Home Blog Page 486

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, પાંચના મોત

પાટણ જિલ્લામાંથી ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સમી-રાધનપુર ડાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતની આ ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે. બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી છે. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાડી હાથ ધરાઈ છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

એસટી બસ કિમંતનગરથી માતાના મઢ જઈ રહી હતી તે સમયે સમી-રાધનપુર હાઇવે પર સમીની વચ્છરાજ હોટલ પાસે એક રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો છે. રિક્ષાને અડફેટે લઈ બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યાં છે. બનાવના પગલે ડાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સમયે હાજર લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 5 શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.

દિલ્હીમાં આપના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા

0

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના સહ-પ્રભારી ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIએ દરોડા પાડ્યા છે. CBIએ આ દરોડા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટથી જોડાયેલા મામલામાં પાડ્યા છે. આ દરોડા અંગે આપએ આરોપ લગાવ્યો છે કે દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપાયા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યના આવાસ પર CBI દરોડાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ સોશિયલ મિડિયા પર પોસ્ટ શેર કરી હતી. ભૂતપૂર્વ CM આતિશી, ભૂતપૂર્વ નાયબ CM મનીષ સિસોદિયા અને જેસ્મિન શાહ સહિત અનેક નેતાઓએ સોશિયલ મિડિયા પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી હતી.

મનીષ સિસોદિયાએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે 2027માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પાડવામાં આવ્યા છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ ભાજપનું કાવતરું છે. ભાજપ જાણે છે કે ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેને ચેલેન્જ કરી શકે છે. આ હકીકતે ભાજપને હચમચાવી દીધી છે.

દારૂ-ડ્રગ્સ અને હિંસક ઘટનાઓ સામે આપનો અવાજ, પોલીસ કમિશ્નરને રજૂઆત

સુરતમાં દિનપ્રતિદિન વધી રહેલી અપરાધિક પ્રવૃત્તિઓ, કાયદો વ્યવસ્થાની બિગડી હાલત અને દારૂ-ડ્રગ્સના ખુલ્લા વ્યવસાય સામે આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે. સુરત શહેર યુનિટ દ્વારા આજે પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ માંગણીઓ સાથે અવાજ ઉઠાવાયો હતો. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના દિવસે જ કાપોદ્રા વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. આવું દુઃખદ બનાવ એ દર્શાવે છે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે.

આમ આદમી પાર્ટીએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ કરતાં કહ્યું કે, દારૂ અને ડ્રગ્સના કાળો ધંધો બંધ કરવો, હિંસક ઘટનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દારૂના અડ્ડાઓ પાછળના રક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તથા હથિયારના લાયસન્સ અંગે તપાસ કરવી જોઈએ.

આવેદનપત્રમાં કહેવાયું કે, શહેરના સામાન્ય નાગરિકો આજે અસુરક્ષા અનુભવતા થયા છે. બાળા-મહિલાઓ રસ્તાઓ પર ભય વગર ફરવાની વાત તો દૂર રહી, અનેક વિસ્તારોમાં ગુનેગારોના ટેરર હેઠળ લોકો જીવવા મજબૂર બન્યા છે. આમ આદમી પાર્ટીએ સુરતના નાગરિકોની વાણી બનીને પોલીસ તંત્ર સમક્ષ આ મુદ્દાઓ રજૂ કર્યા છે. હવે આરામ કરવાનો સમય નથી. દારૂ-ડ્રગ્સ અને હિંસાની સામે આમ આદમી પાર્ટી નાગરિકોની સાથે મળી મજબૂત લડત લડશે અને જરૂર પડે ત્યાં સુધી આ મુદ્દે સત્તાવાર રીતે પણ અવાજ ઉઠાવતી રહેશે.

ટ્રેન સફર બનશે વધુ સુવિધાજનક, રેલવે લાવી ATM ફેસિલિટી, જુઓ

મધ્ય રેલ્વેએ ચાલતી ટ્રેનોમાં ATM સુવિધાઓ પૂરી પાડવામાં સફળતા મેળવી છે. મુંબઈ અને મનમાડ વચ્ચે દોડતી મધ્ય રેલવેની પંચવટી એક્સપ્રેસમાં હવે ATM સુવિધાઓ ઉપલબ્ધ છે, જે આવી સુવિધા ધરાવતી પ્રથમ એક્સપ્રેસ બની છે. તેથી, મુસાફરોને ફાયદો થશે કારણ કે હવે તેમની પાસે મુસાફરી દરમિયાન પણ રોકડ ઉપાડવાની સુવિધા હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રેલવેની આવકમાં પણ વધારો થશે.

રેલ્વે ટ્રેનોમાં એટીએમ લગાવવાનો વિચાર સૌપ્રથમ ભુસાવલ વિભાગ દ્વારા આયોજિત એક નવીન ભાડા વગરની મહેસૂલ ગ્રાહક સંવાદ બેઠકમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ વિચારના પ્રતિભાવમાં, બેંક ઓફ મહારાષ્ટ્રએ “નવી, નવીન નોન-રેન્ટ રેવન્યુ આઈડિયા સ્કીમ” હેઠળ એક ઔપચારિક દરખાસ્ત રજૂ કરી હતી. હાલમાં, આ સેવાની શક્યતા અને કાર્યક્ષમતાનું પરીક્ષણ ટ્રેન નંબર 12110 મનમાડ-મુંબઈ સીએસએમટી મનમાડ પંચવટી એક્સપ્રેસમાં કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેન દરરોજ મનમાડ અને મુંબઈ સીએસએમટી વચ્ચે દોડે છે. કુલ 22 કોચ ધરાવતી આ ટ્રેનમાં 2032 લોકોની બેઠક ક્ષમતા છે અને તે દરરોજ લગભગ 2200 મુસાફરોને લઈ જાય છે. આખી ટ્રેન વેસ્ટિબ્યુલ સાથે જોડાયેલ હોવાથી, તમામ વર્ગના મુસાફરો આ એટીએમનો સરળતાથી લાભ લઈ શકશે.

મધ્ય રેલવેના ભુસાવલ ડિવિઝન અને બેન્ક ઑફ મહારાષ્ટ્રે સંયુક્ત રીતે પંચવટી એક્સપ્રેસમાં ATMની ટ્રાયલ હાથ ધરી હતી. ખાસ વાત એ છે કે એસી કોચમાં લાગેલા આ ATMનો ઉપયોગ ટ્રેનના તમામ મુસાફરો કરી શકશે, કારણ કે આ ટ્રેનના તમામ 22 કોચ વેસ્ટિબ્યૂલ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.

રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે જો ઓનબોર્ડ એટીએમ સુવિધાની માંગ અને વપરાશ વધશે તો તેને અન્ય ટ્રેનોમાં પણ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશના ઈતિહાસમાં પહેલીવાર ટ્રેનમાં ATMની સુવિધા ઉપલબ્ધ થઈ છે. જો કે દેશના તમામ નાના-મોટા રેલવે સ્ટેશનો પર ઘણી બેંકોના એટીએમ લગાવવામાં આવ્યા છે.

દરમિયાન, આ સમગ્ર પહેલ ભારતીય રેલ્વેના ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વિભાગો સાથે સંકલનમાં અમલમાં મૂકવામાં આવી રહી છે. આ ઓનબોર્ડ એટીએમ સેવા મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન સરળતાથી નાણાકીય વ્યવહારો કરવાની મંજૂરી આપશે, અને આ સુવિધા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને કટોકટીની જરૂરિયાતો ધરાવતા મુસાફરો માટે ઉપયોગી થશે. આ ATM સેવા મોબાઇલ નેટવર્ક દ્વારા સતત જોડાયેલ રહેશે, જેનાથી વાહન ચાલતું હોય ત્યારે પણ રીઅલ-ટાઇમ વ્યવહારો કરી શકાશે. એટીએમ સુવિધા પહેલી એક્સપ્રેસ બની ગઈ છે.

