 ફેબ્રુઆરી, 2025: બુધવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

દિવસ દરમ્યાન નવી શકિતનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણ થી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ

પરિવારમાં વિખવાદ થવાની શકયતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે અેનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઇજાની સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજશોથમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભ દાયક પૂરવાર થાય.

કર્કઃ

અભ્યાસ, ગ્રહણશકિત વધે. બીજાની નકલ કરવાની ઇરછા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ પ્રાણીઓ, પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથી ની તબિયત બગડતી જણાય.

સિંહઃ

રોગ પ્રતિકાર શકિત નબળી પડતી જણાય. શરદી ખાંસીનો ઉપદ્ગવ વધે. ડિપેશનના શિકાર ન બનાય અેનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનાહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી ધંધામાં પ્રગતિ.

કન્યાઃ

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિધાર્થી વર્ગને માનસિક ટેન્શન રહે. આવક ધટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ

વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સબ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોચતી જણાય.

વૃશ્ચિકઃ

આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન મકાન માં રોકાણ કયું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબ નો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ

આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે, આજે સંભાળજો. શરદી ખાંસી, તાવ થી અવશય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ધરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ

આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂર છે. શકય હોય ત્યાં સુધી પત્નિ અે બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિકવ અશાંતિ રહેશે, આપનું આરોગ્ય જળવાશે. નોકરી ધંધા માટે સારો ‌િદવસ છે.‌

કુંભઃ

મકકમ મનોબળમાં દર્શન થશે. તકલીફનો હિંમત થી સામનો કરી શકાશે. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ શરદી ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંબવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગ થી લાભ.

મીનઃ

આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયત ની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રો થી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક અેકસપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

અમેરિકામાં એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયા

0

અમેરિકામાં લોકો હજી એક પ્લેન દુર્ઘટના ભૂલી ન રહ્યા હોય ત્યાં વધુ એક પ્લેન દુર્ઘટના સામે આવી જતી હોય છે. વારંવાર પ્લેન દુર્ઘટના સામે આવતી હોવાથી લોકો પ્લેનમાં બેસવાથી ડરી રહ્યા છે. ત્યારે વધુ એક પ્લેન દુર્ઘટના યુએસ એરપોર્ટ પર બની હતી. જેમાં એક નો ભોગ પણ લેવાયો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે બપોરે 2:45 વાગ્યે બની હતી.
કુએસ્ટરના જણાવ્યા મુજબ એક જેટ રનવે પરથી ભટકી ગયું અને એરપોર્ટ પર પાર્ક કરેલા ગલ્ફસ્ટ્રીમ 200 જેટ સાથે અથડાયું. તેમણે વધુમાં જણાવ્યું કે તે જેટનું લેન્ડિંગ ગિયર ફાઇલ જતાં તેણે બીજા જેટને ટક્કર મારી હતી. કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટ ટેક્સાસથી ચાર લોકો સાથે ઉડાન ભરી રહ્યું હતું, અને પાર્ક કરેલા વિમાનમાં એક વ્યક્તિ હતો.

સ્કૉટસ્ડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને એકની હાલત સ્થિર છે. અને આ ટક્કરમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. US ફેડરલ એવિએશને પ્લેન અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.

આ પહેલા 30 જાન્યુઆરીએ, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટકરાયા હતા. ટક્કર પછી, વિમાન અને હેલિકોપ્ટર અલગ થઈ ગયા અને નદીમાં પડી ગયા. આ અકસ્માતમાં બધા 67 લોકોના મોત થયા હતા.

લિબિયાના દરિયાકાંઠે નાવ પલટી જતાં 65 લોકો ડૂબ્યાં

0

લિબિયાના સમુદ્રતટ પર 65 મુસાફરોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે (MoFA) દુર્ઘટનાની માહિતી આપી છે. વિદેશ કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “ત્રિપોલીમાં અમારા દૂતાવાસે જાણ કરી છે કે લિબિયાના ઝાવિયા શહેરની ઉત્તરપશ્ચિમમાં માર્સા ડેલા બંદર નજીક લગભગ 65 મુસાફરોને લઈ જતી એક નાવ પલટી ગઈ છે”.

