Home Blog Page 481

૧ મે, ૨૦૨૫ / ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

આર્થિક દ્રષ્ટિએ સામાન્ય દિવસ આવક જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃ‌િત્ત‌ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિ ના યોગ છે.

મિથુનઃ

વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી.વી. તેમજ કોન્ટ્રાકટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ

શારિરીક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ

રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ, સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જ‍ળાશયો થી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ

કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતા-પિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ

વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ

જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ

ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ

દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવા. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ

પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ

મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

લોરેન્સ બિશ્નોઈ ગેંગની પાકિસ્તાનને ખુલ્લી ધમકી, કહ્યુ હવે અહીંથી ખેલ શરૂ થશે

0

કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. આ ગેંગની ધમકી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં ગેંગે લખ્યું છે કે પહેલગામ હુમલામાં નિર્દોષ લોકોની હત્યાનો જવાબ આપવા માટે, અમે પાકિસ્તાનમાં ઘૂસીને એક માણસને મારી નાખીશું જેની કિંમત એક લાખ બરાબર હશે. આ પોસ્ટમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો ફોટો પણ છે, જેના પર ક્રોસનું નિશાન છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ભારતમાં ઘણા ગુનાહિત કૃત્યો કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાના ગુનાઓની જવાબદારી લે છે. જોકે તેની પોસ્ટમાં કેટલી સત્યતા છે અને તે ગેંગ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે કેમ તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.

લોરેન્સ બિશ્નોઈ પર પાકિસ્તાની કનેક્શન હોવાનો આરોપ
લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર ઘણીવાર પાકિસ્તાની ગેંગસ્ટરો અને ડોન સાથે સંબંધો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે અનેક ગુનાઓમાં લોરેન્સ બિશ્નોઈના પાકિસ્તાન સાથેના સંબંધોના પુરાવા પણ પૂરા પાડ્યા છે, પરંતુ જેલમાંથી લોરેન્સ બિશ્નોઈના કથિત ઇન્ટરવ્યુમાં, તેણે આ વાતનો ઇનકાર કર્યો છે. લોરેન્સ બિશ્નોઈ, જે પોતાને દેશભક્ત કહે છે, તેમણે વારંવાર દાવો કર્યો હતો કે તેમનો દેશના દુશ્મનો સાથે કોઈ સંબંધ નથી. તેનાથી વિપરીત, ગયા વર્ષે લોરેન્સ બિશ્નોઈનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાનથી ડ્રોન દ્વારા ગેંગ શૂટર્સને હથિયારો પણ પૂરા પાડવામાં આવે છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પાકિસ્તાનથી આયાત કરાયેલી AK-47 રાઇફલ ઉપરાંત .30 બોર અને 9 mm પિસ્તોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લોરેન્સ ગેંગ કેટલી શક્તિશાળી છે, શું તે હાફિઝ સઈદને મારી શકે છે?
લોરેન્સ બિશ્નોઈ હાલમાં જેલમાં છે, પરંતુ તે હજુ પણ તેની ગેંગ ચલાવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો હાફિઝ સઈદને મારવા અંગેની આ વાયરલ પોસ્ટને સાચી માનવામાં આવે તો પણ, શું લોરેન્સ બિશ્નોઈ મોસ્ટ વોન્ટેડ હાફિઝ સઈદને મારી શકે છે, જે વર્ષોથી આતંક દ્વારા ભારત પર ઊંડા ઘા કરી રહ્યો છે? વૈશ્વિક ગુનાખોરી કામગીરી સાથે ઘણા દેશોમાં ફેલાયેલી બિશ્નોઈ ગેંગ કોઈ નાની સિન્ડિકેટ નથી. તેમનું નેટવર્ક ખૂબ મોટું છે. ખાસ કરીને કેનેડામાં તેમના મજબૂત સંબંધો છે. ક્રાઇમ સિન્ડિકેટમાં તેનો સમાન ભાગીદાર ગોલ્ડી બ્રાર છે.

