Home Blog Page 497

જસ્ટિસ યશવંત વર્મા કેસમાં નવો ખુલાસો, SHO સહિત 8 પોલીસકર્મીઓના મોબાઈલ જપ્ત

0

દિલ્હી પોલીસે જસ્ટિસ યશવંત વર્માના ઘરે ચલણી નોટો સળગાવવાના મામલે તફતીશ તેજ કરી છે. તાજેતરમાં તુગલક રોડ પોલીસ સ્ટેશનના SHO સહિત 8 પોલીસકર્મીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. SHO ઉમેશ મલિક, તપાસ અધિકારી હવાલદાર રૂપચંદ, સબ-ઈન્સ્પેક્ટર રજનીશ અને અન્ય પાંચ પોલીસકર્મીઓના ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ તપાસ એ તરફ નિશાન કરી રહી છે કે ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ કોઈ વીડિયો બનાવ્યો હતો કે નહીં અને જો બનાવ્યો હતો તો તેની સાથે કોઈ છેડછાડ તો નહીં કરવામાં આવી?

આ કેસમાં હજી પણ અનેક સવાલો બાકી છે. Delhi Police એ તમામ સંબંધિત પોલીસકર્મીઓના નિવેદન નોંધ્યા છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું કોઈ વ્યક્તિ નોટો સળગાવવાની ઘટનામાં સીધું સંડોવણી ધરાવે છે. સુત્રો અનુસાર, જે રૂમમાં આગ લાગી હતી, ત્યાંની દિવાલોમાં તિરાડો પડી હતી, જેથી આગની તીવ્રતા વિશે અંદાજ લગાવી શકાય. પોલીસ તપાસમાં આ મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યો છે કે કેમ કે આ આગ દુર્ઘટના હતી કે કોઈ ષડયંત્ર?

જસ્ટિસ યશવંત વર્માએ પણ આ મામલે વકીલોની સલાહ લીધી છે. સૂત્રોના મતે, તેમણે ચાર વરિષ્ઠ વકીલોથી ચર્ચા કરી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિ સમક્ષ પોતાનો ખુલાસો રજૂ કરવાના છે. આ સમિતિ રોકડ કૌભાંડની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

દિલ્હી પોલીસે સ્ટોર રૂમને સીલ કરી દીધો છે જ્યાં આગ પછી અડધા બળી ગયેલી નોટોની ચારથી પાંચ બેગ મળી આવી હતી. આ મામલામાં હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ એડવોકેટ મેથ્યુઝની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને મેથ્યુઝને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીનો સંપર્ક કરવા કહ્યું હતું.

સુરતની નર્મદ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને આપશે વીમા કવચ

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કેમ્પસમાં અભ્યાસ કરતા 7100 વિદ્યાર્થીઓનો જીવન વીમો લેવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો કે તમામ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે LIC કંપનીનો વીમો લેવામાં આવશે.

આ વીમા યોજના વિદ્યાર્થીઓને આર્થિક સુરક્ષા અને આપત્તિ સમયે સહાય આપવા માટે અમલમાં મૂકવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી અકસ્માત અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરે, તો આ વીમા હેઠળ તેમને આર્થિક સહાય મળી રહેશે. આ પગલાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર પડતો આર્થિક બોજ ઘટાડવા મદદ મળશે.

યુનિવર્સિટી પ્રશાસનનું માનવું છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓને સુરક્ષા આપી તેમના શૈક્ષણિક જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરશે. હવે આ નિર્ણયને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાંથી અંતિમ મંજુરી મળ્યા બાદ તે અમલમાં મૂકવામાં આવશે.

સેન્સેક્સ 250 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23500 ઉપર મજબૂત

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરવારે ઘટીને ખુલ્યા બાદ ઉછાળે ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77288 લેવલ સામે આજે 77087 ખુલ્યો હતો. ઝોમેટો, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંક શેરમાં સુધારાથી સેન્સેક્સ મજબૂત થયો અને 250 પોઇન્ટની મજબૂતીમાં 77500 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23486 સામે આજે 23433 ખુલ્યો હતો. નિફ્ટી વધીને 23500 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 200 પોઇન્ટ વધ્યો છે.

