Home Blog Page 1365

ગૌતમ અદાણીના એક પગલાથી મુકેશ અંબાણી મુંઝવણમાં, પછી લીધો આ નિર્ણય

0

A move by Gautam Adani made

  • મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂનમાં વિદેશી ટેલિકોમ્યુનિકેશન કંપની ખરીદવાનું વિચારી રહી હતી જ્યારે તેને ખબર પડી કે ગૌતમ અદાણી ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી માટે બિડ કરવાની યોજના બનાવી રહ્યા છે.

થોડા મહિના પહેલા જ ગૌતમ અદાણીએ (Gautam Adani) બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી (Mukesh Ambani) પાસેથી ભારતના તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવી લીધો છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે (Adani Group) તાજેતરમાં સિમેન્ટ બિઝનેસમાં (Cement business) પણ પ્રવેશ કર્યો છે. વધુમાં, આ પછી કંપનીએ પ્રથમ વખત ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી મારવાની જાહેરાત કરી. કંપનીએ હાઈ-સ્પીડ 5G સ્પેક્ટ્રમની (5G spectrum) હરાજીમાં બિડ કરી છે.

આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક સમયથી અદાણી ગ્રુપે ભારે હલચલ મચાવી છે. આવી સ્થિતિમાં, એક અહેવાલ અનુસાર, અદાણી દ્વારા ટેલિકોમ સેક્ટરને લઈને કરવામાં આવેલી જાહેરાત પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સામે મૂંઝવણ ઊભી થઈ છે.

જૂનમાં અબજોપતિ મુકેશ અંબાણી અને તેમના સાથીદારો અચાનક મૂંઝવણમાં હતા કારણ કે તેઓ ડીલમેકિંગ માટે રિલાયન્સ સામ્રાજ્યને વધુ ક્યાં વિસ્તારવા તે અંગે ચર્ચા કરી રહ્યા હતા.

તેના એક અહેવાલમાં બ્લૂમબર્ગે આ બાબતની જાણકારી ધરાવતા કેટલાક સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂનમાં વિદેશી ટેલિકોમ્યુનિકેશન કંપની ખરીદવાનું વિચારી રહી હતી, જ્યારે તેને ખબર પડી કે ગૌતમ અદાણી ભારતમાં 5G લોન્ચ કરવા સક્ષમ નથી. સ્પેક્ટ્રમની હરાજીમાં બિડ કરવા.

અંબાણી કેમ્પ હાઈ એલર્ટ પર :

રસપ્રદ વાત એ છે કે જ્યારે અંબાણીની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ દેશના મોબાઈલ નેટવર્ક માર્કેટમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે, ત્યારે અદાણી ગ્રુપ હજુ પણ ટેલિકોમ સેક્ટરમાં નથી. તેમની પાસે વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પ્રદાન કરવા માટેનું લાઇસન્સ પણ નથી. આ કેસની નજીકના લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અદાણી તેના નવા લક્ષ્યને અંબાણીની મહત્વાકાંક્ષાની નજીક મૂકી રહ્યો છે તે વિચારે અંબાણી કેમ્પને હાઈ એલર્ટ પર આવવાની ફરજ પડી હતી.

કેટલાક સહાયકોએ અંબાણીને સલાહ આપી હતી કે તેણે વિદેશી બજારો તરફ લક્ષ્ય રાખવું જોઈએ અને ભારતીય બજારોની બહાર વિસ્તરણ કરવું જોઈએ. તે જ સમયે, અન્ય સાથીઓએ કહ્યું કે તેઓએ હોમ ગ્રાઉન્ડ પર ઉભા થતા પડકારો માટે ભંડોળ બચાવવું જોઈએ.

ત્યારબાદ અંબાણીએ આ નિર્ણય લીધો હતો :

આખરે મુકેશ અંબાણીએ કોઈ પણ વિદેશી કંપનીમાં નાણાનું રોકાણ ન કરવાનો નિર્ણય લીધો સૂત્રોએ જણાવ્યું, કારણ કે તેમને લાગ્યું કે જો અદાણી તરફથી તેમને કોઈ પડકાર આવે તો આવી પરિસ્થિતિ માટે તેમની નાણાકીય ક્ષમતાઓ તૈયાર હોવી જોઈએ. આ ડરને પાયાવિહોણો અથવા અતિશયોક્તિ તરીકે નકારી શકાય નહીં, કારણ કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ડેટા અનુસાર અદાણીની નેટવર્થ આ વર્ષે વિશ્વની અન્ય વ્યક્તિત્વ કરતાં વધુ વધી છે.

