Home Blog Page 221

છત્તીસગઢમાં માનવતા શર્મસાર: મહિલા કોન્સ્ટેબલના કપડાં ફાડયા, અર્ધનગ્ન કરી વીડિયો બનાવ્યો

0

છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં ખાણકામ વિરોધી પ્રદર્શન દરમિયાન ફરજ પરના એક મહિલા કોન્સ્ટેબલ સાથે અત્યંત અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. આ હુમલાનો એક વિચલિત કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં બે પુરુષોની ધરપકડ કરી છે.

આ ઘટના 27 ડિસેમ્બર, 2025ના રોજ તમનાર બ્લોકમાં બની હતી. જ્યારે કોલસાની ખાણના પ્રોજેક્ટ વિરુદ્ધ 14 ગામોના લોકોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કોન્સ્ટેબલ એક ખેતરમાં ભીડ વચ્ચે એકલી પડી ગઈ હતી. બે નરાધમો તેના કપડાં ખેંચી રહ્યા હતા અને તે હાથ જોડીને રડતી રડતી દયાની ભીખ માંગી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે, ભાઈ, કપડાં ન કાડો, મેં કોઈને માર્યા નથી. મને જવા દો. એક આરોપીએ ચપ્પલ બતાવીને તેને ધમકાવી હતી. જ્યારે બીજો આ આખી ઘટનાનો વીડિયો ઉતારતો હતો.

બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ શુક્રવારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સ્થાનિક રહેવાસીઓ છે. તેમની સામે છેડતી. હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડિજિટલ પુરાવાઓને આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે.

ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસે આ વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જો મહિલા પોલીસ અધિકારીઓ જ સુરક્ષિત નથી. તો સામાન્ય નાગરિકોનું શું થશે? પ્રદેશ કોંગ્રેસના નેતા સુશીલ આનંદ શુક્લાએ આ ઘટનાને અત્યંત ભયાનક અને શરમજનક ગણાવી હતી.

સ્થાનિક ગ્રામજનો જિદાલ પાવર લિમિટેડને ફાળવવામાં આવેલા ગારે પેલમા સેક્ટર-1 કોલ બ્લોકનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોને ડર છે કે ખાણકામથી તેમની આજીવિકા છીનવાઈ જશે અને તેમને વિસ્થાપિત થવું પડશે. ગત સપ્તાહે જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હિસા ફાટી નીકળી હતી, જેમાં ભીડે પોલીસની બસ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો સળગાવી દીધા હતા.

ઈરાનમાં આર્થિક સંકટ સામે વિદ્યાર્થીઓ અને વેપારીઓના ઉગ્ર વિરોધ, અથડામણમાં 7 ના મોત

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના ઇસ્લામિક શાસન સામેના લોકોનો રોષ ફાટી નીકળ્યો છે, ગત રવિવારથી રાજધાની તેહરાન સહીત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, લોકો દેશના કથળી રહેલા અર્થતંત્ર અને જીવનનિર્વાહના વધતા ખર્ચના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે. સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સાત લોકો માર્યા ગયા હોવાનાં અહેવાલ છે. હજુ પણ વિરોધ પ્રદર્શનો ચાલુ રહે તેવી શક્યતા છે

ઈરાનમાં ઘણા વર્ષોથી આર્થિક ઉથલપાથલ ચાલી રહી છે. ડિસેમ્બરમાં ફુગાવો 42.5 ટકાએ પહોંચ્યો હતો, જેને કારણે જીવનજરૂરીયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ લોકોની અવાક સ્થિર રહી છે, જેણે કારણે લોકોને જીવનનિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે.

ઇસ્લામિક શાસન સામે પણ રોષ:
રવિવારે તહેરાનમાં દુકાનદારો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. મંગળવારે દસ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનોમાં જોડાયા હતાં. પ્રદર્શનોને કારણે શહેરના મુખ્ય બજારો બંધ રહ્યા હતાં. બુધવારે, સરકારે ઠંડીના કારણે રજા જાહેર કરી, દેશના મોટાભાગના વિસ્તારમાં બંધ જોવા મળ્યું હતું.

