Home Blog Page 1193

ખોડલધામ મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ : આ મહિલા બન્યાં પ્રથમ મહિલા ટ્રસ્ટી

0

Mangal entry of Khodaldham temple in seventh year

  • ખોડલધામ મંદિરનો આજે સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ભવ્ય મહોત્સવ. નરેશ પટેલ, જયેશ રાદડિયા સહિતના નેતાઓ પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર.

રાજકોટના (Rajkot) કાગવડમાં આવેલું પાટીદારોનું ખોડલધામ (Khodaldham) આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel), રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપશે.

ખોડલધામમાં આજે ધ્વજારોહણ કરવામાં આવશે. અનાર પટેલ સહિત નવા 40 થી વધુ ટ્રસ્ટીઓનો આજે ખોડલધામમાં સમાવેશ કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટનાં પ્રથમ મહિલા ટ્રસ્ટી તરીકે અનારબેન પટેલ જોડાયા છે. તો 40થી વધુ ટ્રસ્ટીઓને ખોડલધામનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા.

વહેલી સવારથી જ ખોડલધામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ પહોંચ્યા હતા. તેઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીએ માં ખોડલને ધજા ચડાવી અને નરેશ પટેલે મુખ્યમંત્રીને માતાજીનો ખેસ પહેરાવ્યો હતો. આ ભવ્ય મહોત્સવમાં નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઈ ઝાલાવડીયા પણ જોડાશે. આ ઉપરાંત આજે સંસ્થા દ્વારા નવા પ્રકલ્પો લેવામાં આવશે. જેમાં રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે.

આજે ખોડલધામમા યજ્ઞ, લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા લોકસંસ્કૃતિનું રસપાન કરાવવામાં આવશે. તો આજે ખોડલધામ ખાતે એક ભવ્ય સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. મા ખોડલના મંદિર ખોડલધામમાં આજે મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો ઉમટશે. જેના કારણે ચાર હજારથી વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય અને ટ્રસ્ટી રમેશ ટીલારા, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

આ પણ વાંચો :-

સુમુલમાં થયું અમુલ જેવું, તાત્કાલિક 3 અધિકારીઓની હકાલપટ્ટી કરી

0

Like Amul happened in Sumul

  • સુમુલ ડેરીએ 3 ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરી. દૂધની ચોરીની આશંકાને પગલે કાર્યવાહી GM-માર્કેટિંગ મનિષ ભટ્ટની હકાલપટ્ટી.

ડેરીઓમાં ખદબદતો ભ્રષ્ટાચાર (Corruption) હવે બહાર આવી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીએ 3 અધિકારીઓની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી છે. ડેરીમાંથી દૂધ ચોરી કરાતું હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી કારઈ છે. જેમાં જીએમ-માર્કેટિંગ મનીષ ભટ્ટ (GM-Marketing Manish Bhatt), ડીજીએમ-ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલની તાત્કાલિક હકાલપટ્ટી (Immediate expulsion) કરાઈ છે.

ડેરીના વહીવટમાં ગેરરીતિને કારણે સુમુલ ડેરીના ત્રણ અધિકારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. ત્યારે સુમુલના ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટ કરતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. આ ઘટના સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય ઉચ્ચ અધિકારીઓની વહીવટમાં ગેરરીતિ કરવા માટે સસ્પેન્ડ કરાયા છે. જોકે, ડેરી દ્વારા તેનુ કારણ અપાયુ નથી. પંરતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ડેરીમાં દૂધ ચોરી થતું હોવાની ગેરીરિતિને પગલે કેટલાક પુરાવા રજૂ કરાયા હતા.

