રાત્રે સુતી વખતે તમને પણ છે પગ હલાવવાની આદત ? આ વિટામિનની કમી હોઈ શકે છે કારણ

Share this story

You also have the habit of shaking

  • પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ન ખાવા પર વિટામિનની કમી થવા લાગે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા વિટામિનની કમીના કારણે તમે પગ હલાવવાની આદતને ઘણી હદ સુધી દૂર કરી શકો છો.
રાત્રે સુતી વખતે (While sleeping at night) અથવા તો ઉંઘમાં પગ હલાવવા (Shaking legs in sleep) એક શારીરિક સમસ્યા હોઈ શકે છે. બની શકે છે કે આપણી બિઝી શેડ્યુલથી લાગતા થાકના કારણે આમ થતું હોય અથવા તો શરીરમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે આમ થઈ રહ્યું હોય. રાત્રે ઉંઘમાં પગ ભલે તમે જાણી જોઈને ન હલાવતા હોય પરંતુ તમારી સાથે સુતા વ્યક્તિને જરૂર તેનાથી પરેશાન થઈ શકે છે.

 

હેલ્થ એક્સપર્ટ્સ અમુસાર આ સમસ્યાથી મોટાભાગે ટાયાબિટીસના દર્દીઓ પરેશાન રહે છે. પરંતુ શીરમાં ઘણા વિટામિનની કમી તમને તેનો શિકાર બનાવી શકે છે. આ સમસ્યા તમને રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમના કારણે થઈ શકે છે. જેમાં વ્યક્તિને સુતી વખતે પણ બેચેની થાય છે.

વ્યસ્ત જીવનના કારણે લોકો નથી આપી શકતા ખોરાક પર ધ્યાન  :

લોકો આજકાલ વ્યસ્તતા અને આળસના કારણે બહાર ભોજન વધારે કરે છે અને તેમનું રૂટીન પણ બગડી જાય છે. પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ નહીં ખાવા પર વિટામિનની કમી થવા લાગે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા વિટામિનની કમીને પુરી કરીને તમે ઉંઘમાં પગ હલાવવાની આદતને દૂર કરી શકો છો.

વિટામિન B12ની કમી :

કહેવાય છે કે શરીરમાં આ વિટામિનની કમીના કારણે બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે. શરીરમાં લોહીના પ્રવાહમાં જો અવરોધ આવો છે તો આ બેચેનીનું કારણ બની જાય છે અને રાત્રે અમુક લોકો ઉંઘમાં પગ હલાવે છે. વિટામિન B12ની કમીને દૂર કરવા માટે તમે મગફળી, બીન્સ અને પાલક જેવા શાકભાજીનું સેવન કરી શકો છો.

વિટામિન સીની કમી  :

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે જો શરીરમાં વિટામિન સીની કમી છે. તો એવામાં આપણી ઈમ્યુન સિસ્ટમ કમજોર થવા લાગે છે. ઈમ્યુનિટીની કમીના કારણે પણ તમારી બ્લડ સર્કુલેશન પ્રભાવિત થઈ શકે છે. હકીકતે પગમાં દુખાવો આર્યનની કમીના કારણે થઈ શકે છે અને આ વિટામિન આર્યનના અવશોષણને સારૂ બનાવે છે. જો તેની માત્રા ઓછુ છે તો આયર્ન પ્રભાવિત થાય છે અને તમારા પગમાં દુખાવાની સમસ્યા થાય છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

You also have the habit of shaking