દેશના બે સૌથી ધનાઢ્ય બિઝનેસ ટાયકૂન્સ છેલ્લા બે દાયકાથી અલગ-અલગ ટર્ફ પર રમી રહ્યા છે.પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓ એક સેક્ટરમાં સાથે હશે. જ્યારે એકસાથે એકબીજા માટે પડકારો ઉભા કરશે.

આ પણ વાંચો :-

 

 પાટીદાર અગ્રણી જયરામ પટેલના નિવેદનથી ગરમાયું રાજકારણ, કહ્યું- PM મોદી-રૂપાણી જે બેઠક પરથી.

0

Politics heated up by the statement

  • નરેન્દ્ર મોદી- વિજય રૂપાણી જે પશ્ચિમ બેઠકથી ચૂંટણી જીતી ચૂક્યા છે ત્યાં પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો કરીશું : જયરામ પટેલ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Assembly elections) સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સામાજિક સંસ્થાઓ પણ સક્રિય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં સામાજિક પ્રતિનિધિત્વના (Social representation) આધારે ટિકિટ આપવાની માગ ઉઠી છે. ઉમિયાધામ સિદસરના (Umiyadham Sidsar) પ્રમુખ જયરામ પટેલએ (Jairam Patel) પત્રકાર પરિષદ જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું.

ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે એક પત્રકાર પરિષદમાં મોટો દાવો કર્યો છે. જયરામ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું. જોકે તેમના આ દાવામાં સૌથી મહત્વનો મુદ્દો રાજકોટ પશ્ચિમ બેઠકોનો રહ્યો હતો. જયરામ પટેલે કહ્યું કે, રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ. આ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે.

નરેન્દ્ર મોદી-વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ચૂંટણી જીતી ચૂક્યા છે :

રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવી વાત ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે કરી છે. જોકે  આ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે. અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વણિક અને કારડીયા ઉમેદવારોનો ટિકિટ મળતી આવી છે. તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર : જયરામ પટેલ 

ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે પત્રકાર પરિષદમાં આગામી ચૂંટણી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી.

જયરામ પટેલે ઉમેર્યું હતું કે, આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ તેવુ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

22 વર્ષથી ન્હાયા વગર ફરે આ શખ્સ, ન ન્હાવા માટેની પ્રતિજ્ઞા સાંભળીને ચોંકી જશો

0

This guy who hasn’t bathed

  • પોતાની કઠોર પ્રતિક્ષા માટે બધુ જ ગુમાવવાની પરંપરા મહાભારત અને રામાયણના સમયથી સાંભળી હશે. ઘણીવાર લોકો કોઈ કારણે એવું પ્રણ લઈ લે છે કે, ઘણીવાર તે પોતાના માટે જ મુશ્કેલ ઉભી કરે છે. પરંતુ ગમે તે થઈ જાય તેઓ પોતાના નિયમને નથી તોડતા. તેવી જ રીતે એક વૃદ્ધે અજીબ પ્રતિજ્ઞ બે દશકથી લઈને રાખી છે.

બિહારના (Bihar) ગોપાલગંજમાં (Gopalganj) રહેતા ધર્મદેવે 22 વર્ષથી પાણીનું એક ટીપું પણ પોતાના શરીર પર નથી અડાડ્યું. ન ન્હાવાથી તેમના શરીરમાંથી અતિષય દુર્ગંધ (Overwhelming stench) આવવાના કારણે તેમની નોકરી પણ જતી રહી. છતાં પોતાની પ્રતિજ્ઞા ન તોડી. આ પ્રણ પાછળ 3 મોટા કારણો છે જેના કારણે તેઓ ક્યારેય આ પ્રણ નથી તોડવાના. ભલે તેઓ ખુદ તૂટી જાય પણ આ પ્રણ નહીં તોડે. ધર્મદેવે કસમ ખાધી છે કે, જ્યારે મહિલાઓ પ્રત્યે અત્યાચાર, જમીન વિવાદ અને જીવ હત્યા ખતમ નહીં થાય ત્યાં સુધી તેઓ નહી ન્હાય.

