Home Blog Page 520

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું, CM ફડણવીસે કરી કાર્યવાહી

0

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં વાલ્મિક કરાડને આરોપી બનાવ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું. રાજીનામાના સમાચાર આવ્યા પછી ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. મેં તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલને મોકલી આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સોમવારે રાત્રે ફડણવીસને મળ્યા હતા અને દેશમુખ હત્યા કેસ અને અન્ય બે સંબંધિત કેસોમાં ગુના તપાસ વિભાગ (CID) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના પરિણામ અંગે ચર્ચા કરી હતી જેમાં કરાડને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે.

શું મામલો છે?
બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ગયા વર્ષે 9 ડિસેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તેમણે જિલ્લામાં એક વીજ કંપનીને નિશાન બનાવીને ખંડણીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેને ત્રાસ આપવામાં આવ્યો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી.

27 ફેબ્રુઆરીના રોજ 1200 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી
રાજ્યના ગુના તપાસ વિભાગ (CID) એ 27 ફેબ્રુઆરીએ દેશમુખની હત્યા અને બે સંબંધિત કેસોમાં બીડ જિલ્લા કોર્ટમાં 1,200 પાનાથી વધુની ચાર્જશીટ દાખલ કરી હતી. બીડના કેજ પોલીસ સ્ટેશનમાં સરપંચની હત્યા, અવડા કંપની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ અને કંપનીના સુરક્ષા ગાર્ડ પર હુમલાના ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.

ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડેએ ઘણા ઓછા સમયમાં બીજીવાર કેબિનેટમાં પ્રધાનપદ મેળવી લીધું હતું. મુંડેની મુશ્કેલીઓ ઠાકરે સરકારમાં પ્રધાન હતા ત્યારથી જ શરૂ થઈ હતી. અરૂણા શર્મા નામની મહિલાએ પોતે મુંડેની પત્ની હોવાનો અને તેમનાથી બે સંતાન હોવાનો દાવો કર્યો હતો. આ મામલે તે સમયે વિરોધપક્ષમાં બેસેલા ભાજપે ભારે વિવાદ કર્યો હતો. અંતે મુંડેએ પોતાના અને અરૂણાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ અરૂણા પોતાના હક માટે કોર્ટમાં પણ ગઈ હતી અને કોર્ટે તેની તરફેણમાં ચુકાદો પણ આપ્યો હતો.

રાજધાની દિલ્હીમાં બે જૂથો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગર, 5 લોકો ઇજાગ્રસ્ત

0

દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર ગોળીબારના અવાજથી ગુંજી ઉઠી છે. દિલ્હીના જ્યોતિ નગરમાં પરસ્પર અદાવતને કારણે 2 જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 3 માર્ચે રાત્રે લગભગ 9:00 વાગ્યે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટનાની માહિતી મળી હતી, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે તેમના પુત્રને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે. જ્યારે પોલીસ ટીમ SOC એટલે કે શક્તિ ગ્રેડન,ગલી નંબર-1 પર પહોંચી ત્યારે પોલીસ ટીમે જોયું કે, બે જૂથો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની તપાસ માટે ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરિંગમાં સંડોવાયેલા શંકાસ્પદોને ઓળખવા અને ધરપકડ કરવા માટે ટેકનિકલ અને મેન્યુઅલ ઇનપુટ્સનું વિશ્લેષણ કરવા માટે ટીમોની રચના કરવામાં આવી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ગોળીબાર પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી અને પોલીસ હાલ જૂની અદાવતનાં કારણની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોની પૂછપરછ અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે આસપાસના વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

ભારતની મહિલાને અબુધાબીમાં ફાંસીની સજા આપવામાં આવ્યો, જાણો સમગ્ર મામલો ?

0

ઉત્તરપ્રદેશની 33 વર્ષીય મહિલાને યુનાઈટેડ અરબ અમીરાતમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયે કોર્ટને જણાવ્યું કે શહજાદી ખાનને 15 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી હતી. શહજાદી ખાન અબુ ધાબીમાં 4 મહિનાના બાળકની હત્યાના કેસ દોષિત સાબિત થઇ હતી, ત્યાર બાદ તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

શહજાદી ખાનના પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની દીકરીની સ્થિતિ વિશે માહિતી માંગી હતી. તેમણે કહ્યું કે તેમને કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી અને વિદેશ મંત્રાલય તરફથી પણ કોઈ નક્કર જવાબ મળી રહ્યો નથી. આ પછી, કોર્ટે વિદેશ મંત્રાલયન સમન્સ પાઠવ્યું હતું.

ઉત્તર પ્રદેશના બાંદાના ગોયરા મુરલીના ગામમાં રહેતી શહેજાદીને વર્ષ 2021માં અબુધાબી મોકલાઈ હતી. એવું કહેવાય છે કે, આગરાના ઉજૈર નામના વ્યક્તિએ શહેજાદીને લક્ઝરી લાઈફ અને ચહેરાની સારવાર કરાવવાની લાલચ આપી હતી અને પછી તેણીને આગરાના દંપત્તીને વેંચી દીધી હતી. આ મામલો સામે આવ્યા બાદ સીજેએમ કોર્ટના આદેશ પર દુબઈમાં રહેતા આગરાના દંપત્તી અને આરોપી ઉજૈર વિરુદ્ધ માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો છે.

શહેજાદી અબુધાબીમાં દંપત્તીના પુત્રની દેખરેખ કરતી હતી. જોકે અચાનક દંપત્તીના પુત્રનું મોત થતા તેઓએ શહેજાદી પર હત્યાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ અબુધાબીની કોર્ટે તપાસ કર્યા બાદ શહેજાદીની ધરપકડ કરી મોતની સજા સંભળાવી હતી. શહેજાદીને ફાંસીની સજા મળ્યા બાદ તેણીના પિતા શબ્બીર ખાને જિલ્લા વહિવટી તંત્ર અને સરકારને ફરીયાદ કરી પુત્રીને બચાવવા અપીલ કરી હતી. ફાંસી સજા પહેલા શહેજારીએ પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે, ‘તેને જુદા રૂમમાં રખાઈ છે અને જેલના કેપ્ટને આવીને કહ્યું હતું કે, તેણીને 24 કલાકમાં ફાંસીની સજા આપવામાં આવશે.’ વાસ્તવમાં યુએઈના જેલ તંત્રએ તેણીને આખરી ઈચ્છા વિશે કહ્યું હતું, તો તેણીએ પરિવારજનો સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

0

આજે મંગળવારના દિવસે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઇ છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારો મંગળવારે લાલ નિશાન પર ખુલ્યા છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 400 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 150 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ અમેરિકાના બજારો તેમજ એશિયન બજારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને ભારતીય બજાર પણ આમાંથી બાકાત રહ્યું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા,મેક્સિકો, અને ચીન પર ટેરિફ લાદવાની ઉપરાંત બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવાની જાહેરાત કરતાં જ વિશ્વમાં ટેરિફ વોરની ચિંતા વધી છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. નિફ્ટી જે છેલ્લા કેટલાક દિવસથી 22000નું લેવલ જાળવી રાખવા મથામણ કરી રહ્યો હતો. તે આજે 22000નું લેવલ તોડી 21964.60 થયો હતો. જો કે, 11.05 વાગ્યે 34.45 પોઈન્ટના કડાકે ફરી પાછો 22084.85 થયો હતો.

બીએસઈ ખાતે છેલ્લા કેટલાક દિવસથી કડડભૂસ થયેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. એનસીએલટીએ કોફી ડે પર ચાલી રહેલી બેન્કરપ્સીની કાર્યવાહી રદ કરતાં જ કોફી ડેના શેર છેલ્લા બે દિવસથી રોજ 20 ટકાની અપર સર્કિટ નોંધાવી છે. આ સિવાય એમપીએસએલ, એનએસીએલ જ્યોતિ સીએનસી, વિજયા, એપિગ્રલ જેવા શેર્સમાં 10 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ આજે 700 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. પીએસયુ, રિયાલ્ટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ પણ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. ગેઈલ, એનટીપીસી, ગુજરાત ગેસ, આઈઆરસીટીસી, એનએમડીસી સિવાય તમામ પીએસયુ શેરોમાં 6 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

સુરતમાં ગાંજાની હેરાફેરી કરતા યુવાનની ધરપકડ, 10 કિલો ગાંજો ઝડપાયો

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે સુરતમાંથી ગાંજાની હેરાફેરી કરતા દિવ્યાંગ યુવાનની ધરપકડ કરાઈ છે. કાપોદ્રા ભરવાડ ફળીયામાં ગાંજાની હેરાફેરી કરતા આરોપી હતો. દિવ્યાંગ હોવાથી કોઈને પણ શંકા ન જતા સરળતાથી ગાંજો વેચાતો હોવાનું ઝડપાયો હતો.

એક લાખથી વધુની કિંમતનો 10 કિલોથી વધુનો ગાંજો જપ્ત કરાયો હતો. ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને આપતો તે અંગે આરોપીની પૂછપરછ કરવામાં આવી છે.

બીજી તરફ સુરતના કામરેજ ટોલનાકા પાસેથી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો હતો. SMCએ બાતમીના આધારે દરોડા પાડી દારુ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યું હતો. મહારાષ્ટ્રથી કચ્છ તરફ કન્ટેનર જઈ રહ્યું હતુ ત્યારે ઝડપાયું હતુ. કન્ટેનરને અટકાવી તપાસ કરતા દારૂનો જથ્થો ઝડપાયો હતો. 67 લાખના દારુ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. SMC દ્વારા એક આરોપીની ધરપકડ કરી હતો. તેમજ બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતો.

રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં શંકાસ્પદ આતંકીની ધરપકડ

0

ગુજરાત અને હરિયાણા એટીએસ ટીમ દ્વારા ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

આતંકવાદી અબ્દુલ રહેમાનની યોજના હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરીને અયોધ્યા રામ મંદિર પર હુમલો કરવાની અને મોટા પાયે વિનાશ કરવાનો હતો. ષડયંત્રના ભાગ રૂપે, અબ્દુલે ઘણી વખત રામ મંદિરની રેકી કરી હતી અને પાકિસ્તાનની ISI સાથે બધી માહિતી પણ શેર કરી હતી. અબ્દુલ સૌપ્રથમ ફૈઝાબાદથી ટ્રેન દ્વારા ફરીદાબાદ પહોંચ્યો. ત્યારબાદ આતંકવાદી અબ્દુલ રહેમાનને તેના એક હેન્ડલર દ્વારા હેન્ડ ગ્રેનેડ આપવામાં આવ્યા હતા, જે તેણે પાછા લઈને ટ્રેન દ્વારા અયોધ્યા જવું પડ્યું. જોકે, યોજના સફળ થાય તે પહેલાં, કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટ્સના આધારે, ગુજરાત ATS અને ફરીદાબાદ STF એ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદી અબ્દુલ અનેક જમાત સાથે સંકળાયેલો છે. અબ્દુલ રહેમાન ફૈઝાબાદમાં મટનની દુકાન ચલાવે છે અને વ્યવસાયે ઓટો ડ્રાઇવર પણ છે. રામ મંદિરના નિર્માણ પછીથી, અયોધ્યા સતત આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે. જોકે, અબ્દુલની ધરપકડ કરીને તપાસ એજન્સીઓએ ISIના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે.

આ કેસનો આરોપી અબ્દુલ રહેમાન વ્યવસાયે માંસ વેચે છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, તેને આઇએસઆઇના એક હેન્ડલર દ્વારા બે ગ્રેનેડ આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ભારતની સુરક્ષા એજન્સી એનઆઇએ અને ગુજરાત એટીએસની માહિતી પર કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ કોઈ ગુનાહિત કેસમાં વોન્ટેડ વ્યક્તિની શોધમાં હતી.

પોલીસને બાતમી મળી હતી કે પાલી ગામમાં એક ખેતર પાસે એક શંકાસ્પદ યુવાન એકલો રહે છે. ગુજરાત અને પલવલ એટીએસની ટીમો તેને શોધતી પાલી પહોંચી હતી. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને રસ્તા પર ચાલતો જોતાં જ તેની ધરપકડ કરી લીધી.

સૂત્રો મુજબ આરોપી અબ્દુલ રહેમાન ઉત્તર પ્રદેશના મિલ્કીપુરનો રહેવાસી છે. તે ગુજરાતથી ભાગી ગયો હતો. તે છેલ્લા 10 દિવસથી ફરીદાબાદમાં ખેતર નજીક એક ઘરમાં બદલાયેલા નામથી રહેતો હતો. ગુજરાત એસટીએફએ પલવલ એસટીએફની મદદથી તેની ધરપકડ કરી હતી. તે આતંકી ગતિવિધિમાં સામેલ હતો.

૪ માર્ચ, ૨૦૨૫/ આ રાશિ માટે મંગળવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
દિવસ દરમ્યાન આનંદ રહે. પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃતિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.
વૃષભઃ
આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.
મિથુનઃ
સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઇ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃ‌િધ્ધ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.
કર્કઃ
દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અસ્થિરતા વાળી વ્યક્તિનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.
સિંહઃ
રાજકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતા-પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.
કન્યાઃ
વિમા, વકીલાત, બેંક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્ય‌િક્ત‌ માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.
તુલાઃ
ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો. પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.
વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય, પણ પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો-બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.
ધનઃ
નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની તબિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય.
‌મકરઃ
આજે આપ સુખ-શાંતિ-સમૃધ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નિની તબિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.
કુંભઃ
પોતાનો કક્કો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પરિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.
મીનઃ
સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃ‌િધ્ધ‌ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.

ભારતીય ટીમના કેપ્ટન અંગે કોંગ્રેસી નેતાનાં નિવેદન પછી ‘બબાલ’, BCCIએ આપ્યો જવાબ

0

ભારતીય ટીમના કેપ્ટન અને સિક્સર કિંગ રોહિત શર્મા માટે કોંગ્રેસના નેતાએ કરેલી ટિપ્પણી પછી જોરદાર વિવાદનું નિર્માણ થયું છે. કોંગ્રેસનાં નેતા ડોક્ટર શમા મોહમ્મદે રોહિત શર્મા અંગે (બોડી શેમિંગ)ની કરેલી ટિપ્પણી પછી વિવાદનું નિર્માણ થયું છે. આ મુદ્દે અનેક રાજકીય પ્રતિક્રિયાઓ મળી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ શમા મોહમ્મદના નિવેદનથી અંતર રાખ્યું છે, ત્યારે બીસીસીઆઈએ આકરો જવાબ આપ્યો છે.

બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ શમા મોહમ્મદના નિવેદનની ટીકા કરી છે. દેવજીત સૈકિયાએ કહ્યું છે ભારતીય ટીમના કેપ્ટન અંગે આ પ્રકારનું નિવેદન આપવાનું નિંદનીય છે. કેપ્ટન વિના પણ રોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. અત્યારના તબક્કે ભારતીય ટીમ આઈસીસી ટૂર્નામેન્ટની સેમી ફાઈનલ રમવા સજ્જ છે ત્યારે આ પ્રકારનું નિવેદન હકીકતમાં નિંદનીય છે.

આ મામલે TMC સાંસદ સૌગત રોયે કહ્યું, ‘રોહિત શર્મા વિશે જે કહેવામાં આવ્યું તેની સાથે હું સંપૂર્ણ રીતે સંમત છું. શમા મોહમ્મદે આ એક રાજકારણી તરીકે નહીં પરંતુ એક દર્શક તરીકે કહ્યું છે. રોહિત શર્માને કેટલા દિવસ માટે છૂટ આપવામાં આવશે. તેણે બે વર્ષમાં એકવાર સદી ફટકારી છે અને તે 2, 5, 10 અને 20 રનમાં આઉટ થાય છે.’

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે રોહિત શર્મા વિશે ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ‘રોહિત એક ખેલાડી તરીકે જાડો છે. તેને વજન ઘટાડવાની જરૂર છે અને હા, તે ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.’

કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે વિવાદ વધવા પર પોતાની પોસ્ટને લઈને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ‘મારી ટ્વીટ એક ખેલાડીની ફિટનેસને લઈને સામાન્ય ટ્વિટ હતી. જેમાં કોઈના મેદસ્વીપણાને મજાક બનાવવામાં આવી નથી. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ખેલાડીએ ફિટ હોવું જોઈએ અને મને લાગે છે કે રોહિત શર્મા થોડો જાડો છે. તો મે આ વિશે ટ્વિટ કરી દીધી. મારી ઉપર કારણ વિના નિશાન સાધવામાં આવી રહ્યું છે. મે તેમની પૂર્વ કેપ્ટન સાથે સરખામણી કરી અને આ મારો અધિકાર છે. આ કહેવામાં શું ખોટું છે? આ લોકશાહી છે.’

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડના લીધે સર્જાઈ અવ્યવસ્થા

હોળીના પર્વને હવે માત્ર 11 દિવસ બાકી છે ત્યારે સુરત શહેરમાં વસવાટ કરતા યુપી-બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે. આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. પરંતુ સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવની છે. હોળી મનાવવા વતનમાં જવા લોકો ભારે ઉત્સાહી હોય છે.

ઉધના રેલવે સ્ટેશન પરસોમવારે ભારે હાલાકી જોવા મળી હતી. જેમાં હોળી ઉજવવા પોતાના વતન જવા ઉત્સાહિત શ્રમિકો અને અન્ય મુસાફરો રાત્રિભર ટ્રેનની રાહ જોઈ લાંબી કતારમાં ઊભા રહે છે અને જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે. ઉધના રેલવે સ્ટેશન પર આવી અવ્યવસ્થા આ પહેલીવાર જોવા મળી નથી.

ઉધના રેલ્વે સ્ટેશન પર 100 જેટલી ટ્રેનો ડાયવર્ટ કરાતા મુસાફરોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનમાં જગ્યા મેળવવા માટે શ્રમિકો અને પરપ્રાંતીય લોકો મોડી રાતથી જ સ્ટેશન પર પહોંચી રહ્યા છે અને રાતોવાસ કરી રહ્યા છે. સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમુદાયની અંદાજિત વસ્તી 20 લાખથી વધુ છે. દર વર્ષની જેમ, ચાલુ વર્ષે પણ હજારો લોકો હોળી પર્વની ઉજવણી માટે પોતાના વતન જવા સ્ટેશન પર ઉમટી રહ્યા છે, જેનાથી મુસાફરી મુશ્કેલ બની રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત રેલવે સ્ટેશન પર રી-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. યાત્રીઓના જણાવ્યા મુજબ ત્યાં એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછાં છે, પ્લેટફોર્મ પર પૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી.

IIT બાબાની હોટલમાંથી ધરપકડ, જયપુર પોલીસની મોટી કાર્યવાહી

0

મહાકુંભ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા IIT બાબા અભય સિંહને જયપુર પોલીસે કસ્ટડીમાં લીધો છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શિપ્રા પથ પોલીસ સ્ટેશનની ટીમે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલમાં દરોડો પાડીને સોમવારે (માર્ચ 3) IIT બાબા અભય સિંહની અટકાયત કરી હતી. આ કાર્યવાહી બાબા અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની ધમકી આપ્યા બાદ કરવામાં આવી હતી. પોલીસે હોટલમાંથી બાબાની અંગઝડતી કરતા ગાંજો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે બાબા અભય સિંહ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ અંગે બાબા અભય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે હોટલમાં પોલીસ આવી હોવાની અને પોતાની ધરપકડ થઈ રહી હોવાની માહિતી આપી છે. વીડિયોમાં બાબાએ જણાવ્યું છે કે, “પોલીસ હોટલમાં આવી ગઈ છે અને તેઓ મારી વસ્તુઓ પેક કરી રહ્યા છે. પોલીસ FIR નોંધી રહી છે.”

IIT બાબાએ કહ્યું, “મહાદેવનો પ્રસાદ છે, બધા બાબાઓ પીવે છે. હવે પોલીસ મારા પર કેસ કરી રહી છે. પોલીસ કહે છે કે આ ગેરકાયદેસર છે. સાધુઓએ જાહેરમાં પીઆ છે, બધાંએ જોયું છે, પ્રૂફ છે. તો પછી બધાંને પકડો.”

IIT બાબાએ વધુમાં કહ્યું, “બધાં ભૂલી ગયા ને, ભોલેનાથનો પ્રસાદ બધું ખતમ. હું કશું સમજાવી રહ્યો નથી. અહીં કોઈ મને મદદ નથી કરી રહ્યું. લોકો ફક્ત મેસેજ કરે છે. હું આખી રાત નદી સુતો. લાઈવ જવા દેતા નહોતા, હવે પરમિશન આપી છે. સંભાળો તમારું સનાતન. હું બીજાં દેશમાં જઈને પણ સનાતન બની શકું છું. સત્યની કમી નથી. પોલીસ મારા સાથે હેપ્પી બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. હું થાકી ગયો છું. હવે મારા પાસે ન પૈસા છે, ન જ કોઈ કોન્ટેક્ટ છે.”

વીડિયોમાં બાબા અભય સિંહ વિવાદાસ્પદ નિવેદન આપતા પણ જોવા મળ્યા હતા. તેમણે ગાંજાને ‘ભોલેનાથનો પ્રસાદ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “બધા ભૂલી ગયા છે, ભોલેનાથનો પ્રસાદ પૂરો થઈ ગયો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું કોઈને કંઈપણ સમજાવતો નથી. મને અહીં કોઈ મદદ કરતું નથી. લોકો માત્ર મેસેજ કરે છે. મને આખી રાત ઊંઘ નથી આવતી. મને જીવવા દેતા નથી. હવે તેણે પરવાનગી આપી દીધી છે. તમારા સનાતનનું ધ્યાન રાખો. હું બીજા દેશમાં જઈને પણ સનાતન બની શકું છું. સત્યની કોઈ કમી નથી. પોલીસકર્મી મારી સાથે જન્મદિવસની શુભકામનાઓ મનાવી રહ્યો છે. હું થાકી ગયો છું. મારી પાસે કંઈ બચ્યું નથી, ન પૈસા કે સંપર્કો.”

પોલીસ દ્વારા ગાંજો જપ્ત કરવા અંગે બાબા અભય સિંહે વિવાદાસ્પદ રીતે કહ્યું હતું કે, “આ મહાદેવનો પ્રસાદ છે, અને બધા લોકો તેનું સેવન કરે છે.” તેમણે પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે, “સાધુઓએ ખુલ્લામાં પ્રસાદ પીધો છે, તેના પુરાવા સૌની સામે છે. તો પહેલા તે બધાને પકડો.”