Home Blog Page 496

અમદાવાદમાં આવેલ આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે?

0

બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તેમનો અમદાવાદ આશ્રમ ગુમાવવો પડી શકે છે. જ્યાં આસારામનો આશ્રમ હાલમાં સ્થિત છે ત્યાં શક્ય છે કે 2036 માં વિશ્વભરના રમતવીરો ઓલિમ્પિક મેડલ માટે સ્પર્ધા કરશે. અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી રમતગમતની સ્પર્ધા યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આસારામનો આશ્રમ પણ આ માટે તૈયાર કરાયેલા માસ્ટર પ્લાનના દાયરામાં આવે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું છે કે સરકાર અમદાવાદના મોટેરા સ્થિત આસારામના આશ્રમનો કબજો લઈ શકે છે. સ્ટેડિયમની નજીકના ત્રણ આશ્રમો દૂર કરીને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમત સુવિધાઓ ત્યાં વિકસાવી શકાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘સંત શ્રી આસારામ આશ્રમ’ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને પણ સ્થાનાંતરિત કરી શકાય છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ આશ્રમોની જમીન સંપાદન કરવા અને આ ટ્રસ્ટોને વૈકલ્પિક સ્થાન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિત ત્રણ સભ્યોની સમિતિ માસ્ટર પ્લાન માટે જમીન સંપાદન પ્રક્રિયામાં રોકાયેલી છે.

86 વર્ષીય આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ હતા. ગુજરાતના એક બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જાન્યુઆરી 2023 માં તેમને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી.

રાજ્યમાં 145 બોગસ પેઢીઓથી 1814 કરોડનું GST કૌભાંડ, મુંબઈથી આરોપી ઝડપાયો

0

ગુજરાતમાં GST કાયદાનો દુરૂપયોગ કરીને કરદાતાઓ સાથે છેતરપિંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં, રાજ્યભરમાં 145 બોગસ પેઢીઓના માધ્યમથી 1814 કરોડ રૂપિયાના ખોટા બીલો બનાવી દેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની સુરત ઇકોસેલ પોલીસે મુંબઈના મીરા રોડ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

આ કેસની શરૂઆત 2024માં થઈ હતી, જ્યારે સેન્ટ્રલ GST વિભાગે સુરત ક્રાઇમ બ્રાંચમાં મોટાપાયે કરચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ બાદ સમગ્ર કેસ ઇકોસેલ પોલીસને સોપવામાં આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે આરોપીઓ મોહંમદ રઝા ગભરાણી અને મોહંમદ સુલતાન કાપડીયાએ અલગ અલગ ફેક પેઢીઓ ઉભી કરી, ખોટા GST બીલો બનાવ્યા અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો ચલાવ્યા.

આર્થિક નુકસાન અને આરોપીઓના કાવતરાંઆ ગુનાની ગંભીરતા એ છે કે આ ખોટા બીલો દ્વારા સરકારે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. પોલીસ તપાસમાં કુલ 1814 કરોડના ખોટા બીલો બનાવાયા હોવાની વિગતો મળી છે. આ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવનારા મોહંમદ રઝા ગભરાણીની અગાઉ જ ધરપકડ થઈ હતી, જે હાલમાં જેલમાં છે. તેની પૂછપરછમાં મુંબઇ નિવાસી મોહંમદ સુલતાન કાપડીયા અને ઇમરાનના નામ બહાર આવ્યા હતા.

હવે સુલતાન કાપડીયાની ધરપકડ થયા બાદ, પોલીસ દ્વારા ઇમરાન સહિત અન્ય આરોપીઓ પર તપાસને તેજ કરાઈ છે. ઇકોસેલના ACP જી.એ. સરવૈયાએ જણાવ્યું કે, આ કૌભાંડમાં વધુ લોકો સામેલ હોવાની સંભાવના છે અને જલદી વધુ આરોપીઓ સામે પગલાં લેવામાં આવશે. પોલીસે અનુમાન લગાવ્યું છે કે આ જ પ્રકારના અન્ય કૌભાંડો પણ બહાર આવી શકે છે, જેની તપાસ ચાલુ છે.

આ કેસ માત્ર એક નમૂનો છે કે કેવી રીતે ટેક્સ કાયદાનો દુરૂપયોગ કરીને ગેરકાયદેસર ધંધા કરવામાં આવે છે. આવાં કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરીને, સરકારને આર્થિક નુકસાનથી બચાવવું જરૂરી બની જાય છે.

ઉત્તર પ્રદેશમાં હ્રદય કંપાવતી ઘટના! પિતાએ 4 બાળકોનું ગળું કાપી કરી આત્મહત્યા, જાણો

0

શાહજહાંપુરમાં ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં છાશવારે હત્યાની ઘટનાઓ બની રહી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પિતાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના કંઈક એવી છે કે, પત્ની થોડા દિવસ માટે પોતાના પીયરમાં ગઈ હતી, આ દરમિયાન પતિએ પોતાના ચાર બાળકોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી દીધી! આ ઘટના શાહજહાંપુરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આખરે શા માટે આ યુવકે પોતાના ચાર બાળકોની હત્યા કરી? પોલીસે આ દિશામાં તપાસ પણ હહાથ ધરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના શાહજહાંપુરના માનપુર ચચરી ગામની છે. ગામમાં રહેતો રાજીવ પોતાના ઘરે એકલો હતો અને તેના ચાર બાળકો (ત્રણ પુત્રીઓ અને એક પુત્ર) પણ હતો. મોડી રાત સુધી રાજીવે પોતાની 13 વર્ષની પુત્રી સ્મૃતિ, 9 વર્ષની પુત્રી કીર્તિ, 7 વર્ષની પુત્રી પ્રગતિ અને 5 વર્ષના પુત્ર ઋષભનું ગળું કાપીને નિર્દયતાપૂર્વક હત્યા કરી છે.

હત્યાને અંજામ આપ્યા બાદ રાજીવે પોતાને ગળે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની પીયર ગઇ હતી અને તેના પિતા ઘરની બહાર સૂતા હતા. સવારે જ્યારે તેના પિતાએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો, ત્યારબાદ દરવાજો તોડીને અંદર પહોંચ્યા તો ત્યાં આ નજારો જોઇ પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

પોલીસે ઘટના વિશે વિગતો આપતા જણાવ્યું કે, યુવકની પત્ની તેના પીયરે ગઈ હતી. ઘટના બની ત્યારે રાજીવના પિતા ઘરની બહાર સૂઈ રહ્યા હતા. મોડી રાત્રે રાજીવે તેની 13 વર્ષની પુત્રી સ્મૃતિ, 9 વર્ષની પુત્રી કીર્તિ, 7 વર્ષની પુત્રી પ્રગતિ અને 5 વર્ષીય પુત્ર ઋષભનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ રાજીવે પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ શા માટે રાજીવે આવું પગલું ભર્યું તે પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે? શું પરિવારમાં કોઈ ઘરકંકાશ ચાલતી હતી કે પછી આના માટે કોઈ અન્ય કારણ જવાબદાર હશે?

ગામલોકોનું કહેવું છે કે રાજીવનો તેની પત્ની ક્રાંતિ સાથે રોજ ઝઘડો થતો હતો. પત્ની એક-બે દિવસ પહેલા જ તેના માતાપિતાના ઘરે ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી. રાજીવ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેનો પોતાના ગુસ્સા પર કોઈ કાબુ નહોતો. તેની પત્ની તેના માતાપિતાના ઘરે ગઈ ત્યારથી તે ખૂબ ગુસ્સે હતો. ગુસ્સાને કારણે, તેણે પહેલા બાળકોને તીક્ષ્ણ હથિયારથી મારી નાખ્યા. પછી તેણે પણ આત્મહત્યા કરી.