જસ્ટિસ બીઆર ગવઈ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે

0

જસ્ટિસ બીઆર ગવઈ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ 14મેના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના 13 મેના રોજ નિવૃત્ત થશે અને જસ્ટિસ ગવઈ બીજા જ દિવસે કાર્યભાર સંભાળશે. તેઓ દેશના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમના પહેલા જસ્ટિસ કેજી બાલકૃષ્ણન પણ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે, જેઓ અનુસૂચિત જાતિના હતા.

જસ્ટિસ બીઆર ગવઈ પદ સંભાળ્યા પછી 6 મહિના માટે સીજેઆઈ રહેશે અને નવેમ્બર 2025માં નિવૃત્ત થશે. જસ્ટિસ બીઆર ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેમણે 1985માં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે, તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બાદમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટના ન્યાયાધીશ બેરિસ્ટર રાજા ભોંસલે સાથે કામ કરતા હતા. બીઆર ગવઈએ 1987 થી 1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરી.

બીઆર ગવઈને 1992માં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં મહારાષ્ટ્ર સરકારના સહાયક વકીલ અને સહાયક સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2003માં હાઈકોર્ટના એડિશનલ ન્યાયાધીશ બન્યા. બીઆર ગવઈ 2019માં સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા અને હવે તેઓ સીજેઆઈ બનવા જઈ રહ્યા છે.

જસ્ટિસ બીઆર ગવઈએ સોમવારે (14 એપ્રિલ, 2025) ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર કહ્યું કે બંધારણની રચના કરવા બદલ રાષ્ટ્ર હંમેશા તેમનો આભારી રહેશે. સુપ્રીમ કોર્ટ પરિસરમાં બોલતા, જસ્ટિસ ગવઈએ કહ્યું, “રાષ્ટ્ર હંમેશા ડૉ. આંબેડકરનો આભારી રહેશે કારણ કે તેમણે અને તેમના સાથીઓએ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. ભારત મજબૂત છે, પ્રગતિ કરી રહ્યું છે અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશોમાંનો એક છે. તેમની ફિલસૂફી, વિચારધારા અને દૃષ્ટિકોણ જ આપણને એક અને મજબૂત રાખે છે.”

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં 2%નો વધારો

ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓ પર ફરી એકવાર મહેરબાન થઇ છે. કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે. આજે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના DAમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના DAમા 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જોકે, આ વધારેલું ડીએ ક્યારેથી લાગુ થશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી. હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે.

રાજ્યના સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે, રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના DAમાં વધારો કરશે, સરકારી કર્મચારીઓના DAમા 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025મા કેન્દ્ર પોતાના કર્મચારીઓને વધારો આપ્યો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 53% ડીએ મળે છે, હવેથી 53ના બદલે હવે રાજ્યના કર્મચારીઓને 55 ટકા DA મળશે. જોકે, વધારેલું DA ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે.

ગુજરાત સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે, રાજ્યમાં ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાં ધરખમ વધારો કર્યો છે. ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ અપાતી ગ્રાન્ટમાં એક કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ધારાસભ્યોને અગાઉ અપાતી દોઢ કરોડની ગ્રાન્ટ વધારીને અઢી કરોડની કરવામાં આવી છે. ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખના કામો કેચ ધ રેન માટે કરવા પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ દેશના વિકાસ માટે રાજ્યના વિકાસને વેગવંતો બનાવવા તથા વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતની પ્રસ્થાપિત ઓળખ વધુ ઉન્નત બને તે માટે રાજ્યના ધારાસભ્યઓને મતવિસ્તારના વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં માતબર વધારો કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર ધારાસભ્યઓને સ્થાનિક અગત્ય ધરાવતા સામૂહિક વિકાસના કામો માટે ફાળવાતી હાલની વાર્ષિક 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરીને હવે આવી વાર્ષિક ગ્રાન્ટ 2.50 કરોડ રૂપિયા પ્રમાણે અપાશે. મુખ્યમંત્રીએ રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપે તેવો અભિગમ પણ આ ગ્રાન્ટ ફાળવણીમાં રાખ્યો છે.

