Home Blog Page 427

સુરતમાં હીરામાં મંદીના કારણે આર્થિક તંગીથી કંટાળી રત્નકલાકારનો આપઘાત

સુરતમાં રત્નકલાકારોની આપઘાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હીરાની મંદીમાં કામ ન થતું હોવાથી આર્થિક સંકળામણમના કારણે વધુ એક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીને મોતને વ્હાલું કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, સુરતના કામરેજ સ્થિત દેરોદ રોડ ખાતે રહેતા મૂળ અમરેલીના વતની કપિલભાઈ મનુભાઈ નિમાવત રત્નકલાકાર હતા અને તેમાંથી તેઓ પરિવારનું ગુજરાત ચલાવતા હતા. ગઈકાલે દેરોદ ગામની સીમમાં કપિલભાઈએ ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામેલ પરિવારને જાણ થતાં તેમને સારવાર અર્થે કામરેજની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, વધુ સારવાર માટે ત્યાંથી તેમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કપિલભાઈનું મોત નીપજ્યું હતું.

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખના જણાવ્યા મુજબ, હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કામ થતું ન હોવાથી આર્થિક તંગીના કારણે કંટાળીને વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. આમ છેલ્લા 18 મહિનામાં 75 કરતા વધુ રત્નકલાકારોને આપઘાત કર્યો છે.

દિલ્હીમાં મેઘરાજાની એન્ટ્રી: રાજસ્થાન અને યુપી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી

0

ભારતમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 7 થી 8 દિવસ વહેલું કેરળમાં પ્રવેશી ગયું છે. આવી સ્થિતિમાં, દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન ખુશનુમા રહે છે. દરમિયાન, દિલ્હી-એનસીઆર, યુપી અને બિહારમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે 31 જૂન માટે આગાહી જારી કરી છે. હવામાન વિભાગે દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જારી કરી છે. આજે દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે. આના કારણે દિલ્હી NCRમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

દિલ્હી-એનસીઆરમાં ગત રોજથી આકાશમાં વાદળો છવાયેલા છે. જેથી વાતાવરણમાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આકાશમાં વાદળ છવાયેલા રહેવાની આગાદી દર્શાવી છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વાવાઝોડું અને વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે. જ્યારે દેશના દક્ષિણ તેમજ દક્ષિણ પશ્ચિમના
રાજ્યોમાં ધોધમાર વરસાદ યથાવત્ છે.

દિલ્હી એનસીઆરમાં હવામાનમાં અચાનક આવેલા ફેરફારથી લોકોને ગરમી અને તડકાથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મે મહિનો વિદાય લેવા જઈ રહ્યો છે અને જૂનની શરૂઆત ભારે વરસાદ સાથે થશે. હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ રાજ્યો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ઉત્તરપૂર્વ અને દક્ષિણપશ્ચિમ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. દરમિયાન, દેશના બાકીના ભાગોમાં લોકો ચોમાસાની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.

આસામનું હવામાન અને કેરળનું ચોમાસું ક્યાં છે?
જો આપણે આસામના હવામાનની વાત કરીએ તો રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના મોટાભાગના ભાગોમાં વરસાદની શક્યતા છે. રાજધાનીમાં લગભગ દરેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળે છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી ચેતવણી જારી કરી છે. જો આપણે ચોમાસાની વાત કરીએ તો, કેરળમાં ચોમાસુ 18 દિવસ પહેલા જ આવી ગયું હતું. હવે આ ચોમાસુ અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન, ચોમાસુ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને બંગાળના અખાતના કેટલાક ભાગોમાં ફેલાઈ રહ્યું છે. આગામી 24 થી 48 કલાકમાં, ઓડિશા, ઉત્તરપૂર્વીય રાજ્યો, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે ત્યાં વરસાદ જોવા મળી શકે છે.

રાજસ્થાનથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસના ભાઈ આસિમની અટકાયત

0

રાજસ્થાનમાંથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસ કાસિમ બાદ હવે તેના ભાઈ આસિમની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રાજસ્થાનથી આસિમની અટકાયત કરી છે. જોકે, આસિમની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આસિમ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે જાસૂસી કરવાનો પણ શંકા છે.

