Home Blog Page 1189

હવામાન વિભાગે કરી મોટી આગાહી ! ફરી કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર 

0

The weather department made a big prediction

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડયો હતો. આ વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે. તો હવે રાજ્યના હવામાન વિભાગે (Meteorological department) મહત્વની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નથી. રાજ્યમાં આ દરમિયાન વાતાવરણ સૂકું (Climate Dry) રહેશે. રાજ્યમાં અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પડયો હતો. જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

હવામાન વિભાગની આગાહી :

રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો ઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આવતીકાલથી બે દિવસ પવન ફુંકાવાને કારણે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે કહ્યું કે, હાલમાં વરસાદ પડશે નહીં. રાજ્યમાં ઉત્તરીય પવનની લહેરને કારણે આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાશે.

ખેડૂતો માટે રાહતના સમાચાર :

રાજ્યમાં માવઠાને કારણે વરસાદ આવ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોએ હવે માવઠાનો સામનો કરવો પડશે નહીં. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની શક્યતા નથી. જેના કારણે ખેડૂતોને રાહત મળી શકે છે.

રાજ્યમાં ફરી ઠંડી જોવા મળશે :

રાજ્યમાં પડેલા માવઠાને કારણે ઠંડી પર અસર જોવા મળી હતી. કેટલીક જગ્યાએ ઠંડી ઓછી થઈ ગઈ હતી. તો ધૂમ્મસને કારણે વહેલી સવારે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. પરંતુ હવે વરસાદની શક્યતા નથી. એટલે કે રાજ્યમાં ફરી તાપમાન ઘટશે અને લોકોને ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે એટલે કે લોકોએ ફરી ઠંડીનો સામનો કરવો પડશે.

તાપમાનમાં થશે ઘટાડો :

રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 48 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. એટલે કે ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારબાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો થવાને કારણે લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. એટલે કે રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે.

આ પણ વાંચો :-

31 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : ગણેશજીની અસીમ કૃપાથી આ 7 રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

31 January 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી. નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી. સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડીચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઇ બહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ
દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું, અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળુ રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠી વાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ
નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

સંજય દત્ત, અને સૈફ સાથે કામ કરનાર હીરોઈન આજે છે Google માં હેડ ! જાણો કોણ છે આ હિરોઈન

The heroine who worked with Sanjay Dutt and Saif

  • મયુરી કાંગોએ 2003માં NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન કર્યા અને તે અમેરિકા જતી રહી. તેણે ન્યૂયોર્કની ઝિક્લિન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું.
  • અભ્યાસ પૂર્ણ કર્યા પછી મયુરીએ ડિજિટલ મીડિયા એજન્સી પર્ફોર્મિક્સમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું. તે 2004 થી 2012 સુધી અમેરિકામાં રહી હતી.

ભણતર અને નોકરી છોડીને તમે ઘણા લોકોને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ (Mumbai) પહોંચ્યા હોવાના તો અનેકવાર સમાચારો વાંચ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની એક અભિનેત્રીએ પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું.

મહેશ ભટ્ટ, સંજય દત્ત, કરીના કપૂર (Sanjay Dutt, Kareena Kapoor) અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકેલી મયૂરી કાંગોએ (Mayuri Congo) પણ આવું જ કર્યું છે. અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી શરૂ કરનાર મયુરી હવે ગૂગલ ઈન્ડિયામાં ઈન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહી છે.

મયુરી કાંગોએ 90ના દાયકામાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 1995માં તે પહેલીવાર સઈદ મિર્ઝાની ‘નસીબ’માં સ્ક્રીન પર જોવા મળી હતી. મયુરીને મહેશ ભટ્ટની ફિલ્મ ‘પાપા કહેતે હૈં‘થી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મનું ગીત ‘ઘર સે નિકલતે હી, કુછ દૂર ચલતે હી’ સુપરહિટ બન્યું હતું.

આ ફિલ્મમાં મયુરી સાથે જુગલ હંસરાજ હતો. બોબી દેઓલ અને રાની મુખર્જી સાથે ‘બાદલ’, સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે ‘કુર્બાન’ અને સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ સાથે ‘જંગ’. તે છેલ્લે 2001માં ફિલ્મ ‘જીતેંગે હમ’માં જોવા મળી હતી.

