Home Blog Page 523

સેન્સેક્સમાં 1400 પોઇન્ટનો કડાકો, શેરબજારના રોકાણકારોને 11 લાખ કરોડથી વધુ નુકસાન

શેરબજારમં 1400 પોઇન્ટનો કડાકો બોલાતા હાહાકાર મચ્યો છે. આ સાથે જ ભારતીય શેરબજારમાં 29 વર્ષની સૌથી લાંબી મંદી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમાં મહિને ઘટ્યા છે. શેરબજારમાં મંદીથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. મિડકેપ અને સ્મોલકેપ પણ નોંધપાત્ર તૂટ્યા છે. ઘણા શેર 52 સપ્તાહના નીચા ભાવે ટ્રેડ કરી રહ્યા છે. આજે બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તૂટ્યા છે. અમેરિકા એ ચીન પર 10 ટકા ટેરિફ લાદતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટી રહ્યા છે અને માત્ર ત્રણમાં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 45માં ઘટાડો અને માત્ર 5માં તેજી છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સૌથી મોટો ઘટાડો નિફ્ટી ITમાં 3.27%, ઑટોમાં 2.65%, મીડિયામાં 2.50%, સરકારી બેંકોમાં 2.05% અને મેટલમાં 1.82% છે. આ સિવાય ફાર્મા, બેંકિંગ, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સેવાઓમાં 1% સુધીનો ઘટાડો છે.

શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ 385 લાખ કરોડ રહી હતી. 27 ફેબ્રુઆરીએ તે અંદાજે રૂ. 393 લાખ કરોડ હતો.

ત્રીજા ક્વાર્ટરના GDPના આંકડા આજે જાહેર કરવામાં આવશે. આ પહેલા રોકાણકાર સતર્ક છે. આ ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે ગ્રોથનો અંદાજ છે. સરકારી ખર્ચમાં વધારાએ સ્થાનિક માંગમાં ઘટાડાને સરભર કરવામાં મદદ કરી. જો કે, આગળ ગ્રોથ અંગેના અંદાજો થોડા સંયમિત છે.

ગુરુવારે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી હતી કે કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ 4 માર્ચથી અમલમાં આવશે. આ સિવાય ચીન પર પહેલાથી જ લાગેલા 10% ટેરિફ સાથે 4 માર્ચથી 10% વધારાની ટેરિફ લાદવામાં આવશે. જેના કારણે બજારોમાં દબાણ વધ્યું છે. અમેરિકન અને એશિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

27 ફેબ્રુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 556.56 કરોડના શેર વેચ્યા હતા. વિદેશી રોકાણકારોએ 2025માં 1 લાખ કરોડ રૂપિયાથી વધુની વેલ્યુના ભારતીય શેર વેચી દીધા છે. આ દરમિયાન, મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ આ સમયગાળા દરમિયાન રૂ. 83,000 કરોડના શેર ખરીદ્યા હતા.

જ્યારે S&P 500 ઇન્ડેક્સ 1.59% વધીને 5,861 પર બંધ થયો હતો અને નેસ્ડેક 2.78% વધીને 18,544 પર બંધ થયો હતો.

સપ્ટેમ્બર 2024- ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં નિફ્ટીમાં 575 પોઈન્ટનો વધારો થયો હતો. 30 ઓગસ્ટે નિફ્ટી 25,235 અને 30 સપ્ટેમ્બરે 25,810 પર બંધ થયો હતો.

ઑક્ટોબર 2024- સપ્ટેમ્બરની સરખામણીમાં ઑક્ટોબરમાં બજાર 1605 પૉઇન્ટ ઘટ્યું. 30 સપ્ટેમ્બરે બજાર 25,810 પર હતું, તે 31 ઓક્ટોબરે 24,205 પર બંધ થયું હતું.

નવેમ્બર 2024- ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં નિફ્ટીમાં 74 પોઈન્ટનો ઘટાડો થયો. તે મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે 29 નવેમ્બરે 24,131 પર બંધ થયો હતો.

ડિસેમ્બર 2024- ડિસેમ્બર મહિનામાં નિફ્ટીમાં 487 પોઈન્ટનો ઘટાડો થયો. 31 ડિસેમ્બરે બજાર 23,644 પર બંધ થયું હતું.