વર્ષ 2003માં ધર્મદેવના પત્નીની મોત થઈ ગઈ તે દરમિયાન ધર્મ અને કર્મકાંડમાં ન્હાવાની પરંપરા હોય છે પરંતુ ઘણું કહેવા છતાં તેઓ ન ન્હાયા. પછી બે-બે પુત્રના મોત થયા ત્યારે પણ તેઓ ન ન્હાયા. જેના કારણે ગામમાં અનેક પ્રકારની વાતો થવા લાગી. આવી અજીબ પ્રકારની જીદને જોઈ લોકો તેમને માનસિક બિમાર અથવા તો તંત્ર-મંત્રનો મામલો ગણાવવા લાગ્યા. પરંતુ છતાં ધર્મદેવે કોઈની વાત પર ધ્યાન ન આપ્યું. દ્રઢ પ્રતિજ્ઞ ધર્મદેવ ભગવાન રામના ભક્ત છે. અને તેમને અનેક પ્રકારના વચણ અને કસમ ખાધી છે જે તેઓ છેલ્લા શ્વાસ સુધી નિભાવશે.

ધર્મદેવ કોલકાતામાં એક ફેક્ટરીમાં કામ કરતાં હતા. પરંતુ ન ન્હાવાના કારણે તેમની નોકરી જતી રહી. છતાં તેઓને કોઈ ફરક ન પડ્યો. શરીરમાંથી અતિદુર્ગંધ પણ આવે છે અને લોકો તેમને વારંવાર ન્હાવાનું પણ કહે છે. પણ તેઓ ન્હાવા માટે બિલકુલ તૈયાર નથી. આ બધામાં તેઓ દશકોથી નથી ન્હાયા.

62 વર્ષની ઉંમરમાં આ વૃદ્ધ ક્યારેય બિમાર પણ નથી પડતાં. તમને જણાવી દઈએ કે, આવી જ રીતે ઈરાનના અમો હાજી પણ છેલ્લા 67 વર્ષથી નથી ન્હાયા. આ શખ્સ ઈરાનમાં રહે છે જેમની ઉંમર 87 વર્ષ છે. જેઓને દુનિયાના સૌથી ગંદા માણસ કહેવાય છે.

આ પણ વાંચો :-

મધ્યાહન ભોજન પર ઉઠયા સવાલ ! દાળમાં જીવડું નીકળતા 176 બાળકો ખાલી ભાત જમી ઉભા થયા

0

Questions raised on midday meal

  • કરજણની ખાંધા ગામે આવેલ પ્રાથમિક શાળા મધ્યાન ભોજનમાં પિરસાયેલી દાળમાંથી જીવાત નીકળી.

ગુજરાતમાં (Gujarat) ગરીબ બાળકોને પિરસાતા મધ્યાહન ભોજન (Mid-day meal) પર હંમેશા સવાલો ઉઠતા રહે છે. બાળકોને અનેકવાર જીવતાવાળુ ભોજન (A living meal) પિરસાયાના કિસ્સા બન્યા છે. ત્યારે કરજણની ખાંધા ગામે આવેલ પ્રાથમિક શાળા મધ્યાન ભોજનમાં જીવાતવાળી દાળ પિરસાઈ હતી. દાળમાં જીવડું નીકળતા 176 બાળકો ખાલી ભાત જમીને ઉભા થયા હતા. ત્યારે તપાસ કરતા અનાજમાં પણ જીવાત મળી આવી હતી.

કરજણની ખાંધા પ્રાથમિક કેન્દ્ર શાળા નંબર 29 ની આ ઘટના હતી. શુક્રવારે પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના લગભગ 176 વિદ્યાર્થીઓ બપોરના ભોજન માટે બેસ્યા હતા. ત્યારે દાળમાં જીવડા જેવું કંઈક દેખાયુ હતું. શિક્ષકોએ ધ્યાનથી જોયુ તો દાળમાં જીવાત હતી. તેથી તેમણે દાળ ફેંકી દીધી હતી. અને બાળકોને માત્ર ભાત ખાવા આપ્યો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકે કહ્યુ, અમે ડોલમાં જોયુ તો જીવડા જેવુ દેખાતુ હતુ તો બાળકોને ન ખવડાવ્યું.