આસિમની અટકાયત કર્યા પછી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે શું તે અગાઉ પાકિસ્તાન માટે પણ જાસૂસી કરતો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે આઈએસઆઈના લોકોએ આસિમ દ્વારા કાસિમને પોતાની જાળમાં ફસાવ્યો હતો. કાસિમ મૌલવી છે તેથી એવું કહેવામાં આવ્યું હતું કે જો તે જાસૂસી કરશે તો કોઈ તેના પર શંકા કરશે નહીં. હાલમાં બંનેની પૂછપરછ ચાલી રહી છે.

કાસિમની થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી
ઓપરેશન સિંદૂર પછી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ભારતના વિવિધ શહેરોમાંથી પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસોની ધરપકડ કરી રહી છે. આ જ ક્રમમાં સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં રાજસ્થાનમાંથી કાસિમ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. કાસિમ હાલમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલમાં છે અને પાકિસ્તાન સાથેના તેના જોડાણ અંગે સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

કાસિમ અને આસીમ ISI સાથે કેવી રીતે જોડાયેલા હતા?
કાસિમની પૂછપરછના આધારે, દિલ્હી પોલીસની ખાસ ટીમ આસીમને શોધી રહી હતી. હવે આસીમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં ઘણા મોટા ખુલાસા થવાની અપેક્ષા છે. આસીમ એ વ્યક્તિ હતો જે ISI હેન્ડલર્સને ગુપ્ત માહિતી પૂરી પાડતો હતો. આ ઉપરાંત, તે અલવર આર્મી સ્ટેશનની રેકી પણ કરતો હતો. સૈન્ય વાહનોની ગતિવિધિના ફોટા પાડવાથી લઈને તેમની દરેક ગતિવિધિની નોંધ લેવા સુધી, તે આ કામ કરી રહ્યો હતો. આસીમ છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો. સ્પેશિયલ સેલે હવે આસીમના ફોન ડેટાને લેબમાં પુનઃપ્રાપ્તિ માટે મોકલ્યો છે જેથી આસીમની વોટ્સએપ ચેટ્સ અને ડેટા કાઢી શકાય. આના દ્વારા એ જાણી શકાય છે કે આસિમે પાકિસ્તાનમાં પોતાના હેન્ડલરને કઈ માહિતી મોકલી હતી?

Covid-19: કોરોનાએ ફરી ડરાવ્યું! દિલ્હીમાં પ્રથમ મૃત્યુ, દેશમાં એક્ટિવ કેસ 2700 પાર

ભુલથી પણ ન કરો આ ભૂલોભારતમાં કોરોના વાયરસનાકેસો ફરીથી વધી રહ્યા છે. દેશમાં હાલમાં Covid-19 ના એક્ટિવ કેસોની સંખ્યા 2,710 સુધી પહોંચી ગઈ છે, જેમાં કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર કેરળમાં 1,147 એક્ટિવ કેસ છે. ત્યારપછી મહારાષ્ટ્રમાં 424, દિલ્હીમાં 294, ગુજરાતમાં 223, કર્ણાટક અને તમિલનાડુમાં 148-148, તેમજ પશ્ચિમ બંગાળમાં 116 કેસ નોંધાયા છે.દિલ્હીમાં કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં સાત નવા મૃત્યુ નોંધાયા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક 22 થયો છે. તેમાં મહારાષ્ટ્રમાં બે, જ્યારે દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં એક-એક મૃત્યુ થયું છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ઓમિક્રોનના બે નવા સબ-વેરિઅન્ટ LF.7 અને NB.1.8 ના કારણે દેશમાં કેસોની સંખ્યા વધી રહી છે. જોકે JN.1 હજુ પણ દેશમાં મુખ્ય સ્ટ્રેન તરીકે રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હજી સુધી LF.7 અથવા NB.1.8 ને ‘Variants of Concern’ કે ‘Variants of Interest’ તરીકે ઘોષિત કર્યું નથી.

હાલમાં મોટાભાગના કેસો હળવા પ્રકારના છે, તેમ છતાં આરોગ્ય અધિકારીઓએ લોકોની સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને ભીડભાડ ટાળવાની સલાહ આપી છે. સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર જણાય ત્યાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં બેનાં કરુણ મોત

0

સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં બેનાં કરુણ મોત, એકનો આબાદ બચાવ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મોત થયાં છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક બાળક કૃણાલના ફઈએ આઘાતમાં પોતાના માથામાં ઈજા પહોંચાડી હતી.

