Home Blog Page 1332

સિદ્ધુ મૂસેવાલા બાદ વધુ એક પંજાબી સિંગરનું મોત : નિવૈર સિંહનું ઓસ્ટ્રેલિયામાં નિધન

Another Punjabi singer

  • સિદ્ધુ મૂસેવાલા બાદ હવે વધુ એક પંજાબી ગાયકનું નિધન થયું છે.

‘માય ટર્ન’ (My turn) આલ્બમનું સોન્ગ ‘તેરે બિન‘ના (Tere Bin) સિંગર નિર્વૈર સિંહનું (Nirvair Singh) ઓસ્ટ્રેલિયામાં એક કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. પંજાબના લોકપ્રિય ગાયક નિર્વૈર સિંહ કુરાલીનો રહેવાસી હતા. આ સિંગરના લગ્ન પણ  (Australia) શિફ્ટ થયા પછી જ થયા હતા.

ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ અનુસાર,પંજાબી ગાયક નિરવૈર સિંહનું મેલબર્ગ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત 30 ઓગસ્ટના રોજ થયો હતો.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્વૈર એક સેડાન કારમાં ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે મેલબોર્ન પાસે તેમની કારને અચાનક અકસ્માત નડ્યો. આ ઘટના ડિગર્સ રેસ્ટમાં બુલ્લા-ડિગર્સ રેસ્ટ રોડ પર બની હતી.

આ સમગ્ર મામલામાં 23 વર્ષના યુવકની ધરપકડ કરીને તેને આરોપી બનાવવામાં આવ્યો છે. અકસ્માત બાદ નિર્વૈર જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કારે એક જીપ સાથે પણ અથડાઈ હતી.

કઇ રીતે અકસ્માત નડ્યો ?

પોલીસના જણાવ્યા અનુસાર, ખોટી રીતે ડ્રાઇવિંગ અને ત્રણ વાહનો એકબીજા સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. પ્રખ્યાત પંજાબી સિંગર નિરવૈર સિંહ ઘણા વર્ષો પહેલા પોતાની કારકિર્દી બનાવવા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા.

આ પણ વાંચો :-

મોહમ્મદ શમીની પત્નીએ શેર કરી હાર્દિક પંડ્યાની તસવીર, કેપ્શન જોઈ બરાબરના ભડક્યા ફેન્સ

0

મોહમ્મદ શમીની પત્નીએ શેર કરી હાર્દિક પંડ્યાની તસવીર, કેપ્શન જોઈ બરાબરના ભડક્યા ફેન્સ

  • પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી, જેના કેપ્શનમાં શમીને ટારગેટ કર્યા હોવાનું માનવામાં આવે છે.

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) એશિયા કપની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને (Pakistan) 5 વિકેટથી માત આપી છે. તે મુકાબલામાં મળેલી જીત બાદ ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળે છે. આ જ ફેન્સમાં એક નામ છે મોહમ્મદ શમીની (Mohammed Shami) પત્ની હસીન જહાં (Hasin Jahan). હસીને આ જીતની ખુશી મનાવતા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે. પરંતુ આ પોસ્ટ પર એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે.

હસીને કર્યા શમીને ટારગેટ  :

પાકિસ્તાન સામે જીત બાદ શમીની પત્નીએ હાર્દિક પંડ્યાની એક તસવીર શેર કરતા ટીમ ઇન્ડીયાને શુભકામના આપી છે. પરંતુ આ તસવીરનાં કેપ્શનમાં હસીને એક એવી વાત લખી છે, જેથી વિવાદ ઉભો થયો છે. તેમણે લખ્યું છે કે ‘શુભકામનાઓ. એક યાદગાર જીત, દેશને જીતાડવા માટે અમારા ટાઈગર્સને ખૂબ ખૂબ ધન્યવાદ.

આ તો થવાનું જ હતું, દેશની શાન, દેશની ગરિમા, ઈમાન્દારો, દેશભક્તોથી બચે છે, ન કે ક્રિમીનલ વુમનાઇઝર્સથી. આ પોસ્ટના કેપ્શનને જોઇને લોકો અંદાજો લગાવી રહ્યા છે કે અહીં હસીન સ્પષ્ટ રીતે મોહમ્મદ શમીને જ ટારગેટ કરી રહી છે.

ફેન્સે લગાવી ક્લાસ  :

હસીનની આ પોસ્ટ પર મોહમ્મદ શમીનાં ફેન્સ ખૂબ જ નારાજ થઇ ગયા છે. શમીનાં ફેન્સ હસીનને કમેન્ટ બોક્સમાં ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે શમીએ આપણા દેશનું નામ ઉપર ઉઠાવ્યું છે.

જ્યારે ઘણા લોકો હસીનની આ કોમેન્ટ પર ગુસ્સો જતાવી રહ્યા છે. હસિનની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મોટેભાગે વિવાદ ઉભો કરી દે છે. ખાસકરીને શમીના ફેન્સનાં નિશાના પર હસીન જહાં હંમેશા રહે છે. :

નથી થયા બંનેના ડિવોર્સ  :

મોહમ્મદ શમી સાથે વિવાદને કારણે હસીન ઘણા લાંબા સમયથી પોતાની દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે વિવાદ ઘણા સમયથી ચાલે છે પણ બંને વચ્ચે હજુ સુધી ડિવોર્સ થયો નથી. ૨૦૧૮માં મોહમ્મદ શમી પર તેમની પત્ની હસીન જહાંએ લગાવેલા મારપીટ, રેપ, હત્યાની કોશિશ, ઘરેલું હિંસા જેવા આરોપો હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હસીન જહાંએ શમી અને તેમના ભાઈ સામે પણ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચો :-

ખેલૈયાઓ ગરબે ઘૂમવા તૈયાર થઇ જાઓ, નવરાત્રીની ઉજવણીને લઇ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

0

Sportsmen get ready to roam around

  • ઓગસ્ટ મહિનો શરૂ થાય એટલે તહેવારોની શરૂઆત થઇ જાય. ત્યારે સપ્ટેમ્બરમાં ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર નવરાત્રીને લઇ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો.

દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતા પોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી (Navaratri 2022). ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે (Gujarat Govt) મહત્વનો નિર્ણય કર્યો છે.

એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.

જાણો નવરાત્રીનું શું છે મહત્વ :

આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું.

બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

કાળજું કંપાવી દે તેવો અકસ્માત, પદયાત્રી પર ઈનોવા ફરી વળી, લાશો અહીં તહીં વિખેરાઈ, જુઓ તસ્વીરો  

Shocking accident

  • મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા.

માં અંબાના (Maa Ambana) દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના (Aravalli) માલપુરના (Malpur) કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી (Ambaji) જતાં પદયાત્રીઓને કચડ્યા હતા.

હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. આ ઘટના એટલી દર્દનાક હતી કે અન્ય પદયાત્રીઓ ગભરાઈ ગયા હતા. પોતાના સાથી પદયાત્રીઓના મોતથી ચારેતરફ રોક્કળ મચી ગઈ હતી.

5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા ચાલકે મા અંબાના દ્વારે જતા પદયાત્રીઓને કચડયા હતા. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 પદયાત્રીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને માલપુર સીએચસી ખસેડાયા છે.

ઉલ્લેખનીય છે કે, તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના કલાલીના વતની હતા. યુવકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. આ સંઘમાં 150 લોકો સામેલ હતા. પરંતુ સંઘ મા અંબાના દ્વાર પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે.

અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપશે.

આ પણ વાંચો :-

સુરતના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ, ગભરુ ભરવાડ હતો અસલી માસ્ટરમાઈન્ડ

Gang extorting money by blackmailing Surat

  • સુરતના કાપડના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને તેઓ પાસેથી નાણા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો, ગભરુ ભરવાડની ટોળકીની મોટી સંડોવણી.

સુરત શહેરના સચિન વિસ્તારના (Sachin area) વિવાદાસ્પદ ગભરૂ ભરવાડ અને ટોળકી દ્વારા યાર્ન ફેક્ટરીના (Yarn factory) માલિકો હેઝાર્ડેસ્ટ કેમિકલ (The most hazardous chemical) બારોબાર નાળામાં છોડી દેતા હોવાનું બતાવવા માટે જાતે જ પાણીમાં કેમિકલ મેળવ્યા બાદ વીડિયો બનાવી બ્લેકમેલ (Blackmail) કરવાના ચકચારી પ્રકરણમાં સચિન પોલીસે એક સાગરીતને દબોચી લીધો છે.

સચિન-પલસાણા રોડ ઉપર આવેલી હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભાગીદારીમાં ગોકુલાનંદ પેટ્રો ફાઈબર્સ કંપનીના નામે યાર્નની ફેક્ટરી ચલાવતા કૌશિક કુનડિયાએ ગભરૂ ભરવાડ તથા તેના ત્રણ સાગરીતો રેવા ભરવાડ, લાલો ભરવાડ અને કનુ ભરવાડ વિરુદ્ધ ૧૦ લાખની ખંડણી માંગી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ ટોળકી દ્વારા કંપનીની બહાર આવેલી વરસાદી પાણીના નાળામાં જાતે જ કેમિકલ નાંખી દઇ આ દૂષિત પાણી કંપનીમાંથી છોડવામાં આવી રહ્યું છે તેવું દર્શાવતો વીડિયો બનાવ્યો હતો ને બાદમાં આ જ વીડિયો યૂટ્યૂબ ચેનલ ઉપર વાયરલ કર્યો હતો.

જોકે આ કંપની દ્વારા ગોઠવવામાં આવેલા CCTVમાં ગભરૂના ત્રણ સાગરીતો વરસાદી ગટરમાં કેમિકલ ભેળવતાં કેદ થયા હતા. કૌશિકભાઇએ આ વીડિયો ફૂટેજ સાથે સચિન પોલીસ મથકે પહોંચ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતાં અત્યારે સુધી ગબરૂ ભરવાડની હરકતને લઇ આંખ મિચામણાં કરી રહેલી સચિન પોલીસે કાર્યવાહી કરવા દોડા દોડી કરી મૂકી હતી અને કનુ ઉર્ફે મનુ ભરવાડને ઝડપી લીધો છે.

તો ફરાર ગભરૂ ભરવાડ અને તેની ટોળકીના મોબાઇલ નંબરની તપાસ કરીને છેલ્લા છ મહિનામાં કોની કોની સાથે કેટલી વખત વાતચીત કરી તેની તપાસ કરવામાં આવશે. આ તપાસ બાદ કેટલાક મોટા માથાઓની પણ સંડોવણી બહાર આવે તેમ છે.

કૌશિકભાઇએ કંપનીની ફરતે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા. 23 ઓગસ્ટે આ ટોળકીના બે સાગરીતો નાજુ રેવા ભરવાડ અને લાલો ભરવાડ આવ્યા હતા અને તેઓ જાતે જ કેમિકલની ગૂણ આ કંપનીનું આઉટલેટ જ્યાં નીકળે છે તેના પાછળના નાળામાં ઠાલવતાં દીધા હતા.

કંપનીના કર્મચારીઓ દ્વારા તેમના ફોટો પણ પાડવામાં આવતાં ધાકધમકી આપતાં કંપની દ્વારા છેવટે સચિન પોલીસ મથકે ફોજદારી કરવાનો નિર્ણય કરાયો હતો. સચિન પોલીસે કંપનીના મેનેજરની ફરિયાદને આધારે ગભરૂ ભરવાડ, નાજુ રેવા ભરવાડ, લાલો ભરવાડ અને કનુ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે ગભરૂ ભરવાડ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ ટોળકી દ્વારા ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને તેઓ પાસેથી નાણા પડાવતા હોવાની વ્યાપક ફરિયાદ સમયાંતરે ઉઠતી હોય છે. પરંતુ કેટલાક ઉદ્યોગકારો પણ આવી ટોળકી સામે ફરિયાદ કરવા આગળ આવતા નહીં હોવાના લીધે તેઓ બેફામ બન્યા છે.

આ પણ વાંચો :-

શું તમે જાણો છો પીએમ મોદીનું મનપસંદ ફળ ક્યું છે ? કેન્સર જેવી ઘાતક બિમારીનો પણ કરે છે સર્વનાશ‍ !

Do you know what is

  • PM Modi એ તાજેતરમાં જ મન કી બાત કાર્યક્રમમાં એવા ફળનો ઉલ્લેખ કર્યો છે જેના અનેક ફાયદા છે. આ ફળ અમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદામંદ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તાજેતરમાં જ મન કી બાત કાર્યક્રમમાં એક એવા ફળનો ઉલ્લેખ કર્યો હતો, જેના અનેક ફાયદા છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે. આ ફળનું નામ બેડૂ અથવા હિમાલયન અંજીર (Himalayan fig) છે.

પીએમ મોદીએ કાર્યક્રમમાં આ ફળના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અંજીરમાં ખનિજ અને વિટામિન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ફળનો ઉપયોગ ઘણા રોગોના ઉપચારમાં કરવામાં આવે છે.

અંજીર ખનિજો, વિટામિન એ, બી1, બી2 અને સી, આહાર ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, જરૂરી એમીનો એસિડ સાથે-સાથે ફેનોલિક પદાર્થોનું એક ઉત્કૃટ સ્ત્રોત છે. આ પોતાના સ્વાદ, રંગ અને સુગંધના કારણે ઘણી સંવેદી સ્વિકાર્યતા જોવા મળે છે.

અંજીર પાચન સંબંધિત રોગોમાં પણ ખૂબ ફાયદાકારક હોય છે. ગેસ,  IBS, ઉબકા, ફૂડ પોઇઝનિંગ, ગેસ, સોજો, જીઇઆરડી અને ઝાડા, ગેસ્ટ્રોઇંટેસ્ટિનલ ડિસઓર્ડરના સામાન્ય ઉદાહરણ છે. ઘણા કારણોથી જીઆઇ પથ અને તેની ગતિશીલતામાં અડચણ પેદા કરે છે.

આ મુખ્યરૂપથી ફાઇબરમાં ઓછો આહાર ખાવાના લીધે થાય છે. એવામાં અંજીર ખાવા ફાયદાકારક થઇ શકે છે. કારણ કે આ ડાયટ્રી ફાઇબરનો સારો સ્ત્રોત છે.

કેન્સર એક ઘાતક બિમારી છે. તેમાં સારવાર સાથે ખાણીપીણી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અંજીરનું સેવન કેન્સરથી બચાવવામાં મદદરૂપ થાય છે. આ બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછું કરવામાં સક્ષમ હોય છે. અંજીરનું સેવન હાર્ટ માટે ખૂબ સારું હોય છે. આ ઉચ્ચ ધનત્વવાળા લિપોપ્રોટીનમાં વધારો કરવાનું કામ કરે છે.

બ્લડમાં શુગરની માત્રા ઓછી હોવી હાઇપોગ્લાઇસીમિયા કહેવાય છે. આ સમસ્યા મોટાભાગે ડાયાબિટીઝના દર્દીઓમાં તેની સારવારના કારણે થાય છે, જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને આ સમસ્યા ના બરાબર હોય છે, એવામાં તમારું બ્લડ શુગર ઓછું રહે છે તો અંજીરનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.

આ પણ વાંચો :-

હવે ફ્લેટમાં રહેનારાને પણ નહીં આવે Electricity Bill, ઘરની બારી પેદા કરશે વીજળી, વાંચો નવી ટેક્નોલોજી વિશે

Now even those living in flats

  • જો અમે કહીએ કે, ઘરની બારી જ હવે વીજળી પેદા કરશે તો આપ તેને મજાકમાં લેશો અને હસીં પડશો. પણ આ વાત સાચી છે. આવો જાણીયે આ નવી ટેક્નોલોજી વિશે.

ઘરમાં AC, કૂલર કે પછી હિટર ચાલે તો સૌથી પહેલાં મનમાં એક જ વાત આવે કે આનાથી કેટલું વીજળીનું બિલ (Electricity bill) આવશે. વધતા વિજળીનાં બિલની ટેન્શન સૌ કોઇને રહે છે. પણ હવે એવી ટેક્નોલોજી (Technology) આવી છે જેનાથી વિજળીનાં બિલનું ટેન્શન જ નહીં રહે.

જો અમે એમ કહીયે કે, ઘરની બારીજ વિજળી પેદા કરશે તો આપ તેને મજાકમાં લેશો અને હસીં પડશો. પણ આ વાત સાચી છે. આવો જાણીયે આ નવી ટેક્નોલોજી વિશે.

વધુ વિજળી બિલની સમસ્યાનો એક જ ઉપાય છે અને તે છે સોલાર પાવર, ઘણાં ઘરમાં હવે સોલાર પેનલ લગાવી દેવામાં આવી છે. હવે ઘરની બારીઓ પણ આ કામ કરશે. દરેક ઘરમાં બારી તો હોય જ છે. અને તેનાં પર કાંચ પણ લાગેલાં હોય છે.

હાઇરાઇઝ બિલ્ડિંગ્સમાં તો સૌથી વધુ બારીઓ અને કાંચનો ઉપયોગ થાય છે. જો તે કાંચ વિજળી પેદા કરવાં લાગે તો આપણાં બધા જ કામ સરળ થઇ જાય. સાથે જ પાવર સપ્લાય માટે આપણી પાસે વધુ એક સોર્સ વધી જાય.

પારદર્શક વિન્ડોઝ એક કટિંગ એજ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બારી બાલકની સોલ્યુશનમાં તડકાનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવી રહી છે. પેનલ સ્પેસિફિક યુવી અને ઈન્ફ્રાંરેડ લાઇટ્સ વેવલેથવાળો ચૂસી લે છે. અને વેવલેંથ વિસર્જન એનર્જેનાઇઝેશન ડિવાઇસીસનો ઉપયોગ કરવામાં આવે છે.

પારદર્શક ગ્લાસ સામાન્ય આ ટેક્નોલોજીના ફોટોવોલ્ટેડક ગ્લાસ (ફોટોવોલ્ટેઇક ગ્લાસ) પણ કહેવાય છે. 2014માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં રિસર્ચમાં પહેલાના પેરેન્ટ સોલાર કોન્સેન્ટ્રેટર તૈયાર કરવામાં આવ્યાં છે. આ ગ્લાસ શીટ બાર કરીને સંપૂર્ણ રીતે પીવી સેલમાં ફેરફાર કરી શકાય છે.

બે વર્ષ પહેલાં યુ.એસ. અને યુરોપીની 100% પારદર્શક સૌર ગ્લાસ તૈયાર કરવામાં આવી છે. આ તકનીકીઓ માટે ઘણી બધી કામની છે. હાઇરાઝાઇ બિલ્ડીંગમાં મોટા મોટા ગ્લાસનો ઉપયોગ થાય છે. જ્યાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે અને આપણે વધુ ઉપયોગ કરીએ છીએ વિજળીને યોગ્યતા આપીએ છીએ.

આ પણ વાંચો :-

હસાવતા કલાકારને સોશિયલ મીડિયાએ રડાવ્યા..! હકાભાએ આ માટે છોડ્યું સોશિયલ પ્લેટફોર્મ

0

Social media made

  • આ વેદના કોઈ એક કલાકારની નથી સોશિયલ મીડિયા હીરો પણ બનાવે છે અને હતોત્સાહ પણ કરે છે.

હા, આધુનિક યુગના આવા તણાવગ્રસ્ત માહોલમાં (A stressful environment) આવા કલાકારનો ઉદેશ્ય લોકોને આનંદ કરાવવાનો જ હોય છે…લોકોને આનંદ કરાવવો એ તેમનો વ્યવસાય તો છે જ  પરંતુ આ વ્યવસાય બીજા વ્યસાય કરતાં ઘણો જુદો છે…જ્યારે કલાકાર (The artist) લોકો વચ્ચે સ્ટેજ પર આવે છે.

ત્યારે તેઓ પોતાના દુખને ભૂલીને લોકોને હસાવે છે…જો કે ક્યારેક ક્યારેક તેઓ મજબૂર થઈને લાગણીવશ બનીને પોતાની વેદના પણ વ્યક્ત કરે છે..લોકોને હસાવતા એક કલાકારને પણ કેવી બાબતો રડાવી જાય છે.

સોશિયલ મીડિયાની કોમેન્ટો અને ટીકાથી અનેક લોકો ભયમાં :

હા અનેક કલાકારોની અનુભૂતિને વ્યક્ત કરતાં આ હાસ્યકલાકાર હકાભાની વાત નજર અંદાજ કરવા જેવી નથી આજે જ્યારે સોશિયલ મીડિયાએ અનેક કલાકારોને નવી ઓળખ અને પ્લેટફોર્મ પૂરા પાડ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા અનેક કલાકારોને નિરાશ પણ કરી રહ્યા છે.

આજે અનેક કલાકારો સોશિયલ મીડિયા પરની કોમેન્ટો અને ટીકાથી ભયમાં જીવી રહ્યા છે અને સોશિયલ મીડિયા છોડી રહ્યા છે. હાસ્ય કલાકાર હકાભા પણ તેમાંના એક છે. વીટીવીએ જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે પોતાની વેદના કંઈક આ રીતે વ્યક્ત કરી.

સોશિયલ મીડિયા પર વિવેક જાગૃતિ જરૂરી :

આજે જ્યારે સોશિયલ મીડિયાએ અનેક કલાકારોને નવી ઓળખ અને પ્લેટફોર્મ પૂરા પાડી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા અનેક કલાકારોને નિરાશ પણ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગમાં જનસાધારાણની વિવેક જાગૃતિ એ સમયની માગ બની ગઈ છે.

આ પણ વાંચો :-

 હજી નહીં અટકે મેઘાની બેટિંગ, આગામી 5 દિવસોમાં પડી શકે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

0

Megha batting will not stop

  • ભારતનાં મોટાભાગના રાજ્યોમાં 5 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. જાણો વિગતવાર.

દેશના મોટાભાગના ભાગોમાં વરસાદનો (The rain) સિલસિલો કાયમ રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આવું અનુમાન જતાવ્યું છે. ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્ય કે સામાન્ય કરતા વધારે વરસાદ આવવાની સંભાવના છે.

માત્ર પૂર્વોત્તર ભારતનાં (Northeast India) ઘણા ભાગમાં તથા પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતનાં (North West India) અમુક ભાગોમાં સામાન્ય કરતા ઓછા વરસાદનું અનુમાન છે. જ્યારે દેશનાં મોટાભાગના હિસ્સાઓમાં વધારે તાપમાન, સામાન્ય તાપમાન કે સામાન્ય કરતા ઓછું તાપમાન પણ રહી શકે છે.

ભારતીય હવામાન વિભાગનું  અનુમાન  :

ભારતીય હવામાન વિભાગ અનુસાર આવતા 5 દિવસો દરમિયાન તામિલનાડુ, કેરલ, માહે અને દક્ષીણ આંતરિક કર્ણાટક તથા પશ્ચિમ બંગાળ – સિક્કીમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. 4 સપ્ટેમ્બરનાં રોજ જમ્મૂ-કશ્મીરમાં અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદ અને ગર્જના સાથે વીજળી પડવાની પણ સંભાવના જતાવાઈ રહી છે.

4 અને 5 સપ્ટેમ્બરનાં રોજ હિમાચલમાં 1-5 સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે. 4 સપ્ટેમ્બરનાં રોજ તો અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદનું અનુમાન છે.

બંગાળની ખાડીમાં ચક્રવાતીય પરિસંચરણથી વરસાદ બનવાની સંભાવના :

બંગાળની ખાડીમાં ચક્રવાતીય પરિસંચરણ ક્ષેત્ર બનવાના સંકેત મળ્યા બાદ મોસમ વૈજ્ઞાનિકોએ આવું અનુમાન જતાવ્યું છે. આના ચાલતા ઉત્તર પ્રદેશ અને બિહારનાં એ હિસ્સાઓમાં મોનસૂન પાછો ફરવાથી વધારે વરસાદ આવી શકે છે કે જ્યાં આ સિઝનમાં અત્યાર સુધી પર્યાપ્ત વરસાદ પડ્યો નથી.

ભારત મોસમ વિભાગનાં મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાe ગુરુવારનાં પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણપૂર્વ મોનસૂનનાં જલ્દી પાછા ફરવાનું ગયા અઠવાડિયે અનુમાન લગાવ્યું હતું, જેને તેમણે હવે નકાર્યું છે અને વરસાદ વધારે સમય સુધી પડવાની ઘોષણા કરી છે.

આ પણ વાંચો :-

મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઈનોવાએ કચડ્યા, 6 શ્રદ્ધાળુઓના મોત

Pedestrians going to see

  • Ambaji Accident : મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે.

મા અંબાના (Mother Amba) દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા (Innova) ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે.

5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

પૂર ઝડપે આવતી કારે પદયાત્રીઓને કચડ્યા :

માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા ચાલકે મા અંબાના દ્વારે જતા પદયાત્રીઓને કચડયા હતા. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 પદયાત્રીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને માલપુર સીએચસી ખસેડાયા છે.

પંચમહાલનો 150 લોકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો :

ઉલ્લેખનીય છે કે, તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના કલાલીના વતની હતા. યુવકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. આ સંઘમાં 150 લોકો સામેલ હતા. પરંતુ સંઘ મા અંબાના દ્વાર પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો.

મૃતકોના પરિવારને 4 લાખની સહાય :

આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપશે.

આ પણ વાંચો :-