આજના કારોબાર દરમિયાન, સેન્સેક્સના 30 માંથી 20 શેરોમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે 10 શેરોમાં વધારા સાથે કારોબાર જોવા મળ્યો. ટાટા મોટર્સના શેરમાં ઘટાડો નોંધાયો. નિફ્ટીમાં 50 માંથી 33 શેરમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે 17શેરમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો. આજે સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટરમાં જોવા મળ્યો.

સુરતમાં આરટીઆઈના બહાને ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટર રંગેહાથ ઝડપાયા

0

સુરત શહેરમાં આરટીઆઈના નામે ખંડણી માગવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં શહેરના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે આવો જ ગંભીર કેસ સામે આવ્યો છે. શહેરની એસ.ઓ.જી. ટીમે કામગીરી હાથ ધરતાં પ્રકાશ દેસાઈને ત્રણ લાખ રૂપિયાની ખંડણી લેતા રંગેહાથ પકડ્યો હતો.

માહિતી અનુસાર, પ્રકાશ દેસાઈએ શહેરના જાણીતા લિયો ક્લાસીસના સંચાલક પાસેથી 4.50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. આરટીઆઈ કરી વારંવાર ધમકી આપી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ પ્રમાણે, પ્રકાશ દેસાઈ સતત લિયો ક્લાસીસ વિરુદ્ધ આરટીઆઈ ફાઈલ કરીને સંચાલકને હેરાન કરતો હતો. પોતાના ડિમાન્ડ પૂરી નહીં થાય તો મનપાની મુખ્ય કચેરી સામે ધરણા પર બેસવાની પણ ધમકી આપી હતી. ઉપરાંત, ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે ધમકી આપતી વખતે પૂર્વ કોર્પોરેટરે ‘થિયેટર’ અને ખંડણી માટે ‘ટિકિટ’ જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો હતો. આથી હેરાન થયેલા સંચાલકે આખરે પોલીસનો આશરો લેવાનો નિર્ણય કર્યો હતો.

શહેરમાં કથિત પત્રકારો અને આર. ટી. આઈ. એક્ટિવિસ્ટો તોડબાજી કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હાલમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાના પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની એસ.ઓ.જી.એ ધરપકડ કરી. પોલીસે પ્રકાશ દેસાઈને 3,00,000ની ખંડણી લેતા રંગે હાથ ઝડપ્યો. અગાઉ આપ પાર્ટીના કોર્પોરેટર રાજુ મોરડીયા અને પંકજ પટેલની અલગ-અલગ ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજુ મોરડીયા અને પંકજ પટેલે ડામર રોડનું કામ અટકાવવા ધમકી આપી પૈસા પડાવ્યા હતા. પોલીસ અસમાજિક તત્ત્વો અને બની બેઠેલા RTI એક્ટિવિસ્ટો અને કથિત પત્રકારો સામે ઝુંબેશ ચલાવતા અનેક ગુનેગારો સહિત મોટા માથાઓને પણ સંકજામાં લઇ રહી છે.

ઈદ પર ધમાલ મચાવશે સલમાન ખાનની ફિલ્મ સિકંદર, અત્યાર સુધી આટલી કરી કમાણી

0

ઈદ પર સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ સિકંદર રજૂ થશે. સલમાનના ચાહકો ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે જ ફિલ્મે શાનદાર કલેકશન કર્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે એડવાન્સ બુકિંગ શરૂ થયાના પ્રથમ દિવસે જે 1.27 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મના સમગ્ર ભારતમાં 8829 શોની મળીને 46815 ટિકિટ વેચઈ હતી. જ્યારે બ્લોક સીટમાં 5.34 કરોડની કમાણી થઈ હતી.

બ્લોક સીટો સહિત ફિલ્મની ટિકિટ 5 કરોડ 41 લાખ રૂપિયાથી વધુની વેચાઈ છે. ટ્રેડ ટ્રેકર સેકેનિલ્કના અહેવાલ મુજબ, દિલ્હીમાં સૌથી વધુ ટિકિટો વેચાઈ હતી. અહીં 23.56 લાખ રૂપિયાની ટિકિટ બુક કરવામાં આવી છે. આ પછી મહારાષ્ટ્ર આવે છે, જ્યાં 22.17 લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. દરમિયાન, રાજસ્થાનમાં સલમાનની ફિલ્મ માટે અત્યાર સુધીમાં 14.24 લાખ રૂપિયાની ટિકિટ બુક થઈ ગઈ છે.

એઆર મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત, ‘સિકંદર’ સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં સલમાન અને રશ્મિકા ઉપરાંત અંજિની ધવન, કાજલ અગ્રવાલ, શરમન જોશી અને સત્યરાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઈદના અવસર પર સલમાનની આ બ્લોકબસ્ટર ફિલ્મ જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હવે દર્શકો આ ફિલ્મ મોટા પડદા પર આવે તેની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર પહેલા જ ફિલ્મના ગીતોએ ધૂમ મચાવી હતી. ફિલ્મનું સિકંદર નાચે ગીત પણ ચાહકોને ખૂબ ગમ્યું છે. સિકંદરમાં જાણીતા દિવંગત ગાયિકા લતા મંગેશકર દ્વારા ગવાયેલું સુપરહિટ ગીત લગ જા ગલે પણ ફરીથી બનાવવામાં આવ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ ગીતને સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુરે અવાજ આપ્યો છે. સિકંદર ફિલ્મનું ગીત લગ જા ગલે ટ્રેલરમાં રશ્મિકા ગાતી જોવા મળે છે. આ સમયે સલમાન અને રશ્મિકાનો રોમાંસ બતાવવામાં આવ્યો છે.

કરણી સેનાએ એસપી સાંસદ રામજીલાલ સુમનના ઘરે કર્યો હંગામો, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

0

રાણા સાંગા પરના નિવેદનને કારણે ગુરુવારે કરણી સેનાના સભ્યોએ સપા સાંસદ રામજીલાલ સુમનના ઘરે હંગામો મચાવ્યો હતો. જ્યારે સ્થળ પર તૈનાત પોલીસે લાઠીનો ઉપયોગ કર્યો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. કરણી સેનાના સભ્યોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. હુમલામાં ઈન્સ્પેક્ટર સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે બળપ્રયોગ કરીને તોફાનીઓને વિખેર્યા હતા. આ પહેલા કરણી સેનાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અત્માદપુરમાં કરણી સેનાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. ત્યાં પણ પોલીસે તેમને રોક્યા હતા. કહેવાય છે કે કરણી સેનાના અમુક કાર્યકરો તો બુલડોઝર લઈને રામજીલાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પોલીસે બુલડોઝર રોક્યું તો યુવાનો પાછળના દરવાજેથી આવીને તોડફોડ શરુ કરી હતી. ઘરની નજીકની કારની બારીના કાચ તોડી નાખવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ અને યુવાનો વચ્ચે મારામારી થઈ હતી.

રામજીલાલ સુમને એવું શું કહ્યું?
થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટી (સપા)ના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનનો એક કથિત વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ રાણા સાંગા ”ગદ્દાર” છે અને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારત લાવ્યા હતા તેવું કહેતા સાંભળવા મળે છે. તેમના આ નિવેદનને લઈ કરણી સેનાના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા.

સુરત જિલ્લામાં નદી કિનારે સંતાઈ ગયેલા દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યુ

સુરત જિલ્લામાં દીપડાઓ જોવા મળવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. તાજેતરમાં માંગરોળ તાલુકાના આંબાવાડી ગામમાં એક આઠ મહિનાના દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ બચ્ચું ગામમાં ઘૂસી આવ્યું હતું અને કુતરાનો શિકાર કર્યા બાદ નદી કિનારે ઝાડી-ઝાંખરમાં છૂપી ગયું હતું.

સવારે આંબાવાડી ગામના મસ્જિદ ફળિયામાં રહેણાંક વિસ્તારની આસપાસ એક દીપડાના બચ્ચું ફરી રહ્યું હતું. તે કોઈક કૂતરાને પોતાનો શિકાર બનાવીને નદી કિનારે જતો રહ્યો હતો. ગામલોકોએ જ્યારે તેને જોયું ત્યારે તેઓ ભયભીત થઈ ગયા અને તરત જ ગામના સરપંચને જાણ કરી.

વનવિભાગની ઝડપી કાર્યવાહી
ગામના સરપંચે તરત જ વાંકલ વનવિભાગના ફોરેસ્ટર હિરેન પટેલને આ માહિતી આપી. જેના પગલે વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ટીમે નદી કિનારે ઝાડીઓમાં સંતાઈ ગયેલા દીપડાના બચ્ચાને શોધવા માટે વિશેષ પ્રયત્નો કર્યા. આખરે ભારે જહેમત બાદ દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે પાંજરામાં મૂકવામાં આવ્યું.

બચ્ચાને રેસ્ક્યુ સેન્ટર ખસેડાયું
રેસ્ક્યુ ટીમે દીપડાના બચ્ચાને પાંજરામાં મૂકી, વધુ સારવાર માટે ઝંખવાવ સ્થિત રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ ગયાં. વનવિભાગ દ્વારા જણાવાયું કે બચ્ચાની તબિયત સારી છે અને તેને સલામત સ્થળે મૂકવામાં આવ્યું છે. ગામલોકોને સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે.

સતત વધતા દીપડાના દેખાવથી ચિંતા
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સુરત જિલ્લામાં દીપડાઓની અવરજવર વધી રહી છે. વનવિભાગ દ્વારા વિસ્તારની નજર રાખવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે જો દીપડાનું બચ્ચું કે મોટો દીપડો ક્યાંય જોવા મળે તો તરત વનવિભાગને જાણ કરી શકાય.

અમરેલીના મોટા મુંજિયાસરની ઘટના અંગે પ્રફુલ પાનસેરિયાનું નિવેદન, જાણો શું કહ્યું ?

0

અમરેલી જિલ્લાના બગસરામાં મોટા મંજિયાસરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથમાં બ્લેડ વડે કાપા મારવામાં આવ્યા હતા. જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. બાળકોએ આમ કેમ કર્યુ તે હજી સુધી બહાર આવ્યું નથી. બનાવ અંગે સરપંચ દ્વારા ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છેકે, આ 8 દિવસ પડેલાનો બનાવ છે. 40 નહીં પરંતુ 10થી 12 બાળકો છે. આ આપણા માટે ટેડ સિગ્નલ સમાન છે. એક ચિંતાનો વિષય છે. મે રિપોર્ટ મગાવ્યો છે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છેકે, મે જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે. ગેમમાં જેમ ચેલેન્જ આપે. કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કુદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડ હોય એ હારી જાય તો સામ-સામે માટે પોતાના રીતે આમાં કોઈ ડુમલો થયો છે કે બહારના લોકો એમને માર્યુ નથી. વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઈવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે. આપણા માટે આ ડેન્જરસ વાત છે.

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચાર મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ. એની ખૂબ તજજ્ઞો સાથેની મીટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઈન્સ પણ નક્કી કરવાના છીએ. આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માણસ પર જ્યારે આવી ડેન્જરસ આવી ક્રૂરતાથી પોતાના શરીર ઉપર આવું કરતા હોય નાના બાળકો તો એ એક હિંસાત્મક વાત છે.

સંભલ, મથુરા, વકફ સહિતના મુદ્દાઓ પર મુખ્યમંત્રી યોગી ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું ?

0

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થળને લઈને મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી ANIને આપેલા પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં સીએમ યોગીને સંભલમાં ચાલી રહેલા ખોદકામને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન મથુરાનો પણ ઉલ્લેખ થયો, જેના પર સીએમ યોગીએ કહ્યું કે મથુરામાં અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ, નહીં તો ત્યાં સુધીમાં ઘણું બધું થઈ ગયું હોત.

પત્રકારે ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યું, તમે કેટલી જગ્યા ખોદશો? સંભલમાં 18 તીર્થસ્થાનો મળી આવ્યા છે, તમે 64ની વાત કરો છો? આના પર યોગી આદિત્યનાથે કહ્યું કે 54 તીર્થસ્થળોની ઓળખ કરવામાં આવી છે અને જેટલી જગ્યાઓ મળશે અમે તેટલી જગ્યાઓનું ખોદકામ કરીશું. આના પર પત્રકારે પૂછ્યું કે તમે મથુરાની વાત કેમ કરો છો? જેના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, શું મથુરા ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ નથી?