અમેરિકાથી MBA :

મયુરી કાંગોએ 2003માં NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન કર્યા અને તે અમેરિકા જતી રહી. તેણે ન્યૂયોર્કની ઝિક્લિન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી મયુરીએ ડિજિટલ મીડિયા એજન્સી પર્ફોર્મિક્સમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું. તે 2004 થી 2012 સુધી અમેરિકામાં રહી હતી.

બાળકો માટે ભારત આવી :

મયુરી કોંગો 2012માં ભારત પરત ફરી હતી. તે કહે છે કે બાળકો થયા પછી તેને લાગ્યું કે તેને બાળકોના ઉછેર માટે અને તેની કારકિર્દીના વિકાસ માટે પરિવારના સમર્થનની જરૂર છે. તેથી જ તેણે ભારતમાં રહીને તેની કારકિર્દીમાં આગળ વધવાનું નક્કી કર્યું. આજે મયુરી ગૂગલમાં ઈન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહી છે.

મયુરી કહે છે કે તેણે ક્યારેય અભ્યાસ છોડ્યો નથી. આ જ કારણ છે કે તેઓ આજે આ તબક્કે છે. તે કહે છે કે લોકોએ પહેલાં પોતાનો અભ્યાસ પૂરો કરવો જોઈએ અને પછી ફિલ્મોમાં કરિયર બનાવવાનું વિચારવું જોઈએ. બોલિવૂડમાં કોઈ હિરોઈનની કારકિર્દી ભાગ્યે જ 10 વર્ષની હોય છે. એટલા માટે બેકઅપ પ્લાન હોવો જરૂરી છે.

આ પણ વાંચો :-

 વસતી નિયંત્રણ કાયદો ન લવાયો તો. હિંદુ નેતા પ્રવિણ તોગડિયાએ શું કહ્યું જાણો

0

If population control law is not introduced

  • વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ એવું જણાવ્યું કે રામમંદિરને સુરક્ષિત રાખવા વસતી નિયંત્રણ કાયદો લાવવો જરુરી છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયોજક પ્રવિણ તોગડિયાએ (Pravin Togadia) જનસંખ્યા નિયંત્રણ કાયદો (Population Control Act) બનાવવાની માંગ કરી છે. પ્રવીણ તોગડિયાએ વસ્તી નિયંત્રણ અને વસ્તીમાં અસંતુલન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઘણા પ્રયત્નો બાદ રામ મંદિર (Ram temple) બની રહ્યું છે અને જો જનસંખ્યા નિયંત્રણ કાયદો નહીં લાવવામાં આવે તો 50 વર્ષ પછી રામ મંદિર સુરક્ષિત નહીં રહે.

હિંદુઓએ મોટું કામ કર્યું :

પ્રવીણ તોગડિયાએ કહ્યું કે હિન્દુઓએ ભેગા થઈને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું અને રામ મંદિર નિર્માણ માટે આંદોલન શરૂ કર્યું. તેમણે કહ્યું કે હિન્દુઓએ ગામડે-ગામડે જઈને લોકોનો સહયોગ મેળવ્યો અને રામ મંદિર નિર્માણ માટે દાન એકઠું કર્યું. તેમણે પોતાના અભિયાનને દેશમાં હિન્દુઓને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાની પહેલ ગણાવી હતી.

હિન્દુઓની આસ્થા ક્યારેક ઓછી ન થઈ શકે :

હિન્દુઓની આસ્થા અને સનાતન ધર્મ વિશે કરવામાં આવેલા નિવેદનો પર પ્રવીણ તોગડિયાએ કહ્યું કે કરોડો હિંદુઓની આસ્થા તેમના દિલમાં વસે છે અને કોઈનું પણ નિવેદન ક્યારેય આ વિશ્વાસને ખતમ કે ઘટાડી શકશે નહીં. તેમણે કહ્યું કે આવી વાતો કરનારાઓને નજરઅંદાજ કરો. લોકપ્રિયતા મેળવવા માટે તેઓ આવા કામ કરી રહ્યા છે. આવા લોકોને મહત્વ ન આપવું જોઈએ.

મિસાઈલો અને તલવારો પણ શાંતિના પ્રતીક :

મીડિયા સાથે વાત કરતા પ્રવીણ તોગડિયાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના “બુલડોઝર શાંતિ અને વિકાસનું પ્રતીક બની શકે છે” માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તલવારો અને મિસાઈલો પણ શાંતિનું પ્રતીક છે.

આ પણ વાંચો :-

Pathaan Box Office Collection Day 5 : ‘પઠાણ’ નો બોક્સ ઓફિસ પર જલવો, રવિવારે રેકોર્ડતોડ કમાણી કરી, જાણો કેટલા કરોડ કમાઈ ફિલ્મ

Pathaan Box Office Collection Day 5

  • હાલ દરેક સિનેમાપ્રેમીની જુબાન પર એક જ નામ છે ‘પઠાણ’.

દેશના ફેવરિટ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ ‘પઠાણ‘ (Pathan) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ (Release) થયેલી ફિલ્મે પ્રથમ ચાર દિવસમાં જોરદાર કમાણી કરી છે. હવે રવિવારના આંકડા સામે આવી રહ્યા છે. ફિલ્મે રવિવારે પણ કમાણીના મામલે ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ‘ એ તેના પહેલા રવિવારે લગભગ 62 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 282 કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ ‘પઠાણ’ એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.

આ ફિલ્મ વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ થઈ હતી. દર્શકો પહેલા દિવસથી જ કિંગ ખાનની ફિલ્મને ઘણો પ્રેમ આપી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

જો તમે સ્પાના શોખીનો ચેતજો ! હવે સંચાલકોએ પોલીસને આપવો પડશે ડેટા, વિદેશી યુવતીઓ….

0

If you are a spa lover

  • સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. વિદેશી યુવતીના કામ કરવા પર મુક્યો પ્રતિબંધ.

સુરત (Surat) શહેરમાં સ્પાને લઈ પોલીસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે હવે સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હવે સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે (Spa manager) સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું પણ જણાવાયું છે.

છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરતનું નામ મોખરે થઇ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહવ્યાપારના ધંધા ચાલી રહ્યા હોવાનું પોલીસ પોલીસને કાને વાત પડી હતી. જેને લઈ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓ પર રેડ કરી કાર્યવાહી કરેલ છે.

સુરત પોલીસની મોટી કવાયત :

સુરત પોલીસ દ્વારા હવે એક મોટી કવાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, સુરતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ હવેથી સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું જણાવાયું છે.

હુકમનો ભંગ થશે તો કાર્યવાહી :

સુરત પોલીસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ગોરખધંધા બંધ કરાવવા અનેક હુકમો કરાયા છે. જે મુજબ સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ અને સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પોલીસને આપવી સહિતના હુકમો સામે છે.

આ પણ વાંચો :-

 

સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસમાં ગંદકીની તસવીરો થઈ વાયરલ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા તાબડતોબ નિર્દેશ, કરી આ અપીલ

0

Pictures of dirt in Vande Bharat Express

  • વંદે ભારત ટ્રેનની અંદરની કેટલીક ગંદકી વાળી તસવીરો સોશિયલ મીડિયા પર ટવિટ કરવામાં આવી હતી. આ તસવીરમાં આપવામાં આવેલા ફૂડ પેકેટ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો.

આજ કાલ સોશિયલ મીડિયામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં (Vande Bharat Express Train) ગંદકીના ફોટા અને વિડીયો ફરતા થયા હતાં. ત્યાર બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ એક્શન (Railway Minister Ashwini Vaishnav Action) મોડમાં આવી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને ફ્લાઈટ જેવી સફાઈ હાથ ધરવા આદેશ પણ આપી દિધો હતો.

તેમણે આદેશ આપતા જણાવ્યું હતુ કે જે પ્રકારે ફ્લાઈટમાં ક્લિનનેસ એટલે કે ચોખ્ખાઈ જોવા મળે છે તે જ પ્રકારની સફાઈ વંદે ભારત એક્સપ્રેસમાં (Vande Bharat Express) કરવામાં આવવી જોઈએ. ફ્લાઈટમાં ઠીક તેવી જ રીતે એક વ્યક્તિ કોચમાં બેઠેલા લોકોની સીટ પાસે કચરો એકત્ર કરવાની બેગ લઈને જશે અને મુસાફરોને કચરો કચરાની બેગમાં નાખવાનું જણાવશે.

શું કહ્યું રેલ્વે મંત્રીએ ?

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરને લઈને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે વંદે ભારત ટ્રેનમાં સફાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વંદે ભારત ટ્રેનોમાં સફાઈ વ્યવસ્થાને જાળવવા માટે લોકોનો સહયોગ માંગવામાં આવ્યો છે.

શું હતો મામલો ?

મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનની તસવીરો ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં ટ્રેન તેના સ્ટેશન પર પહોચ્યા પછી વપરાયેલ ફૂડ પેકેટ અને અન્ય કચરો ફેલાતો જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે રેલવે મંત્રીને આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી પણ કરી હતી.

કચરાપેટીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ :

અગાઉ પણ હમણા જ શરૂ થયેલી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસમાં પ્લેટો, કપ અને અન્ય કચરો ફેલાયેલા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે રેલવેના અધિકારીઓના કહેવા પ્રમાણે હાઉસકિંપીંગ સ્ટાફ દ્વારા નિયમિત અંતરે સફાઈ કરવામાં આવી હતી.

પરંતુ ટ્રેન વિશાખાપટ્ટનમ પહોંચતા જ ગંદકી જોવા મળી હતી. ત્યારે રેલવે તંત્રએ પેસેન્જરને અપીલ કરતા કરી હતી કે આ પ્રતિષ્ઠિત ટ્રેનને સ્વચ્છ રાખે અને કચરો ફેકવામાં કચરાપેટીનો ઉપયોગ કરે.

આ પણ વાંચો :-

માણસને જીવતો ગળવાનો અજગરનો Video વાયરલ, જોઈને હાજા ગગડી જશે

A viral video of a python swallowing

  • ઈન્ટરનેટ પર ઘણી વખત આવા દ્રશ્યો જોવા મળે છે જે ખુબ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો એક મહાકાય અજગરનો છે.

ઈન્ટરનેટ પર ઘણી વખત આવા દ્રશ્યો જોવા મળે છે જે ખુબ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો એક મહાકાય અજગરનો છે. જેણે આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી છે અને એક વ્યક્તિને ગળી જવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે.

ગાડથી લપેટાયો અજગર :

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં એક કાર ઉભી છે અને તેના પર એક વિશાળકાય અજગર લપેટાયેલો છે. તેણે એક વ્યક્તિને મોઢામાં પણ પકડી રાખ્યો છે અને ધીમે ધીમે ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભોગબનનારના કેટલાક મિત્રો તેનો પગ પકડીને તેને અજગરના મોઢામાંથી બહાર કાઢી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વિશાળકાય અજગરનો વીડિયો :

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે નકલી અજગર છે અને આ વીડિયો જાણી જોઈને બનાવવામાં આવ્યો છે. અમે આ વીડિયોની પુષ્ટિ પણ નથી કરતાં. આ દૃશ્ય earth.brains નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મોલ કે હોટેલમાં કેમ કપાયેલા હોય છે ટોયલેટના દરવાજા ? જાણીને કહેશો કે ભેજાબાજોનું આ કામ છે !

0

Why are the toilet doors cut in the mall or hotel

  • તમે હોટલ કે મોલમાં ટોયલેટનો ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે ? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું.

તમે હોટલ કે મોલમાં ટોયલેટનો (Toilets in hotels or malls) ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં (Toilets) દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું. પરંતુ તેની પાછળ એક વ્યૂહરચના છે. તો ચાલો જાણીએ કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે.

ઈમરજન્સીમાં કામ આવે છે આ દરવાજો :

જાહેર શૌચાલયમાં અચાનક કોઈની તબિયત બગડી શકે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિની મદદ  સરળતાથી થઈ શકે છે. આ સિવાય બાળકો પણ મોલમાં જાય છે. તેઓ ભૂલથી પણ પોતાની જાતને અંદર લોક કરી દે તો આવી સ્થિતિમાં તેમને બહાર કાઢવા ​સરળ બને.

જલ્દી થાય છે સાફ-સફાઈ :

જાહેર શૌચાલયનો 24 કલાક ઉપયોગ થાય છે. તેવામાં સ્વચ્છતા શક્ય નથી. જો દરવાજા નીચેથી કાપવામાં આવે તો તેને સાફ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તેઓ સરળતાથી પોતુ કરી શકે છે અને આ શૌચાલયને સ્વચ્છ રખાશે.

અસામાજિક તત્વોને કરી શકાય છે કંટ્રોલ :

કેટલાક લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે જાહેર શૌચાલયનો પણ ઉપયોગ કરે છે. જો દરવાજા નીચેથી કાપી નાખવામાં આવે છે. તો આ લોકો આ કઈ નહીં કરી શકે.

સ્મોકિંગથી થઈ શકે છે તકલીફ :

લોકો જાહેર શૌચાલયમાં ધૂમ્રપાન કરે છે. આવી સ્થિતિમાં બંધ શૌચાલય ખૂબ જોખમી બની શકે છે.  બંધ શૌચાલયમાં ધુમાડાના કારણે નુકસાન થાય છે.

આ પણ વાંચો :-