Home Blog Page 417

વડાપ્રધાન મોદીના ૧૧ વર્ષ, દેશનો વિકાસ, ગરીબોની કાયાપલટ અને સર્વાંગી વિકસિત ભારત તરફનું પ્રયાણ- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

0
  • ગરીબ, યુવાઓ, ખેડૂતો અને નારી શક્તિના વિકાસનો મૂળભૂત ધ્યેયને પગલે આ તમામને વિકસાવવાના અવનવા માર્ગો મળ્યા, આજની શિ‌િક્ષત મહિલા હવે સેનાથી શરૂ કરીને કોર્પોરેટ હાઉસનું સુકાન સંભાળવા સક્ષમ છે, આ પરિવર્તન એ જ વડાપ્રધાન મોદીના ૧૧ વર્ષના શાસનની દેન છે
  • યુવા પેઢીને નવી પાંખ, વેપાર, ઉદ્યોગને વિકસાવવા ખુલ્લુ આકાશ, નવી અને અદ્યતન ટેક્નોલોજીનો અમલ; નવી અને નવા વિષયો સાથેની યુનિવર્સિટીની સ્થાપનાઓ, શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર એક દાયકામાં કરેલા કાર્યો અને નિર્ણયોની અસરો હવે અનુભવવા મળશે
  • વડાપ્રધાન મોદી ગરીબીને જીવ્યા છે, તેઓ છેવાડાના ગરીબથી શરૂ કરીને ખેડૂત અને ટોચના ઉદ્યોગ માંધાતાથી પરિચિત છે અને એટલે જ વિતેલા ૧૧ વર્ષમાં દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ, શ્રમજીવીઓ અને મધ્યમવર્ગીઓ હંમેશા તેમના સપનાના એજન્ડામાં રહ્યા છે
  • ફોરેન્સિક સાયન્સ, રેલ્વે, રક્ષા, મેડિકલ જેવી અનેક યુનિવર્સિટીઓની સ્થાપના કરવા સાથે શિક્ષણજગતમાં ટોચની ગણાતી IIM, IIT જેવી સંસ્થાઓ ઊભી કરી નવી પેઢીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉભરવા માટે તકો ઉભી કરી અને આ સંસ્થાઓના કારણે જ ૨૦૪૭માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનુ સાકાર કરી શકાશે
  • ગરીબોને પોતીકુ મકાન, ગરીબોને નિઃશુલ્ક અનાજ, યુવાઓને રોજગારી, ગામડાંના પરિવારોને માળખાગત સુવિધાઓ, રોડ-રસ્તા, પાણી, સ્કુલ હંમેશા પ્રાથમિકતા રહ્યા છે

2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તાનું સુકાન સોંપ્યું હતું. 26 મે, 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા પછી નરેન્દ્ર મોદીએ સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરી અને અમલમાં મૂકી. આજે સરકારની તમામ પ્રમુખ યોજનાઓ ગરીબોના જીવનમાં બદલાવ લાવી છે અને તેમના નેતૃત્વમાં ભારત આર્થિક અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. 26 મે, 2025ના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. મોદી સરકારના આ સફળ 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે.
ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઉદ્યોગ-વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં વિકાસની લાંબી છલાંગ લગાવી રહ્યું છે. ગુજરાત પોતાના સપૂત અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા માટે તત્પર છે.

મને યાદ છે કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ‘દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ નો મંત્ર આપ્યો હતો. પરિણામે, વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની જવાબદારી ખૂબ વધી જાય છે.

