Home Blog Page 221

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો સ્થિત સિનસિનાટીના ઘરમાં હુમલો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો રાજ્યના સિનસિનાટીમાં આવેલા ઘરમાં હુમલો થયો છે. CNNના રિપોર્ટ અનુસાર તેમના ઘરની બારીઓ તૂટી છે. આ મામલે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.

વેન્સના ઘર પાસે રવિવારે રાત્રે 12:15 વાગ્યે કોઈને ભાગતા જોવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે જેડી વેન્સ અને તેમનો પરિવાર ઘરમાં હાજર નહોતો. પ્રારંભિક માહિતીમાં એ પણ સામે આવ્યું છે કે કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસવામાં સફળ થયો ન હતો.

તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ઘટના જાણી જોઈને જેડી વેન્સ અથવા તેમના પરિવારને નિશાન બનાવીને કરવામાં આવી હતી કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે.

આ મામલે વ્હાઇટ હાઉસ અને સિક્રેટ સર્વિસ પાસેથી પણ માહિતી માંગવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

વેન્સ છેલ્લા એક અઠવાડિયાથી સિનસિનાટીમાં હતા, પરંતુ રવિવારે બપોરે શહેરથી રવાના થઈ ગયા. તેમણે ઘર પર લગભગ 14 લાખ ડોલર ખર્ચ કર્યા અને તે લગભગ 23 લાખ એકરમાં ફેલાયેલું છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટની કામગીરી સ્થગિત

ઈન્કમ ટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ઈમેલ મારફતે કોર્ટના ઈમેલ પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી હતી. ઈમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ દ્વારા કોર્ટમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પોલીસે હાલ સાયબર ટીમોની મદદથી ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો તેની પણ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 17 ડિસેમ્બરના રોજ અમદાવાદની 8 સ્કૂલમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ત્યાર બાદ શાળામાં શિક્ષણ કાર્ય મુલતવી રાખવામાં આવ્યું હતું. જોકે તપાસમાં કઈ મળ્યું ન હતું.

ધમકીભર્યા મેલનો સિલસિલો યથાવત
ગુજરાતમાં આ પહેલા સરકારી કચેરીઓ,એરપોર્ટ,સ્કૂલો જેવા સ્થળોએ બોમ્બ કે આરડીએક્સ મૂકવામાં આવ્યા છે તેવી ધમકી આપતા મેલ અવારનવાર મળ્યા હતા. મેલ બોગસ હોવા છતાં પોલીસ દ્વારા ગંભીર નોંધ લઇને તપાસ કરવામાં આવતી હોય છે. ધમકીના મોટાભાગના મેલનું આઇપી એડ્રેસ વિદેશનું હોય છે. જેને કારણે પોલીસની તપાસમાં અડચણ આવતી હોય છે. છેલ્લે ધમકી આપનારાનો ઇરાદો માત્ર હેરાનગતિ કરવા સિવાય કોઈ નહીં હોવાનું ખૂલે છે. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળતી નથી.

મકરસંક્રાંતિ પર્વ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું: નાયલોન-ચાઈનીઝ દોરી અને મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

0

આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર સુરત ગ્રામ્યમાં કોઇ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા/ફૂટ પાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર, પતંગ ચગાવવા વપરાતી નાયલોન, સેન્થટીક મટીરીયલ, સેન્થેટીક પદાર્થથી કોટેડ કરેલી કે નોન-બાયોગ્રેડીબલ ચાઇનીઝ દોરી મેળવવા/સંગ્રહ/વેચાણ અને પતંગ ચગાવવા પર કે કપાયેલ પતંગ/દોરી પકડવા પર, લોખંડનો પાઉડર કે કાચનો ભુકો/પાઉડર સહિતના નુકશાનકારક પદાર્થ ચઢાવી બનાવેલા દોરા મેળવવા પર, સેન્થેટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા/સંગ્રહ/વેચાણ/ઉપયોગ/ઉત્પાદન કરવા કે તેનાથી પતંગ ચગાવવા/ઉડાવવા પર, ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી/ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન(તુક્કલ) વેચવા/આયાત પર, સવારના ૦૬થી ૦૮ વાગ્યા દરમિયાન પતંગ ઉડાવવા પર, રેલ્વેટ્રેક નજીક તથા ઉપરથી પતંગ ઉડાવવા પર, ચાઇનીઝ તુક્કલ ઉડાવવા/ ખરીદવા,/આયાત/વેચાણ/કબજા કે સંગ્રહ કરવા પર તેમજ લોકોને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર અને લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામું પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર સહિતના કુદરતી ઘટકોની મદદથી કોટિંગ કરેલો ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો સંપૂર્ણપણે તૂટી શકે તેવો, પરંપરાગત રીતે બનાવાતા તથા તમામ બાયો-ડિગ્રેડેબલ પદાર્થો વાળો માંજો તથા કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર ૧૦% કે તેથી ઓછો, જ્યારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦%, મેંદો ૩૬%, કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો ૧૦% હોઈ શકે છે, પરંતુ, તે કોટનના માંજાના કુલ વજનના ૦.૫% થી વધુ ન હોય તેવો કોટનનો માંજો/દોરી વાપરવા પર અમલ કરાશે નહીં. આ જાહેરનામાનો તા. ૧૬/૧/૨૦૨૬ સુધી અમલ કરાશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ઘી ખાતા પહેલા સાવધાન! સુરતમાં તબેલાની આડમાં નકલી ઘીનો કારખાનો પકડાયો

