Home Blog Page 1322

ગુજરાતના રાજકારણને લઇ મોટા સમાચાર : વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, જાણો શું છે સમાચાર 

0

Big news about Gujarat politics

  • ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે.  ત્યારે ચૂંટણી પહેલા ફરીવાર મોટો રાજકીય ભૂકંપ (A political earthquake) આવ્યો છે. AAP અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું હોવાની ઘટના સામે આવી છે. જેના લીધે ભરૂચ (Bharuch) અને નર્મદાની (Narmada) બે મહત્વની બેઠકો પર તેની અસર થશે.

ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી : છોટુ વસાવા

આ ગઠબંધન તૂટવા પાછળના જવાબદાર કારણોમાં AAPના નેતા મનમાની કરતા હોવાની વાત સામે આવી છે. આ અંગે છોટુ વસાવાનું કહેવું છે કે, ‘ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.’ AAPના નેતાઓ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું. આથી, BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં BTPએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.

1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે થયું હતું ગઠબંધન :

ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી.

જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, ‘રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.

તદુપરાંત આ મહાસંમેલનમાં કેજરીવાલે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં અમારી આ પ્રથમ પબ્લિક રેલી છે. ભાજપ-કોંગ્રેસ પાર્ટી ધનવાન લોકોની સાથે છે. અમે ગરીબો સાથે ઊભા છીએ. ગુજરાતના લોકો લાગણીશીલ હોય છે. હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું. મને ડર્ટી પોલિટિક્સ નથી આવડતી. મને માત્ર કામ કરતા આવડે છે.’

આ પણ વાંચો :-

જામનગરનો અજીબ કિસ્સો : પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ખેત મજૂરને વાગી ગોળી

0

Strange case of Jamnagar

  • જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન ત્યાંથી પસાર થતા પરપ્રાંતીય ખેત મજૂરને ગોળી વાગી.

જામનગર (Jamnagar) નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં અજીબ કિસ્સો બન્યો હતો. ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન ત્યાંથી પસાર થતા પરપ્રાંતીય ખેત મજૂરને (Migrant farm labour) ગોળી વાગી હતી. જેથી મજૂર યુવકને તાત્કાલિક જીજી હોસ્પિટલ (GG Hospital) સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જ આવેલી છે. જ્યાં રોજ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. રોજના મુજબ આજે પણ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામા આવી રહી હતી એ સમયે મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી અને જામનગરના વિજરખી ગામમાં ખેતીમાં મજૂરી કામ કરતો 35 વર્ષીય યુવક દરિયાભાઈ ત્યાંખી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન તેને ગોળી વાગી હતી. દરિયાભાઈને ગોળી વાગતા તે ગંભીરી રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવાનને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ કાફલો પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવતી હોય છે. જ્યારે ફાયરિંગ પ્રેક્ટિસ અંગેની તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી અવર-જવર ન કરવા માટેનું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવતું હોય છે, તેમ છતાં આ મામલે ધ્યન આપવામા આવતુ નથી.

ગ્રામજનો આ જાહેરનામાની દરકાર લેતા નથી તેના પગલે આ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ, ગામ લોકો પણ વીજરખી ફાયરિંગ રેન્જમાં ફાયરિંગ પ્રેક્ટિસના કારણે ગ્રામજનોને સર્જાતી અનેક સમસ્યાઓ દૂર કરવા પણ માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Asia Cup 2022નું ટાઈટલ પોતાના નામે કરતા શ્રીલંકા પર પૈસાનો વરસાદ

0

Money rains on Sri Lanka claiming

  • એશિયા કપ ટાઈટલ જીતવા પર શ્રીલંકાની ટીમને લગભગ 1.20 કરોડ રૂપિયા (1.5 લાખ ડોલર) આપવામાં આવ્યા છે.