જેમાં આ ત્રણેય અધિકારીઓની સંડોવણી સામે આવી છે. જેથી સુમુલ ડેરીના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ત્રણેય અધિકારીઓની સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રણેય ઉચ્ચ અધિકારીઓ પર દૂધને બારોબાર સગેવગે કરાતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડથી વધારેનો વહીવટ થઈ રહ્યો છે. સુમુલ ડેરી સાથે 2.50 લાખથી વધારે પશુપાલકો સંકળાયેલા છે અને ડેરીમાં રોજ 12થી 14 લાખ લીટર જેટલા દુધની આવક થઈ રહી છે.

આ પણ વાંચો :-

SIM Swappingથી સાવધાન : ભૂલથી પણ આ સ્કેમને ન અવગણતા, નહીં તો મિનિટોમાં થઈ જશો કંગાળ !

Beware of SIM Swapping

  • શું તમે SIM Swappingના વિશે જાણો છો? આ હેકિંગની એવી રીત છે જેમાં હેકર્સ તમારા સિમ કાર્ડનું એક્સેસ મેળવી લે છે. આ રીતે મામલામાં સ્કેમર્સની પાસે કોઈ પણ યુઝરનો OTP આવવા લાગે છે. તેનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ ફ્રોડ કરે છે. આવો જાણીએ હેકર્સની પાસે OTP કઈ રીતે આવે છે.

સ્કેમપ્સ (Scamps) લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે ઘણી રીતે અપનાવે છે. પરંતુ બેકિંગ (Baking) સાથે જોડાયેલા ફ્રોડમાં OTPની જરૂર હોય છે. હવે આ OTP તેમને મળે છે કેવી રીતે ? આખા સ્કેમની સ્ટોરી તેના પર નિર્ભર કરે છે. શું થાય જો તમારો OTP તમારા નંબર પર આવવાની જગ્યા પર સ્કેમર્સની પાસે પહોંચી જાય? સ્કેમર્સની એક રીત આવી પણ છે.

આને કહેવાય છે SIM Swapping :

આ પ્રકારના સ્કેમને SIM Swapping કહેવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડમાં સ્કેમર્સ યુઝર્સને સિમનું એક્સેસ મેળવવા માટે કહે છે. પછી શરૂ થાય છે ફ્રોડનો સંપૂર્ણ ખેલ હવે સવાલ એ થાય છે કે કોઈ ફોન હેક કરી શકે છે પરંતુ સિમનો કંટ્રોલ કેવી રીતે મેળવી શકે છે? આવો જાણીએ તેની સંપૂર્ણ ડિટેલ્સ.

આ રીતે મળવે છે સીમ કાર્ડનો કંટ્રોલ :

આ સંપૂર્ણ મામલામાં સ્કેમર્સ કમજોર ટૂ-ફેક્ચર ઓર્થેટિકેશન અને વેરિફિકેશન સિસ્ટમનો ફાયદો ઉઠાવે છે. સ્કેમને અંજામ આપવા માટે ફ્રોડક્સ પહેલા એક યુઝરની પર્સનલ ડિટેલ્સ ભેગી કરે છે. પછી તેનાથી સિમ કાર્ડનો કંટ્રોલ મેળવે છે. તેના પહેલા તમારે સમજવું પડશે કે આ સ્કેમ કેવી રીતે થાય છે?

શું છે SIM Swapping

સંપૂર્ણ ફ્રોડમાં સ્કેમર્સ કોઈ યુઝરના સિમનો કંટ્રોલ મેળવી લે છે. ત્યાર બાદ તેમની પાસે તમારો OTP અને બીજા મેસેજ અને કોલ્સ આવવા લાગે છે. સિમનો કંટ્રોલ મેળવવા માટે યુઝર્સ સૌથી પહેલા સોશિયલ એન્જિનિયરિંગની રીત અપનાવે છે અને આ યુઝર્સની તમામ ડિટેલ્સ ભેગી કરે છે.

યુઝર્સની પર્યાપ્ત જાણકારી હોવા બાદ સ્કેમર્સ ટેલીકોમ ઓપરેટરનો સંપર્ક કરે છે. સ્કેમર્સ જણાવે છે કે તેમનું સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા ખરાબ થઈ જાય અથવા તેમને નંબર ન જોઈએ. જરૂરી જાણકારીઓને બદલે સ્કેમર્સ નવું સિમ કાર્ડ હાસિલ કરી લે છે અને સ્કેમ કરે છે.

