Home Blog Page 401

વિશાખાપટ્ટનમ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આખું વિશ્વ કોઈક પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં યોગ આપણને શાંતિની દિશા આપે છે. વિશાખાપટ્ટનમથી ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે 21 જૂને ૧૧મી વખત આખું વિશ્વ સાથે મળીને યોગ કરી રહ્યું છે અને યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે તે જોવું અદ્ભુત છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસને માન્યતા આપવા સુધીની સફરને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પછી શક્ય તેટલા ઓછા સમયમાં વિશ્વના 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો.

તેમણે કહ્યું કે વિશ્વમાં યોગનો ફેલાવો કરવા માટે, ભારત આધુનિક સંશોધન દ્વારા યોગના વિજ્ઞાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે અને દેશની મુખ્ય તબીબી સંસ્થાઓ યોગ પર સંશોધનમાં રોકાયેલી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતનો પ્રયાસ છે કે યોગના વૈજ્ઞાનિક પાસાને આધુનિક તબીબી પ્રણાલીમાં સ્થાન મળે.

વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વર્ષના દિવસની થીમ, “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”, યાદ અપાવે છે કે વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે સુખી અને સ્વસ્થ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વિશ્વ કેવી રીતે એક સાથે આવે છે. તેમણે કહ્યું કે યોગ એ કોઈપણ વ્યક્તિને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે સક્ષમ બનાવવાનું એક શક્તિશાળી માધ્યમ છે અને સમુદાયોમાં સુખાકારી અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.

વિશાખાપટ્ટનમમાં આજે મનોહર દરિયાકાંઠે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો જોડાયા હતા. આ કાર્યક્રમમાં લગભગ 2.42 લાખ લોકોએ ભાગ લીધો હતો, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડ દ્વારા ફ્લાય-પાસ્ટ અને ૪૫ મિનિટનો યોગ સત્રનો સમાવેશ થતો હતો.

“વિશાખાપટ્ટનમના આરકે બીચથી ભીમુનીપટ્ટનમ સુધીના મનોહર દરિયાકિનારા સાથે 28 કિલોમીટરના પટ્ટામાં ફેલાયેલા, 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ત્રણ લાખથી વધુ યોગ ઉત્સાહીઓ – અનુભવી સાધકોથી લઈને પહેલી વાર ભાગ લેનારાઓ – એકતાનું એક અદ્ભુત પ્રદર્શન કરીને, તેઓએ ખુલ્લા વાતાવરણમાં એકસાથે યોગ કર્યા, જેનો હેતુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના પ્રકારના સૌથી મોટા મેળાવડામાં સ્થાન મેળવવાનો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સામાન્ય યોગ પ્રોટોકોલને અનુસરીને 45 મિનિટનો યોગ સત્ર યોજાયો હતો.

આજે વહેલી સવારે, 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ લોકોને એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની ભાવનામાં યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવા હાકલ કરી હતી અને એક મહિના સુધી ચાલતા યોગાંધ્ર અભિયાનને સફળતાપૂર્વક ચલાવવા બદલ આંધ્રપ્રદેશ સરકારને અભિનંદન આપ્યા હતા, જેમાં લગભગ બે કરોડ લોકોને સામાન્ય યોગ પ્રોટોકોલમાં તાલીમ આપવામાં આવી હતી.

૨૧ જૂન, ૨૦૨૫ / શનિવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેેષઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વઘે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી ધંધામાં પ્રગતિ. જુની ઉધરાણી છુટી થતી જણાય.

વૃષભઃ

આર્થિક ઉપાર્જન શકય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધુરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વૌણિજય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનો સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ

વકતૃત્વ શકિતથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદ નું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળ‍વાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ

સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણી વિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં અેકરાત્રીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહઃ

નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવક નું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીકસના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. શકિત અને સ્કુર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યંુ વાતવારણ રહે. જમીન મકાન અંગેના કામમાં સાવઘાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ

વારેવારે ખોટું લાગે અેવા પ્રસંગો આકાર લેતા જણાય. અવાકનું પાસુ મજબૂત બનતંુ જણાય. પરિવારમાં આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ

આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગ ના ઘંઘામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધનઃ

માનસિક પ્રસન‍્‍નતા વઘે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યો માં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષ નું પ્રમાણ વધે સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, અેડમીની સ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યકિતઓને વિશેષ ફાયદો, ઉલટી, ઉબકી ની સમસ્યા રહે.

મીનઃ

ગુસ્સાનું પ્રમાણ ‍વધતું જણાય. આવક જળ‍વાય. તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતા પૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

સુરત એરપોર્ટ ફરતેના હાઈરાઈઝ બિલ્ડિંગોને નોટિસો ફટકારવામાં ઓથોરિટીએ કાચું કાપ્યાની શક્યતા

  • જુના નિયમો મુજબ NOC આપ્યું અને નવા નિયમ મુજબ નોટિસો ફટકારી; એરપોર્ટના રન-વેના વાસ્તવિક અને હયાત સ્થળની સ્થિતિ અંગે વિરોધાભાસ
  • સુરત એરપોર્ટના પ્રમાણિત નક્શામાં રન-વેનું વાસ્તવિક સ્થળ ૧૩૩ મીટર દૂર દર્શાવાયું છે, હાઈરાઈઝ બિલ્ડિંગોનું અંતર માપવામાં આવે તો આસમાન-જમીન જેટલો તફાવત દેખાઈ આવે
  • હાઈરાઈઝ બિલ્ડિંગોના બાંધકામ તોડવાના થશે તો સરકારે લગભગ ૩૦૦૦ કરોડનું વળતર ચૂકવવું પડશે અને ફ્લેટધારકોએ લીધેલી ૨૦૦૦ કરોડની લોન ડિફોલ્ટ થવાનો ભય

સુરત એરપોર્ટ નજીકના ૧૨૧ હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગના મુદ્દે એરપોર્ટ ઓથોરિટી અને ત્યારબાદ મહાપાલિકા, કલેક્ટર વગેરે ઓથોરિટીએ આપેલી નો‌િટસો અને ‌બિ‌લ્ડિંગો તોડી પાડવાનો ભય ઊભો કરવા પાછળ ‘આંધળે બહેરું કુટવા’ જેવો ઘાટ થઈ રહ્યો છે. હકીકતમાં સમગ્ર વિવાદ ઊભો થવા પાછળ એરપોર્ટ ઓથોરિટીની ગણતરીની ભુલ કારણભૂત ગણી શકાય, પરંતુ હવે આ ભૂલ કોણ સ્વીકારે એ મહત્ત્વનો પ્રશ્ન છે. હાલના તબક્કે સમગ્ર પ્રકરણ હાઈકોર્ટમાં પે‌િન્ડંગ છે, પરંતુ કારણ વગર માનસિક યાતના ભોગવતા ‌બિ‌લ્ડિંગમાં રહેતા પરિવારો અને બિલ્ડર્સ ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરી રહ્યાં છે.

વળી આ રજૂઆતો માત્ર કહેવા પૂરતી રજૂઆતો નથી, બલ્કે પુરાવારૂપ દસ્તાવેજો સરકાર અને સિવિલ એવિએશનના વખતોવખતના પરિપત્રો અને બનાવાયેલા નિયમોને ટાંકીને તર્કબદ્ધ રજૂઆતો કરી રહ્યા હોવાથી એરપોર્ટ ઓથોરિટીને પણ પોતે કરેલી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. હકીકતમાં વાસ્તવિક સ્થિતિની નિયમો અને માપદંડના આધારે સમીક્ષા કરવામાં આવે તો એકપણ ‌બિ‌લ્ડિંગની ઊંચાઈ વિમાનના આવા-ગમન માટે અવરોધ બનતી નથી. પરંતુ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ અભ્યાસ કરવામાં કાચું કાપ્યું હોવાનું હાલના તબક્કે લાગી રહ્યું છે. કારણ કે, ‌બિ‌લ્ડિંગના બાંધકામને NOC આપતી વખતના માપદંડ અને હાલના એટલે કે નો‌િટસો આપતા સમયના માપદંડ અલગ અલગ છે.

મૂળ મુદ્દો વિમાનના ઉતરાણ વખતના ‘થ્રેશહોલ્ડ’ પોઈન્ટનો છે. ‘થ્રેશહોલ્ડ’ એટલે કે જ્યાં ઉતરાણ વખતે વિમાનનું વ્હીલ સૌપ્રથમ ટચ થઈને વિમાન રન-વે ઉપર આગળ વધે છે. ખરેખર આ પોઈન્ટ એટલે કે ‘થ્રેશહોલ્ડ’ને મૂળ આધાર ગણીને ‌બિ‌લ્ડિંગનું અંતર અને ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. હવે જ્યારે એરપોર્ટ ઓથોરિટી રન-વેના ‘થ્રેશહોલ્ડ’ પોઈન્ટને આગળ પાછળ કરે છે ત્યારે સ્વાભાવિક ‌બિ‌લ્ડિંગનું અંતર અને ઊંચાઈના માપદંડમાં ફેરફાર થવાના જ. આના માટે બિલ્ડર્સ કે ‌બિ‌લ્ડિંગમાં રહેતા સભ્યોને દોષિત ગણી શકાય નહીં.