રાજકીય અને આર્થિક અસ્થિરતાનો (Political and economic instability) સામનો કરી રહેલા શ્રીલંકા માટે ક્રિકેટના મેદાનમાં 11 ખેલાડીઓ હીરો બનીને ઉભરી આવ્યા હતા, તેમણે રવિવારે પાકિસ્તાનને (Pakistan) 23 રને હરાવીને છઠ્ઠી વખત એશિયા કપ (Asia Cup) જીત્યો હતો અને દેશવાસીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.

આ જીત માત્ર શ્રીલંકન ક્રિકેટ માટે જ નહીં પરંતુ ઐતિહાસિક અને રાજકીય રીતે પણ ઘણો મહત્વનો છે. એક તબક્કે 58 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાએ ભાનુકા રાજપક્ષેના 45 બોલમાં અણનમ 71 રનની મદદથી છ વિકેટે 170 રન બનાવ્યા હતા.

જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન પર આઉટ થઈ હતી જ્યારે એક સમયે તેનો સ્કોર બે વિકેટ પર 93 રન હતા. ફાસ્ટ બોલર મધુશાને 4 ઓવરમાં 34 રન આપીને ચાર અને લેગ સ્પિનર વાનિંદુ હસરંગાએ 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી.

વિજેતા ટીમને મળ્યા 1.20 કરોડ રૂપિયા :

એશિયા કપનો (Asia Cup) ખિતાબ જીતવાથી રાજકીય અને આર્થિક અસ્થિરતા સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને રાહત થઈ છે. એશિયા કપ ટાઈટલ જીતવા પર શ્રીલંકાની (Sri Lanka) ટીમને લગભગ 1.20 કરોડ રૂપિયા (1.5 લાખ ડોલર) આપવામાં આવ્યા છે. બીજી તરફ હારેલી ટીમ એટલે કે પાકિસ્તાનને (Pakistan) લગભગ 60 લાખ રૂપિયા (75 હજાર ડોલર) પ્રાઈઝ મની તરીકે મળી છે.

આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં કમાલ કરનારા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થયો છે. પ્લેયરલ ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ વાનિંદુ હસરંગાને મળ્યો હતો જેને લગભગ 11.94 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્લેયર ઓફ ધ ફાઈનલનો ખિતાબ ભાનુકા રાજપક્ષેને મળ્યો હતો જેને ઈનામ તરીકે લગભગ 4 લાખ રૂપિયા મળ્યા હતા.

એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર ટોપ બેટ્સમેન :

મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)- 281 રન

વિરાટ કોહલી (ભારત)- 276 રન

ઈબ્રાહિમ જાદરન (AFG)- 196 રન

સૌથી વધુ વિકેટ લેનારા બોલર

ભુવનેશ્વર કુમાર (ભારત)- 11 વિકેટ

વાનિંદુ હસરંગા (શ્રીલંકા)- 9 વિકેટ

શાદાબ ખાન (પાકિસ્તાન)- 8 વિકેટ

આ પણ વાંચો :-

રાતોરાત ફેમસ થયેલાં કમા અંગે માતાએ ખોલ્યું મોટું રહસ્ય, નાનપણમાં કમા વિશે ડોક્ટરે શું કહેલું ?

0

Mother revealed a big secret about kama

  • રાતોરાત પ્રખ્યાત થયેલ કમાભાઈના માતા-પિતાએ એવી વાત કહી જે જાણી ને લોકો હેરાન થઇ ગયા. નાનપણમાં જ કમાના ડોક્ટરે કહ્યું હતું કે…

લોક ડાયરોએ (Folk Dior) ભાતિગળ ગુજરાતી સંસ્કૃતિનો (Gujarati culture) એક મહત્ત્વનો ભાગ છે. પહેલાંના સમયમાં જ્યારે ટીવી-રેડિયો કે કોઈપણ પ્રકારના મનોરંજનના (Entertainment) સાધનો નહોંતા ત્યારે ગમ્મત સાથે જ્ઞાન અને સાહિત્યની વાતો લોક ડાયરા થકી કરવામાં આવતી હતી.