ISKCON પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને 156 દિવસ બાદ મળ્યો ન્યાય

0

બાંગ્લાદેશની વચગાળાની સરકારે હિંદુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી. હવે આખરે 156 દિવસ બાદ તેમને વિજય મળ્યો છે. બાંગ્લાદેશ હાઈકોર્ટે બુધવારે તેમને જામીન આપ્યા હતા. દાસને આપવામાં આવેલ જામીન એ માત્ર એક વ્યક્તિની કાનૂની જીત નથી, પરંતુ તે હજારો હિન્દુઓની આશાઓની જીત પણ માનવામાં આવે છે જેઓ હજુ પણ બાંગ્લાદેશમાં સમાનતા અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે. આ કિસ્સો એ પણ સ્પષ્ટ કરે છે કે સત્યને દબાવી શકાતું નથી અને એક દિવસ ન્યાય ચોક્કસ મળે છે. ભલે તે 156 દિવસ પછી થાય.

અપમાનનો આરોપ કે રાજકીય સતામણી?
25 નવેમ્બર, 2024ના રોજ ઢાકા એરપોર્ટ પરથી ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો કે તેમણે હિન્દુ રેલી દરમિયાન બાંગ્લાદેશના ધ્વજનો અપમાન કર્યો હતો. જોકે, ભારત અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો આ કેસને રાજકીય પ્રેરિત અને ન્યાયિક સતામણી તરીકે વ્યાખ્યાયિત કરે છે. દાસ વિરુદ્ધ દાખલ થયેલી અનેક જામીન અરજીઓ અગાઉ ફગાવી દેવામાં આવી હતી.

તબિયત બગડી, છતાં ન્યાય માટે લડત ચાલુ
જેલમાં દાસની તબિયત ખરાબ થવાની વિગતો સામે આવી હતી અને એવું પણ કહેવાયું કે તેમને યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. તેમના વકીલ અપૂર્બા ભટ્ટાચાર્ય અને પ્રલાદ દેબનાથે તેમની પર થયેલા રાજકીય અત્યાચારને અદાલતમાં રજુ કર્યું. અંતે હાઈકોર્ટની બે જજની બેન્ચે દલીલો સ્વીકારી અને દાસને જામીન આપ્યા.

લઘુમતી માટે આશાનું કિરણ
હવે તમામ નજરો બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના એપેલેટ ડિવિઝન પર છે, જે આ નિર્ણય પર સ્ટે મૂકી શકે છે કે નહીં તે જોવાનું બાકી છે. જો કોઈ સ્ટે નહીં આવે તો દાસ ટૂંક સમયમાં મુક્ત થવાના છે. આ નિર્ણય બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ માટે આશાનું કિરણ સાબિત થયો છે, જે હજુ પણ સુરક્ષા અને સમાનતાની તલાસમાં છે.

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, સમગ્ર દેશમાં હવે જાતિગણના થશે

0

કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મોદી સરકાર આખા દેશમાં જાતિ ગણતરી કરાવશે.

આ સિવાય ખેડૂતોના હિતમાં પણ અનેક નિર્ણયો લેવાયા છે અને હાઈવે સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

જાતિ ગણતરી અંગે વૈષ્ણવે કહ્યું…

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકાર આખા દેશમાં જાતિ ગણતરી કરાવશે. ગણતરી સાથે જાતિઓની પણ નોંધ લેવામાં આવશે. તેમણે જાતિ ગણતરીને લઈને કોંગ્રેસ પર આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસે જાતિ ગણતરીનો ઉપયોગ પોતાનાં રાજકીય ફાયદા માટે કર્યો છે.

છેલ્લી જાતિ ગણતરી 1931માં થઈ હતી. 94 વર્ષ પછી આખા દેશમાં જાતિ ગણતરી થશે. સ્વતંત્ર ભારતમાં આ પ્રથમ વખત છે કે કેન્દ્રીય સરકાર જાતિ ગણતરી કરાવશે.

166.8 કિમી લાંબા 4 લેન હાઈવેને મંજૂરી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે શિલૉંગથી સિલ્વર કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. 166.8 કિમી લાંબા 4 લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી છે. મેઘાલયથી અસમ સુધી નવા હાઈવેને મંજૂરી મળી છે.

ઊસનો FRP વધારાયો
પીએમ મોદીની અધ્યક્ષતામાં સુપર કેબિનેટની મીટીંગ યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રિમંડળના કેટલાક ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા. રાજકીય મામલાની કેબિનેટ કમિટી ‘સુપર કેબિનેટ’ કહેવામાં આવે છે અને તેમાં કેન્દ્રીય મંત્રિમંડળના ટોચના મંત્રીઓ જ સામેલ હોય છે.

વકફ કાયદાના વિરોધમાં ભારતના મુસ્લિમો આજે રાત્રે થોડા સમય માટે વીજળી બંધ રાખશે

0

અખિલ ભારતીય મુસ્લિમ વ્યકિતગત કાયદા બોર્ડ (AIMPLB) ની અપીલ પર ભારતના ઘણા મુસ્લિમ સંગઠનો એ વક્‍ફ સુધારા અધિનિયમ 2025 ના દેશવ્યાપી શાંતિપૂર્ણ પ્રતિકાત્મક વિરોધરૂપે આજે બુધવાર રાત્રે 9 વાગ્યાથી 15 મિનિટ માટે ‘બત્તી ગુલ’ રાખવા આહ્વાન કર્યું છે. તેના અંતર્ગત આજે બુધવારે રાત્રે 9 થી 9:15 સુધી નાગરિકોને તેમના ઘરો, દુકાનો અને કચેરીઓની લાઇટો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. બોર્ડના એક અધિકૃત નિવેદનમાં જણાવાયું છે કે, “અમે તમામ જાગૃત નાગરિકો, ખાસ કરીને મુસ્લિમ સમાજને અહિંસક નાગરિક ક્રિયા દ્વારા આ કાયદાનો વિરોધ કરવા અપીલ કરીએ છીએ.”

આ વિરોધ માત્ર ધર્મગત મુદ્દો નહિ, પરંતુ રાષ્ટ્રીય ચિંતા છે
પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, આ વિરોધ માત્ર એક ધર્મગત મુદ્દો નથી, પરંતુ એક રાષ્ટ્રીય ચિંતા છે. બોર્ડે યુવાનો અને કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ નિષ્ક્રિય ન રહે, પરંતુ હિંમત અને પ્રતિબદ્ધતાથી આ આંદોલનનું નેતૃત્વ કરે.

સોશિયલ મીડિયા પર વહેંચવાની અપીલ
આંદોલનને વ્યાપક બનાવવા ડિજિટલ માધ્યમોના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરોધ સંબંધિત વિડિયો, છબીઓ અને સંદેશાઓ શેર કરવા અને મીડિયાને તથા પ્રભાવશાળી વ્યક્તિઓને ટૅગ કરવાની અપીલ કરવામાં આવી છે. દેશભરના મુસ્લિમ સમાજ સુધી આ સંદેશો પહોંચાડવામાં આવ્યા છે.

વક્‍ફ બચાવો સંમેલન – 22 એપ્રિલે ટાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી
AIMPLB 22 એપ્રિલ, 2025ના રોજ નવી દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘વક્‍ફ બચાવો સંમેલન’નું આયોજન કરીને આ વિરોધને વધુ મજબૂત બનાવશે.

AIMIMના વિરોધ પ્રદર્શન
AIMIM તરફથી હૈદરાબાદમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ અધિનિયમને બંધારણવિરોધી જાહેર કર્યો છે. જમીઅત ઉલેમા-એ-હિંદ, ઇમારત-એ-શરિયા, મુસ્લિમ યુથ અસોસિએશન સહિતના સંગઠનોએ પણ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યા છે.

