ખેડામાં લવજેહાદની જાળમાં ફસાવી સગીરા પર 3 વર્ષ સુધી નવ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, આ આખી ઘટના પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે પરવેઝ પઠાણનું નામ સામે આવ્યું છે, જેણે આશરે બે વર્ષ પૂર્વે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ કપટપૂર્વક સગીરા સાથેના અંગત પળોના વીડિયો અને તસવીરો રેકોર્ડ કરી લીધા હતા. આ વાંધાજનક સામગ્રીને જ હથિયાર બનાવીને તેણે સગીરાને માનસિક અને શારીરિક રીતે લાચાર કરી દીધી હતી.
સામૂહિક દુષ્કર્મ અને ધમકીઓનો આતંક
પરવેઝે માત્ર પોતે જ સગીરાનું શોષણ નહોતું કર્યું, પરંતુ તેણે આ વીડિયો પોતાના મિત્રોને પણ બતાવ્યા હતા. ત્યારબાદ, અન્ય 8 નરાધમોએ પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. આ શખ્સો સગીરાને એવી ધમકી આપતા હતા કે જો તે મચક નહીં આપે, તો તેના વીડિયો સોશિયલ મીડિયા પર સાર્વજનિક કરી દેવામાં આવશે અને તેના પરિવારને જીવતા મારી નાખવામાં આવશે.
સમાજમાં બદનામી અને પરિવાર પર તોળાઈ રહેલા જોખમને કારણે સગીરા સતત ભયના ઓથાર હેઠળ રહી હતી. વર્ષ 2023 થી શરૂ થયેલો આ અત્યાચારનો સિલસિલો વર્ષ 2025 ના રમઝાન માસ સુધી અવિરત ચાલતો રહ્યો હતો. સગીરાએ આ ત્રણ વર્ષો દરમિયાન જે યાતના ભોગવી છે, તેણે સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસ હાલ આ મામલે કડક તપાસ કરી રહી છે જેથી બાકી રહેલા આરોપીને પણ ઝડપી પાડી શકાય.મૌન તોડ્યું અને ન્યાય માટેની લડત શરૂ થઈલાંબા સમય સુધી નરક જેવી યાતનાઓ અને સતત બ્લેકમેલિંગ સહન કર્યા બાદ, આખરે સગીરાએ હિંમત એકઠી કરી પોતાની આપવીતી પરિવાર સમક્ષ રજૂ કરી હતી. દીકરી પર થયેલા આ ભયાનક અત્યાચારની જાણ થતાં જ પરિવારે હિન્દુ સંગઠનોની મદદ લીધી હતી. તેમના સક્રિય સહયોગથી ખેડા ટાઉન પોલીસ મથકે નરાધમો વિરુદ્ધ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેનાથી આ આખા પાશવી કાંડનો પર્દાફાશ થયો છે.
પોલીસની કડક કાર્યવાહી: 8 નરાધમો જેલના સળિયા પાછળ
ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ખેડા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત માહિર, ફૈઝાન, તૌફીક અને સાહીલ જેવા 9 શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઓપરેશન હાથ ધરીને પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે એક ફરાર શખ્સને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
સુનિયોજિત ષડયંત્ર અને ન્યાયિક પ્રક્રિયા
પોલીસના પ્રાથમિક નિવેદન અનુસાર, આ સમગ્ર કૃત્ય એક સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે, જેમાં સગીરાને લાચાર બનાવી તેનું શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવીને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે આ કેસમાં એવી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે જેથી તમામ નરાધમોને કડકમાં કડક અને દાખલારૂપ સજા મળે.
અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં બાયડ હેલિપેડ ખાતે અચાનક યાંત્રિક ખામી સર્જાતા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. પાયલોટની સતર્કતાને કારણે ઉડાન પહેલાં જ ખામી પકડાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી વિગતો મુજબ, મુખ્યમંત્રી સાઠંબામાં ચૂંટણી સભા પૂર્ણ કરીને બાયડ હેલિપેડ પરથી પોતાના આગામી નિર્ધારિત પ્રવાસ માટે રવાના થવાના હતા. જોકે, હેલિકોપ્ટર ટેક-ઓફ્ફ કરે તે પૂર્વે જ પાયલોટને તેમાં કોઈ ગંભીર ટેકનિકલ ક્ષતિ હોવાનું જણાયું હતું. સુરક્ષાના પ્રોટોકોલને પ્રાધાન્ય આપી પાયલોટે તુરંત જ ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો હતો અને હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી. તે પછી મુખ્યમંત્રીનો કાફલો સાઠંબાથી સડક માર્ગે સાબરકાંઠા જવા રવાના થયો હતો.
હેલિકોપ્ટરમાં સર્જાયેલી આ ખામીને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એન્જિનિયરોની ટીમ દ્વારા હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી જાણી શકાય કે આ ખામી કયા કારણોસર સર્જાઈ હતી.
ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની સમસ્યા વચ્ચે ભારત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપૂર્વના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ભારતને ચેતવણી આપી હતી. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને ચોક્કસ સમય આપ્યો હતો, તેની અવધી હવે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પણ ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પણ ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ નહીં કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભારત હવે અમેરિકાની ધમકીઓ પર એટલું ધ્યાન આપી રહ્યું નથી. અમેરિકાએ આ પહેલા પણ રશિયા પાસેથી તેલની ખરીદી કરવા પર ભારત પર 25 ટકા વધારે ટેરિફ લગાવ્યો હતો. તે વખતે પણ ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીને સંપૂર્ણ રીતે બંધ તો નહોતી જ કરી, પરંતુ હા થોડી ઓછી કરી હોવાનું જાણવા ળ્યું હતું. અમેરિકા ધમકી આપે છે, પરંતુ ભારત પોતાના દેશમાં ઊર્જાશક્તિનું ખપતને પૂર્ણ કરવા માટે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અમેરિકા શું કરે છે અથવા શું કહે છે, તેના પર ભારત વધારે ધ્યાન આપતું નથી. કારણ કે, મહત્વપૂર્ણ બાબત એ છે કે, પેટ્રોલ- ડીઝલ અને ગેસની અછત ના સર્જાય તેના પર ધ્યાન આપવામાં આવે!
ભારતે અમેરિકાને કેવી સલાહ આપી? સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારતે અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, રશિયા પાસેથી તેલની ખરીદી 140 કરોડ લોકોની ભલાઈ માટે કરવામાં આવી રહી છે. વૈશ્વિક બજાર અને સ્થિતિઓને ધ્યાને રાખતા રશિયા પાસેથી તેલની ખરીદી કરવામાં આવે છે અને આવતી પણ રહેશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ ટેરિફ મામલે ટ્રમ્પને ફટકાર લગાવી ચૂકી છે, એટલે અમેરિકાની ધમકીઓ પર ભારત પણ ખાસ ધ્યાન આપતું નથી. રશિયા સાથે આ વેપાર ચાલુ રહેશે, અમેરિકાને કોઈ સમસ્યા હોય તો તેને જાતે તેનો ઉકેલ શોધી લે તેવી સલાહ પણ આપવામાં આવી છે.
રશિયા પાસેથી ભારતે કેટલું તેલ ખરીદ્યું? આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, 2025માં ભારતે રશિયા પાસેથી દરરોજ સરેરાશ 26 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી કરી હતી. જોકે, ફેબ્રુઆરી 2025માં, ક્રૂડ ઓઇલ ખરીદી ઘટીને ૧૦ લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ હતી. માર્ચમાં, આ વોલ્યુમ વધારીને 15 લાખ બેરલ પ્રતિદિન કરવામાં આવ્યું હતું. વર્તમાનની વાત કરવામાં આવે તો, એપ્રિલમાં પ્રતિદિન 20 લાખ બેરલના દરે ખરીદી કરવામાં આવી રહી છે. જેનો અર્થ એ થયો કે ભારત તેના ક્રૂડ ઓઇલનો 38 ટકા હિસ્સો રશિયા પાસેથી ખરીદી રહ્યું છે.
તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કેરળની એક શાળાના શિક્ષકો, અન્ય સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો મળીને કુલ 16 લોકો વેકેશન મનાવવા તમિલનાડુના પ્રવાસે આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ અતિરાપલ્લી વોટરફોલ જોઈને વાલપરાઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચાલકે વાન પરથી કાબૂ ગુમાવતા વાન સીધી ઉંડી ખીણમાં ખાબકી હતી.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ખીણમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. કેરળ પોલીસ આ મામલે તમિલનાડુ પોલીસના સતત સંપર્કમાં છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ શાળાના વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં શાળાએ ઉમટી પડ્યા હતા, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી છે અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
પરિવારનું એકનું એક સંતાન અને નાનીવયની ચીલબુલી જેવી બંસરીને નૃત્યાંગનાની વેશભુષામાં જોઈને લોકો દંગ થઈ ગયા; બંસરી તેની વાસ્તવિક ઉંમર કરતાં મોટી-શાંત અને ઠરેલ લાગતી હતી; બંસરીએ રજુ કરેલા એક એક નૃત્યમાં ભાવ, તાલ અને લયનો અદ્ભુત સુમેળ તરી આવતો હતો
પ્રસંગોપાત કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીએ ગાંધીનગર િસ્થત પોતાની માિલકીના ચાર પ્લોટ સંગીત અકાદમી માટે ફાળવી આપ્યા હોવાની વાત કરીને વડાપ્રધાન મોદીના ભારતીય સંગીત પરંપરા પ્રત્યેના પ્રેમને ઉજાગર કર્યો હતો
સુરતીઓના હૃદયમાં પણ સંગીત વહે છે એ વાત બંસરીએ ફરી પુરવાર કરી બંસરીના આરંગેત્રમના સાક્ષી બનવા લગભગ બે હજાર જેટલા લોકો ઉમટી પડ્યાં હતા
સુરતના તત્કાલિન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પણ સુરતીઓને સંગીત પ્રત્યેનો ગજબનો નશો કરાવ્યો હતો; અસ્થાનાએ સુરતીઓને શનિ-રવિની રજામાં સ્ટ્રીટ પ્લે અને સાંજના સંગીતના સથવારે પારિવારીક તાંતણે બાંધી દીધા હતા
લગભગ પાંચ હજાર વર્ષ પુરાણી ભારતીય નૃત્યકલા પૈકી ‘આરંગેત્રમ’ નૃત્યને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન શિવ, કૃષ્ણ અને રામને સાંકળી લેતી આ નૃત્યકલા અત્યંત કઠિન તપશ્ચર્યા છે. ભારતના દિક્ષણના રાજ્યમાં પ્રચલિત કલા ‘આરંગેત્રમ’માં નિપુણ થવું એ એક શિક્ષણની સર્વોત્તમ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા બરાબર છે. લગભગ સાત વર્ષની સતત તપશ્ચર્યાને અંતે ‘આરંગેત્રમ’માં નિપુણતા હાંસલ કરી શકાય છે.
