Home Blog Page 220

આસામના મોરીગાંવ જિલ્લામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા

0

આસામના મોરીગાંવ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હતી. સવારે લગભગ 4:17 વાગ્યે આવેલા આ ભૂકંપના આંચકાને કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના મોરીગાંવમાં જ હતું. તેનું અક્ષાંશ 26.37 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 92.29 ડિગ્રી પૂર્વ નોંધવામાં આવ્યું છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ 50 કિલોમીટર નીચે હોવાનું જણાવાયું છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો

0

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, તેઓ ગાયની પૂજા બાદ તેની પરિક્રમા કરતી વખતે જાહેરમાં પોતાના જ બોડીગાર્ડને થપ્પડ મારતા જોવા મળે છે. આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થયા છે. આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી રેડ્ડી ‘થપ્પડ’ને લઈને કોઈ વિવાદમાં આવ્યા હોય.

વીડિયોમાં શું જોવા મળ્યું?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પૂજા કર્યા પછી ગાયની પરિક્રમા કરી રહ્યા છે. તે દરમિયાન, આસપાસ હાજર લોકો તેમના ખૂબ નજીક આવવાનો પ્રયાસ કરે છે. બોડીગાર્ડ ભીડને પાછળ હટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યારે જ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અચાનક ગુસ્સામાં આવીને તેને થપ્પડ મારી દે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.

પહેલા પણ ‘થપ્પડ’ને લઈને વિવાદમાં રહ્યા છે
આ પહેલીવાર નથી જ્યારે રેવંત રેડ્ડીનું નામ આવા વિવાદ સાથે જોડાયું હોય. આ પહેલા પણ તેઓ પત્રકારોને થપ્પડ મારવાની વાત કહીને ભારે ચર્ચામાં રહ્યા હતા, જે બાદ તેમણે માફી પણ માંગવી પડી હતી. ગયા વર્ષે 2025માં, રેવંત રેડ્ડી ‘નવ તેલંગાણા’ નામના અખબારના 10મા વર્ષના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં ભાષણ દરમિયાન તેમણે સિનિયર અને જુનિયર પત્રકારોની સરખામણી કરતાં કહ્યું હતું કે, “ક્યારેક-ક્યારેક મન થાય છે કે પત્રકારોને થપ્પડ મારી દઉં.” આ ટિપ્પણીને પત્રકારોએ અપમાનજનક ગણાવી હતી અને પ્રેસ યુનિયનોએ તેમની પાસે સ્પષ્ટતા માંગી હતી. તે સમયે વિપક્ષે પણ તેમના આ વર્તન અને નિવેદન પર ભારે હોબાળો મચાવ્યો હતો.

ગાંધીનગરમાં દૂષિત પાણીનો કહેર: 67 લોકોને ટાઈફોઈડ, પેટમાં દુખાવો, ઉલટીની ફરિયાદ વધી

દૂષિત ગટરવાળું પાણી પીવાના કારણે છેલ્લા એક અઠવાડીયાથી દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની હાલત ખરાબ થઈ ગઈ છે. જ્યાં દૂષિત પાણી પીવાથી લગભગ 2800 જેટલા લોકો બીમાર થઈ ગયા છે અને 13 લોકોના મોત થયા હોવાનું પણ કહેવાય છે. ત્યારે હવે આવી જ સ્થિતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. ગાંધીનગરના સેક્ટર 24, 26, 28, આદિવાડા વિસ્તારમાં ટાઈફોઈડના 67 જેટલા કેસ નોંધાયા છે. જો કે આરોગ્ય તંત્ર દ્વારા હાલ તેને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં તાવ, પેટમાં દુખાવો, ઉલટી જેવી ફરિયાદો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આરોગ્ય અધિકારીઓ પ્રજાના આ પ્રશ્ન માે આંખ આડા કાન કરે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે.

ગાંધીનગરના સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીના પગલે અનેક લોકો બીમાર થયા છે. આ વિસ્તારમાં ટાઈફોઈડના 67 કેસ નોંધાયા છે. ગાંધીનગર સિવિલમાં 28 જ્યારે બાકીના 14 જેટલા દર્દીઓની સેક્ટર 24 અને સેક્ટર 29 અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાખલ થઈ સારવાર કરવાની ફરજ પડી હતી.