જાન્યુઆરી 2025- નવા વર્ષના પહેલા મહિનામાં બજાર 136 પોઈન્ટ તૂટ્યું. 31 જાન્યુઆરીએ તે 23,508ના સ્તરે બંધ થયું હતું.

ફેબ્રુઆરી 2025- ફેબ્રુઆરીમાં અત્યાર સુધી ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે. જાન્યુઆરીની સરખામણીએ અત્યાર સુધીમાં તેમાં 1269 પોઈન્ટનો ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકારે નાણા સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આગામી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તુહિન આગામી 3 વર્ષ સુધી આ પદ સંભાળશે. તેઓ વર્તમાન ચીફ માધબી પુરી બુચનું સ્થાન લેશે. માધબી આજે (28 ફેબ્રુઆરી) નિવૃત્ત થઈ રહ્યા છે.

મુંબઈના મુખ્યમંત્રી કાર્યાલયપર હુમલો કરવાનું પાકિસ્તાનનું કાવતરું? પોલીસ તપાસ શરૂ

0

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે મુંબઈમાં મુખ્યમંત્રીના કાર્યાલયને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેસેજ વોટ્સએપ પર મળ્યો હતો. આ મેસેજ મુંબઈ પોલીસને મળતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સએપ પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મામલે વર્લી પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર ટ્રાફિક પોલીસને આ ધમકીભર્યો મેસેજ એક પાકિસ્તાની નંબર પરથી મોકલવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.

અધિકારીઓએ ધમકીનો જવાબ આપવામાં કોઈ સમય બગાડ્યો નહીં. ગોરેગાંવ પોલીસે પૂછપરછ માટે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી, જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમાંતર તપાસમાં આરોપીની ઓળખ અને ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન, શંકાસ્પદે ઇમેઇલ મોકલવાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે, પરંતુ તપાસકર્તાઓ હવે સંદેશના ચોક્કસ મૂળ અને આ કૃત્ય પાછળના કોઈપણ સંભવિત હેતુઓ નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે.

આ પેહલા પણ જાન્યુઆરી મહિનામાં ડેપ્યુટી સીએમ શિંદેને આવી ધમકી મળી ચૂકી છે. જાન્યુઆરી મહિનાની ધમકી બાદ પોલીસે થાણેના 6 વર્ષીય હિતેશ ધેંડે નામના શખ્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. પીટીઆઇ અનુસાર, હિતેશ ધેંડેએ શિંદે વિરુષ સોશિયલ મીડિયા પર અપશબ્દનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર બાદ મેસેજ દ્વારા તેમને મારી નાખવાની ખૂલ્લી ધમકી પણ મોકલી હતી. શ્રીનગર પોલીસ સ્ટેશના સિનિયર ઈન્સ્પેક્ટર ગુલઝારિલાલ ફડતારેએ PTIને આપવામાં આવેલી માહિતી મુજબ થાણેના વરલી પાડા વિસ્તારમાં રહેનાર આરોપી હિતેનશ ધેંડેની શોધખોળ હાલમાં ચાલુ છે.

નેપાળમાં ભૂકંપ આવ્યો જેની અસર બિહાર સુધી ધરા ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 5.5 ની તીવ્રતા

0

બિહારની રાજધાની પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે, નેપાળના બાગમતી પ્રાંતમાં સવારે લગભગ 2.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી 189 કિલોમીટર ઉત્તરમાં આવેલો છે.

ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. 5.5 ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ માનવામાં આવે છે અને તેની અસર ઓછી હોઈ શકે છે. ભૂકંપના કેન્દ્રબિંદુ નજીક ભય વધુ છે, જ્યાં ઇમારતો ધ્રુજી શકે છે અને ઇમારતો અને રસ્તાઓમાં તિરાડો દેખાઈ શકે છે.

