Home Blog Page 1363

ભારતમાં મંકિપોક્સનો ખતરો વધ્યો, દિલ્હીમાં ત્રીજો કેસ નોંધાયો, દેશમાં ટોટલ 7 કેસ

Monkeypox threat rises in India

  • રાજધાની દિલ્હીમાં નાઈજેરિયાનો વધુ એક શખ્સ મંકિપોક્સ પોઝિટીવ નીકળ્યો છે આ સાથે દિલ્હીમાં મંકિપોક્સના ટોટલ ત્રણ કેસ થયા છે.

ભારતમાં દિનપ્રતિદિન મંકિપોક્સના કેસ (Cases of monkeypox) વધી રહ્યાં છે. દિલ્હીમાં નાઈજેરિયાનો (Nigeria) બીજો યુવાન મંકિપોક્સ પોઝિટીવ નીકળ્યો છે. આ પહેલા સોમવારે પણ નાઈજેરિયાનો યુવાન મંકિપોક્સ સંક્રમિત નીકળ્યો હતો. આ સાથે દિલ્હીમાં મંકિપોક્સના 3 કેસ થયા છે.

દિલ્હીમાં બે દિવસમાં નાઈજેરિયાના બે યુવાન મંકિપોક્સ પોઝિટીવ :

રાજધાની દિલ્હીમાં સોમવારે અને મંગળવાર એમ બે દિવસે નાઈજેરિયાના બે યુવાન મંકિપોક્સથી સંક્રમિત થયા હતા.

ભારતમાં મંકિપોક્સના કુલ કેસનો આંકડો 7 પર પહોંચ્યો :

ભારતમાં મંકિપોક્સના કુલ કેસનો આંકડો 7 પર પહોંચ્યો છે અને દેશમાં હાલમાં મંકિપોક્સથી કેરળના એક યુવાનનું મોત થઈ ચૂક્યું છે. વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે પણ કેટલીક વિશેષ સાવધાની રાખવાની સલાહ આપી છે.

લોકો મંકિપોક્સથી પેનિક ન કરે- મનસુખ માંડવિયા :

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં એવું જણાવ્યું હતું કે લોકોએ મંકિપોક્સથી ડર રાખવાની જરુર નથી.

કેરળમાં મંકિપોક્સથી દેશનું પહેલું મોત :

ઉલ્લેખનીય છે કે મંકિપોક્સથી દેશનું પહેલું મોત કેરળમાં થયું છે. યુએઈથી આવેલા કેરળના 22 વર્ષના યુવાનનું મંકિપોક્સથી ગત 30 જુલાઈ 2022ના રોજ મોત થયું હતું.

ખતરો વધતા હવે સાવધાની જરુરી :

દેશમાં હવે મંકિપોક્સના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો હોવાથી હવે સાવધાની રાખવી ખૂબ જરુરી છે.

આ પણ વાંચો :-

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, વિમાનની નીચે આવી ગઈ કાર, જુઓ હચમચાવી નાખે તેવો Video

0

A major disaster was avoided

  • એરલાઇન કંપની ગો ફર્સ્ટની એક કાર દિલ્હી એરપોર્ટ (Terminal T-2 IGI airport)  પર આજે ઈન્ડિગોના VT-ITJ એરક્રાફ્ટની નીચે આવી ગઈ. જો કે તે કાર વિમાનના નોઝ વ્હીલ (આગળના પૈડા) સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે DGCA એ કહ્યું કે આ મામલે તપાસ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈન્ડિગો કંપનીના વિમાનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

એરલાઇન કંપની ગો ફર્સ્ટની એક કાર દિલ્હી એરપોર્ટ (Terminal T-2 IGI airport)  પર આજે ઈન્ડિગોના VT-ITJ એરક્રાફ્ટની નીચે આવી ગઈ. જો કે તે કાર વિમાનના નોઝ વ્હીલ (આગળના પૈડા) સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે DGCA એ કહ્યું કે આ મામલે તપાસ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈન્ડિગો કંપનીના (Indigo Company) વિમાનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

એવું કહેવાય છે આ કાર ગો ફર્સ્ટ એરલાઈનની હતી. આ ઘટના એરપોર્ટના ટી2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર ઘટી. અહીં ગો ફર્સ્ટ એરલાઈનની કાર ઈન્ડિગોના વિમાન નીચે આવી ગઈ. કાર ડ્રાઈવરનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો જેથી કરીને ખબર પડી શકે કે તેણે ડ્રાઈવિંગ સમયે નશો તો નહતો કર્યો. જો કે ટેસ્ટ નેગેટિવ આવ્યો.

મળતી માહિતી મુજબ આ ઘટનામં કોઈ ઘાયલ થયું નથી કે પ્લેનને પણ નુકસાન પહોંચ્યું નથી. ફ્લાઈટ પટણા માટે ઉડાણ ભરવાની તૈયારીમાં હતી એમ કહેવાય છે. ત્યારે અચાનક કાર નીચે આવી ગઈ. જો કે કાર વિમાનના પૈડા સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. થોડા સમય બાદ વિમાને પટણા માટે ઉડાણ ભરી. આ સમગ્ર મામલે હજુ સુધી ગોફર્સ્ટ કે ઈન્ડિગો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો :-

રાજસ્થાનની 12 સગીરાઓને કેરળમાં માનવ તસ્કરોના કબજામાંથી છોડાવાઈ, 2ની ધરપકડ

0

12 minors from Rajasthan freed

  •  કેરળની જે શાળામાં પ્રવેશ અપાવવા લઈ જવાઈ રહી હતી તે શાળા કેટલાય વર્ષોથી બંધ પડી હોવાથી શંકા જાગી હતી.

રાજસ્થાનમાંથી (Rajasthan) મોટા પાયે બાળકોની માનવ તસ્કરી થઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજસ્થાન પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને (Anti Human Trafficking Unit) તેનો બિલકુલ અણસાર પણ નહોતો. જ્યારે કેરળ પોલીસે (Kerala Police) રાજસ્થાનમાંથી બાળકોની માનવ તસ્કરી થઈ હોવાની પુષ્ટિ કરવાની સાથે 2 તસ્કરોની ધરપકડ થઈ હોવાનું જણાવ્યું છે.

12 સગીરાઓને મુક્ત કરાવાઈ :

કેરળ કોઝીકોડ જીઆરપી પોલીસે 7 દિવસ પહેલા ટ્રેનમાંથી રાજસ્થાનના બાંસવાડાની 12 સગીરાઓને મુક્ત કરાવી હતી. તે તમામ બાળકીઓને કેરળના એર્નાકુલમ સ્થિત એક શાળામાં ભરતી કરવાના નામે લઈ જવાઈ રહી હતી. પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કરીને તથ્યો પ્રાપ્ત કરવા પ્રયત્ન હાથ ધર્યા છે.

માત્ર 5 વર્ષ માટે ખુલી હતી શાળા :

કેરળ પોલીસના એક અધિકારીના કહેવા પ્રમાણે બાળકીઓને જે શાળામાં દાખલો અપાવવાના બહાને લઈ જવાઈ રહી હતી તે શાળા 2017ના વર્ષમાં જ બંધ થઈ ગઈ હતી. તે શાળા 2013માં ખુલી હતી પરંતુ શંકાસ્પદ ગતિવિધિઓના કારણે તેને માન્યતા નહોતી અપાઈ.

બાંસવાડાની 12 બાળકીઓને બાસંવાડા અને કેરળના 2 તસ્કરો સાથે મોકલવામાં આવી હતી. તે બંને તસ્કરો પાસેથી સગીરાઓના પરિવાર દ્વારા લખવામાં આવેલા એફિડેવિટ મળી આવ્યા હતા. તેમાં બાળકીઓને તેમની મરજીથી કેરળની શાળામાં ભણવા મોકલવામાં આવી હોવાનું લખેલું હતું. જ્યારે વાસ્તવમાં તે શાળા ઘણાં વર્ષોથી બંધ જ પડી હોવાથી માનવ તસ્કરીની શંકા જાગી હતી અને બંને આરોપીઓની આઈપીસીની કલમ 370 અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

કેરળ પોલીસે આ ટોળકીના અન્ય સાગરિતોની તપાસ હાથ ધરી છે અને તે સગીરાઓને તેમના પરિવારને સોંપવામાં આવશે. આ પ્રકારની માનવ તસ્કરીમાં પીડિતોનું મજૂરી કામ, લગ્ન, ધર્માંતરણ, ભીખ માંગવા, વેશ્યાવૃત્તિ માટે અને ચોરી કરવા માટે શોષણ કરવામાં આવે છે.

આ પણ વાંચો  :-

 

 

 

વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો ! આગામી 48 કલાક આ વિસ્તારો માટે ‘ભારે’ : અંબાલાલ પટેલની આગાહી

0

Be ready for another round of rain

  • હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા.

રાજ્યના થોડાક દિવસના આરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ (torrential rain) પડી શકે છે. હવામાન વિભાગના (Meteorological Department) નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્ર (Maharashtra) બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. આ સાથે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધશે.

ફરી એકવાર વરસાદની આગાહી :

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે આગાહી કરતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં 2 થી 4 તારીખ સુધી ભારે વરસાદ શરૂ થશે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધી શકે છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈ મધ્ય, ઉત્તર ગુજરાતના વરસાદથી સાબરમતીનું જળસ્તર વધશે. તો વળી મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદાના જળસ્તર વધશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ વખતે મેઘરાજા મહેરબાન થતા ગુજરાતની ધરતીની તરસ છીપાવનાર નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થવા પામી છે.  પરિણામે હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે.

એટલે કે ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 6.51 મીટરની જ દૂરી છે. એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી 42 સેન્ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે. મહત્વનું છે કે  આ પહેલા 2020માં નર્મદા ડેમ સંપૂર્ણ  ભરાયો હતો જ્યારે ગત વર્ષે ડેમની સપાટી 135 મીટરે પહોંચી હતી.

આ પણ વાંચો :-

 

લોકો શુભેચ્છા આપવા Vijay Rupani ના ઘરે પહોંચી રહ્યાં છે પણ લંડનમાં બર્થ ડે મનાવી રહ્યાં છે ગુજરાતના જૂના CM !

0

People are reaching Vijay Rupani

  • બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે. એક સરળ અને જીવદયા પ્રેમી વ્યક્તિ અચાનક કઈ રીતે બન્યા ગુજરાતના મુખ્યમંત્રી એ કહાની પણ રોચક છે. બર્મામાં જન્મેલા વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી બની બધાને ચોંકાવી દીધાં હતાં.

વર્ષ 2016નો હતો. ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે (Chief Minister Anandiben Patel) ફેસબુક પરથી રાજીનામું આપી દીધું. જેના પછી ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા જોરશોરથી થવા લાગી. છેલ્લા સમય સુધી પાટીદાર અને સૌથી સિનિયર નેતા એવા નીતિન પટેલ રેસમાં હતા.

મિઠાઈઓ વહેંચાઈ ગઈ હતી. ઉજવણી માટેની તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ ભાજપે બધાને ચોંકાવતા વિજય રૂપાણીનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યુ. અને ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે 7 ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ શપથ લીધા. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 57મો જન્મદિવસ છે. ત્યારે તેમના જીવનની સફર વિશે પણ જાણીએ…

શુભેચ્છકો તેમને શુભેચ્છાઓ આપવા માટે તેમના ગાંધીનગર તેમજ રાજકોટના નિવાસ્થાને પહોંચી રહ્યાં છે. પણ સાહેબ ત્યાં નથી. કેટલાંક શુભેચ્છકો ટેલિફોનથી પણ શુભેચ્છાઓ પાઠવવા પ્રયાસ કરી રહ્યાં છે પણ સાહેબનો સંપર્ક થઈ રહ્યો નથી. ત્યારે બધાના મનમાં સવાલએ થાય છે કે, જન્મદિવસના અવસરે વિજયભાઈ રૂપાણી ક્યાં છે. તો અમે પણ તેમને શુભેચ્છાઓ પાઠવવા પ્રયાસ કર્યો ત્યારે તેમના ઠેકેદારો અને તેમના ખુબ અંગત ગણાતા લોકો પાસેથી જાણવા મળ્યું કે વિજય રૂપાણી હાલ તેમના પરિવાર સાથે લંડનમાં છે. તેઓ લંડનમાં પોતાના પરિવાર સાથે બર્થ ડે ની ઉજવણી કરી રહ્યાં છે. અમે પણ તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

રંગુનમાં જન્મ : 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના દિવસે રંગૂનમાં થયો હતો. 1960માં તેમનો પરિવાર બર્મામાં રાજકીય અસ્થિરતાના કારણે તેઓ રાજકોટ આવી ગયા હતા.

ગુજરાતમાં શિક્ષણ :

વિજય રૂપાણીએ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવી. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળમાં તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને RSSના એક્ટિવ સભ્ય હતા. કોલેજકાળમાં તે સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી પણ બન્યા હતા.

કટોકટી દરમિયાન જેલમાં ગયા :

ભારતમાં 1975થી 1977 દરમિયાન ઈમરજન્સી નાંખવામાં આવી. તે દરમિયાન વિજય રૂપાણીની અટકાયત કરવામાં આવી હતી. અને લગભગ 11 મહિના સુધી તે જેલમાં રહ્યા હતા. જ્યારે બીજીવાર 1976માં મિસા એક્ટ હેઠળ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

1987માં કોર્પોરેટર બન્યા : 

1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.

વિજય રૂપાણીની કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર :

1. 1987માં રાજકોટમાં કોર્પોરેટર બન્યા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા
2. 1988થી 1996 સુધી રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા
3. સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ બન્યા
4. 1996થી 1997 દરમિયાન રાજકોટના મેયર બન્યા
5. 1998થી 2002 સુધી સરકારની મેનિફેસ્ટો ઈમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેન રહ્યા
6. 2006માં ગુજરાતના ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન બન્યા
7. 2006થી 2012 દરમિયાન રાજ્યસભાના સાંસદ બન્યા
8. 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન બન્યા
9. 2015માં ધારાસભ્ય બન્યા અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું
10. 2016માં ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા
11. 7 ઓગસ્ટ 2016ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વરણી.

આ પણ વાંચો :-

 

ગાંધી પરિવારના નિશાન પર ગુજરાત : મુન્દ્રા પોર્ટ પર જ કેમ વારંવાર પકડાય છે ડ્રગ્સ ?

0

Gujarat on target of Gandhi family

  • દારૂ અને ડ્રગ્સની બદીએ ગુજરાતને બદનામ કરી દીધું છે. ગુજરાતમાં હવે દારૂ-ડ્રગ્સનુ હબ બની ગયું છે. જેને કારણે હવે ગુજરાત વિરોધ પક્ષના નિશાના પર આવી ગયું છે. વિપક્ષોના નિશાન પર ગુજરાત આવ્યુ છે. કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં છેલ્લા મહિનાથી પકડાઈ રહેલા ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે કેમિકલ કાંડ બાદ ફરીથી આ વિવાદ ઉઠ્યો છે.

દારૂ અને ડ્રગ્સની (Alcohol and drugs) બદીએ ગુજરાતને બદનામ કરી દીધું છે. ગુજરાતમાં હવે દારૂ-ડ્રગ્સનુ હબ બની ગયું છે. જેને કારણે હવે ગુજરાત વિરોધ પક્ષના (Opposition party) નિશાના પર આવી ગયું છે. વિપક્ષોના નિશાન પર ગુજરાત આવ્યુ છે. કોંગ્રેસના રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતમાં છેલ્લા મહિનાથી પકડાઈ રહેલા ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને (BJP Govt) નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે કેમિકલ કાંડ (Chemical stain) બાદ ફરીથી આ વિવાદ ઉઠ્યો છે.

રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, ડબલ એન્જિન સરકારમાં કોણ લોકો છે, જે રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને દારૂ માફિયાને પનાહ આપી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યુ કે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થા છે કે પછી માફિયા સરકાર છે. આ મુદ્દે હવે પ્રિયંકા ગાંધીએ પણ સવાલો કર્યાં છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કે, ગુજરાતના મુન્દ્ર પોર્ટ પર ગત વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ 21 હજાર કરોડ રૂપિયાનું 3000 કિલોનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. ગત 22 મેના રોજ 500 કરોડ રૂપિયાનું 56 કિલો અને 22 જુલાઈના રોજ 375 કરોડ રૂપિયાનું 75 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ હતું.

રાહુલ ગાંધીએ સવાલ કર્યા છે કે, ડબલ એન્જિન સરકારમાં કોણ છે જે ડ્રગ્સ અને દારૂના માફિયાને સંરક્ષણ આપી રહ્યું છે. ગુજરાતના યુવાઓને કેમ નશામાં ધકેલવામાં આવી રહ્યાં છે. એક પોર્ટ પર ત્રણ-ત્રણ વાર માદક પદાર્થ પ્રાપ્ત થવા છતાં સતત એ જ પોર્ટ પર કેવી રીતે ડ્રગ્સ ઉતરી રહ્યુ છે. શું ગુજરાતમાં કાયદા વ્યવસ્થા મરી પરવારી છે? માફિયાને કાયદાનો કોઈ ડર નથી, શું આ માફિયાની સરકાર છે?

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરી કે, ગુજરાતમાં એક જ બંદર પર ત્રણવાર લગભગ 22000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે. મીડિયામાં ચુપ્પી, સરકારમાં સુસ્તી, સરકારની તમામ એજન્સીઓ સન્નાટામાં છે. ભાજપ સરકારના નાક નીચેથી માફિયા સમગ્ર દેશમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. કાયદા વ્યવસ્થા અસહાય છે અને માફિયા સાથે મિલીભગત છે.

ઉલ્લેખનીય છે કે, એટીએસની ટીમે ગુજરાતમાં ગત મહિને કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટની પાસે એક કન્ટેનરમાંથી લગભગ 75.3 કિલો હેરોઈન જપ્ત કરાયુ હતું, જેની કિંમત 376.5 કરોડ રૂપિયા હોવાનુ અનુમાન છે. ડીઆરઆઈએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી લગભગ 3000 કિલો હેરોઈન જપ્ત કર્યુ હતુ. જે અફધાનિસ્તાનથી આવ્યુ હતું અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત લગભગ 21 હજાર કરોડ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં નહી રહે પીવાના પાણીની સમસ્યા ! જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

0

There will be no problem

  • ગુજરાતમાં આ વખતે ઉનાળો કપરો નહી રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે કારણ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

આ વખતે ગુજરાતમાં વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે.  દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત મેઘો ધોધમાર વરસ્યો છે. નાના મોટા જળાશયો તથા ચેકડેમો (checkdemo) પણ વરસાદી પાણીછી છલોછલ થઇ ગયા છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જે જોતા કહી શકાય કે આગામી સમયમાં એટલેકે ઉનાળામાં પીવાના પાણીની કોઇ અછત સર્જાશે નહી. તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં :

આ વખતે મેઘરાજા મહેરબાન થતા ગુજરાતની ધરતીની તરસ છીપાવનાર નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થવા પામી છે.પરિણામે હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. એટલે કે ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 6.51 મીટરની જ દૂરી છે. એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી 42 સેન્ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે. મહત્વનું છે કે   આ પહેલા 2020માં નર્મદા ડેમ સંપૂર્ણ  ભરાયો હતો જ્યારે ગત વર્ષે ડેમની સપાટી 135 મીટરે પહોંચી હતી.

રાજ્યના 34 ડેમ 100 ટકા ભરાયા :

ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો. રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા. આ ડેમો છલોછલ એટલે કે 100 ટકા ભરાયા છે.  સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 જ્યારે મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો.

આ પણ વાંચો :-

 

પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજથી તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

0

Unresolved pending issues

  • તલાટી મહામંડળ દ્વારા હડતાલથી રાજ્યભરની પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.

તલાટીઓ (Gujarat Talati) દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં અચોક્કસ મુદતની ચીમકી આપવામાં આવી હતી.  રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા તે સમયે પ્રશ્નોના નિકાલની બાંહેધરી આપવામા આવી હતી.  જેથી ‘અચ્છે દિન’ની આશામાં તલાટી મહામંડળે જેતે સમયે હડતાલ મોકુફ (Strike suspended) રાખી હતી.  આ વાતને આજે નવ મહિના જેટલો સમય થઇ ચૂક્યો  હોવા છતાં પણ તેમના પ્રશ્નો ઠેરના ઠેર રહ્યા છે. જેના પડતર પ્રશ્નો મુદ્દે આજથી તલાટી મંડળે લડી લેવાનો નિર્ણય કર્યો છે. આજથી તેઓ હડતાળ ઉપર છે. તલાટી મહામંડળ દ્વારા તલાટીઓની હડતાલથી રાજ્યભરની પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.

તલાટીઓના પ્રશ્નો નીચે પ્રમાણે છે :

મુખ્ય પાંચ પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. આ મામલે અનેક વખત સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નનો નિવેડો આવ્યો નથી. જેના કારણે સમગ્ર રાજ્યના તલાટીઓમાં નારાજગી છે. પડતર પ્રશ્નનો નિવેડો નહિ આવતા તલાટી મહામંડળ દ્વારા તલાટીઓની હડતાલથી રાજ્યભરની પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.

૧- સન ૨૦૦૪-૦૫ ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ કરવા

૨- સર્કલ ઇન્સપેક્ટર- વર્ગ-૩ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત, વર્ગમાં અપડેટ કરવામાં આવતા ૨૦૧૬ ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ લેવા માટે પરિક્ષા રદ્દ કરવા બાબત.

૩-રેવન્યુ (મહેસુલી) તલાટીને પંચાયત લતાટી મંત્રીમાં મર્જ કરવા બાબત અથવા તો જોબચાર્ટ અલગ કરવા.

૪- ૧ જાન્યુઆરી ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય પગાર ધોરણ પરિક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત.

૫- પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટીમંત્રીને નહિ સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થુ આપવા બાબત.

રાજ્ય તલાટી મહામંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ૨ ઓગષ્ટથી સમગ્ર રાજ્યના તલાટીઓને કરવાનો નિર્ણય લેવાયો છે કે, ડિઝાસ્ટર અને હર ઘર તિરંગા જેવા રાષ્ટ્રિય પર્વની કામગીરી કરવામાં આવશે. પરંતુ તે સિવાયની ૨૨ જેટલી કામગીરીઓ ઠપ થઇ જશે.

ઉલ્લેખનીય છેકે, તલાટીઓની હડતાલથી આવકના દાખલા, ક્રિમિલેયર સર્ટિફિકેટ, જન્મમરણ નોંધણી પ્રમાણપત્ર, સહિત વિવિધ ૨૨ કામગીરીઓ ઠપ થઇ જશે. કોવિડને લગતી ઇમરજન્સી કામગીરી પણ આ સમયગાળા દરમિયાન તલાટીઓ દુર રહેશે.

આ પણ વાંચો :

કાબુલના આ ઘરમાં અમેરિકાએ કર્યો અલ ઝવાહિરીનો અંત ! સામે આવ્યો આ વીડિયો

America ended Al Zawahiri

  • અલ ઝવાહિરીનો જન્મ 19 જૂન 1957 ના રોજ મિશ્રના એક પરિવારમાં થયો હતો. સર્જન અલ ઝવાહિરી અરબી અને ફ્રેંચ ભાષા જાણતો હતો. ઝવાહિરીએ ઇજિપ્તિયન ઇસ્લામિક જિહાદ એટલે કે EIJ ની રચના કરી હતી. 1970 ના દાયકામાં ઇજિપ્તમાં સેક્યુલર શાસનનો વિરોધ કરવા માટે એક ઉગ્રવાદી સંગઠન હતું.

અમેરિકાએ આતંકવાદી સંગઠન (terrorist organization) અલ કાયદાના મુખિયા ઝવાહિરીને (Zawahiri) ઠાર માર્યાનો દાવો કર્યો છે. અમેરિકી અધિકારીઓના અનુસાર ઝવાહિરી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 31 જુલાઇના રોજ ડ્રોન સ્ટ્રાઇકમાં (Drone strike) મોતને ભેટ્યો હતો. રાત્રે લગભગ 10 વાગે આ હુમલો થયો હતો. અલ ઝવાહિરીને મોતને ઘાટ ઉતારવો અમેરિકા માટે મોટી સફળતા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઝવાહિરીના ઘરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝવાહિરી હુમલાના સમયે તેના ઘરમાં હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝવાહિરી આ ઘરમાં રહેતો હતો. કાબુલના શેરપુર વિસ્તારમાં સ્થિત આ ઘર ઝવાહિરીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર ગાઢ વસ્તીવાળો છે. ઘરણામાં ઘણા માળ છે.

કોણ હતો અલ ઝવાહિરી?

અલ ઝવાહિરીનો જન્મ 19 જૂન 1957 ના રોજ મિશ્રના એક પરિવારમાં થયો હતો. સર્જન અલ ઝવાહિરી અરબી અને ફ્રેંચ ભાષા જાણતો હતો. ઝવાહિરીએ ઇજિપ્તિયન ઇસ્લામિક જિહાદ એટલે કે EIJ ની રચના કરી હતી. 1970 ના દાયકામાં ઇજિપ્તમાં સેક્યુલર શાસનનો વિરોધ કરવા માટે એક ઉગ્રવાદી સંગઠન હતું. ઝવાહિરી અહીંયા ઇસ્લામિક હુકૂમત કાયમ રાખવા માંગતો હતો.

અલ ઝવાહિરીની ઓસામા બિન લાદેન સાથે મુલાકાત સાઉદી અરબમાં થઇ હતી. લાદેન 1985 માં અલ કાયદાને પ્રોત્સાહન આપવા માટેપાકિસ્તાના પેશાવરમાં ગયો હતો. આ દરમિયાન અલ ઝવાહિરી પણ પેશાવરમાં જ હતો અહીંથી બંને આતંકવાદીઓ વચ્ચે સંબંધ મજબૂત થવા લાગ્યા.

ઇજિપ્તના ડોક્ટર અને સર્જન અલ ઝવાહિરીએ અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2011 ના હુમલામાં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. તેમાંથી 2 વિમાન વર્લ્ડ ટ્રેંડ સેન્ટરના બંને ટાવર્સ સાથે ટકરાવવામાં આવ્યા હતા. ત્રીજું વિમાન અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેંકવિલેમાં એક ખેતરમાં ક્રેશ થયું હતું. આતંકવાદની આ સૌથી મોટી ઘટનામાં ત્રણ હજાર લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો –

શિવસેના નેતા સંજય રાઉતને ચાર દિવસની જેલ, કોર્ટે 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યાં

0

Shiv Sena leader Sanjay Raut

  • શિવસેના નેતા સંજય રાઉતને એક મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે.

મુંબઈના (Mumbai) પાત્ર ચોલ જમીન કૌભાંડમાં (Chola land scam) શિવસેના નેતાને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે ઈડીની વિનંતીને આધારે શિવસેના નેતા સંજય રાઉતને (Leader Sanjay Raut) 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો છે.

8 દિવસની કસ્ટડીની ઈડીની માગ ફગાવી કોર્ટે :

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં આજે સંજય રાઉતને મુંબઇની પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યાં હતા અને તેમની 8 દિવસની કસ્ટડી માગી હતી. જોકે કોર્ટે તેમની આઠ દિવસની કસ્ટડીની ઈડીની માગ ફગાવી દઈને ફક્ત ચાર દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.

સંજય રાઉત પર પાત્રા ચાલી કૌભાંડમાં સંડોવણીનો આરોપ  :

શિવસેના સાંસદ સંજય રાઉત પર પાત્રા ચાલી કૌભાંડ કેસમાં કથિત અનિયમિતતાનો આરોપ લાગ્યો છે. સંજય રાઉતના રિમાન્ડ પર કોર્ટમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રાઉત અને ઇડીના વકીલોએ કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી. જેના પગલે કોર્ટે રાઉતને 4 ઓગસ્ટ સુધી ઇડીના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

સંજય રાઉતના પરિવારને 1.6 કરોડનો ફાયદો :

કોર્ટમાં સુનાવણી દરમિયાન  તપાસ એજન્સી ઈડીએ સંજય રાઉત પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.ઈડીએ કોર્ટમાં કહ્યું કે સંજય રાઉતના પરિવારને 1 કરોડ 6 લાખનો ફાયદો થયો. ઇડીએ કહ્યું કે સંજય રાઉતને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ જાણી જોઇને હાજર થયા ન હતા.

કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે ફ્લેટના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હેમંત પાટીલે બે અલગ અલગ નિવેદન આપ્યા હતા. ઇડીએ કહ્યું કે સંજય રાઉત અને તેના પરિવારને સીધો ફાયદો થયો છે. રાઉત પરિવારે મની લોન્ડરિંગ કર્યું છે.

આ પણ વાંચો :