Home Blog Page 1199

12 જાન્યુઆરી 2023, રાશિફળ : આજે આ 5 રાશિના જાતકો પર વિષ્ણુજી રહેશે અસીમ કૃપા,ધંધામાં મળશે મોટી સફળતા

January 12, 2023, Horoscope Gujarat Guardian

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થીક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડા પીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર, જંગમ મિલકતથી પ્રમાણ જળવાય. બપોરબાદ સ્થાવર. જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દૃષ્ટી અે તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને છે. શેરબજાર, કેમીસ્ટ, અેડ્વોકેટ તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એન્જિનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઇ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ, પ્રતિષ્‍ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી, ધંધામાં પ્રગતી થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રિય થઇ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હા‌િન પહોંચે અેવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વતાર્ય. નાણાંના બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી, ખાંસી, તાવથી પરેશાની રહે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ, શાંતીનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

બેન્ચ પર બેઠા બેઠા જ ઈશાન કિશને બનાવ્યો અનોખો રેકોર્ડ : ODIમાં આવું કારનાર પહેલો બલ્લેબાજ

0

Ishan Kishan sets unique record while sitting on bench

  • ઈશાન કિશને બેન્ચ પર બેસીને એવો રેકોર્ડ તોડી નાખ્યો છે. જે આજ સુધી ભારતીય ટીમનો કોઈ ખેલાડી પોતાના નામે નથી કરી શક્યો. આવો જાણીએ ઈશાનના આ અનોખા રેકોર્ડ વિશે.

10 જાન્યુઆરીએ શ્રીલંકા (Sri Lanka) સામે રમાયેલી ODI મેચ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન માટે કંઈ ખાસ ન હતી. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં ઈશાન તે ખેલાડીઓમાંથી એક હતો જેણે બેંચ પર બેસી રહેવું પડ્યું હતું. આમ છતાં તેણે બેન્ચ પર બેસીને એવો રેકોર્ડ તોડી નાખ્યો છે. જે આજ સુધી ભારતીય ટીમનો કોઈ ખેલાડી પોતાના નામે નથી કરી શક્યો. આવો જાણીએ ઈશાનના આ અનોખા રેકોર્ડ વિશે.

Ishan Kishanએ આ અનોખો રેકોર્ડ કર્યો પોતાના નામે : 

બાંગ્લાદેશ સામે ઈશાન કિશનની બેવડી સદીની ઈનિંગ રમ્યા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ઇશાન કિશનને શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મળવાનું નિશ્ચિત છે.

પરંતુ જ્યારે 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાયેલી મેચમાં અંતિમ ઈલેવનની જાહેરાત કરવામાં આવી તે જોઈને બધા ચોંકી ગયા હતા. કારણ કે આ મેચમાં રોહિત શર્માને ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો ન હતો. તેણે આખો સમય બેંચ પર બેસવું પડ્યું.

બેન્ચ પર બેસીને તોડ્યો આ રેકોર્ડ :

જો કે બેન્ચ પર બેસીને તેણે ઓસ્ટ્રેલિયન ખેલાડી બ્રેડ હોગનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હકીકતે ઈશાન પહેલો ખેલાડી બન્યો જેણે એનડીએ ફોર્મેટમાં બેવડી સદી ફટકાર્યા પછી સમાન ફોર્મેટની આગામી મેચમાં બેંચ પર બેસવું પડ્યું.

આ પહેલા આ રેકોર્ડ બ્રેડના નામે હતો. એક ODIમાં 123 રનની ઈનિંગ રમ્યા બાદ પણ તેને એન્ડ્રુ સાયમન્ડ્સના કારણે આગામી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું હતું.

થાઈલેન્ડ ફરવા માટે શાનદાર તક ! માત્ર આટલા રૂપિયામાં ફરો બેંગકોક

Great opportunity to travel to Thailand

  • જાન્યુઆરીના મહિનામાં જો તમે થાઈલેન્ડની શાનદાર ટ્રિપ કરવા માંગતા હોવ તો IRCTC એ તમારા માટે એક સરસ પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજમાં 5 રાત અને 6 દિવસની થાઈલેન્ડ ટુર કરવા મળશે. આ પેકેજનું નામ IRCTC તરફથી થાઈલેન્ડ સ્પ્રિંગ ફેસ્ટિવલ ટુર એક્સ કોલકાતા રાખવામાં આવ્યું છે.