પાકિસ્તાનમાં પણ સવારે 5.14 મિનિટે ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા. ઝટકાનો અનુભવ થતાં જ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 4.5ની હતી. આ પહેલા 16 જાન્યુઆરીએ પણ પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર રાવલપિંડીથી આઠ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હતું.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

સંભલની જામા મસ્જિદ પર અલ્હાબાદ હાઈકોર્ટેનો મોટો ચુકાદો, જાણો કોર્ટે શું કહ્યું

0

અલ્હાબાદ હાઈકોર્ટમાં સંભલની શાહી જામા મસ્જિદ અંગેની એક અરજી પર સુનાવણી કરવામાં આવી, જેમાં મસ્જિદ સમિતિએ કલરકામ કરાવવાની પરવાનગી માંગી હતી. આ મામલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના રિપોર્ટને સંજ્ઞાનમાં લેતા, હાઈકોર્ટે હાલમાં ફક્ત મસ્જિદની માત્ર સફાઈને મંજૂરી આપી છે, પરંતુ કલરકામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે મસ્જિદ સમિતિને કહ્યું કે તેઓ મંગળવાર સુધીમાં પોતાના વાંધા દાખલ કરી શકે છે, ત્યારબાદ કેસની આગામી સુનાવણી થશે.

વાત એમ છે કે મસ્જિદ સમિતિ વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં એક સિવિલ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં મસ્જિદનું રંગરોગાન કરાવવાની પરવાનગી માંગવામાં આવી હતી. આના પર કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. ASI એ કોર્ટને પોતાનો જોઇન્ટ ઇન્સ્ટ્રકશન રિપોર્ટ સોંપતા જણાવ્યું કે મસ્જિદની હાલની સ્થિતિમાં, કોઈપણ પ્રકારનું રંગરોગાન કરાવવાની જરૂર નથી. રિપોર્ટ અનુસાર, મસ્જિદમાં એવી કોઈ માળખાકીય સમસ્યા નથી કે જેને સમારકામ કે રંગરોગાનની જરૂર હોય.

હાઈકોર્ટની સિંગલ બેન્ચ, જેમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલ સામેલ હતા, તેમણે મસ્જિદ સમિતિને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આ સમયે ફક્ત સફાઈનું કામ કરાવી શકે છે, પરંતુ કોઈપણ પ્રકારનું રંગરોગાન ન કરાવી શકે, સાથે જ મસ્જિદ પક્ષને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ મંગળવાર સુધી પોતાનો વાંધો દાખલ કરાવી શકે છે.

શું છે સમગ્ર મામલો
મામલાની વધુ વિગતો જોવામાં આવે તો, 1 માર્ચથી રમજાન શરૂ થઈ રહ્યો છે તે પહેલાં સંભલ મસ્જિદની સમિતિએ સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી કે તેઓ પરિસરમાં રંગરોગાન અને અન્ય અમુક મેન્ટેનન્સ કામ કરવા માંગે છે. જેમાં સાફસફાઈ, રિપેરિંગ, લાઇટિંગ વગેરે સામેલ છે.
આ મામલે 11 ફેબ્રુઆરીના રોજ ASPએ એક પત્ર લખીને માંગ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે મસ્જિદ એક સંરક્ષિત સ્મારક હોવાના કારણે પરવાનગી ફરજિયાત આર્કિયોલૉજિક સરવે ઑફ ઇન્ડિયા પાસેથી લેવાની રહેશે. ત્યારબાદ મસ્જિદ સમિતિ કોર્ટ પહોંચી હતી અને દલીલ કરી હતી કે તે દર વર્ષે આ પ્રકારે મેન્ટેનન્સ કામ કરતા આવ્યા છે અને આ વખતે પણ પરવાનગી આપવામાં આવે.
કોર્ટે આ મામલે હાલ ASIને સરવે કરવાનો આદેશ આપ્યો છે. તેના રિપોર્ટ બાદ કોર્ટ આગળ નિર્ણય લેશે.

‘આ યુગમાં પરિવર્તનનો સંકેત…’ – જાણો વડાપ્રધાન મોદીના મહાકુંભ વિષેના વિચારો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો મહાકુંભમાં એક થઈ ગયાં. આ આયોજનની સફળતાને લઈને તેઓ સોમનાથ દર્શ માટે જશે અને દરેક ભારતીયો માટે પ્રાર્થના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, ‘મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો.