તો કરજણમાં અનાજના ગોડાઉનથી સસ્તા અનાજનો જથ્થો આવ્યો હતો અને સુરવાડા ગામની સસ્તા અનાજની દુકાનમાં અપાયો હતો. જ્યાંથી અનાજ શાળાને અપાય છે. 176 વિદ્યાર્થીઓની સંખ્યા પમાણે ઘઉં, ચોખા, તુવેર દાળ, મગ દાળ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે અનાજ તો પૂરતું આવે છે પરંતુ સારુ અનાજ આપવામાં તંત્રની બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવામા આવે છે. સસ્તા અનાજના નામે વિદ્યાર્થીઓને જેવું તેવું અનાજ પધરાવાઈ દેવાય છે.

આ પણ વાંચો :-

 

અમેરિકા જવા પટેલ યુવકોનું કારસ્તાન, અંગ્રેજી આવડતુ ન હોવા છતાં IELTS માં…. 

0

Karstan of Patel youths to America

  • 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા. અને સમગ્ર ભાંડો ખૂલ્યો.

ગુજરાતીઓની વિદેશ જવાની (go abroad) લાલચ એટલી વધી ગઈ છે કે હવે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. વિદેશ જવુ હવે સપનુ નહિ, પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયું છે. લોકો ગમે તે હદ સુધી ક્રાઈમ કરવા તૈયાર બને છે. ત્યારે મહેસાણાથી (Mehsana) જે કૌભાંડ બહાર આવ્યુ છે તે વિચારીને તમે થરથરી જશો. IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવાનને અમેરિકા (America) મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો સામે તપાસ કરવામાં આવી છે. કેમ કે આ ચારેય ગામના યુવકો અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલાં કેનેડા પહોંચ્યા હતા.

ત્યારબાદ કેનેડાથી અમેરિકા જતાં સમયે બોટમાં પકડાઈ ગયા હતા. ત્યારબાદ ચારેય યુવાનોને અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં ચારેય યુવકો કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી બોલી ન શકતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી અને પછી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેસાણા એસપીએ એસઓજી પોલીસને તપાસ સોંપતા IELTS પરીક્ષા લેનાર સંસ્થા અને એજન્ટોની સામે તપાસ શરૂ કરી છે.

8 બેન્ડથી અમેરિકા પહોંચેલ વિદ્યાર્થીઓ :

  • પટેલ ધ્રુવ રસિકભાઈ, માંકણજ
  • પટેલ નીલ અલ્પેશકુમાર, ધામણવા
  • પટેલ ઉર્વીશ શૈલેષભાઈ, જોટાણા
  • પટેલ સાવન રાજેન્દ્રકુમાર, સાંગણપુર

ભારતથી (India) કેનેડા અને અમેરિકા જવા માટે હવે ભારતીય ગેરકાયદે (Indian Illegal) રસ્તો અપનાવવા લાગ્યા છે. વિદેશ જવા માટે IELTSની પરીક્ષા આપવી જરૂરી છે અને તેમાં સાર બેન્ડ લાવવા પણ જરૂરી છે. ત્યારે અંગેજી લખી-વાંચી-બોલી ન શક્તા પટેલ યુવકોએ મોટા તિકડમ કરીને IELTSમાં 8 બેન્ડ લાવી દીધા અને કેનેડા (Canada) પહોંચી ગયા. આ યુવકો મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના વતની છે.

જેઓ ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા. અને સમગ્ર ભાંડો ખૂલ્યો છે.

તપાસમાં જાણવા મળ્યુ કે, આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી IELTS ની પરીક્ષા આપવા મોકલવામાં આવ્યા હતા.

અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખીને મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેના બાદ મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ સોંપી છે.