ગરીબ કલ્યાણ માટે સમર્પિત ગુજરાત સરકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં ગામડાઓ, ગરીબો અને ખેડૂતોની ચિંતા કરી છે. હકીકતમાં, મોદીએ ગરીબીને જીવી છે, એટલે જ તેઓ ગરીબોના દુઃખ અને પીડાને વધુ સારી રીતે સમજે છે અને તેને દૂર કરવા માટે તેઓ એવી યોજનાઓ અમલમાં મૂકે છે જે ગરીબોને તેમની ગરીબીમાંથી બહાર કાઢવા માટે કારગર નીવડે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ, મોદી સરકારના છેલ્લા 10 વર્ષોના કાર્યકાળમાં દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
અમે ગુજરાતમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારની યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત સરકારે છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડીને તેમની જિંદગીમાં બદલાવ લાવવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનના દિશાનિર્દેશનમાં અમે ‘જ્ઞાન-GYAN’ (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી)ના વિકાસને પણ વિશેષ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનએ કહ્યું છે કે તેમના માટે દેશમાં ફક્ત ચાર જાતિઓ- ગરીબ, યુવા, ખેડૂતો અને નારી છે, અને તેઓ તેમના સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ હેઠળ ક્રમશઃ 8 લાખ 98 હજાર અને 5 લાખ 77 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 3.65 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે રાજ્યના 68.68 લાખ ખેડૂત કુટુંબોને 6000ની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવી રહી છે. રાજ્યમાં 48,60,046થી વધુ શૌચાલયોનું નિર્માણ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ 4,79,141 શેરી વિક્રેતાઓને લોન સુવિધા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 43 લાખથી વધુ નિઃશુલ્ક એલપીજી ગેસ કનેક્શન, પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ 1,92,98,001 લોકોના બેંક અકાઉન્ટ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 1,51,84,855 ખાતાઓમાં 1,29,407 કરોડની લોન, પીએમ સૂર્યઘર યોજના હેઠળ 3.55 લાખ સોલાર રૂફટોપ પેનલની સ્થાપના, આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત ગુજરાતના 70 ટકા નાગરિકો એટલે કે 4.80 કરોડથી વધુ લોકોનું આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ રજિસ્ટ્રેશન  અને 10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોના સંચાલન સાથે ગુજરાત પોતાના સાડા છ કરોડ નાગરિકોને વિવિધ યોજનાઓના લાભ પ્રદાન કરીને તેમના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુવાનોના સપનાઓને
આપી નવી પાંખ