તમે કઈ રીતે બચશો? 

પોતાની પર્સનલ ડિટેલ્સને લઈને તમારે સાવધાન રહેવું જોઈએ. તેનાથી તમારા નામ પર કેટલા સિમ કાર્ડ છે અને બીજી જરૂરી જાણકારીઓ બીજા કોઈના હાથમાં ન આવે. કોઈ પણ પ્રકારના ફિશિંગ લિંક પર ક્લિક ન કરો.

પોતાની ડિટેલ્સ અજાણ્યા લોકો સાથે શેર ન કરો. કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો. જો તમને લાગે છે કે તમે સિમ સ્વેપિંગની ફરિયાદ થઈ છે તો તેમની જાણકારી તરત બેંક અને ટેલીકોમ ઓપરેટને આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

શું તમે જાણો છો કે રોજ ગૂગલ કેટલું પાણી પી જાય છે ? જાણો આટલાં ડેટા યાદ રાખવા માટે ગૂગલને કેટલીવાર લાગે છે ‘તરસ’

Do you know how much water Google drinks every day

  • ગૂગલ પર દરરોજ અબજો સર્ચ કરવામાં આવે છે. ડેટા તેના કેન્દ્રોમાં સાચવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આ કેન્દ્રોમાં કેટલા પાણીનો વપરાશ થાય છે? વિશ્વભરના ગૂગલ ડેટા સેન્ટર્સે વર્ષ 2021માં 1500 કરોડ લિટર પાણીનો વપરાશ કર્યો છે. તેમાંથી 80 ટકા વપરાશ માત્ર અમેરિકાના કેન્દ્રોમાં થઈ રહ્યો છે.

Google સમગ્ર વિશ્વમાં લોકોના પ્રશ્નોના જવાબ આપે છે. તેના ડેટા સેન્ટર (Data Center) આમાં ઉપયોગી છે. પરંતુ આ ડેટા સેન્ટરો કરોડો લીટર પાણી પીવે છે. જી હા તમને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે. વિશ્વભરના ગૂગલ ડેટા સેન્ટરોએ 2021માં 1500 કરોડ લિટર પાણીનો ખર્ચ કર્યો છે. તેમાંથી 80 ટકા અમેરિકામાં (America) હાજર ડેટા સેન્ટરનો વપરાશ છે.

ગૂગલે આ માહિતી ત્યારે આપી જ્યારે તેને એક મીડિયા સંસ્થા ધ ઓરેગોનિયન દ્વારા પડકારવામાં આવ્યો. તેને પૂછવામાં આવ્યું કે ગૂગલ જણાવે કે ઓરેગોનમાં સ્થિત ગૂગલ ડેટા સેન્ટર કેટલું પાણી વાપરે છે. આ બાબતે મામલો થોડો જટિલ બન્યો હતો.

કેસ કોર્ટમાં પણ ગયો હતો. આ કેસ 1 વર્ષ સુધી ચાલ્યો. ત્યારપછી ગૂગલે ખુલાસો કર્યો કે ઓરેગોનના ડેટા સેન્ટરે 2021માં 125 કરોડ લિટર પાણીનો ખર્ચ કર્યો છે. આ સાથે કંપનીએ કહ્યું કે હવે તે સમયસર આવા અહેવાલો આપવાનું ચાલુ રાખશે.

