Home Blog Page 1428

જો તમે આજે સોનાની ખરીદી કરવા જાવ છો તો તમને આટલાં રૂપિયા સસ્તું સોનું મળી શકે છે , જાણો આજનો લેટેસ્ટ ભાવ

0

If you are going to buy gold today

  • આજથી એક નવું બિઝનેસ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આજે નવા બિઝનેસ સપ્તાહનો પ્રથમ દિવસ છે. આ પહેલા બુલિયન માર્કેટમાં છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આજે નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની ચાલ કેવી રહે છે તેના પર સૌની નજર રહેશે.

જો તમે પણ લગ્નની સિઝનમાં સોનાના દાગીના (Gold jewelry) ખરીદવા માંગતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં (Gold-Silver Latest Rate) સતત વધઘટ થઈ રહી છે. અત્યારે સોનું 51400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 62700 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. આ સાથે સોનું હજુ પણ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી લગભગ 4700 રૂપિયા અને ચાંદી 17000 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે. લગની સિઝનમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થતાં ગ્રાહકોમાં સોના-ચાંદીની ખરીદીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નવા સપ્તાહની શરૂઆત :

વાસ્તવમાં, આજથી એક નવું બિઝનેસ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આજે નવા બિઝનેસ સપ્તાહનો પ્રથમ દિવસ છે. આ પહેલા બુલિયન માર્કેટમાં છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આજે નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની ચાલ કેવી રહે છે તેના પર સૌની નજર રહેશે.

મોંઘુ થયું હતું સોનું :

શુક્રવારે સોનું 250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘુ થયું અને 51455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જ્યાં ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 599 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે મોંઘું થઈને 51205 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું.

બીજી તરફ શુક્રવારે ચાંદી 1265 રૂપિયાના ઉછાળા સાથે 62076 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. જ્યારે ગુરુવારે છેલ્લા કારોબારી દિવસે ચાંદી 1265 રૂપિયાના વધારા સાથે 62076 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

જાણો 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત :

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, અમે તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી શકાતી નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે જાણી શકાય

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન દ્વારા હોલમાર્ક આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે, સોનું એટલું શુદ્ધ હશે.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

If you are going to buy gold today

ધોરણ 10નું રિઝલ્ટ જાહેર- સુરત જીલ્લાનું સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ

0

Standard 10 result declared

GSEB રિઝલ્ટ LIVE : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 (Standard 10th)ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 65.18% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. સુરત (Surat) જિલ્લાનું સૌથી વધુ 75.64 %અને પાટણ (Patan) જિલ્લાનું સૌથી ઓછું 54.29 % પરિણામ આવ્યું છે. આ વખતે છોકરીઓએ છોકરાઓ કરતાં 11.74 ટકા વધુ પરિણામ મેળવીને બાજી મારી લીધી છે.

સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ :

સુરત જિલ્લાનું 75.64 % પરિણામ આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65 % પરિણામ આવ્યું છે. જેના પગલે શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓમાં કઈક અનેરો આનંદ જ જોવા મળી રહ્યો છે. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે સુરત જીલ્લામાં A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

કોરોના કાળ જેવી મહામારીને કારણે શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર પછી લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 % પરિણામ આવ્યું હતું. જે 2019 કરતા 5 % ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 % પરિણામ આવ્યું હતું. ધોરણ 10નું 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય 0% પરિણામ હતું. જયારે 100 % પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Standard 10 result declared

Pulsar ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો થોડી રાહ જુઓ, દિવાળી સુધી બજાજ લાવી રહી છે નવી બાઇક

Planning to buy Pulsar

  • નવી બજાજ પલ્સર N160 પૂણે નજીક ચાકનમાં ટેસ્ટિંગ કરતાં જોવા મળી છે જ્યાં કંપનીનો પ્રોડક્શન પ્લાન્ટ છે. નવી બાઇક પ્રોડક્શન માટે બિલકુલ તૈયાર જોવા મળી છે. અહીં બોડી પેનલ્સ, હેડલેમ્પ કાઉલ અને ટેલ સેક્શન જેવા સ્પેરપાર્ટસ ડિઝાઇનના મામલએ N250 સાથે મેચ થાય છે.