જાન્યુઆરીના મહિનામાં જો તમે થાઈલેન્ડની (Thailand) શાનદાર ટ્રિપ કરવા માંગતા હોવ તો IRCTC એ તમારા માટે એક સરસ પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજમાં 5 રાત અને 6 દિવસની થાઈલેન્ડ ટુર કરવા મળશે. આ પેકેજનું નામ IRCTC તરફથી થાઈલેન્ડ સ્પ્રિંગ ફેસ્ટિવલ ટુર એક્સ કોલકાતા (Thailand Spring Festival Tour Ex Kolkata) રાખવામાં આવ્યું છે. આ ટ્રિપ દરમિયાન તમને બેંગકોક અને પટ્ટાયાની ખુબસુરત જગ્યાઓ જોવાની તક મળશે.

IRCTC ના આ પેકેજ હેઠળ 21 જાન્યુઆરી 2023થી શરૂ થનારી ટુર 26 જાન્યુઆરીએ ખતમ થઈ જશે. ટ્રિપ દરમિયાન ટ્રાવેલ કરનારા મુસાફરોને કોલકાતાથી બેંગકોક લઈ જવામાં આવશે અને પછી તેમને ત્યાંથી પટ્ટાયા લઈ જવાશે. ટ્રિપ  દરમિયાન થ્રી સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા રહેશે. તેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, ત્રણેય સામેલ રહેશે. આ ઉપરાંત એક ગાઈડ પણ સાથે રહેશે. જે તમને ટ્રિપ અંગે ગાઈડ કરતો રહેશે.

આ પેકેજમાં શું શું મળશે?

– આવવા અને જવાની ફ્લાઈટ ટિકિટ
– થ્રી સ્ટાર હોટલ
– 4 બ્રેકફાસ્ટ, 4 લંચ અને 4 ડિનર
– પટ્ટાયાના કોરલ આઈલેન્ડની ટુર
– પટ્ટાયાનો અલકઝાર શો
– બેંગકોકમાં મરીન પાર્કની સાથે સફારી વર્લ્ડ
– બેંગકોકના અડધા દિવસની ટુર
જીએસટી
– ટુર ગાઈડ
– ટ્રાવેલ ઈન્શ્યુરન્સ

IRCTC ની ટુર પર કેટલો થશે ખર્ચ :

IRCTC ના આ પેકેજ માટે અનેક કેટેગરી રાખવામાં આવી છે. તેમાં જો તમે એકલા ટ્રાવેલ કરવા માંગતા હોવ તો તમને પેકેજ માટે 54,350 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે બે લોકો એકસાથે આ ટ્રિપમાં જશે તો તેમણે પ્રતિ વ્યક્તિ 46,100 રૂપિયા ચૂકવવા પડશે. ત્રણ લોકોના ગ્રુપમાં પણ પેકેજની રકમ 46,100 રૂપિયા જ રહેશે. આ પેકેજનું બુકિંગ તમે IRCTC ની અધિકૃત વેબસાઈટ www.irctctourism.com પર જઈને કરી શકે છે.

આ પણ વાંચો :-

અક્ષય કુમારે મને યુઝ કરીને છોડી દીધી…: શિલ્પા શેટ્ટીએ એક સમયે ખૂલેઆમ લગાવ્યા હતા આરોપ

Akshay Kumar used me and left me

  • અભિનેતા અક્ષય કુમાર પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચાનો વિષય બન્યાં છે. અમે તમને અક્કી અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના સંબંધ અંગે જણાવવા જઈ રહ્યાં છે.

પહેલાના જમાનામાં અક્ષય કુમારનું (Akshay Kumar) નામ રવીના ટંડન, શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને મમતા કુલકર્ણી જેવી દિગ્ગજ બોલીવુડ અભિનેત્રીઓ (Bollywood Actress) સાથે જોડાયેલુ છે. જેમાં શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમાર પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો હતો. આ વાત અક્ષયે પોતે જાહેરમાં કબુલી હતી.

અક્કીએ કર્યો હતો શિલ્પા સાથે વિશ્વાસઘાત :

શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમારની પહેલી ફિલ્મ મેં ખેલાડી તુ અનાડી રહી. આ ફિલ્મ બાદ બંનેનો સંપર્ક વધવા લાગ્યો. ફિલ્મ ઈન્સાફ બાદ સમાચાર સામે આવ્યાં કે અક્ષય શિલ્પાને ડેટ કરી રહ્યો છે. જો કે, આ સંબંધ લાંબા સમય સુધી ટક્યો નહીં. મીડિયાના એક રિપોર્ટ મુજબ આ દરમ્યાન શિલ્પા શેટ્ટીએ ખુલાસો કર્યો હતો કે અક્ષય કુમારે તેમનો ઉપયોગ કર્યો છે અને તેને વિશ્વાસઘાત આપ્યો છે.

કોઈ ત્રીજાની એન્ટ્રીથી અક્કીએ મારી સાથે સંબંધ તોડ્યો : શિલ્પા 

કોઈ ત્રીજુ આવવાના કારણે અક્કીએ મારી સાથે સંબંધ તોડ્યો છે. હું જાણુ છુ કે ભૂતકાળને આટલું જલ્દી ભૂલી શકાય નહીં. પરંતુ મને આ વાત પર વિશ્વાસ અને વધુ ખુશી છે કે મારામાં આ બધાથી આગળ જવાની તાકાત છે. જણાવવામાં આવે છે કે અક્ષય કુમારના જીવનમાં અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાના આવવાના કારણે અક્ષય અને શિલ્પાનુ બ્રેકઅપ થયુ હતુ.

અક્ષયે કબૂલી શિલ્પાને દગો આપવાની વાત :

શિલ્પા શેટ્ટી સિવાય અક્ષય કુમારે પણ એકબીજાની સાથેના સંબંધને લઈને પોતાની વાત કરી ચૂક્યા છે. મીડિયાની એક ચેનલના શો દરમ્યાન અક્ષય કુમારને તેના અને શિલ્પા શેટ્ટી સાથેના રિલેશનશિપ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર અક્કીએ હા માં જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો :-

500 વર્ષ જૂના મંદિરમાં હનુમાન દાદા જ છે જજ : મંદિરની અંદર જ છે “હાઇકોર્ટ” અને “સુપ્રીમ કોર્ટ”

0

Hanuman Dada is the judge in the 500 year old temple

  • આમ તો હનુમાનજી તેમના ભક્તોની ફરિયાદો ખૂબ જ ઝડપથી સાંભળે છે અને તેમના કષ્ટોનું નિવારણ પણ કરે છે.

હનુમાનજી (Hanumanji) અમર છે. ધરતી પર જેટલા પણ અવતાર થયા તેમાં હનુમાનજી, દત્તાત્રેય અને પરશુરામજી અમર છે. હનુમાનજીને કળયુગના દેવતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે બજરંગ બલિ (Bajrang Bali) પોતાના ભક્તોની મનોકામનો જલ્દી સાંભળે છે. આજ કારણ છે કે કરોડોની સંખ્યામાં લોકો તેમની પૂજા કરે છે.

આમ તો બજરંગ બલિના દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ હોય છે પરંતુ રીવા શહેરના ચિરહુલામાં સ્થિત ભગવાન બજરંગબલીની એવી માન્યતા છે કે અહીં દર મંગળવાર અને શનિવારે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે. એવી માન્યતા છે કે અહીં ભગવાનની કોર્ટ ભરાય છે. હનુમાનજી પોતે અહી ન્યાય કરે છે.

અહીં ભરાય છે હનુમાનજીની કોર્ટ :

રીવા સ્થિત ચિરહુલા મંદિરમાં લોકોને એટલી શ્રદ્ધા છે કે કેટલાક ભક્તો દર શનિવાર અને મંગળવારે અહીં હનુમાનજીના દર્શન કરવા આવતા હોય છે. કહેવાય છે કે અહીં હનુમાનજીનો દરબાર ભરાય છે. કોર્ટના ન્યાયાધીશ પોતે હનુમાનજી છે.

માન્યતાઓ અનુસાર આ મંદિરમાં 500 વર્ષ પહેલા બજરંગ બલીની સ્થાપના કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે હનુમાનજીની સ્થાપના ચિરૌલ દાસ બાબાએ કરી હતી. તેમના નામ પરથી મંદિરનું નામ ચિરહુલા નાથ રાખવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ મંદિર ચિરહુલા તળાવના કિનારે સ્થાપિત છે.

ચિરહુલા મંદિરમાં છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ :

ચિરહુલા મંદિરને હનુમાનજીની જિલ્લા અદાલત કહેવામાં આવે છે. જ્યારે રામસાગર મંદિર પાસે આવેલા હનુમાનજીનું મંદિર હાઈકોર્ટ કહેવાય છે. આ મંદિરથી આગળ વધતાં ત્યાં આવેલું હનુમાનજીનું મંદિર સુપ્રીમ કોર્ટ કહેવાય છે. એવું કહેવાય છે કે જે ભક્તોના કષ્ટોનું નિવારણ જિલ્લા કોર્ટ દ્વારા દૂર કરવામાં આવતું નથી. તેમની સુનાવણી હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં થાય છે.