વક્‍ફ સુધારા અધિનિયમ 2025: વિવાદનું કારણ
આ અધિનિયમમાં વક્‍ફ સંપત્તિઓના સંચાલનમાં ગેરમુસ્લિમ સભ્યોને સામેલ કરવાની અને સરકારની દેખરેખ વધારવાની જોગવાઈ છે. આ કાયદાના વિરોધકર્તાઓનું કહેવું છે કે આથી મુસ્લિમ ધર્મગત સંપત્તિઓ પર સરકારનો નિયંત્રણ વધશે અને તેમની ધાર્મિક સ્વતંત્રતા પર અસર થશે.

ભારતભરમાં વિરોધ પ્રદર્શન
AIMPLB અને AIMIMના સંયુક્ત તત્વાવધાન હેઠળ “Save Waqf, Save Constitution” રેલીનું આયોજન થયું હતું. કટક, ઓડિશા ખાતે ગાંધી ભવનથી જિલ્લાકલેક્ટર કચેરી સુધી માર્ચ કરીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવાયું હતું. લુધિયાણા, પંજાબમાં જમા મસ્જિદ બહાર જમીઅત મજલિસ અહરાર ઇસ્લામના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તેમ જ, કોયમ્બતૂર, તમિલનાડુમાં તમિલગા વિત્રિ கழગમ દ્વારા તહસીલદાર કચેરી બહાર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

સરકારી પક્ષનો દાવો – પારદર્શિતા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો ઉદ્દેશ્ય
ભારત સરકારનું કહેવું છે કે આ અધિનિયમનો ઉદ્દેશ્ય વક્‍ફ સંપત્તિઓના સંચાલનમાં પારદર્શિતા લાવવાનો અને ભ્રષ્ટાચાર રોકવાનો છે. કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું છે કે ગેરમુસ્લિમ સભ્યોની નિમણૂંક માત્ર વહીવટી કાર્યો માટે થશે, ધાર્મિક બાબતોમાં નહીં.

પદ્મશ્રી અખ્તરુલ વાસેનો પ્રતિસાદ
પ્રખ્યાત ઉદારવાદી ઇસ્લામિક વિદ્વાન અને સાહિત્યકાર પદ્મશ્રી અખ્તરુલ વાસેએ જણાવ્યું કે વક્‍ફ કાયદા વિરુદ્ધ ‘બત્તી ગુલ’ કરવું દેશમાં વિરોધ દર્શાવવાનો લોકશાહી માર્ગ છે. તેમણે ઉમેર્યું કે, “જે દેશમાં કોવિડ સમય દરમિયાન પણ આ રીત અપનાવતો હતો, હવે તેને વિરોધ માટે ઉપયોગ કરે છે, એ સારો સંકેત છે.” તેમણે વધુમાં કહ્યું કે, “અમે પહેલગામ અને કાશ્મીરના મામલામાં સરકારે સાથે છીએ, પરંતુ વક્‍ફ કાયદો ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં અગ્રગણ્ય રહેલા મુસ્લિમ સમાજ વિરુદ્ધ છે અને તેમના હકોના ઉલ્લંઘન સમાન છે, તેથી અમે તેનો વિરોધ કરીએ છીએ.”

સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ, 100 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા

સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં 45થી વધુ મહિલાઓ છે તથા 50 લોકોના મોબાઇલમાંથી બાંગ્લાદેશનાં નંબર-ચેટ પણ મળ્યાં છે. સુરત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના જોઇન્ટ ઇન્ટ્રોગેશનમાં આ ઘટસ્ફોટ થયો છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ એજન્ટની મદદથી ભારતની સરહદ ક્રોસ કરીને ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસ્યા હતા. તેઓ સુરત શહેરમાં વિવિધ ભાગોમાં છુપાઈને રહેતા હતા.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઓપરેશન દરમિયાન અન્ય 50 શંકાસ્પદ લોકોના મોબાઇલમાંથી પણ બાંગ્લાદેશના નંબર અને ચેટ મળ્યાં છે, જેના કારણે તેમના વિરુદ્ધ પણ વધુ તપાસ ચાલી રહી છે. સુરત પોલીસ, એરફોર્સ, બીએસએફ, નેવી અને સ્ટેટ તથા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) સાથે મળીને એક જોઇન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વ્યક્તિની ઊંડી પૂછપરછ કરવામાં આવી હતી.