ઓડિશામાં કોંગ્રેસ નેતાઓ પર પોલીસનો લાઠીચાર્જ, રસ્તા પર દોડાવીને ફટકાર્યા

0

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ગુરુવારે (27 માર્ચ) કોંગ્રેસના વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો. મહિલાઓ પરના અત્યાચાર અંગે તપાસ સમિતિ બનાવવાની માંગ અને કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા બાબતે આ વિરોધ અચાનક ઝઘડામાં બદલાઈ ગયો. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

હાલ, મહાત્મા ગાંધી માર્ગ જાણે કુરુક્ષેત્રનું મેદાન બની ગયું છે. લોકો એકબીજા પર ખુરશી-દંડા ફેંકી રહ્યા છે. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. પાણી સ્પ્રે અને ટીયર ગેસ છતાં કોંગ્રેસ કાર્યકર્તા પીછેહઠ કરવા તૈયાર નથી. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, તંત્ર ગોળી મારશે તો પણ અમે પીછેહઠ નહીં કરીએ. આ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભક્ત ચરણદાસ, કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસના તમામ ધારાસભ્ય તેમજ પ્રદેશમાંથી આવેલા તમામ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓ સામે ગુનાની તપાસ માટે સંસદ સમિતિ બનાવવાની માંગને લઈને વિધાનસભા પાસે પ્રદર્શન કરશે.

ઓડિશા વિધાનસભામાં મંગળવારે ભારે હોબાળો થયો. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ સરકારના આઠ મહિના દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓની તપાસ માટે એક સમિતિની રચનાની માંગ કરી રહ્યા હતા. જ્યારે તેમની માંગણીઓ સાંભળવામાં ન આવી તો ધારાસભ્યોએ તીવ્ર વિરોધ દર્શાવ્યો. તેમણે ગૃહમાં ઘંટડી વગાડી ‘રામ ધૂન’ ગાવાનું શરૂ કર્યું. કોંગ્રેસના ધારાસભ્યો વાંસળી અને ઝાંઝ વગાડીને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા જોવા મળ્યા. આવી સ્થિતિમાં સ્પીકરે કોંગ્રેસના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા.

સસ્પેન્ડ કરાયેલા તમામ ૧૨ ધારાસભ્યોએ મંગળવારની આખી રાત વિધાનસભામાં વિતાવી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો વિધાનસભાની બહાર ધરણા પર બેઠા હતા. બુધવારે આ મામલો વધુ ગરમાયો. સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના સાંસદોને બળપ્રયોગ કરીને વિધાનસભાની બહાર કાઢી મૂકવામાં આવ્યા. આ સમય દરમિયાન, વિધાનસભાની અંદરથી વધુ બે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેથી કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી. ગુરુવારે, મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઓડિશા વિધાનસભાને ઘેરવા પહોંચ્યા હતા. હાલમાં આ વિરોધ પ્રદર્શન અટકે તેવું લાગતું નથી.

વલસાડ: ઉમરગામમાં પરિવારનો સામૂહિક આત્મહત્યા, હલચલ મચી

0

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી પતિએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતો, જ્યાં પાડોશીઓએ લાંબા સમય સુધી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો, જોકે કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને ચેક કરતાં પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલી હાલમાં મળ્યાં હતાં.

પાડોશીઓએ તરત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. પરિવારે કયા કારણસર આત્મહત્યા કરીએ એ કારણ હજી જાણી શકાયું નથી.

ઉમરગામ પોલીસે ત્રણેયની લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પત્ની અને બાળકને ઝેરી પ્રવાહી પીવડાવી અને પતિએ ફાંસો ખાંધો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે, જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે.