ત્રણેય બાળક સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં રહેતાં હતાં. ડેમમાં નાહવા પડેલાં બાળકોમાંથી 14 વર્ષીય કૃણાલ અશ્વિનભાઈ સોલંકી અને 10 વર્ષીય મંત્ર રાજદીપભાઈ મસરાણી ડૂબી ગયાં હતાં. 13 વર્ષીય મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે.

સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમની કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૂબેલાં બે બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.

મૃતકોની ઓળખ

  • કૃણાલ અશ્વિનભાઈ સોલંકી (ઉં.વ. 14)
  • મંત્ર રાજદીપભાઈ મસરાણી (ઉં.વ. 10)

આબાદ બચાવ

  • મોહિત મનીષભાઈ સોલંકી (ઉં.વ.13)નો આબાદ બચાવ થયો છે.

સુરતમાં આવતીકાલ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશાનુસાર સુરત શહેર તથા જિલ્લામાં આવતીકાલ તા.31 મે, શનિવારના રોજ સાંજે 8.00 વાગે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. નાગરિકોની સુરક્ષા માટે વહીવટીતંત્રની તૈયારીઓ તથા કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સર્જાય ત્યારે શું કરવું તેની જાગૃતિ માટે ઓપરેશન અભ્યાસ હાથ ધરવામાં આવશે. જેમાં કોઈ પણ બનાવ બને ત્યારે બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી, ફસાયેલા વ્યકિતઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઓપરેશન સિંદૂરની વિગતે દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે સુરત શહેર-જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રુમ વચ્ચે હોટલાઈન ઉભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રકતદાન સંદર્ભે જરુરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા સંદર્ભે જરુરી એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

સુરત શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ, સ્મીમેર હોસ્પીટલની બાજુમાં, બોમ્બે માર્કેટની સામે, ઉમરવાડા, સુરત ખાતે તેમજ કાકરાપાર એટમીક પાવર સ્ટેશન, તા.માંડવી, જી. સુરત ખાતે 5.00 થી 8.00 વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે.

જયારે 8.00 થી 8.30 વાગ્યા દરમિયાન સમગ્ર શહેર-જિલ્લામાં બ્લેક(અંધાર પટ) કરાશે. જેમાં નાગરિકોએ સ્વયંભુ ઘર, ઓફિસની ટયુબલાઈટો તથા બલ્બ બંધ રાખવાનો સૌ શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. બ્લેક આઉટ(અંધાર પટ) દરમિયાન પંખા, એસી, ફ્રિજ, લીફટ વગેરે ચાલુ રહેશે. બ્લેક આઉટ મોકડ્રીલ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેશે. સમગ્ર વાહન વ્યવહાર તથા ઈમજન્સી સર્વિસ લીફટ વગેરે ચાલુ રહેશે. હોસ્પિટલો મોકડ્રીલનો ભાગ નથી. કોઈ પણ અફવાઓથી દુર રહેવા અને જિલ્લા વહીવટીતંત્રની સુચનાઓનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ કરી પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

0

આઈપીએલ સિઝનના નવોદિત સુપરસ્ટાર ક્રિકેટર તરીકે વૈભવ સૂર્યવંશીનું નામ લેવાય છે. નાની ઉંમરમાં આક્રમક બેટિંગ કરીને ભલભલા સિનિયર ક્રિકેટરને આશ્ચર્યમાં નાખનારા વૈભવ સૂર્યવંશીની અહીંના એરપોર્ટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અચાનક મુલાકાત થઈ. આ મુલાકાત તો આકસ્મિક હોઈ શકે છે, પરંતુ એના અંગે સોશિયલ મીડિયા પર લોકોમાં કૌતુક જાગ્યું હતું.

આઈપીએલની 18મી સિઝનમાં બેટથી ધૂમ મચાવનાર બિહારના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ યુવા ખેલાડી સાથેની આ મુલાકાતની કેટલીક તસવીરો પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તેઓ યુવા ખેલાડીનો હાથ પકડીને દેખાઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે વૈભવને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી હતી.

એક્સ પર યુવા બેટ્સમેન સાથેની તસવીરો શેર કરતાં વડાપ્રધાન મોદીએ કેપ્શનમાં લખ્યું છે, “પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત થઈ. તેની ક્રિકેટ કૌશલ્યની આખા દેશમાં પ્રશંસા થઈ રહી છે! તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી તરફથી શુભકામનાઓ.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વૈભવની આ મુલાકાત દરમિયાન તેના પિતા સંજીવ સૂર્યવંશી પણ ઉપસ્થિત હતા. એ વાત સૌ જાણે છે કે, વૈભવ આજે જે કંઈ છે તેની પાછળ તેના પિતાની સખત મહેનત તથા પ્રયાસોનો મોટો ફાળો છે. વૈભવે પોતે જાહેરમાં ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કરેલો છે.

14 વર્ષના વૈભવે આ વખતે રાજસ્થાન રોયલ્સ વતી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વૈભવે ગુજરાત ટાઈટન્સ (જીટી) સામે આક્રમક બેટિંગ કરીને તબાહી મચાવી હતી. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત સામેની મેચમાં 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી, જે ભારતનો સૌથી ફાસ્ટ સેન્ચુરી ફટકાનાર બેટરનો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ આઈપીએલની વર્તમાન સિઝનમાં કુલ સાત મેચ રમ્યો છે, જેમાં 252 રન બનાવ્યા હતા. એવરેજ 36.00થી બેટિંગ કરી છે, જ્યારે સ્ટ્રાઈક રેટ 206.55ની સ્ટ્રાઈક રહી હતી. કુલ 122 બોલમાં 18 ચોગ્ગા અને 24 સિક્સર ફટકારી હતી.

ગુજરાતમાં મેઘમહેર સાથે પવનના ઝોકા, હવામાન વિભાગે જારી કરી ચેતવણી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ અણધાર્યો વરસાદ અને ઝડપી પવનનો પ્રકોપ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે (30 મે, 2025) રાજ્યના અનેક જિલ્લાઓમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે, રવિવારથી વરસાદની સંભાવના ઘટી જશે. આ અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં શુક્રવારે (30 મે) 50થી 60 કિલોમીટર પ્રતિ ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, રવિવારથી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. બીજી બાજુ વહેલા વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાન થતાં મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આંબાવાડીઓમાં મધીયાનો રોગ લગતા કેરીનો પાક પણ નિષ્ફળ જતા ત્રણેય બાજુ ખેતીવાડીમાં નુકસાનથી જગતના તાત ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો છે.

ગુરુવારે રાજ્યના 35 તાલુકાઓમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો, જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો. ભરૂચના ઝઘડિયા, હાંસોટ, વારિયા, તાપીના સોનગઢ, વડોદરાના કરજણ અને મહેસાણાના સતલાસણા જેવા વિસ્તારોમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 મેના રોજ સાંજે 05 :30 સુધી બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં મધ્યમ વરસાદની આગાહી છે. પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરમાં હળવો વરસાદ થશે, જ્યારે અમરેલીમાં છૂટાછવાયા ધીમા વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં, 31 મેના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે.

સુરતમાં મુસ્લિમ લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, દુલ્હન બનીને કરતી હતી ઠગાઈ

સુરતમાં હિન્દુ અને ખાસ કરીને પટેલ સમાજમાં લૂંટેરી દુલ્હનના કેસ અવારનવાર જોવા મળતાં હતાં. ત્યારે હવે મુસ્લિમ સમાજમાં પણ લગ્નોત્સુક યુવકને ફસાવી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. અઠવા પોલીસે લૂંટેરી દુલ્હન અને ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકીની એક યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા. પિતા ન હોવાનું કહીને દુલ્હનના માતાએ એક લાખ રૂપિયા પણ માંગ્યા હતા. લગ્નના બીજા જ દિવસે બહાનું કાઢી માતા સાથે ભાગી ગઈ હતા. પતિ સાથે રહેવાનું અને આપેલા એક લાખ રૂપિયા આપવાની ના પાડતા યુવકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે મુસ્લિમ મહિલાઓની ટોળકીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે, અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદના વેજલપુરમાં રહેતા યોહાન ખાન પઠાણે થોડા દિવસો અગાઉ અઠવામાં લગ્ન કર્યા હતાં. લગ્ન કર્યાની રાતે જ દુલ્હન અને તેની માતા તથા એજન્ટ રાતે જ એક લાખ લઈને આવી ગયા હતાં. ત્યારબાદ ફોન પર વાત કરવામાં રેપના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફોન નંબર બ્લોક કરી દીધા હતાં. ત્યારબાદ દુલ્હાના પરિવારજનો સુરત આવ્યા હતાં. ત્યારે ખબર પડી કે, જરીના ખાતુન નામની મહિલા તથા હીના ઉર્ફે નરગીસબાનુએ વાત કરી હતી.