યુવા વર્ગ ભારતની સૌથી મોટી તાકાત છે અને ભારત પોતાના આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો મોટો લાભ મેળવવા માટે સજ્જ છે. મોદીના શાસનમાં દેશના યુવા વર્ગને તે તમામ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે તેમના સપનાઓને નવી પાંખો આપી રહી છે.
ગુજરાતે યુવાશક્તિની ક્ષમતાઓને ઓળખીને અનેક કાર્યક્રમો અમલી બનાવ્યા છે. શિક્ષણથી લઇને નવા ઉદ્યોગોની સ્થાપના અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત સરકારનું પ્રદર્શન ઘણું નોંધપાત્ર રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU), રક્ષા શક્તિ યુનિવર્સિટી (RSU) અને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી જેવી સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ કાર્યરત છે. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં GFSU અને RSUને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો આપ્યો છે, અને તે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે જાણીતી બની છે. આ ઉપરાંત, ગત 11 વર્ષોમાં ગુજરાતમાં 22 નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે અને રાજ્યના વિદ્યાર્થીઓ માટે 4300 નવી મેડિકલ સીટ્સ ઉપલબ્ધ થઈ છે.
અમે રાજ્યના યુવાનોને રોજગારીની વ્યાપક તકો પ્રદાન કરવા માટે નવા અને ઉભરતા ક્ષેત્રોના ઉદ્યોગોની સ્થાપના પર વિશેષ ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રના બિઝનેસને આકર્ષિત કરવા માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનની રચના કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રની કેટલીક મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે આગળ આવી છે. તેના કારણે ગુજરાત ભારતના સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.
ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો એક નવો યુગ
વડાપ્રધાનના નેતૃત્વમાં 2014 પછી દેશમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો એક નવો યુગ શરૂ થયો છે. તેમની સરકાર છેલ્લા 11 વર્ષોમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે ભારતીય સંસ્કૃતિ, તેના વારસા અને પરંપરાઓને એક નવી ઉંચાઈ પર લઇ ગઈ છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણની સાથે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈનમાં મહાકાલ લોક પ્રોજેક્ટ થકી ભારતના આધ્યાત્મિક સ્થળોની કાયાપલટ થઈ છે. તેમણે ભારતના યોગ અને આયુર્વેદ જેવા પ્રાચીન વારસાને પણ વૈશ્વિક ફલક પર સ્થાપિત કરી દીધા છે.
ગુજરાત સરકાર પણ ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સોમનાથ, અંબાજી, પાવાગઢ, માધવપુર અને દ્વારકા જેવા મોટા અને પ્રમુખ યાત્રાધામોના વિકાસ ઉપરાંત નાના-નાના ધાર્મિક સ્થળોનો પણ શાનદાર વિકાસ કરી રહી છે.
વિકસિત ભારત-સશક્ત ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત @2047’ એટલે કે દેશની આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી નવતર પહેલો સાથે વિકસિત ભારતનો પાયો નાખ્યો છે. પરિણામ એ આવ્યું છે કે હવે ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ભારત 4 ટ્રિલિયન ડોલરથી વધુની જીડીપી સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદીઓ અને તેમના આકાઓને જડબાતોડ જવાબ આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે દેશ હવે કોઈપણ આતંકી હુમલાને સહન નહીં કરે, અને દરેક આતંકી હુમલાનો જવાબ સૈન્ય કાર્યવાહી દ્વારા આપવામાં આવશે. આ નવા ભારતના મજબૂત નેતૃત્વ અને બદલાયેલા મિજાજને પ્રતિબિંબિત કરે છે.
વડાપ્રધાનના પદચિન્હો પર આગળ વધતું ગુજરાત

ગુજરાતમાં અમારી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદચિહ્નો પર આગળ વધીને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે તત્પર છે. નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સરકારોના કાર્યકાળ દરમિયાન ગુજરાત સાથે થયેલા અન્યાયનો સ્વયં અનુભવ કર્યો છે, એટલે તેમણે ગુજરાતની તે તમામ ન્યાયોચિત માંગોને જ પૂરી નથી કરી, પરંતુ રાજ્યને અનેક ભેટ પણ આપી છે. મોદીજીએ વડાપ્રધાન પદની શપથ લીધાના 17 જ દિવસોમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે.
આ ઉપરાંત, વડાપ્રધાનએ ગુજરાતને ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને ભારતનું પ્રથમ આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA), સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, AIIMS-રાજકોટ, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ, તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટ, દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ઉત્પાદન યુનિટ, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, પીએમ મિત્ર પાર્ક, વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની ભેટ આપી છે.

માટેનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનના દિશાનિર્દેશનમાં અમે ‘જ્ઞાન-GYAN’ (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી)ના વિકાસને પણ વિશેષ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનએ કહ્યું છે કે તેમના માટે દેશમાં ફક્ત ચાર જાતિઓ- ગરીબ, યુવા, ખેડૂતો અને નારી છે, અને તેઓ તેમના સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે.

૯ જૂન, ૨૦૨૫/ આજે આ રાશિ માટે સોમવારના દિવસે ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ:

અાજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. અાવકની પરિિસ્થતિ સુધરતી જણાશે. પરિવાર માં પણ અાત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભ

અાજનો દિવસ સંતોષ થી પસાર કરવો. અાવક માં ઘટાડો થતો જણાય. અારોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગો થી સાચવવું. ભાગ્ય નો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જૂના મિત્રો ની મુલાકાત શક્ય બને.

મિથુન

અાજે પણ અાર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવાર માં અાનંદ ઉત્સાહ નું વાતાવરણ રહે. રોકાણો નું વળતર મળતું જણાય. સંતાન ની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે.ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થય જળવાય.