સુરત: છોટા રાજનના ખાસ ચેલા બંટી પાંડે પર પોલીસની મોટી કાર્યવાહી

સુરત શહેરમાં છોટા રાજનના રાઈટ હેન્ડ માનાતા બંટી પાંડે સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાપીના અબુઝર ખાન હત્યા કેસમાં આરોપી બંટી પાંડે CID ક્રાઈમના રિમાન્ડ પર છે. પોલીસે આ મામલાની આગળની તપાસ શરૂ કરી છે. આરોપી ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના રહેવાસી છે અને તેનું અસલી નામ પવન ઉર્ફે પ્રકાશ ઉર્ફે બંટી પાંડે છે. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ ચાર દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.

ગેંગસ્ટર બંટી પાંડેનું મેડિકલ ચેકઅપ કરાયું
સુરત શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું. આ આરોપી સોપારી કિલીંગથી લઈને ગેંગસ્ટર અને પછી સંન્યાસી બનવા સુધીનો પ્રવાસ કરી ચૂક્યો છે. તેણે પોતાને સાધુ તરીકે સાબિત કરવાનો પ્રયાસ કર્યો અને ભગવા વસ્ત્રો પહેરી લીધા હતા. જો કે, પોલીસની તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો.

દેશભરમાં 40 થી વધુ હત્યાઓમાં સંડોવાયેલો છે
બંટી પાંડે વિરુદ્ધ દેશભરમાં 40 થી વધુ હત્યાના કેસો નોંધાયેલા છે. મળતી જાણકારી મુજબ, કરાચી જઈને તેણે ત્રણ વખત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ, પોલીસ આ મામલાની અલગ દૃષ્ટિએ પણ તપાસ કરી રહી છે.

વાપી કોર્ટમાં રજૂઆત અને નવસારી જેલમાં ટ્રાન્સફર
વાપીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 5 ફેબ્રુઆરી 2025ના રોજ અલ્મોડા જેલને પત્ર લખી આરોપી બંટી પાંડેને કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ IPC કલમ 364A, 365, 384, 302, 201 અને 120B હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. લાંબા સમયથી તેની કોર્ટમાં રજૂઆત પેન્ડિંગ હતી, પરંતુ 24 ફેબ્રુઆરી 2025ના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. હલન-ચલન માટે હાલમાં તેને નવસારી જેલમાં મોકલવામાં આવ્યું છે.

કોણ છે બંટી પાંડે?
બંટી પાંડે, જેનું મૂળ નામ પ્રકાશ ચંદ પાંડે છે, તે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાનું રહેવાસી અને કૂખ્યાત અપરાધી છે. તે છોટા રાજન ગેંગનો ખાસ સાથીદાર માનવામાં આવે છે અને 1990ના દાયકાથી અપરાધ જગતમાં સક્રિય છે.
તેણે સુપારી કિલીંગ, દાણચોરી, ખંડણી, બ્લેકમેઇલિંગ અને ગેરકાયદેસર તસ્કરી જેવા અનેક ગુનાઓ અંજામ આપ્યા છે. બંટી પાંડે એક ધૂર્ત અને શાતિર શૂટર તરીકે ઓળખાય છે.

તાજેતરમાં, ગુજરાત પોલીસએ તેને વાપી ના અબુઝર ખાન હત્યા કેસમાં ઝડપી પાડ્યો અને ચાર દિવસ માટે રિમાન્ડ પર લીધો હતો. તેની ધરપકડ ટાળવા માટે તે સંન્યાસી હોવાનો ઢોંગ કરતો હતો અને ભગવા કપડાં પહેરીને ફરતો હતો. જોકે, પોલીસે તેને નવસારી જેલમાં મોકલી આપ્યો છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

હવે દિલ્હીમાં મળશે NEET અને CUETની ફ્રી કોચિંગ: મુખ્યમંત્રી રેખા ગુપ્તા

0

દિલ્હીના સીએમએ શિક્ષણ મંત્રીની હાજરીમાં વિદ્યાર્થીઓ માટે મોટું પગલું ભર્યું છે. દિલ્હીની સરકારી શાળાઓના 1,63,000 બાળકોને CUET અને NEET પ્રવેશ પરીક્ષાઓ માટે મફત કોચિંગ આપવા માટે ગુરુવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હીના શિક્ષણ પ્રધાન આશિષ સૂદની હાજરીમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે, દિલ્હીની સરકારી શાળાઓમાંથી વધુને વધુ બાળકો સારી કોલેજોમાં જશે અને ડોકટરો અને એન્જિનિયરોની પ્રવેશ પરીક્ષા પાસ કરી શકશે.