હાલમાં તમામ ઝડપાયેલા બાંગ્લાદેશીઓને સુરતના ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા છે. અહીં દરેકની ઓળખ પુષ્ટિ કરવા માટે તમામ દસ્તાવેજોની તપાસ કરાઈ રહી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાથી હવે તમામ તપાસની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને એજન્સીઓએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને સબ્મિટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

સુરતના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન

સુરતના ઈતિહાસમાં આ અત્યારસુધીનું સૌથી મોટું બાંગ્લાદેશી ઘૂસણખોરોનું કાવતરું સામે આવ્યું છે, જેમાં એકસાથે 100થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે. સમગ્ર ઓપરેશનને લઈને સુરતના પોલીસતંત્ર અને કેન્દ્રની ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે, જેથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરી શકાય.

જડબેસલાક સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો ભવ્ય પ્રારંભ

0

અત્યારના સંવેદનશીલ પરિસ્થિતિના પગલે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનું આયોજન ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થાઓ સાથે શરૂ થવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આવાં સંજોગોમાં 30મી એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. વેકેશનનો સમયગાળો હોવાના કારણે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં હાજરીની શક્યતા છે.

યાત્રાના તમામ રૂટ્સ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. છ હજારથી વધુ પોલીસકર્મીઓની તૈનાતી સાથે 17 પીએસી કંપનીઓ તથા ૧૦ અર્ધ સૈન્ય દળોની ટીમ યાત્રામાર્ગ પર સતત પેટ્રોલિંગ કરશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી 15 અલગ ઝોનમાં બે હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક ધામ પર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ ઉપલબ્ધ રહેશે જેથી તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય.

પ્રશાસનના અંદાજ મુજબ, આ વર્ષે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 60 લાખ સુધી પહોંચી શકે છે. આ સંભાવિત ભીડને નિયંત્રિત રાખવા માટે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 63 પોસ્ટ બનાવી દેવાઈ છે. તમામ યાત્રાળુઓના પત્રો, ઓળખપત્રો તથા સામાનની પણ સઘન ચકાસણી કરવામાં આવશે. ગુપ્તચર એજન્સીઓ પણ સતત માહિતી એકત્ર કરી રહી છે.

યાત્રામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 28મી એપ્રિલથી ઓફલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે જે માટે 20 કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. કુલ રજિસ્ટ્રેશનમાંથી 60 ટકા ઓનલાઇન અને 40 ટકા ઓફલાઇન દ્વારા કરવામાં આવશે. તમામ વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રચવામાં આવી છે.

દિલ્હીમાં ACBએ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કરપ્શનનો કેસ નોંધ્યો

0

દિલ્હીમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ દિલ્હી સરકારની સ્કૂલોમાં 12,748 ક્લાસના બાંધકામમાં ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2000 કરોડ રૂપિયાના મોટા કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ ACBએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કથિત લીકર કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા સિસાદિયા અને જૈન વિરૂદ્ધ શાળાઓના ક્લાસરૂમ બાંધકામમાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. એસીબીએ જણાવ્યા પ્રમાણે, આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં 12748 ક્લાસરૂમ બાંધકામમાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા. જ્યારે જૈન પીડબ્લ્યુડી (પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ)નો ચાર્જ સંભાળી રહ્યા હતા.