નવી જનરેશન બજાજ પલ્સર N160 (Bajaj Pulsar N160) પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી. બિલકુલ નવી આ બાઇક નવી પલ્સર રેંજનો ભાગ બનશે જેને પલ્સર 250 વાળા પ્લેટફોર્મ પર બનાવામાં આવી રહી છે. નવી N160 સાથે ઘણા મોટા ફેરફાર મળવાનું અનુમાન છે અને બાઇક નવી ડિઝાઇન (New design) ઉપરાંત અપડેટ એન્જીન સાથે લોન્ચ કરી શકે છે.

નવી બજાજ પલ્સર N160 પૂણે નજીક ચાકનમાં ટેસ્ટિંગ કરતાં જોવા મળી છે જ્યાં કંપનીનો પ્રોડક્શન પ્લાન્ટ છે. નવી બાઇક પ્રોડક્શન માટે બિલકુલ તૈયાર જોવા મળી છે. અહીં બોડી પેનલ્સ, હેડલેમ્પ કાઉલ અને ટેલ સેક્શન જેવા સ્પેરપાર્ટસ ડિઝાઇનના મામલએ N250 સાથે મેચ થાય છે. બાઇકના હેડલેમ્પને પ્રોજેક્ટર લેન્સ અને એલઇડી ડીઆરએલ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇન્ડીક્ટર એલઇડીની જગ્યાએ બલ્બ આપવામાં આવ્યા છે.

અપડેટેડ એન્જીન મળવાનું અનુમાન :

નવી બજાજ પલ્સર N160 ને તે જ ફ્રેમ આપી શકાય છે જે પલ્સર N250 માં મળ્યું છે, આ ઉપરાંત બાઇક સાથે અપડેટેડ 160 સીસી સિંગલ-સિલિંડર એન્જીન મળી શકે છે. જે 17 બીએચપી તાકાત અને 14.6 એનએમ પીક ટોર્ક બનાવે છે. ગત મોડલના મુકાબલે નવા પલ્સરનું એન્જીન વધુ દમદાર હશે. બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેંશન આપવામાં આવ્યા છે. બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ આપવાની સાથે જ કંપનીએ તેને સિંગલ-ચેનલ એબીએસથી સજ્જ કર્યું છે.

નવી બજાજ પલ્સર N160 ને પૂણે નજીક ચાકનમાં ટેસ્ટિંગ કરતાં જોવા મળી છે જ્યાં કંપનીનો પ્રોડક્શન પ્લાન્ટ છે. બાઇકના હેડલ્પને પ્રોજેક્ટર લેન્સ અને એલઇડી ડીઆરએલ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇંડિકેટર્સમાં એલઇડીની જગ્યાએ બબ્લ આપવામાં આવ્યો છે. બે ભાગમાં વહેંચાયેલી સીટ, એલઇડી ટેલલાઇટ અને સ્પોર્ટ રાઇડિંગ પોશ્વર યુવા ગ્રાહકોને અનુરૂપ આપવામાં આવ્યા છે. બોડી પેનલ્સ, હેડલેમ્પ કાઉલ અને ટેલ સેક્શન જેવા સ્પેરપાર્ટની ડિઝાઇન N250 સાથે મેચ થાય છે. તમને જણાવી દઇએ કે બાઇકનો મુકાબલો TVS Apache RTR 160 4V, યામાહા FZ-S FI, હીરો એક્ટ્રીમ 160R જેવી બાઇક સાથે થશે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Planning to buy Pulsar

6 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકો પર માં ખોડીયાર થશે મહેરબાન – જીવનમાં થશે સુખની પ્રાપ્તિ

June 6, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું.

વૃષભ :
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ.  પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહાકર મળે.

મિથુન :
આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્ક :
શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.

સિંહ :
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન-મકાનથી લાભ. સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યા :
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા. યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલટન્ટ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવુ‌ું.