મોટાભાગના નાગરિકો પાકિસ્તાની હોવાના અહેવાલ બાદ ત્રિપોલીમાં પાકિસ્તાન દૂતાવાસે તાત્કાલિક એક ટીમને ઝાવિયા હોસ્પિટલમાં મોકલી હતી. જેથી સ્થાનિક અધિકારીઓને મળતકોની ઓળખ કરવામાં મદદ મળી શકે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દૂતાવાસ પાકિસ્તાની પીડિતો વિશે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”

હાલ આ દુર્ઘટનામાં સૌથી વધુ નાગરિકો પાકિસ્તાનના હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે વિદેશ કાર્યાલયે ૬૫ મુસાફરોમાંથી કેટલા પાકિસ્તાની નાગરિકો હતા તેની કુલ સંખ્યાની પુષ્ટિ કરી નથી. વિદેશ કાર્યાલયે કહ્યું કે તે મુસાફરોની ઓળખ નક્કી કરવા માટે લિબિયાના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ પર નજર રાખવા માટે વિદેશ મંત્રાલય (Mofa)ના કટોકટી વ્યવસ્થાપન એકમને સક્રિય કરી દેવામાં આવ્યું છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, મોરોક્કો નજીક એક નાવ પલટી ગઈ હતી. જેમાં 86 મુસાફરો સવાર હતા. તે પૈકી 99 પાકિસ્તાની નાગરિકો હતા. જો કે સ્થાનિક પ્રશાસન દ્વારા માત્ર 39 લોકોનો બચાવ થઈ શક્યો હતો. તે દુર્ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હતા. પાકિસ્તાન સરકારે તાજેતરમાં જ પોતાના નાગરિકોને ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં મુસાફરી ન કરતા સૂચના આપી છે .

પ્રેક્ટિસ સેશન દરમિયાન રેસિંગ ટ્રેક પર અજિત કુમારની કાર બેરિયર સાથે અથડાઈ

સાઉથ સુપરસ્ટાર અજિત કુમારનો પોર્ટુગલમાં અકસ્માત થયો છે. જોકે, તેને કોઈ ઈજા થઈ નથી. આ ઘટનાની માહિતી અજીતે પોતે આપી છે. અજિત એક મોટર સ્પોર્ટ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. પ્રેક્ટિસ સેશન દરમિયાન, રેસિંગ ટ્રેક પર તેની કારનો અકસ્માત થયો.

‘અકસ્માત નાનો હતો, કોઈને નુકસાન થયું નથી’ એક ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા અજિતે કહ્યું, અમે ફરીથી સારો સમય વિતાવી રહ્યા છીએ. અમારો એક નાનો અકસ્માત થયો. સદનસીબે કોઈને કંઈ થયું નહીં. અમે ફરી કાર રેસ જીતીશું અને આપણું ગૌરવ સ્થાપિત કરીશું. અકસ્માત દરમિયાન અમને સાથ આપનારા અમારા મિત્રોનો અમે આભાર માનવા માગીએ છીએ.

આ વર્ષે બીજી વખત અજીત કુમાર 24H દુબઈ 2025 કાર રેસિંગમાં ભાગ લેવા માટે તૈયાર હતા. રેસ પહેલા અભિનેતાએ રેસ ટ્રેક પર પ્રેક્ટિસ પણ કરી હતી. અગાઉના દિવસે, અભિનેતાની ટીમે શેર કર્યું હતું કે તે આજથી દુબઈમાં તેના પ્રેક્ટિસ સત્રો શરૂ કરશે. જોકે, આ પ્રેક્ટિસ સેશન તેના માટે ઘાતક સાબિત થયું. અભિનેતાને સમયસર કારમાંથી બચાવી લેવામાં આવ્યો હતો અને તેને મોટા જોખમમાંથી બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો.

