Home Blog Page 249

બિહારના ત્રણ વિસ્તારોમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટની તૈયારી: શું વિકાસનો નવો યુગ શરૂ થવાનો છે?

0

કેન્દ્ર સરકારે બિહારમાં ત્રણ નવા પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. NPCIL-NTPC એ સિવાન, બાંકા અને રાજૌલીમાં સર્વેક્ષણ કાર્ય શરૂ કર્યું છે. સંયુક્ત ટીમ ભૂકંપ, પાણી, જમીન અને વસ્તી ઘનતા જેવા પરિબળોનું મૂલ્યાંકન કરી રહી છે. ધ્યેય દેશના 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પાદનના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે.

બિહારમાં ત્રણ પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના ગૃહમંત્રી સમ્રાટ ચૌધરીએ X દ્વારા માહિતી આપી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે બિહારમાં ત્રણ પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તેમણે માહિતી આપી હતી કે NPCIL-NTPC એ સિવાન, બાંકા અને રાજૌલીમાં પરમાણુ પ્લાન્ટ માટે સર્વેક્ષણ કાર્ય શરૂ કરી દીધું છે. NPCIL-NTPC ની સંયુક્ત ટીમ ત્રણેય સ્થળોએ ભૂકંપ, પાણીની ઉપલબ્ધતા, જમીનની ઉપલબ્ધતા, વસ્તી ગીચતા અને જમીનની સ્થિતિના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

સંયુક્ત ટીમ ટૂંક સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને પોતાનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. દેશના ૧૦૦ ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પાદનના લક્ષ્યને ટૂંક સમયમાં પ્રાપ્ત કરવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે.

ત્રણ રાજ્ય નક્સલમુક્ત જાહેર: નક્સલ કમાન્ડર રામધર મજ્જીનો 11 સાથીઓ સાથે આત્મસમર્પણ

0

છત્તીસગઢના બકરકટ્ટામાં આજે સવારે કુખ્યાત નક્સલી કમાન્ડર રામધર મજ્જીએ આત્મસમર્પણ કર્યું. રામધર મજ્જી હિડમા સમકક્ષ નક્સલી હતો. તેની સાથે અન્ય બાર ખતરનાક નક્સલીઓએ પણ આત્મસમર્પણ કર્યું. સેન્ટ્રલ કમિટી મેમ્બર (CCM) રામધર મજ્જી માટે 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ નક્સલીઓના આત્મસમર્પણ સાથે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ઝોન નક્સલમુક્ત બન્યા છે.

આત્મસમર્પણ કરનારા માઓવાદી કાર્યકરો

  • રામધર મજ્જી – CCM – AK4
  • ચંદુ યુસેન્ડી – DVCM – 30 કાર્બન
  • લલિતા – DVCM – શૂન્ય
  • જાનકી – DVCM – ઇન્સાસ
  • પ્રેમ – DVCM – AK4
  • રામ સિંહ દાદા – ACM –
  • સુકેશ પોટ્ટમ – ACM – AK4
  • લક્ષ્મી – PM – ઇન્સાસ
  • શીલા – PM – INSAS
  • સાગર – PM – એસએલઆર
  • કવિતા – PM – શૂન્ય
  • સ્પર્ધા – PM – શૂન્ય

ગીર સોમનાથમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

ગીર સોમનાથમાં સવારે 10:51 મિનિટ 3.1 તિવ્રતાનો આંચકો આવ્યો. સાસણગીર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી. છેલ્લા ઘણા દિવસોથી તાલાલા અને સાસણ ગીર માં અનેક ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાઇ રહ્યા છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

સતત સાતમા દિવસે ઈન્ડિગો સંકટ યથાવત્, 450થી વધુ ફ્લાઈટ કેન્સલ

0

દેશભરના મુખ્ય એરપોર્ટ પર IndiGoની ફ્લાઇટ સેવાઓ આજ પણ સામાન્ય થઈ શકી નથી. સતત સાતમા દિવસે મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબિત થવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, જેના કારણે લાખો મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ભારતના હવાઈ મુસાફરીના ઇતિહાસમાં આટલા મોટા પાયે સર્જાયેલું સંકટ અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. આ સંકટને કારણે સોમવારે વિવિધ એરપોર્ટ પર લગભગ 4350 જેટલી IndiGoની ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે.

આ સંકટની સૌથી વધુ અસર મુખ્ય એરપોર્ટ પર જોવા મળી રહી છે. સોમવારે સવાર સુધીમાં જ કુલ 289 ફ્લાઇટ્સ રદ્દ થયાની પુષ્ટિ થઈ હતી, જે આંકડો સવારે 10:30 વાગ્યા સુધીમાં 456 પર પહોંચી ગયો હતો. દિલ્હી એરપોર્ટ (IGI) પર આજે 134 ફ્લાઇટ્સ (75 ડિપાર્ચર અને 59 અરાઇવલ) રદ્દ કરવામાં આવી હતી, જ્યારે બેંગ્લોર એરપોર્ટ પર પણ 127 ફ્લાઇટ્સ રદ્દ થઈ છે. ચેન્નઈમાં 71 અને હૈદરાબાદમાં 77 ફ્લાઇટ્સ રદ્દ થઈ હોવાના અહેવાલ છે. ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર 20 ફ્લાઇટ્સ અને જમ્મુમાં પણ 20 ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. મુંબઈ અને કોલકાતા સહિત અન્ય મોટા એરપોર્ટ્સ પર પણ ઓપરેશન્સમાં મોટો અવરોધ જોવા મળી રહ્યો હતો.

એરલાઇન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સંકટનું મુખ્ય કારણ ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) નિયમોનું સંપૂર્ણ અમલીકરણ છે. પાયલટોના આરામ અંગેના સરકારી નિયમો (FDTL) સખત રીતે લાગુ થતાં કોકપિટ ક્રૂ (પાયલટ)ની મોટા પાયે અછત સર્જાઈ છે. પાયલટની અછતને કારણે ફ્લાઇટ્સ મોટા પાયે રદ્દ કરવી પડી, જેના પરિણામે મુખ્ય એરપોર્ટ પર સંપૂર્ણ અરાજકતા ફેલાઈ ગઈ. જોકે, અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રભાવિત યાત્રીઓને અત્યાર સુધીમાં ₹610 કરોડથી વધુનું ટિકિટ રિફંડ જારી કરવામાં આવ્યું છે.

આ સંકટની ગંભીરતા જોતાં સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે. મંત્રાલયે એરલાઇનને એર ફેયર (હવાઈ ભાડા)ની મર્યાદા નક્કી કરવા અને રિફંડ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યા છે. સરકારે દબાણ વધારતા IndiGoએ શનિવાર સુધીમાં ₹610 કરોડનું રિફંડ પ્રોસેસ કરીને 3000 મુસાફરો સુધી પહોંચાડ્યું છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે જવાબદારી સંપૂર્ણપણે એરલાઇનની છે, કારણ કે પાયલટ ડ્યૂટી સંબંધિત નિર્દેશો એક વર્ષ પહેલા જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં, આ સંકટની ઉચ્ચ-સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે અને 10 ડિસેમ્બર સુધીમાં આ સંકટ ઓછું થવાની સંભાવના સેવાઈ રહી છે.

ગોવાની નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, અન્ય ઘાયલ

0

ગોવાના આરાપોરામાં બિર્ચ બાઈ રોમિયો લેન ક્લબમાં મોડી રાતે ભીષણ આગની ઘટના બનતાં લગભગ 23 લોકો મૃત્યુ પામી ગયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને 20 પુરુષો સામેલ છે. તેમાં મોટાભાગના ક્લબના કર્મચારીઓ હોવાની જાણકારી મળી રહી છે. શનિવારે રાતે લગભગ 12:04 વાગ્યે આ ઘટના બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આ ભીષણ આગ લાગી હતી.

ભાજપના ધારાસભ્ય માઈકલ લોબોએ કહ્યું કે મોટાભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા હતા કેમ કે તે ગભરાટમાં બેઝમેન્ટમાં દોડી ગયા હતા. લોબોએ જણાવ્યું કે મૃતકોમાં અમુક ટુરિસ્ટ પણ છે. જોકે મોટાભાગના લોકો સ્થાનિકો હતા જે રેસ્ટોરન્ટના કામ કરી રહ્યા હતા.

ગોવા જેવા પર્યટન રાજ્ય માટે આવી દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જે લોકો આ રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેમના કારણે જ આ આગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 23 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સરકાર આ સમગ્ર મામલે તપાસ કરાવશે. તપાસમાં આગ લાગવાના સાચા કારણો શોધવામાં આવશે અને દોષિતોને છોડીશું નહીં. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે. મૃતકોમાં મોટાભાગના લોકો ક્લબના કિચન સ્ટાફના સભ્યો હતા જેમાં ત્રણ મહિલાઓ સામેલ હતી અને મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ સામેલ હોવાની જાણકારી મળી રહી છે.

કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે: ગોપાલ પર જૂતું ફેંકવાની ઘટનાને AAPએ કહ્યું ‘ષડયંત્ર’

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પર જામનગરમાં થયેલા જૂતું ફેંકવાના બનાવને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. AAPના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ આ સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંનેની સાંઠગાંઠનો ગંભીર આરોપ મૂક્યો છે.

મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAP જે રીતે લોકોનો અવાજ ઉઠાવી રહી છે અને લોકપ્રિયતા મેળવી રહી છે, તેનાથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે. તેમણે આ ઘટનાને આખું ષડયંત્ર ગણાવ્યું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મળીને કથિત રીતે ભાજપની પોલીસ સાથે મળીને આ કૃત્ય કરાવ્યું હતું.

મનોજ સોરઠીયાએ પોલીસની ભૂમિકા પર સીધા સવાલ ઉઠાવતા કહ્યું કે, સામાન્ય રીતે નેતા પર ડુમલો થાય ત્યારે પોલીસ રક્ષણ માટે આવે છે, પરંતુ જામનગરમાં પોલીસે જૂતું ફેંકતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરને તુરંત જ કોર્ડન કરી લીધો હતો અને તેને સુરક્ષિત રીતે સભા સ્થળ પરથી લઈ ગઈ હતી. સોરઠીયાએ દાવો કર્યો કે, “આખી ઘટના પોલીસને ખબર હતી. પોલીસને એડવાન્સમાં જાણ હતી કે આવી ઘટના ઘટવાની છે, અને આ ઘટના ભાજપ-કોંગ્રેસને થયેલી સૌથી મોટી તકલીફનું પરિણામ છે.

ગોપાલ ઇટાલીયાએ માફી આપી
ફરિયાદ નોંધાવવાના મુદ્દે સોરઠીયાએ સ્પષ્ટ કર્યું કે, ફરિયાદ દાખલ કરવાનું કામ પોલીસનું અને કાયદો-રક્ષણ કરવાનું કામ સરકારનું છે. જોકે, અન્ય કિસ્સાઓની જેમ આમાં પણ કદાચ ફરિયાદ ન થાય તેવી શક્યતા છે, પરંતુ ગોપાલ ઈટાલીયાએ મોટું મન રાખીને ડુમલો કરનાર યુવાનને માફ કરવાની વાત કરી છે. AAP આ ષડયંત્ર સામે શાંતિથી બેસવાને બદલે આક્રમક રીતે લોકો સુધી હકીકત પહોંચાડશે.

અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે
આ તમામ ઘટનાક્રમ વચ્ચે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. કેજરીવાલ ગુજરાતમાં ખેડૂતોની આત્મઽત્યાના કિસ્સાઓમાં તેમના પરિવારજનોને મળીને સડાનુભૂતિ આપશે. આ ઉપરાંત, તાજેતરમાં ડડદ કેસમાં જે ખેડૂતોને જેલમાં જવું પડયું હતું. તેમને અને તેમના પરિવારજનોને મળીને તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત દરમિયાન કેજરીવાલ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને મળીને આગળની રણનીતિ પર પણ ચર્ચા કરશે.

ઇન્ડિગોની 66 ફ્લાઇટ રદ્દ: અમદાવાદ એરપોર્ટ પર NSUI અને યુથ કોંગ્રેસનો તીવ્ર વિરોધ

છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટો રદ્દ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે, તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કરવા આવેલા NSUI અને યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે, તેને લઈને NSUI અને યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. NSUI અને યૂથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓેની તુરંત જ પોલીસે અટકાયત કરી લીધી હતી.

NSUIના કાર્યકર્તા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, અમે પાણીની બોટલ આપવા આવ્યા છીએ. શું અમને પાણીની બોટલ આપવાનો પણ અધિકાર નથી? મુસાફરો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખા ભારતમાં લોકો હેરાન થઈ રહ્યા છે. પહેલા નોટ બંધી કરીને ગરીબોને લાઈનમાં લગાડવામાં આવ્યા, હવે અમીરોને પણ લાઈનમાં લગાડવામાં આવ્યા છે.

આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 66 ફ્લાઈટ કેન્સલ થઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીના જણાવ્યા મુજબ, અમદાવાદથી જતી 35 અને આવતી 24 ફ્લાઇટ એમ કુલ 59 ફ્લાઇટ કેન્સલ થઈ છે. આ સાથે જ વડોદરા એરપોર્ટની 6, રાજકોટ એરપોર્ટની એક ફ્લાઈટ રદ થઈ છે.

દિવસ દરમિયાન તમામ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઈટ એકંદરે અડધો કલાકથી વધુ મોડી પડી રહી છે. ફ્લાઈટની હાલાકીના કારણે અમદાવાદ એરપોર્ટ પર એક યુવતી રડી પડી હતી. ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ ફરીથી રદ થવાને કારણે પેસેન્જરોની કતારો લાગી હતી. ઇન્ડિગો દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ આક્ષેપ મુસાફરોએ કર્યો હતો.

સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી: મુસાફરના કપડાંમાંથી કરોડોના ડાયમંડ અને ડોલર જપ્ત

સુરત એરપોર્ટ પર અવારનવાર દાણચોરીનો પર્દાફાશ થતો હોય છે. વિદેશમાંથી આવતા કેટલાક લોકો સોનું, ડાયમંડની દાણચોરી કરતા હોય છે. ત્યારે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક બેંગકોક જતા મુસાફર પાસેથી મોટી માત્રામાં ડાયમંડ અને યુએસ ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરત એરપોર્ટ પર બની હતી. જ્યારે કસ્ટમ વિભાગે એક શંકાસ્પદ મુસાફરની તપાસ હાથ ધરી હતી.

મુસાફરના કપડામાંથી મળ્યા ડાયમંડ
તપાસ દરમિયાન, મુસાફરના કપડામાંથી છુપાવેલા ₹43 લાખની કિંમતના હીરા અને ₹6 લાખની કિંમતના યુએસ ડોલર મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે તાત્કાલિક આ ડાયમંડ અને યુએસ ડોલર જપ્ત કરી લીધા હતા.

આ અગાઉ સુરત એરપોર્ટ પરથી ચાંદી પણ ઝડપાઈ હોવાના અહેવાલો હતા. આ કિસ્સામાં, કસ્ટમ અધિકારીઓએ મુસાફરનું નિવેદન નોંધ્યા બાદ તેને છોડી મૂક્યો હતો. આ ઘટના ફરી એકવાર એરપોર્ટ પર કડક સુરક્ષા અને કસ્ટમ વિભાગની સતર્કતા દર્શાવે છે.

બેંકમાં ફરજ દરમિયાન ઉચાપત કરનાર 16 વર્ષ ઝબ્બે, યુપીમાં શિક્ષક બની છુપાયો

વર્ષ 2007માં સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકોના ફિક્સ ડીપોઝીટના રૂપિયાની ઉચાપત કરીને વતન ઉતર પ્રદેશ ભાગીને સરકારી શિક્ષક તરીકે નોકરીએ લાગેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉતર પ્રદેશના બસ્તી જિલ્લાના જુનિયર ડાઈસ્કૂલ બટુપુર ખાતેથી આરોપી સુરેશસિંગ ફોજદાર સિંગ (53)ને ઝડપી પાકયો હતો. આરોપી સામે સુરતના અમરોલી પોલીસ મથકમાં વર્ષ 2010માં ગુનો નોંધાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી વર્ષ 2007માં સુરત શહેરમાં રહેતો હતો અને તે વખતે અમરોલી છપરાભાઠા રોડ અરીહંત પાર્ક ખાતે આવેલી સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી કરતો હતો.

પોતાની ફરજ દરમ્યાન ફરિયાદી રાકેશ ચૌધરી (કેશિયર) તા. 23-06-2007થી 6 દિવસની રજા ઉપર ગયા હતા, તે સમયે આરોપી સુરેશસિંગ ફોજદાર સિંગ સીનિયર ઓફીસ વર્કર તરીકે નોકરી હતો. જેણે રેકર્ડ સાથે છેડા કરી બેંકમાં ફિક્સ ડીપોઝીટ અલગ અલગ 6 ખાતાના કુલ ચેકો બેરર તેમજ એકાઉન્ટ પે થી પોતાના અક્ષરમાં બનાવીને પોતાના દ્રારા સહીઓ કરીને એમાંથી રૂપિયા 3,90,827 ઉચાપત કરીને નાસી ગયો હતો. આરોપીની તપાસ કરતા તે મળી આવતો ન હોય નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી-૭૦ મુજબનું વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી વિષે તપાસ કરતા તે પોતાના વતન ખાતે રહેવાનું બંધ કરી દીધેલાનું અને ડાલમાં ઉતર પ્રદેશ બસ્તી જિલ્લા ખાતે આવેલી જુનીયર ડાઈસ્કૂલ બટુપુર સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હોવાનું અને મુરઘાટ ગામ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

આથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તેના રહેઠાણ અને તે જ્યાં નોકરી કરતો હતો તે સ્કૂલ ઉપર વોચ કરવામાં આવી હતી અને આરોપી ગર્વમેન્ટ જોબ કરતો હોય જેથી સંપૂર્ણ ખાતરી અને ખરાઈ કર્યા બાદ તે જ મુખ્ય આરોપી હોવાનું જણાય આવતા તેને સ્કૂલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપીને વર્ષ 2014થી શિક્ષક તરીકે પરમેનેન્ટ ઓર્ડર મળ્યો છે અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપીને તેનો કબ્જો અમરોલી પોલીસને સોપ્યો છે.

સિમોન ટાટાનું નિધન, સ્વિસ યુવતીએ ભારતમાં કેવી રીતે ઉભું કર્યું કરોડોનું લેકમે સામ્રાજ્ય?

0

સ્વિટ્ઝર્લેન્ડના સુંદર શહેર જીનીવામાં જન્મેલી સિમોન ટાટા માત્ર ભારત ફરવા 1953માં આવી હતી, પરંતુ પછી જીવનભર માટે આ દેશની થઈ ગઈ. 1955માં તેમની નવલ એચ. ટાટા સાથે લગ્ન થયા અને ત્યારબાદ તેમણે ટાટા પરિવારને એકતા અને મજબૂત મૂલ્યો સાથે જોડીને રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. નવલ ટાટાના પ્રથમ લગ્નથી જન્મેલા રતન ટાટાને પણ તેમણે માતૃત્વનો પૂરતો સ્નેહ આપ્યો, જ્યારે નોએલ ટાટા તેમના પોતાનાં પુત્ર છે, જે આજે ટાટા ટ્રસ્ટ્સ અને હિન્દુસ્તાન યુનિલિવરમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

સિમોન ટાટાનો કારોબારી સફર 1960ના દાયકામાં શરૂ થયો, જ્યારે તેઓ ટાટા ઓઈલ મિલ્સ કંપનીની પેટાકંપની લેકમેના બોર્ડમાં જોડાયા. તે સમયે લેકમે એક નાની કન્ઝ્યુમર કંપની હતી, પરંતુ સિમોનની નજર ખૂબ આગળ જોતી હતી. ભારતીય મહિલાઓને અનુરૂપ કોસ્મેટિક્સનું વિશાળ સંભવિત બજાર તેમણે બહુ પહેલા ઓળખી લીધું હતું. તેમના નેતૃત્વ હેઠળ લેકમે માત્ર સોપ્સ અથવા સામાન્ય ઉત્પાદનો પૂરતું નહોતું રહેલું, પરંતુ ભારતીય સૌંદર્ય બજાર માટે ખાસ તૈયાર થયેલું એક મજબૂત કોસ્મેટિક્સ બ્રાન્ડ બની ગયું.

1982માં સિમોન ટાટા લેક્મેની ચેરપર્સન બની અને લિબરલાઇઝેશનના સમયમાં 1996માં લેકમે–HUL વચ્ચે 50:50નું જોઈન્ટ વેન્ચર રચાયું. બે વર્ષ બાદ, 1998માં HULએ લેક્મેનો હિસ્સો ખરીદ્યો અને આ સાથે જ સિમોન ટાટાની બિઝનેસ સફરે નવો વળાંક લીધો. તેમણે કોસ્મેટિક્સથી આગળ વધીને રિટેલ ક્ષેત્રમાં પગલું ભર્યું. UKની લિટલવુડ્સ ઇન્ટરનેશનલ (ઇન્ડિયા)ની ખરીદી પછી લેકમે લિમિટેડનું નામ બદલાઈને ટ્રેન્ટ લિમિટેડ થયું, જેણે વેસ્ટસાઇડ, જુડિયો જેવા દેશના જાણીતા રિટેલ ફોર્મેટ્સની શરૂઆત કરી. આજના દિવસે ટ્રેન્ટ ટાટા ગ્રુપનું સૌથી અગત્યનું રિટેલિંગ પાવરહાઉસ છે અને આ સમગ્ર દ્રષ્ટિનું શ્રેય સિમોન ટાટાને જાય છે.

સિમોન ટાટાને ભારતમાં ‘કોસ્મેટિક ઝરીના’ તરીકે ઓળખવામાં આવે છે—કારણ કે તેમણે માત્ર એક બ્રાન્ડ નથી બનાવ્યો, પરંતુ ભારતીય મહિલાઓની જીવનશૈલી અને સૌંદર્ય ઉદ્યોગને નવી ઓળખ આપી. તેમની દુરંદેશી, કાર્યકુશળતા અને ટાટા ગ્રુપમાં આપેલા યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.