સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ગંભીર ઘટના સામે આવી છે. રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન બે કામદારોને ગેસ લાગવાથી તેમના મોત નિપજ્યા છે.
ઘટનાની વિગતો મુજબ, કામદારો રાજન શર્મા અને રાજન સિંગ ટાંકી સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થતાં બંને કામદારોને ગેસની અસર થઈ હતી. બંને કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતા.
કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ મૃત થયેલા કામદારો 2 વર્ષથી કામ કરતા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તેઓ કામકાજ માટે અપડાઉન કરતા હતા. આ કંપનીમાં જતું નાશક દવાઓ બનાવવા ઉપયોગી કેમિકલ બનાવતા હતા. જેને લોકલ માર્કેટમાં વેચાણ કરતા હતા.
ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના પરિવારજનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોલીસ પી.આઈ. ડી.એલ. ખાચર પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.