સુરત શહેરના લસકાણા વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે ઝેર પીરસતા એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એક તબેલાની આડમાં ચાલતા આ નકલી ઘીના કારખાના પર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો હતો, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, હાલમાં બજારમાં શુદ્ધ ઘી 1000-1200 રુપિયામાં વેચાય છે જ્યારે આ નકલી ઘી 300 રુપિયામાં વેચાતું હતું.

લસકાણા પોલીસને બાતમી મળી હતી કે લસકાણા સ્થિત આહીર સમાજની વાડી પાછળ આવેલા પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે મળીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તબેલાની આડમાં અત્યંત જોખમી રીતે નકલી ઘી બનાવવામાં આવતું હતું.

લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ ગંભીર માહિતીને આધારે આજે (5 જાન્યુઆરી) પોલીસે તુરંત એક્શન લીધા હતા અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પકડાયેલો આરોપી અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયા (ઉં.વ.30, રહે. સાંઈનાથ સોસાયટી, કામરેજ ચાર રસ્તા) અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિશ્રિત કરતો હતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજનલ ઘી બનતું, તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો.

મુદ્દામાલની વિગત
દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી સામાન જપ્ત કર્યો છે. જેમાં ભેળસેળયુક્ત ઘી 319.54 કિલો (કિંમત રૂ. 79,885), વેજીટેબલ/સોયાબીન ઓઈલ 856 કિલો (કિં.રૂ. 1,25,600), એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી કિં.રૂ. 6,380નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલ રૂ. 2,11,865નો પોલીસે જપ્ત કર્યો છે.

તો બીજી તરફ પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ, પકડાયેલો આરોપી અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયાની ઉંમર 30 વર્ષની છે અને તે સુરતના કામરેજ પાસે આવેલ સાંઈનાથ સોસાયટીમાં રહે છે. આરોપી અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિક્સ કરીને નકલી ઘી તૈયાર કરતો હતો. આ ઉપરાંત કોઈને ખબર ન પડે અને સાચા ઘી જેવી જ સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ પણ ઉમેરતો હતો.

ઓઇલ મુદ્દે સહકાર નહીં અપાય તો ભારત પર ટેરિફ વધારાશેઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ધમકી

0

જો રશિયન તેલને મુદ્દે ભારત સહકાર નહીં આપે તો અમેરિકા ભારતમાંથી આવતા માલ પર ટેરિફ વધારે એવી શક્યતા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જાહેર ભાષણ દરમિયાન આ વાત કહી હતી. ટ્રંપે ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈચ્છે છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે. ટ્રંપે આ ચેતવણીને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વાતચીત સાથે જોડીને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે તેઓ ખરેખર મને ખુશ કરવા માગતા હતા. વડા પ્રધાન મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ સારી વ્યક્તિ છે. તેમને ખબર હતી કે હું ખુશ નહોતો. મને ખુશ કરવું જરૂરી હતું. તેઓ ટ્રેડ કરે છે અને અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ.

ટ્રંપ તરફથી આવેલી આ ટિપ્પણીઓ રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોને લઈને તણાવને ફરી એક વાર વધારી રહી છે. થોડા મહિના પહેલાં ટ્રંપે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દેશે, પરંતુ ભારતે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ટ્રંપ અને મોદી વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.

રશિયન તેલની ભારે ખરીદી માટે સજા તરીકે અમેરિકા ગયા વર્ષે ભારતીય માલના આયાત પર ટેરિફ બમણા કરીને 50 ટકા કરી દીધા હતા. બંને દેશ હાલમાં એક સંભવિત ટ્રેડ ડીલ પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી.

વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત ડિસ્કાઉન્ટેડ રશિયન સમુદ્રી કાચા તેલનો સૌથી મોટો ખરીદદાર બની ગયો. જોકે પશ્ચિમી દેશો તેનો વિરોધ કરે છે. તેમણે રશિયાના ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેલમાંથી મળતી આવક રશિયાના યુદ્ધ પ્રયાસોને નાણાકીય મદદ પૂરી પાડે છે.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત થયું છે. મોડી રાતે હેમાળ ગામ નજીક સિંહણ રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનએ ટક્કર મારી હતી. સિંહણને ગંભીર ઈજાઓ પહોચતા લોહીલુહાણ હાલતના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગ ઘટના સ્થળે પહોચી સિંહણનો મૃતદેહ પીએમ કરવા અર્થે કાર્યવાહી હાથ ધરી. જાફરાબાદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર રાતદિવસ સિંહ રોડ ક્રોસ કરવા દોડધામ કરે છે. દેશની શાન ગણાતા સાવજો સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાયા છે.

અમેરિકામાં 27 વર્ષની ભારતીય યુવતીની હત્યા, 26 વર્ષનો પ્રેમી ગુમ થયાની ફરિયાદ કરી ભારત ફરાર

0

અમેરિકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાથી લાપતા 27 વર્ષીય ભારતીય યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. 26 વર્ષનો પ્રેમી પ્રેમિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવીને ભારત ભાગી આવ્યો હતો. પોલીસ મુજબ, મેરિલેન્ડના એલિસોટ સિટીમાં રહેતી નિકિતા ગોદિશાલા તેના પૂર્વ પ્રેમી અર્જુન શર્માને એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી હતી. તેના શરીર પર ચપ્પુના સેંકડો નિશાન હતા. નિકિતા ડેટા અને સ્ટ્રેટેજી એનાલિસ્ટ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, યુવતીના પૂર્વ પ્રેમી અર્જુન શર્માએ તેની હત્ય કરી હતી. આ મામલે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રેમી ગુમ થયાની ફરિયાદ કરીને ભારત ભાગી આવ્યો
અધિકારીઓ મુજબ, પ્રેમી અર્જુન શર્માએ 2 જાન્યુઆરીના રોજ પોલીસમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે, ગોદિશાલાને 31 ડિસેમ્બરે મેરીલેન્ડ શહેરમાં તેમના એપાર્ટમેન્ટમાં જોઈ હતી. 3 જાન્યુઆરીએ પોલીસે અર્જુન શર્માના એપાર્ટમેન્ટમાં સર્ચ વોરંટ આધારે દરોડો પાડ્યો ત્યારે તેણી મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર ચપ્પુના અસંખ્ય ઘા હતા.

પોલીસે જણાવ્યું કે, ગોદિશાલાના લાપતા થયાની સૂચના આપ્યા બાદ અર્જુન શર્મા તે દિવસે જ ભારત ભાગી આવ્યો હતો. અર્જુને 31 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યા બાદ ગમે તે સમયે તેની હત્યા કરી હતી. હાલ હત્યાનું કારણ સામે આવ્યું નથી. હાવર્ડ કાઉન્ટી પોલીસ મુજબ, હત્યાના આરોપી પૂર્વ પ્રેમીની ભાળ મેળવવા અને ધરપકડ માટે એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

ભારતીય દૂતાવાસ ગોદિશાલાના પરિવાર સાથે સંપર્કમાં
ભારતીય દૂતાવાસે કહ્યું કે, તેઓ નિકિતા ગોદિશાલાના પરિવાર સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય કરી રહ્યા છીએ. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે પણ આ મામલા પર નજર રાખી રહ્યું છે.

આસામના મોરીગાંવ જિલ્લામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા

0

આસામના મોરીગાંવ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હતી. સવારે લગભગ 4:17 વાગ્યે આવેલા આ ભૂકંપના આંચકાને કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના મોરીગાંવમાં જ હતું. તેનું અક્ષાંશ 26.37 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 92.29 ડિગ્રી પૂર્વ નોંધવામાં આવ્યું છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ 50 કિલોમીટર નીચે હોવાનું જણાવાયું છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો

0

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, તેઓ ગાયની પૂજા બાદ તેની પરિક્રમા કરતી વખતે જાહેરમાં પોતાના જ બોડીગાર્ડને થપ્પડ મારતા જોવા મળે છે. આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થયા છે. આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી રેડ્ડી ‘થપ્પડ’ને લઈને કોઈ વિવાદમાં આવ્યા હોય.

વીડિયોમાં શું જોવા મળ્યું?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પૂજા કર્યા પછી ગાયની પરિક્રમા કરી રહ્યા છે. તે દરમિયાન, આસપાસ હાજર લોકો તેમના ખૂબ નજીક આવવાનો પ્રયાસ કરે છે. બોડીગાર્ડ ભીડને પાછળ હટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યારે જ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અચાનક ગુસ્સામાં આવીને તેને થપ્પડ મારી દે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.

પહેલા પણ ‘થપ્પડ’ને લઈને વિવાદમાં રહ્યા છે
આ પહેલીવાર નથી જ્યારે રેવંત રેડ્ડીનું નામ આવા વિવાદ સાથે જોડાયું હોય. આ પહેલા પણ તેઓ પત્રકારોને થપ્પડ મારવાની વાત કહીને ભારે ચર્ચામાં રહ્યા હતા, જે બાદ તેમણે માફી પણ માંગવી પડી હતી. ગયા વર્ષે 2025માં, રેવંત રેડ્ડી ‘નવ તેલંગાણા’ નામના અખબારના 10મા વર્ષના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં ભાષણ દરમિયાન તેમણે સિનિયર અને જુનિયર પત્રકારોની સરખામણી કરતાં કહ્યું હતું કે, “ક્યારેક-ક્યારેક મન થાય છે કે પત્રકારોને થપ્પડ મારી દઉં.” આ ટિપ્પણીને પત્રકારોએ અપમાનજનક ગણાવી હતી અને પ્રેસ યુનિયનોએ તેમની પાસે સ્પષ્ટતા માંગી હતી. તે સમયે વિપક્ષે પણ તેમના આ વર્તન અને નિવેદન પર ભારે હોબાળો મચાવ્યો હતો.

ગાંધીનગરમાં દૂષિત પાણીનો કહેર: 67 લોકોને ટાઈફોઈડ, પેટમાં દુખાવો, ઉલટીની ફરિયાદ વધી

દૂષિત ગટરવાળું પાણી પીવાના કારણે છેલ્લા એક અઠવાડીયાથી દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની હાલત ખરાબ થઈ ગઈ છે. જ્યાં દૂષિત પાણી પીવાથી લગભગ 2800 જેટલા લોકો બીમાર થઈ ગયા છે અને 13 લોકોના મોત થયા હોવાનું પણ કહેવાય છે. ત્યારે હવે આવી જ સ્થિતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. ગાંધીનગરના સેક્ટર 24, 26, 28, આદિવાડા વિસ્તારમાં ટાઈફોઈડના 67 જેટલા કેસ નોંધાયા છે. જો કે આરોગ્ય તંત્ર દ્વારા હાલ તેને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં તાવ, પેટમાં દુખાવો, ઉલટી જેવી ફરિયાદો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આરોગ્ય અધિકારીઓ પ્રજાના આ પ્રશ્ન માે આંખ આડા કાન કરે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે.

ગાંધીનગરના સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીના પગલે અનેક લોકો બીમાર થયા છે. આ વિસ્તારમાં ટાઈફોઈડના 67 કેસ નોંધાયા છે. ગાંધીનગર સિવિલમાં 28 જ્યારે બાકીના 14 જેટલા દર્દીઓની સેક્ટર 24 અને સેક્ટર 29 અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાખલ થઈ સારવાર કરવાની ફરજ પડી હતી.

ટાઈફોઈડના વધતા કેસને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર ડોર ટુ ડોર સર્વેલન્સ શરુ કરી દીદું છે. જેમાં 40 જેટલી ટીમો બનાવી અત્યાર સુધીમાં 38 હજારની વસ્તીને આવરી લેતા 10 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. જેમાં 20 હજાર ક્લોરિનની ગોળી, પાંચ હજાર ઓઆરએસ પેકેટ તથા 10 હજાર પત્રિકાઓ વહેંચી છે.

સર્વેલન્સ સાથે ટીમ ઘરે ઘરે ફરીને લોકોને ઉકાળીને પાણી પીવા, બહારનો ખોરાક ન ખાવા તથા હાથ સ્વચ્છ રાખવા અંગે લોકોને માહિતી આપી રહ્યા છે.