સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ અને માંગરોળ ફાયર વિભાગની ટીમો દોડી આવી અને માત્ર 22થી 25 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, કંપનીમાં નિયમિત ઉત્પાદન અને મશીનરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણસર મિલમાં આગ લાગી હતી. આગ લાગતાં કંપની સંચાલકોએ તાત્કાલિક સુમિલોન ઇન્ડસ્ટ્રીઝના પ્રશાંતભાઈ તથા માંગરોળ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો.
માહિતી મળતા જ સુમિલોન ફાયર અને માટીવા (માંગરોળ) ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર ભાવેશ ગામિત અને તેમની ટીમે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજે 22થી 25 મિનિટમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ પર ઠંડુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
વિશાલ પોલિફાઇબરના ડિરેક્ટર પંકજ ડાવરાએ જણાવ્યું હતું કે ઘટના નાની હતી, પરંતુ આગ વધુ ફેલાઈ હોત તો નુકસાન વધી શકત. તેમણે સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ અને માંગરોળ તાલુકા એસોસિએશન દ્વારા ફાયર સેફ્ટી માટે કરવામાં આવેલી વાહનોની સુવિધાને મહત્વપૂર્ણ ગણાવી હતી.
તેમણે ઔદ્યોગિક વિસ્તારોમાં મુશ્કેલીના સમયે ઉદ્યોગો વચ્ચે સહકાર જરૂરી હોવાનું જણાવ્યું હતું અને ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ ટાળવા વધુ ફાયર ગાડીઓની સુવિધા હોવી જોઈએ તેવી વાત કરી હતી. સમયસરની કાર્યવાહીથી કોઈ જાનહાનિ થઈ નહોતી.
અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જહાજો સામસામે આવી જતાં ફરી એકવાર બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે. 15 સપ્ટેમ્બર, 2026ની સાંજે ઉત્તર અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારતીય નૌકાદળના એક જહાજ સાથે પાકિસ્તાની નૌકાદળના જહાજની ટક્કર થઈ હતી. ઘટનાના બીજા જ દિવસે ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના ચાર્જ ડી’અફેયર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો.
🚨 Sources say that Pakistani naval ship rammed an Indian Navy warship in international waters after closing at high speed in an unsafe, unprofessional manoeuvre. No major damage. That is not luck. That is the difference between a professional navy and a provocation.
ભારતીય સત્તાવાર માહિતી અનુસાર, ભારતીય યુદ્ધજહાજ નિયમિત દેખરેખ મિશન પર હતું. આ દરમિયાન પાકિસ્તાની નૌકાદળનું જહાજ ઊંચી ઝડપે ભારતીય જહાજની નજીક આવ્યું અને ત્યારબાદ તેની દિશામાં અસુરક્ષિત તથા બિન-વ્યાવસાયિક રીતે ફેરફાર કર્યો હતો.ભારતના જણાવ્યા પ્રમાણે ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.
મીડિયા અહેવાલોમાં ટક્કરમાં સામેલ પાકિસ્તાની જહાજ તરીકે PNS Hunainનું નામ સામે આવ્યું છે. તે પાકિસ્તાન નૌકાદળનું Yarmook-class offshore patrol vessel છે, જે દરિયાઈ સુરક્ષા, દેખરેખ અને પેટ્રોલિંગ જેવી કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, ભારતીય નૌકાદળના ટક્કરમાં સામેલ જહાજનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાની રાજદ્વારીને જણાવ્યું કે દરિયામાં તમામ સૈન્ય એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને બંને દેશો વચ્ચે લાગુ કરારોનું પાલન કરવું જોઈએ. ભારતે પાકિસ્તાની નૌકાદળની કાર્યવાહીનું વર્ણન ‘અસ્વીકાર્ય અને બિન-વ્યાવસાયિક’ તરીકે કર્યું છે. ઇસ્લામાબાદમાં રહેલા ભારતીય ચાર્જ ડી’અફેયર્સને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ સમાન વિરોધ નોંધાવવા સૂચના આપવામાં આવી છે.