દિક્ષણ ભારતમાં અત્યંત પ્રચલિત આરંગેત્રમ પાછલા દાયકાઓથી દેશભરના રાજ્યોમાં પ્રતિષ્ઠાનું સ્થાન લઇ ચૂકી છે. ઘર, પરિવારની દીકરી, પુત્રવધુ ‘આરંગેત્રમ’માં નિપુણ હોય તો પરિવાર માટે ગૌરવ ગણાય છે. એવું કહેવાય છે કે હિંદુ પરંપરામાં ‘આરંગેત્રમ’ પણ એક સંસ્કાર છે.
એક વાત ચોક્કસ છે. નૃત્યના અનેક પ્રકાર છે પરંતુ ‘આરંગેત્રમ’માં વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલી ઊઠવા સાથે સુખદ ચારિત્ર્યનું નિર્માણ થાય છે. ‘આરંગેત્રમ’માં નિપુણ થયેલી વ્યક્તિના વાણી, વહેવાર અને સમર્પણભાવ નિખરી ઊઠે છે અને એટલે જ સુખી, સંપન્ન અને સંસ્કારી પરિવારોમાં દીકરીઓને ‘આરંગેત્રમ’ તરફ વાળવાના આગ્રહમાં વધારો થઇ રહ્યો છે. જાણે સમય પાછો ફરી રહ્યો છે. પશ્ચિમના સંગીતથી ઉબકાઈ ગયેલા, થાકી ગયેલા લોકોને હવે ભારતીય સંગીત પરંપરામાં સુખ અને શાંતિની અનૂભુતિ થઇ રહી છે. કારણ ભારતીય સંગીત પરંપરા દેવોને ઇશ્વરને સમર્પિત છે. આખી દુનિયામાં ભારતીય સંગીત પરંપરામાં મનને શાંતિ મળે છે, એ કદાચ દુનિયાના કોઇ સંગીતમાં નહીં હોય કારણ ભારતીય સંગીત ઇશ્વરના આત્માનો અવાજ છે. ભારતીય વાદ્યોની ઉદ્વેગ થઇ ગયેલા મનને શાંત કરે છે અને હારી ગયેલા મનને ફરી બેઠું પણ કરે છે. ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણમાં ઠાંસીઠાંસીને ભરેલી તાકાતની અનુભૂિત કરાવે છે.
ઘણા લોકો ‘આરંગેત્રમ’ને ‘દાસીપ્રથા’ સાથે સરખાવે છે. પરંતુ આ નરી ગેરમાન્યતા છે. નૃત્યાંગના જ્યારે નૃત્યમાં નિપૂણ થઇને પ્રથમ વખત તેના ગુરૂજનો, પરિવારજનો અને સ્નેહીજનો સમક્ષ પોતે મેળવેલી કલા રજુ કરે છે એ પૂર્વે તેની કલાને ઇશ્વરને સમર્પિત કરે છે અને એટલે જ ભૂતકાળમાં પ્રથમ નૃત્ય સમારોહ ઇશ્વરના દરબારમાં એટલે મંદિર પરિસરમાં યોજવામાં આવતો હતો. સમય જતા વ્યવસ્થામાં બદલાવ થયો. એરકન્ડીશન્ડ થિયેટર અને હોલની સુવિધાઓ ઊભી થવાથી ‘આરંગેત્રમ’ નૃત્યના દિક્ષાંત સમારોહ જાહેર મંચ ઉપરથી રજુ કરવાની આખી પરંપરા ઊભી થઇ ગઇ અને પરિવારના સંતાનનું ‘આરંગેત્રમ’ એક પ્રતિષ્ઠાનો પ્રસંગ બની ગયો. દેશના મોટાભાગના ‘મેટ્રોસિટી’માં આવા પ્રસંગો પ્રતિષ્ઠાનું સ્થાન લઇ ચૂક્યા છે.