એજ પ્રકારે ભવાઈ પણ આવો જ એક સાહિત્યના આદાન-પ્રદાનનું એક માધ્યમ છે. આજે ટીવી, મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં મનોરંજનના અનેકવિધ સાધનો આપણી પાસે છે. જોકે, તેમ છતાંય ગ્રામિણ વિસ્તારોમાં આજેય લોક ડાયરાનું મહત્ત્વ હેમખેમ છે.

એ જ કારણ છે કે, આપણાં કલાકારો અમરેલીથી લઈને અમેરિકા સુધી લોક ડાયરાના પ્રોગ્રામ કરે છે અને ગુજરાતનું ગૌરવ વધારે છે. સ્વભાવિક રીતે જ આ ડાયરાના કલાકારો પણ એક ફિલ્મી સિતારાઓની જેમ મોભો ધરાવે છે. જોકે, છેલ્લાં કેટલાંક દિવસથી ગુજરાતના એક દિવ્યાંગ વ્યકિતએ લોક ડાયરામાં એવી ધૂમ મચાવી છેકે, દેશ અને દુનિયાભરમાં કરોડો લોકો તેના ચાહક બની ગયા છે.

અમે વાત કરી રહ્યાં છીએ, લોક ડાયરામાં અનોખા અંદાજમાં ડાન્સ કરીને ધૂમ માચવનારા કમાભાઈની. જાણીતા લોક સાહિત્યકાર અને ડાયરના ફેમસ સ્ટાર એવા કિર્તીદાન ગઢવીનો ડાયરો ચાલી રહ્યો હતો. એવામાં મોજમાં આવી ગયેલાં એક દિવ્યાંગ વ્યક્તિએ સ્ટેટની સામે ડાન્સ કરીને એવી ધૂમ મચાવી કે જોત-જોતામાં તેનો વીડિયો લાખો લોકો સુધી પહોંચી ગયો.

હાલમાં જ થોડા સમય પહેલાં કિર્તીદાન ગઢવીનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે આ કમા નામનો એક દિવ્યાંગ વ્યક્તિ સામાન્ય માણસની જેમ કિર્તીદાન ભાઈ ગઢવી નો કાર્યક્રમ નિહાળતો હતો. અને અચાનક કિર્તીદાનનું ગીત સાંભળીને મોજમાં આવી ગયેલાં કમાએ સૌ કોઈને મોજ કરાવી દીધી. મોજમાં આવીને કમો સ્ટેજની સામે ડાન્સ કરવા લાગ્યો. આ વીડિયો એટલો વાયરલ થયો કે તે ઘેરઘેર જાણીતો બની ગયો.

પહેલીવાર જ્યારે કિર્તીદાન ગઢવીએ કમાને જોયો હતો. ત્યારે તેને 2000ની નોટ પણ આપી હતી. પછી કિર્તીદાન ગઢવીએ આ દિવ્યાંગ વ્યક્તિનું નામ પૂછીને તેનો પરિચય પણ મેળવ્યો હતો. આજે દરેક જગ્યાએ ગુજરાતમાં લોકડાયરો અને કલાકાર હોય ત્યાં આ કમાભાઈ હાજરી આપવા પહોંચી જાય છે.

જ્યારથી કીર્તિદાનભાઈ ગઢવી તેનો હાથ પકડ્યો ત્યારથી કમાભાઈનું જીવન આખું બદલાઈ ગયું. હવે તે જ્યા પણ આવે છે ત્યારે પોતાની સાથે ચાર-ચાર બોડીગાર્ડ રાખે છે. ઉલ્લેખનીય છેકે, ડાયરામાં ડાન્સના વીડિયો થકી ઘેર-ઘેર જાણીતો બનેલો કમો મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં કોઠારિયા ગામનો વતની છે.

તેનું સાચુ નામ કમલેશ છે. જોત-જોતામાં કમો હવે એક સેલિબ્રિટી બની ગયો છે. લોકો તેને કમાભાઈ કહીને માન સન્માન સાથે વિવિધ કાર્યક્રમોમાં આવવા માટે આમંત્રણ પાઠવે છે. અને ત્યાં વિવિધ કાર્યક્રમોમાં કમાભાઈને લોકો ઘણાં પૈસા પણ આપે છે. કમાભાઈને જે પણ રૂપિયા મળે છે તે રૂપિયા કમાભાઈ પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે.

કમાભાઈના માતા-પિતા પાસેથી એક વિશેષ વાત જાણવા મળી હતી. કમાભાઈના માતા-પિતાએ કહ્યું હતું કે કમો જ્યારે નાનો હતો ત્યારે જ ડોક્ટર કહ્યું હતું કે તેઓ મંદ બુદ્ધિના બાળક છે. તેને ભજનમાં વિશેષ લાગણી જોવા મળશે. અને થયું પણ એવું જ આજે કમાભાઈ ગુજરાતના દરેક ઘરમાં જાણીતા થઈ ગયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ જિલ્લામાં હવે મેલેરિયા, કોરોના સહિત ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક ઉછાળો, તંત્ર થયું દોડતું

In this district of Gujarat, now there is an

  • સુરતમાં વરસાદી વાતાવરણમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં રોગચાળો વધતા 1100 જેટલા હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ (Precipitation system) સક્રિય થઈ છે. આ વચ્ચે સુરત સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ (Mosquito borne epidemics) ભરડો લીધો છે.  એક તરફ કોરોના તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું (Surat Municipal Corporation) આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી શરૂ :

શહેરમાં કોરોનાના કેસ કરતા પણ બમણી ગતીથી મચ્છજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વરસાદની સિઝનમાં રોગચાળો વધ્યો :

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. પ્રતિ દિન 50 જેટલા કેસ એક સપ્તાહથી સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 27,  મેલેરિયાના 155 કેસ નોંધાયા છે.

ગયા વર્ષની વાત કરીએ તો ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 63 કેસ અને મેલેરિયાના 110 કેસ નોંધાયા હતા. વરસાદી વાતાવરણને જોતા તાવ અને વાયરલના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોગચાળો વધતા 1100 જેટલા હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

કોરોનાના કેસમાં પણ વધારો થયો :

આ ઉપરાંત ગણેશ ઉત્સવ બાદ કોરોના વાયરસના કેસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કોવિડ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત વેક્સિનેશન કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં શહેરના 12થી 13 ટકા લોકોએ જ કોરોનાનો પ્રીકોસન ડોઝ લીધો છે.

આ પણ વાંચો :-

શું હવે ખુલશે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય ? ગોવા CM પ્રમોદ સાવંતે કરી CBI તપાસની ભલામણ

0

Will the secret of Sonali Phogat’s murder

  • ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે CBI તપાસની ભલામણ કરી છે.

ગોવાના (Goa) મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે (Chief Minister Pramod Sawant) ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Phogat) મોત મામલે CBI તપાસની ભલામણ કરી છે. સોનાલી ફોગાટની ગોવામાં એક રિસોર્ટમાં પાર્ટી ખતમ થયા બાદ મોત થઈ ગયું હતું.

સોનાલી ફોગાટના (Sonali Phogat) પરિવારના લોકો સતત આ મામલે સીબીઆઈની તપાસની માગ કરી રહ્યા હતા. હરિયાણા સરકારે (Haryana Govt) પણ પરિવારની માગનું સમર્થન કર્યું હતું.

ગોવા સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, સોનાલી ફોગાટ પર ગોવા પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે. પોલીસને કેટલીય મહત્વની કડીઓ મળી છે. પણ સોનાલી ફોગાટના પરિવારની સોનાલાની દિકરીની ડિમાન્ડ છે કે આ મામલે સીબીઆઈ તપાસ કરે.

ત્યારે આવા સમયે આજે આ કેસ સીબીઆઈને આપવાની ભલામણ કરી છે. હું ખુદ ગૃહમંત્રીને પત્ર લખીને માગ કરી રહ્યો છું કે, આ મામાલામાં સીબીઆઈ તપાસ થવી જોઈએ.

પરિવારે ગોવા પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા :

ગોવાના કર્લીજ રેસ્ટોરંટમાં સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ મોત થઈ ગયું હતુ. સોનાલી ફોગાટના મોત મામલે પરિવાર તરફથી સતત સીબીઆઈની તપાસની માગ થઈ રહી છે. પરિવારનો આરોપ છે કે, ગોવા પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરી રહી નથી.

સોનાલી ફોગાટના ભત્રીજા વિકાસ સિંઘમારે હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે, ગોવા પોલીસ પર રાજકીય પ્રેશર છે. એટલા માટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવી જોઈએ.

આ પણ વાંચો :-

આણંદના માનપુરા ગામે દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ : 10 યુવતીઓ સહિત 25 નબીરાઓની પોલીસે કરી ધરપકડ

High profile alcohol party in Anand’s Manpura village

  • ગુજરાતમાં વધુ એક વખત દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે. આણંદના આંકલાવ તાલુકાના માનપુરા ગામે પોલીસે દારૂની મહેફિલ માણતા 25 લોકોની ધરપકડ કરી છે.

એકતરફ ગુજરાતમાં દારૂબંધીની (Prohibition of alcohol) મોટી-મોટી વાતો થતી હોય છે. ને બીજી બાજુ રાજ્યમાં અવારનવાર દારૂની મહેફિલ (Alcohol feast) માણતા નબીરાઓ અથવા તો દારૂનો જથ્થો ઝડપાતો હોય છે.

ત્યારે રાજ્યમાં વધુ એક વખત દારૂની મહેફિલ (Alcohol feast) માણતા નબીરાઓ ઝડપાયા છે. આણંદના આંકલાવ તાલુકાના માનપુરા ગામે પોલીસે દારૂની મહેફિલ માણતા ધનાઢ્ય પરિવારના (Rich family) 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપી પાડી.

તમામ નબીરાઓ વડોદરાનાં રહેવાસી હોવાની માહિતી :

આંકલાવના માનપુરા ગામના ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસમાંથી પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ફાર્મ હાઉસમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની આ મહેફિલમાં ધનાઢ્ય પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઈ છે.

આ સાથે પોલીસે દરોડામાં દારૂની 10 બોટલો પણ જપ્ત કરી છે. તમામ આરોપીઓની આંકલાવ પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે પકડાયેલા તમામ નબીરાઓ વડોદરાનાં રહેવાસી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

માહિતી મુજબ આ પાર્ટી કોઇ મહિલાના જન્મદિવસ નિમિતે રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.  માનપુરા ગામના ગ્રીનટોન ફાર્મ હાઉસ (Greenton farm house) ને ભાડે રાખી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પાર્ટી દરમ્યાન પોલીસ આવી જતા તમામ નબીરાઓના રંગમાં ભંગ પડ્યો હતો.

આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી :

પોલીસે દારૂના નશામાં ચકચુર 10 યુવતીઓ સહિત 25 લોકોની પોલીસે અટકાયત કરી છે. આ સાથે જ દારુની 10 બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. જેમાં 3 બોટલો ભરેલી, 5 બોટલો ખાલી અને 2 અડધી બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. ત્યારે પ્રોહિબિશનના ગુના અંતર્ગત આંકલાવ પોલીસે હાલ ગુનો દાખલ કરીને આ ઘટનાને લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર ત્રણ ત્રણ વખત ગુજાર્યો દુષ્કર્મ, નરાધમ CCTV કેમેરા બંધ કરીને…

The principal raped the student three

  • ભરૂચની સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની શિક્ષણ જગતને સમસાર કરતી ઘટના બહાર આવી છે.

શહેરમાં ગુરૂ શિષ્યનો (Master disciple) સંબંધ લજવાયો છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થીનીને (Innocent student) નાપાસ કરવાની ધમકી આપી આચાર્ય હેવાન (Acharya Hevan) બનીને દેહ ચુંથતો રહ્યો હતો. હાલ સમગ્ર પંથકમાં નરાધમ એવા આચાર્ય રણજીત પરમાર સામે ઘૃણા અને ક્રોધ ભભૂકી ઉઠ્યો છે. બીજી બાજુ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Police Station) ખાતે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભરૂચની સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની શિક્ષણ જગતને સમસાર કરતી ઘટના બહાર આવી છે.

માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી.

ગત 30 ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યા બાદ ડરી ગયેલી છાત્રાએ શાળાએ જવાનું પણ બંધ કર્યું હતું. તેવામાં 10 સપ્ટેમ્બરનાં રોજ આચાર્ય રણજીત પરમાર દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, નરાધમ આચાર્ય રણજીત પરમાર CCTV કેમેરા બંધ કરી દુષ્કર્મ ગુજારતો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેની બહેનને જાણ કરતા સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાને લઈને પીડિતાની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

આગામી 3 દિવસ ખુબ જ ભારે ! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં સંભળાશે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા

0

Next 3 days very heavy !

  • હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ (Rainy Weather) જામ્યો છે. ભાદરવો મહિનામાં (Bhadravo month) મેઘરાજા કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી અમદાવાદ (Ahmedabad) શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અમરેલીના (Amreli) લિલિયામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35 ઈંચ સાથે સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.

13 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરને સોમવારના રોજ નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંય પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રોડ પર જણાયા હતા. ગોતા બ્રિજ અને વંદે માતરમ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા.

આ પણ વાંચો :-

દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની ઉંમરે નિધન

0

Shankaracharya Swarupananda Saraswati

  • શારદા પીઠ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં નિધન થયું છે.   

દ્વારકા (Dwarka) તથા શારદા પીઠના (Sarada Peeth) શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું (Shankaracharya Swami Swaroopananda Saraswati) રવિવારે નિધ થયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના (Madhya Pradesh) નરસિંહપુરમાં (Narsinghpu) અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરૂ માનવામાં આવતા હતા.

જાણકારી પ્રમાણે તેમણે પોતાના આશ્રમમાં ગઈ કાલે બપોરે 3 કલાકે અંતિમ શ્વાસ લીધા છે. થોડા દિવસ પહેલા તેમનો 99મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. 2 સપ્ટેમ્બર 1924માં તેમનો જન્મ થયો હતો. તેઓ દ્વારકા અને જ્યોતિર્મઠ પીછના શંકરાચાર્ય હતા.

સ્વતંત્રતા સંગ્રામમાં પણ યોગદાન :

દેશની આઝાદી માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદે અંગ્રેજોનો પણ સામનો કર્યો હતો. તેમનું બાળપણનું નામ પોથીરામ હતું. તેમણે કાશીમાં કરપાત્રી મહારાજ પાસે ધર્મનું શિક્ષણ લીધુ હતું. 1942માં ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીદો હતો. આ માટે તેમણે બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. 1989માં તેમને શંકરાચાર્યનું બિરૂદ મળ્યું હતું.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પોતાના બેબાર નિવેદન માટે જાણીતા હતા. તેમણે રામ મંદિર ટ્રસ્ટને લઈને પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભગવા પહેરી લેવાથી કોઈ સનાતની બનતું નથી. તેમણે કહ્યું હતું કે જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં કોઈ એવો વ્યક્તિ નથી જે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે. તેમણે ધનને લઈને પણ ટ્રસ્ટ પર સવાલ ઉઠાવ્યા હતા.

શંકરાચાર્ય સ્વામી સરસ્વતીનો ગંગા આશ્રમ નરસિંગપુર જિલ્લાના જ્ઞોતેશ્વરમાં છે. તેમણે પોતાના આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદ સરસ્તવીનો જન્મ મધ્યપ્રદેશના સિવનીમાં 2 સપ્ટેમ્બર 1924મા થયો હતો. તેઓ 1982માં ગુજરાતના દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા.

આ પણ વાંચો :-