June 5, 2022, horoscope Gujarat Guardian
મેષ :
ગઈકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શેરબજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.
વૃષભ :
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્નતિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.
મિથુન :
વાણી વિલાસ સાચવીને કરવો. બચત ધસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઈ-બહેનોના મનનો તાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે. થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદ્ભવે.
કર્ક :
ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઈલ, કેરોસીન નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.
સિંહ :
આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમામ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલા ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃ સુખ સારું મળે.
કન્યા :
કોઈની ઉપર વિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.
તુલા :
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી-ધંધા માટે શુભ.
વૃશ્ચિક :
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.
ધન :
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.
મકર :
નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.
કુંભ :
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારું મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.
મીન :
સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણાં હાથમાં દુઃખાવો રહે.
ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
June 5, 2022, horoscope Gujarat Guardian