Home Blog Page 534

બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીએ મહાકુંભ સંગમમાં લગાવી ડૂબકી

0

મહાકુંભમાં દેશ-વિદેશના લોકો આવી રહ્યા છે અને આસ્થાની પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે બોલીવુડના પણ અનેક સિતારાઓ ઉદ્યોગપતિઓ ક્રિકેટ જગતના મહારથીઓ વગેરે અનેક લોકો મહાકુંભમાં પધારીને પવિત્ર સ્નાનનો લહાવો લઈ રહ્યા છે. બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી પણ તાજેતરમાં મહાકુંભમાં આવ્યા હતા અને તેમણે આસ્થાની પવિત્ર ડુબકી લગાવી હતી.

પ્રયાગરાજમાં સંગમ તીર્થે પહોંચ્યા બાદ તેમણે સ્નાન પણ કર્યું હતું. તેમણે આ ક્ષણને દિવ્ય ક્ષણ ગણાવી હતી. આ સમય દરમિયાન તેઓ મહાકુંભની ભવ્યતાથી પ્રભાવિત જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે એવું લાગી રહ્યું છે જાણે તેમણે ખરેખર ગંગાસ્નાન કર્યું હોય.

સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, ‘મહાકુંભ માટે જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે અદ્ભુત અને દૈવી છે. કરોડો લોકોનું આગમન અને મા ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવી એ ખરેખર સનાતનની શક્તિ છે. અભિનેતાએ આગળ કહ્યું હતું કે, ‘દર કલાકે લાખો લોકો સ્નાન કરે છે અને જતા રહે છે. આવી વ્યવસ્થા ક્યાંય ન બની શકે. મહાકુંભમાં આવવું અને ગંગામાં ડૂબકી લગાવવી એ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ક્ષણ છે.

મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવ્યા બાદ સુનિલ શેટ્ટીએ મીડિયા સાથે વાત પણ કરી હતી અને તેમણે મેળાની વ્યવસ્થા વિશે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આ સમય દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને યુપીના મુખ્યપ્રધાન યોગ્ય આદિત્યનાથના નેતૃત્વમાં યોજાયેલા મહાકુંભમાં કરોડો ભક્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની દિલ ખોલીને પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય 4 સૈનિકોના મોત

0

પાકિસ્તાને ફરી એકવાર નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર બુધવારે સાંજે પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેના દ્વારા અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. સેનાની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી ગોળીબાર બંધ થઈ ગયો. પાકિસ્તાની સેના દરરોજ આવી નાપાક હરકતો કરતી રહે છે.

પાકિસ્તાની બાજુ કેટલી જાનહાનિ થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે દુશ્મન દળોને “ભારે નુકસાન” થયું છે. ભારતીય સેનાએ આ માહિતીની પુષ્ટિ કે ખંડન કર્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનો શહીદ થયાના એક દિવસ પછી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન દ્વારા સતત ઘડવામાં આવી રહેલા કાવતરાઓને ધ્યાનમાં રાખીને, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આજે જમ્મુમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત, જમ્મુ અને કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને આઈજીપી જમ્મુ પણ હાજર રહેશે.

પાકિસ્તાની બાજુ કેટલી જાનહાનિ થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે દુશ્મન દળોને “ભારે નુકસાન” થયું છે. ભારતીય સેનાએ આ માહિતીની પુષ્ટિ કે ખંડન કર્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનો શહીદ થયાના એક દિવસ પછી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

13 ફેબ્રુઆરી, 2025: ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

ગઇકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતું જણાય. શેરબજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભઃ

કરેલા કાર્યમાં સંઘર્ષ સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થયાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્‍નતિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુનઃ

વાણી વિલાસ સાચવીને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદ્‍ભવે.

કર્કઃ

ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહઃ

આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદવસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યાઃ

કોઇની ઉપર વિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબત થી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલાઃ

મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃશ્ચિકઃ

મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધનઃ

નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ‌ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.‌

મકરઃ

નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવ થી સાવચેતી રાખવી.

કુંભઃ

આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીનઃ

સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણાહાથમાં દુઃખાવો રહે.