ગૂગલે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેની સુવિધાઓમાં પાણીનો વપરાશ 3 ગણો થયો છે. ઓરેગોનમાં કેન્દ્ર આખા શહેરને પૂરા પાડવામાં આવતા પાણીના ચોથા ભાગનો ઉપયોગ કરી રહ્યું છે. ગૂગલના જણાવ્યા અનુસાર તેનું ડેટા સેન્ટર અમેરિકામાં 29 ગોલ્ફ કોર્સ જેટલું પાણી વાપરી રહ્યું છે. વાસ્તવમાં અન્ય ટેક કંપનીઓની જેમ Google એ ક્યારેય જાહેર કર્યું નથી કે તે કેટલું પાણી વાપરે છે. આ પહેલીવાર છે જ્યારે ગૂગલે જાહેર કર્યું છે કે તે કેટલું પાણી વાપરે છે.

 આ પણ વાંચો :-

કોર્પોરેટરને લોકોએ કારમાંથી ઉતારીને ચખાડ્યો બરાબરનો મેથીપાક, હોસ્પિટલમાં કરાયા દાખલ

0

People took the corporator out of the car and tasted

  • કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં ધોલાઈ કરી હતી. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નિકોલ વોર્ડના (Nikol Ward) ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને (Corporator Baldev Patel) લોકોએ જાહેરમાં લમઘાર્યા છે. નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલ સાથે આજે બપોરે આ ઘટના બની છે. જેમાં ટીપી સ્કીમના અમલીકરણ બાબતે મુલાકાત લેવા ગયા તે સમયે લોકોએ હુમલો કર્યો હતો. ટીપી સ્કીમના (TP Scheme) અમલીકરણથી લોકોના ઘર કપાતમાં આવી રહ્યા છે જેના કારણે લોકોમાં રોષ છે. આ સમયે ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને તેમની કારમાંથી બહાર કાઢીને લોકોએ ધોલાઈ કરી હતી. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં ધોલાઈ કરી હતી. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પાછળથી પોલીસને જાણ થતાં કૃષ્ણનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ ટીપી સ્કીમના અમલીકરણ બાબતે લોકો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. પરંતુ અહીં ઉલ્ટું 5થી વધુ લોકોનું ટોળું ઘેરી વળ્યું હતું અને જાહેરમાં જ તેઓને માર માર્યો હતો. આ ઘટનામાં લોકોના ઘર રોડની કપાતમાં જતાં હોવાથી પોતાનો ગુસ્સો કોર્પોરેટર પર ઠાલવ્યો હોવાની લોકચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો :-

21 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : હનુમાનજીની કૃપાથી પૈસાથી ઘરની છલકાઈ જશે તિજોરી

21 January 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દૂર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ. સુખ-શાંતી રહે. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધામાં પ્રગતી થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું

વૃષભ
બપોર પછી આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

‌મિથુન
બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતી રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડ પ્રેશરના દર્દીઓઅે વિશેષ સાવધાની રાખવી.

કર્ક
આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતી, ઉપરી અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃદ્ધિ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂં રહે. થોડી એલર્જીની તકલીફ વધે.

‌સિંહ
સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પરિવારમાં શાંતી-સંપ વધે. નાણાંની પ્રાપ્‍તી સહજ બને. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનની પ્રગતી નીહાળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યા
આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો, માઇગ્રેશનની સમસ્યા સતાવે.

તુલા
કાર્ય સફળતા આપના કદમ ચુમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરરી.

વૃ‌શ્ચિક
થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા-નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના ભાઈ-બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

ધન
માનસિક શાંતી જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ-ઉત્સાહ વધે. ભાગ્યની વૃદ્ધિ થતી  અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનોએ સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકર
આવક ઘટતી જણાય છતાં માનસિક શાંતી જળવાય. ખોટા ખર્ચ ન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભ
આત્મબળમાં વૃદ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય. શેર બજાર તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્ર વર્તુળમાં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીન
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતી આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! 80 વર્ષની ઉંમરે મેરેથોન દોડ્યા દાદી, ભલભલા જુવાનિયા પણ જોતાં રહી જાય તેવી ચૂસ્તી-સ્ફૂર્તિ

0

grandmother runs a marathon

  • ભારતીની પૌત્રી ડિમ્પલ મહેતા ફર્નાન્ડિસે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો. કારણકે તેમના પરિવાર અને મિત્રો તેને જોઈ શકે. વીડિયોમાં ભારતી નામની એક વૃદ્ધ મહિલા રાષ્ટ્રીય ધ્વજની સાથે સાડી અને એક જોડી બૂટ પહેરીને મેરેથોન દોડી રહી છે.