તુલા :
વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધે. સાચુ-ખોટંુ પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટિક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિક :
બપોર સુધી સ્વાભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનાે ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન : 
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકર :
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભ : 
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઈ જવાના યોગ છે.

મીન :
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી-માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

June 6, 2022, Horoscope Gujarat Guardian

ઉત્તરાખંડમાં 500 મીટર ઊંડી ખાઈમાં ખાબકી બસ , PMએ તમામ મૃતકોને વળતરની જાહેરાત કરી

0

Khabki bus in 500 meter deep ditch

  • ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર 28 મુસાફરોને લઈ જતી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઉત્તરાખંડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 22 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે (Yamunotri National Highway) પર 28 મુસાફરોને લઈ જતી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઉત્તરાખંડ કંટ્રોલ રૂમના (Uttarakhand control room) જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 22 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તે જ સમયે, 6 ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મુસાફરોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જણાવવામાં આવ્યું છે કે બસ લગભગ 500 મીટર ઉંડી ખીણમાં પડી છે. વડાપ્રધાને (Prime Minister) બસ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

તમામ મૃતકો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના છે :

ઉત્તરાખંડમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર મોટી બસ દુર્ઘટના બાદ એસડીઆરએફની ટીમને ઘટનાસ્થળે રાહત અને બચાવ માટે તૈનાત કરવામાં આવી છે. બસ યમુનોત્રી જઈ રહી હતી અને દમતા અને નૌગાંવ વચ્ચે રિખાઉ ખાડ પાસે ખીણમાં પડી ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મોટાભાગના મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી છે.

વડાપ્રધાને વળતરની જાહેરાત કરી :

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી નેશનલ હાઈવે પર બસ અકસ્માતમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, “PMNRF ઉત્તરાખંડમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપશે.”

અમિત શાહ અને ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો :

કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરકાશીના દમતા પાસે ભયાનક બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે ટ્વીટ કર્યું, “ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસ ખાડીમાં પડી હોવાની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મેં આ અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે અને ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સારવાર આપવામાં આવી. NDRF પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે.

તે જ સમયે, આ બસ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી હતા. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટ કર્યું છે. શિવરાજે લખ્યું, “ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ યમુનોત્રી ધામ જઈ રહેલી બસ ખીણમાં પડી જતાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના તીર્થયાત્રીઓનું મોત. મને શક્તિ આપો.”

આગામી ટ્વીટમાં શિવરાજે કહ્યું કે હું અને મારી ટીમ ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છીએ. ઘાયલોની સારવાર અને મૃતદેહોને મધ્યપ્રદેશ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દુઃખની આ ઘડીમાં પરિવારને એકલું ન અનુભવવું જોઈએ, અમે તમામ શોકગ્રસ્ત પરિવારોની સાથે છીએ.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Khabki bus in 500 meter deep ditch

મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં પોલીસ સામે શંકાની સોંય છતાં તપાસમાં ઢીલ શા માટે?

રત્નકલાકાર મુકેશ સોજીત્રા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ક્રમશઃ શંકાના દાયરામા ઘેરાઈ રહી છે. કારણ કે, મુકેશ સોજીત્રાના આપઘાત પાછળ ખાખીવર્દીની પણ સંડોવણી હોવાથી પોલીસ તપાસનો દોર ઢીલો પડી રહ્યો છે એવું માની શકાય. આ તરફ મુકેશ સોજીત્રા જ ગુનેગાર હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

મુકેશ સોજીત્રા ખરેખર ગુનેગાર હતો કે નહીં? પણ હજુ સુધી પુરવાર કરવામાં આવ્યું નથી. કારખાના માલિક વિપુલ મોરડિયાના કહેવાથી પોલીસ સોજીત્રાને ઊંચકી લાવી હતી અને અસહ્ય ત્રાસ આપવા છતાં મુકેશ સોજીત્રા પાસેથી કંઈ જ હાથમાં નહીં આવતા સાડા ત્રણ લાખ ચૂકવી આપવાની ધમકી આપીને ઘરે જવા દીધો હતો. પરંતુ માફ કરી દીધો નહોતો. મતલબ કે, મુકેશ સોજીત્રાને ફરી પોલીસ ઊચકી જવાનો ભય હશે અને એટલે એક વખત પોલીસ સિતમનો ભોગ બની ચૂકેલા મુકેશ સોજીત્રાએ ભયના માર્યા આપઘાત કરી લીધો હશે.

પોલીસની ખરેખર સંડોવણી જ નથી તો કોન્સ્ટેબલ પરબત વાઢેરને સસ્પેન્ડ શા માટે કરાયો?

એક વાત ચોક્કસ છે કે, પોલીસ માત્ર એક અરજીના આધારે મુકેશ સોજીત્રાને ઊંચકી લાવી હતી. બની શકે કે, કારખાના માલિક વિપુલ મોરડિયાએ કોઈ રાજકીય આગેવાન મારફતે ભલામણ કરાવી હોય. અલબત્ત આ બધી વાતોના પુરાવા મેળવવા મુશેકલ છે, પરંતુ એક હોનહાર રત્નકલાકાર અને બે સંતાનોના પિતાના આપઘાતની અત્યંત ગંભીર ઘટના ઉપરાંત પોલીસની સંડોવણી છતાં પણ એક પણ રાજકીય આગેવાન કે પદાધિકારીએ મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં ગંભીરતા દાખવી નથી. જાણે કે કોઈ સામાન્ય ઘટના બનવા પામી હોય.

હકીકતમાં સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ અને મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં સમાન ભયાનકતા છે. ગ્રીષ્માને જાહેરમાં ગળુ કાપીને મારી નાંખવામાં આવી હતી, જ્યારે મુકેશ સોજીત્રાને મરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
ગ્રીષ્માની હત્યા પાછળ એકતરફી પ્રેમ પ્રકરણ હતું. જ્યારે મુકેશ સોજીત્રાના આપઘાત પાછળ ખુદ પોલીસની શંકાસ્પદ સંડોવણી હોવાથી ખરેખર તો મુકેશ સોજીત્રા આપઘાત કેસની તપાસ વિશેષ અધિકારીને સોંપવાની જરૂર હતી. પરંતુ સમગ્ર કેસની તપાસ એક પો.ઈ. કક્ષાના અધિકારી કરી રહ્યાં છે. મતલબ કે, પોલીસ પણ મુકેશ સોજીત્રા આપઘાત કેસને ગંભીરતાથી લઈ રહી નથી. કારણ કે, મુકેશ સોજીત્રા એક ગરીબ રત્નકલાકાર હતો અને તેની પડખે ઊભા રહેવાવાળુ કે ભલામણ કરવાવાળુ કોઈ જ નહોતું. આપઘાત પમાડનાર બાબત તો એ હતી કે, તપાસ કરનાર પોલીસ અધિકારીએ કોર્ટમાં રજૂ કરેલા સોંગદનામામાં જણાવ્યું હતું કે, મુકેશ સોજીત્રાને ઊંચકીને મહિધરપુરા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો ત્યારે પોલીસ મથકમાં કેમેરા હતા જ નહીં!!

તપાસ કરનાર અધિકારી ખરેખર તપાસ કરવા માંગતા હતા તો શહેરના માર્ગો ઉપર ઠેર ઠેર મુકવામાં આવેલા કેમેરાની તપાસ કરી શક્યા હોત. શહેરનો કોઈ ખૂંણો એવો નથી કે, શહેર પોલીસના કેમેરા લગાડવામાં આવ્યા ન હોય. પોલીસની ખરેખર દાનત હોય તો મુકેશ સોજીત્રાના ઘરની આસપાસની સોસાયટી, દુકાનોના કેમેરાની તપાસ કરીને પુરાવા મેળવી શકી હોત, પરંતુ પોલીસે હજુ સુધી આવી કોઈ તપાસ કરી હોવાનું જણાતું નથી.

સુરતના પો.કમિ. અજયકુમાર તોમર ખુબ જ ઋજુ અને સંવેદનશીલ અધિકારી છે. બબ્બે સંતાનોએ પિતા, વિધવા માતાનો આધાર અને યુવાન પત્નીએ પતિ ગુમાવ્યાની અત્યંત આઘાતજનક ઘટના છતાં પો.કમિ. તોમર પણ મૌન બેસી રહેશે તો આવનારા દિવસોમાં મુકેશ સોજીત્રા આપઘાત કેસ કાળની રેતમાં ભુલાઈ જશે અને મુકેશના મોત માટે જવાબદાર ગુનેગારો બેખોફ ફરતા હશે.

ઘટનાક્રમ મહિધરપુરા પોલીસ મથકમાં જ બન્યો હોય તો ઈન્સ્પેક્ટર શા માટે જવાબદાર નહીં? પો.કમિ. તોમરનું સુચક મૌન પણ સંવેદનશીલ લોકો માટે અકળાવનારું

બનાવના દિવસે પણ પોલીસે ફરિયાદ લેવાની આનાકાની કરી, પરંતુ લોકોનો વિરોધ અને પોલીસ મથકમાં ધરણા કરવાની ઘટનાને પગલે પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. પરંતુ ત્યાર પછી અસરકારક તપાસના નામે કંઈ જ ઉકાળ્યું નથી અને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને કામગીરી કર્યાનો સંતોષ માની લીધો હતો.
લોકોના કહેવા મુજબ મુકેશ સોજીત્રાને મહિધરપુરા પોલીસ મથકમાં ગોંધીને ત્રાસ આપવામાં આવ્યો હતો. મતલબ કે પોલીસ મથકના ઈન્સ્પેક્ટરને પણ જવાબદાર ગણી શકાય. પરંતુ આમાનું કંઈ જ થયું નથી. માત્ર એક પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરીને પોલીસે સંતોષ માની લીધો હોય એવું લાગી રહ્યું છે.

આપઘાત કરનાર મુકેશ સોજીત્રાના નજીકના લોકોની રજુઆતને પગલે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને ફોન કરીને તટસ્થ અને અસરકારક તપાસ કરવા કહ્યું હતું. કદાચ ત્યાર બાદ સી. આર. પાટીલ પણ મુકેશ સોજીત્રા આપઘાત પ્રકરણને ભુલી ગયા હશે.

આમ પણ પાછલા કેટલાંક દિવસોથી સુરતમાં આપઘાતના બનાવોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પ્રત્યેક આપઘાત પાછળ એક વેદના ચિત્કાર પાડતી હોય છે. પરંતુ સ્વાર્થની આ દુનિયામાં આપઘાત પાછળના દરદને સમજવાની ક્યાં કોઈને ફુરસદ છે.

ગંભીર ઘટના વખતે દોડી જતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં વિશેષ રસ દાખવ્યો હોવાનું જાણમાં નથી.

સમગ્ર ઘટનાની તપાસનો દોર જોતાં આવનારા દિવસોમાં મુકેશ સોજીત્રા આપઘાત કેસ ભુલાઈ જશે.
પરંતુ મુકેશ સોજીત્રાના પત્ની સોનલ, બબ્બે સંતાનો અને વિધવા માતાએ ગુમાવેલો આધાર ક્યારેય પાછો નહીં મળે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અડાજણ વિસ્તારમાં રહેતાં એક વયોવૃદ્ધ ખેડૂત આગેવાન દુર્લભ પટેલે કહેવાતા પોલીસના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ ઘટના પણ ક્રમશઃ સમયની રેતમાં ઢંકાઈ રહી છે.

મુકેશના મોતથી કોઈને ફરક નહીં પડે, પરંતુ ગરીબ વિધવા માતાનો આધાર, બબ્બે સંતાનોનો પિતા અને ભરયુવાનીમાં વિધવા બનેલી પત્નીને માથાનું સિંદુર ક્યારેય પણ નહીં મળે

ઇ-પેપર વાંચવા માટે અહિયાં ક્લિક કરો

5 જૂન 2022, રાશિફળ : કષ્ટભંજનદેવની અસીમ કૃપાથી આ સાત રાશિઓના જાતકોની ચમકી જશે કિસ્મત

June 5, 2022, horoscope Gujarat Guardian

મેષ :
ગઈકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શેરબજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભ :
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્‍નત‌િ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુન :
વાણી વિલાસ સાચવીને કરવો. બચત ધસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઈ-બહેનોના મનનો તાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે. થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદ્‍ભવે.

કર્ક :
ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઈલ, કેરોસીન નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહ :
આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમામ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલા ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃ સુખ સારું મળે.

કન્યા :
કોઈની ઉપર વિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલા :
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી-ધંધા માટે શુભ.

વૃશ્ચિક :
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન :
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકર :
નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભ :
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારું મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીન :
સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણાં હાથમાં દુઃખાવો રહે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

June 5, 2022, horoscope Gujarat Guardian

 રાત્રે સુતી વખતે તમને પણ છે પગ હલાવવાની આદત ? આ વિટામિનની કમી હોઈ શકે છે કારણ

You also have the habit of shaking

  • પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ન ખાવા પર વિટામિનની કમી થવા લાગે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા વિટામિનની કમીના કારણે તમે પગ હલાવવાની આદતને ઘણી હદ સુધી દૂર કરી શકો છો.
રાત્રે સુતી વખતે (While sleeping at night) અથવા તો ઉંઘમાં પગ હલાવવા (Shaking legs in sleep) એક શારીરિક સમસ્યા હોઈ શકે છે. બની શકે છે કે આપણી બિઝી શેડ્યુલથી લાગતા થાકના કારણે આમ થતું હોય અથવા તો શરીરમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે આમ થઈ રહ્યું હોય. રાત્રે ઉંઘમાં પગ ભલે તમે જાણી જોઈને ન હલાવતા હોય પરંતુ તમારી સાથે સુતા વ્યક્તિને જરૂર તેનાથી પરેશાન થઈ શકે છે.

 

હેલ્થ એક્સપર્ટ્સ અમુસાર આ સમસ્યાથી મોટાભાગે ટાયાબિટીસના દર્દીઓ પરેશાન રહે છે. પરંતુ શીરમાં ઘણા વિટામિનની કમી તમને તેનો શિકાર બનાવી શકે છે. આ સમસ્યા તમને રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમના કારણે થઈ શકે છે. જેમાં વ્યક્તિને સુતી વખતે પણ બેચેની થાય છે.

વ્યસ્ત જીવનના કારણે લોકો નથી આપી શકતા ખોરાક પર ધ્યાન  :

લોકો આજકાલ વ્યસ્તતા અને આળસના કારણે બહાર ભોજન વધારે કરે છે અને તેમનું રૂટીન પણ બગડી જાય છે. પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ નહીં ખાવા પર વિટામિનની કમી થવા લાગે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા વિટામિનની કમીને પુરી કરીને તમે ઉંઘમાં પગ હલાવવાની આદતને દૂર કરી શકો છો.

વિટામિન B12ની કમી :

કહેવાય છે કે શરીરમાં આ વિટામિનની કમીના કારણે બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે. શરીરમાં લોહીના પ્રવાહમાં જો અવરોધ આવો છે તો આ બેચેનીનું કારણ બની જાય છે અને રાત્રે અમુક લોકો ઉંઘમાં પગ હલાવે છે. વિટામિન B12ની કમીને દૂર કરવા માટે તમે મગફળી, બીન્સ અને પાલક જેવા શાકભાજીનું સેવન કરી શકો છો.

વિટામિન સીની કમી  :

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે જો શરીરમાં વિટામિન સીની કમી છે. તો એવામાં આપણી ઈમ્યુન સિસ્ટમ કમજોર થવા લાગે છે. ઈમ્યુનિટીની કમીના કારણે પણ તમારી બ્લડ સર્કુલેશન પ્રભાવિત થઈ શકે છે. હકીકતે પગમાં દુખાવો આર્યનની કમીના કારણે થઈ શકે છે અને આ વિટામિન આર્યનના અવશોષણને સારૂ બનાવે છે. જો તેની માત્રા ઓછુ છે તો આયર્ન પ્રભાવિત થાય છે અને તમારા પગમાં દુખાવાની સમસ્યા થાય છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

You also have the habit of shaking

વાહ ! દર વર્ષે 3 ગેસ સિલિન્ડર મફતમાં અપાશે, આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી દીધી જાહેરાત, જાણો કારણ

year 3 gas cylinders will be provided

  • વધતી મોંઘવારીની વચ્ચે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે દરેક ઘર એટલેકે દરેક પરિવારને વાર્ષિક 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં કર્યો છે. ત્યારબાદ હવે લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગોવા સરકારે (Government of Goa) કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય લેતા રાજ્યમાં દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી. જેમકે ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં (Election Manifesto) વચન આપ્યું હતુ. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમ્યાન આ જાહેરાત કરી.
મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત :
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી જણાવ્યું કે કેબિનેટે નવા નાણાંકીય વર્ષથી ભાજપના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચન અનુસાર ત્રણ સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતુ કે જો ભાજપ સત્તામાં આવે છે તો પ્રદેશના દરેક પરિવારને દર વર્ષમાં ત્રણ એલપીજી સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે.
સીએમ પ્રમોદ સાવંતે વિપક્ષને આપ્યો જવાબ :

 

ત્યારબાદ ગોવા સીએમ પ્રમોદ સાવંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આયર્ન અને ખાણકામને ફરીથી શરૂ કરવા અને રોજગાર સર્જન હાલના કાર્યકાળ દરમ્યાન તેની પ્રાથમિકતા રહી છે. વિરોધીઓ દ્વારા તેમને આકસ્મિક મુખ્યમંત્રી બતાવતા સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે, તેમને પસંદ કરવામાં આવ્યાં નથી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

year 3 gas cylinders will be provided

એક વખત બનાવી નાખો આ શિકંજી મસાલો અને આખો ઉનાળો કરી શકશો સ્ટોર, જાણો રીત

0

This shikanji masala and all summer

ગરમીમાં શરીરમાં પાણીની કમી ના થાય તેથી શિકંજીનુ સેવન ફાયદાકારક (Intake beneficial) માનવામાં આવે છે. આ તમને લૂથી બચાવે છે. આ સાથે પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે. પાણીની તરસ બુઝાવવાની સાથે શરીરમાંથી ટૉક્સિક પદાર્થોને (Toxic substances) બહાર નિકાળવા અને વેટ લૉસમાં પણ મદદરૂપ છે.

મોટાભાગના લોકો શિકંજી બનાવવા માટે માર્કેટમાં મળતા જલજીરા પાઉડરનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો ઘરમાં શુદ્ધ જલજીરા પાઉડર બનાવી શકો છો. માર્કેટમાં મળતા જલજીરા પાઉડરમાં પ્રિજર્વેટિવ હોય છે, જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં ફ્રેશ ચીજ વસ્તુઓથી જલજીરા પાઉડર બનાવો. જેનાથી તમે ઝટપટ શિકંજી બનાવીને પી શકો છો અને લાંબા સમય સુધી તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો.

ઘરમાં ઈન્સ્ટન્ટ જલજીરા પાઉડર બનાવવાની સરળ રીત :

સામગ્રી :

ફૂદીનાના સૂકા પાંદડા- 1 કપ
શેકેલુ જીરૂ- 4 નાની ચમચી
સુકો આદુ પાઉડર- 1 નાની ચમચી
કાળુ મીઠું- 1 નાની ચમચી
કાળુ મરચુ- 2 ચમચી
લીંબુનો રસ- બે નાની ચમચી
સફેદ મીઠુ- 1 નાની ચમચી
હીંગ- બે ચપટી
મોટી ઈલાયચી- 4

બનાવવાની રીત  :

જલજીરા પાઉડર બનાવવા માટે એક મિક્સી જાર લો. તેમાં શેકેલુ જીરું, મોટી ઈલાયચી, કાળુ મરચુ અને બધી વસ્તુઓ નાખીને પીસી નાખો. બે મિનિટમાં જલજીરા પાઉડર તૈયાર થઇ જશે. તમે તેને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં નાખીને પી શકો છો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

This shikanji masala and all summer