કર્ક

અાર્થિક દૃષ્ટિ અે દિવસ સારો છે. લક્ષ્મી ની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે અાનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણો થી લાભ મળતો જણાય. અારોગ્ય નું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ

સ્વભાવ માં ઉગ્રતા રહે. અાર્થિક લાભ મળતો જણાય. પરિવાર ના તમામ સભ્યોની પ્રગતિથી અાનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળ તા અનુભવાય. તબિયત સંબંધી થોડી િચંતા રહે.

કન્યા

અાવક માં વધારો થતા મન પ્રફુલ્લિત રહે નાના ભાઇ-બહેનો ની પ્રગતિથી અાનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. અારોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા

પરોપકાર, હિંમત, છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રોનિક્સ, બુકસેલર ના ધંધા માં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. અાજે ભાગ્ય નો સાથ મળતો નથી અાથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિક

અાવક માં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. અારોગ્ય ની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુ નો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ વિવાદ ટાળવા ની સલાહ છે.

ધન

ધંધા માં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. અાર્થિક રીતે અાવક વધતાં માનસિક અશાંતિ અોછી થતી જણાય. મિત્રો તરફ થી લાભ મળે. અારોગ્ય સાચવવું. શરદી – કફ નો ઉપદ્વવ રહે. જુની અોળખાણ તાજી થતી જણાય.

મકર

અાર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવાર માં અાનંદ નું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતા અો છે. માતૃપક્ષ તરફ થી અાનંદ ના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ નો અનુભવ થાય.

કુંભ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્ય ના જોરે અાવક મેળવી શકાય, પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્ય માં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. નોકરી-ધંધા માં લાભ મળતો જણાય.

મીન

અાજે અાવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવાર ના સભ્યો વચ્ચે ગુસ્સા નું પ્રમાણ વધતું જણાય. નોકરી માં ચિંતા તથા ધંધા માં પણ ચિંતા નું વાતાવરણ રહે. અારોગ્ય જાળવવું. માથા નો દુઃખાવો રહે. અાંખ ની કાળજી રાખવી.

ગાંધીનગર LCBનો મોટો ખુલાસો: અમદાવાદના મેટ્રો કેબલ ચોરતી ખેકડા ગેંગ ઝડપાઈ

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ય એ એક મોટી સફળતા મેળવી છે, જેમાં ગાંધીનગર અને અમદાવાદના મેટ્રો લાઈન પરથી કેબલ ચોરી કરતી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, પુણે સહિત દેશભરના મેટ્રો સ્ટેશનોને નિશાન બનાવતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ‘ખેકડા ગેંગ’ તરીકે ઓળખાતી આ ટોળકીના કુલ 4 સભ્યોને સૌપ્રથમવાર મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જેના પગલે દેશભરમાં નોંધાયેલા 35 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

ચોરીનો ઘટનાક્રમ અને પોલીસની તપાસ
તાજેતરમાં, ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો લાઇન ઉપર કેબલ ચોરીનો એક ગુનો બન્યો હતો. આ પ્રકારના ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ-1ના પોલીસ ઇન્સ્પેકટર ડી.બી. વાળા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ-2ના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી. પરમાર તથા તેમની ટીમોને આ કામગીરી સોંપવામાં આવી હતી.

તા. 02/06/2025ના રોજ, IPL મેચ દરમિયાન મોડી રાત્રે 2.05 થી 3 વાગ્યાના ગાળામાં, કોબા સર્કલ પાસે આવેલા જૂના કોબા મેટ્રો સ્ટેશન નજીક અજાણ્યા ઇસમોએ 700 મીટર લાંબો કેબલ, જેની કિંમત રૂ. 17.85 લાખ થતી હતી, તે કટર વડે કાપીને ચોરી કરી લીધો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ અધિક્ષકે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ગુનાનો ભેદ ઉકેલવા માટે ચાર વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી.

CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ગુનેગારો સુધી પહોંચ
ગુનાનો ભેદ ઉકેલવા માટે, નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર શહેરમાં લગાવવામાં આવેલા અલગ-અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટેક્નિકલ એનાલિસિસ માટે પણ અલગ ટીમ બનાવવામાં આવી હતી. આ સઘન તપાસ દરમિયાન, બનાવ સમયે બે શંકાસ્પદ ગાડીઓની ઓળખ કરવામાં આવી હતી. આ ગાડીઓના આધારે વાહનમાલિકોની ઓળખ કરી પૂછપરછ કરતા, આરોપીઓ વિશે મહત્વની કડીઓ મળી આવી.

આ માહિતીના આધારે, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી તપાસમાં સામે આવ્યું કે આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ છુપાવવા માટે કલોલમાં એક મકાન ભાડેથી રાખ્યું હતું. આ મકાનમાં જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસેથી ચોરેલા મેટ્રો કેબલનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. આરોપીઓ આ મુદ્દામાલને સગેવગે કરવાની તૈયારીમાં હતા અને તે સમયે મકાન ઉપર હાજર હોવાની ચોક્કસ માહિતી LCB ને મળી.

ચોર ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત
આ માહિતીના આધારે, કલોલમાં દરોડો પાડતા, પોલીસે ચાર ઇસમોને ચોરીના મુદ્દામાલના કેબલ છોલીને અલગ-અલગ ટુકડા કરતા રંગેહાથ ઝડપી પાડ્યા. તેમની પાસેથી રૂ. 2.95 લાખની કિંમતના કોપર વાયર, રૂ. 1302નું પ્લાસ્ટિક મળીને કુલ રૂ. 2.96 લાખથી વધુનો મુદ્દામાલ, તેમજ ચોરીમાં વપરાયેલી ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે, 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સુરત : માંગરોળમાં કેમિકલ કંપનીમાં ગેસ લીક, બે કામદારોની દુઃખદ મોત

સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ગંભીર ઘટના સામે આવી છે. રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન બે કામદારોને ગેસ લાગવાથી તેમના મોત નિપજ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, કામદારો રાજન શર્મા અને રાજન સિંગ ટાંકી સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થતાં બંને કામદારોને ગેસની અસર થઈ હતી. બંને કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતા.

કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ મૃત થયેલા કામદારો 2 વર્ષથી કામ કરતા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તેઓ કામકાજ માટે અપડાઉન કરતા હતા. આ કંપનીમાં જતું નાશક દવાઓ બનાવવા ઉપયોગી કેમિકલ બનાવતા હતા. જેને લોકલ માર્કેટમાં વેચાણ કરતા હતા.

ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના પરિવારજનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોલીસ પી.આઈ. ડી.એલ. ખાચર પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.

ગાઝા પર ઇઝરાયલનો મોટો એર સ્ટ્રાઈક, 34થી વધુ ફિલિસ્તીનીઓના મોત

ઇઝરાયલી સેનાએ રવિવારે સવારે ગાઝા પર જોરદાર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 34 પેલેસ્ટિનિયનોના મોત થયાના અહેવાલ છે. અલ ​​જઝીરાના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલો આ ખૂબ જ ઘાતક હુમલો હતો. સ્થાનિક હોસ્પિટલ દ્વારા મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

ઇઝરાયલી દળોએ બંધકનો મૃતદેહ મેળવ્યો
ઇઝરાયલી સેનાએ હુમલા દરમિયાન ગાઝામાંથી એક થાઈ બંધકનો મૃતદેહ શોધી કાઢ્યો છે. IDF એ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં 1200 લોકોની હત્યા કરી હતી. એટલું જ નહીં, હમાસે 238 ઇઝરાયલી નાગરિકો અને કેટલાક વિદેશીઓનું અપહરણ કર્યું હતું. આના જવાબમાં, ઇઝરાયલી સેના ગાઝા પર સતત હુમલા કરી રહી છે.

