Home Blog Page 422

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા. જેથી એક્ટિવ કેસોની સંખ્યા 1109 પર પહોંચી છે. હાલ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 106 જેટલા દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.

ભારત કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જ્યારે કોરોનાથી ભારતનું કેરળ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે. જ્યાં 1957 સક્રિય કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ નોંધાયા. કેરળ સરકારે લક્ષણો ધરાવતા લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કર્યા છે. મહારાષ્ટ્રમાં XFG વેરિયન્ટના 89 કેસ સાથે નોંધાયા છે. જે વધું ચિંતાજનક સ્થિતિ બતાવે છે. આ ઉપરાંત તમિલનાડુમાં XFG 16 કેસ, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ પોઝીટિવ કેસની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું છે XFG વેરિયન્ટ?
XFG એ ઓમિક્રોનનું રિકોમ્બિનન્ટ ઉપ-વેરિયન્ટ છે, જેનો પહેલો કેસ કેનેડામાં નોંધાયું. લેન્સેટ જર્નલ અનુસાર, XFGમાં ચાર મુખ્ય સ્પાઈક પ્રોટીન મ્યુટેશન છે, જે તેને વધુ સંક્રામક બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ વેક્સિન-પ્રેરિત ઈમ્યુનિટીને પણ માત આપી શકવામાં સક્ષમ છે. જણાવી દઈએ કે, મે 2025માં XFG વેરિયન્ટના 159 કેસ નોંધાયા, જ્યારે એપ્રિલ અને જૂનમાં બે-બે કેસ મળ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી, પરંતુ 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી 65 દર્દીઓના મોત થયા છે. આંકડાકીય માહિતી પ્રમાણે એક અઠવાડિયામાં 50 મોત અને 3,000 નવા કેસ નોંધાયા, જે દર્શાવે છે કે વાયરસ હજુ સક્રિય છે.

INSACOG દ્વારા જીનોમ સિક્વન્સિંગ દ્વારા વેરિયન્ટ્સનું નિરીક્ષણ ચાલુ છે. વેક્સિનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે, અને બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે લોકોને અપિલ કરવામાં આવી રહી છે, કે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા જાળવવા, બૂસ્ટર ડોઝ લેવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

QRSAM એ શા માટે ખાસ છે? ભારતીય સેના માટે આવશે નવી એડવાન્સ એર ડિફેન્સ ટેક્નોલોજી

0

ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે, ત્યારે હવે ભારતીય સેનાની તાકાતમાં વધુ વધારો થવાનો છે. ભારતીય સેનાને 30,000 કરોડ રૂપિયાની કિંમતની ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ (QRSAM) મળશે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલય દેશની પશ્ચિમ અને ઉત્તરીય સરહદો પર તૈનાત કરવા માટે QRSAM ની ત્રણ રેજિમેન્ટ ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન આકાશ તીર ડિફેન્સ સિસ્ટમ હીરો બની ગઈ
તમને જણાવી દઈએ કે 7 થી 10 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલી ચીની મિસાઇલો અને ઇઝરાયેલી ડ્રોન સિસ્ટમને આકાશ તીર મિસાઇલ સિસ્ટમ, S-400 સિસ્ટમ, આયર્ન ડ્રોન સિસ્ટમ દ્વારા આકાશમાં નાશ કરવામાં આવી હતી. આકાશ તીર એક સ્વદેશી કૃત્રિમ બુદ્ધિમત્તા-સંચાલિત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જેનું કામ નીચલા સ્તરના હવાઈ ક્ષેત્રનું નિરીક્ષણ કરવાનું અને જમીન પર તૈનાત હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીને નિયંત્રિત કરવાનું છે. હવે ભારતીય સેનાને ટૂંક સમયમાં 30 હજાર કરોડ રૂપિયાની QRSAM હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ મળવા જઈ રહી છે.

ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત જોવા મળી
22મી એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે છઠ્ઠી અને સાતમમી મેની રાત્રે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યાર બાદ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ તેમને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા. ભારતીય સેનાની L-70 અને Zu-23 ગન, તેમજ વાયુસેનાની સ્પાઇડર અને S-400 સુદર્શન સિસ્ટમોએ મળીને આ હુમલાઓને અટકાવ્યા.