સરકારી શાળાના બાળકોને મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં મોકલવા માટે સરકારે BIG અને Physics Wala સાથે આ કરાર કર્યા છે. આ એમઓયુ હેઠળ સરકારી શાળાના બાળકોને દરરોજ 6 કલાક અને કુલ 180 કલાક ઓનલાઈન વર્ગો આપવામાં આવશે.

આ વિશે વાત કરતા દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે કહ્યું, ‘દિલ્હી સરકારની એક ઐતિહાસિક પહેલ આજે સાકાર થઈ છે. આ પહેલ હેઠળ, દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે BIG અને Physics Wala નામની સંસ્થા સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં 30 દિવસ એટલે કે 180 કલાકની તૈયારી વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવશે. જેમાં દરરોજ 3 કલાકનું ફ્રી કોચિંગ સામેલ હશે.

છેલ્લા કેટલાક સમયથી દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં શિક્ષણ પ્રણાલીને વધુ સુધારવા માટે પગલાં લઈ રહી છે. આ પહેલા આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકાર પણ શિક્ષણ પ્રણાલીમાં સુધારાને પોતાની મોટી ઉપલબ્ધિઓમાંની એક તરીકે રજૂ કરતી રહી છે.

કેબ બુકિંગ માર્કેટમાં Ola-Uber જેવી ‘સરકારી ટેક્સી સેવા’ ટૂંક સમયમાં શરૂ થશે, જાણો

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં એક સહકારી ટેક્સી સેવા શરૂ થશે. આ અંતર્ગત, કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઇવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં. અમિત શાહ સહકાર મંત્રાલય પણ સંભાળે છે અને આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે સંસદમાં આ માહિતી આપી.

ડ્રાઇવરો સહકાર ટેક્સીથી સીધા પૈસા કમાઈ શકશે. તેમને કોઈને કમિશન ચૂકવવું પડશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ‘સહકાર ટેક્સી’ એક સહકારી રાઇડ-હેલિંગ સેવા હશે. તે ડ્રાઇવરોના લાભ માટે બનાવવામાં આવ્યું છે. આ સેવા ઓલા અને ઉબેર જેવી કેબ એપ પર આધારિત હશે. આના પર, સહકારી મંડળીઓ ટુ-વ્હીલર, ટેક્સી, રિક્ષા અને ફોર-વ્હીલરનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ડ્રાઇવરોએ તેમની કમાણીનો હિસ્સો કોઈને પણ આપવો પડશે નહીં.

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઓલા અને ઉબેર જેવા મોટા રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એવો આરોપ છે કે તેઓ અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાડા વસૂલ કરે છે. તાજેતરમાં, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઓલા અને ઉબેરને નોટિસ મોકલી હતી. એવા સમાચાર હતા કે આઇફોન અને એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તાઓ પાસેથી અલગ અલગ ભાડા વસૂલવામાં આવી રહ્યા છે.

આ અંગે ઓલાએ કહ્યું હતું કે તેઓ પ્લેટફોર્મના આધારે કિંમતોમાં ફેરફાર કરતા નથી. કંપનીએ કહ્યું હતું કે, “અમારા બધા ગ્રાહકો માટે અમારી પાસે એક સમાન કિંમત માળખું છે. અમે એક જ રાઈડ માટે વપરાશકર્તાના મોબાઇલ ફોનની ઓપરેટિંગ સિસ્ટમના આધારે ભેદભાવ કરતા નથી.” ઓલાએ એમ પણ કહ્યું કે તેણે CCPA ને પોતાનો મુદ્દો સમજાવ્યો છે. ઉબેરે પણ આ આરોપોને નકારી કાઢ્યા હતા. ઉબેરના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે ફોન મોડેલના આધારે કિંમતો નક્કી કરતા નથી. કોઈપણ ગેરસમજ દૂર કરવા માટે અમે CCPA સાથે કામ કરવા આતુર છીએ.”