સુરતમાં ગેસ સિલિન્ડર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ, એક યુવતીનું મોત

સુરતના સચિન GIDC વિસ્તારમાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગભેણી ગામમાં રામેશ્વરમ સોસાયટીમાં અચાનક ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઘટનામાં એક યુવતીનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં સચિન GIDC વિસ્તારમાં ગભેણી ગામનાં રામેશ્વરમ સોસાયટીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં 50 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગોઝારી ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે એવા છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેની ચપેટમાં આવી જતાં મહિલાનું માથું ધડથી અલગ થયું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસ અનુસાર, ભૂરી યાદવ દીકરી હંસુ યાદવ સાથે રહેતા હતા. દીકરી કંપનીમાં મજૂરી કામ કરે છે. સવારે અંદાજે 11.30 કલાકે દીકરી હંસુ યાદવ ઘરે જમવા બેઠી હતી ત્યારે માતા ભૂરી યાદવ નજીકની દુકાને ચા લેવા માટે ગયા હતા. દુકાન પાસેથી પસાર થતી વેળાએ ગેસ સિલિન્ડરમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ભૂરી યાદવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માતાનાં મોતથી દીકરી હંસુ યાદવ પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને તે શોકમગ્ન છે. ઘટના અંગે ગેરકાયદે ગેસ રીફિલિંગ જવાબદાર હોવાની પ્રાથમિક માહિતી છે. આ ઘટના અંગેની વધુ તપાસ સચિન GIDC પોલીસે હાથ ધરી છે.

1984ના શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષિત જાહેર

0

કૉંગ્રેસના માથે કલંક સમા 1984માં થયેલા શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં દિલ્હી કોર્ટે નિર્ણય આપ્યો છે. લગભગ ચાર દાયકા બાદ કોર્ટે કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને બે શીખોની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે પોતાના નિર્ણયમા જણાવ્યું હતું કે સરસ્વતી વિહાર ખાતે બે શીખોની હત્યા કરવાના કેસમાં સજ્જન કુમાર દોષિત છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, કોંગ્રેસના તત્કાલીન સાંસદ સજ્જન કુમાર ભીડનું નેતૃત્વ કર્યું હતું. સજ્જન કુમાર પર આરોપ છે કે, તેમણે હુમલા કરવા માટે ભીડને ભડકાવ્યા હતા, ત્યારબાદ બંને શીખોને ઘરમાં જ જીવતા સળગાવી દેવાયા હતા. ભીડે ઘરમાં તોડફોડ, લૂંટફાટ અને આગ ચાંપી હતી.

ઘટના બાદ ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ રંગનાથ મિશ્રા આયોગ સમક્ષ રજુ કરેલ એફિડેવિટના આધારે આ FIR નોંધવામાં આવી હતી. દિલ્હી કેન્ટ હિંસા મામલે સજ્જ કુમાર આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં નિચલી કોર્ટના નિર્ણયને પલટાવી સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી હતી.

ઉલ્લેખનીય છે કે, તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં શીખ વિરોધી રમખાણો ફેલાયા હતાં. રાજધાની દિલ્હીમાં પણ મોટે પાયે શીખોની હત્યા થઇ હતી. દિલ્હી કેન્ટના રાજનગર વિસ્તારમાં સજ્જન કુમારના ઉશ્કેરણીજનક ભાષણ બાદ પાંચ શીખોની હત્યા કરવામાં આવી હતી. શીખવિરોધી રમખાણોની તપાસ કરનાર નાણાવટી પંચના એક રિપોર્ટમાં સજ્જન કુમારની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યાં બાદ સીબીઆઇએ 2005માં આ મામલો ફરીથી ખોલ્યો હતો અને સજ્જન કુમાર, કેપ્ટન ભાગમલ, મહેન્દ્ર યાદવ, ગિરધારી લાલ, કૃષ્ણ ખોખર અને બલવંત ખોખર વિરુદ્ધ કેસ નોંઘ્યો હતો. સીબીઆઇએ આ તમામ આરોપીઓ વિરુદ્ધ 13 જાન્યુઆરી 2010ના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી.

1 નવેમ્બર, 2023ના કોર્ટે સજ્જન કુમારનું નિવેદન નોંધ્યું હતું. સજ્જન કુમારે પોતાની સામેના બધા આક્ષેપોનો રદિયો આપ્યો હતો. એમના વકીલે દલીલ કરી હતી કે સજ્જન કુમારનું નામ શરૂઆતથી કેસમાં નહોતું. એક સાક્ષીએ 16 વર્ષ બાદ સજ્જન કુમારનું નામ લીધું હતું.

નવું આવકવેરા બિલ આવતીકાલે સંસદમાં રજૂ થશે, જાણો સંપૂર્ણ અપડેટ

0

સંસદમાં આવતીકાલે નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવી શકે છે. આવકવેરા કાયદાઓને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી, 2025ના બજેટના ભાષણમાં નવું આવકવેરા બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી. આ નવું બિલ 1961ના 62 વર્ષ જૂના આવકવેરા કાયદાનું સ્થાન લેશે અને તેને આવકવેરા કાયદા 2025 તરીકે ઓળખવામાં આવશે.

નવા આવકવેરા બિલમાં પાનાની સંખ્યા ઓછી કરવામાં આવી છે. 63 વર્ષ અગાઉ 1961માં લાગુ કરાયેલા આવકવેરા બિલમાં 880 પાના હતા, જે હવે ઘટાડીને 622 કરી દેવાયા છે. અલબત્ત, બિલમાં પ્રકરણોની સંખ્યા જેમની તેમ જાળવી રખાઈ છે. આ બિલમાં પણ 23 પ્રકરણ છે. બિલમાં કુલ 536 વિભાગો છે.