એજન્ટ મારફતે સંપર્ક થયો હતો
હીના એજન્ટ મારફતે કામ કરતી હતી. અમદાવાદના એજન્ટે કહ્યું કે, અમારે ત્યાં છોકરો છો. આમ એજન્ટ મારફતે મુસ્કાન અને સાહિસ્તાબાનુ નામની બે છોકરી છે. સનાને દુલ્હનના રૂપે તૈયાર કરી. જરીનાખાતુન દુલ્હનની મા બની અને હીના બન્ને પાર્ટી વાત કરાવનાર બની. આમ પાંચેયે મળીને લગ્ન કરાવ્યા હતાં. જ્યારે સનાના માતા-પિતાને ખબર પણ નથી. જ્યારે રિક્ષાચાલકે લગ્ન કરાવ્યા હતાં. બાદમાં રાતે જ અમદાવાદથી આવી ગયા હતાં. જ્યારે દુલ્હાએ રૂપિયા પરત માગતા ધમકી આપવામાં આવી હતી. પાંચેય આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે હાથ ધરી તપાસ
હીના અમદાવાદના એજન્ટને ઓળખતી હતી. એજન્ટે બાદમાં તેને કહ્યું તો અમદાવાદના એજન્ટે અહિં સંપર્ક કરીને સમગ્ર પ્લાન કરીને લગ્ન કરીને ફસાવવાનો સમગ્ર કારસો રચયો હતો. એક લાખમાંથી દુલ્હનની ફ્રેન્ડને નોમિનલ અને દુલ્હન તથા એજન્ટને રૂપિયા મળવાના હતાં. જરીનાખાતુન પોતે મેરેજ બ્યુરો ચલાવતી હોવાનું કહ્યું છે. અગાઉ પણ આ રીતે લગ્ન કરાવ્યા હોવાનું કહી રહી છે. લગ્નમાં કાજી કોણ હતાં. નિકાહ કોણે પઢાવ્યા તેની વિગતો મેળવવામાં આવી રહી છે.

અંકિતા ભંડારીના હત્યારાઓને આજીવન કેદની સજા, કોર્ટે આપ્યો ચુકાદો

0

વર્ષ 2022માં ઉત્તરાખંડના પૌરી જીલ્લામાં 19 વર્ષીય યુવતી અંકિતા ભંડારીની હત્યા કેસમાં કોર્ટે ત્રણ દોષિતો આજીવન કેદની સજા ફટકારી છે. કોટદ્વારની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ રીના નેગીએ દોષિત પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને ઠેરવ્યા બાદ સજા ફટકારી હતી. કોર્ટે આ કેસમાં 2 વર્ષ, 8 મહિના અને 12 દિવસ પછી અંકિતાને ન્યાય આપ્યો છે.

કોર્ટે ત્રણેય આરોપીઓ પર 72,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે રાજ્ય સરકારની વળતર યોજના હેઠળ પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે.

આ કેસની સુનાવણી કુલ બે વર્ષ અને આઠ મહિના સુધી ચાલી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટ સમક્ષ પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ દ્વારા 47 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરવામાં આવી હતી, જેણે 500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કલમો હેઠળ સજા:
કોર્ટે પુલકિત આર્યને કલમ 302 IPC હેઠળ આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, તેને કલમ 201 IPC હેઠળ 5 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ, કલમ 354A IPC હેઠળ 2 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ અને ITPA એક્ટની કલમ 3(1)D હેઠળ 5 વર્ષની સખત કેદ અને 2,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમ, પુલકિત આર્યને કુલ 72,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને કલમ 302 IPC હેઠળ આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ, કલમ 201 IPC હેઠળ 5 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ અને ITPA એક્ટની કલમ 3(1)D હેઠળ 5 વર્ષની સખત કેદ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું છે મામલો?
19 વર્ષીય અંકિતા ભંડારી ઉત્તરાખંડના પૌરી જિલ્લાની રેહવાસી હતી, તે યમકેશ્વરમાં આવેલા વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. 18 સપ્ટેમ્બર 2022 ના રોજ અંકિતા રિસોર્ટમાંથી અચાનક ગુમ થઈ ગઈ અને તેનો મૃતદેહ 24 સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ નજીક ચિલ્લા નહેરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બનતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘણા શહેરોમાં લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતાં.

રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ તેના બે સાથીઓ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સાથે મળીને અંકિતાની હત્યા કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. હવે ત્રણેય આ કેસમાં દોષિત ઠર્યા છે.