જસ્ટિસ યશવંત વર્મા કેસમાં નવો ખુલાસો, SHO સહિત 8 પોલીસકર્મીઓના મોબાઈલ જપ્ત

0

દિલ્હી પોલીસે જસ્ટિસ યશવંત વર્માના ઘરે ચલણી નોટો સળગાવવાના મામલે તફતીશ તેજ કરી છે. તાજેતરમાં તુગલક રોડ પોલીસ સ્ટેશનના SHO સહિત 8 પોલીસકર્મીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. SHO ઉમેશ મલિક, તપાસ અધિકારી હવાલદાર રૂપચંદ, સબ-ઈન્સ્પેક્ટર રજનીશ અને અન્ય પાંચ પોલીસકર્મીઓના ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ તપાસ એ તરફ નિશાન કરી રહી છે કે ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ કોઈ વીડિયો બનાવ્યો હતો કે નહીં અને જો બનાવ્યો હતો તો તેની સાથે કોઈ છેડછાડ તો નહીં કરવામાં આવી?

આ કેસમાં હજી પણ અનેક સવાલો બાકી છે. Delhi Police એ તમામ સંબંધિત પોલીસકર્મીઓના નિવેદન નોંધ્યા છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું કોઈ વ્યક્તિ નોટો સળગાવવાની ઘટનામાં સીધું સંડોવણી ધરાવે છે. સુત્રો અનુસાર, જે રૂમમાં આગ લાગી હતી, ત્યાંની દિવાલોમાં તિરાડો પડી હતી, જેથી આગની તીવ્રતા વિશે અંદાજ લગાવી શકાય. પોલીસ તપાસમાં આ મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યો છે કે કેમ કે આ આગ દુર્ઘટના હતી કે કોઈ ષડયંત્ર?

જસ્ટિસ યશવંત વર્માએ પણ આ મામલે વકીલોની સલાહ લીધી છે. સૂત્રોના મતે, તેમણે ચાર વરિષ્ઠ વકીલોથી ચર્ચા કરી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિ સમક્ષ પોતાનો ખુલાસો રજૂ કરવાના છે. આ સમિતિ રોકડ કૌભાંડની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

દિલ્હી પોલીસે સ્ટોર રૂમને સીલ કરી દીધો છે જ્યાં આગ પછી અડધા બળી ગયેલી નોટોની ચારથી પાંચ બેગ મળી આવી હતી. આ મામલામાં હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ એડવોકેટ મેથ્યુઝની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને મેથ્યુઝને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીનો સંપર્ક કરવા કહ્યું હતું.

સુરતની નર્મદ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને આપશે વીમા કવચ

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કેમ્પસમાં અભ્યાસ કરતા 7100 વિદ્યાર્થીઓનો જીવન વીમો લેવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો કે તમામ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે LIC કંપનીનો વીમો લેવામાં આવશે.

આ વીમા યોજના વિદ્યાર્થીઓને આર્થિક સુરક્ષા અને આપત્તિ સમયે સહાય આપવા માટે અમલમાં મૂકવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી અકસ્માત અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરે, તો આ વીમા હેઠળ તેમને આર્થિક સહાય મળી રહેશે. આ પગલાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર પડતો આર્થિક બોજ ઘટાડવા મદદ મળશે.

યુનિવર્સિટી પ્રશાસનનું માનવું છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓને સુરક્ષા આપી તેમના શૈક્ષણિક જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરશે. હવે આ નિર્ણયને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાંથી અંતિમ મંજુરી મળ્યા બાદ તે અમલમાં મૂકવામાં આવશે.