Home Blog Page 250

ઇન્કમ ટેક્સ બાદ હવે કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં થશે ધરખમ ફેરફાર: નિર્મલા સીતારમણ

0

ઇનકમ ટેક્સમાં ધરખમ ફેરફાર બદલાવ બાદ હવે સરકારનું નવું ફોકસ કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં ફેરફાર કરવાનો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે, બજેટ 2026 પહેલાં તેમની આવનારી મોટી પ્રાથમિકતા કસ્ટમ્સ વિભાગમાં મોટો સુધારો કરવાનું છે. તેમણે તેને પોતાનું નેક્સ્ટ બિગ ક્લીન-અપ અસાઇનમેન્ટ જણાવ્યું.

નાણાં મંત્રીએ શું કહ્યું?
આગામી બજેટના સંદર્ભમાં નાણાં મંત્રીએ કહ્યું કે, કસ્ટમ્સ સિસ્ટમમાં સુધારો હવે જરૂરી બની ગયું છે. તેનાથી ન ફક્ત વેપારમાં સરળતા થશે પરંતુ, ભ્રષ્ટાચાર પર પણ લગામ લાગશે અને આયાત-નિકાસ પ્રક્રિયા સરળ અને પારદર્શક બનશે. હવે સમય આવી ગયો છે કે, જેમ સરકારે ફેસલેસ સિસ્ટમના રૂપે ઈનકમ ટેક્સના વહીવટમાં ફેરફાર કર્યા તેમ કસ્ટમ્સ વિભાગને પણ પારદર્શક અને આધુનિક બનાવે છે.

ટેક્સ ટેરેરિઝમ વિશે કરી વાત
નાણાં મંત્રીએ કહ્યું કે, સામાન્ય માન્યતા એવી હતી કે, ઈનકમ ટેક્સના દર સમસ્યા નથી. અસલી સમસ્યા ટેક્સનો વહીવટ કેવી રીતે હાથ ધરવામાં આવતો તેમાં હતી. આ પ્રક્રિયા ક્યારેક પીડાદાયક અને બોજારૂપ બની જતી, જેના કારણે ટેક્સ ટેરેરિઝમ જેવો નકારાત્મક શબ્દ ઉદ્ભવ્યો. જોકે, હવે ઓનલાઇન અને ફેસલેસ સિસ્ટમે ઈનકમ ટેક્સની પ્રક્રિયાને ખૂબ જ સહજ બનાવી દીધી છે.

સરકારની સફળતા
નિર્મલા સીતારમણે એ પ્રમુખ સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો જેને સરકારે છેલ્લાં અમુક વર્ષોમાં પાર કરી છે. તેમણે કહ્યું કે, સરકારે કોવિડ-19 મહામારી બાદ અર્થવ્યવસ્થાને સંભાળવું, વૈશ્વિક યુદ્ધના કારણે ખાદ્યાન્નો પર અસર, સરહદી તણાવ, ચૂંટણી વર્ષમાં આવશ્યક સરકારી ખર્ચ અને જમ્મુ-કાશ્મીરના બેન્કિંગ તંત્ર તેમજ અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા જેવા મોટા પડકારોને સફળતાપૂર્વક પાર પાડ્યા. પહલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને ફરી ઊભી કરી, જે સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.

ઈન્ડિગો એરલાઇન્સનું પરિસ્થિતિ હજુ પણ સામાન્ય થઈ નથી, 2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ

0

ઈન્ડિગો એરલાઇન્સનું સંકટ દેશભરના મુસાફરો માટે ગંભીર છે. છેલ્લા કેટલાક દિવસોમાં, અચાનક ફ્લાઇટ્સ રદ થવાના અહેવાલો અને વિલંબના અહેવાલોએ હવાઈ મુસાફરીને મુશ્કેલ બનાવી દીધી છે. આ કટોકટી ખાસ કરીને બિઝનેસ ટ્રિપ્સ અથવા ઘરે પાછા ફરવા માટે મુસાફરી કરનારાઓ માટે મુશ્કેલીકારક રહી છે. અત્યાર સુધીમાં 2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, અને પરિસ્થિતિ હજુ સુધી સામાન્ય થઈ નથી. મુસાફરો એરલાઇન્સ અને સરકાર તરફથી કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

