HomeInternationalમેક્સિકોમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા

મેક્સિકોમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા

Date:

Related stories

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...

દિલ્હીમાં ઠેર-ઠેર નાકાબંધી, બસો અને ટ્રેનોની સઘન ચેકિંગ; મુસાફરોની પૂછપરછ, Videoમાં જુઓ રાજધાનીની સ્થિતિ

દિલ્હીમાં CJPના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ...
spot_img

મેક્સિકોમાં આજે 6.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. ભૂકંપને કારણે લોકો ભયભીત થઈને ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.

ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની નીચે હોવા છતાં આંચકા એટલા તેજ હતા કે ઈમારતો હલી ગઈ હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

હજુ સુધી જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ સત્તાવાર અહેવાલ મળ્યા નથી, પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. પરંતુ ૬.૨ ની તીવ્રતા હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Subscribe

Latest stories