અજિતની ફિલ્મે ભારતમાં ચાર દિવસમાં 62 કરોડ રૂપિયાની કમાણી કરી 6 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી અજિત કુમારની ફિલ્મ ‘વિદામુયાર્ચી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ભારતમાં આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં 62 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે કુલ કમાણીમાં 122 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હાલમાં, અજિત તેની આગામી ફિલ્મ ‘ગુડ બેડ અગ્લી’ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ અધિક રવિચંદ્રન દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે.

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ 403 પોઈન્ટ તૂટ્યો હતો. જે 11.17 વાગ્યે 290.22 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોએ આજે રૂ. 6.07 લાખ કરોડ ગુમાવી છે. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં 1902 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી છે.

નિફ્ટી પણ 23300નું સપોર્ટ લેવલ તોડી 23250.90 થયો હતો. જે 11.24 વાગ્યે 95.90 પોઈન્ટ તૂટી 23285.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ખાતે આજે 35 શેર ઘટાડા તરફી અને 15 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી50 ખાતે અદાણી એન્ટરપ્રાઈઝિસ 3.56 ટકા, ઈન્ફોસિસ 0.89 ટકા, ગ્રાસીમ 0.87 ટકા ઉછાળે તો ઓપોલો હોસ્પિટલ 6.18 ટકા, આયશર મોટર્સ 5.99 ટકા, શ્રીરામ ફાઈનાન્સ 2.89 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

મંગળવારે સવારે 9.24 વાગ્યા સુધી, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 12 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બાકીની 18 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે, નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને બાકીની 30 કંપનીઓના શેર રેડ ઝોનમાં નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ઇન્ફોસિસના શેર મહત્તમ 0.86 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ઝોમેટોના શેર મહત્તમ 2.25 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે પાવર ગ્રીડના શેરમાં 1.69 ટકા, ટાટા મોટર્સ 1.30 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.06 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.88 ટકા, એનટીપીસી ૦.૮૫ ટકા, એચડીએફસી બેંક 0.80 ટકા, સન ફાર્મા 0.73 ટકા, બજાજ ફિનસર્વ 0.72 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.67 ટકા, ટાઇટન 0.64 ટકા, ટાટા સ્ટીલ 0.52 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.42 ટકા, અદાણી પોર્ટ્સ 0.32 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 0.32 ટકા, ટીસીએસ 0.32 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.26 ટકા અને ટેક મહિન્દ્રાના શેરમાં 0.14 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

મહાકુંભમાંથી પરત ફરી રહેલા મુસાફરોને નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુના મોત

0

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો જેમાં સાત લોકોના મોત થયા છે. મહાકુંભથી પરત ફરતી બસ એક ટ્રક સાથે ટકરાઇ હતી જે બાદ અકસ્માત સર્જાયો હતો.

પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી. બનાવની જાણ થતા જ કલેક્ટર અને એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આજથી મહા કુંભ મેળા માટે બહારથી આવતા ભક્તોના વાહનો સંબંધિત રૂટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવશે. આજે સાંજે 5:00 વાગ્યા પછી પ્રયાગરાજ શહેરમાં નો વ્હીકલ ઝોન રહેશે. જોકે, આવશ્યક અને કટોકટી સેવાઓ પૂરી પાડતા વાહનોને મુક્તિ આપવામાં આવશે. પ્રયાગરાજ વિસ્તારમાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનો જ પ્રવેશી શકશે. આ ટ્રાફિક વ્યવસ્થા 12 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ભક્તો મેળા વિસ્તારમાંથી સરળતાથી બહાર નીકળી ન જાય. પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ અને બહાર નીકળવા પરનો આ પ્રતિબંધ કલ્પવાસીઓના વાહનો પર પણ લાગુ પડશે.

‘કેજરીવાલને ધરપકડ બાદ રાજીનામું આપી દેવું જોઈતું હતું’, જન સૂરાજના વડા પ્રશાંત કિશોર

0

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર પર જન સૂરજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દારૂ નીતિ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું એ એક મોટી વ્યૂહાત્મક ભૂલ હતી, જેનાથી પાર્ટીને ભારે નુકસાન થયું.

દિલ્હીમાં આપની મોટી હારનું પહેલું કારણ 10 વર્ષની સત્તા વિરોધી લહેર હતી. બીજી અને કદાચ AAPની મોટી ભૂલ અરવિંદ કેજરીવાલનું રાજીનામું હતું. જ્યારે તેમની લિકર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે પદ છોડવું જોઈતું હતું. જોકે, જામીન મળ્યા બાદ રાજીનામું આપવું અને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈની નિમણૂક કરવી એ મોટી રાજનીતિક ભૂલ સાબિત થઈ.

જન સૂરાજના વડાએ શાસનની નિષ્ફળતાઓ તરફ ધ્યાન દોર્યું, ખાસ કરીને છેલ્લા ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે, લોકો દ્વારા સહન કરવામાં આવતી મુશ્કેલીઓ, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, વહીવટી તંત્રની ખામીઓને ઉજાગર કરે છે અને કેજરીવાલના શાસન મોડલને નબળું પાડે છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે કેજરીવાલની સતત બદલાતી રાજકીય વ્યૂહરચનાઓ તેમની વિશ્વસનીયતાને નબળી પાડે છે. પહેલા ઇન્ડિયા બ્લોકમાં જોડાવાનો અને પછી તેને છોડવાનો નિર્ણય તેમની છબીને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, તાજેતરના વર્ષોમાં તેમનું વહીવટી મોડેલ પણ નબળું પડ્યું છે. ચૂંટણી રણનીતિકારે કહ્યું કે દિલ્હીમાં ગયા ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેનાથી AAP સરકારની વહીવટી નિષ્ફળતાઓ છતી થઈ. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકોને પડતી સમસ્યાઓએ કેજરીવાલ સરકારની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ મૂક્યો અને આ તેમના માટે હાનિકારક સાબિત થયું.

પ્રશાંત કિશોરે કહ્યું કે આ હારને કેજરીવાલ માટે એક નવી તક તરીકે જોઈ શકાય છે, તેમણે કહ્યું કે દિલ્હીમાં AAP માટે રાજકીય વાપસી કરવી મુશ્કેલ બનશે, પરંતુ હવે કેજરીવાલ પાસે સરકાર ચલાવવાની જવાબદારી નથી. તેઓ આ સમયનો ઉપયોગ ગુજરાત જેવા રાજ્યોમાં આમ આદમી પાર્ટીના વિસ્તરણ માટે કરી શકે છે, જ્યાં પાર્ટીએ છેલ્લી ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું હતું.

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ! નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ ત્રણ લોકોના મોત

નડિયાદમાં ત્રણ વ્યકિતના શંકાસ્પદ મોત થયા હતા. ત્રણેય વ્યકિતના મોત દારૂ પીધા બાદ થયાના સમાચારથી પોલીસ દોડતી થઇ હતી. લઠ્ઠાકાંડથી મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. જવાહરનગર ફાટક વિસ્તારમાં દારૂ પીધો હોવાની આશંકા છે. દારૂ પીવાથી મોત થયાનો મૃતકના પરિવારજનોએ આશંકા વ્યકત કરી હતી. સારવાર મળે તે પહેલા ત્રણના મોત થયા હતા.

3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે.

યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા ઉંમર વર્ષ 45નું દેશી દારૂ પીવાના કારણે મોત થયુ છે. તેમજ રવિન્દ્ર ઝીણાભાઈ રાઠોડ કલર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. તેમજ અન્ય એક વ્યક્તિ જેનું નામ ઠામ હજુ સુધી સામે આવ્યું નથી. એવા વ્યક્તિનું પણ દેશી દારૂના અડ્ડે જ મોત થયુ છે. જેમાં દારુ પીવાથી મોત થયાનો પરિવારનો આરોપ છે. તથા આવતીકાલે સવારે ત્રણેયના પોસ્ટમોર્ટમ થશે. શંકાસ્પદ મોતને લઈ પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.

ત્રણના મોત માટે જવાબાદાર કારણ શોધવા માટે ફોરેન્સિક અધિકારીની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પીણું પીધા બાદ પાંચેક મિનિટમાં જે ઘાતકી અસર થઈ છે તે જોતાં કયું ઝેરી તત્વ છે તે જાણવા પોલીસ પ્રયત્નશીલ બની છે. મૃતકોને સોડિયમ નાઈટ્રાઈટ અપાયું હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

મહાકુંભ 2025: દરરોજ સરેરાશ 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી

0

વિશ્વના સૌથી મોટા ધાર્મિક-સાંસ્કૃતિક સમાગમ ‘મહાકુંભ 2025’એ આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધું છે. વિશ્વના મોટા ધાર્મિક આયોજનોમાં તેણે પોતાની એક અનોખી ઓળખ બનાવી છે.

પ્રયાગરાજમાં માતા ગંગા, માતા યમુના અને અજ્ઞાત સરસ્વતી નદીઓના પવિત્ર સંગમમાં છેલ્લા 30 દિવસથી શ્રદ્ધાનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. દરરોજ મહાકુંભમાં શ્રદ્ધાભક્તિથી પહોંચતા શ્રદ્ધાળુઓની સંખ્યા જોવાય તો સરેરાશ 1.44 કરોડ લોકો દરરોજ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. મહાકુંભ દ્વારા સનાતન ધર્મના અનુયાયીઓની શ્રદ્ધા અને ભક્તિની અનોખી છબી જોવા મળી રહી છે.

વિશેષ તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યામાં વિશાળ વૃદ્ધિ જોવા મળી રહી છે. 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પર્વે સૌથી વધુ 7.64 કરોડથી વધુ, જ્યારે તેના એક દિવસ અગાઉ 28 જાન્યુઆરીએ 4.99 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું. 14 જાન્યુઆરીએ (મકર સંક્રાંતિ) 3.50 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું.

મૌની અમાવસ્યા પછી પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ અટક્યો નથી, અને દરરોજ લગભગ 1 કરોડ કે તેનાથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં પવિત્ર સ્નાન કરવા પહોંચી રહ્યા છે. આ સમય દરમિયાન મહાકુંભ નગરી ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી પૂરપાટ જોવા મળી રહી છે. 9 ફેબ્રુઆરી સુધીમાં 43 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.

યોગી સરકાર દ્વારા આ ભવ્ય અને ઐતિહાસિક આયોજને માટે વિશેષ તૈયારીઓ અગાઉથી જ પુરી કરી દેવાઈ હતી, જેના કારણે શ્રદ્ધાળુઓને સુગમ સ્નાન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી છે. સુરક્ષા, સ્વચ્છતા અને વ્યવસ્થાપનના શ્રેષ્ઠ પ્રયાસોએ મહાકુંભને ઐતિહાસિક બનાવી દીધો છે. આ આસ્થાના મહામેળાએ માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સનાતન સંસ્કૃતિપ્રેમીઓને એકTogether બાંધવાનો પ્રયત્ન કર્યો છે.