૧૦ જૂન, ૨૦૨૫ / આ રાશિ માટે મંગળવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખ માં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રાેકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી- ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ-

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનું ‌િમલન શકય બને. રોમાંસ નાે અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ-

આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઈ-બહેનો થી ‌િચંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.

કર્કઃ-

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુ‌ના રોકાણો ફળદાયી ની વડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાસની પ્રગ‌િત થી આનંદ. સ્નાયુ ના દુઃખાવા, જ્ઞાનતંતુ ની સમસ્યા થી સાચવવું

સિહઃ-

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ નવા રોકાણો ફાયદાકારક ની વડતા જણાય. માતૃપક્ષ તરફ થી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ-

આવક વધતી જણાય. પરિવાર ના સભ્યો ની ‌ચિંતા દૂર થતી જણાય. પરિવારર માં સ્નેહ નું વાતારણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ-

માન સન્માનનો વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઈસક્રીમ, ઠંડાપીણા ના વ્યાપાર માં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવાર ના સભ્યોની પ્રગતિ શકય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભાવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ-

સંગીત પ્રત્યેનાે પ્રેમ તથા વિજાતિય વ્યકિત તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યાેતિષિ, મેનેજર જેવા વ્યવસાય માં વિશેષ લાભ. પેટના રોગાેથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવન માં સ્નેહ વધે.

ધનઃ-

સેવાકીય પ્રવૃત્તિ કારણે યશ, પતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નો નું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શકય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ-

મિત્રાેથી લાભ. જુના ‌િંમત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભફળદાયી ની વડે લક્ષ્મી ની વખત સર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગો થી સાચવવું.

કુંભઃ-

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધા ની શરૂઆત શકય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય.માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ વિવાદ ટાળવો.

મીનઃ-

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે આેછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ના બહાને રૂ. 16 લાખની ઠગાઈ, 3 આરોપી ઝડપાયા

ટેક્નોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. એવામાં સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાયબર ક્રાઈમ હેઠળ ગુનેગારો વિવિધ ગુનાઈત પ્રવૃત્તિઓ જેવી કે ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ દ્વારા સામાન્ય નાગરિકોના લાખો રૂપિયા ખંખેરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધને દિલ્હી પોલીસની ખોટી ઓળખ આપી વીડિયો કોલ કરીને મની લોન્ડરિંગના કેસની ધમકી આપીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. તેમની પાસેથી 16 લાખથી વધુ રૂપિયાની ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલ આ મામલે પોલીસે ભાવનગરના ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલ પ્લેયર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.

જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, સુરતમાં રહેતા એક વૃદ્ધને વીડિયો કોલ કરીને દિલ્હી પોલીસની ઓળખ આપીને 2.50 કરોડ રૂપિયાના મની લોન્ડરિગનો કેસ થયાનું કહીને બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત તેમના બેંક માંથી એફ.ડી. તોડાવીને 16 લાખ 65 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ વૃદ્ધે તેમની દિકરીને કરી હતી. ત્યારબાદ તેમણે આ મામલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવી હતી. પોલીસે બેંક ડિટેલના આધારે તપાસ કરતા ભાવનગરમાં રહેતા 22 વર્ષીય ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલ પ્લેયર પરમવીરસિંહ, 38 વર્ષીય રાજુ પરમાર અને ક્રિષ્ના કુમાર ઝડપી પાડ્યા છે. આરોપીના બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતા સામે આવ્યું છે, તેમની સામે 18 રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે.

આરોપીએ સાયબર ક્રાઈમ, CBI અધિકારી, કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારીનો સ્વાંગ રચી લોકોને વીડિયો અથવા ઓડિયો કોલ કરતા હતા. જેમાં તે કહેતા કે, તમે કોઈ પાર્સલ વિદેશ મોકલ્યું છે અથવા વિદેશથી આવ્યું છે, જેમાં ગેરકાયદે માલસામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનારને સ્કાઇપ અથવા અન્ય વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર હાજર રહેવા મજબૂર કરી તેઓને પોતાના ઘરમાં ડિજિટલી અરેસ્ટ કરીને સમાધાન અને કેસ બંધ કરવા માટે પૈસાની માંગ કરતા હતા. આવા કિસ્સાઓમાં ભોગ બનનાર લોકો ગભરાઈને કેસ પતાવવાનો પ્રયાસ કરે છે અને નાણા ચૂકવે છે.