કટોકટી 1 નવેમ્બર, 2025 ના રોજ શરૂ થઈ હતી, જ્યારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ નવા ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL) નિયમો લાગુ કર્યા હતા. આ નિયમોએ પાઇલટ્સ અને ક્રૂ માટે સાપ્તાહિક આરામનો સમયગાળો 48 કલાક સુધી વધારી દીધો, રાત્રિ ફ્લાઇટ્સ અને લેન્ડિંગ પર મર્યાદા લાદી, અને “રાત્રિ” કલાકો લંબાવ્યા. આ નિયમો પાઇલટ્સનો થાક ઘટાડવા અને ફ્લાઇટ્સને સુરક્ષિત બનાવવા માટે બનાવવામાં આવ્યા હતા.

જોકે, નવા નિયમો અમલમાં આવ્યા પછી ઇન્ડિગો માટે મુશ્કેલીઓ વધી ગઈ. એરલાઇનને તેના ક્રૂનું સમયપત્રક બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને રાત્રિ અને સપ્તાહના અંતે પાઇલટ્સ અને ક્રૂની અછતને કારણે કામગીરી પર અસર પડી. ઇન્ડિગો જેવી એરલાઇન માટે, જે દેશભરમાં ચોવીસ કલાક ફ્લાઇટ્સ ચલાવે છે, તેના માટે નિયમોનો તાત્કાલિક અમલ કરવો સરળ નહોતો.

3 અને 4 ડિસેમ્બર, 2025 ના રોજ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને અન્ય મુખ્ય એરપોર્ટ પરથી સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુસાફરોને લાંબી કતારો, ફ્લાઇટની સ્થિતિ વિશે અનિશ્ચિતતા અને વિલંબ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા મુસાફરો વધુ અપડેટ્સની રાહ જોતા હોવાથી એરપોર્ટ ટર્મિનલ્સ રાત્રે ભીડમાં ભરાઈ ગયા હતા.

અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ સૌથી ગંભીર હતી, જ્યાં મધ્યરાત્રિ 12 થી સવારે 6 વાગ્યાની વચ્ચે સાત આવનારી અને બાર પ્રસ્થાન કરતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેનાથી કુલ 19 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી.

DGCA એ 5 ડિસેમ્બર, 2025 ના રોજ આ પરિસ્થિતિમાં રાહત આપી. તેઓએ સાપ્તાહિક આરામના બદલે રજા પરનો પ્રતિબંધ દૂર કર્યો અને પાઇલટ્સ માટે નાઇટ-ડ્યુટી/નાઇટ-લેન્ડિંગ નિયમો હળવા કર્યા. આની અસર ઝડપથી દેખાઈ રહી હતી, અને ઇન્ડિગોનું સંચાલન ધીમે ધીમે સામાન્ય થઈ ગયું. એરલાઇન્સે મુસાફરોની માફી માંગી હતી અને વચન આપ્યું હતું કે ફ્લાઇટનું સમયપત્રક ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે.

રેલવેએ પણ કટોકટી વચ્ચે મુસાફરોને મદદ કરવા માટે પગલાં લીધાં. ઉત્તર રેલવેએ આગામી સાત દિવસ માટે જમ્મુ અને દિલ્હી વચ્ચે રાજધાની એક્સપ્રેસમાં વધારાનો 3જો એસી કોચ ઉમેર્યો, જેનાથી મુસાફરો સરળતાથી સીટો બુક કરી શકશે અને તેમની મુસાફરી ચાલુ રાખી શકશે. દરમિયાન, પશ્ચિમ રેલવેએ સાબરમતી અને દિલ્હી જંકશન વચ્ચે ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો.

આ ટ્રેન 7 અને 9 ડિસેમ્બરે રાત્રે 10:55 વાગ્યે સાબરમતીથી અને 8 અને 10 ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યે દિલ્હીથી ઉપડશે. તે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. ટ્રેનને એસી 3-ટાયર કોચથી સજ્જ કરવામાં આવી છે.

ઇન્ડિગોના સંકટના મુખ્ય કારણો ક્રૂની અછત, શિયાળાની ફ્લાઇટની સંખ્યામાં વધારો અને નવા નિયમોનો એક સાથે અમલ હતો. એરલાઇન તાત્કાલિક પૂરતા પાઇલટ્સ અથવા વધારાની ક્રૂ સેવાઓની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ, જેના કારણે કામગીરી પર અસર પડી. 5 ડિસેમ્બરના રોજ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તાત્કાલિક અસરથી કેટલાક કડક નિયમો હટાવી લીધા. ઇન્ડિગોને નાઇટ-ડ્યુટી વર્કિંગ અને પાઇલટ્સ માટે “રજા બદલ સાપ્તાહિક આરામ” માટે મુક્તિ આપવામાં આવી હતી.

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI) એ પણ એક પેસેન્જર એડવાઇઝરી જારી કરી હતી, જેમાં મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરવામાં આવી હતી. અપડેટ્સ સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર નિયમિતપણે શેર કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર મોટો હુમલો, બંને તરફથી ભીષણ ગોળીબાર, લોકો ઘર છોડીને ભાગ્યા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. સરહદ પર બંને દેશો વચ્ચે ફરી સંઘર્ષ થયો છે. બંને દેશની સેનાઓએ એકબીજા પર ગોળીબાર કર્યો અને રોકેટ પણ છોડયા. આ અચાનક છેડાયેલી જંગના કારણે સરડદ પર લોકો રાતોરાત સ્થળાંતર કરી ગયા છે. આ ગોળીબાર બે દિવસ પહેલા થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા પછી થયો હતો.

અફઘાનિસ્તાનમાં કંધાર રાજ્યના સ્પિન બોલદક વિસ્તારમાં અફઘાન અને પાકિસ્તાની સેનાઓ સામસામે આવી ગઈ હતી. બંને સેનાઓ સરહદ પારથી એકબીજા પર ડુમલો કરી રડી છે. અચાનક થયેલા ડુમલાને કારણે ડરી ગયેલા લોકો પોતાનો સામાન લઈને રાતોરાત ગામોમાંથી પલાયન કરી ગયા. આ ગોળીબારના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો છે, જેના કારણે તેઓ પોતાના ઘર છોડીને જતા રહ્યા છે. સ્થાનિક લોકો વાહનો અને પગપાળા ચાલીને પોતાના ઘરો અને શહેરો ખાલી કરી રહ્યા છે.

બંને દેશોએ એકબીજા પર ડુમલો શરૂ કરવાનો આરોપ લગાવ્યો
અફઘાન બૉર્ડર પોલીસના પ્રવકતા અબેદુલ્લાડ ફારુકીએ બંને દેશો વચ્ચેના સંઘર્ષની પુષ્ટિ કરી અને કહ્યું કે ગોળીબારની શરૂઆત પાકિસ્તાને કરી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ હુમલો કર્યા પછી જ અફઘાન સેનાએ યુદ્ધવિરામ (સીઝફાયર) તોકયો હતો. બીજી તરફ પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાન સેનાએ પહેલા ડુમલો કર્યો હતો, ત્યારબાદ બંને તરફથી ગોળીબાર થયો અને ગ્રેનેડ, રોકેટ અને ગોળાઓ છોડવામાં આવ્યા. તણાવનું મુખ્ય કારણ એ છે કે ઇસ્લામાબાદ દાવો કરે છે કે અફઘાનિસ્તાનમાં સ્થિત ચરમપંથી પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે. જોકે કાબુલ આ દાવાને નકારી કાઢે છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ કેવી રીતે વધ્યો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ત્યારે વધ્યો જ્યારે 8-9 ઓક્ટોબરની રાત્રે તડરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો કર્યો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના ઘણા શહેરોમાં હવાઈ ડુમલા કર્યા અને સરહદ પરની પાકિસ્તાની ચોકીઓ કબજે કરી લીધી. પાકિસ્તાને TTPના વડા નૂર વલી મહેસૂદને માર્યાનો પણ દાવો કર્યો હતો.

અફઘાનિસ્તાને આને સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવીને પાકિસ્તાન પર ડુમલો કર્યો, જેમાં 50 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. 16 થી 18 ઓક્ટોબરની વચ્ચે બંને દેશોમાં યુદ્ધવિરામ થયું હતું અને 19 ઓક્ટોબરે યુદ્ધવિરામ સમજૂતી પર હસ્તાક્ષર પણ થયા હતા. જોકે, ત્યારબાદ શાંતિ વાટાઘાટોના ત્રણ રાઉન્ડ નિષ્ફળ ગયા હતા. 25 નવેમ્બરના રોજ પાકિસ્તાને પૂર્વીય અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, જેના પછી TTP એ પાકિસ્તાનના પેશાવરમાં આતંકવાદી ડુમલો કર્યો હતો.

સુરતઃ કરંજમાં યુવાનો વચ્ચે મારામારી મામલે પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

0

સુરતના કરંજ વિસ્તારમાં યુવાનો વચ્ચે થયેલી મારામારીનો મામલો સામે આવ્યો છે. બેસવા જેવી મુદ્દાસર બાબતે શરૂ થયેલો વિવાદ જાહેરમાં જ હિંસક બની ગયો હતો, જેના કારણે વિસ્તારમાં એક સમયે ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને ઝડપભર્યા પગલા ભરતાં કુલ 6 આરોપીઓને ધરપકડ કરી લીધો. પ્રાથમિક તપાસમાં ત્રણ આરોપીઓ પરપ્રાંતિય હોવાનો ખુલાસો થયો છે. પોલીસએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલની સમસ્યા આજે પણ યથાવત: રેલવેએ યાત્રીઓ માટે…

0

ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે દેશભરના હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને તિરુવનંતપુરમ સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોટા પાયે રદ કરવામાં આવી છે અથવા મોડી પડી છે, જેના કારણે એરપોર્ટ ટર્મિનલ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોએ ઘણી જગ્યાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે, અને સોશિયલ મીડિયા પર પરિસ્થિતિની નોંધપાત્ર અસર પડી રહી છે.

ઇન્ડિગોના કાફલા અને કનેક્ટિવિટી નેટવર્કને કારણે, દેશભરમાં તેની અસર અનુભવાઈ રહી છે. એરપોર્ટ સત્તાવાળાઓ અને ઇન્ડિગોએ મોડી રાત સુધી સતત સલાહ આપી હતી, પરંતુ મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી પણ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સમય લાગી રહ્યો હતો.

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI) એ ગઈકાલે રાત્રે એક મુસાફરોની સલાહ જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “અમે તમને અપડેટ કરવા માંગીએ છીએ કે ઇન્ડિગો ફ્લાઇટ સેવાઓ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે.”

વધુમાં, IGI એ મુસાફરોને તેમની વેબસાઇટ અને એરલાઇન્સનો સીધો સંપર્ક કરવાની સલાહ આપી. આ સલાહ દિલ્હી એરપોર્ટના સત્તાવાર X હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. અનિશ્ચિતતા વચ્ચે ઘણા મુસાફરો વધુ અપડેટ્સની રાહ જોતા હોવાથી દિલ્હી એરપોર્ટ ટર્મિનલ્સ રાતભર ભીડમાં હતા.

અમદાવાદ એરપોર્ટ: 7 આગમન અને 12 પ્રસ્થાન ફ્લાઇટ્સ રદ
અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ સૌથી ગંભીર હતી. સત્તાવાર માહિતી અનુસાર, 12 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે 7 આગમન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 12 પ્રસ્થાન ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. કુલ 19 ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આનાથી એરપોર્ટ પરિસરની અંદર અને બહાર બંને જગ્યાએ મુસાફરોને અસુવિધા થઈ. ઘણા મુસાફરોએ કહ્યું કે તેમને એરલાઇન તરફથી સમયસર અને સચોટ માહિતી મળી નથી.

મુંબઈ એરપોર્ટ પર પરિસ્થિતિ વધુ જટિલ લાગી. વ્યાપક રદ અને વિલંબને કારણે, મુસાફરોની ભીડ એટલી વધી ગઈ કે એરપોર્ટ અધિકારીઓએ કામચલાઉ બેઠક વ્યવસ્થા ગોઠવવી પડી. બાળકો, વૃદ્ધો, પ્રવાસીઓ અને વ્યવસાયિક પ્રવાસીઓ જમીન પર બેસીને રાહ જોતા જોવા મળ્યા.

એક મુસાફરે કહ્યું કે અમદાવાદ જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હવે, ટેક્સી બુક કરાવવી એ એકમાત્ર વિકલ્પ છે. એરલાઇન અધિકારીઓને ખબર નથી અને તેઓ ફક્ત “રાહ જુઓ” કહી રહ્યા છે.

દેશભરમાં ઇન્ડિગોની કામગીરી સામાન્ય કરવામાં મુશ્કેલીઓને કારણે, ઘણા શહેરોમાં મુસાફરો કલાકો સુધી રાહ જોતા રહ્યા. કોચી (કેરળ) ના એરપોર્ટ પર, ડઝનબંધ મુસાફરો બોર્ડિંગ ગેટ પર કતારમાં ઉભા જોવા મળ્યા. ઇન્દોરમાં, ઘણા મુસાફરોએ ફરિયાદ કરી કે એરલાઇનની એપ્લિકેશન અને કાઉન્ટર અપડેટ્સ અસંગત છે. જયપુર અને અમદાવાદના ઘણા પરિવારોએ સોશિયલ મીડિયા પર તેમની સમસ્યાઓ શેર કરી, ખાસ કરીને કનેક્ટિંગ ફ્લાઇટ્સ ધરાવતા પરિવારો.

જામનગરમાં AAPની સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જૂતુ ફેંકાયું

જામનગરના ટાઉનહોલમાં આજે(5 ડિસેમ્બર) આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ગોપાલ ઈટાલિયાની આ સભામાં હંગામો થયો હતો. જ્યારે ગોપાલ ઈટાલિયાના વક્તવ્ય સમયે કોઈ વ્યક્તિ દ્વારા તેમના(ગોપાલ ઈટાલિયા) પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. અચાનક કોઈ વ્યક્તિએ આગળ આવીને ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી હતી. સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક ‘આપ’ના કાર્યકરોએ હુમલાખોરની ધોલાઈ કરી હતી. ત્યારબાદ જૂતું ફેંકનારની પોલીસે અટકાયત કરી હતી.

ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ તાબડતોબ હુમલાખોર પર એક મહિલા અને એક યુવાન તૂટી પડ્યા હતા. આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમમાં ખળભળાટ મચાવી દીધો હતો. હુમલાખોર પર આક્રમક રીતે પડકાર કરનાર સફેદ કપડાંમાં જોવા મળેલાં મહિલા કોંગ્રેસના કોર્પોરેટર અને વકીલ જેનબબેન ખફી છે. મહિલા સાથે અન્ય એક યુવાન જે હુમલાખોર સામે લડી રહ્યો હતો, તે અપક્ષ કોર્પોરેટર અસલમ ખિલજી છે, જે અગાઉ કોંગ્રેસમાં હતા.

સમગ્ર કાર્યક્રમ જેનબબેન ખફી અને અસલમ ખિલજીના આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાના મુદ્દે જ આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ જોડાણ પ્રક્રિયા દરમિયાન જ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી.

યુવાનોમાં વધતા હાર્ટ એટેક પાછળ જિમ-સ્ટ્રેસ જવાબદાર? સંસદમાં સરકારનું મોટું નિવેદન

0

સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ છે. ઉત્તર પ્રદેશના સાંસદ અશોક કુમાર રાવતે સંસદમાં યુવાનોમાં હાર્ટ એટેક અને મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારે આ વાત પર ધ્યાન આપ્યું છે કે દેશમાં, ખાસ કરીને જિમ જતાં યુવાનોમાં હાર્ટ અટેક અને તેનાથી મૃત્યુના બનાવો વધી રહ્યા છે. જો હા, તો તેની વિગતો શું છે અને આ અંગે સરકારની શું પ્રતિક્રિયા છે.

શું સરકારને એ પણ જાણ છે કે ખાનગી ક્ષેત્રમાં વધુ પડતું કાર્યનું દબાણ, મોડે સુધી કામ કરવાની પ્રવૃત્તિ તથા જિમમાં વધુ પડતો શારીરિક શ્રમ જેવા પરિબળો પણ દેશમાં આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, અને જો હા, તો તેની વિગતો શું છે; (ગ) શું આ સંબંધમાં સરકાર પાસે કોઈ અભ્યાસ/નિષ્ણાત રિપોર્ટ ઉપલબ્ધ છે, અને જો હા, તો તેની વિગતો શું છે; (ઘ) શું સરકારનો વિચાર કાર્ય અને જીવનમાં સંતુલન અને સુરક્ષિત કસરતની પદ્ધતિઓ વિશે કોઈ ગાઇડલાઇન જારી કરવાનો/કોઈ જન જાગૃતિ અભિયાન શરૂ કરવાનો છે, અને જો હા, તો તેની વિગતો શું છે; અને (ઙ) યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓ અને તેનાથી થતા મૃત્યુના વધતા બનાવોને રોકવા માટે સરકારે અત્યાર સુધીમાં કયા પગલાં લીધા છે/લેવાનો પ્રસ્તાવ છે? જેવી વિગત માંગી હતી.

આ ઉપરાંત આ વય જૂનથા અન્ય દર્દીઓ પણ અન્ય કારણોસર તે જ હોસ્પિટલમાં દાખલ હતા. તમામ પાસેથી વિવિધ જોખમી પરિબળો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું કે AMI સાથે હોસ્પિટલમાં દાખલ થવું એ ફેમિલી હિસ્ટ્રી અને ક્યારેય ધૂમ્રપાન કરવા સાથે સંકળાયેલું હતું.

આ ઉપરાંત તેમણે કહ્યું, સ્વાસ્થ્ય એ રાજ્યનો વિષય છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, રાષ્ટ્રીય બિન-ચેપી રોગ નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ (NP-NCD) હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડે છે. હૃદય રોગ NP-NCD નો એક અભિન્ન ભાગ છે. આ કાર્યક્રમ હેઠળ 770 જિલ્લા NCD ક્લિનિક્સ, 6410 સામુદાયિક આરોગ્ય કેન્દ્ર NCD ક્લિનિક્સ અને 233 કાર્ડિયાક કેર યુનિટ્સની સ્થાપના કરવામાં આવી છે.

આ ઉપરાંત, વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળના ભાગ રૂપે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) હેઠળ દેશમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સહિત સામાન્ય NCDs ના નિવારણ, નિયંત્રણ અને તપાસ માટે વસ્તી-આધારિત પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ, 30વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની તપાસ કરવામાં આવે છે.