યુદ્ધવિરામ ભંગ બાદ ઇઝરાયલી સેનાએ ફરી હુમલો કર્યો
૧૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કતારની મધ્યસ્થી હેઠળ ગાઝા અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હતા. પરંતુ આ પછી, હમાસે કેટલાક બંધકોને મુક્ત કરવા માટે પોતાની શરતો મૂકી અને પોતાની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધકોને મુક્ત કર્યા નહીં. આ કારણે, ઇઝરાયલી સેનાએ ફરીથી ગાઝામાં ભૂમિ કાર્યવાહી શરૂ કરી. હવે ઇઝરાયલી સેનાએ ગાઝાના ઘણા ભાગો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.

ઓપરેશન સિંદૂરને ઊંચા આકાશમાંથી સલામી, 14,000 ફુટે લહેરાયો શૌર્ય

0

પહલગામમાં થયેલા હુમલા પછી ભારતે ઑપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો છે એનાથી દરેક દેશવાસી આ મિશનની સફળતાનો ઉત્સવ મનાવી રહ્યો છે. આ જ કડીમાં પ્રયાગરાજની દીકરી અનામિકા શર્મા પણ જોડાઈ છે. તેણે એક અલગ જ અંદાજમાં ઑપરેશન સિંદૂરને સલામી આપી છે. 23 વર્ષની અનામિકાએ થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં 14,000 ફુટ ઊંચેથી ઑપરેશન સિંદૂરનો ઝંડો લઈને આસમાનમાંથી છલાંગ લગાવી હતી. તેણે ગુરુવારે સવારે 11 વાગ્યે આ કારનામું કર્યું હતું.

ઉત્તરાખંડમાં રસ્તા પર હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, ભારે અફરા-તફરી

0

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં શનિવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં રસ્તાની વચ્ચે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેનો પાછળનો ભાગ જમીન પર ઉભેલી કાર સાથે અથડાઈ ગયો. ઉત્તરાખંડના એડીજી, કાયદો અને વ્યવસ્થા, વી મુરુગેશને જણાવ્યું હતું કે આ ઘટના ગુપ્તકાશી વિસ્તારમાં બની હતી જ્યારે પાઇલટને ટેકનિકલ ખામી જણાતા તેણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

હેલિકોપ્ટરે બડાસુ હેલિપેડથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી, જેમાં પાઇલટ સહિત 6 મુસાફરો હતા. પાઇલટ સહિત હેલિકોપ્ટરમાં રહેલા તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આ ઉપરાંત, હેલિકોપ્ટરનો પાછળનો ભાગ જે કાર સાથે અથડાયો હતો તેને નુકસાન થયું છે. અકસ્માત સમયે કારમાં કોઈ નહોતું.

ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું
ઘટનાસ્થળ પરથી મળેલા ફોટામાં અંધાધૂંધીભર્યું દ્રશ્ય દેખાઈ રહ્યું છે, જેમાં તબીબી અને કટોકટી કર્મચારીઓ મુસાફરોને બચાવવા માટે હેલિકોપ્ટર તરફ દોડી રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાના એડીજી મુરુગેશને જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેસ્ટલ એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું અને તે સિરસીથી યાત્રાળુઓને કેદારનાથ મંદિર લઈ જઈ રહ્યું હતું. ખામીને કારણે, સાવચેતીના પગલા તરીકે હેલિકોપ્ટરને નજીકના હેલિપેડને બદલે રસ્તા પર ઉતારવું પડ્યું. “ડીજીસીએને જાણ કરવામાં આવી છે. બાકીના શટલ ઓપરેશન સમયપત્રક મુજબ સામાન્ય રીતે ચાલી રહ્યા છે,” તેમણે કહ્યું.