ઉદાહરણરૂપ દિલ્હી એરપોર્ટના ‘થ્રેશહોલ્ડ’ને ફિક્સ કરી દેવાયો હોવાથી એરપોર્ટ નજીકના વિસ્તારના ‌બિ‌લ્ડિંગોની હાઈટને લઈને વિવાદ થતો નથી. આવું જ દેશના અન્ય મહાનગરોમાં પણ છે, પરંતુ એકમાત્ર સુરતમાં પાછલાં ઘણાં વર્ષોથી સુરત એરપોર્ટ અને ફરતેના હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને કારણ વગર બિલ્ડર્સ ઉપરાંત હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગમાં રહેતા પરિવારો માનસિક યાતનાઓ ભોગવી રહ્યાં છે. વળી એરપોર્ટ ઓથોરિટીએ માત્ર નો‌િટસો આપીને આગળની કાર્યવાહી કરી નથી. ‌બિ‌લ્ડિંગોનું નડતરરૂપ બાંધકામ તોડી પાડવું હોય તો એરપોર્ટ ઓથોરિટીએ ફ્લેટ માલિકોને વળતર ચૂકવવું પણ અનિવાર્ય છે. કારણ કે, એરપોર્ટ નજીક બંધાયેલા ‌બિ‌લ્ડિંગ તમામ પ્રકારની કાયદેસરની મંજુરી મેળવીને બંધાયા છે. લગભગ તમામ ‌બિ‌લ્ડિંગોના મહાનગરપાલિકા અને સુરત વિકાસ સત્તામંડળ એટલે કે ‘સુડા’ની મંજૂરી ઉપરાંત એરપોર્ટ ઓથોરિટીનું NOC અને અને મહાપાલિકાનું ‌બિ‌લ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એટલે BU મેળવીને વસવાટ શરૂ કર્યો છે, પરંતુ હવે જ્યારે એરપોર્ટ ઓથોરિટીને ૧૨૧ ‌બિ‌લ્ડિંગના હાઈરાઈઝ્ડ બાંધકામો નડતરરૂપ લાગી રહ્યાં છે ત્યારે ફરી એક વખત એરપોર્ટ ઓથોરિટીએ કરેલી સમગ્ર પ્રક્રિયાને ચકાસી જવાની જરૂર છે.પ્રાથમિક તારણો મુજબ જુના રૂલ્સ ૨૦૦૪થી ૨૦૧૪ મુજબ બાંધકામોને NOC આપવામાં આવ્યું છે. જ્યારે ૨૦૧૫ના નવા નિયમ મુજબ NOCનું મૂલ્યાંકન કરીને નો‌િટસો આપવામાં આવી છે. સરકારી ગેજેટમાં સુરત એરપોર્ટના ARPની વેલ્યુ ૬ મીટર હોવા છતાં સર્વે ૮.૯ મીટર ગણીને નોટિસો આપવામાં આવી છે. વળી નિયમ મુજબ દર વર્ષે સર્વે કરવો જરૂરી હોવા છતાં ૯ વર્ષ પહેલા ૨૦૧૬ના વર્ષમાં સર્વે કરાયો હતો.સૌથી ગંભીર બાબત તો એ છે કે, સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા NOC આપવા માટે પ્રમાણિત કરાયેલા નક્શામાં રન-વેનું વાસ્તવિક સ્થળ કરતાં ૧૩૩ મીટર દૂર દર્શાવાયું છે. આ બાબત ખૂબ જ ગંભીર ગણી શકાય. રન-વેનું વાસ્તવિક સ્થળ અને હયાત રન-વેની સ્થળ સ્થિતિના આધારે હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગનું અંતર અને ઊંચાઈ માપવામાં આવે તો આસમાન-જમીન જેટલો તફાવત દેખાઈ આવે. ઉપરાંત ૨૦૧૫ વર્ષ પહેલાનો નક્શો WGS-84 સાથે ઈ‌િન્ટગ્રેટ નહોતો. જ્યારે એરપોર્ટ ઓથોરિટીનો સર્ટિફાઈડ નક્શો જીઓડેટીક નહોતો.

હાઈરાઈઝ બાંધકામ અંગે સિવિલ એવિએશનના ‌િહય‌િરંગનાં તારણો જોતા ઓબસ્ટેકલમાં આવતી તમામ ‌બિ‌લ્ડિંગો બાંધકામના તે સમયના NOCના નિયમોનું પાલન કરીને બાંધકામ કરાયું હતું. NOCની એકપણ શરતનો ભંગ કરાયો નથી. હવે જ્યારે હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગોનો, ઓબ્સ્ટેકલ પ્રશ્ન ઉપસ્થિત થવા પાછળ NOC આપવાની જૂની અને નવી પ્રક્રિયા કારણભૂત ગણી શકાય. જેમાં બિલ્ડર્સ કે ‌બિ‌લ્ડિંગમાં રહેતા પરિવારોનો કોઈ દોષ નથી.આ બધા પ્રશ્નોની વચ્ચે એરપોર્ટ ઓથોરિટી ઇચ્છે તો નવા સુધારેલા કાયદા મુજબ સ્થળાંતર કરાયેલા રન-વે R22 થ્રેશહોલ્ડ (ટચ ડાઉન પોઈન્ટ)ને કાયમી કરી શકાય તેવી સ્થિતિ છે તો આપોઆપ ‘ઓબ્સ્ટેકલ’ અને ‌બિ‌લ્ડિંગના બાંધકામનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરી શકાય.

ઉદાહરણરૂપ તાજેતરમાં દિલ્હી એરપોર્ટના બે રન-વેનું આવી જ રીતે કાયમી સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડુમસ તરફના ભાગે ONGCની ગેસ લાઈન ઉપર કલવર્ટ બનાવીને પણ રન-વે લંબાવી શકાય. પરંતુ આ એરપોર્ટના વિસ્તરણનો મુદ્દો છે.સુરત એરપોર્ટના એપ્રુવલ થયેલા પ્લાન મુજબ ૩૮૧૦ મીટરનો નવો રન-વે પણ બનાવી શકાય તેમ છે. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન એસોસીએશન ICAOની માર્ગદર્શિકા અનુસાર ગ્લાઈડપાથ એંગલ બેથી ત્રણ ટકા સુધી લઈ જઈ શકાય તેમ છે.

ખેર, સુરત એરપોર્ટ પ્રારંભકાળથી કોઈક ને કોઈક કારણોસર વિવાદનું કેન્દ્ર બનતું આવ્યું છે. કારણ કે, સુરતને સજ્જડ રાજકીય નેતૃત્વ મળ્યું નથી. કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌િટલ સુરત એરપોર્ટના પ્રશ્ને નિવેડો લાવવા ઉપરાંત એરપોર્ટના વિકાસ અને વિસ્તરણ કરાવી શકવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ કોઈક કારણોસર સી.આર. પા‌િટલ પણ સુરત એરપોર્ટ માટે જોઈએ એટલા ઉત્સાહિત જણાતા નથી. હવે જ્યારે સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે અને કેન્દ્રમાં મોદી સરકાર છે તેવા સંજોગોમાં સુરત એરપોર્ટનો વિકાસ અને વિસ્તરણ કરવાની ઉમદા તક છે.

એક સમય એવો હતો કે, સુરતમાંથી વિમાન સેવા શરૂ કરવા એરલાઈન્સને એડવાન્સમાં ડિપોઝિટ આપવી પડતી હતી. આજે સ્થિતિ બદલાઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં સુરત એરપોર્ટનું ટ્રાફિક અને ઉડાન બંનેમાં ચોક્કસ વધારો થવાના સંજોગો ઉજળા છે.હાઈરાઈઝ ‌બિ‌લ્ડિંગના મુદ્દે કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે તો સરકારે બાંધકામો તોડવા માટે ફ્લેટધારકોને વળતર પેટે એક અંદાજ મુજબ ૩૦૦૦ કરોડનું વળતર ચૂકવવું પડે. જ્યારે ફ્લેટધારકોએ બેંકોમાંથી મેળવેલી લગભગ ૨૦૦૦ કરોડની લોન ડિફોલ્ટ થવાની શકયતા નકારી શકાય તેમ છે.આ તમામ બાબતે સુરતના જાણીતા ઉદ્યોગ અગ્રણી રઘુવીર બિલ્ડર્સના શિવલાલ પોંકીયા, હેપી હોમના મુકેશ પટેલ સહિત સાથી બિલ્ડરોએ સુરત એરપોર્ટના સ્થાનિક ઉચ્ચ અધિકારી સમક્ષ વિસ્તૃત અને ઝીણવટભરી રજૂઆત કરી હતી.સ્થાનિક એરપોર્ટ ઓથોરિટીને પણ ક્યાંક ભૂલ થઈ હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ભારતની દાવપેચ સફલ, ભારતીય વિદ્યાર્થીઓ માટે એર સ્પેસ ખુલ્યું

ભારતે ફરી એકવાર વિદેશી ધરતી પર પોતાની રાજદ્વારી કુશળતાનો જાદુ બતાવ્યો છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે તેહરાનએ પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલીને ભારત સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે. તમને જણાવી દઈએ કે ઈરાને ફક્ત ભારત માટે જ પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલવાની જાહેરાત કરી છે. આ પછી, ઓછામાં ઓછા 1000 ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતન પરત ફરવાનો માર્ગ મોકળો થયો છે. આને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વની નિશાની માનવામાં આવી રહી છે.

ભારતીય વિદ્યાર્થીઓ આજે રાત્રે તેહરાનથી દિલ્હી પાછા ફરશે
ઈરાને ફક્ત ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું છે. આ પછી, આજે રાત્રે 1,000 વિદ્યાર્થીઓ દિલ્હી પરત ફરશે. ઈરાનના આ પગલાથી તેહરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વાપસી સુનિશ્ચિત થઈ ગઈ છે. બધાએ રાહતનો શ્વાસ લીધો છે. પહેલી ફ્લાઇટ આજે રાત્રે લગભગ 11 વાગ્યે દિલ્હી પહોંચશે. બીજી અને ત્રીજી ફ્લાઇટ શનિવારે પહોંચશે. આમાંથી એક સવારે નવી દિલ્હી પહોંચશે અને બીજી સાંજે.

ઈરાનમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે?
ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2025 ની શરૂઆત સુધીમાં, કુલ 10,000 ભારતીય નાગરિકો ઈરાનમાં હાજર હતા, જેમાં 6,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, વિદેશ મંત્રાલય અનુસાર, કુલ 10,320 ભારતીય નાગરિકો ઈરાનમાં હાજર હતા, જેમાં 445 અન્ય ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. એટલે કે, કુલ 10,765 ભારતીયો ઈરાનમાં હાજર છે. વર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં, લગભગ 6,000 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં છે. જ્યારે બાકીના અન્ય નાગરિકો છે. તેમાંથી, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ વગેરેની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

ભારતીયો કેમ પાછા ફરી રહ્યા છે?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વધતી જતી અસરને કારણે ભારતીયોનું વતન ફરી રહ્યું છે. ૧૩ જૂનના રોજ, ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર લગભગ ૨૦૦ ફાઈટર જેટ વડે હવાઈ હુમલા કર્યા. જવાબમાં, ઈરાને અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયલ પર બદલો લીધો છે. ઝડપી અને અનિયમિત મિસાઈલ હુમલા, સાયરનનો અવાજ, વીજળી કાપ અને ઈન્ટરનેટ બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિઓએ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ભારે ચિંતા ફેલાવી છે. દરમિયાન, ભારતે ઈઝરાયલમાંથી પોતાના લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન અજય અને ઈરાનથી વિદ્યાર્થીઓને લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે.

ભાજપ ગરીબોને અંગ્રેજીથી વંચિત રાખવા માગે છે: રાહુલ ગાંધીએ શાહ પર સાધ્યું નિશાન

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગરીબોના બાળકો અંગ્રેજી શીખે તેવું ઈચ્છતા નથી.’ નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ‘ભારતમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશે.’

અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ અંગ્રેજી બંધ નથી, તે એક પુલ છે. અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે. અંગ્રેજી સાંકળ નથી, તે સાંકળો તોડવાનું એક સાધન છે. ભાજપ-આરએસએસ ગરીબ બાળકો અંગ્રેજી શીખે તેવું ઇચ્છતા નથી. તે નથી ઇચ્છતા કે ગરીબ બાળકો અભ્યાસ કરે, સવાલો પૂછે, આગળ વધે અને સમાનતા પ્રાપ્ત કરે. આજના સમયમાં, અંગ્રેજી તમારી માતૃભાષા જેટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે રોજગાર આપશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે.’

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ સાથે રાહુલ ગાંધી એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, ‘અંગ્રેજી એક હથિયાર છે. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે ગમે ત્યાં એન્ટ્રી કરી શકો છો. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે અમેરિકા, જાપાન અને બીજે ક્યાંય પણ જઈ શકો છો. તમે ગમે ત્યાં કામ કરી શકો છો. જે લોકો અંગ્રેજીનો વિરોધ કરે છે તેઓ નથી ઈચ્છતા કે તમને કરોડો રૂપિયાની નોકરી મળે. તેઓ ઇચ્છે છે કે તમારા માટે દરવાજા બંધ રહે.’

જાણો શું છે વિવાદ
એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ‘ભારતમાં ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ પોતાને શરમ અનુભવશે. આવા સમાજનું નિર્માણ દૂર નથી. તમે તમારી સંસ્કૃતિ, ધર્મ અને ઈતિહાસને વિદેશી ભાષામાં સમજી શકતા નથી. આપણા દેશની ભાષાઓ આપણા આભૂષણ છે. વર્ષ 2047માં ભારતને વિશ્વમાં ટોચ પર રાખવામાં આપણી ભાષાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.’ કેન્દ્રીય ગૃહમંત્રીના આ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો હતો.

ઉડાન પહેલા જ AI-171 ક્રેશ થવાનું નક્કી હતું! તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના ભયાનક અકસ્માત અંગેની પ્રારંભિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અકસ્માતમાં 272 લોકોના જીવ ગયા હતા. આ અકસ્માત ફક્ત એક વિમાન દુર્ઘટના નથી, પરંતુ તે ભારતની ઉડ્ડયન સુરક્ષા પર પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યો છે.

ટેકઓફ બાદ તુરંત જ ભયાનક ખામી
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન ગેટવિક માટે રવાના થઈ હતી. ટેકઓફ કર્યાની થોડીક જ સેકન્ડોમાં, અત્યાધુનિક માનવામાં આવતા બોઇંગ 787 ડ્રીમલાઇનર એરક્રાફ્ટમાં એક ટેકનિકલ ખામી સર્જાઈ. વિમાન માત્ર 625 ફૂટની ઊંચાઈ સુધી જ ઉડાન ભરી શક્યું અને પછી નિયંત્રણ ગુમાવી બેઠું, જેના કારણે તે મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિમાન ઉડાન ભરતાની સાથે જ તેનું મુખ્ય એન્જિન નિષ્ફળ ગયું હતું. આ કારણે, વિમાન પૂરતી ઊંચાઈ મેળવી શક્યું ન હતું, ન તો પાઇલટ ‘ઇમરજન્સી ટર્ન’ લેવાનો કે સુરક્ષિત રીતે પાછા ફરવાનો કોઈ પ્રયાસ કરી શક્યો. બોઇંગ 787 માં RAM Air Turbine (RAT) નામની બેકઅપ સિસ્ટમ છે, જે આવી પરિસ્થિતિમાં કેટલીક મહત્વપૂર્ણ સિસ્ટમોને પાવર પૂરી પાડે છે. પરંતુ આ સિસ્ટમ ત્યારે જ કામ કરે છે જ્યારે વિમાન વધુ ઊંચાઈએ પહોંચે. જો વિમાન ઓછામાં ઓછા 3,600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું હોત, તો RAT સિસ્ટમ સક્રિય થઈ શકી હોત અને કદાચ વિમાનને પાછું ફેરવી શકાયું હોત. પરંતુ આ ઊંચાઈએ પહોંચતા પહેલા જ પાવર લોસ થવાને કારણે, વિમાન સીધું નીચે પડી ગયું.

બ્લેક બોક્સ મળી આવ્યું, બળતણમાં પાણીની શંકા?
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પુષ્ટિ કરી છે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) મળી આવ્યા છે અને તે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) પાસે સુરક્ષિત છે. તપાસ એજન્સીએ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે અને હવે ડેટા વિશ્લેષણ ચાલી રહ્યું છે. બ્લેક બોક્સને વિદેશ મોકલવા અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાઇલટે પરિસ્થિતિને સંભાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. તેણે મેન્યુઅલ કંટ્રોલ સિસ્ટમથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખૂબ ઓછી ઊંચાઈને કારણે, તેની પાસે સમય અને જગ્યા બંને નહોતા.

તપાસકર્તાઓ હવે એ પણ જોઈ રહ્યા છે કે બળતણમાં કોઈ અશુદ્ધિ હતી કે નહીં, ખાસ કરીને પાણી. બળતણમાં પાણીની હાજરી એ એક જાણીતી સમસ્યા છે, જે ફ્લાઇટ દરમિયાન પાવર સિસ્ટમની નિષ્ફળતા અથવા એન્જિન બંધ થવા જેવી ઘટનાઓ તરફ દોરી શકે છે. જો કોઈ યાંત્રિક અથવા ઇલેક્ટ્રિક ખામીનું સીધું કારણ ન મળે, તો બળતણ ભેળસેળના આ સિદ્ધાંતને પ્રબળ માનવામાં આવશે. અકસ્માત પહેલાના 24 થી 48 કલાકની ફ્લાઇટ્સની ટેકનિકલ માહિતી, લોગ બુક અને ગ્રાઉન્ડ સ્ટાફ રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે.

એર ઇન્ડિયાએ 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ

0

શુક્રવારે એર ઇન્ડિયાએ 8 ફ્લાઇટ્સ રદ કરી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મેન્ટેનન્સ અને સંચાલનના કારણોસર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ANI સમાચાર અનુસાર, એર ઇન્ડિયાની દુબઈથી ચેન્નાઈની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ AI906, દિલ્હીથી મેલબોર્નની AI308, મેલબોર્નથી દિલ્હીની AI309, દુબઈથી હૈદરાબાદની AI2204 અને પુણેથી દિલ્હીની સ્થાનિક ફ્લાઇટ્સ AI874, અમદાવાદથી દિલ્હીની AI456, હૈદરાબાદથી મુંબઈની AI-2872 અને ચેન્નાઈથી મુંબઈની AI571 રદ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને એરલાઇન આ વિમાનોની સમીક્ષા કરશે.

એર ઇન્ડિયા વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે
સમાચાર અનુસાર, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જમીન પર તેની ટીમો મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાનો પર ઉડાન ભરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે. એરલાઇને જણાવ્યું હતું કે તેણે રદ કરવા અથવા મુસાફરોને સંપૂર્ણ રિફંડ પણ ઓફર કરી છે.

ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કેન્સલ

  • AI906 દુબઈથી ચેન્નઈ
  • AI308 દિલ્હીથી મેલબર્ન
  • AI309 મેલબર્નથી દિલ્હી
  • AI2204 દુબઈથી હૈદરાબાદ

ચાર ડોમેસ્ટિક ફ્લાઈટ કેન્સલ

  • AI878 પુણેથી દિલ્હી
  • AI456 અમદાવાદથી દિલ્હી
  • AI571 ચેન્નઈથી મુંબઈ
  • AI2872 હૈદરાબાદથી મુંબઈ

અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ પણ કેન્સલ
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, દુબઈથી હૈદરાબાદની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. પુણેથી દિલ્હી, અમદાવાદથી દિલ્હી, હૈદરાબાદથી મુંબઈ અને ચેન્નઈથી મુંબઈની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. મેન્ટનન્સ ઓપરેશનલ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે, જે લોકોની મુસાફરી પ્રભાવિત થઈ છે, તેમને સંપૂર્ણ રિફંડઅને રિશિડ્યુલિંગની સુવિધા મળશે. તેમજ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ અસુવિધા બદલ ખેદ છે. અમારો સ્ટાફ વૈકલ્પિક હવાઈ મુસાફરીની સુવિધા આપવા માટે તત્પર છે.

સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે લેપ્ટોનો કહેર, પહેલા કેસે તંત્રમાં હડકંપ

દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ માથુ ઊંચકતો હોય છે. ત્યારે આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસનો પ્રથમ દર્દી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા યુવકની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

33 વર્ષીય યુવક ઝપેટમાં
દક્ષિણ ગુજરાતમાં અતંરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાયરોસીસન કેસ સામે આવતા હોય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો છે. જેમાં બારડોલી વાકાનેર ગામમાં રહેતો 33 વર્ષીય યુવાન લેપ્ટોસ્પાયરોસીસની બીમારીમાં સંપડાયો હતો. જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

લેપ્ટોસ્પાયરોસિસ એક બેક્ટેરિયલ સંક્રમણ છે, જે માનવ અને પ્રાણી બંનેને અસર કરી શકે છે. આ સમસ્યા લેપ્ટોસ્પાયરા જાતિના બેક્ટેરિયા દ્વારા થાય છે. આનો અસરકારક ઉપચાર ન થાય તો કિડનીનું નુકસાન, લિવર નિષ્ફળતા અને શ્વાસની સમસ્યાઓ થઈ શકે છે. લેપ્ટોસ્પાયરોસિસનો પ્રકોપ અનુક્રમણિકા સંક્રમિત પ્રાણીઓના પેશાબ દ્વારા થાય છે, જે પાણી અથવા માટીમાં મળી શકે છે અને ઘણીવાર ત્યાં પ્રતિકારક રહે છે. આમાં કૂતરાં, છુટક પશુઓ, તથા અન્ય જંગલી પ્રાણીઓનો સમાવેશ થાય છે. સંક્રમણની પ્રક્રિયા તે સમયે થાય છે જ્યારે માનવ શરીર સંક્રમિત પ્રાણીઓના પેશાબ અથવા લારના સંપર્કમાં આવે છે.

બેક્ટેરિયા જે લેપ્ટોસ્પાયરોસિસનું કારણ બને છે તે ચેપગ્રસ્ત પ્રાણીઓના પેશાબ દ્વારા ફેલાય છે, જે પાણી અથવા જમીનમાં જાય છે અને ત્યાં અઠવાડિયાથી કેટલાક મહિનાઓ સુધી જીવંત રહે છે. આ કારણે અનેક પ્રકારના જંગલી અને પાળેલા પ્રાણીઓ પણ આ બેક્ટેરિયાનો શિકાર બને છે અને ચેપગ્રસ્ત થાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘોડા, ડુક્કર, કૂતરા, ઘેટાં અને ઉંદરો તેમજ અન્ય જંગલી પ્રાણીઓનો સમાવેશ થઈ શકે છે, જે આ ચેપનો શિકાર બને છે. તે જ સમયે, આ ચેપ ચેપગ્રસ્ત પ્રાણીઓના પેશાબ અથવા લાળ સિવાયના શરીરના પ્રવાહીના સંપર્ક દ્વારા લોકોમાં ફેલાય છે.

લેપ્ટોસ્પાયરોસિસના લક્ષણોમાં સામાન્ય રીતે તાવ, ઠંડક, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, વમિટિંગ વગેરે સામેલ છે. કેટલાક લોકોમાં આ લક્ષણો રાહત બાદ પાછા આવી શકે છે, જ્યારે બીજા કેટલાકમાં તે વધુ ગંભીર બની શકે છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં તાનાશાહની એન્ટ્રી, ટ્રમ્પ-નેતન્યાહુને આપી ચેતવણી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં તણાવપૂર્ણ માહોલ છે. આ દરમિયાન, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ઈરાન પર ઈઝરાયલી હુમલાની નિંદા કરી છે. પ્યોંગયાંગના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઈરાનના નાગરિક, પરમાણુ અને ઉર્જા સુવિધાઓ પરના હુમલા અંગે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તે માનવતા વિરુદ્ધ અક્ષમ્ય ગુનો છે. તે આ ક્ષેત્રને એક નવા વ્યાપક યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે.

ઉત્તર કોરિયાએ માત્ર ઈઝરાયલની ટીકા જ નથી કરી પણ અમેરિકા અને યુરોપિયન દેશો પર પણ આરોપ લગાવ્યો છે કે તેઓ આ ગુનામાં સંયુક્ત ભાગીદાર છે. તેઓ રાજ્ય પ્રાયોજિત આતંકવાદીઓને રક્ષણ આપી રહ્યા છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે અમેરિકા અને પશ્ચિમી દેશો, ઈઝરાયલ સાથે, મધ્ય પૂર્વની શાંતિ માટે કેન્સર બની રહ્યા છે. જો કે, આંતરરાષ્ટ્રીય સમુદાય અમેરિકા અને પશ્ચિમી દેશો પર નજર રાખી રહ્યો છે, જેઓ પીડિત ઈરાનની સાર્વભૌમત્વ અને સ્વ-બચાવના અધિકારને સતત નકારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટ્રમ્પના નિવેદન અને ઉત્તર કોરિયાની વળતી ચેતવણી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ઈરાન પ્રત્યેની તેમની ધીરજ હવે પૂરી થઈ ગઈ છે. તેમણે પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે. જવાબમાં, ઉત્તર કોરિયાએ કહ્યું કે તમારા કાર્યો મધ્ય પૂર્વને વિનાશ તરફ દોરી રહ્યા છે. આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉત્તર કોરિયા અને ઈરાન બંને અસંતુષ્ટ છે. તેઓ તેને વૈશ્વિક અસ્થિરતા માટે જવાબદાર માને છે.

પરમાણુ તણાવનો સંકેત
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ટ્રમ્પે તેમના સાથીદારોને કહ્યું છે કે તેમણે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી છે, પરંતુ પરમાણુ કાર્યક્રમ છોડી દેવાની શરતે નિર્ણય રોકી રાખ્યો છે.

બેંગલુરુથી સુરત આવતી ફલાઇટને ઉડાવી દેવાની ધમકી

મંગળવારે બેંગલુરુથી સુરત જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં હોબાળો મચાવવા બદલ 36 વર્ષીય એક ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કેબિન ક્રૂએ તેનો સામાન ક્રૂ કેબિન નજીક પ્રતિબંધિત વિસ્તારમાં રાખવાનો વાંધો ઉઠાવ્યો ત્યારે તેણે વિમાનને ક્રેશ કરવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ ઘટનાને કારણે ફ્લાઇટમાં બે કલાકનો વિલંબ થયો અને સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી થઈ. આરોપીની ઓળખ વ્યાસ હિરલ મોહનભાઈ તરીકે થઈ છે, જે યેલહંકા નજીક શિવાનહલ્લીનો રહેવાસી છે. તે AI ફ્લાઇટ IX2749 માં બે બેગ સાથે એકલો મુસાફરી કરી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આયુર્વેદિક ડૉક્ટર ચેક-ઇન કાઉન્ટરને બાયપાસ કરીને ફ્લાઇટમાં બંને બેગ લઈ જવાનો આગ્રહ રાખતા હતા. જ્યારે તેણી ફ્લાઇટમાં ચઢી અને પોતાની એક બેગ ક્રૂ કેબિનમાં છોડી દીધી અને બીજી બેગને પોતાની સીટ 20F પર લઈ ગઈ ત્યારે મામલો વધુ વણસી ગયો.

મુસાફરે સહકાર આપવાનો ઇનકાર કર્યો, અપશબ્દોનો ઉપયોગ કર્યો
જ્યારે કેબિન ક્રૂએ તેણીને તેની બેગ તેની સીટ ઉપરના ઓવરહેડ ડબ્બામાં મૂકવા કહ્યું, ત્યારે તેણીએ ના પાડી અને ક્રૂને તેની જવાબદારી લેવાનો આગ્રહ કર્યો. ક્રૂ અને કેપ્ટન બંને તરફથી અનેક સૂચનાઓ છતાં, તેણીએ સાંભળ્યું નહીં અને મૌખિક રીતે અપશબ્દો બોલવા લાગી.

અન્ય મુસાફરોએ દરમિયાનગીરી કરીને તેણીને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ તેમના પર પણ બૂમો પાડી હોવાનું કહેવાય છે. એક સમયે, તેણીએ કથિત રીતે ધમકી આપી હતી કે જો ક્રૂ તેના બેગને સ્પર્શ કરશે તો તે વિમાનને ક્રેશ કરી દેશે.

પતિ કહે છે કે મહિલાનો જાહેરમાં હંગામો કરવાનો ઇતિહાસ રહ્યો છે
કેપ્ટને તાત્કાલિક સુરક્ષા અધિકારીઓને જાણ કરી, જેના પગલે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓને વિમાનમાં બોલાવવામાં આવ્યા. તેઓ વિમાનમાં ચઢ્યા અને મુસાફર મોહનભાઈને વિમાનમાંથી નીચે ઉતારી લીધા.

કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) ના એસોસિયેટ મેનેજર ઓફ સિક્યુરિટી અગ્નિમિત્ર બહિનીપતિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ખામી 17 જૂનના રોજ બપોરે 2:45 થી સાંજે 5:30 વાગ્યા સુધી ચાલી હતી.

પોલીસે જણાવ્યું હતું કે મહિલાએ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પોલીસ સ્ટેશનમાં પોતાનું વિક્ષેપજનક વર્તન ચાલુ રાખ્યું હતું, જ્યાં તેણીએ કથિત રીતે અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને શારીરિક રીતે સામનો કરવો પડ્યો હતો, જેના કારણે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ પહેલી વાર હતું જ્યારે આવી ભાષા ત્યાં સાંભળી હતી.

બેંગલુરુમાં એક શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા તેના પતિએ ખુલાસો કર્યો કે તેણીએ તબીબી પ્રેક્ટિસ છોડી દીધી છે અને પરિવારને મળવા ગુજરાત જઈ રહી હતી. તેણે એ પણ સ્વીકાર્યું કે તેણીએ ભૂતકાળમાં જાહેરમાં ખલેલ પહોંચાડી હતી. અધિકારીઓ હવે તેણીની પૃષ્ઠભૂમિની તપાસ કરી રહ્યા છે.