નબળી આર્થિક પરિસ્થિતિઓ સામે શરુ થયેલા પ્રદર્શનો દરમિયાન ઈરાનના કડક ઇસ્લામિક શાસન સામે પણ નારા લગાવવામાં આવ્યા હતાં. ઈરાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યા બાદ કેટલીક ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું, ત્યાર બાદ પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી.

આ કારણે ઈરાન પર પ્રતિબંધો:
નોંધનીય છે કે, ઈરાન ઘણાં સમાયથી તેનો પરમાણુ કાર્યક્રમ આગળ વધારવા અડગ છે, જેને કારણે યુએસ સહીત પશ્ચિમના દેશોએ તેના પર વેપાર પ્રતિબંધો લગાવ્યા છે. માર્યાદિત આંતરરાષ્ટ્રીય વેપારને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા વર્ષોથી કથળી રહી છે, ગત વર્ષે ઇઝરાયલ સાથે 12 દિવસના સશસ્ત્ર સંઘર્ષ પણ ચાલ્યો હતો, જેના કારણે ઈરાનની નાણાકીય સ્થિતિ વધુ નબળી પડી હતી.

ઈરાન રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી હતી, તેમણે એક ઈન્ટરવ્યું દમિયાન તેમણે જણાવ્યું “ઇસ્લામિક દ્રષ્ટિકોણથી… જો અમે લોકોની આજીવિકાના મુદ્દાને ઉકેલીશું નહીં, તો અમે નરકમાં જઈશું.”

ઊંચા ફુગાવાને કારણે શરૂ થયા હતા, જે સત્તાવાર રીતે વધીને
આ મૃત્યુને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની આગેવાની હેઠળના ઇરાનના ઇસ્લામિક શાસન સામેના પ્રદર્શનો પર ઈરાનના ધર્મશાહી દ્વારા ભારે પ્રતિક્રિયાની શરૂઆત માનવામાં આવે છે, જે રાજધાની તેહરાનમાં ધીમી પડી ગઈ છે, પરંતુ દિવસોમાં અન્યત્ર વિસ્તરી છે.

સુરતના ડીંડોલીમાં ધોરણ-12 સાયન્સમાં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત

0

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, જ્યારે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂતા હતા, ત્યારે 17 વર્ષીય વિદ્યાર્થિનીએ અચાનક આ અંતિમ પગલું ભર્યું હતું. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે દીકરીની હાલત જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીના આવા પગલાથી પરિવાર સ્તબ્ધ છે.

ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. શું અભ્યાસનું ભારણ હતું કે અન્ય કોઈ અંગત કારણ? તે દિશામાં પોલીસે પરિવારજનોની પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં બે દિવસ પહેલા જ અલથાણ વિસ્તારમાં રહેતા કથાકારની પુત્રી ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થિનીના પિતા ધાર્મિક પ્રસંગે કથા કરવા માટે બહાર ગયા હતા અને ઘરે કોઈ હાજર નહોતું ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. પરિવારના અન્ય સભ્યોએ જ્યારે લટકતી જોઈ ત્યારે પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવેવી વિગત પ્રમાણે, વિદ્યાર્થિની આગામી ધોરણ-12ની બોર્ડની પરીક્ષા અને મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નીટ) ની પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતી. પોલીસે મૃતક વિદ્યાર્થિનીની બહેનપણીઓના નિવેદન નોંધ્યા છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે તે ભણતરમાં તેજસ્વી હોવા છતાં બંને મહત્વની પરીક્ષાઓ એકસાથે આવતી હોવાથી ગભરાયેલી રહેતી હતી.

માંડવી ધર્માંતરણ કેસમાં વધુ એક શિક્ષકની ધરપકડ, માસ્ટરમાઈન્ડ સાથે નજીકની સાંકળ ખુલ્લી

સુરત જિલ્લાના માંડવીમાં સામે આવેલા ધર્માંતરણ મામલે પોલીસે વધુ એક શિક્ષકની ધરપકડ કરી છે. રાકેશ વસાવા નામના આ શિક્ષકને ઝડપી લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાકેશ વસાવા ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને ધર્માંતરણના માસ્ટર માઈન્ડ ગણાતા રામજી ચૌધરીનો નજીકનો સહયોગી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફંડ અને ખર્ચનો સમગ્ર હિસાબ રાખતો હતો. ઉપરાંત કોનું ધર્માંતરણ કોની પાસે કરાવવું તેની જવાબદારી પણ તે સંભાળતો હતો. એક સાથે લગભગ 20 લોકોના ધર્માંતરણમાં તેની સંડોવણી બહાર આવી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ યોજાયેલા ત્રણ દિવસીય કાર્યક્રમમાં પણ તેની મુખ્ય ભૂમિકા હતી.

પોલીસ સૂત્રો મુજબ, રાકેશ વસાવાને ધર્માંતરણના માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીનો “રહસ્ય સચિવ” પણ કહેવાતો હતો. તેની ધરપકડ બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. હાલ આરોપીને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે માંડવી ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 શિક્ષક અને 1 તબીબની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

મલાઈકા અરોરાનું આલીશાન રેસ્ટોરન્ટ: 350નું પાણી અને 21 હજારની શેમ્પેઈન, શું છે ખાસ?

મલાઇકા અરોરા રિયાલિટી શો, આઈટમ નંબર્સ અને કમર્શિયલ એડ્સ દ્વારા કરોડોની કમાણી કરે છે અને લક્ઝુરિયસ લાઈફ જીવે છે. હવે મલાઈકાએ બિઝનેસ વર્લ્ડમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે. મલાઈકા અને તેનો પુત્ર અરહાન ખાન મુંબઈના બાંદ્રામાં ‘સ્કારલેટ હાઉસ’ (Scarlet House) નામના લક્ઝરી રેસ્ટોરન્ટમાં હિસ્સેદારી ધરાવે છે.

90 વર્ષ જૂના બંગલામાં રેટ્રો વાઈબ
આ રેસ્ટોરન્ટ બાંદ્રાના પાલી વિલેજમાં સ્થિત એક 90 વર્ષ જૂના ઇન્ડો-પોર્ટુગીઝ બંગલામાં આવેલું છે. 2,500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ રેસ્ટોરન્ટ સેલિબ્રિટીઝનું હોટ સ્પોટ બની ગયું છે. તેનું ઇન્ટિરિયર રસ્ટિક સિમ્પલિસિટી અને ઓલ્ડ સ્કૂલ સ્ટાઇલથી પ્રેરિત છે, જે ગ્રાહકોને ઈતિહાસ અને નોસ્ટાલ્જીયાનો અહેસાસ કરાવે છે.

મેનૂના ભાવ ઉડાવી દેશે હોશ
‘સ્કારલેટ હાઉસ’નું મેનૂ અને તેના ભાવ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે:

  • એન્ટી-એજિંગ વોટર:350 રૂપિયા (ઇન્ફ્યુઝ્ડ વોટર બોટલ)
  • મસાલા ખીચડી:550 રૂપિયા
  • શેમ્પેઈન:20,900 રૂપિયા
  • એવોકાડો ટોસ્ટ:625 રૂપિયા
  • લુધિયાણા સ્ટાઈલ વ્હાઈટ બટર ચિકન:750 રૂપિયા
  • હેલ્ધી હેર જ્યુસ (બીટ-તરબૂચ-કરી પત્તા):450 રૂપિયા
  • ભારતનું પ્રથમ હાઈડ્રેશન બાર

મલાઈકાએ આ રેસ્ટોરન્ટમાં ભારતનું પ્રથમ ‘હાઈડ્રેશન બાર’ લોન્ચ કર્યું છે. અહીં ખાસ પ્રકારના ડ્રિંક્સ અને સ્મૂધી મળે છે જે થાક, ઓછી રોગપ્રતિકારક શક્તિ અને સ્કીન પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવે છે. અહીં 350 રૂપિયામાં ‘હેંગઓવર રેમેડી’ ડ્રિંક પણ ઉપલબ્ધ છે.

કેવી રીતે શરૂ થયું આ સાહસ?
એક ઇન્ટરવ્યુમાં મલાઈકાએ જણાવ્યું કે, તે હંમેશાથી એક કૂલ કેફે ખોલવા માંગતી હતી. બાંદ્રાની ગલીઓમાં સ્થિત આ લાલ પોર્ટુગીઝ બંગલાને જોતા જ તેને પસંદ આવી ગયો હતો. આ 100 સીટર રેસ્ટોરન્ટમાં વ્હાઇટ વોશ દિવાલો, લાકડાનું ફિનિશિંગ અને વિન્ટેજ ક્રોકરી એક અલગ જ રેટ્રો લુક આપે છે. મલાઈકા અને અરહાન આ રેસ્ટોરન્ટમાં ધવલ ઉદેશી અને મલાયા નાગપાલ સાથે સહ-માલિક છે.

‘ધુરંધર’માં બદલાવ બાદ આજથી થિયેટરોમાં નવું વર્ઝન, જાણો શું બદલાયું

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી સ્પાય-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ વિવાદ અને સફળતા બંને વચ્ચે ઘેરાયેલી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ₹1100 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. જો કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયની સૂચના અનુસાર 1 જાન્યુઆરીથી થિયેટરોમાં આ ફિલ્મનું નવું વર્ઝન જોવા મળશે.

કેમ અને શું બદલાયું?
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની સૂચના બાદ રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’માં મહત્ત્વના ફેરફારો કરાયા છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના કેટલાક વિવાદાસ્પદ ડાયલોગ્સ પર કાતર ફેરવવામાં આવી છે. ખાસ કરીને ‘બલૂચ’ (Baloch) શબ્દને મ્યુટ કરી દેવામાં આવ્યો છે.

આ સુધારાના અમલીકરણ માટે ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા 31 ડિસેમ્બરના રોજ દેશભરના સિનેમા હોલ્સને ઈ-મેલ મોકલી જૂની DCP ફાઈલને બદલે નવું ‘રિવાઈઝ્ડ વર્ઝન’ વાપરવાની સૂચના અપાઈ છે. પરિણામે 1 જાન્યુઆરી, 2026થી થિયેટરોમાં પ્રેક્ષકોને આ નવા વર્ઝન સાથે ફિલ્મ બતાવવામાં આવશે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો બીજો ભાગ પણ અત્યંત ઝડપથી આવી રહ્યો છે. ‘ધુરંધર પાર્ટ-2’ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. ભાગ્યે જ કોઈ ફિલ્મમાં જોવા મળ્યું હશે કે માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ સિક્વલ રિલીઝ થઈ જાય.

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ના રેકોર્ડ્સ
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં ₹1113 કરોડથી વધુનું શાનદાર કલેક્શન કરીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સફળતા સાથે તે રણવીર સિંહની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર ફિલ્મ સાબિત થઈ છે.

આંધ્રપ્રદેશમાં હૃદયદ્રાવક ઘટના: પિતાએ ત્રણ સગીર પુત્રોની હત્યા બાદ કર્યો આપઘાત

0

આંધ્રપ્રદેશના નંદયાલ જિલ્લામાંથી વિચલિત કરી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉય્યાલાવાડા ગામમાં એક વ્યક્તિએ કથિત રીતે તેના ત્રણ સગીર પુત્રોની હત્યા કરી નાખી અને પછી પોતાને પણ ફાંસી લગાવી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ ગંભીર આર્થિક તંગી હોવાનું જણાય છે.

ગુરુવારે પોલીસને ઘટનાની જાણ થઈ. અલ્લાગડ્ડા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) કે. પ્રમોદ કુમારે જણાવ્યું કે આ દુ:ખદ ઘટના બુધવારે બની હતી. મૃતક વ્યક્તિએ પહેલા તેના ત્રણ બાળકોની હત્યા કરી અને પછી ઘરમાં પોતાને ફાંસી લગાવી લીધી. ગ્રામજનો પાસેથી માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.

આર્થિક તંગી અને કૌટુંબિક સંકટ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. પરિવારની પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ હતી, જેના કારણે પિતાએ આ આત્યંતિક પગલું ભર્યું.

પત્નીએ પણ પહેલા આત્મહત્યા કરી હતી
તપાસમાં બીજી એક દુ:ખદ હકીકત બહાર આવી છે કે મૃતકની પત્નીએ પણ આ વર્ષના ઓગસ્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુ પછી, પરિવારની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી, અને બાળકોની જવાબદારી ફક્ત પિતા પર જ હતી.

પોલીસ તપાસ ચાલુ છે
પોલીસ હાલમાં બાળકોના મૃત્યુનું ચોક્કસ કારણ તપાસી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે બાળકોની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. ડીએસપી પ્રમોદ કુમારે જણાવ્યું કે, “અમે કેસ નોંધ્યો છે અને દરેક પાસાની તપાસ કરી રહ્યા છીએ. વધુ તપાસ અને પુરાવાઓથી વિગતો બહાર આવશે. ઘટના બાદ ગામમાં શોક છવાઈ ગયો છે.”

હવે વિદેશમાં પણ વાગશે ભારતીય ઈ-સ્કૂટર્સનો ડંકો!

0

ભારતનો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ ધીમે ધીમે તેની ગતિ પકડી રહ્યો છે. દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વેચાણમાં વધારો થવાની સાથે હવે વિદેશી ધરતી પર પણ ભારતીય બ્રાન્ડ્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એપ્રિલથી નવેમ્બર 2025 દરમિયાન થયેલા નિકાસના આંકડા ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ખૂબ જ પ્રોત્સાહક છે.

નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ
ભારતીય ટુ-વ્હીલર ઉદ્યોગે એપ્રિલ-નવેમ્બર 2025ના સમયગાળા દરમિયાન કુલ 33.3 લાખ યુનિટ્સની નિકાસ સાથે વાર્ષિક ધોરણે 24%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આ કુલ નિકાસમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (E-2W) સેગમેન્ટ પણ મહત્ત્વનો ફાળો આપી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા આઠ મહિનામાં કુલ 5,536 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનો વિદેશમાં મોકલવામાં આવ્યા છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 3% વધુ છે.

આ બે બ્રાન્ડ્સનો છે દબદબો
નિકાસના આંકડાઓમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે કુલ નિકાસ થયેલા ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં સિંહ ફાળો માત્ર બે કંપનીઓનો જ છે. TVS મોટર કંપની (TVS Motor Company) અને એથર એનર્જી (Ather Energy) એ મળીને કુલ નિકાસમાં 93% હિસ્સો નોંધાવ્યો છે.

TVS મોટર કંપની: TVS તેનું લોકપ્રિય મોડલ iQube વિદેશી બજારોમાં મોટા પાયે નિકાસ કરી રહી છે. કંપનીની મજબૂત ગ્લોબલ સપ્લાય ચેઈન અને ભરોસાપાત્ર ટેકનોલોજીને કારણે દક્ષિણ-પૂર્વ એશિયા અને લેટિન અમેરિકાના દેશોમાં તેની માંગ વધી રહી છે.
એથર એનર્જી: બેંગલુરુ સ્થિત આ સ્ટાર્ટઅપ કંપનીએ તેના પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. એથરના સ્કૂટર્સ તેની ડિઝાઈન અને સ્માર્ટ ફીચર્સ માટે વિદેશી ગ્રાહકોમાં પસંદગી પામી રહ્યા છે.
નિકાસ વધવા પાછળના કારણો
ગુણવત્તા અને ટેકનોલોજી: ભારતીય કંપનીઓ હવે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્કૂટર્સ બનાવી રહી છે, જે પરફોર્મન્સ અને રેન્જની બાબતમાં શ્રેષ્ઠ છે.
ખર્ચમાં ઘટાડો: ભારતમાં મોટા પાયે ઉત્પાદન થવાને કારણે આ સ્કૂટર્સ વૈશ્વિક બજારમાં ચીન અને અન્ય દેશોના સ્કૂટર્સ સામે સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ છે.
સરકારી પ્રોત્સાહન: ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને PLI સ્કીમ જેવી નીતિઓએ સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક બજારમાં પગપેસારો કરવામાં મદદ કરી છે.

ભવિષ્યની સંભાવનાઓ

ઓટોમોબાઈલ નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) અને બજાજ (Bajaj) જેવી અન્ય કંપનીઓ પણ નિકાસમાં આક્રમક રીતે આગળ વધશે. જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો ભારત ટૂંક સમયમાં વિશ્વ માટે ‘ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સપોર્ટ હબ’ બની શકે છે.

સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટ બારમાં ભયાનક વિસ્ફોટ: 40નાં મોત, 100થી વધુ ઘાયલ

સ્વિટ્ઝર્લેન્ડના એક રિસોર્ટ બારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 130 વાગ્યે બની હતી.

કેન્સ-મોન્ટાના સ્કી રિસોર્ટના બારમાં વિસ્ફોટ
પોલીસે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડના કેન્સ-મોન્ટાના સ્કી રિસોર્ટના એક બારમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. બીબીસીને આપેલા નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ ‘લે કોન્સ્ટેલેશન બારમાં સ્થાનિક સમય મુજબ 01:30 વાગ્યે (00:30 GMT) થયો હતો.

ઇટાલીના વિદેશ મંત્રાલયે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો છે અને હવાઈ ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્વિટ્ઝર્લૅન્ડે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, જેમાં 10 હેલિકોપ્ટર, 40 એમ્બ્યુલન્સ અને 150 પ્રતિભાવકર્તાઓ બચાવ અને રાહત કામગીરીમાં સામેલ છે.

નવા વર્ષમાં સિગારેટ પીવી થશે વધુ મોંઘી, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો

0

2026 ના પહેલા જ દિવસે, ધૂમ્રપાન કરનારાઓ અને તમાકુ ખાનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સિગારેટ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવાનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેના કારણે 1 ફેબ્રુઆરી, 2026 થી દેશમાં સિગારેટના ભાવમાં વધારો થઈ શકે છે. નાણા મંત્રાલયના આ નિર્ણયની અસર આજે શેરબજાર પર પણ જોવા મળી હતી, જ્યાં બજારના અગ્રણી ITC લિમિટેડ અને ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

એક્સાઇઝ ડ્યુટીમાં કેટલો વધારો થયો?
સરકારના માહિતી મુજબ, સિગારેટની લંબાઈના આધારે વધારાની એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે. દર1000 સિગારેટ સ્ટીક માટે ચાર્જ 2,050 થી 8,500 સુધીનો હશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ નવો ટેક્સ તમાકુ ઉત્પાદનો પર લાદવામાં આવતા હાલના 40% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઉપરાંતનો હશે.

75 મીમીથી વધુ લંબાઈ: 8,500 પ્રતિ 1000 સ્ટીક માટે
આ નવી વસૂલાત હાલમાં લાગુ ‘કમ્પેન્સેશન સેસ’નું સ્થાન લેશે, જે હવે નાબૂદ કરવામાં આવી રહી છે.

કિંમતો પર શું અસર થશે?
બજાર વિશ્લેષકો અને બ્રોકરેજ કંપનીઓના મતે, આ નવા ટેક્સ માળખાથી છૂટક સિગારેટના ભાવમાં સરેરાશ 22% થી 28% નો વધારો થઈ શકે છે. લોકપ્રિય બ્રાન્ડ્સ માટે સિગારેટના ભાવમાં 2 થી 3 નો વધારો થવાની ધારણા છે. કંપનીઓ આ વધેલા ટેક્સનો બોજ ગ્રાહકો પર નાખશે તે નિશ્ચિત છે.

શેરબજારમાં તમાકુ કંપનીઓની હાલત ખરાબ છે.
સરકારે નવા ટેક્સ નિયમોની જાહેરાત કરતાની સાથે જ, તમાકુ કંપનીઓના રોકાણકારોએ ઝડપથી નફો બુક કરવાનું શરૂ કરી દીધું.

  • ITC Ltd: NSE પર કંપનીના શેર 8% થી વધુ ઘટીને 370 પર બંધ થયા.
  • Godfrey Phillips: આ કંપનીના શેરમાં 10% થી 15% નો મોટો ઘટાડો જોવા મળ્યો.
  • આ ઘટાડો ITC માટે પણ મોટો છે કારણ કે કંપનીની કુલ આવકનો લગભગ 48% ભાગ સિગારેટના વ્યવસાયમાંથી આવે છે.

સરકારી ઉદ્દેશ્યો: આરોગ્ય અને મહેસૂલ
નાણા મંત્રાલયના અધિકારીઓ કહે છે કે ભારતમાં સિગારેટ પરનો કુલ ટેક્સ બોજ હાલમાં છૂટક ભાવના આશરે 53% છે. આ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ભલામણ કરાયેલ 75% ધોરણ કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદનોને વધુ મોંઘા બનાવીને તમાકુના વપરાશને નિરુત્સાહિત કરવાનો અને જાહેર આરોગ્ય ખર્ચને નિયંત્રિત કરવાનો છે.

બીડી પરના ટેક્સ દરમાં કોઈ ફેરફાર નથી
નોંધનીય છે કે, બીડી પરના કર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે પાન મસાલા અને ગુટખા માટે નવી મશીન-ક્ષમતા-આધારિત કર માળખું પણ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.