સુરતમાં પોલીસથી બચવા તાપી નદીમાં કૂદેલો આરોપી ટાપુ પર છુપાયો, ડ્રોનથી ઝડપાયો

સુરત શહેરમાં એક ચોરીના આરોપી સામે પોલીસનો શિકંજો એટલો બેગ વિસારતો થયો કે આરોપીએ પોલીસથી બચવા તાપી નદીમાં કૂદકો મારી દીધો. આરોપી તાપી નદીના એક નાનકડા ટાપુ પર જઈ છૂપાઈ ગયો હતો. જોકે, પોલીસ પણ જડબાંધ પ્રણાળીથી કામ કરતી રહી. તેઓએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં આરોપીને ડ્રોનની મદદથી શોધી કાઢ્યો અને ઝડપ્યો.

આ ઘટના અમરોલી વિસ્તારની છે, જ્યાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના આરોપી મુકેશ ઉર્ફે લાલુ વિશે પુષ્ટિ કરવામાં આવી હતી કે તે સિંગણપુર રોડ કોઝવે પાસે હશે. પોલીસે તરત જ ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મુકેશને પકડવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસે તેને રોકવા જતા આરોપીએ બાઇક છોડીને તાપી નદીમાં કૂદકો મારી દીધો.

આરોપીને પકડવા માટે પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ. નદીના જળપ્રવાહ અને આસપાસના ઝાડ-ઝાંખરોમાં શોધખોળ શરૂ થઈ. પરંતુ આખરે ડ્રોન કેમેરાની મદદથી આરોપી એક ટાપુ પર છૂપાયેલો હોવાનું સ્પષ્ટ થયું. જ્યા સુધી પોલીસ પહોંચે, ત્યાં સુધી આરોપી પોતાનો શ્વાસ થંભાવી ગયો હતો.

આ સમગ્ર ઓપરેશનમાં ટેક્નોલોજી અને ઝડપી કાર્યવાહી દ્વારા સુરત પોલીસે ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી લીધો. આ ઘટના શહેરના પોલીસ વિભાગ માટે એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તેમાં પરંપરાગત પેટ્રોલિંગ ઉપરાંત આધુનિક સાધનોનો પણ સફળ ઉપયોગ થયો.

ભારતમાં પહેલી વાર સ્વદેશી ટેક્નિકથી ડૉગીના થાપાનું ટ્રાન્સપ્લાન્ટ થયું

0

ભારતમાં પશુચિકિત્સા ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે. ભારતીય પશુચિકિત્સા અનુસંધાન સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. રોહિત કુમાર અને તેમની ટીમે મળીને દેશમાં પહેલી વખત એક કૂતરાની હિપના ટ્રાન્સપ્લાન્ટ માટે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સફળ સર્જરી કરી છે. અત્યાર સુધી આવા કેસમાં વિદેશી ટેક્નોલોજી અને ઉપકરણો પર આધાર રાખવો પડતો હતો, જેને કારણે ખર્ચ પણ ખૂબ જ ઊંચો આવતો હતો.

આर्टિફિશિયલ હિપની જરૂર પડે તેવા પાળતુ પ્રાણીઓ માટે પહેલાં વિદેશથી ઇમ્પોર્ટ કરેલી ડિવાઈસિસનો ઉપયોગ થતો હતો, જેના કારણે દર્દીનાં માલિકોને લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ સહન કરવો પડતો. પરંતુ હવે ભારતે પોતાનું સ્વદેશી વિકલ્પ ઊભું કર્યું છે, જે માત્ર ખર્ચ ઘટાડશે નહીં પણ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવશે.

અનુસંધાન સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. રોહિત અને તેમની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી આ ટેક્નોલોજી વિકસાવવા માટે અભ્યાસમાં જોડાયેલી હતી. તેમણે ખાસ કરીને ભારતીય નસલના ડૉગીને અનુકૂળ રહે એવી “સિમેન્ટેડ ટેક્નિક” અપનાવી છે. આ પદ્ધતિ અંતર્ગત બનાવવામાં આવેલા કૃત્રિમ હિપ ઉપરાંત સર્જરીમાં ઉપયોગી બીજાં ઉપકરણો પણ સ્વદેશી સ્તરે વિકસાવવામાં આવ્યા છે.

આ સર્જરી પૂર્ણપણે સફળ રહી છે અને કૂતરો હવે સામાન્ય રીતે ચાલી શકે છે. આ નાનકડું પગલુ હોય તેમ લાગે, પણ દેશની વેટરનરી સાઇન્સમાં આ એક મોટી કૂદક વાચકોની સંખ્યા ગણાય. હવે અપેક્ષા રાખી શકાય કે આવનારા સમયમાં આ પ્રકારના ઉપચાર વધુ પાળતુ પ્રાણીઓ માટે ઉપલબ્ધ થશે એ પણ ઓછા ખર્ચે અને ઊંચી ગુણવત્તા સાથે.

સાવધાન! સાલ્મોનેલાની અસરથી અમેરિકામાં ઈંડા ખાધા બાદ 80 લોકો બીમાર

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં અલગ અલગ ખાદ્ય પદાર્થો મારફતે ફેલાઈ રહેલા સાલ્મોનેલા બેક્ટેરિયાને કારણે ખળભળાટ મચી ગયો છે. કાકડી, ડુંગળી અને ટામેટાં પછી ઈંડામાં સાલ્મોનેલા બેક્ટેરિયાની હાજરીની જાણ થઇ છે. ચેપગ્રસ્ત ઈંડા ખાવાથી યુએસના સાત રાજ્યોમાં લગભગ 80 લોકો બીમાર પડ્યા છે, જેમાંથી કેટલાક કેસ ગંભીર છે. 21 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. યુએસમાં ફૂડ સેફટી સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

ઈંડા પાછા ખેંચવામાં આવ્યા:
ઈંડામાં સાલ્મોનેલાના બેક્ટેરિયા મળી આવ્યા બાદ, કેલિફોર્નિયાની ઓગસ્ટ એગ કંપનીએ દેશભરમાં સપ્લાય કરેલા લગભગ 17 લાખ ઈંડા પાછા મંગાવ્યા છે. સરકારી એજન્સીઓએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. સરકારે લોકોને સલાહ આપી છે કે તેઓ ચેપગ્રસ્ત ઈંડા ફેંકી દે અથવા સ્ટોરમાં પાછા આપે, જ્યાંથી કંપની ઈંડાને ટેસ્ટીંગ માટે મોકલાશે.

સરકારી એજન્સીઓએ લોકોને ચેપના ફેલાવાને રોકવા માટે હાથ સારી રીતે ધોવાની અપીલ કરી છે. ઈંડા ખાધા પછી ડિહાઇડ્રેશન અથવા તાવ જેવા ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ(CDC)એ અહેવાલમાં જાણવા મળ્યું છે કે એરિઝોના, કેલિફોર્નિયા, ઇલિનોઇસ, ઇન્ડિયાના, નેબ્રાસ્કા, ન્યુ મેક્સિકો, નેવાડા, વોશિંગ્ટન અને વ્યોમિંગમાં 80 લોકો બીમાર પડ્યા હતા. બધા એક જ ઇંડા બ્રાન્ડ દ્વારા સાથે જોડાયેલા છે.

