Tuesday, Apr 22, 2025

દુનિયાભરમાં ફેમસ છે ભારતની આ 4 જગ્યાની ચા, એક વાર જરૂર પીજો આ ચા

2 Min Read

Tea from these 4 places in India is famous

  • ચા કેમેલીયા સીનેન્‍સીસ છોડના પાંદડાઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે. જેને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાં આવે છે અને માવજત કરવામાં આવે છે. ‘ચા’, પીણું તરીકે, એ છોડનાં પાંદડાઓને ગરમ અથવા ઊકળતાં પાણીમાં નાખીને તૈયાર કરેલું સુગંધીદાર પીણું છે.

કાંગડા ચા, હિમાચલ પ્રદેશ : શિયાળામાં હિલ સ્ટેશનની મુલાકાત લેનારા ઘણા લોકો હિમાચલ પ્રદેશની મનમોહક ખીણોમાં જવાનું પસંદ કરે છે. તો તમે અહીં હિમાચલના (Himachal Pradesh) પ્રવાસમાં કાંગડા ચાનો સ્વાદ ચાખી શકો છો. ઉત્તર ભારતની (North India) ચાની રાજધાની કહેવાતા કાંગડામાં 19મી સદીથી બ્લેક ટી અને ગ્રીન ટી ઉગાડવામાં આવે છે. તે જ સમયે કાંગડા ચામાં ઘણી વનસ્પતિ ઉમેરવાથી તેની સુગંધ અદ્ભુત થઇ જાય છે.

રોંગા સાહ ચા, આસામ : ઉત્તર પૂર્વ ભારતમાં આવેલું આસામ રાજ્ય ચાના બગીચા માટે માત્ર દેશ જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. આ સાથે જ આસામની રોંગા સાહ ચા પણ દેશમાં ઘણી ફેમસ છે. શરબત જેવી દેખાતી રોંગા સાહ ટી તાજી ચાના પાંદડામાંથી બનાવવામાં આવે છે. સાથે જ રોંગા સાહ ચાનું સેવન પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે.

દાર્જિલિંગ ચા, પ. બંગાળ : પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ઉગાવવામાં આવતી ચાના દિવાના વિશ્વભરમાં છે. દાર્જિલિંગ ટીને ચાની શેમ્પેઇન પણ કહેવામાં આવે છે. આ સાથે જ મીઠો સ્વાદ અને કસ્તુરીની સુગંધથી ભરપૂર આ ચાની ગણના વિશ્વની શ્રેષ્ઠ બ્લેક ટીમાં થાય છે.

સુલેમાની ચા, કેરળ : કેરળના માલાબારમાં મળતી સુલેમાની ચાની ગણતરી પણ ટેસ્ટી અને હેલ્ધી ચામાં થાય છે. સાથે જ દૂધ વગર બનેલી સુલેમાની ચામાં લવિંગ, એલચી, તજ, ફુદીના, લીંબુનો રસ અને મધનો સ્વાદ માણી શકો છો.

આ પણ વાંચો :-

Share This Article