સીઈઓ યુકાડા સોનિકાએ જણાવ્યું હતું કે- ક્રિસ્ટલ એવિએશન પ્રાઇવેટ લિમિટેડના હેલિકોપ્ટરે સિરસીથી ઉડાન ભરતી વખતે હેલિપેડને બદલે રસ્તા પર સાવચેતીપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. કોઈ જાનહાનિના સમાચાર નથી. DGCAને જાણ કરવામાં આવી છે. બાકીના શટલ ઓપરેશન્સ શેડ્યૂલ મુજબ સામાન્ય રીતે ચાલી રહ્યા છે.

બેંગલુરુ: ભાગદોડ મામલે RCB સ્ટાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ, વિરાટ કોહલી મુશ્કેલીમાં?

0

શુક્રવારે બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે આરસીબીના સન્માન કાર્યક્રમ દરમિયાન થયેલી ભાગદોડના સંદર્ભમાં ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે , જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. નાઇજા હોરાતાગારારા વેદિકેનું પ્રતિનિધિત્વ કરતા એએમ વેંકટેશે કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ સ્વીકારી લીધી છે, જેમાં સેલિબ્રિટી ક્રિકેટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વેંકટેશને જાણ કરવામાં આવી હતી કે આ સંદર્ભમાં પહેલાથી જ નોંધાયેલી એફઆઈઆર સાથે તેમની ફરિયાદ તપાસ માટે ધ્યાનમાં લેવામાં આવશે.

કર્ણાટક પોલીસે ભાગદોડ અંગે નોંધાયેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે આરોપી પક્ષો – આરસીબી ફ્રેન્ચાઇઝ, ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ડીએનએ અને કેએસસીએ એડમિનિસ્ટ્રેટિવ કમિટી – એ જરૂરી પરવાનગી વિના વિજય ઉજવણીનું આયોજન કર્યું હતું.

ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા), 115(2) (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), 118(1) (ખતરનાક હથિયારો અથવા માધ્યમોનો ઉપયોગ કરીને સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી અથવા ગંભીર ઇજા પહોંચાડવી), 118(2) કલમ 3(5) (સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવી, જ્યારે કૃત્ય ઘણા લોકો દ્વારા સામાન્ય ઇરાદાને આગળ ધપાવવા માટે કરવામાં આવે છે), 190 (ગેરકાયદેસર રીતે ભેગા થવું), 132 (જાહેર સેવકને રોકવા માટે ગુનાહિત બળ), 125(a) (ખોટી સોગંદનામું દાખલ કરવી), અને 125(b) (માનવ જીવનને જોખમમાં મૂકતા ઉતાવળિયા અને બેદરકારીભર્યા કૃત્યો) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

દરમિયાન, ભાગદોડની ઘટના અંગે કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં બે વધારાના કેસ નોંધવામાં આવ્યા છે. ભાગદોડમાં ઘાયલ થયેલા અને હોસ્પિટલમાં ઇનપેશન્ટ તરીકે સારવાર લેનારા રોલેન્ડ ગોમ્સ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે, RCB ફ્રેન્ચાઇઝી, KSCA અને DNA વિરુદ્ધ BNS ની કલમ 125(a) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ચાર લોકોની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં આરસીબીના માર્કેટિંગ મેનેજર નિખિલ સોસાલે અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ત્રણ લોકોનો સમાવેશ થાય છે. 6 જૂનની સવારે કબ્બન પાર્ક પોલીસ અને સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તબીબી તપાસ બાદ તેમને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે આસામમાંથી કણાદ પુરકાયસ્થના નામની જાહેરાત કરી

0

ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે આસામથી કણાદ પુરકાયસ્થને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. યાદી જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે પાર્ટી હાઇકમાન્ડે કણાદ પુરકાયસ્થના નામને મંજૂરી આપી દીધી છે.

રાજ્ય ભાજપે 13 નામો શોર્ટલિસ્ટ કર્યા હતા
અગાઉ, ભાજપના આસામ એકમે 13 વરિષ્ઠ નેતાઓની યાદીને અંતિમ સ્વરૂપ આપીને હાઇકમાન્ડને મોકલી હતી. આ 13માંથી એક નેતાના નામને મંજૂરી આપવાની હતી. શોર્ટલિસ્ટ કરાયેલા નામોમાં વર્તમાન રાજ્ય સચિવ કણદ પુરકાયસ્થનું નામ પણ સામેલ હતું.

