Tuesday, Jun 17, 2025

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર

2 Min Read

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા. જેથી એક્ટિવ કેસોની સંખ્યા 1109 પર પહોંચી છે. હાલ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 106 જેટલા દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.

ભારત કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જ્યારે કોરોનાથી ભારતનું કેરળ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે. જ્યાં 1957 સક્રિય કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ નોંધાયા. કેરળ સરકારે લક્ષણો ધરાવતા લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કર્યા છે. મહારાષ્ટ્રમાં XFG વેરિયન્ટના 89 કેસ સાથે નોંધાયા છે. જે વધું ચિંતાજનક સ્થિતિ બતાવે છે. આ ઉપરાંત તમિલનાડુમાં XFG 16 કેસ, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ પોઝીટિવ કેસની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું છે XFG વેરિયન્ટ?
XFG એ ઓમિક્રોનનું રિકોમ્બિનન્ટ ઉપ-વેરિયન્ટ છે, જેનો પહેલો કેસ કેનેડામાં નોંધાયું. લેન્સેટ જર્નલ અનુસાર, XFGમાં ચાર મુખ્ય સ્પાઈક પ્રોટીન મ્યુટેશન છે, જે તેને વધુ સંક્રામક બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ વેક્સિન-પ્રેરિત ઈમ્યુનિટીને પણ માત આપી શકવામાં સક્ષમ છે. જણાવી દઈએ કે, મે 2025માં XFG વેરિયન્ટના 159 કેસ નોંધાયા, જ્યારે એપ્રિલ અને જૂનમાં બે-બે કેસ મળ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી, પરંતુ 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી 65 દર્દીઓના મોત થયા છે. આંકડાકીય માહિતી પ્રમાણે એક અઠવાડિયામાં 50 મોત અને 3,000 નવા કેસ નોંધાયા, જે દર્શાવે છે કે વાયરસ હજુ સક્રિય છે.

INSACOG દ્વારા જીનોમ સિક્વન્સિંગ દ્વારા વેરિયન્ટ્સનું નિરીક્ષણ ચાલુ છે. વેક્સિનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે, અને બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે લોકોને અપિલ કરવામાં આવી રહી છે, કે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા જાળવવા, બૂસ્ટર ડોઝ લેવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

Share This Article