આ પછી શ્રદ્ધાળુઓ પોતાની ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પહોંચે છે. માન્યતાઓ અનુસાર અહીં આવનાર દરેક ભક્તની પીડા દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય મંદિર એક જ દિશામાં આવેલા છે. જ્યારે પણ ચિરહુલા મંદિરમાં કોઈ ભક્તની ઈચ્છા પૂરી થાય છે. ત્યારે તે રામચરિત માનસનો પાઠ કરે છે અને ભંડારાનું આયોજન કરે છે.

આ પણ વાંચો :-

આ શહેરમાં ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ, અંદરનું પડ આરોગ્ય માટે છે જોખમી

0

Paper cups used for tea are banned in this city

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચા માટે વપરાતા પેપર કપ પર લગાવ્યો પ્રતિબંધ. આવા પેપર કપમાં ચા આપતી કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે કોર્પોરેશન.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે પેપર કપમાં (Paper Cup) અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. જે સ્થળો પર કરચો વધારો ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો સર્વે કોર્પોરેશન દ્વારા કરાયો હતો. જેમાં કચરાનું વધુ સર્જન ચાના પેપર કપના કારણે થતું હોવાનું જાણવા મળ્યું હતું.

કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે AMC  :

AMCએ શહેરમાં ચાના પેપર કપ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આવા પેપર કપનો ઉપયોગ કરતી કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે. આગામી દિવસોમાં કોર્પોરેશનની ટીમ શહેરભરમાં આવેલી કીટલીઓ પર તપાસ હાથ ધરશે. આ દરમિયાન પેપર કપનો ઉપયોગ થતો જણાશે તો ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

કાચના કપ અથવા કુલડીમાં આપવી પડશે ચા  :

AMC દ્વારા કરાવામાં આવેલા સર્વેમાં સામે આ પ્રકારે ચાના નાના કપ કે પ્યાલીઓને કારણે જાહેર રોડ પર કચરો વધુ થતો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ કેટલીક જગ્યાએ ચાની કીટલીઓ પર રોડની બાજુએ આવેલી ગટરોમાં પેપર કપ નાખી દેવાતા હોવાથી ગટર ઊભરાવાની અને ચોકઅપ થઈ જવાની અનેક ફરિયાદો મળતી હતી.

જેને ધ્યાનમાં રાખીને ચાની શહેરમાં આવેલી ચાની કીટલીઓ પર પેપર કપમાં ચા આપવાનું બંધ કરાવવામાં આવશે. પેપર કપના બદલે ચાની કીટલીવાળાએ કાચના કપ અથવા કુલડીમાં ચા આપવી પડશે.

આ પણ વાંચો :-

 તરસ ન લાગે તેમ છતાં પીતાં રહો પાણી, નહીંતર થઈ શકે છે આ ગંભીર બીમારી

Keep drinking water even if you don’t feel thirsty

  • પાણી શરીરને સારી રીતે કામ કરવા માટે ખૂબ જરૂરી છે. અવાર-નવાર શિયાળામાં લોકો તરસ ઓછી લાગવાના કારણે પાણી પણ ઓછુ પીવે છે. જેના કારણે તેઓ ડિહાઈડ્રેશનના શિકાર થાય છે.

પાણી માણસના શરીર માટે સૌથી જરૂરી છે. પાણીની કમીના (lack of water) કારણે શરીરને ઘણા નુકસાન સહન કરવા પડી શકે છે. તબીબો મુજબ મહિલાઓ માટે દરરોજ 2.7 લીટર અને પુરૂષો માટે 3.7 લીટર પાણી જરૂરી છે. પરંતુ તમે ઘણી વખત પૂરતી માત્રામાં પાણી પીવાનુ ભૂલી જાઓ છો.

ખાસ કરીને શિયાળાની સિઝનમાં વારંવાર તરસ ઓછી લાગવાના કારણે તમે ઓછુ પાણી પીવો છો. ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે. જેનાથી કબજીયાત જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે. ડીહાઈડ્રેશનથી શરીરના મુખ્ય અવયવો પર ખરાબ અસર પડે છે.