ટાઈફોઈડના વધતા કેસને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર ડોર ટુ ડોર સર્વેલન્સ શરુ કરી દીદું છે. જેમાં 40 જેટલી ટીમો બનાવી અત્યાર સુધીમાં 38 હજારની વસ્તીને આવરી લેતા 10 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. જેમાં 20 હજાર ક્લોરિનની ગોળી, પાંચ હજાર ઓઆરએસ પેકેટ તથા 10 હજાર પત્રિકાઓ વહેંચી છે.

સર્વેલન્સ સાથે ટીમ ઘરે ઘરે ફરીને લોકોને ઉકાળીને પાણી પીવા, બહારનો ખોરાક ન ખાવા તથા હાથ સ્વચ્છ રાખવા અંગે લોકોને માહિતી આપી રહ્યા છે.

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 12 નક્સલીઓ ઠાર

0

છત્તીસગઢ કિસ્તારામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહેલા ડીઆરજીના જવાનોને મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર દરમિયાન સૈનિકોએ ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા હતા, જેમાં કુખ્યાત ડીવીસીએમ માંગડુનો પણ સમાવેશ થાય છે.

ઘટનાસ્થળેથી એક AK-47/INSAS રાઇફલ મળી આવી હતી. તાજેતરના ઓપરેશનમાં કુલ 12 માઓવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં કિસ્તારામમાં થયેલા આ એન્કાઉન્ટરને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે, અને સુરક્ષા દળો સમગ્ર પ્રદેશમાં સતર્કતા જાળવી રહ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં શનિવારે સુરક્ષા દળો સાથેની અલગ-અલગ અથડામણમાં 12 થી વધુ નક્સલીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે સુકમામાં 10 થી વધુ નક્સલીઓ માર્યા ગયા હતા, જ્યારે પડોશી બીજાપુર જિલ્લામાં વહેલી સવારે બે નક્સલીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુકમા જિલ્લાના દક્ષિણી પ્રદેશના જંગલમાં ગોળીબાર થયો હતો, જ્યાં સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલ વિરોધી કાર્યવાહીમાં હતી. તેમણે કહ્યું, “અત્યાર સુધીમાં 10 થી વધુ નક્સલીઓ માર્યા ગયા છે. કામગીરી ચાલુ છે, અને વધુ વિગતો પછીથી શેર કરવામાં આવશે.”

બીજાપુરમાં બે નક્સલીઓ પણ માર્યા ગયા
બીજાપુરમાં, જિલ્લાના દક્ષિણી પ્રદેશના જંગલમાં ગોળીબાર થયો હતો જ્યારે રાજ્ય પોલીસના એકમ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની એક ટીમ સવારે 5 વાગ્યાની આસપાસ આવી જ કામગીરીમાં હતી. તેમણે કહ્યું કે ઘટનાસ્થળેથી બે નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. અધિકારીએ કહ્યું કે વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ગયા વર્ષે છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેના વિવિધ એન્કાઉન્ટરમાં 285 નક્સલીઓ માર્યા ગયા હતા.

અમદાવાદ ડિવિઝનમાં ચેઇન પુલિંગની 2,047 ઘટના, લાખો રૂપિયાનો દંડ વસૂલાયો

સાથે જ વર્ષ 2025 દરમિયાન એલાર્મ ચેન પુલિંગ (ACP)ની ઘટનાઓ પર કડક નજર રાખીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. મુસાફરોની સુરક્ષા, ટ્રેનોની સમયપાલનતા તથા નિર્વિઘ્ન રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે RPF દ્વારા સતત સતર્કતા, ત્વરિત કાર્યવાહી અને અસરકારક સમન્વયના પરિણામે એલાર્મ ચેન પુલિંગ (ACP)ના કેસોમાં નોંધપાત્ર નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યું છે.

2025માં અમદાવાદ ડિવિઝનમાં ચેઇન પુલિંગની 2,047 ઘટના, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં એલાર્મ ચેઇન પુલિંગની ઘટના, બિનજરુરી ચેઇન પુલિંગના 1,844 કેસ, 1,813 સામે કાર્યવાહી, એલાર્મ ચેઇન પુલિંગ મુદ્દે 5.65 લાખથી વધુનો દંડ વસૂલાયો, 1,142 ચેઇન પુલિંગ ઘટનાઓ સ્ટેશનો પર બની, ચેઇન પુલિંગની 905 ઘટનાઓ સેક્શનમાં નોંધાઈ, અમદાવાદ, સાબરમતી, મહેસાણામાં સૌથી વધુ ઘટના, ગેરતપુર અમદાવાદ સેક્શનમાં વધુ ચેઇન પુલિંગ, અમદાવાદ વિરમગામ સેક્શનમાં વધુ ચેઇન પુલિંગ, આશ્રમ, કચ્છ, અરાવલ્લી એક્સપ્રેસમાં ચેઇન પુલિંગ વધુ, એલાર્મ ચેઇન આપાતકાળમાં ખેંચવા રેલવેની અપીલ.