આસામમાં બે બેઠકો પર ચૂંટણી યોજાશે
તમને જણાવી દઈએ કે આસામમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આમાંથી એક બેઠક પર ભાજપ ચૂંટણી લડશે અને બીજી બેઠક પર ભાજપનો સહયોગી પક્ષ આસામ ગણ પરિષદ (AGP) ચૂંટણી લડશે. જો આંકડાઓ પર નજર કરીએ તો, ભાજપ અને AGPના ઉમેદવારો ચૂંટણી જીતશે તે લગભગ નિશ્ચિત છે. રાજ્યમાં ભાજપ અને AGP ગઠબંધનની સરકાર છે.

આસામમાં 19 જૂને ચૂંટણી યોજાશે
આસામમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી 19 જૂને યોજાશે, અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણીનું જાહેરનામું ૨ જૂને બહાર પાડવામાં આવ્યું હતું અને 9 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. રંજન દાસ (BJP) અને બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય (AGP) ના કાર્યકાળ સમાપ્ત થવાને કારણે ચૂંટણીઓ જરૂરી બની છે. આસામમાં હાલમાં ઉપલા ગૃહમાં સાત બેઠકો છે, જેમાંથી છ બેઠકો એનડીએ પાસે છે (BJP 4, UPPL 1, AGP 1), જ્યારે એક બેઠક અપક્ષ પાસે છે.

સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવશે
મતદાનની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાન પસંદગીઓને ચિહ્નિત કરવા માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા પૂરા પાડવામાં આવેલ પૂર્વ-નિર્ધારિત જાંબલી સ્કેચ પેનનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. વૈકલ્પિક લેખન સાધનો પર સખત પ્રતિબંધ છે. ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે ECI નિરીક્ષકો તૈનાત કરવામાં આવશે, જ્યાં COVID-19 માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.

દિલ્હીમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત, દેશભરમાં 55 મોત

0

કોરોનાના સંક્રમણે માત્ર વયસ્કો નહીં પરંતુ બાળકોના જીવનને પણ જોખમમાં મૂકી દીધું છે. તાજેતરમાં દિલ્હીમાંથી 5 મહિનાના બાળકના કોરોના કારણે મૃત્યુની ખબર સામે આવી છે. ઓડિશાના સ્કૂલોમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી COVID પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 5,364 છે, જ્યારે અત્યાર સુધીમાં 55 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.

ગત 24 કલાકમાં COVID-19ના 500 નવા કેસ સામે આવ્યા છે. કેરળ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં અત્યાર સુધી 1,679 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં 615, પશ્ચિમ બંગાળમાં 596 અને દિલ્હીમાં 592 સક્રિય કેસ છે. મહારાષ્ટ્ર પણ પાછળ નથી રહીયો, ત્યાં 548 સક્રિય કેસ નોંધાયા છે. દેશના વિવિધ રાજ્યઓ નવા કોરોના વેરિઅન્ટના કારણે અસરગ્રસ્ત થઈ રહ્યાં છે.

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

કોરોના વેરિઅન્ટની તપાસ
રાજ્યોમાં વધતા કેસોને ધ્યાનમાં રાખી કેરળમાં COVID-19 2023 માર્ગદર્શિકા અનુસરવા આદેશ અપાયો છે. ઈન્ફ્લુએન્ઝાના હલ્કા લક્ષણ ધરાવતા દર્દીઓને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ હોસ્પિટલોમાં પણ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં કોરોના વેરિઅન્ટનું જીન સિક્વેન્સિંગ કરવામાં આવ્યું છે જેમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1 સીરીઝના વેરિઅન્ટ્સ મળી આવ્યા છે.