વડાપ્રધાન મોદીએ કહ્યું, “મહાકુંભ પૂર્ણ થયો છે…એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો છે. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસ સુધી આ એક જ તહેવાર માટે 140 કરોડ દેશવાસીઓની શ્રદ્ધા જે રીતે એકત્ર થઇ હતી, તે અદભુત છે. મહાકુંભની પૂર્ણાહુતિ પછી મારા મનમાં આવેલા વિચારોને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.”

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ પણ મહાકુંભમાં હાજરી આપી હતી, તેમણે 5 ફેબ્રુઆરીના રોજ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. ‘આ દેશની જાગૃત ચેતના દર્શાવે છે’ ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રતિષ્ઠા કાર્યક્રમને યાદ કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું, “22 જાન્યુઆરી, 2024 ના રોજ, મેં ભક્તિ અને દેશભક્તિ વિશે વાત કરી હતી. મહાકુંભ દરમિયાન, અનેક દેવી-દેવતાઓ, બાળકો અને વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો એકઠા થયા હતા, જે દેશની જાગૃત ચેતના દર્શાવે છે.”

વડાપ્રધાન મોદીને મહાકુંભને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ તથા પ્લાનિંગ અને પોલિસી એક્ષ્પોર્ટ માટે રીસર્ચનો વિષય ગણાવ્યો. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની ભરપુર પ્રશંસા કરી.વડાપ્રધાન મોદીએ લખ્યું, “યુપીના સંસદ સભ્ય તરીકે, હું ગર્વથી કહું છું કે યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળના લોકોએ અને વહીવટીતંત્રે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. કેન્દ્ર હોય કે રાજ્ય, કોઈ પણ શાસક કે વહીવટકર્તા નહોતું, મહાકુંભ દરમિયાન દરેક વ્યક્તિ સમર્પિત ‘સેવક’ હતો. આ મહાકુંભને સફળ બનાવવા માટે દરેક વ્યક્તિએ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું.” તેમણે કહ્યું, “આ 45 દિવસોમાં મુશ્કેલીઓ છતાં પ્રયાગરાજના લોકોએ શ્રદ્ધાળુઓને મદદ કરી, તે પ્રશંસનીય છે. હું પ્રયાગરાજ અને ઉત્તર પ્રદેશના લોકોનો આભાર માનું છું.”

આ સિવાય નરેન્દ્ર મોદીએ નદીની સ્વચ્છતા વિશે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે હું કાશી ચૂંટણી માટે ગયો હતો, ત્યારે મારા અંતરમનના ભાવ શબ્દોમાં પ્રકટ થયા હતાં અને મેં કહ્યું હતું કે, મા ગંગાએ મને બોલાવ્યો છે. તેમાં એક જવાબદારીનો ભાવ પણ હતો, આપણી માતા સ્વરૂપી નદીઓની પવિત્રતાને લઈને, સ્વચ્છતાને લઈને. પ્રયાગરાજમાં ગંગા-યમુના-સરસ્વતીના સંગમ પર મારો સંકલ્પ દ્રઢ થયો છે. ગંગા, યમુના, આપણી નદીઓની સ્વચ્છતા આપણાં જીવનની યાત્રા સાથે જોડાયેલી છે. આપણી જવાબદારી બને છે કે, નદી ભલે નાની હોય કે મોટી, તેને જીવનદાતા માતાનું પ્રતીક માનીને, આપણે આપણી સુવિધા મુજબ નદી ઉત્સવ ઉજવીએ. એકતાના આ મહાન કુંભે આપણને આપણી નદીઓને સ્વચ્છ રાખવા અને આ અભિયાનને મજબૂત બનાવવા પ્રેરણા આપી છે.

ભારતીય સંસ્કૃતિ અનુસાર દીકરી ‘જાનકી’ જન્મદિવસની અનોખી ઉજવણી

ભારતનાં આપણાં શૌર્ય સંપન્ન ઇતિહાસ અને આપણી પૌરાણિક વૈદિક સંસ્કૃતિ વિશેના ભ્રામક ઈતિહાસ લેખનના કારણે આપણે આપણાં ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વૈદક સંસ્કૃતિથી દૂર થતાં ગયા. પરિણામ સ્વરૂપ આપણે આપણી મહાનતા અને શૌર્ય શક્તિને ભૂલી ગયા, જેના કારણે આપણે વિદેશી આક્રાંતાઓ સામે પરાશ્રિત થયા અને તેમની ગુલામીને પોતાની ધન્યતા માનવા લાગ્યા. ઇ.સ. 1947 બાદ આપણે તેઓની રાજકીય ગુલામીથી તો સ્વાધીન થઈ ગયા, પરંતુ હજુ આપણે સાંસ્કૃતિક, વૈચારિક અને માનસિક ગુલામીથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્યા નથી. જ્યાં સુધી આપણે સાંસ્કૃતિક, વૈચારિક અને માનસિક ગુલામ છીએ ત્યાં સુધી આપણી સ્વતંત્રતા અધૂરી છે.

સાંસ્ક્રુતિક ગુલામીનું એક દ્રષ્ટાંત જોઈએ તો, આપણાં પરિવારમાં આવતા સારા-નરસા પ્રસંગો દરમ્યાન આપણે આપણી ભારતીય દિનદર્શિકા મુજબ તિથીને આધારે શુભ મહુર્ત જોઈએને પ્રસંગ માનવીએ છીએ, પરંતુ તે જ પ્રસંગની વર્ષગાંઠને આપણે અંગ્રેજી કેલેન્ડરની તારીખ અનુસાર માનવીએ છીએ. ત્યારે સુરત શહેરમાં રહેતા હિરેન ગજેરા તથા તેમના પરિવાર દ્વારા આપણી ભારતીય દિનદર્શિકાને અનુસરીને ગુજરાતી તિથી મુજબ તેમની દીકરી ‘જાનકી’ના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

ભારતીય તિથી મુજબ દીકરીના જન્મદિવસને મનવતાની સાથે-સાથે આ દિવસે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને આપણાં ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે હકારાત્મક લાગણી બંધાય થાય તથા બાળકોમાં વૈચારિક શક્તિની વૃદ્ધિ થાય, તેવા ઉદ્દેશ્ય સાથે પ્રેરણાત્મક બોધકથાના પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ. તેમજ આપણાં મહાપુરુષોના જીવન દર્શન માટે તેમના જીવનનો નિત્ય એક પ્રસંગ શાળામાં થતી સામૂહિક પ્રાર્થનામાં કહેવામા આવે, આ ઉપરાંત બાળકોને પ્રકૃતિ પ્રત્યેની લાગણી બંધાય તે માટે ક્લાસમાં નિત્ય એક પ્રકૃતિ અંગેના કવિતા પુસ્તકમાંથી એક કવિતા ગવડાવવામાં આવશે તેમ શાળાના આચાર્યશ્રીએ બાહેંધરી આપેલ.

એક અનોખી પહેલ કરતાં શહેરનાં એક સામાન્ય વ્યક્તિના પરિવારે આપણી સાંસ્કૃતિક ગુલામીથી મુક્તિ મેળવવા માટેનો પ્રયાસ કર્યો છે ત્યારે આવી જ રીતે દરેક ભરતવાસીએ પોતાના પરિવારમાં આવતા પ્રસંગો તથા તેની વર્ષગાંઠને આપણી દિનદર્શિકા મુજબ મનાવવી જોઈએ. દરેક ભારતીયના દૈનિક આચરણમાં પૌરાણિક અને વૈદિક ભારતીય પરંપરાનું પાલન કરવાના આવા નાના-નાના પગલાં જ આપણને આપણી સ્વતંત્રતાની નજીક લઈ જશે.

પુણેની સ્વારગેટ એસટી બસની અંદર 26 વર્ષની મહિલા પાર બળાત્કાર

0

પુણેના સ્વારગેટ એસટી બસ સ્ટેન્ડ પરથી એક દુઃખદ અને ચોકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે અહીં રાજ્ય સરકારની શિવશાહી બસની અંદર 26 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સ્વારગેટ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. શંકાસ્પદ વ્યક્તિ, જેની ઓળખ દત્તાત્રેય રામદાસ ગાડે તરીકે થઈ છે, આશરે 35 વર્ષનો અને શિકરાપુરનો રહેવાસી છે, તેની સામે અગાઉ લૂંટના બે ગુના પણ નોંધાયેલા છે.

પોલીસે જણાવ્યું કે, ‘પૂણેમાં પાર્ક કરેલી રાજ્ય પરિવહન બસમાં 26 વર્ષીય મહિલા પર થયેલા કથિત દુષ્કર્મની ઘટના અંગે રાષ્ટ્રીય મહિલા આયોગએ સ્વતઃ નોંધ લીધી છે અને મહારાષ્ટ્ર અધિકારીઓ પાસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.’ એક અધિકારીએ જણાવ્યું કે, NCWના અધ્યક્ષ વિજયા રહાટકરે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર મંગળવારે સવારે ઘટેલી ઘટનાના સબંધમાં પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે.

દુષ્કર્મની ગટના બાદ અધિકારીઓએ તરત જ સ્વારગેટ બસ ડેપોમાં સુરક્ષામાં ચૂક મામલે કાર્યવાહી શરૂ કરી દીધી. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે બસ સ્ટેન્ડ પર તહેનાત 23 સુરક્ષા ગાર્ડ્સને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ નવા સુરક્ષા કર્મચારીઓને ગુરુવારથી ડ્યૂટી સંભાળવાનો નિર્દેશ આપ્યો છે.

પ્રતિક્રિયામાં, કાયદા અમલીકરણ અધિકારીઓએ તાત્કાલિક બસ સ્ટેન્ડ પરથી સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી, જેના કારણે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ હતી. ગાડેને શોધવા અને પકડવા માટે આઠ પોલીસ ટીમો તહેનાત કરવામાં આવી છે. આ ઘટનાથી પુણેના રહેવાસીઓમાં રોષ ફેલાયો છે, જેના કારણે જાહેર પરિવહન કેન્દ્રોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના વ્યસ્ત પરિવહન પોઈન્ટ, સ્વારગેટ બસ ડેપો પર દિવસભર ભીડ રહે છે. શિક્ષણ અને રોજગાર માટે મુસાફરી કરતી મહિલાઓ, ખાસ કરીને જાહેર સ્થળે આવો ગુનો થઈ શકે છે તે અંગે આઘાત વ્યક્ત કર્યો હતો.

આસામથી દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા

0

આજે સવારે 2:25 વાગ્યે આસામના મોરીગાંવમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપનું કેન્દ્ર મોરીગાંવ હતું. પરંતુ આસામ સિવાય તેના આંચકા મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. મધ્યરાત્રિ પછી આવેલા આ ભૂકંપના કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા.

આસામના ઘણા જિલ્લાઓમાં ભૂકંપની અસર અનુભવાઈ હતી. ગુવાહાટી, નાગાંવ અને તેજપુરમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ધ્રુજારી એટલી જોરદાર હતી કે હું જાગી ગયો અને પંખા અને બારીઓ ધ્રુજવા લાગી. કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. જોકે, હજુ સુધી કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે ભૂકંપ ખૂબ જ હળવા હતા, તેથી મોટાભાગના લોકો ઊંઘતા રહ્યા અને બહાર નીકળવાની કોઈ સ્થિતિ નહોતી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

‘ભૂતની’ આવી રહી છે…. સંજય દત્તની હોરર ફિલ્મ ધ ભૂતની ટીઝર રિલીઝ

સંજય દત્તની આગામી હોરર ફિલ્મ ધ ભૂતની ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાંત સચદેવ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અભિનેત્રી મોની રોય ભૂતના ડરામણા પાત્રમાં જોવા મળી રહી છે. ફિલ્મનું ટીઝર જોયા પછી ચાહકો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

ધ ભૂતની ટીઝર સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફિલ્મ રિલીઝની જાહેરાત કરી હતી. પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, “આ ગુડ ફ્રાઈડે, ભયને એક નવી તારીખ મળી છે. ક્યારેય ન જોયેલી હોરર, એક્શન અને કોમેડી ફિલ્મ માટે તૈયાર થઈ જાઓ. 18 ફેબ્રુઆરીએ, ભૂત તબાહી મચાવશે.”

ધ ભૂતની ફિલ્મનું ૧ મિનિટ ૧૧ સેકન્ડનું ટીઝર જોયા પછી, ફિલ્મ વિશે કંઈ સ્પષ્ટ રીતે સમજાયું નથી, પરંતુ તેમ છતાં તે ખૂબ જ રસપ્રદ લાગે છે. ટીઝરની શરૂઆતમાં સંજય દત્તનો અવાજ સંભળાય છે, જેમાં તે ભગવાન શિવના શ્લોકો વાંચી રહ્યા છે. તે પછી, સંગીતની સાથે મોની રોયની ડરામણી આંખો પણ દેખાય છે. ટીઝરના અંતે સંજય દત્ત બંને હાથમાં તલવાર લઈને ભૂત સાથે લડતો જોવા મળે છે.

ફિલ્મના ટીઝરમાં સંજય દત્તના લુકને જોઈને ચાહકો ખૂબ ઉત્સાહત છે આ ફિલ્મ માટે , એક ચાહકે લખ્યું, “સંજય દત્ત ખૂબ જ હેન્ડસમ લાગે છે,” જ્યારે બીજા ચાહકે તેમની ઉપર પ્રેમ વરસાવીને લખ્યું , “જય ભગવાન શંકર, જાન સંજય દત્ત!”

ફિલ્મ ‘ધ ભૂતની’ ઉપરાંત, સંજય દત્ત ટૂંક સમયમાં ‘બાગી 4’ અને ‘હાઉસફુલ 5’ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળશે. ‘હાઉસફુલ 5’ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં સંજય દત્ત સાથે અન્ય જાણીતા કલાકારો પણ હોઈ શકે છે.

ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મના ટીઝરની સાથે રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. આ ફિલ્મ ગુડ ફ્રાઈડે એટલે કે 18 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત મૌની રોય, સની સિંહ, પલક તિવારી, આસિફ ખાન અને બ્યુનિક પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

સુરતની શિવશક્તિ માર્કેટમાં 24 કલાકથી વધુ સમય છતાં આગ નથી આવી કાબૂમાં

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ કાબૂમાં નથી આવી. અત્યાર સુધીમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. જે વેપારીઓની દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી તેવા કેટલાક વેપારીઓ રડી પડ્યા હતા.

આગે 800થી વધુ દુકાનોને ઝપેટમાં લીધી હતી. જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનું વેપારીઓ કહી રહ્યા છે. કેટલાક વેપારીઓ આગની વાત કરતી વખતે રડી પડ્યા હતા. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ આગને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા ટર્ન ટેબલ લેડર મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ફાયરબ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા સતત પ્રયત્ન કરી રહી છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી છે. કેટલા કરોડનું નુકસાન થયું તે આગ નિયંત્રણમાં આવ્યા બાદ જ ખબર પડશે. આસપાસના બજારોની દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવી છે.

શિવ શક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે લાગેલી આગ ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલાક વેપારીઓ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવે છે તો કેટલાક માર્કેટના સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે આગ આકસ્મિક રીતે લાગી છે કે પછી કોઈએ લગાવી છે? આવા અનેક તર્ક સાથે હવે આગ લાગવાના કારણ શોધવા સાથે જવાબદારો પણ શોધવા માટેની માંગણી થઈ રહી છે. શિવશક્તિ માર્કેટ પાસે ફાયર એનઓસી છે પણ આગ કઈ રીતે લાગી અને આટલી વિકરાળ કેવી રીતે બની તે તપાસનો વિષય બન્યો છે.

ફાયર ઓફિસરે કહ્યું કે, આખું બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગયું છે. બિલ્ડિંગની સ્ટ્રેન્થ નબળી પડી રહી છે. એક જગ્યાએ થોડો સ્લેબ નમી ગયો હોય તેમ લાગે છે. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. બિલ્ડિંગનો કોઈ ભાગ વધારે પડતો નબળો પડે કે ધરાશાયી થાય તે પહેલાં આગને કાબૂમાં લેવી જરૂરી છે.