જે લોકોને રનિંગ કરવુ પસંદ છે. તેઓ મેરેથોન (Marathon) જેવી રેસમાં ભાગ લેવાનુ પસંદ કરે છે. દરેક ઉંમરના લોકો દોડમાં ભાગ લે છે અને પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવા માટે જાગૃત રહે છે. ટાટા મુંબઈ મેરેથોનના (Tata Mumbai Marathon) આ વર્ષના સંસ્કરણમાં 55,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે અલગ-અલગ પ્રકારના મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓનુ સમર્થન કરવા માટે મુંબઈમાં (Mumbai) ઘણા ક્ષેત્રોના લોકો એકસાથે દોડમાં સામેલ થયા.

મેરેથોનમાં ભાગ લેનારા લોકોમાં અલગ-અલગ ઉંમરના લોકો સામેલ રહ્યાં. જેમાં યુવા, વિકલાંગ અને વૃદ્ધ નાગરિક સામેલ હતા. ભારતી નામની એક 80 વર્ષીય મહિલા એવા દોડવીરમાંથી એક હતી. જેણે મેરેથોનમાં પોતાની ભાગીદારીથી ચર્ચા વધારી.

વૃદ્ધ નાગરિકે મેરેથોન દોડ લગાવી :

ભારતીની પૌત્રી ડિમ્પલ મહેતા ફર્નાન્ડિસે પોતાની મેરેથોનમાં દોડવાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો કારણકે તેમના પરિવાર અને મિત્રો તેને જોઈ શકે. વીડિયોમાં ભારતી નામની એક વૃદ્ધ મહિલા રાષ્ટ્રીય ધ્વજની સાથે સાડી અને એક જોડી બૂટ પહેરીને મેરેથોન દોડી રહી છે. ભારતીએ 51 મિનિટમાં 4.2 કિલોમીટર દોડ લગાવી.

ડિમ્પલે વીડિયો શેર કરીને કેપ્શન આપ્યું આ રવિવારે ટાટા મેરેથોનમાં ભાગ લેનારી મારી 80 વર્ષીય નાનીની દ્રઢ ઈચ્છાશક્તિ અને ધૈર્યથી ખૂબ પ્રેરિત છુ. વીડિયોમાં એક ઈન્ટરવ્યુની એક ક્લિપ પણ છે જેમાં તે કહે છે કે તે છઠ્ઠી વખત મેરેથોન દોડી રહી છે અને તેના માટે દરરોજ અભ્યાસ કરે છે.

તિરંગો લઈને વૃદ્ધ મહિલાએ લોકોનો વધાર્યો હોસલો :

તેમણે કહ્યું કે તે ઈચ્છતી હતી કે દરેક વ્યક્તિ જાણે કે તે ભારતીય છે અને તેને પોતાની સંસ્કૃતિ પર ગર્વ છે, તેથી આ દોડ દરમ્યાન તિરંગો લઈને ચાલતી હતી. વૃદ્ધ મહિલાએ એવુ પણ સુચન આપ્યું કે યુવાનો દોડવા અને અન્ય સક્ષમ વ્યાયામ કરીને વધુ વ્યાયામ કરે. ઈન્ટરનેટ પર યુઝર્સે ફિટનેસ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાથી પ્રેરણા લઇને તેમના ઉત્સાહના વખાણ કર્યા.

આ પણ વાંચો :-

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી આગમાં મોટો ખુલાસો, ખુલાસો વાંચીને ચોંકી જશો 

0

A big explanation in the fire in Godrej Garden City

  • ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ લાગી : પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ, આખું બળીને ખાખ થઈ ગયું.

