Friday, Apr 25, 2025

રાજકોટમાં સિટી બસચાલકે કાબૂ ગુમાવ્યોઃ ચાર લોકોનાં મોત

1 Min Read

રાજ્યમાં છાસવારે અકસ્માતો થતાં હોય છે. ત્યારે રાજકોટમાં મોટો અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માતની વણઝાર સર્જી હોવાની ઘટના સામે આવી છે. સિટી બસ ચાલકે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારતા છ લોકો સિટી બસની અડફેટે ચડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ઘનાના પગલે લોકોમાં રોષ ફેલાયો હતો.

સવારે 9.30 કલાકની આસપાસ લોકો નોકરી-ધંધા ઉપર જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ કોર્પોરેશનની સિટી બસે હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં આગળ જતાં ચારથી પાંચ વાહનચાલકોને જોરદાર ટકકર મારતાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ઉશ્કેરાયેલા લોકોએ સિટી બસના કાચ ફોડ્યા હતા. ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે. આ ઘટનાના ચોંકાવનારા cctv કેમેરા બહાર આવ્યા છે. લોકોમાં ભારે રોષ વચ્ચે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સિટી બસના ચાલકો બેફામ ડ્રાઇવ કરી રહ્યા હોવાની ફરિયાદો તંત્રને કરવામાં આવી હોવા છતાં મહાપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં નહી લેવામાં આવતાં મહાપાલિકા અને ટ્રાફિક શાખાની બેદરકારીએ ચાર લોકોની જિંદગી છીનવી લેતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

Share This Article