આ લક્ષણોથી જાણો શરીરમાં થઈ ગઈ છે પાણીની કમી :

શરીરમાં પાણીની કમી થતા અથવા ડિહાઈડ્રેશનના શિકાર લોકોને સામાન્ય લોકોની તુલનામાં ભૂખ ઘણી વધારે લાગે છે. તેમને કઈકને કઈક ખાવાની ક્રેવિંગ થતી રહે છે. એવામાં અચાનક ભૂખ વધવી પણ પાણીની કમીનો સંકેત આપે છે. લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુ:ખાવો, ગભરાહટ અને વધુ ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીને આ લક્ષણોને દૂર કરી શકાય છે.

આ લક્ષણોથી જાણો શરીરમાં થઇ ગઇ છે પાણીની કમી :

શરીરમાં પાણીની કમી થતા અથવા ડિહાઈડ્રેશનના શિકાર લોકોને સામાન્ય લોકોની તુલનામાં ભૂખ ઘણી વધારે લાગે છે. તેમને કઈકને કઈક ખાવાની ક્રેવિંગ થતી રહે છે. એવામાં અચાનક ભૂખ વધવી પણ પાણીની કમીનો સંકેત આપે છે. લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુ:ખાવો, ગભરાહટ અને વધુ ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીને આ લક્ષણોને દૂર કરી શકાય છે.

Income Tax ભરનારાઓને થઈ જશે બલ્લે બલ્લે !, આવતા મહિને મળશે 3 મોટા ખુશખબર 

0

Those who pay Income Tax

  • જો તમે પણ આવકવેરો ભરતા હોવ તો તમને આ વખતે બજેટમાં મોટી ખુશખબરી મળવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે બજેટમાં તમને એક કે બે નહીં પરંતુ ૦૩ ખુશખબર મળવાના છે. બેઝિક ટેક્સ લિમિટ વધારવા ઉપરાંત નાણામંત્રી બીજા પણ અનેક મોટા એલાન કરી શકે છે.

જો તમે પણ આવકવેરો (Income tax) ભરતા હોવ તો તમને આ વખતે બજેટમાં મોટી ખુશખબરી મળવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે બજેટમાં તમને એક કે બે નહીં પરંતુ 3 ખુશખબર મળવાના છે. બેઝિક ટેક્સ લિમિટ વધારવા ઉપરાંત નાણામંત્રી (Finance Minister) બીજા પણ અનેક મોટા એલાન કરી શકે છે. બજેટમાં હવે માત્ર 21 દિવસ જેટલો સમય રહી ગયો છે. આ વખતે કયા કયા મોરચે રાહત મળી શકે છે તે વિશે ખાસ જાણો.

9 વર્ષ બાદ વધી શકે છે ટેક્સ લિમિટ :

અત્રે જણાવવાનું કે 9 વર્ષથી ટેક્સ લિમિટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી તો આ વખતે સરકાર આ લિમિટમાં મોટી રાહત આપી શકે છે. આ સાથે જ નોકરીયાતોને 80 સી હેઠળ મોટો ફાયદો મળી શકે છે.

વધી શકે છે 80સીની લિમિટ :

આ ઉપરાંત સરકાર ટેક્સમાં 80 સી હેઠળ મળનારી છૂટનો દાયરો પણ વધારી શકે છે. હાલ આવક પર સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટનો ફાયદો મળે છે. તેમાં સરકારી યોજના જેમ કે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપરાંત લાઈફ ઈન્શ્યુરન્સ સહિત અનેક યોજનાઓ સામેલ છે. 80સીની લિમિટ વધારવાથી નોકરીયાતોને મોટી રાહત મળશે.

વધી શકે છે આવકવેરાની બેઝિક લિમિટ :

વિશેષજ્ઞોનું માનવું છે કે આ વખતે સરકાર બેઝિક લિમિટને 2.50 લાખ રૂપિયાથી વધારીને 3.50 લાખ રૂપિયા કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ લિમિટમાં છેલ્લીવાર વધારો વર્ષ 2014માં થયો હતો. તે પહેલા લિમિટ 2 લાખની હતી તે સમયે 50,000 રૂપિયાનો વધારો કરીને 2.5 લાખ કરી દેવાયો. છેલ્લા 9 વર્ષથી આ લિમિટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે નાણામંત્રી આ લિમિટને વધારીને રાહત આપી શકે છે.

3 વર્ષ સુધી એફડી પર મળી શકે છે ટેક્સ છૂટ :

આ સાથે જ નાણામંત્રી 3 વર્ષ સુધીની ટેક્સ ડિપોઝિટને પણ ટેક્સ ફ્રી કરી શકે છે. આ વખતે બજેટથી સામાન્ય માણસથી લઈને મિડલ ક્લાસ સુધીના તમામને ખુબ આશાઓ છે. અત્રે જણાવવાનું કે હાલ 5 વર્ષ સુધીની એફડી પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે જેને ઘટાડીને 3 વર્ષ સુધીનો કરી શકે છે. આમ કરવાથી રોકાણ માટે વધુ ઓપ્શન મળી શકે છે.

આ પણ વાંચો :-

વેપાર, ઉદ્યોગક્ષેત્રે આર્થિક સુધાર નહીં થાય તો અનેકની હાલત સંજય મોવાલિયા જેવી થશે

  • ઘણાંની મુઠ્ઠી ખુલી ગઈ છે તો ઘણાંની બંધ છે,  પરંતુ આર્થિક કટોકટીનાં ભરડામાંથી કોઈ બહાર નથી.
  • અનેક બિલ્ડર્સ પાસે કરોડોની મિલક્તો ઊભી છે, પરંતુ ખરીદનાર કોઈ નથી, બેંકોનાં ચક્કરમાં ફસાયેલા લોકો પાસે હાથ અધ્ધર કરવા સિવાય કોઈ જ રસ્તો નથી.
  • સમાજમાં વકરી રહેલી ગુનાખોરી પાછળ પણ આર્થિક બેહાલી, મંદી જવાબદાર; કોઈને મફતનું જોઈતુ નથી પરંતુ પરિવાર ભૂખે મરતો હોય ત્યારે ‘મજબૂરી’ નહીં કરવાનાં કામો કરાવતી હોય છે.
  • ખુદ સરકાર પાછલાં ચાર વર્ષથી ૮૦ કરોડ લોકોને સાવ મફતમાં અનાજ પહોંચાડે છે, પરંતુ આ મફતનું ક્યાં સુધી આપી શકાશે, આવી સ્થિતિ કાયમ રહી તો દેવાળિયા જેવી સ્થિતિનું ‌સર્જન થઈ શકે.

સુરત શહેર અને સમગ્ર ગુજરાતમાં બેંકનાં લેણાં માટે ચર્ચાનો વિષય બનેલા રાજગ્રીન ગ્રુપનાં મુખ્ય ડિરેક્ટર સંજય મોવાલિયા સહિત સાથી ડિરેક્ટર્સે યુનિયન બેંકની ૧૭૦ કરોડ જેવી માતબર રકમ ચૂકવીને માર્કેટમાં પોતાની શાખ જાળવી રાખવા સાથે આર્થિક કટોકટીનાં સમયમાં નવો દાખલો બેસાડ્યો હતો. સંજય મોવાલિયા અને સાથી ડિરેક્ટર્સે યુનિયન બેંકમાંથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, કલબ અને અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા રાજહંસ સિનેમા ગૃહ ઉપર ધિરાણ મેળવ્યું હતું. પરંતુ સમયસર નાણાં નહીં ચૂકવી શકતા બેંકે ડિફોલ્ટર જાહેર કરવા સાથે કલેક્ટર મારફતે મિલકતો જપ્‍ત કરવાનાં હુકમ કર્યાં હતાં.

સંજય મોવાલિયા હજુ અન્ય ધિરાણનાં કેસમાં બેંકોએ કરેલી સીબીઆઇ તપાસની કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે તથા બાકીનાં કેસમાં પણ ઝડપથી બહાર આવવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ એક કેસનો નિકાલ આવી જવાથી તેમની સામાજિક અને વ્યાપારિક પ્રતિષ્‍ઠા પુનઃ સ્થાપિત થવાની આશા બંધાઈ રહી છે.

‌બિલ્ડીંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં મગોબ-ડુંભાલ વિસ્તારમાં સાકાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અમેઝિયા વોટર પાર્ક અને કલબનું વડાપ્રધાન મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઉદ્‍ઘાટન કર્યું હતું. આ ઉપરાંત હાલમાં સુરતમાં ઉચ્ચ શિખરે વેપારી અને સામાજિક શાખ ધરાવતા જયેશ દેસાઈ (રાજહંસ દેસાઈ જૈન ગ્રુપ) એ સમયે સંજય મોવાલિયાની સાથે હતા. પરંતુ સમય જતાં બંનેએ અલગ અલગ પેઢીઓ શરૂ કરી હતી. જયેશ દેસાઈનાં છુટા પડ્યા બાદ સુરતનાં યુવાન અને હોનહાર બિલ્ડર્સ ‘ગ્રીન ગ્રુપ’વાળા અલ્પેશ કોટડિયા અને સંજય મોવાલિયાએ સાથે મળીને ‘રાજગ્રીન’ ગ્રુપ નામની નવી પેઢી બનાવીને એમ્યુઝમેન્ટ પાર્ક, કલબ, થિયેટર્સ અને બાંધકામ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. કદાચ જયેશ દેસાઈ અને સંજય મોવાલિયા છુટા પડ્યા નહીં હોત તો આજે સ્થિતિ જુદી હોત.