યુપીમાં બુલડોઝરની કાર્યવાહી પર સીએમ યોગીએ કહ્યું કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને પાઠ ભણાવવામાં આવશે. જેઓ જે ભાષા સમજે છે તેને તે ભાષામાં સમજાવવામાં આવશે. સંભલ પર સીએમએ કહ્યું કે અમે તેનું સત્ય દરેકને બતાવીશું. સંભલમાં 68 તીર્થસ્થળો છે. અમે તે બધાને શોધીશું. સંભલમાં જે પણ થયું છે તે અમે આખી દુનિયાને બતાવીશું. કહેવાય છે કે જો તમે કોઈ હિંદુ ધાર્મિક સ્થળને તોડીને ત્યાં મસ્જિદ બનાવશો તો તે ભગવાનને પણ માન્ય નથી.

મથુરા પર સીએમએ કહ્યું કે અમે કાયદાકીય પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ, જો મથુરાનો કેસ કોર્ટમાં ન હોત તો ત્યાં ઘણું બધું થયું હોત. યુપીમાં મુસ્લિમોની સુરક્ષા સાથે જોડાયેલા સવાલ પર સીએમએ કહ્યું કે 100 હિંદુ પરિવારમાંથી એક મુસ્લિમ પરિવાર સુરક્ષિત છે પરંતુ 100 પરિવારમાંથી 50 હિંદુ પરિવાર પણ સુરક્ષિત નથી. યુપીમાં મુસ્લિમો સૌથી સુરક્ષિત છે, 2017 પછી યુપીમાં કોઈ રમખાણો નથી. દેશમાં હિન્દુઓ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સુરક્ષિત છે. જો મુસલમાનો તેમનો ઈતિહાસ જાણશે તો વોટ બેંકની રાજનીતિ ખતમ થઈ જશે.

જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેસમાં સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિ દ્વારા તપાસ શરૂ

0

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના સરકારી બંગલે લાગેલી આગ દરમિયાન ચારથી પાંચ કોથળા ભરીને 500 રૂપિયાના દરની અડધી બળી ગયેલી નોટો મળી આવવા મામલે સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ તપાસ શરૂ કરી દીધી છે.

સુપ્રીમ કોર્ટે નીમેલી આ સમિતિના ત્રણ સભ્ય- પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગૂ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જી. એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઇકોર્ટનાં જસ્ટિસ અનુ શિવરામનની ટીમ મંગળવારે જસ્ટિસ વર્માના 30, તુઘલક ક્રેસેન્ટ ખાતે સ્થિત બંગલે તપાસ માટે પહોંચી હતી. તપાસ દરમિયાન સમિતિના સભ્યો 30-35 મિનિટ સુધી બંગલામાં રહ્યા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે 14 માર્ચે મોડી રાત્રે જસ્ટિસ વર્માના બંગલે આગ લાગ્યા બાદ અડધી બળી ગયેલી નોટો મળી આવી હતી.

જસ્ટિસ વર્માના બંગલે આગ દુર્ઘટના મામલે દિલ્હી પોલીસના પાંચ કર્મી પણ રડાર પર આવ્યા છે. પાંચ પોલીસકર્મી 14 માર્ચે દુર્ઘટનાની રાતે સૌપ્રથમ પ્રતિક્રિયા આપનારાઓમાં સામેલ હતા. સોમવારે સવારે પાંચેય પોલીસકર્મીને દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોડાએ પોતાની ઓફિસમાં બોલાવી પૂછપરછમાં સહકાર આપવા કહ્યું હતું.

અલાહાબાદ હાઇકોર્ટ બાર એસોસિયેશને જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહીની માગ કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે. એસોસિયેશને કહ્યું કે જસ્ટિસ વર્મા સામે તત્કાળ મહાભિયોગની કાર્યવાહી શરૂ થવી જોઇએ. સીજેઆઇએ તે માટેની ભલામણ કરી દેવી જોઇએ.