અમદાવાદના (Ahmedabad) પશ્વિમ વિસ્તારમાં સૌથી પ્રખ્યાત એવા ગોદરેજ ગાર્ડન સિટીમાં (Godrej Garden City) વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડીંગના ચોથા માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. તેમજ પુરુષની હાલત ગંભીર છે. જો કે પતિએ પત્નીની હ-ત્યા (Mu-rder) કર્યા બાદ પુરવાનો નાશ કરવા ઘરમાં આગ લગાવ્યાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ઈડન 5 ફ્લેટના મકાન નંબર V 405 માં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી હતી. આ આગમાં પરિવારની મહિલાનુ મોત નિપજ્યુ હતું. તો પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. બે બાળકો સ્કૂલમાં ગયા હતા ત્યારે મકાનમાં આગ લાગી હતી. ત્યારે આ આગમાં પોલીસે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો.

પ્રાથમિક તપાસમાં જ ખુલાસો થયો કે પતિએ પત્નીની હ-ત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી હતી. હત્યાના પુરાવાઓનો નાશ કરવા પતિએ જ આગ લગાવી હતી. મહિલાના ગળા અને હાથ પર ચપ્પુના નિશાન હતા. તો પતિનાં શરીર પર પણ ચપ્પુના નિશાન હતા.

તપાસમાં ખૂલ્યું કે મૃતકનું નામ અનિતા બઘેલ છે. જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. આ દંપતીને બે સંતાન છે. જેમાં પુત્ર ધોરણ 8 અને પુત્રી ધોરણ 6 માં અભ્યાસ કરે છે. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં અનિતા બઘેલનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ અનિલ બઘેલને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

પાડોશીઓએ ઘરમાથી ધુમાડો નીકળતો જોયો હતો. જેના બાદ તેઓએ ફાયર વિભાગમાં જાણ કરી હતી. તો કેટલાક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

આ પણ વાંચો :-

જો તમે પણ ભોજન અને દૂધ વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેતા હોવ તો સાવધાન

Be careful if you also heat food and milk frequently

  • કેટલીક ચીજો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે જે સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દૂધ પણ તેમાંથી એક છે. આમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.

જીવનમાં આપણામાંથી અનેક લોકો એક સમયે ભોજન (food) બનાવીને તેને વારંવાર ગરમ કરીને ખાય છે. સવારનું ભોજન બપોરે અને રાતે ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય (Health) માટે તે ખોરાક જોખમી બની શકે છે.

એટલે સુધી કે કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું (Acid) પ્રમાણ ખુબ વધી જાય છે જે સીધી સ્વાસ્થ્ય પર અસર કરે છે. દૂધ પણ તેમાંથી જ એક છે. વારંવાર ગરમ કરવાથી  ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.

દૂધ :

દૂધ એક એવો પ્રવાહી પદાર્થ છે જે મોટાભાગના ઘરોમાં વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેવાય છે. પરંતુ દૂધને જેટલીવાર ઉકાળવામાં આવે કે તેમાંથી પ્રોટીનનું પ્રમાણ તે પ્રમાણે ઘટતું જાય છે. વારંવાર ગરમ કરવાથી દૂધના પોષક તત્વોનો નાશ થાય છે. એટલે સુધી કે વારંવાર ગરમ કરવાથી એસિડ પણ નીકળે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

ભાત :

અનેકવાર વધુ પ્રમાણમાં ભાત બની જાય તો ઘરોમાં તે ફરીથી ગરમ કરીને ખાવામાં આવે છે. પરંતુ આ જીવલેણ સાબિત થઈ શકે છે. હકીકતમાં જ્યારે ચોખા કાચા હોય છે ત્યારે તેમાં બેક્ટેરિયા હોય છે. તેને ધોઈને રાંધ્યા બાદ તેને આપણે રૂમમાં નોર્મલ તાપમાનમાં રાખીએ છીએ. જાણકારી મુજબ જો 24 કલાકથી વધુ તેને રૂમમાં રાખવામાં આવે તો તેમાં ટોક્સિક બનાવનારા બેક્ટેરિયા આવી જાય છે. ત્યારબાદ જો ભાત ગરમ કરવામાં આવે તો બેક્ટેરિયા તો મરી જાય છે પરંતુ ટોક્સિસિટી રહી જાય છે. આવા ભાત ખાવાથી ડાયેરિયાની બીમારી પણ થઈ શકે છે.

શાકભાજી :

લીલોતરી શાકભાજીને પણ વારંવાર ગરમ કરવું જોઈએ નહીં. કારણ કે તેમાં નાઈટ્રેટસ હોય છે અને તે ફરીથી ગરમ કરવામાં આવે તો ટોક્સિક કમ્પાઉન્ડ બને છે. તેનાથી ભોજન દૂષિત થાય છે અને સ્વાસ્થ્ય પર અસર કરે છે.

આ પણ વાંચો :-

દુનિયાભરમાં ફેમસ છે ભારતની આ 4 જગ્યાની ચા, એક વાર જરૂર પીજો આ ચા

0

Tea from these 4 places in India is famous

  • ચા કેમેલીયા સીનેન્‍સીસ છોડના પાંદડાઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે. જેને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાં આવે છે અને માવજત કરવામાં આવે છે. ‘ચા’, પીણું તરીકે, એ છોડનાં પાંદડાઓને ગરમ અથવા ઊકળતાં પાણીમાં નાખીને તૈયાર કરેલું સુગંધીદાર પીણું છે.

કાંગડા ચા, હિમાચલ પ્રદેશ : શિયાળામાં હિલ સ્ટેશનની મુલાકાત લેનારા ઘણા લોકો હિમાચલ પ્રદેશની મનમોહક ખીણોમાં જવાનું પસંદ કરે છે. તો તમે અહીં હિમાચલના (Himachal Pradesh) પ્રવાસમાં કાંગડા ચાનો સ્વાદ ચાખી શકો છો. ઉત્તર ભારતની (North India) ચાની રાજધાની કહેવાતા કાંગડામાં 19મી સદીથી બ્લેક ટી અને ગ્રીન ટી ઉગાડવામાં આવે છે. તે જ સમયે કાંગડા ચામાં ઘણી વનસ્પતિ ઉમેરવાથી તેની સુગંધ અદ્ભુત થઇ જાય છે.

રોંગા સાહ ચા, આસામ : ઉત્તર પૂર્વ ભારતમાં આવેલું આસામ રાજ્ય ચાના બગીચા માટે માત્ર દેશ જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. આ સાથે જ આસામની રોંગા સાહ ચા પણ દેશમાં ઘણી ફેમસ છે. શરબત જેવી દેખાતી રોંગા સાહ ટી તાજી ચાના પાંદડામાંથી બનાવવામાં આવે છે. સાથે જ રોંગા સાહ ચાનું સેવન પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે.

દાર્જિલિંગ ચા, પ. બંગાળ : પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ઉગાવવામાં આવતી ચાના દિવાના વિશ્વભરમાં છે. દાર્જિલિંગ ટીને ચાની શેમ્પેઇન પણ કહેવામાં આવે છે. આ સાથે જ મીઠો સ્વાદ અને કસ્તુરીની સુગંધથી ભરપૂર આ ચાની ગણના વિશ્વની શ્રેષ્ઠ બ્લેક ટીમાં થાય છે.

સુલેમાની ચા, કેરળ : કેરળના માલાબારમાં મળતી સુલેમાની ચાની ગણતરી પણ ટેસ્ટી અને હેલ્ધી ચામાં થાય છે. સાથે જ દૂધ વગર બનેલી સુલેમાની ચામાં લવિંગ, એલચી, તજ, ફુદીના, લીંબુનો રસ અને મધનો સ્વાદ માણી શકો છો.

આ પણ વાંચો :-