નવું આવકવેરા બિલ જૂના બિલની તુલનામાં સરળ છે. જૂનામાં હતા એવા ઘણા અઘરા શબ્દોને સ્થાને સમજવામાં સરળ હોય એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમ કે, હવેથી નાણાંકીય વર્ષના આખા 12 મહિનાને ‘કરવેરા વર્ષ’ કહેવામાં આવશે; ‘આકારણી વર્ષ’ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. એ ઉપરાંત આ બિલમાં ‘સ્ટાન્ડર્ડ ડિડક્શન’ અને ‘કેપિટલ ગેઈન ટેક્સ’ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

સંસદમાં ખરડાને મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની જાય, ત્યારે આ બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે. જૂનો કાયદો દાયકાઓનો સમય વિત્યા બાદ અને સમય સમય પર થયેલા વિવિધ સુધારાઓને કારણે તે ખૂબ જટિલ બની ગયો છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા કાયદામાં આવકવેરા અધિનિયમ, 1961માં ઉલ્લેખિત ‘પાછલું વર્ષ એટલે કે નાણાકીય વર્ષ શબ્દને ‘કર વર્ષ’ માં બદલી નાખવામાં આવ્યો છે. આ સાથે, મૂલ્યાંકન વર્ષ (AY)ની વ્યાખ્યા નાબૂદ કરવામાં આવી છે.

આ નવા બિલમાં, પાછલા વર્ષ અને મૂલ્યાંકન વર્ષના ખ્યાલને દૂર કરીને સરળ કરવા માટે ફક્ત કર વર્ષની વિભાવનાને સ્વીકારવામાં આવી છે. આ નવા બિલમાં વર્તમાન આવકવેરા કાયદાની 298 કલમોને સ્થાને 536 કલમો સમાવેશ કરવામાંઆ આવી છે. હાલના કાયદામાં 14 અનુસૂચીઓ છે જે નવા કાયદામાં વધીને 16 થશે. આ નવા બિલ મુજબ, CBDT હવે કલમ 533 મુજબ વારંવાર કાયદાકીય સુધારાની જરૂર વગર ટેક્સ વહીવટ નિયમો જાહેર કરી શકે છે, પાલન માટેના પગલાં રજૂ કરી શકે છે અને ડિજિટલ ટેક્સ મોનિટરિંગ સિસ્ટમ્સ લાગુ કરી શકે છે.

મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, મહાકુંભ સંગમમાં લગાવી ડૂબકી

0

આજે માઘ પૂર્ણિમા છે. આ દિવસે નદીમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. તેમાં પણ મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે આજે અમૃત સ્નાનને લઈને આજે દેશભરમાંથી લોકો ઉમટ્યા છે. પ્રયાગરાજમાં જબરદસ્ત ભીડ છે. સંગમ તટથી 10 કિમી સુધી નજર પહોંચે ત્યાં શ્રદ્ધાળુઓ જ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી મહાકુંભમાં 45 કરોડ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. જ્યારે આજના દિવસે જ 1.30 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. અનુમાન છે કે આજે 2.5 કરોડ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરી શકે છે.

આજે માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનને લઇને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટર દ્વારા 25 ક્વિન્ટલ કુલ વરસાવવામાં આવ્યા. પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ બાદ ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવાયો છે. મહાકુંભ મેળા ક્ષેત્રમાં પણ કોઈ વાહન ચાલશે નહીં. આવી સ્થિતિમાં ભક્તોને સંગમ પહોંચવા માટે 8 થી 10 કિમી ચાલીને જવું પડે છે. વહીવટીતંત્ર પાર્કિંગમાંથી શટલ બસો ચલાવી રહ્યું છે. પરંતુ તે મર્યાદિત છે.

સંગમ ખાતે અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત છે. ભીડ ન વધે તે માટે લોકોને ત્યાં રોકાવાની મંજૂરી નથી. મોટાભાગના લોકોને સ્નાન માટે અન્ય ઘાટ પર મોકલવામાં આવી રહ્યા છે. પહેલી વાર, ભીડને નિયંત્રિત કરવા માટે 15 જિલ્લાના ડીએમ. 20 આઈએએસ અને 85 પીસીએસ અધિકારીઓને મેળામાં તૈનાત કરવામાં આવ્યા છે.

સીએમ યોગીએ પાંચમા અમૃત સ્નાન નિમિત્તે સંગમ કિનારે પહોંચેલા ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, પવિત્ર સ્નાન પર્વ મહા પૂર્ણિમાની રાજ્યના તમામ ભક્તો અને લોકોને હાર્દિક શુભકામનાઓ! આજે પ્રયાગરાજમાં મહાકુંભ-2025માં સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવેલા તમામ પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ! ભગવાન શ્રી હરિ ની કૃપાથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરેલું રહે. માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતી બધાની મનોકામના પૂર્ણ કરે, આ કામના છે.

પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહીવટીતંત્રે અમૃત સ્નાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સીએમ યોગી પોતે સવારે 4 વાગ્યાથી માઘ પૂર્ણિમાના સ્નાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત, ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સમગ્ર પ્રયાગરાજ શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે. મહાકુંભ દરમિયાન માઘ પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 50થી વધુ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કાર્યવાહી

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 50થી વધુ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 15 લોકોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાને ઝડપી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા. આ લોકો પર સગીરાઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો. જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

મુકેશ અંબાણી પરિવારની ચાર પેઢીઓએ મહાકુંભ સંગમમાં લગાવી ડૂબકી

0

મહાકુંભમાં એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક, મુકેશ અંબાણીએ માઘ પૂર્ણિમાના એક દિવસ પહેલા સ્નાન કર્યું. આ પ્રસંગે, અંબાણી પરિવારની ચાર પેઢીઓ પ્રયાગરાજમાં હાજર હતી જેમણે 11 ફેબ્રુઆરીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અંબાણી પરિવારે ત્યાં પૂજા અને સ્નાન કર્યા પછી કેટલાક પેકેટનું વિતરણ કર્યું.

મહાકુંભ ખાતે માઘી પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હેલિકોપ્ટર દ્વારા સંગમ સ્થાને પહોંચ્યા હતા. હેલિપેડથી કાર દ્વારા સંગમ સ્થાને ક્રૂઝમાં બેસીને ગયા પછી સ્નાન કર્યું હતું. મુકેશ અંબાણીએ સપરિવાર પવિત્ર સ્નાન કર્યું. મુકેશ અંબાણીની બે બહેનોએ પરિવારના અન્ય સભ્યો સાથે પવિત્ર સ્નાન કર્યું.

સ્નાન કર્યા પછી, અંબાણી પરિવારે ત્યાં હાજર લોકોને કેટલાક પેકેટ વહેંચ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ પેકેટોમાં પુરી-શાક હતું, જે ત્યાં હાજર લોકોને આપવામાં આવ્યું હતું. આ પહેલી વાર નથી કે અંબાણી પરિવાર દ્વારા ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હોય, તેઓ વારંવાર આવું કરતા રહે છે. આ ઉપરાંત, અંબાણી પરિવાર દ્વારા નાવ ચાલકોને લાઇફ જેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણી સાથે પ્રયાગરાજ પહોંચ્યા છે. એક તરફ મુકેશ અંબાણી સંપૂર્ણપણે સુરક્ષિત છે, તો બીજી તરફ મોટી ગાડીઓનો કાફલો પણ તેમને લેવા માટે હેલિપેડ પર પહોંચી ગયો છે. જે પછી મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે હેલિપેડમાંથી બહાર નીકળતા બતાવવામાં આવ્યા છે. હવે યુઝર્સે મુકેશ અંબાણીના કુંભમાં આગમન પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. લોકો VVIP સંસ્કૃતિ પ્રત્યે ગુસ્સે છે અને તેઓ કહે છે કે શું 300 કિમી લાંબો ટ્રાફિક જામ ફક્ત જનતા માટે જ છે?

અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન

0

અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું લખનઉની SGPGI હોસ્પિટલમાં આજે નિધન થઈ ગયું છે. સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. થોડા દિવસ પહેલા જ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેમને લખનઉની SGPGIમાં દાખલ કર્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, તેમને સ્ટ્રોકનો એટેક આવ્યો હતો. જે બાદ તેમની હાલત અતિ ગંભીર થઈ ગઈ હતી.

4 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસજીપીજીઆઈ પહોંચીને આચાર્ય સત્યેન્દ્ર દાસના કુશળક્ષેમ જાણ્યા હતા. શ્રીરામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને 2 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોકના કારણે અયોધ્યાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ડોક્ટર્સે તેમને એસજીપીજીઆઈમાં રેફર કર્યા હતા. એસજીપીજીઆઈ હોસ્પિટલ પ્રશાસન અનુસાર, આચાર્ય સત્યેન્દ્ર દાસ ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓથી ગ્રસ્ત હતાં.

રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ 1992માં બાબરી વિધ્વંસના લગભગ નવ મહિના પહેલાથી પૂજારી તરીકે રામલલાની પૂજા કરતા આવ્યા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસ 1975માં સંસ્કૃતિ વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ 1976માં તેમણે અયોધ્યા સંસ્કૃત મહાવિદ્યાલયમાં વ્યાકરણ વિભાગમાં સહાયક અધ્યાપકની નોકરી મળી ગઈ.