કોણે આચર્યુ કૌભાંડ :

વિદેશમાં જવા માટે ઉત્તર ગુજરાતમાં અનેક એજન્ટો સક્રિય છે. જેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે પહેલીવાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે હવે આ કેસમાં અનેક નામો ખૂલી શકે છે. આ ચાર વિદ્યાર્થીઓએ કયા સેન્ટરથી પરીક્ષા આપી, કોણે તેમને 8 બેન્ડ આપ્યા તે દિશામાં તપાસ કરાશે. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

મોંઘવારીની આગમાં શેકાતા લોકોને મળશે રાહત, સિલિન્ડરના ભાવમાં ઘટાડો

0

People burning in the fire

  • એલપીજી સિલિન્ડર ગ્રાહકોને થોડીક રાહત મળશે. આજે કંપનીઓએ સિલિન્ડરની કિંમતો જાહેર કરી છે.

મોંઘવારીનો (inflation) માર સહન કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એલપીજી સિલિન્ડર (LPG cylinder) ગ્રાહકોને થોડીક રાહત મળશે. આજે કંપનીઓએ સિલિન્ડરની કિંમતો જાહેર કરી છે. ઇન્ડિયન ઓઇલના સિલિન્ડર (indian oil cylinder)ના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કિંમત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોના સિલિન્ડર પર ઘટાડવામાં આવી છે. જ્યારે 14 કિલોના ઘરેલૂ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સિલિન્ડરના નવા ભાવ :

આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,012.50 રૂપિયાની જગ્યાએ 1976.50 રૂપિયા થઇ ગઇ છે. કંપનીઓએ કિંમતમાં 36 રૂપિયા સુધી ઘટાડો કર્યો છે. અગાઉ કોલકાતામાં તેનો ભાવ 2132 રૂપિયા હતો, જ્યારે નવી કિંમત 2095.50 રૂપિયા થઇ છે. મુંબઇમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1936.50 રૂપિયા અને ચેન્નઇમાં 2141 રૂપિયા થઇ ગઇ છે.

ઘરેલૂ સિલિન્ડરના ભાવ યથાવત :

ઘરેલૂ 14 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરાયો નથી. તેના રેટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા અને ચેન્નઇમાં 1068.50 રૂપિયા અને મુંબઇમાં 1053 રૂપિયા છે. અત્યારે 6 જુલાઇના ભાવે સિલિન્ડર મળી રહ્યું છે. કંપનીઓએ 6 જુલાઇએ ભાવ વધારો કર્યો હતો.

આ પણ વાંચો :-

અડધી રાત્રે 3 સગી બહેનોએ ઝાડ પર લટકતી હતી, આખું ગામ શોકમાં ગરકાવ

In the middle of the night

  •  મધ્યપ્રદેશના ખંડવામાં ત્રણ બહેનોએ એક સાથે આત્મહત્યા કરી. પરિવારજનોનું કહેવું છે કે યુવતીઓ જાતે જ બજારમાંથી દોરડું લાવી હતી.

મધ્યપ્રદેશ (Madhya pradesh)ના ખંડવા (Khandva) માં ત્રણ સગી બહેનોએ ફાંસી લગાવી આત્મહત્યા (Mass suicide sister) કરી લીધી. જાવર પોલીસ સ્ટેશન વિસ્તારના કોટાઘાટ ગામમાં રહેતી ત્રણેય બહેનોના નામ સોનુ, સાવિત્રી અને લલિતા જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અંગે જાવર પોલીસ સ્ટેશનના પ્રભારી શિવ રામ જાટે જણાવ્યું કે,રાત્રે ડાયલ 100ને માહિતી મળી હતી કે એક જ પરિવારની સગી બહેનોએ કોટાઘાટ ગામમાં એક ઝાડ પર ફાંસી લગાવી લીધી છે.

ઘટનાની જાણ થતાં જ જાવર પોલીસ સ્ટેશનની પોલીસ સાથે પીપલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં સુધીમાં પરિવારજનોએ ત્રણેય બહેનોના મૃતદેહને ઝાડ પરથી બહાર નીચે ઉતાર્યા હતા. જે બાદ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

પોલીસે તાપસ આદરી :

પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમનો આઠ ભાઈ-બહેનનો સંપૂર્ણ પરિવાર છે. બે બહેનો પરણેલી હતી. મૃતક ત્રણ બહેનોમાં સોનુ સૌથી મોટી હતી અને તે પણ મોટરસાઇકલ ચલાવતી હતી. મંગળવારે ત્રણેય બહેનો મોટરસાઈકલ પર બજારમાં ગઈ હતી અને બજારમાંથી નવો દોરી પણ ખરીધી હતી. જ્યારે પરિવારના સભ્યોએ આનું કારણ પૂછ્યું તો તેઓએ કારણ આપવાની ના પાડી. રાત્રે જમ્યા બાદ તમામ બહેનો સુઈ ગયા હતા.