હાર્ટ એટેકના બનાવો અંગે હબ-એન્ડ-સ્પોક મોડેલ લાગુ કરવામાં આવ્યું છે. જિલ્લા હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (સ્પોક), મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં અદ્યતન સારવાર આપવામાં આવે છે. ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હૃદય રોગો સહિત બિન-ચેપી રોગો (NCDs) વિશે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે.

આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI)ના નેતૃત્વમાં ઈટ રાઈટ ઇન્ડિયા અભિયાન, મીઠું, ખાંડ અને ટ્રાન્સ ફેટના ઓછા સેવનને પ્રોત્સાહન આપે છે. ફિટ ઇન્ડિયા અભિયાન યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને આયુષ મંત્રાલય દ્વારા યોગ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે.

નેપાલમાં 200 અને 500 રૂ.ની ભારતીય કરન્સી વાપરવા પરનો પ્રતિબંધહટયો

0

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ નેપાલમાં ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની ભારતીય ચલણની નોટો વાપરવા પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. હવે ભારતથી નેપાલ અથવા ભુતાન જતી વખતે યાત્રીઓ ૨૫,૦૦૦ રૂપિયા સુધીની ભારતીય ચલણી નોટો સાથે રાખી શકશે અને પાછા આવતી વખતે પણ આ જ સીમા લાગુ રહેશે. પહેલાં નેપાલમાં મોટી ચલણી નોટો વાપરવા પર સખત પાબંદી હતી. એને કારણે પર્યટકો અને વેપારીઓને નોટ બદલવામાં તકલીફ પડતી હતી. હવે પ્રતિબંધ હટી જતાં યાત્રીઓને મોટી સુવિધા અનુભવાશે.

લગ્ન યોગ્ય ઉંમરના ન હોય તો પણ લિવ-ઇનમાં રહી શકાય: રાજસ્થાન હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

0

રાજસ્થાન હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ચુકાદો આપ્યો છે કે બે પુખ્ત વયના લોકો લગ્ન યોગ્ય ઉંમરના ન હોય તો પણ પરસ્પર સંમતિથી લિવ-ઇન સંબંધમાં રહી શકે છે. ભારતમાં લગ્ન માટે લઘુત્તમ ઉંમર છોકરી માટે 18 અને છોકરા માટે 21 વર્ષ છે. જ્યારે પુખ્ત વયની ઉંમર 18 છે.

જાસ્ટિસ અનૂપ કુમાર ધાંડે સોમવારે આવા બે પુખ્ત વયના લોકો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. રાજસ્થાનના કોટા રહેવાસી 18 વર્ષની છોકરી અને ૧૯ વર્ષના છોકરાએ રક્ષણની માંગ કરી હતી. છોકરી લગ્ન કરવા યોગ્ય ઉંમરની છે. પણ છોકરો હજુ બે વર્ષ નાનો છે.

ગુરુવારે ચુકાદાની નકલ અપલોડ કરવામાં આવી હતી. અરજી મુજબ, દંપતીએ પોલીસ સુરક્ષાની વિનંતી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તેઓ સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. દંપતીએ ૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ લિવ-ઇન કરાર કર્યો હતો. અરજદારોના મતે. છોકરીનો પરિવાર આ સંબંધનો વિરોધ કરે છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે પોલીસને લેખિત અપીલ કર્યા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્ય તરફથી સરકારી વકીલ વિવેક ચૌધરીએ દલીલ કરી હતી કે છોકરાની ઉંમર 21 વર્ષની ન હોવાથી. તે કાયદેસર રીતે લગ્ન કરી શકે નહીં. તેથી, તેમને લિવ-ઇન પાર્ટનરશિપમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો કે, હાઇકોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. એમ કહીને કે બંધારણની કલમ ૨૧ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે. અને કોઈપણ ધમકી બંધારણીય ઉલ્લંઘન છે.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યની દરેક નાગરિકના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાની બંધારણીય જવાબદારી છે. ન્યાયાધીશે કહ્યું. અરજદારો લગ્ન યોગ્ય ઉંમરના નથી. તેથી તેમને તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે લિવ-ઇન ગેરકાયદેસર નથી કે ભારતીય કાયદા હેઠળ ગુનો નથી. કોર્ટે ભીલવાડા અને જોધપુર ગ્રામ્યના પોલીસ અધિક્ષકોને ધમકીઓના આરોપોની તપાસ કરવા અને જો જરૂરી હોય તો દંપતીને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો.

હાઇવે ટોલ સિસ્ટમમાં થશે મોટો ફેરફાર: મંત્રી નીતિન ગડકરી

0

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે હાઇવે પર મુસાફરી કરતા કરોડો લોકો માટે રાહતરૂપ સાબિત થશે. તેમણે કહ્યું છે કે ‘હાઇવે પર હાલની ટોલ વસૂલાત સિસ્ટમ આગામી એક વર્ષમાં તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેને સંપૂર્ણપણે ઈલેક્ટ્રોનિક, બેરિયર લેસ ટોલ સિસ્ટમ દ્વારા બદલવામાં આવશે.’

હાઇ-ટેક ટોલ સિસ્ટમનો અમલ
લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘નવી સિસ્ટમનું ટ્રાયલ 10 સ્થળોએ શરૂ થઈ ગયું છે અને એક વર્ષની અંદર તેને દેશભરમાં લાગુ કરવાનો લક્ષ્યાંક છે.’ હાલમાં FASTagના આવવાથી ટોલ પ્લાઝા પર વાહનોના રોકાણનો સમય ઘટ્યો છે, પરંતુ બેરિયર લેસ સિસ્ટમથી વાહનચાલકોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે. હાલમાં દેશભરમાં લગભગ 4,500 હાઇવે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેનો કુલ ખર્ચ આશરે 10 લાખ કરોડ રૂપિયા છે.

NETC અને FASTag
હાઇ-ટેક ટોલ પ્લાઝા તરફનું આ પગલું નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવેલા નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) પ્રોગ્રામનો ભાગ છે. આ એક રાષ્ટ્રવ્યાપી, એકીકૃત અને એકબીજા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન પ્લેટફોર્મ છે, જેનો ધ્યેય વિવિધ સિસ્ટમોની ઝંઝટ દૂર કરવાનો છે. આ સિસ્ટમનો મુખ્ય ભાગ FASTag છે, જે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુઝર્સના લિંક્ડ બેન્ક ખાતામાંથી પૈસા કાપે છે.

UPIથી પેમેન્ટ પર દંડમાં ઘટાડો
કેન્દ્ર સરકારે તાજેતરમાં FASTag વગરના વાહનચાલકોને નોંધપાત્ર રાહત પણ આપી હતી. 15મી નવેમ્બરથી, જો કોઈ વાહનમાં FASTag ન હોય અથવા તે કામ કરતું ન હોય, તો રોકડમાં બમણો ટોલ ટેક્સ ચૂકવવાને બદલે, UPIનો ઉપયોગ કરીને ચુકવણી કરવા પર ફક્ત 1.25 ગણો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.

જૂના નિયમ મુજબ, જો કોઈ વાહનમાં ફાસ્ટેગ ન હોય અથવા તે માન્ય ન હોય, તો સામાન્ય ટોલ ફીના બમણા રોકડમાં ચૂકવવા પડતા હતા, જે એક મોટો દંડ માનવામાં આવતો હતો. જોકે, હવે ફાસ્ટેગ વગરના અથવા નિષ્ક્રિય ફાસ્ટેગવાળા વાહનો UPI દ્વારા 1.25 ગણા ટોલ ફી ચૂકવી શકશે. આનો અર્થ એ થયો કે UPI દ્વારા ચુકવણી કરતી વખતે હવે બમણો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં.