Sunday, Jul 20, 2025

સુરત એરપોર્ટ ફરતેના હાઈરાઈઝ બિલ્ડિંગોને નોટિસો ફટકારવામાં ઓથોરિટીએ કાચું કાપ્યાની શક્યતા

7 Min Read
  • જુના નિયમો મુજબ NOC આપ્યું અને નવા નિયમ મુજબ નોટિસો ફટકારી; એરપોર્ટના રન-વેના વાસ્તવિક અને હયાત સ્થળની સ્થિતિ અંગે વિરોધાભાસ
  • સુરત એરપોર્ટના પ્રમાણિત નક્શામાં રન-વેનું વાસ્તવિક સ્થળ ૧૩૩ મીટર દૂર દર્શાવાયું છે, હાઈરાઈઝ બિલ્ડિંગોનું અંતર માપવામાં આવે તો આસમાન-જમીન જેટલો તફાવત દેખાઈ આવે
  • હાઈરાઈઝ બિલ્ડિંગોના બાંધકામ તોડવાના થશે તો સરકારે લગભગ ૩૦૦૦ કરોડનું વળતર ચૂકવવું પડશે અને ફ્લેટધારકોએ લીધેલી ૨૦૦૦ કરોડની લોન ડિફોલ્ટ થવાનો ભય

સુરત એરપોર્ટ નજીકના ૧૨૧ હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગના મુદ્દે એરપોર્ટ ઓથોરિટી અને ત્યારબાદ મહાપાલિકા, કલેક્ટર વગેરે ઓથોરિટીએ આપેલી નો‌િટસો અને ‌બિ‌લ્ડિંગો તોડી પાડવાનો ભય ઊભો કરવા પાછળ ‘આંધળે બહેરું કુટવા’ જેવો ઘાટ થઈ રહ્યો છે. હકીકતમાં સમગ્ર વિવાદ ઊભો થવા પાછળ એરપોર્ટ ઓથોરિટીની ગણતરીની ભુલ કારણભૂત ગણી શકાય, પરંતુ હવે આ ભૂલ કોણ સ્વીકારે એ મહત્ત્વનો પ્રશ્ન છે. હાલના તબક્કે સમગ્ર પ્રકરણ હાઈકોર્ટમાં પે‌િન્ડંગ છે, પરંતુ કારણ વગર માનસિક યાતના ભોગવતા ‌બિ‌લ્ડિંગમાં રહેતા પરિવારો અને બિલ્ડર્સ ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરી રહ્યાં છે.

વળી આ રજૂઆતો માત્ર કહેવા પૂરતી રજૂઆતો નથી, બલ્કે પુરાવારૂપ દસ્તાવેજો સરકાર અને સિવિલ એવિએશનના વખતોવખતના પરિપત્રો અને બનાવાયેલા નિયમોને ટાંકીને તર્કબદ્ધ રજૂઆતો કરી રહ્યા હોવાથી એરપોર્ટ ઓથોરિટીને પણ પોતે કરેલી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. હકીકતમાં વાસ્તવિક સ્થિતિની નિયમો અને માપદંડના આધારે સમીક્ષા કરવામાં આવે તો એકપણ ‌બિ‌લ્ડિંગની ઊંચાઈ વિમાનના આવા-ગમન માટે અવરોધ બનતી નથી. પરંતુ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ અભ્યાસ કરવામાં કાચું કાપ્યું હોવાનું હાલના તબક્કે લાગી રહ્યું છે. કારણ કે, ‌બિ‌લ્ડિંગના બાંધકામને NOC આપતી વખતના માપદંડ અને હાલના એટલે કે નો‌િટસો આપતા સમયના માપદંડ અલગ અલગ છે.

મૂળ મુદ્દો વિમાનના ઉતરાણ વખતના ‘થ્રેશહોલ્ડ’ પોઈન્ટનો છે. ‘થ્રેશહોલ્ડ’ એટલે કે જ્યાં ઉતરાણ વખતે વિમાનનું વ્હીલ સૌપ્રથમ ટચ થઈને વિમાન રન-વે ઉપર આગળ વધે છે. ખરેખર આ પોઈન્ટ એટલે કે ‘થ્રેશહોલ્ડ’ને મૂળ આધાર ગણીને ‌બિ‌લ્ડિંગનું અંતર અને ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. હવે જ્યારે એરપોર્ટ ઓથોરિટી રન-વેના ‘થ્રેશહોલ્ડ’ પોઈન્ટને આગળ પાછળ કરે છે ત્યારે સ્વાભાવિક ‌બિ‌લ્ડિંગનું અંતર અને ઊંચાઈના માપદંડમાં ફેરફાર થવાના જ. આના માટે બિલ્ડર્સ કે ‌બિ‌લ્ડિંગમાં રહેતા સભ્યોને દોષિત ગણી શકાય નહીં.

ઉદાહરણરૂપ દિલ્હી એરપોર્ટના ‘થ્રેશહોલ્ડ’ને ફિક્સ કરી દેવાયો હોવાથી એરપોર્ટ નજીકના વિસ્તારના ‌બિ‌લ્ડિંગોની હાઈટને લઈને વિવાદ થતો નથી. આવું જ દેશના અન્ય મહાનગરોમાં પણ છે, પરંતુ એકમાત્ર સુરતમાં પાછલાં ઘણાં વર્ષોથી સુરત એરપોર્ટ અને ફરતેના હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને કારણ વગર બિલ્ડર્સ ઉપરાંત હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગમાં રહેતા પરિવારો માનસિક યાતનાઓ ભોગવી રહ્યાં છે. વળી એરપોર્ટ ઓથોરિટીએ માત્ર નો‌િટસો આપીને આગળની કાર્યવાહી કરી નથી. ‌બિ‌લ્ડિંગોનું નડતરરૂપ બાંધકામ તોડી પાડવું હોય તો એરપોર્ટ ઓથોરિટીએ ફ્લેટ માલિકોને વળતર ચૂકવવું પણ અનિવાર્ય છે. કારણ કે, એરપોર્ટ નજીક બંધાયેલા ‌બિ‌લ્ડિંગ તમામ પ્રકારની કાયદેસરની મંજુરી મેળવીને બંધાયા છે. લગભગ તમામ ‌બિ‌લ્ડિંગોના મહાનગરપાલિકા અને સુરત વિકાસ સત્તામંડળ એટલે કે ‘સુડા’ની મંજૂરી ઉપરાંત એરપોર્ટ ઓથોરિટીનું NOC અને અને મહાપાલિકાનું ‌બિ‌લ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એટલે BU મેળવીને વસવાટ શરૂ કર્યો છે, પરંતુ હવે જ્યારે એરપોર્ટ ઓથોરિટીને ૧૨૧ ‌બિ‌લ્ડિંગના હાઈરાઈઝ્ડ બાંધકામો નડતરરૂપ લાગી રહ્યાં છે ત્યારે ફરી એક વખત એરપોર્ટ ઓથોરિટીએ કરેલી સમગ્ર પ્રક્રિયાને ચકાસી જવાની જરૂર છે.પ્રાથમિક તારણો મુજબ જુના રૂલ્સ ૨૦૦૪થી ૨૦૧૪ મુજબ બાંધકામોને NOC આપવામાં આવ્યું છે. જ્યારે ૨૦૧૫ના નવા નિયમ મુજબ NOCનું મૂલ્યાંકન કરીને નો‌િટસો આપવામાં આવી છે. સરકારી ગેજેટમાં સુરત એરપોર્ટના ARPની વેલ્યુ ૬ મીટર હોવા છતાં સર્વે ૮.૯ મીટર ગણીને નોટિસો આપવામાં આવી છે. વળી નિયમ મુજબ દર વર્ષે સર્વે કરવો જરૂરી હોવા છતાં ૯ વર્ષ પહેલા ૨૦૧૬ના વર્ષમાં સર્વે કરાયો હતો.સૌથી ગંભીર બાબત તો એ છે કે, સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા NOC આપવા માટે પ્રમાણિત કરાયેલા નક્શામાં રન-વેનું વાસ્તવિક સ્થળ કરતાં ૧૩૩ મીટર દૂર દર્શાવાયું છે. આ બાબત ખૂબ જ ગંભીર ગણી શકાય. રન-વેનું વાસ્તવિક સ્થળ અને હયાત રન-વેની સ્થળ સ્થિતિના આધારે હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગનું અંતર અને ઊંચાઈ માપવામાં આવે તો આસમાન-જમીન જેટલો તફાવત દેખાઈ આવે. ઉપરાંત ૨૦૧૫ વર્ષ પહેલાનો નક્શો WGS-84 સાથે ઈ‌િન્ટગ્રેટ નહોતો. જ્યારે એરપોર્ટ ઓથોરિટીનો સર્ટિફાઈડ નક્શો જીઓડેટીક નહોતો.

હાઈરાઈઝ બાંધકામ અંગે સિવિલ એવિએશનના ‌િહય‌િરંગનાં તારણો જોતા ઓબસ્ટેકલમાં આવતી તમામ ‌બિ‌લ્ડિંગો બાંધકામના તે સમયના NOCના નિયમોનું પાલન કરીને બાંધકામ કરાયું હતું. NOCની એકપણ શરતનો ભંગ કરાયો નથી. હવે જ્યારે હાઈરાઈઝ્ડ ‌બિ‌લ્ડિંગોનો, ઓબ્સ્ટેકલ પ્રશ્ન ઉપસ્થિત થવા પાછળ NOC આપવાની જૂની અને નવી પ્રક્રિયા કારણભૂત ગણી શકાય. જેમાં બિલ્ડર્સ કે ‌બિ‌લ્ડિંગમાં રહેતા પરિવારોનો કોઈ દોષ નથી.આ બધા પ્રશ્નોની વચ્ચે એરપોર્ટ ઓથોરિટી ઇચ્છે તો નવા સુધારેલા કાયદા મુજબ સ્થળાંતર કરાયેલા રન-વે R22 થ્રેશહોલ્ડ (ટચ ડાઉન પોઈન્ટ)ને કાયમી કરી શકાય તેવી સ્થિતિ છે તો આપોઆપ ‘ઓબ્સ્ટેકલ’ અને ‌બિ‌લ્ડિંગના બાંધકામનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરી શકાય.

ઉદાહરણરૂપ તાજેતરમાં દિલ્હી એરપોર્ટના બે રન-વેનું આવી જ રીતે કાયમી સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડુમસ તરફના ભાગે ONGCની ગેસ લાઈન ઉપર કલવર્ટ બનાવીને પણ રન-વે લંબાવી શકાય. પરંતુ આ એરપોર્ટના વિસ્તરણનો મુદ્દો છે.સુરત એરપોર્ટના એપ્રુવલ થયેલા પ્લાન મુજબ ૩૮૧૦ મીટરનો નવો રન-વે પણ બનાવી શકાય તેમ છે. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન એસોસીએશન ICAOની માર્ગદર્શિકા અનુસાર ગ્લાઈડપાથ એંગલ બેથી ત્રણ ટકા સુધી લઈ જઈ શકાય તેમ છે.

ખેર, સુરત એરપોર્ટ પ્રારંભકાળથી કોઈક ને કોઈક કારણોસર વિવાદનું કેન્દ્ર બનતું આવ્યું છે. કારણ કે, સુરતને સજ્જડ રાજકીય નેતૃત્વ મળ્યું નથી. કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌િટલ સુરત એરપોર્ટના પ્રશ્ને નિવેડો લાવવા ઉપરાંત એરપોર્ટના વિકાસ અને વિસ્તરણ કરાવી શકવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ કોઈક કારણોસર સી.આર. પા‌િટલ પણ સુરત એરપોર્ટ માટે જોઈએ એટલા ઉત્સાહિત જણાતા નથી. હવે જ્યારે સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે અને કેન્દ્રમાં મોદી સરકાર છે તેવા સંજોગોમાં સુરત એરપોર્ટનો વિકાસ અને વિસ્તરણ કરવાની ઉમદા તક છે.

એક સમય એવો હતો કે, સુરતમાંથી વિમાન સેવા શરૂ કરવા એરલાઈન્સને એડવાન્સમાં ડિપોઝિટ આપવી પડતી હતી. આજે સ્થિતિ બદલાઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં સુરત એરપોર્ટનું ટ્રાફિક અને ઉડાન બંનેમાં ચોક્કસ વધારો થવાના સંજોગો ઉજળા છે.હાઈરાઈઝ ‌બિ‌લ્ડિંગના મુદ્દે કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે તો સરકારે બાંધકામો તોડવા માટે ફ્લેટધારકોને વળતર પેટે એક અંદાજ મુજબ ૩૦૦૦ કરોડનું વળતર ચૂકવવું પડે. જ્યારે ફ્લેટધારકોએ બેંકોમાંથી મેળવેલી લગભગ ૨૦૦૦ કરોડની લોન ડિફોલ્ટ થવાની શકયતા નકારી શકાય તેમ છે.આ તમામ બાબતે સુરતના જાણીતા ઉદ્યોગ અગ્રણી રઘુવીર બિલ્ડર્સના શિવલાલ પોંકીયા, હેપી હોમના મુકેશ પટેલ સહિત સાથી બિલ્ડરોએ સુરત એરપોર્ટના સ્થાનિક ઉચ્ચ અધિકારી સમક્ષ વિસ્તૃત અને ઝીણવટભરી રજૂઆત કરી હતી.સ્થાનિક એરપોર્ટ ઓથોરિટીને પણ ક્યાંક ભૂલ થઈ હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

Share This Article