આ તારીખે સૌથી વધુ શ્રદ્ધાળુઓ ભેગા થયા
13 જાન્યુઆરી (પોષ પૂર્ણિમા) – 1.70 કરોડ
14 જાન્યુઆરી (મકર સંક્રાંતિ) – 3.50 કરોડ
26 જાન્યુઆરી – 1.74 કરોડ
27 જાન્યુઆરી – 1.55 કરોડ
28 જાન્યુઆરી – 4.99 કરોડ
29 જાન્યુઆરી (મૌની અમાવસ્યા) – 7.64 કરોડ
30 જાન્યુઆરી – 2.06 કરોડ
31 જાન્યુઆરી – 1.82 કરોડ
1 ફેબ્રુઆરી – 2.15 કરોડ
3 ફેબ્રુઆરી (વસંત પંચમી) – 2.57 કરોડ
9 ફેબ્રુઆરી – 1.57 કરોડ

રાજીનામું આપવા પહોંચેલી આતિશીને LG વી. કે. સક્સેનાએ કહ્યું; “તમને યમુના મૈયાનો શ્રાપ લાગ્યો”

0

દિલ્હી વિધાનસભા 2025 નું પરિણામ 8 ફેબ્રુઆરીએ આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીનો શરમજનક રીતે પરાજય થયો હતો. આપને આ ચૂંટણીમાં માત્ર 22 સીટો જ મળી હતી. જ્યારે ભાજપને 48 સીટો સાથે બહુમતી મેળવવામાં સફળતા મળી હતી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ સપ્ટેમ્બર 2024 માં, આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટીએ આતિશીને નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા. ચૂંટણીમાં હાર બાદ, આતિશીએ રવિવારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

સુત્રો અનુસાર એલજી સકસેનાએ આતિશીને જણાવ્યું કે, તેમણે આપ સંયોજક અરવિંદ કેજરીવાલને પણ યમુનાનો શ્પાત અંગે ચેતવણી આપી હતી કારણ કે તેમણે સુપ્રીમ કોર્ટથી નદીને સાફ કરવાની એક યોજનાને અટકાવી દીધી હતી. જો કે તે અંગે આતિશીએ એલજી સામે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી.

ટીઓઆઇના અનુસાર આ વિવાદ બે વર્ષ જુનો છે. જાન્યુઆરી 2023 માં યમુનાનું પ્રદૂષણ ઘટાડવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એલજીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી હતી. જેમ કે કમિટીએ પોતાનું કામ શરૂ કર્યું તો કેજરીવાલે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું અને સહાયતા માટેની રજુઆત કરી. જો કે દિલ્હી સરકારે ત્યાર બાદ એનજીટીના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી, જેમાં વરિષ્ઠ વકીલ એ.એમ સિંધવીએ તર્ક આપ્યો કે એક ડોમેન નિષ્ણાંતને પેનલનું નેતૃત્વક કરવું જોઇએ. આ રોક હવે બે વર્ષથી વધારે સમયથી યથાવત્ત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેજરીવાલ સાથે એક મીટિંગમાં વીકે સકસેનાએ આપ સંયોજકને કહ્યું હતું કે, તેમને યમુનાનો અભિશાપનો સામનો કરવો પડશે.

જોકે, નવી સરકારની રચના થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. સૌથી મોટી વાત એ છે કે આ ચૂંટણીમાં, આતિશી AAPના એવા થોડા મોટા નેતાઓમાં સામેલ છે જેઓ ભાજપના તોફાનમાં પોતાની બેઠકો બચાવવામાં સફળ રહ્યા છે.

શનિવારે ચૂંટણી પરિણામો આવતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી પર લોકોના વિશ્વાસનું સન્માન ન કરવા બદલ આકરા પ્રહારો કર્યા. યમુનાને સ્વચ્છ અને સુંદર બનાવવાની પ્રતિજ્ઞા લેતા, પીએમ મોદીએ કહ્યું કે આ લોકોએ દિલ્હીના લોકોની શ્રદ્ધાને પગ નીચે કચડી નાખી અને પછી ખુલ્લેઆમ હરિયાણા પર આરોપ લગાવ્યો. તેમણે વારંવાર ‘યમુના મૈયા કી જય’ કહીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.