‘બંગાળને બદનામ કરવા માટે યુપી-બિહારના વીડિયોની મદદ લેવામાં આવી રહી છે’ : મમતાનો કેન્દ્ર પર આક્ષેપ

0

મુર્શિદાબાદ હિંસા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇમામોને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુપી-બિહારના વીડિયો બતાવીને બંગાળને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે, તેમણે ભાજપને પણ આડેહાથ લીધા. અગાઉ પણ, આ મામલે બોલતી વખતે, સીએમ મમતાએ ભાજપ પર કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.

ઇમામોને સંબોધતા સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે અમે બધા ધર્મોની સમાનતામાં માનીએ છીએ. હું રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદમાં માનું છું… હું તમને વિનંતી કરું છું કે ભાજપ દ્વારા ઉશ્કેરાઈને બંગાળમાં અશાંતિ ફેલાવવા માંગતા કોઈપણ વ્યક્તિને નિયંત્રિત કરો… જ્યારે આપણે દુર્ગા પૂજા ઉજવીએ છીએ, ત્યારે તેઓ કહે છે કે આપણે ઉજવણી કરવા દેતા નથી. દરેક ઘરમાં સરસ્વતી પૂજા ઉજવવામાં આવે છે, અને તેઓ કહે છે કે અમે આવું થવા દેતા નથી. દરેક વ્યક્તિએ બધા ધર્મોનો આદર કરવો જોઈએ, આ પરંપરા છે.

મમતાએ વધુમાં કહ્યું કે આ લોકો યુપી અને બિહારના વીડિયો બતાવીને બંગાળને બદનામ કરી રહ્યા છે . ભાજપ આ કામ કરી રહી છે. જ્યાં સુધી સરહદ સુરક્ષાનો સવાલ છે, તે સંપૂર્ણપણે BSFની જવાબદારી છે. મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે કેન્દ્રએ તેની નિષ્ફળતાઓ વિશે વિચારવું જોઈએ. મમતાએ કહ્યું કે તેમણે જણાવવું જોઈએ કે કેટલા યુવાનોને રોજગાર મળ્યો છે. અહીં દવાઓ અને પેટ્રોલના ભાવ વધ્યા છે, પરંતુ કેટલાક લોકો ફક્ત બંગાળ વિરુદ્ધ જ બોલે છે. જો તમારામાં હિંમત હોય તો મારી સામે બોલો, મારી પાછળ નહીં.

ક્રૂડ ઓઈલ 70 ડોલરથી નીચે, પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની સંભાવના!

0

મોદી સરકાર પાસે મોંઘવારીથી પરેશાન લોકોને રાહત આપવાનો મોકો છે. સરકારે ઈચ્છે તો એવું શક્ય થયું છે ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઘટાડાથી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકે છે. પેટ્રોલ અને ડીઝલ કિંમતો ટૂંક સમયમાં ઘટી શકે છે. ભારત માટે ક્રૂડની આયાતની સરેરાશ કિંમત ઓગસ્ટ 2021 બાદ પહેલીવાર 70 ડોલર પ્રતિ બૈરલથી નીચે આવી ગઈ છે.

શુક્રવારે ક્રૂડ ઓઈલની સરેરાશ આયાત કિંમત 69.39 ડોલર પ્રતિ બૈરલ રહી છે, જે ત વર્ષે એપ્રિલમાં 89.44 ડોલર હતી.એટલે કે, એક વર્ષમાં ક્રૂડના ભાવમાં 22 ટકાનો ઘટાડો આવ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઓછા થવાથી હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડાની શક્યતા છે. crude oil price below $70 સોમવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 65 ડોલર પ્રતિ બૈરસથી નીચે ખુલી, જેનાથી અપેક્ષાઓ વધારે મજબૂત થઈ ગઈ છે.