પરંતુ રાત્રે ત્રણેય બહેનો પલંગ પર ન દેખાતા તેણીની માતાએ તેઓને શોધવા નીકળી તો ત્રણેય બહેનો ઘરના પાછળના ભાગે આવેલા લીમડાના ઝાડ પર લટકતી જોવા મળી હતી. આ પછી પરિવારના સભ્યો અવાજ કરવા લાગ્યા. ત્યાર પછી ગામ લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. ત્રણેય બહેનોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. હાલમાં જાવર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

ED એ શિવસેના સાંસદ સંજય રાઉતની મધરાતે ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

0

ED arrested Shiv Sena MP

  • ઈડીએ એક ચાલના પુર્નવિકાસમાં કથિત ગડબડીઓ સંલગ્ન મની લોન્ડરિંગના એક કેસમાં આખરે શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાઉત (60)ને દક્ષિણ મુંબઈા બલાર્ડ એસ્ટેટમાં ઈડીના મંડલ કાર્યાલયમાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવ્યા.

ઈડીએ એક ચાલના પુર્નવિકાસમાં કથિત ગડબડીઓ સંલગ્ન મની લોન્ડરિંગના (Money laundering) એક કેસમાં આખરે શિવસેના નેતા સંજય રાઉતની (Sanjay Raut) ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાઉતને દક્ષિણ મુંબઈ બલાર્ડ એસ્ટેટમાં ઈડીના મંડલ કાર્યાલયમાં (Mandal Office) છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવ્યા.

તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ :

અધિકારીઓએ દાવો કર્યો કે રાઉતને PMLA હેઠળ રવિવારે મોડી રાતે 12.05 વાગ્યે અટકાયતમાં લેવાયા. કારણ કે તેઓ તપાસમા સહયોગ નહતા કરતા. શિવસેનાના રાજ્યસભા સભ્ય રાઉતને આજે મુંબઈની એક વિશેષ PMLA કોર્ટમાં હાજર કરાશે. અહીં ઈડી તેમની કસ્ટડીની પણ માંગણી કરશે.

તપાસ એજન્સીની એક ટુકડી રવિવારે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં રાઉતના ઘરે પહોંચી જ્યાં તેમણે સર્ચ અભિયાન ચલાવ્યું, રાઉતની પૂછપરછ કરી અને સાંજ સુધીમાં તેમને એજન્સીના સ્થાનિક  કાર્યાલયમાં પૂછપરછ માટે હાજર થવાનું સમન પાઠવ્યું.

સંજય રાઉતે શું કહ્યું ?

સંજય રાઉતે એક ખાનગી સમાચાર ચેનલને ફોન પર જણાવ્યું કે તેઓ ઈડીને પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છે અને શિવસેનાને ખમત કરવા માટે સુનિયોજિત રાજકીય ષડયંત્ર આગળ તેઓ ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે ‘હું ડરેલો નથી…કાયદાને અસહયોગ કરવાનો સવાલ જ નથી, હું શિવસેના માટે પોતાની જાતને કુરબાન કરવા તૈયાર છું. ઈડીની ટીમ કોઈ પણ નોટિસ વગર સવાર સવારમાં આવી ગઈ, આ તથાકથિત કેસમાં મારી પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી.’

સંજય રાઉતે ફરીથી દોહરાવ્યું કે મહાવિકાસ આઘાડીની સરકાર (જે 29 જૂને પડી ગઈ)ને પાડવામાં મદદ કરવા માટે તેમના પર ભૂતકાળમાં દબાણ નાખવામાં આવી રહ્યું હતું અને તેમણે પોતાના વિરુદ્ધ ઈડીના આરોપને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ કોઈની સામે ઝૂકશે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખશે.

આ અગાઉ ઈડીએ કાર્યવાહી કરતા રવિવારે સવારે રાઉતના ભાંડુપ આવાસ, મૈત્રી પર રેડ પાડી અને 9 કલાકથી વધુ સમય સુધી સર્ચ અભિયાન ચાલ્યું. રાઉતને બે સમન મોકલ્યા બાદ ઈડીની ટીમ તેમના ઘરે પહોંચી. રાઉતે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો કારણ કે તેઓ સંસદ સંલગ્ન કાર્યોમાં વ્યસ્ત હતા. ઈડીનું આ પગલું શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીના એક દિવસ પહેલા લેવાયું છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો, રસગુલ્લાના બોક્ષમાં દારૂ

The new alchemy of liquor

  • તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે રસગુલ્લાના ડબ્બા હતા અને જે તપાસ કરતા 15 નંગ મળી આવેલ અને તેની તપાસ કરતા 45 હજારથી વધુનો દારૂ મળી આવ્યો હતો.

અમદાવાદ (Ahmedabad) માં બોટાદના કેમિકલ (Botad ChemicalKand) કાંડ બાદ દારૂની હેરાફેરી અને દારૂના વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેવામાં અમદાવાદમાં એક નવી મોડસ ઓપરેન્ડીથી દારૂનું વેચાણ (Sale of liquor) કરતા હોવાનુ સામે આવ્યું છે. મહત્વનું છે કે દારૂની સાથે એક કિશોરને પકડી પાડવામાં આવ્યો છે પરંતુ તેની પાછળ કોઈ અન્ય વ્યક્તિ સામેલ હોવાનુ સામે આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કાગડાપીઠ પોલીસને માહિતી મળી હતી કે, ગીતામંદિર પાસે આવેલ વાસુદેવ ધનજીની ચાલીમાં રેહતા સાહિલ વાઘેલા જે દારૂ મંગાવીને કાંકરિયા રોડ પર આવેલ કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રાખેલ છે અને જે માહિતીના આધારે તપાસ કરતા ત્યાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવેલ અને સાથે એક કિશોર જે કાયદાના સંઘર્ષમાં આવી ગયો હતો.

તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે રસગુલ્લાના ડબ્બા હતા અને જે તપાસ કરતા 15 નંગ મળી આવેલ અને તેની તપાસ કરતા 45 હજારથી વધુનો દારૂ મળી આવ્યો હતો. સાથોસાથ પોલીસ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામે ગુનો દાખલ કરેલ છે અને આ લોકો સાથે અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વની વાત એ છે કે જે રીતે બોટાદમાં કેમિકલ કાંડ બન્યું છે તેને લઈ રાજ્યમાં પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યા એ ડ્રોન અને અન્ય રીતે પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેમાં અનેક લોકોને પકડવામાં પણ આવ્યા છે ત્યારે હાલ પણ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :

વેઈટલિફ્ટિંગમાં અચિંતા શેઉલીએ પણ જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો છઠ્ઠો મેડલ

0

Achinta Shewli also won

  • કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.

કોમનવેલ્થ ગેમ્સ 2022ના (Commonwealth Games 2022) ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી (Weightlifting) આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ (Indian Women’s Team) પાકિસ્તાન સામે શાનદાર રીતે જીતી અને બોક્સર નિકહત ઝીરીને (Boxer Nikhat Ziri) પોતાના અભિયાનની ભવ્ય રીતે શરૂઆત કરી. પણ મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.

અચિંતા શેઉલીએ અપાવ્યો ગોલ્ડ :

મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા બાદ અચિંતા શેઉલીએ પણ વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો (Achinta Sheuli Won Gold). જ્યારે સંકેત મહાદેવ સરગર અને બિંદિયારાની દેવીએ ભારતને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર અપાવેલો છે. આ ઉપરાંત ગુરુરાજા પુજારીએ 61 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતાડ્યો. હાલ ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા નંબરે છે.

આ અગાઉ ગઈ કાલે મીરાબાઈ ચાનુ બાદ જેરેમી લાલરિનુંગાએ 67 કિલો કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. જેરેમીએ સ્નેચમાં રેકોર્ડ 140 કિલોનું વજન ઉપાડ્યું. જ્યારે ક્લીન અને જર્કમાં 160 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યા. જેરેમીએ કુલ 300 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અચિંતા શેઉલીએ 73 કિલોની કેટેગરીમાં રેકોર્ડ 313 કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો :-