Home Blog Page 524

રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિશ્રી સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા. સરદાર સાહેબની એકતા, અખંડિતતા અને અતૂટ ધૈર્યની ભાવનાની પ્રત્યક્ષ અનુભૂતિ સૌએ કરી હતી.

સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વૉલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની તલસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા.

રાષ્ટ્રપતિશ્રી અને મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મુલાકાત દરમિયાન SoUના ગાઈડે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણકાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા, સ્ટેચ્યુ પરિસરની પ્રવાસન સુવિધાઓ અંગેની પશ્ચાદભૂ વર્ણવી હતી.

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ બુધવારે મહાશિવરાત્રિના પાવન દિવસે નર્મદાના મહેમાન બન્યા હતા, જ્યાં રાત્રિ રોકાણ બાદ આજે બીજા દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, બજેટ સત્રના બીજા ચરણમાં સંસદમાં રજૂ કરાશે

0

કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે. નોંધનીય છે કે અગાઉ 13મી ફેબ્રુઆરીએ વક્ફ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટના આધારે જ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી છે.કેબિનેટે ગુરુવારે વફ્ફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. તે સંસદના બજેટ સત્રના બીજા સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે. બજેટ સત્રનું બીજું સેશન 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.આ પહેલાં 13 ફેબ્રુઆરીએ વક્ફ બિલ પર સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સમિતિના રિપોર્ટના આધારે વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ બજેટ સત્રના બીજા સેશનમાં રજૂ થઈ શકે છે.જણાવીએ કે આ પહેલા વકફ બિલ પર જેપીસી રિપોર્ટને ખોટો ગણાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ પ્રકારના ફેક રિપોર્ટને અમે સ્વીકારતા નથી, ગૃહ ક્યારેય સ્વીકારશે નહીં.

JPC (સંયુક્ત સંસદીય સમિતિ)એ 29મી જાન્યુઆરીએ વક્ફ બિલમાં નવા ફેરફારો અંગેના રિપોર્ટને મંજૂરી આપી હતી. જેમાં પક્ષમાં 15 અને વિરોધમાં 14 મત પડ્યા. ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ અસંમતિ નોંધ રજૂ કરી હતી, અને તેને વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વક્ફ બિલ અંગે વિપક્ષે અનેક વાંધો ઊઠાવ્યો હતો. આ ઉપરાંત વક્ફ બાય યુઝર જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

વક્ત બિલમાં 14 સુધારાનંબર

1: બિન-મુસ્લિમ સભ્યોને પણ સમાવી શકાય છેનંબર 2: મહિલા પ્રતિનિધિત્વનંબર 3: ચકાસણી પ્રક્રિયાઓમાં સુધારોનંબર 4: જિલ્લા મેજિસ્ટ્રેટની ભૂમિકાનંબર 5: વક્ફ બોર્ડની સત્તામાં ઘટાડોનંબર 6: વકફ મિલકતોનું ડિજિટાઈઝેશનનંબર 7: વધુ સારી ઓડિટ સિસ્ટમનંબર 8: ગેરકાયદેસર કબજો અટકાવવોનંબર 9: વક્ફ બોર્ડના સભ્યોની નિમણૂકનંબર 10: વક્ફ ટ્રિબ્યુનલની સત્તામાં વધારોનંબર 11: વક્ફ મિલકતોના અનધિકૃત ટ્રાન્સફર પર કાર્યવાહીનંબર 12: મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂકનંબર 13: વક્ફ પ્રોપર્ટીનું કોમ્પ્યુટરાઇઝેશનનંબર 14: વક્ફ બોર્ડના માળખામાં ફેરફાર

૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫/ આ રાશિ માટે ગુરુવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ:

સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ, જંતુ કરડવાની શક્યતા છે.

વૃષભ:

આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા-નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુન:

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ, સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારૂં, ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્ક:

મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્યુ શરદી-ખાંસ રહે.

સિંહ:

સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવાર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ, પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.

કન્યા:

સરળ, નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આધ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલા:

આળસ આવે. કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદાથાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિક:

સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાઇમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધન:

માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહરોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકર:

આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભ:

જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય.ભાગ્યમાં વૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીન:

ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગો થી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

ઝારખંડની હજારીબાગમાં મહાશિવરાત્રી પર બબાલ, બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ

0

હઝારીબાગમાં મહા શિવરાત્રિ નિમિત્તે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, ઇચાક બ્લોક હેઠળના ડુમરૌન ગામમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણના અહેવાલ છે. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો અને આગચંપી થઈ હતી.

આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બદમાશોએ ત્રણ બાઇક અને એક કારને આગ ચાંપી દીધી હતી. અન્ય કેટલાક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી છે.

મહા શિવરાત્રિ નિમિત્તે હઝારીબાગના ઇચાક બ્લોકમાં આજે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમયગાળા દરમિયાન, પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓમાં ઘણા વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસ આખા ગામમાં કેમ્પ ગોઠવી રહી છે. બંને તરફથી સ્થિતિ તંગ છે. ASP સહિત જિલ્લા દળ ઘટનાસ્થળે હાજર છે અને સ્થિતિને શાંત કરવામાં વ્યસ્ત છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, બદમાશોએ એક દુકાન પણ સળગાવી દીધી છે. આ અથડામણમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હજારીબાગ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજારીબાગના પોલીસ અધિક્ષકે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કર્યા છે.

બિહારમાં નીતિશ કેબિનેટનું વિસ્તરણ, ભાજપના 7 ધારાસભ્યે મંત્રી તરીકે લીધા શપથ

0

બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ભાજપના 7 ધારાસભ્યો આજે રાજભવનમાં એક પછી એક મંત્રી તરીકે શપથ લીધા છે. મંત્રી તરીકે શપથ લેવા માટે જીવેશ મિશ્રા અને સંજય સરોગી મિથિલા પાગ પહેરીને રાજભવન પહોંચ્યા હતા.

બિહારમાં નીતિશના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. આજે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ નીતીશ મંત્રીમંડળના નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. કેબિનેટ વિસ્તરણ પહેલા જ દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

બિહારના મહેસૂલ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું હતું કે તેઓ પ્રધાન પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ‘એક વ્યક્તિ, એક પદ’ એ સિદ્ધાંત છે જેના પર પાર્ટી કામ કરે છે. કેન્દ્રીય નેતૃત્વએ મને પાર્ટીના રાજ્ય એકમની જવાબદારી સોંપી છે તે બદલ હું આભારી છું.

સુરતની લાજપોર જેલમાં 26 કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા

બોર્ડની પરીક્ષાઓ માટે સ્કૂલ સાથે સુરત જિલ્લાની લાજપોર જેલે પણ તૈયારી પૂરી કરી છે. જેલમાં પણ બોર્ડની પરીક્ષાનું એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જેલમાં સજા ભોગવી રહેલા 26 કેદી વિદ્યાર્થીઓ માટે આ વર્ષે બોર્ડની પરીક્ષા માત્ર એક શૈક્ષણિક પડકાર નહીં, પણ નવા ભવિષ્યની આશાનું કિરણ બની રહી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે જેલમાં જ અલગ સેલ ફાળવવામાં આવ્યા છે, જ્યાં કેદીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.

કેટલાક કેદીઓ નિશ્ચિત સજા માટે જેલમાં છે છતાં તેઓ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણને આશાની કિરણ માની રહ્યા છે. નોંધનીય છે કે, ગત વર્ષે 90% જેટલું પરિણામ આવ્યું હતું, જે સાબિત કરે છે કે જેલની દિવાલો મનમાં ઉગતા નવા સપનાઓને રોકી શકતી નથી.

જેલ વહીવટી તંત્ર દ્વારા કેદી વિદ્યાર્થીઓ માટે અભ્યાસની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેલમાં જ અન્ય અનુભવી કેદીઓના માર્ગદર્શન હેઠળ પરીક્ષા માટે તૈયારી કરાવવામાં આવી રહી છે. વેલ્ફેર અધિકારીઓમાં તાજેતરમાં ફેરફાર થયો હોવા છતાં જેલ અધિક્ષક જે. એન. દેસાઈ અને અન્ય અધિકારીઓએ કેદી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી, શાંતિપૂર્ણ અને અનુરૂપ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડ્યું છે.

ભૂતકાળ ભૂલથી ભરેલો હોય તો પણ ભવિષ્ય સુધારી શકાય આ પહેલ એક ઉદ્દીપક ઉદાહરણ સાબિત થઈ રહી છે કે, ભલે કોઈએ ભૂતકાળમાં ભૂલ કરી હોય પણ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ એક શક્તિશાળી હથિયાર છે. લાજપોર જેલના આ 26 કેદી વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા એક સજા માટેનો વિરામ નહીં પણ એક નવી શરૂઆત બની શકે છે.

વિશિષ્ટ સેલને એક પ્રોપર એક્ઝામ હોલ તરીકે તૈયાર કરાયો જેલમાં સખત સુરક્ષાની વચ્ચે સીસીટીવી કેમેરાની નજર હેઠળ કેદીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન વિશિષ્ટ સેલને એક પ્રોપર એક્ઝામ હોલ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલ માત્ર એક શૈક્ષણિક પ્રયાસ નથી, પણ કેદીઓના પુનવસવાટ માટે એક પ્રેરણાત્મક પ્રયોગ સાબિત થઈ રહ્યો છે.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જીલ્લામાં ભારતીય સેના પર આતંકવાદી હુમલો

0

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જીલ્લામાં ભારતીય સેના પર આતંકવાદી હુમલાના અહેવાલો મળી રહ્યા છે. અહેવાલ મુજબ સેનાના વાહન પર આતંકવાદીઓએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અહેવાલ મુજબ સુંદરબની વિસ્તારમાં સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે બપોરે 1 વાગ્યાની આસપાસ આ હુમલો થયો હતો. જોકે, સેનાએ હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુના રોજારીના સુંદરબની સેક્ટરમાં બપોરે લગભગ 12.45 વાગ્યે સેનાના વાહન પર ગોળીબાર થયો હતો. આ ઘટનાને અંજામ આપ્યા પછી આતંકવાદીઓ તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતાં. આતંકવાદીઓને શોધવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે જાનહાનિના કોઈ સમાચાર નથી.

હુમલો થયો ત્યારે સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા 7 ફેબ્રુઆરીએ ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. આ પહેલા પણ આતંકવાદીઓએ ઘણી વખત ઓચિંતો હુમલો કર્યો છે અને દરેક વખતે સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.

ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

0

આજે બુધવારે સવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 6:55 વાગ્યે (2255 GMT) સમુદ્રમાં 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઇન્ડોનેશિયા સુનામી માટે સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ઇન્ડોનેશિયન હવામાન એજન્સી (BMKG) એ સ્પષ્ટતા કરી છે કે સુનામીનું કોઈ જોખમ નથી અને અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

સુરતની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ

સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. આ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે, આજે ફરી એ જ માર્કેટમાં આગ લાગી ગઈ હતી. ગતરોજ બેઝમેન્ટ સહિતના એરિયામાં આગ લાગી હતી.

આજે સવારે 8 વાગ્યે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. બીજો અને ત્રીજો માળે આગની ઝપેટમાં આવી ગયો હતો. જેથી ફાયરબ્રિગેડની 26થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આગમાં ઉપરના માળેથી આગ પર કાબુ મેળવવા ગયેલો ફાયર જવાન ફસાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે.

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

ગુજરાતી નિબંધકાર અને કવિ અનિલ જોશીનું નિધન

0

અનિલ રમાનાથ જોશીનો જન્મ 28 જુલાઇ 1940ના રોજ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. તેઓ ગુજરાતી નિબંધકાર અને કવિ છે.

અનિલ રમાનાથ જોશીનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. 1964માં તેમણે એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. અનિલ જોશીની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે થઈ હતી.

અનિલ જોશીએ હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય 1971 થી 1976 સુધી તેઓ ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે 1977થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી છે.

સાહિત્યકારના સર્જનની વાત કરીએ તો કદાચ અને બરફના પંખી જેવા કાવ્યસંગ્રહો લોકપ્રિયા છે. તેમજ પવનની વ્યાસપીઠે લલિત નિબંધસંગ્રહ અને બોલપેન, બારીને પડદાનું કફન, દિવસનું અંધારું છે જેવા નિબંધસંગ્રહથી તેમની લોકપ્રિયતા છે.