ક્રૂડ કંપનીઓ અને એક્સપર્ટ્સનું માનવું છે કે, વૈશ્વિક સ્તર પર આર્થિક મંદીની શક્યતા અને વેપાર યુદ્ધના વધતા જોખમની વચ્ચે ક્રૂડની માંગ આગળ વધારે ઘટી શકે છે. તેનાથી ક્રૂડ ઓઈલની કિંમત નીચે આવી શકે છે. ગોલ્ડમેન સેક્સે અંદાજો લગાવ્યો છે કે, 2025ના બાકી મહિનામાં બ્રેન્ટ ક્રૂડની સરેરાશ કિંમત 63 ડોલર રહી શકે છે. જ્યારે, ઓપેકએ પણ 2025 અને 2026માં ક્રૂડની માંગ વૃદ્ધિનો અંદાજ ઘટાડી દીધો છે. ઓપેક હવે દર વર્ષે માત્ર 1.3 મિલિયન બૈરલ પ્રતિદિનની માંગ વધવાની આશા કરી રહ્યું છે.

‘હિંદુઓની હિન્દી, મુસ્લિમોની ઉર્દૂ’ વાસ્તવિકતાથી દયનીય વિચલન: સુપ્રીમ કોર્ટ

0

સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે અને તેનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ. ઉર્દૂ ‘ગંગા-જમુની તહેજીબ’ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આ ભાષાનો જન્મ ભારતમાં જ થયો છે.

ભાષા કોઈ કોઈ ધર્મની નથી હોતી:
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે “કોઈપણ ભાષા પ્રત્યે આપણી ગેરમાન્યતાઓ અને પૂર્વગ્રહોની સત્યતા સાથે ચકાસણી થવી જોઈએ. આપણે ઉર્દૂ અને દરેક ભાષા સાથે મિત્રતા કેળવીએ.”

કોર્ટે વધુમાં કહ્યું, “એ એક ગેરસમજ છે કે ઉર્દૂ ભારત માટે વિદેશી છે, ઉર્દૂ એક એવી ભાષા છે જેનો જન્મ આપણી પોતાની ધરતી પર થયો છે. ભાષા કોઈ સમુદાયની, કોઈ પ્રદેશની, કોઈ લોકોની હોય છે; કોઈ ધર્મની નહીં.“

સુપ્રીમ કોર્ટે ભારતઅમ ભાષાની વિવિધતા પર ભાર મુકતા કહ્યું, “આપણે આપણી વિવિધતાનો આદર કરવો જોઈએ, જેમાં આપણી સંખ્યાબંધ ભાષાઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં સોથી વધુ મુખ્ય ભાષાઓ છે. આ ઉપરાંત બોલીઓ તરીકે અન્ય ભાષાઓ છે, જેથી આ આંકડો સેંકડોમાં જાય છે. 2001 ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં કુલ 122 મુખ્ય ભાષાઓ હતી જેમાં 22 અનુસૂચિત ભાષાઓ અને કુલ 234 બોલીઓ સમાવેશ થાય છે.”

રાજકોટમાં સિટી બસચાલકે કાબૂ ગુમાવ્યોઃ ચાર લોકોનાં મોત

રાજ્યમાં છાસવારે અકસ્માતો થતાં હોય છે. ત્યારે રાજકોટમાં મોટો અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માતની વણઝાર સર્જી હોવાની ઘટના સામે આવી છે. સિટી બસ ચાલકે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારતા છ લોકો સિટી બસની અડફેટે ચડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ઘનાના પગલે લોકોમાં રોષ ફેલાયો હતો.

સવારે 9.30 કલાકની આસપાસ લોકો નોકરી-ધંધા ઉપર જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ કોર્પોરેશનની સિટી બસે હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં આગળ જતાં ચારથી પાંચ વાહનચાલકોને જોરદાર ટકકર મારતાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ઉશ્કેરાયેલા લોકોએ સિટી બસના કાચ ફોડ્યા હતા. ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે. આ ઘટનાના ચોંકાવનારા cctv કેમેરા બહાર આવ્યા છે. લોકોમાં ભારે રોષ વચ્ચે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સિટી બસના ચાલકો બેફામ ડ્રાઇવ કરી રહ્યા હોવાની ફરિયાદો તંત્રને કરવામાં આવી હોવા છતાં મહાપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં નહી લેવામાં આવતાં મહાપાલિકા અને ટ્રાફિક શાખાની બેદરકારીએ ચાર લોકોની જિંદગી છીનવી લેતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.