આ મામલે ભારતે એપ્રિલ 1991ના ‘Advance Notice on Military Exercises, Manoeuvres and Troops Movements’ કરારના આર્ટિકલ 10નો પણ ઉલ્લેખ કર્યો છે. આ જોગવાઈ મુજબ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં બંને દેશોના નૌકાદળના જહાજો અને સબમરીન એકબીજાથી ઓછામાં ઓછા 3 નોટિકલ માઈલનું અંતર જાળવે તેવો નિયમ છે, જેથી અકસ્માત ટાળી શકાય છે.
PAK GETTING A BIT TOO BIG FOR ITS BOOTS?! Indian Defence Sources: On the evening of 15 Sep 26, a Pakistan Naval Ship closed a frontline Indian Naval warship on a routine surveillance mission in the North Arabian Sea at high speed, manoeuvring in a unprofessional and unsafe… pic.twitter.com/hr32eZnEHj
રસપ્રદ બાબત એ છે કે લગભગ 15 વર્ષ પહેલાં, જૂન 2011માં પણ PNS Babur અને INS Godavari વચ્ચે દરિયામાં ટક્કર જેવી ઘટના બની હતી. તે સમયે પણ ભારતે પાકિસ્તાની જહાજ સામે નૅવિગેશનલ સેફ્ટીના નિયમો અને 1991ના કરારના આર્ટિકલ 10ના ભંગ અંગે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી રેકોર્ડ મુજબ PNS Baburએ ઊંચી ઝડપે INS Godavariની નજીક જઈને તેને સ્પર્શ કર્યો હતો, જેના કારણે હેલિકોપ્ટર ડેકની સુરક્ષા જાળીને નાનું નુકસાન થયું હતું.
હાલની ઘટનામાં બંને દેશો તરફથી આગળની કાર્યવાહી અને ટક્કરની સંપૂર્ણ તપાસ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
16 સપ્ટેમ્બર 2026ના રોજ GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને ગુજરાતભરના યુવાનોનો રોષ રસ્તા પર જોવા મળ્યો હતો. વડોદરાના આંબેડકર સર્કલ નજીક આવેલી GETCO કચેરી બહાર આશરે 200થી 300 ઉમેદવારો એકત્ર થયા હતા. ઉમેદવારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી કાયમી ભરતી કરવાની માગ ઉઠાવી હતી.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોનો મુખ્ય વિરોધ ભરતી પ્રક્રિયામાં મર્યાદિત જગ્યાઓના અલોટમેન્ટ અને બાકી ઉમેદવારો અંગે સ્પષ્ટતા ન મળવાને લઈને છે. ઉમેદવારોનું કહેવું છે કે લાયકાત ધરાવતા મોટી સંખ્યામાં યુવાનોને તક મળે તે માટે GETCOમાં મોટા પાયે કાયમી ભરતી કરવી જોઈએ. સાથે જ 2026ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય તો મેરિટ લિસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમયમર્યાદા વધારવાની પણ માગ કરવામાં આવી છે.
ડીસાથી આવેલા ઉમેદવાર વિક્રમ એદૈલિયાએ જણાવ્યું કે મુખ્ય માગ આઉટસોર્સિંગ પદ્ધતિ બંધ કરવાની છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ 8 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, જ્યારે હાલ માત્ર 271 જગ્યાઓનો પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે. ઉમેદવારોએ વધુ જગ્યાઓ પર ભરતી કરવાની માગ કરી છે.
કપડવંજના હિતેશ ખાંટના જણાવ્યા મુજબ, 5 એપ્રિલ 2026ની પરીક્ષા બાદ આશરે 5,600 ઉમેદવારો સામે માત્ર 273 ઉમેદવારોનું પ્રથમ અલોટમેન્ટ જાહેર થયું છે. 7 જુલાઈએ રજૂઆત કર્યા બાદ ઓગસ્ટમાં બાકી અલોટમેન્ટ અંગે ખાતરી આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ મળ્યો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓના ઉમેદવારોએ 4 હજાર કે તેથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માગ કરી છે. માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
8 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મીરા રોડ પર રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ માત્ર થોડા જ દિવસોમાં મીરા રોડ પર વર્ષોથી ચાલતા જમીન વિવાદમાં ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત જમીનનો કબજો છોડવાની સાથે પ્લોટ માટે મળેલી બાંધકામ પરવાનગી પણ સરેન્ડર કરવાની જાહેરાત કરવા સાથે જ વોહરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની વાત પણ તેમણે કરી છે.