ક્લાસરૂમના બાંધકામનો કોન્ટ્રાક્ટ 34 કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જે તમામ AAP સાથે જોડાયેલા હતા. ACBએ જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ એડવાઈઝર અને આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી હતી. સસ્તી ગુણવત્તાના ક્લાસરૂમ બાંધી ખર્ચ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાને સમકક્ષ દર્શાવવામાં આવ્યો હતો. રજૂ કરવામાં આવેલા ટેન્ડરમાં ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 24.86 લાખ પ્રતિ રૂમ દર્શાવાયો હતો. જ્યારે દિલ્હીમાં આ પ્રકારના ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 5 લાખ પ્રતિ રૂમ છે.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના રિપોર્ટમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી પરંતુ તેને ત્રણ વર્ષ સુધી દબાવી દેવામાં આવી હતી.આ ફરિયાદ ભાજપના પ્રવક્તા હરીશ ખુરાના, ધારાસભ્ય કપિલ મિશ્રા અને નીલકંઠ બક્ષીએ નોંધાવી છે. એક ક્લાસરૂમનો સામાન્ય ખર્ચ પાંચ લાખ રૂપિયા હોવો જોઈએ, પરંતુ આ પ્રોજેક્ટમાં તે પ્રતિ ક્લાસરૂમ 24.86 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો. એસપીએસ બાંધકામનો ખર્ચ પ્રતિ ચોરસ ફૂટ 2292 રૂપિયા સુધી પહોંચ્યો, જે શાળાના પાકા બાંધકામના ખર્ચ (2044-2416 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ) જેટલો છે, એમ સીવીસી અહેવાલ કહે છે.

ચંડોળા તળાવ ડિમોલેશન પર ગૃહરાજ્યમંમત્રી હર્ષ સંઘવીનું નિવેદન

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બે દિવસથી ચાલી રહેલા મેગા ડિમોલેશન અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વૈશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી અહીંયા રહેતા લોકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું હતું.

આ સાથે તળાવની ફરતે 1.25 લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે. આજે પણ એ કામ ચાલુ છે અને આવતીકાલે પણ કામ ચાલુ રહેશે. આજે સાંજે આ તમામ કાર્ય અંગેની ઓફિશિયલ વિગત જાહેર કરવામાં આવશે.

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે પણ સવારથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અહીં બે દિવસ ડિમોલિશનની કામગીરી હાથ ધરીને ગેરકાયદે દબળો દૂર કરવામાં આવશે.

વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરે અકસ્માત, દીવાલ પડવાથી 7 લોકોનાં મોત

0

વિશાખાપટ્ટનમના પ્રસિદ્ધ સિંહાચલમ મંદિરે મોટો અકસ્માત થયો છે. મંદિરે જતા રસ્તા પર આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સની સિમેન્ટની દીવાલ ધરાશાયી થતાં 7 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ભક્તો ઘાયલ થયા છે. ઘટના બાદ તરત જ NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ સ્થિતી સંભાળી છે અને રાહત તથા બચાવ કામગીરી સતત ચાલુ છે. ઘાયલોને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે.

ગૃહમંત્રી અનિતા ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનો ખ્યાલ લીધો. તેમણે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે મળીને રાહત કામગીરીની દેખરેખ રાખી. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે બચાવ કાર્યમાં કોઈ ઢીલાશ ન રાખવામાં આવે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળી રહે.

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું, “ટોટલ બોર્ડર શ્રી વરાહ લક્ષ્મીનરસિંહ સ્વામીના ચંદનોત્સવ દરમિયાન દીવાલ ધરાશાયી થતા સાત ભક્તોના મોત થયા તે સમાચારથી હું દુઃખી છું. ભારે વરસાદને કારણે થયેલા આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે મેં ત્યાંની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર અને એસપી સાથે વાત કરી છે. મેં આદેશ આપ્યો છે કે ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવે. હું સમયાંતરે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું.