વાહ ! દર વર્ષે 3 ગેસ સિલિન્ડર મફતમાં અપાશે, આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી દીધી જાહેરાત, જાણો કારણ

Share this story

year 3 gas cylinders will be provided

  • વધતી મોંઘવારીની વચ્ચે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે દરેક ઘર એટલેકે દરેક પરિવારને વાર્ષિક 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં કર્યો છે. ત્યારબાદ હવે લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગોવા સરકારે (Government of Goa) કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય લેતા રાજ્યમાં દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી. જેમકે ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં (Election Manifesto) વચન આપ્યું હતુ. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમ્યાન આ જાહેરાત કરી.
મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત :
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી જણાવ્યું કે કેબિનેટે નવા નાણાંકીય વર્ષથી ભાજપના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચન અનુસાર ત્રણ સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતુ કે જો ભાજપ સત્તામાં આવે છે તો પ્રદેશના દરેક પરિવારને દર વર્ષમાં ત્રણ એલપીજી સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે.
સીએમ પ્રમોદ સાવંતે વિપક્ષને આપ્યો જવાબ :

 

ત્યારબાદ ગોવા સીએમ પ્રમોદ સાવંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આયર્ન અને ખાણકામને ફરીથી શરૂ કરવા અને રોજગાર સર્જન હાલના કાર્યકાળ દરમ્યાન તેની પ્રાથમિકતા રહી છે. વિરોધીઓ દ્વારા તેમને આકસ્મિક મુખ્યમંત્રી બતાવતા સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે, તેમને પસંદ કરવામાં આવ્યાં નથી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

year 3 gas cylinders will be provided