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ટોળાએ માર માર્યા બાદ આગ લગાવી દીધી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઇસ્લામિક ટોળા દ્વારા હુમલો કરાયેલા વધુ એક હિન્દુ વ્યક્તિનું શુક્રવારે મૃત્યુ થયું. બાંગ્લાદેશમાં એક વેપારી ખોખન દાસ પર થોડા દિવસો પહેલા ઇસ્લામિક ટોળાએ હુમલો કર્યો હતો. તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને પછી આગ લગાવી દેવામાં આવી હતી. સારવાર હેઠળ રહેલા ખોખનનું શુક્રવારે મૃત્યુ થયું છે. તેમના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ મદદ નહીં
ખોકોન દાસના એક સંબંધીએ જણાવ્યું કે ખોકોનનું મૃત્યુ સવારે 8:45 વાગ્યે થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. મૃતદેહ હજુ સુધી પરિવારને સોંપવામાં આવ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. સંબંધીએ કહ્યું કે ખોકોન પર હુમલો કરનારા ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. ખોકોનના પરિવારમાં તેની પત્ની અને ત્રણ પુત્રો છે. તેઓ તેમના પરિવારના એકમાત્ર કમાનાર હતા.

છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં ટોળાની હિંસામાં હિન્દુઓની હત્યાનો આ ચોથો બનાવ છે. અગાઉ, દીપુ દાસ, અમૃત મંડલ અને બજેન્દ્ર બિશ્વાસ નામના હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી.

ખોકોન દાસ ઢાકાથી 150 કિલોમીટર દૂર આવેલા પોતાના ગામમાં દવા અને મોબાઇલ બેંકિંગનો વ્યવસાય ચલાવતા હતા. બુધવારે દુકાન બંધ કરીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઇસ્લામિક ટોળાએ તેમના પર હુમલો કર્યો. ત્યારબાદ તેમના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. ખોકોન આગ ઓલવવા માટે તળાવમાં કૂદી પડ્યા હતા.

તળાવમાં કૂદકો માર્યા બાદ પણ ખોખન દાસ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમના શરીર પર ઊંડા ઘા પણ હતા. સ્થાનિક લોકો શરૂઆતમાં તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને ઢાકાની મોટી હોસ્પિટલમાં ખસેડવા કહ્યુ, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, ખોખન દાસનું આજે મૃત્યુ થયું છે.

બાંગ્લાદેશમાં છેલ્લા 15 દિવસમાં ચાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરે અમૃત મંડલની હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા બજેન્દ્ર બિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે, ખોખન દાસનું પણ મોત થયું છે.

મેક્સિકોમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા

મેક્સિકોમાં આજે 6.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. ભૂકંપને કારણે લોકો ભયભીત થઈને ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.

ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની નીચે હોવા છતાં આંચકા એટલા તેજ હતા કે ઈમારતો હલી ગઈ હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

હજુ સુધી જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ સત્તાવાર અહેવાલ મળ્યા નથી, પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. પરંતુ ૬.૨ ની તીવ્રતા હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો

0

અમદાવાદમાં 15.3, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 13.3, વડોદરામાં 16.8 ડિગ્રી, ભુજમાં 13, કંડલામાં 12.1 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 13.5 ,રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13.7, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

શિયાળો જમાવટ કરશે
અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે, આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વાતાવરણમાં ભેજ અને પવનોની ગતિ બદલાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. નાગરિકોને ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર, રાષ્ટ્રપતિ માદુરોએ જાહેરાત કરી

0

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં થયેલા હુમલા બાદ, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ હુમલાની પુષ્ટિ કરી અને ઓર્ગેનાઇઝેશન ઓફ ધ અમેરિકાઝ (OAS) અને સંયુક્ત રાષ્ટ્રની કટોકટી બેઠક બોલાવી.

ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકીઓનો કેસ હવે NIAને સોંપાયો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યા છે, ત્યારબાદ NIAની અમદાવાદ યુનિટ આ આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરશે.

હવે NIA તપાસમાં શું થશે?
આ ત્રણેય આતંકવાદી ગ્રુપ સાથે કેવી રીતે જોડાયા અને ફંડિંગ ક્યાંથી આવતું હતું તેની તપાસ થશે. ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં તેમના અન્ય કોઈ સાથીદારો કે સ્લીપર સેલ સક્રિય છે કે કેમ તેની વિગતો મેળવવામાં આવશે. કબજે કરેલા લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા ડાર્ક વેબ પર થયેલી વાતચીતની NIA દ્વારા ઝીણવટભરી તપાસ કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, ડૉ. અહેમદ CCTVમાં કેદ

શું હતો સમગ્ર મામલો?
ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં ત્રણ શખ્સોની રવિવારે (9 નવેમ્બર) ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત અભિયાનમાં ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓમાં ચીનથી MBBS કરી ચૂકેલા 35 વર્ષીય ડૉક્ટર અહમદ મોહિઉદ્દીન સૈયદ પણ સામેલ છે, જે ISKPથી જોડાયેલા વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીઓના સંપર્કમાં હતા. અહમદની સાથે તેમના બે સાથીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી પણ પકડાયા છે. ATSના અનુસાર, આ ત્રણેય અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં આતંકવાદી હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા અને તેમને લાંબા સમયથી દેખરેખમાં રખાયા હતા.

ધરપકડ બાદ ATS ટીમોએ આરોપી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના રહેણાંકની તપાસ કરી હતી. જ્યાં કાળો ISISનો ઝંડો, અનેક મોબાઇલ ઉપકરણો, હાર્ડ ડ્રાઇવ અને મેમરી કાર્ડ મળી આવ્યા. આ સામગ્રીઓ મળવાથી ATSને મોટી સફળતા મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુહેલ વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો કે રાજ્યમાં કટ્ટરપંથી સામગ્રી ફેલાવી રહ્યો હતો, તે અંગે એજન્સી તપાસ કરી રહી છે.

આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું
ધરપકડ કરાયેલા અન્ય એક શંકાસ્પદ આતંકી આઝાદ સુલેમાન શેખની પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે, સુહેલે ધરપકડ પહેલાં તેને કથિત રીતે એક પાર્સલ મોકલ્યું હતું. પાર્સલની સામગ્રી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ ટીમે તપાસ શરુ કરી છે.

આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હતી
આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માગતો હતો. આતંકી કટ્ટરવાદી હોવાની જાણ થતાં તેની પત્નીએ તેનો સાથ છોડ્યો હતો.

ડિજિટલ પ્રાઇવસી કેવી રીતે જાળવી રાખવી તે અંગેનું સાહિત્ય મળ્યું
ATS અનુસાર, ત્રીજો આરોપી ડૉ. અહેમદ સૈયદ ભારતમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો. તેનું ડિજિટલ ટ્રેઇલ, દેખરેખથી બચવા માટે ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત પ્રયાસ દર્શાવે છે. ડૉ. અહેમદ અને તેમના હેન્ડલર વચ્ચેની વાતચીતમાં ડિજિટલ પ્રાઇવસી કેવી રીતે જાળવી રાખવી તે અંગેનું સાહિત્ય મળ્યું. જેમાં એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પર મોડ્યુલ, IP સરનામા છુપાવવા, ડાર્ક વેબને ઍક્સેસ કરવા અને કોડ-આધારિત મેસેજિંગનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અહેમદ લગભગ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા કામ કરતો હતો, વારંવાર પ્લેટફોર્મ અને ઓળખ બદલતો હતો, અને વિદેશમાં હેન્ડલર્સ સાથે વાતચીત કરવા માટે ડાર્ક વેબ પર આધાર રાખતો હતો.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલની સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસમાંથી મહત્ત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. ફૂટેજમાં 7 નવેમ્બર 2025ની સાંજે આતંકી ડૉ. અહેમદ સૈયદ હોટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.

તપાસ ટીમે વધુમાં દાવો કર્યો છે કે ડૉ. અહેમદે વાતચીતમાં કોડ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેમના હેન્ડલર્સ સાથે સંપર્ક જાળવવા માટે ડાર્ક-વેબ કોમ્યુનિકેશન ચેનલો પર આધાર રાખ્યો હતો. ડિજિટલ ફોરેન્સિક્સ ટીમો હાલમાં ડીલિટ કરાયેલા ડેટાને ફરીથી મેળવવા અને જપ્ત કરેલા ઉપકરણોમાંથી તપાસ કરી રહી છે.