આ સમગ્ર મામલો ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી 2,810 ચોરસ મીટર જમીનને લઈને છે. વોહરાના જણાવ્યા અનુસાર તેમણે આ જમીન 1989માં ખરીદી હતી. તેમનો આરોપ છે કે 2011માં સ્વયમ બિલ્ડર્સ અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ દ્વારા જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. વોહરાએ આ કંપનીઓને નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું જણાવ્યું હતું.
વોહરાનો વધુ આરોપ છે કે તેમની જાણ બહાર કથિત રીતે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને જમીનને બે કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવી હતી. તેઓ છેલ્લા લગભગ 15 વર્ષથી અલગ-અલગ સરકારી વિભાગો સમક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. 2015માં આ કેસને લઈને FIR પણ નોંધાઈ હતી.
8 સેપ્ટેમ્બરે વોહરા વડનગરની BN સ્કૂલમાં પીએમ મોદી સાથે અભ્યાસ કર્યાની વાત કરી હતી અને તેમના સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે જમીન વિવાદમાં હસ્તક્ષેપ અને CBI તપાસની માંગ કરી હતી.
ત્યારબાદ મંગળવારે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીની અધ્યક્ષતામાં મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. તેમાં વોહરા, નરેન્દ્ર મહેતા, મહાનગરપાલિકા કમિશનર રાધા વિનોદ શર્મા અને ટાઉન પ્લાનર પુરુષોત્તમ શિંદે હાજર રહ્યા હતા. બેઠકમાં મહેતાએ જમીન અને બાંધકામ પરવાનગી અંગેનો નિર્ણય રજૂ કર્યો.
બીજી તરફ, સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે 13 જૂન 2019ના રજિસ્ટર્ડ ડીડથી જમીન ખરીદ્યાનો દાવો કર્યો હતો. કંપનીને 17 એપ્રિલ 2026ના રોજ બાંધકામની મંજૂરી મળી હતી. હવે કંપનીએ વિવાદનો ઉલ્લેખ કરીને બાંધકામ પ્રમાણપત્ર સરેન્ડર કર્યું છે અને પરવાનગી રદ કરવાની સાથે અગાઉ ભરેલી ફી પરત કરવાની માંગ કરી છે.
નરેન્દ્ર મહેતાએ પણ પોલીસ કમિશનરને પત્ર લખીને વોહરા વિરુદ્ધની અગાઉની ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી છે. આ દરમિયાન 16 સપ્ટેમ્બરે મહાનગરપાલિકામાં બંને કંપનીઓને જમીન વિવાદ અંગે સ્પષ્ટતા માટે બોલાવવામાં આવી છે.
સુરતના સારોલી વિસ્તારમાં આજે સવારે અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા દેખાતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. સારોલી સ્થિત સાલાસર માર્કેટના પાંચમા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં માત્ર થોડી જ વારમાં આગ ચાર દુકાનો સુધી પ્રસરી ગઈ હતી. દુકાનોમાં કાપડનો મોટો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી અને સમગ્ર વિસ્તારમાં ફાયર બ્રિગેડની દોડધામ શરૂ થઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, સવારે અંદાજે 10:30 વાગ્યે માર્કેટના પાંચમા માળે આવેલી દુકાનોમાં આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચમા માળે આવેલી અંદાજે ચાર દુકાનો તેની ઝપેટમાં આવી હતી. આ દુકાનોમાં ફેબ્રિકેટ કાપડ, પોલિએસ્ટર સહિતનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ ભભૂકી હોવાનું સામે આવ્યું છે.