પરંતુ સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાની પેઢી ‘રાજગ્રીન’ ગ્રુપને નસીબે સાથ આપ્યો નહોતો. ઉપરાંત વૈશ્વિક આર્થિક મંદીમાં ‘રાજગ્રીન’ ગ્રુપ બેંકોના હપ્‍તા નહીં ભરી શકતા બેંકોનાં કાયદાનાં ચક્કરમાં ફસાયું હતું અને બનતું આવ્યું છે તેમ બેંકોએ વસૂલાતની કાર્યવાહી હાથ ધરીને મિલકતો જપ્‍ત કરવા સુધીની કાર્યવાહી કરતાં ‘રાજગ્રીન’ ગ્રુપની શાખને મોટો ધક્કો પહોંચ્યો હતો. ઉપરાંત ચારેતરફનાં આર્થિક વહેવારો બંધ થઈ ગયા હતા. મિલકતો હતી પરંતુ ખરીદદાર કોઈ જ નહોતું. માત્ર ‘રાજગ્રીન’ ગ્રુપ જ નહીં શહેરનાં, રાજ્યનાં અને દેશનાં એક નહીં અનેક બિલ્ડર્સ કંપનીઓ બેંકો સહિતનાં આર્થિક વહેવારોની કટોકટી અને બેંકોની વસૂલાતનો સામનો કરી રહ્યાં છે. કેટલાંકની મુઠ્ઠી બંધ છે તો કેટલાંકની મુઠ્ઠીઓ ખુલી ગઈ હોવાથી વેપારી શાખ ગુમાવી બેઠા છે. કરોડોની મિલકતો છે, પરંતુ રૂપિયા નથી.

સુરતમાં સંજય મોવાલિયા જેવા ઘણાં ઉદ્યોગકારો, બિલ્ડર્સ છે, જેની હાલત આર્થિક રીતે ઘેરાઈ ગયેલા જેવી છે. બની શકે કે, માર્કેટનાં પ્રવાહને ઓળખવામાં આ લોકો કાચા પડ્યાં હશે અથવા તો વધારે પડતુ આર્થિક જોખમ લઈ બેઠા હશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, એકસોમાંથી નેવું ટકા ઉદ્યોગકારોની હાલત સંજય મોવાલિયા કરતાં વિશેષ સારી નથી. આર્થિક વહેવાર જળવાઈ રહ્યાં હોવાથી બધા તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યાં છે.

આ વાત બેંકો અને સરકાર પણ જાણે છે, પરંતુ કોરોનાની મહામારી અને આર્થિક મંદીએ બધાને ‘સંવેદનહીન’ બનાવી દીધા છે. કોઈ કોઈને મદદ કરવા રાજી નથી અને મદદ કરવાની ઈચ્છા હોય તો પણ કરી શકે તેમ નથી.

નોટબંધી પહેલાં જ્યાં માંગો ત્યાં રૂપિયા ભરેલા થેલા મળી જતાં હતાં. આંગડિયાની પેઢીઓ રૂપિયા ભરેલા થેલાથી ઉભરાતી હતી. ઘણાં લોકો તો પડોશીને ત્યાં થેલા મુકી આવતાં હતાં, પરંતુ હવે થેલાની વાત છોડો ખાલી થેલી લેવાનાં પણ લોકો પાસે રૂપિયા નથી!

એક વાત ચોક્કસ છે કે, બદલાયેલી સ્થિતિમાં કેટલાંક મુઠ્ઠીભર લોકો વધુ માલદાર બન્યા છે.

આ મુઠ્ઠીભર લોકો આજે પણ રૂપિયાની પથારીમાં આળોટી રહ્યાં હશે, પરંતુ બીજી તરફ ખુબ મોટા વર્ગ માટે ઘરમાં અનાજ-પાણી ભરાવવાની પણ ચિંતા કોરી ખાય છે અને એટલે જ રોજેરાજ આપઘાતનાં બનાવો વધી રહ્યાં છે. ગરીબો અને મજબૂર લોકો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈને ગુનાખોરી તરફ ધસી રહ્યાં છે. સજજન સમાજનાં લોકોને ગુનાખોરી કરવી નથી. શ્રમજીવી સમાજને મહેનતનું મળતુ હોય તો મફતનું જોઈતું નથી. પરંતુ દિવસે દિવસે પરિસ્થિતિ એટલી હદે વણસી રહી છે કે, ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો પણ ગુનાખોરી તરફ વળી રહ્યાં છે. અનેક યુવાનો વિદેશમાં જવા ઈચ્છે, પરંતુ રૂપિયા નથી.

કેન્દ્ર સરકાર પાછલાં ચાર વર્ષથી દેશનાં ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડી રહી છે. સદ્નસીબે કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયથી કરોડો લોકોનાં પેટની આગ શાંત થવા સાથે જીવી ગયા હશે. પરંતુ આવી સ્થિતિ ક્યાં સુધી ચાલશે? સરકાર ક્યાં સુધી મફત અનાજ આપશે? દેશનાં વેપાર, ઉદ્યોગ, રોજગાર, ખેતીવાડી સહિત આર્થિક મોરચે સાર્વત્રિક સુધારો નહીં થાય ત્યાં સુધી સંજય મોવાલિયા જેવા અનેક ઉદ્યોગપતિઓ બેંકનાં ડિફોલ્ટર બનતા રહેશે અને એક દિવસ સમાજનો ખુબ મોટો વર્ગ આર્થિક મોરચે ડિફોલ્ટર હશે.

 

શું તમે જાણો છો કે મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, શું મળે છે એમને સુવિધાઓ

0

Do you know how much is the monthly salary of your district collector

  • સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે. 7મા પગાર પંચ મુજબ IAS અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે.

તમે આ વાત જાણો છો કે જિલ્લામાં કલેક્ટરનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શું તમે એ જાણો છો કે DMનો માસિક પગાર કેટલો હોય છે? સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે.

આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે. 7મા પગાર પંચ મુજબ IAS અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે. આ સિવાય તેમને TA, DA અને HRA પણ આપવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર જો તમામ ભથ્થાં એકસાથે લેવામાં આવે તો એક IAS અધિકારીને શરૂઆતમાં 1 લાખ રૂપિયાથી વધુનો માસિક પગાર આપવામાં આવે છે.

કલેક્ટરનો કેટલો હોય છે માસિક પગાર :

7મા પગાર પંચ મુજબ જિલ્લાના કલેક્ટરને દર મહિને લગભગ 80 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જો કે કેબિનેટ સેક્રેટરીના પદ પર પહોંચતા સુધીમાં તેમનો પગાર 2 લાખ 50 હજાર રૂપિયા થઈ જાય છે.

કલેક્ટરનું શું કામ છે :

જિલ્લાના કલેક્ટરને રેવન્યુ કોર્ટની જવાબદારી સોંપવામાં આવે છે.
રાહત અને પુનર્વસનની કામગીરી પણ જુએ છે.
જિલ્લા બેંકર સંકલન સમિતિની અધ્યક્ષતા કરે છે.
જિલ્લા આયોજન કેન્દ્રની અધ્યક્ષતાની જવાબદારી પણ કલેક્ટર પાસે છે.
જમીન સંપાદન અને જમીન મહેસૂલની વસૂલાતમાં મધ્યસ્થીની ભૂમિકા કલેકટરની પરંપરાગત મુખ્ય જવાબદારી રહી છે.

કલેક્ટરને આટલી બધી સુવિધાઓ મળે છે :

કલેક્ટર બનેલા IAS અધિકારીને સરકાર દ્વારા બંગલો આપવામાં આવે છે.
સરકારી વાહન પણ આપવામાં આવે છે.
કાર, ડ્રાઈવર અને નોકર ઘરના કામ માટે આપવામાં આવે છે.
આ ઉપરાંત સરકારી બંગલામાં પટાવાળા, માળી, રસોઈયા અને અન્ય કામો માટે સહાયકોની સુવિધા આપવામાં આવે છે.

જિલ્લા કલેક્ટર કેવી રીતે બની શકાય?

જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ કલેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટર બનવા માટે UPSC પરીક્ષા પાસ કરવી પડે છે.

આ પણ વાંચો :-