ભારતીય ધર્મ પરંપરામાં અધ્યાત્મ અને ઇશ્વરની પ્રાિપ્ત સાથે આરોગ્યને પણ વણી લેવામાં આવ્યું છે. યોગા, સાધના, મૌન સહિતની પ્રક્રિયામાં પ્રભુભક્તિ સાથે શરીરના આરોગ્યને પણ સતત વણી લેવામાં આવ્યા છે. આજે ‘યોગ’ એ આધુનિક શબ્દ બની જવા સાથે પોતે ‘યોગા’ કરી રહ્યો હોવાનું કહીને વ્યક્તિ ગૌરવ અનુભવે છે. પરંતુ આ યોગક્રિયા બીજું કઇ જ નહીં. ભારતીય ધાર્મિક પરંપરા સાથે વણાયેલી એક પ્રક્રિયા છે. આ ભારતીય પરંપરામાં છુપાયેલી શક્તિમાં આજે સમગ્ર વિશ્વને સુખનો અનુભવ થઇ રહ્યો છે.ખેર, સુરતમાં એક સુસંસ્કૃત ડૉકટર પરિવાર ડૉ.પારૂલ અને ડૉ. મેહુલ ભાવસારની દીકરી કુમારી બંસરીએ સખત અને સતત પરિશ્રમના અંતે ‘આરંગેત્રમ’માં નિપુણતા હાંસલ કરીને થોડા દિવસ પહેલા ડૉ.ભાવસાર પરિવારના લોકો, મિત્ર, શુભેચ્છકો અને ગુરૂજનોની હાજરીમાં અદ્ભૂત નૃત્ય કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વિવિધ નૃત્ય અને મુદ્રા સાથે ભાવ પ્રગટ કરીને લોકોના દિલોદિમાગમાં છવાઇ ગઇ હતી. બંસરીનો મૂળભૂત સ્વભાવ ‘અલ્લડ’ કહી શકાય. કારણ ડૉકટર દંપતિનું એકનું એક સંતાન એટલે કે લાડકોડમાં ઉછરેલી બંસરી અલ્લડ હોય એ માની શકાય પરંતુ બંસરીએ જ્યારે આરંગેત્રમ નૃત્ય રજુ કર્યું ત્યારે ભાગ્યે જ કોઇ કહી શકે કે આ ડૉકટર ભાવસાર દંપતિની ચુલબુલી દીકરી બંસરી હશે. જે લોકો બંસરીને નજીકથી ઓળખતા હતા એવા લોકો પણ બંસરીનું નૃત્યાંગનાનું રૂપ જોઇને અભિભૂત થઇ ગયા હતા. નૃત્યાંગનાની વેશભૂષામાં બંસરી તેની વાસ્તવિક ઉંમર કરતા અનેક ગણી મોટી, શાંત અને ઠરેલ લાગતી હતી. નૃત્યના પ્રકાર ભલભલા નિષ્ણાંતો પણ સમજી શકે નહીં એવા નૃત્યો ઇશ્વરીય ભાવ સાથે બંસરીએ રજુ કર્યા હતા. વળી ક્યાંય પણ ખચકાટ કે ભૂલ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે બંસરી છવાઇ ગઇ હતી.ભરતનાટયમ્ નૃત્ય શૈલીના ગુજરાતના સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઇએ અારંગેત્રમને ‘આરાધના’ નો પર્યાય શબ્દ આપ્યો હતો. કુ.બંસરીએ નટરાજવંદના, ગુરૂવંદના, સભાવંદના, અને મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ, શબ્દમ, વર્ણનમ, પદમ, તિલ્લાના શ્લોકમ, મંગલમ, જેવા સંગીત અને તાલમય, ભાવમય નૃત્ય રજુ કરીને કઠોર સંગીત સાધનાનો પરિચય કરાવ્યો હતો.
શાસ્ત્રીય સંગીતની ઉચ્ચત્તમ શૈલીમાં બંસરીએ ‘નવરસ’નું અદ્ભૂત નૃત્ય રજુ કરીને સંગીત ગુરૂ શ્રીમતી રાિધકા ઉમરજી સહિત સંગીતવૃંદને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ‘આરંગેત્રમ’માં વિવિધ ભાવ સાથે રજુ કરવામાં આવતા નૃત્યને આખરી કસોટી ગણવામાં આવે છે અને આ કસોટી ‘બંસરી’એ પાર પાડી દીધી હતી.