આગ લાગ્યાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડ સક્રિય થઈ હતી. શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી 15થી વધુ ફાયર ટેન્ડરો અને ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને હોઝ પાઈપો ગોઠવી ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આગના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ હતી. કાપડનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સદનસીબે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં પાસપોર્ટ સંબંધિત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત ATSએ પૂર્વ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કાર્યકર હરિકેશ પટેલ સામે કથિત રીતે ખોટા દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવવાના આરોપસર FIR નોંધી છે. ATSના જણાવ્યા મુજબ, તેનો અસલી પાસપોર્ટ પહેલેથી જ કોર્ટમાં જમા હતો, છતાં આ હકીકત છુપાવી તેણે નવો પાસપોર્ટ મેળવ્યો અને બાદમાં તેના આધારે વિદેશ પ્રવાસ પણ કર્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
ATS મુજબ હરિકેશ પટેલનો અસલી પાસપોર્ટ નંબર S2528999 છે, જે કોર્ટમાં જમા કરવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપીએ કથિત રીતે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ગુમ થયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં દિલ્હી અને આગ્રાના બનાવટી સરનામાવાળા રેન્ટ એગ્રીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ત્યારબાદ આગ્રાનું સરનામું આધાર કાર્ડમાં અપડેટ કરાવ્યાનું ATSનું કહેવું છે.
આ અપડેટ કરાયેલા આધાર કાર્ડના આધારે હરિકેશ પટેલે ગાઝિયાબાદના રિજનલ પાસપોર્ટ ઓફિસમાંથી 26 જુલાઈ 2024ના રોજ C0538007 નંબરનો બીજો પાસપોર્ટ મેળવ્યો હોવાનો આરોપ છે. ATSના જણાવ્યા મુજબ, આ પાસપોર્ટ મેળવવા માટે તેણે એક વ્યક્તિને ₹65 લાખ ચૂકવ્યા હતા. હવે ATS આ રકમના બદલામાં પાસપોર્ટ મેળવવામાં મદદ કરનાર વ્યક્તિ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવનારા નેટવર્કની શોધખોળ કરી રહી છે.
તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે, બીજા પાસપોર્ટના આધારે હરિકેશ પટેલે ભૂતાન મારફતે બેંગકોક, સિંગાપોર અને દુબઈનો પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ નેપાળ મારફતે ભારત પરત ફર્યો હતો. તે લાંબા સમય સુધી દુબઈમાં રોકાયો હોવાનો પણ અહેવાલ છે.
હરિકેશ પટેલનું નામ અગાઉ પણ નાણાકીય છેતરપિંડી સંબંધિત તપાસમાં સામે આવ્યું હતું. તે EDના અંદાજે ₹50 કરોડના Power Bank એપ ફ્રોડ કેસમાં શરૂઆતમાં આરોપી તરીકે નામિત થયો હતો, પરંતુ બાદમાં સાક્ષી બનાવાયો હતો. 2024 દરમિયાન EDએ આ કેસની તપાસમાં ગુજરાતના અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યા હતા.
ATSને હરિકેશ પટેલ પાસે બે પાસપોર્ટ હોવાની માહિતી મળ્યા બાદ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તપાસ આગળ વધતાં હવે Bharatiya Nyaya Sanhita (BNS) અને Passport Actની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી છે. તેમાં બનાવટ, છેતરપિંડી સહિતના આરોપોની તપાસ ચાલી રહી છે.
હાલ ATS બીજા પાસપોર્ટની સમગ્ર પ્રક્રિયામાં કોણ-કોણ સંકળાયેલું હતું, ખોટા દસ્તાવેજો કેવી રીતે તૈયાર થયા અને ₹65 લાખની લેવડદેવડમાં કોની ભૂમિકા હતી તેની તપાસ કરી રહી છે. આ કેસમાં આગળ વધુ ખુલાસા થવાની શક્યતા છે.
નોંધ: હરિકેશ પટેલ સામેના આ તમામ આરોપો તપાસનો વિષય છે અને કોર્ટમાં સાબિત થવાના બાકી છે.
ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ છુપાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, એ જ મહિલા સુરતમાંથી જીવિત મળી આવતા સમગ્ર મામલો ચોંકાવનારા વળાંક પર પહોંચ્યો છે. રાંચી જિલ્લાના ખેલારી પોલીસ સ્ટેશનમાં વિણી દેવી ઉર્ફે વિણા દેવીની હત્યા અંગે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ ચાલી રહી હતી, ત્યારે સુરતની સચિન GIDC પોલીસે મહિલાને જીવિત શોધી કાઢતા હવે સમગ્ર કેસની હકીકત સામે લાવવાનો પડકાર ઊભો થયો છે.
મળતી માહિતી મુજબ, 2 સપ્ટેમ્બર 2026ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ખેલારી પોલીસ સ્ટેશનમાં વિણી દેવી ઉર્ફે વિણા દેવીની હત્યા કરી તેની લાશ છુપાવવાના આરોપસર ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં મહિલાના પતિ સામુ બંધુ મહતો સહિત સાસરી પક્ષના અન્ય લોકો સામે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહિલાની હત્યા થઈ હોવાનું માનીને ઝારખંડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મહિલાના પરિવારજનો તેમજ સાસરી પક્ષના લોકોની ભૂમિકા સહિત વિવિધ પાસાઓ તપાસવામાં આવી રહ્યા હતા. દરમિયાન આ કેસની કડી સુરત સુધી પહોંચતા સચિન GIDC પોલીસ સક્રિય બની હતી. મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી અને આખરે વિણી દેવી ઉર્ફે વિણા દેવીને સુરતમાંથી જીવિત શોધી કાઢી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી રાજુભાઈની ચાલ, શિવાંજલી સોસાયટી ખાતે રહેતી હતી. મહિલાને જીવિત હાલતમાં શોધી કાઢવામાં આવતા ઝારખંડમાં નોંધાયેલા હત્યાના ગુનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે મહિલા ઝારખંડમાંથી સુરત કેવી રીતે પહોંચી? તે સુરતમાં કોની સાથે રહેતી હતી? તેમજ ઝારખંડમાં તેની હત્યા થઈ હોવાનું માનીને ફરિયાદ કયા આધારે નોંધવામાં આવી હતી? આ તમામ મુદ્દાઓ પર આગળની તપાસમાં પ્રકાશ પાડવામાં આવશે.
મહિલાનું નિવેદન તેમજ સુરત અને ઝારખંડ પોલીસની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત સ્પષ્ટ થઈ શકશે. જીવિત મહિલા મળી આવતાં ઝારખંડમાં નોંધાયેલા હત્યા અને લાશ છુપાવવાના કેસની તપાસને પણ હવે નવી દિશા મળી છે.
પાણીમાં તરતી આ માછલીને પહેલી નજરે જોઈને તમને પણ કદાચ એ કુદરતી લાગશે, પરંતુ નજીકથી જોતા ખબર પડે છે કે આ જીવતી માછલી નહીં, અત્યંત હકીકત જેવી દેખાતી રોબોટિક ફિશ છે. ચીનમાં રજૂ થયેલી BG-5 Golden Dragon Fish પોતાની કુદરતી જેવી તરવાની ચાલ અને પાણીની અંદર સ્વચાલિત રીતે માર્ગ બદલવાની ક્ષમતાને કારણે ચર્ચામાં આવી છે.
આ રોબોટ Boya Gongdao Marine Technology Group દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેની ડિઝાઇન આધાર ગોલ્ડન અરૉવાના એટલે કે ગોલ્ડન ડ્રેગન ફિશ પર છે. સપ્ટેમ્બર 2026માં બેઇજિંગમાં યોજાયેલી China International Fair for Trade in Services (CIFTIS) દરમિયાન તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
✨🇨🇳This is China’s bionic robotic fish. It swims just like a real fish, with silent movement and autonomous obstacle‑avoidance capabilities. Designed for underwater monitoring and ecological observation, it blends high‑tech engineering with nature‑inspired design. https://t.co/3nxgAhQb2qpic.twitter.com/kZ5Rtx4dAn
BG-5માં સામાન્ય અંડરવોટર ડ્રોનની જેમ પ્રોપેલરનો ઉપયોગ થતો નથી. તેની જગ્યાએ બહુ-જોઇન્ટવાળી પૂંછડી માછલીની જેમ લહેરાતી હોવાથી તે પાણીમાં આગળ વધે છે. કંપનીના જણાવ્યા અનુસાર તેમાં સ્વચાલિત અવરોધ ટાળવાની ક્ષમતા પણ છે. તે અગાઉથી નક્કી કરાયેલા માર્ગ પર જ નિર્ભર રહેવાને બદલે સેન્સરની મદદથી આસપાસના અવરોધોને ઓળખીને દિશા બદલી શકે છે.
કંપનીના કેટલોગ પ્રમાણે BG-5નું વજન આશરે 3 કિલોગ્રામ, લંબાઈ 640 મિમી અને મહત્તમ કાર્યકારી ઊંડાઈ 5 મીટર છે, જ્યારે તેની નોંધાયેલ મહત્તમ ગતિ 0.6 મીટર પ્રતિ સેકન્ડ છે.
કંપની તેને પાણીની અંદરની શોધ, બચાવ, સંશોધન અને અન્ય જળસંબંધિત કામગીરી માટેના બાયોમિમેટિક રોબોટ તરીકે રજૂ કરે છે. તેથી ભવિષ્યમાં પાણીની અંદર અવલોકન અને સર્વેલન્સ જેવી કામગીરીમાં આવી ટેક્નોલોજીના ઉપયોગની શક્યતાઓ પર પણ ચર્ચા થઈ રહી છે.
ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક ભયાનક અકસ્માતમાં ભારતીય મૂળની 24 વર્ષીય યુવતી માલાઇકા ચિત્રે અને તેના નેપાળી-અમેરિકન મિત્ર નવમ કૌલનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, બંનેમાંથી એક વ્યક્તિ ટ્રેક પર પડી ગયા બાદ બીજો તેને બચાવવા માટે નીચે ઉતર્યો હતો.
Indian-Origin Woman, Friend Die After Being Hit by Subway Train in #NewYork
A horrific accident occurred at a subway station in New York City's Lower #Manhattan.
ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ટ્રેન નજીક આવતી વખતે બંને પ્લેટફોર્મની નીચે જોવા મળે છે. ત્યારબાદ ડાઉનટાઉન જતી નંબર-4 ટ્રેનની અડફેટે બંને આવી ગયા હતા. માલાઇકા ચિત્રે ન્યૂ જર્સીના ડેટનમાં રહેતી હતી, જ્યારે નવમ કૌલ સાયરેવિલનો રહેવાસી હતો. બંનેએ રટગર્સ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો હતો.
મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક લોકોએ પરાગ શાહને ધુત્કાર્યા, કાઢી મુક્યા તો કેટલાંક ગરીબોએ અડધામાંથી અડધો ટુકડો પણ આપ્યો
ભિક્ષુકયાત્રા દરમિયાન પરાગ શાહને દુનિયાની વાસ્તવિકતાના અનેક અનુભવ થયા, ગરીબે આપેલા ટુકડા સામે કરોડોની સંપત્તિની કોઈ વિસાત નથી તો બીજી તરફ સમય આવ્યે પોતીકા પણ પારકા બની જતા હોવાનો અનુભવ કર્યો
નમ્રમુનિ મહારાજ સાહેબ પરાગ શાહને વાસ્તવિક દુનિયાનો અનુભવ કરાવવા માંગતા હતા અને એટલે જ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા આદેશ કર્યો હતો, પરાગ શાહ માટે નમ્રમુનિ મહારાજ સાહેબનો આદેશ સર્વોપરી હતો
મુંબઈના ઘાટકોપરના ભાજપના ધારાસભ્ય પરાગ શાહના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ખમતીધર, આર્થિક રીતે સધ્ધર અને વેપાર-ઉદ્યોગમાં મોટું નામ અને કામ ધરાવતા પરાગ શાહ જૈન ધર્મના નિયમપાલનમાં પણ એટલા જ ચુસ્ત અને પ્રામાણિક છે અને એટલે જ ભાજપે મહારાષ્ટ્રની ગત ચૂંટણીમાં ઘાટકોપર બેઠક માટે પરાગ શાહની પસંદગી કરી હતી અને તેમના પ્રચાર માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના આગેવાનોએ ઘાટકોપર અને અન્ય બેઠકો માટે પ્રચાર કરવા ગયા હતા.
અલબત્ત પરાગ શાહની ખુદની એટલી બધી લોકપ્રિયતા છે કે એમના માટે ચૂંટણીપ્રચાર કરવાની જરૂર નહોતી, લોકો સામે ચાલીને પરાગ શાહને નોંધપાત્ર બહુમતીથી જીતાડવા તલપાપડ હતા અને ચૂંટણીનાં પરિણામો આવતા પરાગ શાહ જંગી બહુમતિથી ચૂંટાઇ આવ્યા હતા. ખેર, પરાગ શાહનું બીજું જમા પાસું એ છે કે તેઓ ચુસ્ત માનવતાવાદી હોવા ઉપરાંત જૈન ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને જૈન પરંપરાનું નખશિખ આચરણ કરતા આવ્યા છે. ભગવાન મહાવીરના બોધને તેમણે જીવનચર્યામાં વણી લીધો છે. મુંબઇ મહાનગર ભાજપ જૈનસેલના પ્રમુખ સી.વી. શાહના કહેવા મુજબ પરાગ શાહ અજાતશત્રુ છે, હંમેશાં પરોપકારમાં માનતા પરાગ શાહની સવાર પહેલું કામ પરોપકાર કરવાથી પડે છે. જાહેર જીવનમાં પરાગ શાહ ભાજપની વિચારધારાથી રંગાયેલા છે. પરંતુ પોતાની રાજકીય વિચારધારાને બાજુમાં રાખીને કોઇપણ ધર્મ, વર્ગ, સમાજને ઓળખ્યા વગર હંમેશા સમાજસેવાની આહલેક જગાવતા આવ્યા છે. પરાગ શાહ માટે માનવીય કર્મ અને માનવતા મુખ્ય વિચારધારા છે.
પર્યુષણ પર્વ દરમિયાન પરાગ શાહે જીવમાત્રના કલ્યાણ માટે બે હાથે મૂડી વહેંચી હતી અને છેલ્લે તેમના આધ્યાત્મિક ગુરૂ નમ્રમુનિ મહારાજના આદેશથી ભિક્ષુકનો વેશ ધારણ કરીને શેરીઓમાં ભિક્ષા પણ માંગી હતી! એક કરોડપતિ વ્યક્તિ ભિક્ષુકનું રૂપ ધારણ કરી શહેરની ગલીઓમાં ભીખ માંગવા નીકળે ત્યારે વાત સાંભળવાનું પણ અસહજ લાગે. રોજ લાખોનું દાન કરનાર માણસ રોડ ઉપર ઊતરીને લોકો પાસે ભિક્ષા માટે હાથ ફેલાવે ત્યારે સાંભળનાર કોઈના માટે પણ અચરજ પમાડનારું લાગે પરંતુ ગુરૂદેવના આદેશથી પરાગ શાહ ભિક્ષુક બન્યા હતા. કરોડો, અબજોની સંપત્તિ, ભોગવિલાસ, પદ-પ્રતિષ્ઠા આ બધું નાશવંત, ક્ષુલ્લક અને ક્ષણિક છે. આ વાતનો જીવનમાં નમ્રમુનિ મહારાજ સાહેબે વાસ્તવિક અનુભવ કરાવ્યો હતો અને પરાગ શાહ પોતાની અસલ ઓળખ છુપાવીને ભિક્ષુક બનીને મુંબઇ મહાનગરની શેરીઓમાં નીકળ્યા ત્યારે ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે કહેલા એક એક શબ્દનો સાક્ષાત્કાર થયો હતો. પરાગ શાહે ધાર્યું હોત તો જૈન મંદિરોમાં કરોડોની રકમ ન્યોચ્છાવર કરી શક્યા હોત, કરોડોનું કીર્તિદાન પણ કરી શક્યા હોત. અલબત્ત તેમણે આ બધું કર્યું છે અને કરતા પણ આવ્યા છે. પરંતુ તેમના માટે ગુરૂદેવનો આદેશ સર્વોચ્ચ હતો. ભગવાન મહાવીરપ્રભુ પણ ભોગ, વિલાસ, સત્તા-સંપત્તિનો ત્યાગ કરીને આત્મ કલ્યાણના માર્ગે સંસારનો ત્યાગ કર્યો હતો. ભગવાન મહાવીર પ્રભુએ કહેલી એક એક વાત, એક એક સંદેશ વર્તમાન યુગમાં યથાર્થ ઠરી રહ્યા છે.
ધારાસભ્ય પરાગ શાહ સંસારમાં રહીને સાધુ જેવું જીવન જીવી રહ્યા છે. નમ્રમુનિ મહારાજ સાહેબ પરાગ શાહને ગરીબો, મજબૂર લોકો અને સમાજના કહેવાતા શ્રીમંત લોકોનો વ્યક્તિગત પરિચય કરાવવા માંગતા હતા અને પરાગ શાહે એક દિવસની ભિક્ષુક તરીકેની યાત્રા દરમિયાન ઘણા ઘણા અનુભવો કર્યા. ઘણા એવા લોકો મળ્યા જેમની પાસે કંઇ જ નહોતું છતા અડધામાંથી અડધો ટુકડો પરાગ શાહને આપ્યો હતો! મતલબ, ગરીબ લોકોમાં પણ દાતાર અને દયાવાન બંનેનો અનુભવ પરાગ શાહને થયો હતો. કેટલાક લોકોએ બે, પાંચ દસ રૂપિયા િભક્ષા તરીકે આપ્યા હતા. આ લોકો એવા હતા કે જેમનામાં ગરીબો માટે અનુકંપા હતી. તો કેટલાક લોકો એવા પણ હતા કે જેમણે પરાગ શાહને દરવાજા નજીક પણ ઊભા રહેવા દીધા નહોતા. સિક્યોરીટી ગાર્ડને બોલાવીને ખદેડી મુક્યા હતા! પરાગ શાહને આવા અનેક અનુભવો થવા સાથે દુનિયા અને જીવન બન્નેને નજીકથી જોવાની સમજવાની તક મળી હતી, બલ્કે હવે પછીના તેમના જીવનમાં અનેક બદલાવ જોવા મળશે. એક દિવસની આ યાત્રાએ પરાગ શાહને સમગ્ર જીવનયાત્રાનો મર્મ, ભેદ સમજાઈ ગયા હતા અને તેમણે જીવનનું સંપૂર્ણ પારદર્શક સત્ય સમજાવવા માટે ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનો વિનમ્ર ભાવે આભાર વ્યક્ત કર્યો હતો. ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુકનો વેશ ધારણ કરીને ભિક્ષા માંગી હોવાની વાત સાંભળતા લોકો ચોંકી ઊઠ્યા હતા. તેમના ચિરપરિચિતો, ભાજપના કાર્યકરો, સમાજના આગેવાનો પરાગ શાહને મળવા દોડી ગયા હતા અને નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશનું અનુસરણ કરીને સમાજજીવનની વાસ્તવિકતા સમજવાના કરેલા પ્રયાસની સરાહના કરી હતી. નમ્રમુનિ મહારાજ સાહેબ જૈન સમાજમાં આદરપાત્ર સંત છે. તેમનો પડેલો બોલ ઝીલવા સમગ્ર જૈન સમાજ હંમેશા આતુર હોય છે. નમ્રમુનિ મહારાજ સાહેબ ઉચ્ચ આસને બિરાજતા હોવા છતાં તેઓ ધરતી ઉપર પગ રાખીને કરૂણા વરસાવનારા સંત છે. છેવાડાનો સામાન્ય વ્યક્તિ પણ ઇચ્છે તો કોઇપણ પ્રકારની ઔપચારિકતા વગર તેમને મળી શકે છે. પોતાની વાત, ઇચ્છા, મુશ્કેલી વ્યક્ત કરીને માર્ગ મેળવવા સાથે આશીર્વાદ પણ મેળવી શકે છે. નમ્રમુનિ મહારાજ સાહેબને સાંભળવા લાખોની મેદનીનો સતત પ્રવાહ વહેતો રહે છે. અત્યંત પવિત્ર અને પ્રભાવી નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશથી સમાજજીવનમાં પદ, પ્રતિષ્ઠા અને કરોડોનો કારોબાર ધરાવતા પરાગ શાહ જેવા ખમતીધર આગેવાન ભિક્ષા માંગવા નિકળે આ ઘટના જ નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રભાવનું જીવંત ઉદાહરણ છે. વળી પર્યુષણ પર્વના અંતિમ દિવસે બનેલી ઘટનાએ માત્ર જૈન સમાજમાં જ નહીં, જાહેરજીવન માટે પણ ત્યાગની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.