અમેરિકામાં લોસ એન્જલસમાં હિંસા પર ટ્રમ્પનો ફાટકો: ‘માસ્ક પહેરેલા લોકોને ઝડપો’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદા અમલીકરણ અધિકારીઓને માસ્ક પહેરેલા વિરોધીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ઇમિગ્રેશન કાર્યવાહી સામે મોટા પાયે પ્રદર્શનો વચ્ચે લોસ એન્જલસમાં તણાવ વધી ગયો છે. ઘણી જગ્યાએ આગચંપી અને હિંસા પણ થઈ છે. યુએસ પ્રમુખે તેમના સોશિયલ ટ્રુથ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું, “ફેસ માસ્ક પહેરેલા લોકોને તાત્કાલિક ધરપકડ કરો.” ટ્રમ્પે કહ્યું કે “હવેથી, વિરોધ પ્રદર્શનોમાં માસ્ક પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં” જોકે તે સ્પષ્ટ નથી કે ફેડરલ સરકાર પાસે આવો આદેશ જારી કરવાનો અધિકાર છે કે નહીં. વિરોધીઓ ચહેરાની ઓળખ ટાળવા અને પોલીસ હથિયારોમાંથી નીકળતા ધુમાડાથી પોતાને બચાવવા માટે માસ્ક પહેરી રહ્યા છે.

ટ્રમ્પના આદેશનો વિરોધ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર, ઇમિગ્રેશન અધિકારીઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવા અને તેમને અમેરિકાની બહાર મોકલવા માટે દરોડા પાડી રહ્યા છે. ટ્રમ્પના આ આદેશ સામે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે અને લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. માનવાધિકાર કાર્યકરોનું કહેવું છે કે અમેરિકામાં કાયદેસર રીતે રહેતા લોકોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે અને સમાજમાં વિભાજન બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા
રવિવારે, રાજ્ય સરકારના વાંધાઓ છતાં, ટ્રમ્પે લોસ એન્જલસના રસ્તાઓ પર 2000 સૈનિકો (નેશનલ ગાર્ડ) તૈનાત કરવાનો આદેશ જારી કર્યો. ટ્રમ્પના આ નિર્ણયનો સમગ્ર લોસ એન્જલસમાં વિરોધ થઈ રહ્યો છે. લોસ એન્જલસ કેલિફોર્નિયામાં એક શહેર છે અને રાજ્યના ગવર્નર ગેવિન ન્યુસોમે કહ્યું છે કે તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડની તૈનાતી રદ કરવા માટે ઔપચારિક વિનંતી કરી છે. ન્યુસોમે સૈનિકોની તૈનાતીને રાજ્યના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ટ્રમ્પે ચેતવણી આપી
દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે લોસ એન્જલસમાં પ્રદર્શનકારીઓને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો પ્રદર્શનકારીઓ પોલીસ અધિકારીઓ અથવા સૈનિકો પર થૂંકશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે લોસ એન્જલસ ગેરકાયદેસર એલિયન્સ અને ગુનેગારો દ્વારા આક્રમણ અને કબજો કરવામાં આવ્યો છે. હિંસક, બળવાખોર ટોળા અમારા ફેડરલ એજન્ટો પર હુમલો કરી રહ્યા છે અને અમારા દેશનિકાલ અભિયાનોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ અસ્તવ્યસ્ત રમખાણો અમારા સંકલ્પને મજબૂત બનાવે છે.

મહાસાગરમાં જહાજમાં ભીષણ આગ: 18 ક્રૂ સભ્યો બચાવાયા, 20 કન્ટેનર દરિયામાં પડ્યાં

0

સોમવારે સવારે કેરળના દરિયાકાંઠે સિંગાપોરના ધ્વજવંદન કન્ટેનર જહાજમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ભારતીય નૌકાદળ તરફથી કટોકટીની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કુલ 22 ક્રૂ સભ્યોમાંથી 18 જહાજ છોડીને ભાગી ગયા હતા અને નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત પ્રયાસો દ્વારા તેમને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. તાત્કાલિક કોઈ ઈજાના અહેવાલ નથી અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

ડેક નીચે વિસ્ફોટ

કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, ડેક નીચે વિસ્ફોટ થયો છે. 4 ક્રૂ મેમ્બર્સ ગુમ થયાના અહેવાલ છે અને 5 ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા છે. જહાજ કન્ટેનરાઇઝ્ડ કાર્ગો લઈ જઈ રહ્યું હતું જેમાં કુલ 22 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ફરજ પરના CGDO ને મૂલ્યાંકન માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ન્યુ મેંગલોરથી ICGS રાજદૂત, કોચીથી ICGS અર્ણવેશ અને અગાટ્ટીથી ICGS સચેતને સહાય માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ ઘટનામાં કોલંબોથી મુંબઈ જઈ રહેલા 270 મીટર લાંબા કન્ટેનર જહાજ એમવી વાન હૈ 503નો સમાવેશ થાય છે. આ જહાજ 7 જૂને શ્રીલંકાના બંદરેથી રવાના થયું હતું અને 10 જૂને મુંબઈ પહોંચવાની ધારણા હતી. સવારે 10.30 વાગ્યે, મુંબઈમાં તેના સમકક્ષ દ્વારા કોચીમાં મેરીટાઇમ ઓપરેશન્સ સેન્ટર (એમઓસી) ને અંડરડેકમાં આગ લાગવાની જાણ કરવામાં આવી હતી.

પશ્ચિમી નૌકાદળ કમાન્ડે મુશ્કેલીમાં મુકાયેલા જહાજને મદદ કરવા માટે INS સુરત, જે કોચીમાં ડોક કરવાનું હતું, તેને ડાયવર્ટ કર્યું. સંરક્ષણ પીઆરઓ સૂત્રોએ પુષ્ટિ આપી કે નૌકાદળના જહાજનો માર્ગ સવારે લગભગ 11 વાગ્યે બદલાયો હતો.

અંજલિની અંતિમ ઇન્સ્ટા સ્ટોરીએ ચોંકાવ્યા બધાને, સુરતમાં મૉડેલે આપી જીવનલીલા સમાપ્ત

0

દેશના કાપડ અને હીરા શહેર તરીકે પ્રખ્યાત સુરત શહેરમાં આત્મહત્યાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર શહેરમાં એક મોડેલ દ્વારા આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગભગ એક મહિના પહેલા સારોલી વિસ્તારમાં એક મોડેલે આત્મહત્યા કરી હતી, જ્યારે હવે શહેરના નવસારી બજાર વિસ્તારમાં રહેતી બીજી એક મોડેલે ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માનસિક તણાવ કે પ્રેમ પ્રકરણને કારણે તેણીએ ફાંસી લગાવી હોવાની શંકા છે.

2 વર્ષ પહેલા સગાઈ, હવે આત્મહત્યા, શું છે આખો મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, નવસારી બજારમાં કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલી વરમોરા તેની માતા, ભાઈ અને એક બહેન સાથે રહેતી હતી. અંજલી અલગ અલગ કંપનીઓમાં મોડેલ તરીકે કામ કરતી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી અંજલી એક મોડેલિંગ એજન્સીમાં કામ કરતી હતી જેના માટે તે કામ માટે સુરત અને અમદાવાદ જતી હતી. અંજલીની 2 વર્ષ પહેલા સગાઈ પણ થઈ હતી. દરમિયાન, 7 જૂનના રોજ રાત્રે 2:30 વાગ્યે, અંજલીએ તેના રૂમમાં છતના પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસી લગાવી લીધી. પરિવારના સભ્યો દ્વારા વારંવાર ખખડાવવા છતાં દરવાજો ન ખુલતાં તેઓ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા. ત્યારબાદ અંજલી ફાંસીથી લટકતી હાલતમાં મળી આવી, જેના પછી પરિવાર શોકમાં ડૂબી ગયો.

આત્મહત્યા પહેલા પોસ્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
આત્મહત્યા કરતા પહેલા, અંજલિએ તેના ઇન્સ્ટાગ્રામ પર વિવિધ ભાવનાત્મક રીલ્સ પોસ્ટ કરી હતી. તેમાંથી એકમાં, તેણીએ લખ્યું હતું કે, “જો બધા ગયા હોત તો ઠીક હોત, પરંતુ જ્યારે પ્રિય વ્યક્તિ ગયો હોય છે, ત્યારે તે દુ:ખ છે.” બીજી પોસ્ટમાં, તેણીએ લખ્યું હતું કે, “આજે તેણે મને અહેસાસ કરાવ્યો કે હું તમારા માટે કંઈ નથી.”