સુરતના સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટીનમ હોલમાં યોજવામાં આવેલા બંસરીના દિક્ષાંત સમારોહમાં સુરતના પ્રથમ હરોળના નાગરિકો, ડૉકટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા અગ્રણીઓ સહિત લગભગ બે હજાર લોકોએ હાજરી આપી હતી.કેન્દ્રીય જળશક્તિી મંત્રી સી.આર.પાટીલે બંસરીની નૃત્ય સાધનાની સરાહના કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંગીત પ્રત્યેના લગાવની એક ઉદાહરણરૂપ ઘટના રજુ કરી હતી. સી.આર. પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની માલિકીના ગાંધીનગરમાં જમીનના ચાર પ્લોટ હતા આ પ્લોટ તેમણે સંગીત સાધનાના કેન્દ્ર માટે અર્પણ કરી દીધા હતા. કદાચ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ જમીનના પ્લોટ ઉપર સંગીત અકાદમીની ૧૬ માળની બિલ્ડીંગ સાકાર થઇ ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં અહિંયા સંગીતજ્ઞની ડિગ્રી એનાયત કરવામાં આવતી હશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રાસંગિક જાહેરાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૃદય-મનમાં ધરબાયેલા સંગીત પ્રેમને સી.આર. પાટીલે ઉજાગર કર્યો હતો.
પચરંગી પ્રજાથી ઉભરાતા સુરતમાં વેપાર, ઉદ્યોગની સાથે ભારતીય કલા અને સંગીત પ્રત્યેનો પ્રેમ સમાંતર વહી રહ્યો છે. અહિંયા રોજબરોજ ક્યાંકને ક્યાંક ભારતીય પરંપરાગત સંગીતના કાર્યક્રમ સાથે ‘આરંગેત્રમ’ જેવા દિક્ષાંત સમારોહ યોજાતા રહે છે. સુરતના તત્કાલિન પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ સુરતમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી સાથે સંગીતનો ગજબનો નશો કરાવ્યો હતો. શનિ અને રવિવાર સુરતમાં કલ્ચર કાર્યક્રમોની હારમાળા રહેતી હતી. રવિવારની વહેલી સવારે સ્ટ્રીટ પ્લે અને સાંજના સંગીતના કાર્યક્રમો આ સુરતની આદત બની ગઇ હતી. આવા કાર્યક્રમોને કારણે સુરતના લોકોમાં એક પારિવારિક ભાવના પેદા થઇ હતી. પો.કમિ.રાકેશ અસ્થાના સુરત છોડી ગયા પરંતુ તેમણે ઊભી કરેલી પરંપરાને કારણે આજે પણ પરિવારના તાંતણે બંધાઇ ગયેલા લોકોના થોડા થોડા સમયે ‘જલસા’ થતા રહે છે. ખરેખર સમજાય તો માનવીય જીવનનું આ જ તો સત્ય છે.
ડૉ.પારૂલ અને ડૉ.મેહુલ ભાવસારની દીકરી બંસરીના દિક્ષાંત સમારોહની ઘટનાએ સુરતીઓના સંગીત, નૃત્ય પ્રત્યેના પ્રેમને ફરી ઉજાગર કર્યો હતો. ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, લંકાિવજય હનુમાન આશ્રમના ગાદીપતિ સીતારામ દાસબાપુ, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન નિખિલ મદ્રાસી, સિવિલ હોસ્પિ.ના ડૉ. કેતન નાયક, ડૉ.મહેન્દ્ર ચૌહાણ, ડૉ.પ્રશાંત નાયક, વનિતા વિશ્રામના કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર નર્મદ યુનિ.ના કુલપતિ કિશોરસિંહ ચાવડા, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપદાદા ‘ગુજરાત ગાર્ડિયન’ના તંત્રી મનોજ મિસ્ત્રી, ડૉ. તુષાર ધડુક, નર્સિંગ એસો.ના પ્રમુખ ઇકબાલ કડીવાળા, ધબકારના તંત્રી નરેશ વરીયા સહિત અનેક નામી અનામી લોકોની હાજરી વચ્ચે કુ.બંસરીનો ‘દિક્ષાંત’ સમારોહ ઉજવાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, ડૉ.મેહુલ ભાવસાર લોકોની સેવાની ભાવના સાથે અમરોલી, કોસાડ, સાયણ િવસ્તારમાં ‘બંસરી’ નામથી હોિસ્પ. ચલાવે છે. જ્યારે ડૉ.પારૂલ વડગામા સુરત સિવિલ હોિસ્પ.ના ચેસ્ટ અને ટીબી િવભાગનાં એચઓડી તરીકે ફરજ બજાવે છે.
કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. મળતી માહિતી મુજબ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત બ્રિટિશ નાગરિકતા કેસમાં FIR નોંધવા અને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે, સિંગલ બેન્ચે ફરિયાદી વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી પૂર્ણ કરી, ત્યારબાદ કોર્ટે આ મામલે FIR નોંધવા અને તપાસ શરૂ કરવાના નિર્દેશ આપ્યા.
જાણો શું છે સમગ્ર મામલો?
છેલ્લા ઘણા દિવસોથી, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ રાહુલ ગાંધીની કથિત બેવડી નાગરિકતા અંગેની અરજી પર સુનાવણી કરી રહી છે. અહેવાલો અનુસાર, આ અરજી કર્ણાટક ભાજપના કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી.
આ અરજીમાં લખનૌની સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટના 28 જાન્યુઆરી, 2026ના આદેશને પડકારવામાં આવ્યો છે, જેમાં એફઆઈઆર દાખલ કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકતાનો મુદ્દો તેના અધિકારક્ષેત્રમાં આવતો નથી.
અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી? અરજદાર વિગ્નેશ શિશિરે માંગ કરી છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ BNS, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવે અને વિગતવાર તપાસનો આદેશ આપવામાં આવે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની કથિત બ્રિટિશ નાગરિકતા અંગેની ફરિયાદ પર લેવામાં આવેલી કાર્યવાહી અંગે કેન્દ્ર સરકાર પાસેથી માહિતી માંગી હતી. કોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી કેસ સંબંધિત રેકોર્ડ પણ મંગાવ્યા હતા. આ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.
સુરતની રાજનીતિમાં હાલ ઉથલપાથલ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટીએ તેના બે મહત્વપૂર્ણ કાર્યકરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ખાસ વાત એ છે કે, આ બંને નેતાઓ હવે ભાજપમાં નથી રહ્યા અને ‘આમ આદમી પાર્ટી’ના સત્તાવાર ઉમેદવાર બની ચૂક્યા છે. પક્ષ વિરુદ્ધ જઈને ચૂંટણી લડવાનો નિર્ણય લેતા સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે બંનેને પ્રાથમિક તથા સક્રિય સભ્યપદ સહિત તમામ જવાબદારીઓમાંથી દૂર કર્યા છે.
શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલ AAPમાં જોડાયા ભાજપે જે બે નેતાઓ સામે કાર્યવાહી કરી છે તેમાં શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલનો સમાવેશ થાય છે. શર્મિષ્ઠાબેન વોર્ડ નંબર 1ની શહેર કારોબારી સભ્ય હતી, જ્યારે ધ્રુમિલ પંચાલ વોર્ડ નંબર 30ના યુવા મોરચાના મંત્રી હતા. બંને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ ટિકિટ ન મળતા અસંતોષ વ્યક્ત કરીને પક્ષ છોડ્યો અને ‘આપ’માં જોડાઈ ગયા.
AAPના બેનર હેઠળ ચૂંટણી મેદાનમાં હાલમાં ધ્રુમિલ પંચાલ વોર્ડ નંબર 29માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે શર્મિષ્ઠાબેન વરીયા વોર્ડ નંબર 1માંથી AAPના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ અને શિસ્તભંગને કારણે ભાજપે બંને સામે સસ્પેન્શનની કડક કાર્યવાહી કરી છે.
ટિકિટ ન મળતા બગાવત, પક્ષ બદલ્યો ભાજપમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા ચાલી રહી હતી. જ્યારે બંનેને ઉમેદવારી ન મળતા તેમણે બગાવત કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ત્યાંથી તરત જ ઉમેદવારી મળતા ભાજપે આ વર્તનને પક્ષ સાથેની ગદ્દારી ગણાવીને તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.
એકનો રાજીનામું, બીજા પર ટેકનિકલ મુદ્દો શર્મિષ્ઠાબેન વરિયાએ 10 એપ્રિલે ભાજપમાંથી વિધિવત રાજીનામું આપી દીધું હતું. જોકે, ધ્રુમિલ પંચાલે ઉમેદવારી નોંધાવ્યા છતાં ભાજપમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપ્યું નહોતું. આ કારણે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.
સસ્પેન્શન લેટરમાં નામની ભૂલ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા સસ્પેન્શન પત્રમાં પણ ભૂલ જોવા મળી હતી. તેમાં ધ્રુમિલ પંચાલની જગ્યાએ ‘ધ્રુમિલ પટેલ’ લખાઈ ગયું હતું. હાલ ધ્રુમિલ પંચાલ આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નં. 29ના ઉમેદવાર છે.
પરેશ પટેલનો કડક સંદેશ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, બંને નેતાઓએ પક્ષમાં મહત્વના પદ પર હોવા છતાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેઓ હવે અન્ય પક્ષના સત્તાવાર ઉમેદવાર છે, તેથી તેમને ભાજપમાં રાખવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ નિર્ણય દ્વારા પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ સહન નહીં કરવામાં આવે.
નેપાળના નવા યુવા વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલેન શાહને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. શાહની મુલાકાત પહેલા ભારત અને નેપાળ વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુલાકાતો પણ થવા જઈ રહી છે. ભારતમાં નેપાળના રાજદૂત ડૉ. શંકર પ્રસાદ શર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ માહિતી આપી છે. નેપાળના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાલેન શાહે ભારતના વડાપ્રધાન મોદીનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે પણ તાજેતરમાં કહ્યું હતું કે પીએમ બાલેન શાહે વડાપ્રધાન મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે.
ભારતમાં નેપાળના રાજદૂતે આ વાત કહી
ભારતમાં નેપાળના રાજદૂત ડૉ. શંકર પ્રસાદ શર્માએ WION ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મારું માનવું છે કે, જેમ આપણા વિદેશ મંત્રીએ કહ્યું છે તેમ, અમે વડા પ્રધાનની ભારત મુલાકાત પહેલાં થનારી બીજી ઘણી મુલાકાતો માટે તૈયારી કરી રહ્યા છીએ. અમે તેમને પણ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. પરંતુ મને લાગે છે કે પસંદગી કરવા માટે ઘણી બધી બાબતો છે.”
હકીકતમાં, નેપાળના વિદેશ પ્રધાન શિશિર કુમાર ખાનાલે તાજેતરમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન સ્વાભાવિક છે. જોકે, સમય અને વિગતો સંબંધિત બાબતોને બંને મંત્રાલયો વચ્ચે પરામર્શ પછી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ખાનાલે મોરેશિયસમાં 9મા હિંદ મહાસાગર પરિષદમાં હાજરી આપ્યા બાદ આ ટિપ્પણી કરી હતી. ખાનાલે પરિષદ દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી.
Glad to meet FM Shishir Khanal @shisir of Nepal this afternoon. Congratulated him on his appointment.
Discussed realising the full potential of the 🇮🇳 🇳🇵 partnership by deeper collaboration in different sectors. pic.twitter.com/wKopzovHBi
ડૉ. શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 18 મહિનામાં ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા દોઢ વર્ષમાં, અમે રોકાણ, આરોગ્ય, આયુષ અને સુરક્ષા સંબંધો સંબંધિત ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. તેથી, આગામી ઉચ્ચ-સ્તરીય મુલાકાત દરમિયાન, તમે ઘણા એમઓયુ પર હસ્તાક્ષર, નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ જોશો.”
નેપાળના રાજદૂતે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે આરોગ્ય અંગેના એમઓયુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેના પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થઈ શકે છે.
પરંપરાગત દવા અંગે તેમણે કહ્યું કે ભારતે આયુર્વેદમાં ભાગીદારીનો પ્રસ્તાવ મૂક્યો છે. મોટાભાગના આયુર્વેદ વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરે છે. તેથી, યુનિવર્સિટી, દવા અને દવાના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ભાગીદારી મજબૂત છે.
The @EONIndia marked the 1st Intl Wellness Day with FM Hon Shisir Khanal’s video message, a panel of global experts & healthy cuisine supported by GTTCI (Dr Rashmi Saluja, Dr Gaurav Gupta).
Chief Guest: Shri Murli Manohar Joshi. Joined by ambassadors, diplomats & Indian friends pic.twitter.com/AseeTTJHQ3
નેપાળે ઘણીવાર એવી વિદેશ નીતિ અપનાવી છે જે ચીન અને ભારત તરફ ઝુકાવ રાખે છે. જો કોઈ જમણેરી કે મધ્યમ પક્ષ સત્તામાં આવે છે, તો તે સ્વાભાવિક રીતે જ ભારત તરફ પક્ષપાત દર્શાવે છે.
દરમિયાન, ડાબેરી પક્ષો ચીન તરફ ઝુકાવ ધરાવે છે. ચીન પણ નેપાળને જીતવા માટે મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. જોકે, ભારત નેપાળ માટે ખોરાક પૂરો પાડનાર રહ્યું છે.
ભારતથી નેપાળમાં ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓ લઈને સેંકડો ટ્રકો દરરોજ કાઠમંડુ જાય છે. ભારત હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે નેપાળ કોઈપણ પરિસ્થિતિમાં ભારત પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ જાળવી રાખે.
ભારતમાં નેપાળ દૂતાવાસ ખાતે આરોગ્ય વાટિકા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને નેપાળે પરંપરાગત આરોગ્યસંભાળ સેવાઓ પર ભાર મૂક્યો છે . નેપાળના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ અને 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય આરોગ્ય દિવસ નિમિત્તે ભારતીય દૂતાવાસ ખાતે ‘આરોગ્ય વાટિકા’ અથવા હર્બલ હેલ્થ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ડૉ. શર્માએ સમજાવ્યું, “આ બગીચો આવતીકાલે આંતરરાષ્ટ્રીય આરોગ્ય દિવસ સાથે સુસંગત બનાવવા માટે બનાવવામાં આવી રહ્યો છે. તે નેપાળના પ્રસ્તાવ પર આધારિત છે, જેને ભારત અને અન્ય દેશો તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. તેથી, અમે અહીં આરોગ્ય વાટિકા શરૂ કરી છે.”
Ahead of International Wellness Day (15 April—established through a UN resolution led by🇳🇵), @EONIndia inaugurated the herbal garden Aarogya Vatika in a grand ceremony.
The Vatika will promote traditional medicine and symbolizes the shared healing heritage of🇳🇵and 🇮🇳. pic.twitter.com/Tn2JDlsAZ2
શર્માએ નેપાળની સમૃદ્ધ જૈવવિવિધતા પર ભાર મૂક્યો, ખાસ કરીને હિમાલય પ્રદેશમાં, જે તેના ઔષધીય છોડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નેપાળમાં મોટી સંખ્યામાં આયુર્વેદિક પ્રેક્ટિશનરો પણ છે. નેપાળ ઔષધીય છોડ અને ઔષધિઓમાં ખૂબ સમૃદ્ધ અને વિશ્વભરમાં પ્રખ્યાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની વ્યાપક સંશોધન કુશળતા અને તેના 28,000 થી વધુ હર્બલ બગીચા સહયોગ માટે તકો પ્રદાન કરે છે. નેપાળી દૂતાવાસમાં બગીચાની સ્થાપના નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે, જેનાથી આપણે બંને દેશોની પરંપરાઓ અને વારસો શેર કરી શકીશું.
વારાણસી કમિશનરેટના ચોલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નેહિયામાં આંબેડકર અને ભગવા ધ્વજ હટાવવાને લઈને બીજા દિવસે પણ હોબાળો થયો હતો. બંને સંગઠનો વચ્ચે થયેલા વિવાદમાં ભારે પથ્થરમારો થયો હતો. જેમાં એસીપી સારનાથ વિદુષ સક્સેનાના માથામાં ફ્રેક્ચર થયું હતું. ઘટના બાદ ઘાયલ એસીપી સારનાથને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પથ્થરમારામાં સબ-ઇન્સ્પેક્ટર સહિત બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. દરમિયાન, બંને સંગઠનો વચ્ચે થયેલા વિવાદમાં પથ્થરમારા બાદ પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
ડીસીપી વરુણા ઝોન પ્રમોદ કુમાર, લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, સારનાથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને અન્ય પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે હાજર છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર SDM પિંડરા, તહસીલદાર પિંડરા કુલવંત સિંહ તેમજ એડિશનલ CP પણ પહોંચ્યા અને ઘટનાની માહિતી મેળવી.
શું છે સમગ્ર મામલો? માહિતી મુજબ, 14 એપ્રિલે આંબેડકર જયંતિ નિમિત્તે ગામમાં આવેલા ભૈરવ બટુક ધામ તરફ જતાં ગેટ પર કેટલાક લોકોએ આંબેડકરનો ઝંડો લગાવ્યો હતો। આરોપ છે કે બાદમાં કેટલાક અસામાજિક તત્વોએ આ ઝંડાને ફાડી ને સળગાવી દીધો। આ બાબતની જાણ થતાં જ ભીમ આર્મીના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો અને વિરોધ પ્રદર્શન સાથે રસ્તા જામ કરી દીધો.
પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ જ્યારે હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો પણ સ્થળ પર પહોંચી ગયા। બંને પક્ષ આમને-સામને આવી જતા માહોલ ગરમાયો અને વિવાદ વધ્યો। સ્થળ પર પહોંચેલી પોલીસે ભારે મહેનત બાદ બંને પક્ષોને શાંત પાડ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી। જોકે, શુક્રવારે ફરી બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા.
બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં મુંગેર પોલીસે ગુજરાતના સાણંદથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ બાંકાના રહેવાસી શેખર યાદવ તરીકે થઈ હતી. મુંગરે પોલીસ તેને ટ્રાંઝિટ રિમાન્ડ પર બિહાર લઈ જઈ રહી છે. આ અહેવાલા રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કેસની ગુપ્ત તપાસ શરૂ કરી હતી.
આરોપી સાણંદમાં રહીને મજૂરી કામ કરતો હતો. તે બાંકા જિલ્લાનો રહેવાસી છે. તેણે મોબાઈલથી સીએમને જાનથી મારવાની ધમકી આપતો કોલ કર્યો હતો. આ મામલે મુંગેર પોલીસે કેસ નોંધી તપાસ શરી કરી હતી. તપાસ દરમિયાન ધમકી આપનારા મોબાઈલ નંબરનું લોકેશન ગુજરાત નીકળ્યું હતું.
બિહાર પોલીસે ગુજરાત આવીને અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરીથી મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેસ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. જરૂરી કાર્યવાહી બાદ બિહાર લઈ જવામાં આવી રહ્યો છે. બાંકામાં તેના નિવાસ સ્થાને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તેણે સમ્રાટ ચૌધરીને ધમકી કેમ આપી, તેની પાછળ શું હેતુ હતો જેવી તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્ય પ્રધાન બન્યા બાદ સમ્રાટ ચૌધરીએ કાનૂન વ્યવસ્થા સુધારવા પર ભાર મુક્યો હતો. તેમણે ગુનેગારોને ચેતવણી આપી હતી. જેની ઘણી અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં ગુનેગારોએ પોલીસના ઓપરેશન સામે હથિયાર હેઠા મૂક્યા છે. વૈશાલીમાં સોના લૂંટના આરોપીને ઠાર કરાયો હતો. મુખ્ય પ્રધાન બન્યા બાદ સમ્રાટ ચૌધરીએ લૉ એન્ડ ઑર્ડરને સરકારની પ્રાથમિકતા ગણાવી હતી. આ સ્થિતિમાં તેમને જાનથી મારવાની ધમકી આપવાના અહેવાલ ચોંકાવનારા હતા.