Home Blog Page 1160

McDonald’s માં બાળકના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર અને પછી જે કર્યું. ઘટના CCTV માં કેદ

0

A rat got into a kid’s pants 

  • Rat Crawls Kids Pants : મેકડોનાલ્ડ્સમાં કોઈ એવી આશાએ જાય કે તેમને ઉંદરડું કરડી જાય? મેકડોનાલ્ડ્સમાં તો કોઈ ખાવાની મજા માણવા માટે જતા હોય છે. પરંતુ જો તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે તો ચોંકાવનારું કહી શકાય.

મેકડોનાલ્ડ્સમાં (McDonald’s) કોઈ એવી આશાએ જાય કે તેમને ઉંદરડું કરડી જાય? મેકડોનાલ્ડ્સમાં તો કોઈ ખાવાની મજા માણવા માટે જતા હોય છે. પરંતુ જો તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે તો ચોંકાવનારું કહી શકાય. તેલંગણાના કોમપલ્લીના એસપીજીમાં મેકડોનાલ્ડ્સના ડાઈનિંગ એરિયામાં (Dining area) ટોઈલેટમાથી દોડીને આવેલો એક ઉંદર 8 વર્ષના બાળકના પેન્ટમાં ઘૂસી ગયું અને પછી તેને કરડી ખાધું.

આ ઘટના સમયે બાળકના માતા પિતા પણ તેની સાથે હતા. રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરામાં 8 માર્ચના રોજ ઘટેલી કેમેરામાં કેદ થઈ ગઈ. પિતા પુત્રને બોવેનપલ્લી હોસ્પિટલ લઈ ગયા અને તેને રેબીઝ અને ટિટનેસની રસી અપાવી.

9 માર્ચના રોજ તે વ્યક્તિએ રેસ્ટોરન્ટ ચેનના મેનેજમેન્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. આ ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. એ વિચારવા પર મજબૂર કરી દીધા કે લોકોને આવા મલ્ટિનેશનલ ફૂડ કંપનીમાં પણ ખાતા પીતા ડરવું પડશે કે શું.

વીડિયોમાં એક ઉંદર રેસ્ટોરન્ટના ટોઈલેટમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે અને ટેબલની નીચે તેના માટે જગ્યા શોધી રહ્યો છે. એ જ ટેબલ પર તે વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે બેઠો હતો. 8 વર્ષના બાળકના પિતાએ બાળકને પોતાની તરફ ખેંચ્યુ અને ઉંદરને ભગાડવાની કોશિશ કરી. પરંતુ ત્યાં સુધીમાં તો ઉંદર બાળકના પેન્ટમાં ઘૂસી ગયો હતો અને તેને કરડી ગયો હતો.

છોકરાના પગમાં ઘા હોવાનો દાવો કરતા પરિવારે કાયદાકીય કાર્યવાહી કરી છે. આગામી 3 દિવસ સુધી છોકરાને રેબીઝની રસીના બીજા બે ડોઝ આપવામાં આવ્યા. પિતાએ કહ્યું કે રેસ્ટોરન્ટના કર્મચારીઓ બેદરકાર હતા કારણ કે તેમણે ઉંદરને રોકવા માટે કશું વધુ કર્યું નહીં.

આ પણ વાંચો :-

ખબર પણ નથી પડતી એ રીતે આવે છે Silent Heart Attack, જાણો કેવી રીતે કરવો બચાવ

Silent Heart Attack comes  

Silent Heart Attack : કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઈલેન્ટ હાર્ટ એટેક કહેવાય છે. સાઈલેન્ટ હાર્ટ એટેક ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની (Heart Attack) ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ વૃદ્ધો નહીં પરંતુ 30 થી 40 વર્ષની ઉંમરના લોકોને હાર્ટ અટેક (Heart Attack) આવે છે અને તેમનું નિધન થઈ જાય છે. કેટલાક લોકો તો એવા હોય છે જેમને કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને હાર્ટ એટેક (Heart Attack) આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઈલેન્ટ હાર્ટ એટેક (Silent heart attack) કહેવાય છે.

સાઈલેન્ટ હાર્ટ એટેક ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સાઈલેન્ટ હાર્ટ અટેકનું જોખમ અનહેલ્ધી ખાણીપીણીની આદતોના કારણે વધી રહ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સાઈલેન્ટ હાર્ટ એટેક નોર્મલ હાર્ટ અટેક કરતાં કેવી રીતે અલગ હોય છે અને તેમાં બચાવ કેવી રીતે કરવો.

શું છે સાઈલેન્ટ હાર્ટ એટેક ? 

સાઈલેન્ટ હાર્ટ એટેકને સાઈલેન્ટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનો હુમલો કોઈ પણ પ્રકારના લક્ષણ વિના આવે છે. એટલે કે છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાઓ વિના જ હાર્ટ એટેક આવી જાય છે. તેથી જ આ હાર્ટ એટેક વિશે જાણવું પણ મુશ્કેલ છે અને વ્યક્તિ કોઈ સારવાર કરે તે પહેલા જ તેનું નિધન પણ થઈ શકે છે.

કારણ કે તેમાં દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. સાઈલેન્ટ હાર્ટ અટેક ક્યારે આવે છે જ્યારે હૃદયમાં પહોંચતું રક્ત બ્લોક થઈ જાય જેના કારણે હૃદયના સ્નાયુને નુકસાન થાય છે.

સાઇલેન્ટ હાર્ટ એટેકનો જોખમ કોને સૌથી વધારે ? 

સાઈલેન્ટ હાર્ટ અટેકનું જોખમ એ લોકોને સૌથી વધારે હોય છે જેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધારે વજન જેવી સમસ્યાઓ હોય. ઘણી વખત કેટલાક રોગના કારણે પણ આર્ટિસ્ટ બ્લોક થઈ જાય છે અને સાઈલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હા સ્વાસ્થ્ય નિષ્ઠાંતો જણાવે છે કે ઘણી વખત લોકો હાર્ટ એટેકના લક્ષણોને એસિડિટી કે ગેસની સમસ્યા સમજીને ઈગ્નોર કરી દેતા હોય છે જે જીવલેણ સાબિત થાય છે.

આ પણ વાંચો :-

ભારત વર્લ્ડકપ જીતશે તો જાહેરમાં કપડાં ઉતારીશ, વિવાદિત નિવેદન બાદ રાતોરાત સ્ટાર બની પૂનમ પાંડે !

If India wins the World Cup 

Facts About Poonam Pandey : ભારતની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે પોતાની બોલ્ડનેસને કારણે ઘણીવાર ચર્ચાનો વિષય બની રહે છે. ઘણીવાર પૂનમની તસવીરો કે વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ જાય છે. જેના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. તસ્વીરો સિવાય પૂનમ તેના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. જેના કારણે તે ભારતની વિવાદાસ્પદ સેલેબ્સમાંની એક માનવામાં આવે છે.

Facts About Poonam Pandey : ભારતની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે (Actress Poonam Pandey) પોતાની બોલ્ડનેસને કારણે ઘણીવાર ચર્ચાનો વિષય બની રહે છે. ઘણીવાર પૂનમની તસવીરો કે વીડિયો ઈન્ટરનેટ (Internet) પર આવતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ જાય છે. જેના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. તસ્વીરો સિવાય પૂનમ તેના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે.

જેના કારણે તે ભારતની વિવાદાસ્પદ સેલેબ્સમાંની એક માનવામાં આવે છે. તમારામાંથી ઘણા લોકોએ પૂનમ પાંડેનું નામ તો સાંભળ્યું જ હશે. પરંતુ તેનાથી જોડાયેલા વિવાદો અને તથ્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજના આર્ટિકલમાં અમે તમને પૂનમ પાંડે સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવીશું..

કોણ છે પૂનમ પાંડે :

તમારામાંથી ઘણાને ખબર નહીં હોય કે પૂનમ પાંડે કોણ છે. તો અમે તમને જણાવીએ કે પૂનમ એક અભિનેત્રી અને મોડલ છે. જો કે પૂનમ આ દિવસોમાં બોલિવૂડમાંથી ગાયબ છે પરંતુ તેના સોશિયલ મીડિયા હેન્ડલને કારણે તે હેડલાઈન્સમાં રહે છે. હાલમાં જ પૂનમ કંગનાના શો લોકઅપમાં જોવા મળી હતી. જે હાલમાં ખૂબ જ હાઈપ બનાવી રહી છે.

પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ 1991ના રોજ દિલ્હીમાં થયો હતો. જણાવી દઈએ કે તેણે પોતાનું કરિયર એક મોડલ તરીકે શરૂ કર્યું હતું. જ્યાં તેને ઘણું નામ અને ખ્યાતિ મળી હતી. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડે પોતાના સેમી ન્યૂડ વીડિયોને કારણે પહેલીવાર લાઈમલાઈટમાં આવી હતી.

આ પછી વર્ષ 2011માં પૂનમ પાંડે વર્લ્ડ કપ દરમિયાન હેડલાઈન્સમાં આવી હતી. જ્યારે તેણે નિવેદન આપ્યું હતું કે જો ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપ જીતશે તો પૂનમ તેમની સામે ન્યૂડ થઈ જશે. જો કે જીત્યા પછી પૂનમે આવું કંઈ કર્યું નથી.

સની લિયોની સાથે સરખામણી :

પૂનમની બોલ્ડ સ્ટાઈલને કારણે તેની સરખામણી અભિનેત્રી સની લિયોન સાથે કરવામાં આવી હતી. ફિલ્મ નશાના પ્રમોશન દરમિયાન પૂનમે પોતે આ વિશે વાત કરી અને કહ્યું કે ‘હું આ સરખામણીથી કંટાળી ગઈ છું, મને ખબર નથી કે લોકો મારી સરખામણી સની લિયોન સાથે કેમ કરે છે. હું અહીં અભિનય કરવા આવી છું અને લોકો મને માત્ર અભિનય કરતા જ જોશે. ફિલ્મના વિઝ્યુઅલ કલરફુલ છે. પરંતુ ફિલ્મમાં લવસ્ટોરી પણ છે. હું કોઈ એડલ્ટ સ્ટાર નથી. કૃપા કરીને મારી સરખામણી સની સાથે ન કરો.

No description available.આઈટમ ડાન્સ માટે 5 કરોડ રૂપિયા મળ્યા :

એક્ટિંગની સાથે પૂનમે આઈટમ ડાન્સમાં પણ હાથ અજમાવ્યો છે. જણાવી દઈએ કે પૂનમે સાઉથની ફિલ્મમાં એક આઈટમ ડાન્સ માટે 5 કરોડ રૂપિયા લીધા હતા. તે દરમિયાન પૂનમ ઘણી ફેમસ હતી. તેણે ખુદ મીડિયાને 5 કરોડના આઈટમ ડાન્સ વિશે જણાવ્યું હતું.

પૂનમે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મને આ ફિલ્મમાં ડાન્સ માટે એટલા પૈસા આપવામાં આવ્યા છે. જેટલા પૈસા કોઈ હિરોઈનને ફિલ્મમાં કામ કરવા માટે આપવામાં આવતા નથી. જોકે પૂનમને આઈટમ ડાન્સ માટે 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા કે નહીં તેના કોઈ પુરાવા નથી.

આ પણ વાંચો :-

વ્યક્તિના કપાળમાં ઘૂસી ગયું તીર, પાડોશીએ ગુસ્સામાં અર્જુનની જેમ નિશાન તાક્યું

0

An arrow penetrated  

  • Arrow Penetrated Forehead : છોટાઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં વ્યક્તિના કપાળમાં તીર ઘૂસી ગયું. મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, 3 કલાક ઓપરેશન કરાયું.

વડોદરાની (Vadodara) સયાજી હોસ્પિટલમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો. સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) એક યુવક કપાળમાં ખૂંપાયેલા તીર સાથે આવ્યો હતો. જે જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. મહાભારત-રામાયણમાં જેમ બાણવીરો નિશાન તાકતા તેમ તીર બરાબર કપાળની વચ્ચોવચ ભ્રમર પર ભોંકાયેલું હતું. જોકે સયાજી હોસ્પિટલના તબીબોએ 3 કલાક સર્જરી કરીને યુવકનો જીવ બચાવી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના કવાંટ પાસેના ઉગલીયા કામના દિલીપભાઈ ધમાક પર તેમના પાડોશીએ હુમલો કર્યો હતો. પાડોશીએ તીર અને ધનુષથી હુમલો કરીને દિલીપભાઈના કપાળ પર બાણ ચલાવ્યુ હતું. અને સીધું તેમના કપાળમાં તીર ભોંક્યું હતું. ત્યારે ઘાયલ દિલીપભાઈને તીરની સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

તબીબોએ તપાસ કરતા જોયું કે તીર દિલીપભાઈના આંખની ઉપર ભ્રમરમાં ઘૂસી ગયુ હતું. કપાળના ભાગે ખુંપી ગયેલા તીરે આંખને વિંધીને સીધી મગજમાં ઇજા પહોંચાડી હતી. જેથી ન્યુરોસર્જન અને ઓપ્થોમોલોજીસ્ટની ટીમ દ્વારા તેમનું ઓપરેશન કરાયું હતું. આ ઓપરેશન સફળ રહ્યું હતું.

લગભગ ત્રણ કલાકની સર્જરી બાદ દિલીપભાઈનો જીવ બચાવી લેવાયો હતો. સયાજી હોસ્પિટલના ડો.પાર્થ મોદી, ડોક્ટર અંકિત શાહ, ડો. વિનય અને ડો. શ્રુતિબ જુનેજાએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું.

આ પણ વાંચો :-

હોળી પર છેડતી અને સતામણીનો સામનો કરનાર જાપાની મહિલાએ ભારત છોડ્યું

0

Japanese woman leaves India  

  • હોળીની ઉજવણી દરમિયાન દિલ્હીમાં પુરુષોના જૂથ દ્વારા એક જાપાની મહિલાની છેડતી અને સતામણીનો વીડિયો સામે આવ્યા બાદ..

Japanese woman harassed : હોળીની ઉજવણી દરમિયાન દિલ્હીમાં (Delhi) પુરુષોના જૂથ દ્વારા એક જાપાની મહિલાની છેડતી અને સતામણીનો વીડિયો (Harassment video) સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેઓએ જાપાની દૂતાવાસને (Japanese Embassy) પત્ર લખીને તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદની વિનંતી કરી છે. ડીસીપીએ પીટીઆઈને જણાવ્યું હતું કે જાપાની દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે તેમની પાસે આવી કોઈ ઘટના વિશે કોઈ માહિતી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર મહિલા જાપાની પ્રવાસી છે જે રાષ્ટ્રીય રાજધાનીના પહાડગંજમાં રહેતી હતી અને હવે તે બાંગ્લાદેશ જવા રવાના થઈ ગઈ છે.

પોલીસે જણાવ્યું કે, એક કિશોર સહિત ત્રણ છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓએ આ ઘટનાની કબૂલાત કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) સંજય કુમાર સૈને જણાવ્યું હતું કે, વિગતોની ખાતરી કરવા માટે વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

જાપાની દૂતાવાસને એક ઈમેલ મોકલવામાં આવ્યો :

“પહેરગંજ પોલીસ સ્ટેશનમાં કોઈપણ વિદેશી સાથેના કોઈપણ પ્રકારના ગેરવર્તણૂકને લગતી કોઈ ફરિયાદ અથવા કૉલ પ્રાપ્ત થયો નથી. જાપાની દૂતાવાસને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે જેમાં છોકરીની ઓળખ અથવા ઘટના વિશે અન્ય કોઈપણ વિગતો સ્થાપિત કરવામાં મદદની વિનંતી કરવામાં આવી છે,” પોલીસે જણાવ્યું હતું.

માથા પર ઈંડું ફોડ્યું :

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પુરૂષોનું એક જૂથ એક મહિલા પર રંગ લગાવતા દેખાતું હતું, જે તેમની આસપાસ અન્કમ્ફર્ટેબલ લાગતી હતી. તેમાં એક પુરુષ તેના માથા પર ઈંડું મારતો પણ દેખાઈ છે.

ડીપી એક્ટ હેઠળ કાર્યવાહી :

પોલીસે જણાવ્યું કે પકડાયેલા છોકરાઓ ડીપી એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ત્રણેય પહાડગંજ નજીકના વિસ્તારના રહેવાસી છે. આગળની કાયદેસરની કાર્યવાહી યોગ્યતાના આધારે અને છોકરીની ફરિયાદના આધારે નક્કી કરવામાં આવશે. જો કોઈ હોય તો પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

Nails Cutting : આ 3 દિવસે ભૂલથી પણ ન કાપવા જોઈએ નખ ! બાકી થઈ જશો બરબાદ

Nails Cutting: Do not cut nails
  • Nail don’t Cutting Days : શું તમે જાણો છો કે અઠવાડિયાના 3 દિવસ એવા હોય છે જેમાં આપણને નખ ન કાપવાનું કહેવામાં આવે છે. છેવટે તે દિવસો કયા છે અને તે દિવસે નખ ન કાપવાનું કેમ કહેવામાં આવે છે. આજે અમે તમને આના કારણો જણાવીશું.

તમે ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે અઠવાડિયામાં અમુક દિવસોમાં નખ (Nail) ન કાપવા જોઈએ. આ સાથે આ દિવસે વાળ કાપવાની (Hair Cut) પણ મનાઈ કરવામાં આવે છે. આખરે બધા ઘરોમાં આવું કેમ બોલાય છે.

જ્યોતિષના મતે અઠવાડિયાના તમામ દિવસોનો અલગ-અલગ ગ્રહો સાથે સીધો સંબંધ હોય છે. જો આપણે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે નખ કાપીએ તો તેનાથી ગ્રહદોષ થાય છે. આ જ કારણ છે કે આ 3 દિવસમાં નખ ન કાપવાનું કહેવામાં આવે છે.

મંગળવારે નખ કાપશો નહીં :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. કહેવાય છે કે મંગળનો સંબંધ રક્ત સાથે છે. આ જ કારણ છે કે મંગળવારે નખ કાપવાથી લોહી સંબંધિત વિકારો થઈ શકે છે. તેથી આ દિવસે નખ, વાળ અને દાઢી કાપવાનું ટાળવું જોઈએ.

પૈસાની ખોટ સહન કરવી પડશે :

ગુરુવારને દેવ ગુરુ બૃહસ્પતિની પૂજાનો દિવસ કહેવામાં આવે છે. તે બુદ્ધિ, જ્ઞાન, શિક્ષણ અને શુભ કાર્યોનો કારક છે. એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે ભૂલથી પણ નખ ન કાપવા જોઈએ. આ સાથે વાળ કાપવા અને શેવિંગ કરવાનું પણ ટાળવું જોઈએ. આમ કરવાથી લોકોને ધનનું નુકસાન સહન કરવું પડી શકે છે.

કટોકટી શરૂ થશે :

શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં શનિનો સંબંધ માણસના હાડકાં, સ્નાયુઓ અને કફ સાથે જણાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જે લોકો શનિવારે નખ, વાળ અને દાઢી કાપે છે તેમને શનિ દોષનો સામનો કરવો પડે છે. આનાથી તેના જીવનમાં સંકટનો સમયગાળો શરૂ થાય છે.

આ પણ વાંચો :-

હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂની રેલમછેલના આંકડા સરકારે આપ્યા

0

Now this is not happening Gandhi’s Gujarat 

  • Gujarat Crime : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે, ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે.

એક સમય હતો જ્યારે ગુજરાતના દારૂબંધીની (Prohibition of alcohol) મિશાલ અપાતી હતી. પરંતુ હવે આ મામલે ગુજરાતની છબી ખરડાઈ ચૂકી છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ (Alcohol and drugs) એટલું પકડાય અને પીવાય છે કે સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન સરકારે તેના આંકડા આપ્યા. ગુજરાતમાંથી કેટલું દારૂ અને ડ્રગ્સ પકડાયું તે અંગે ગુજરાત સરકારે (Gujarat Govt) વિધાનસભામાં આંકડા આપ્યા. જે આ મુજબ છે.

સરકારે વિધાનસભામાં કહ્યું કે ગુજરાતમાં અને દરિયાઈ સીમામાંથી હજાર કરોડથી વધારાનું ડ્રગ્સ પકડાયું છે. વિધાનસભાની પ્રશ્નાતરીમાં ઉમેશ મકવાણા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે અદાણી પોર્ટ ઉપરથી 375 કરોડ 50 લાખનું હેરોઈન 75 કિલો પકડાયું છે. જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય એક પ્રશ્નમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભારતીય જળ સીમામાંથી ગુજરાત એટીએસ દ્વારા 924 કરોડ 97 લાખની કિંમતનું 184.994 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે. ભારતીય જળસીમાંથી પકડાયેલા ડ્રગ્સ માટે જવાબદાર 40 આરોપીઓને એટીએસએ પકડી પાડ્યા છે. જેમાં 32 પાકિસ્તાની 1 અફઘાનિસ્તાન અને 7 ભારતીય હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો.

તો સરકારે માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે. રાજ્યમાં ૩.૯૪ કરોડનો દેશી દારૂ પણ ઝડપાયો છે.

આ પણ વાંચો :-

 

માનવામાં ન આવે તેવો કિસ્સો, Online Shopping માં ગુજરાતી યુવકોએ મંગાવી….

0

Unbelievable case

  • Online Shopping : લોકો ઓનલાઈન શોપિંગમાં ઘરવખરી અને ફેશનની વસ્તુઓ મંગાવે, પણ અમરેલીના ટાબરિયાઓએ નકલી ચલણી નોટો ઓર્ડર કરી દીધી.

અમરેલીના (Amreli) નાના ભંડારીયા ગામનાં બે યુવાનો અને એક સગીરાએ સાથે મળીને એવું ઓનલાઈન શોપિંગ (Online shopping) કર્યું કે પોલીસ દોડતી થઈ. યુવકોએ ઓનલાઈન શોપિંગ ફેસેલિટીનો (Shopping facility) ગજબનો ફાયદો ઉઠાવ્યો. લોકો પોતાના કામની વસ્તુઓ ઓનલાઈન શોપિંગમાં મંગાવે. કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓના બદલે બનાવટી ચલણી નોટો જ મંગાવી લે તો ! અને એ પણ કેશ ઓન ડિલીવરી (Cash on delivery). અમરેલીમાં જે થયું તેનાથી સતર્ક થઈ જવું પડે.

ઓનલાઈન શોપિંગ કરવાનો આજકાલ જબરો ક્રેઝ છે, પગરખાંથી લઈને લીંબુપાણી સુધી આપણે ઓનલાઈન મંગાવી લઈએ છીએ. પરંતુ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામનાં બે યુવાનો અને એક બાળ કિશોરે એ તો હદ જ કરી નાંખી. અમરેલી એસઓજીના જાપ્તામાં રહેલ આ બંને યુવાનો અને એક ટાબરિયાની ત્રીપુટીએ બનાવટી ભારતીય ચલણી નોટો જ ઓનલાઈન ઓર્ડર કરી દીધી, એ પણ થોડી ઘણી નહી. બે લાખની.

સોશિયલ મીડિયા પર ફેક કરન્સી નામની એક રીલ્સ જોયા બાદ આ ત્રિપુટીએ જે તે વેબસાઈટનો સંપર્ક કરીને બે લાખ ની બનાવટી ચલણી નોટોનો ઓર્ડર પણ આપી દીધો. જેમાં કેશ ઓન ડિલીવરીમાં 50 હજાર ચૂકવીને 2 લાખની બનાવટી નોટો મેળવી હતી.

જોકે આ ત્રિપુટી આખરે અમરેલી એસઓજીના હાથે ઝડપાઇ ગઈ છે. હાલ આરોપીઓ પાસેથી રૂપિયા ૨૦૦ ના દરની ૮૩ નોટો અને રૂપિયા ૫૦૦ ના દરની ૧૯૭ બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. જેની માર્કેટ કિંમત ૧,૧૫,૧૦૦ થાય છે. તેમજ એક ફોન મળી કુલ ૧,૩૩,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમરેલીના નાના ભંડારીયા ગામનાં આરોપીઓ : 

(૧) અમિત વિનુભાઇ માધડ ઉવ.-૨૧, ધંધો-પ્રા.નોકરી, રહે.ભંડારીયા, તા.જિ.અમરેલી
(૨) કાયદાનાં સંધર્ષમાં આવેલ બાળકિશોર, ૧૬ વર્ષ ૯ માસ ૧૩ દિવસ ધંધો-મજુરી, રહે, ભંડારીયા, તા.જિ.અમરેલી
(૩) ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ, ઉંવ-૨૩. ધંધો-હીરા ધસવાનો, રહે.સાળવા દલીતવાસ, તા.ખાંભા, હાલ રહે.સુરત, કતારગામ, શ્યામ મારબલની બાજુમાં, તીવારી શેઠનાં હીરાનાં કારખાનામાં તા.જિ.સુરત..

અમરેલી એસઓજીના પીઆઈ એસજી દેસાઈએ જણાવ્યું કે, આ તમામ આરોપીઓએ ૨ લાખ રૂપિયાની કિંમતની બનાવટી ભારતીય ચલણની નોટો ઓનલાઈન મંગાવી હતી.

જેમાંથી એસઓજી પોલીસને ૧,૧૫,૧૦૦ ની કિંમતની બનાવટી નોટો કબજે કરી છે. આ સિવાયની અન્ય બનાવટી ચલણી નોટો આરોપીઓ એ ક્યાં ખર્ચ કરી તે માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

લેડી ડોન બનવાના અભરખા સાથે ભાવલી સડકો ઉપર મચાવતી હતી આતંક, પોલીસે કર્યા આવા હાલ

0

Bhavli was creating terror on the

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં હવે લેડી ડોનનો આતંક પણ વધવા લાગ્યો છે.

સુરત શહેરના વરાછા કાપોદ્રા (Varachha Kapodra) પુના વિસ્તારમાં ગેંગ બનાવીને ફરતી લેડી ડોન ભૂરી પછી વધુ એક લેડી ડોન નું નામ ભાવના ઉર્ફે ભાવલીવાળાના નામ સામે આવ્યો છે. ભાવલીએ (Bhavli) સુરતમાં રોડ પર આવરગીરી શરૂ કરી હતી અને વિડીયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થતાં કાપોદ્રા પોલીસે યુવતીની કરી ધરપકડ કરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં લેડી ડોન ભાવલીએ હાથમાં લાકડાના ફટકા લઇ મિત્રો સાથે યુવતીની આવારાગીરી , ગાડીના કાચ તોડ્યા તો રસ્તામાં જતા લોકોને હેરાન કર્યા. ધમાલના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, કાપોદ્રા પોલીસે યુવતીની કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં વધુ એક યુવતીને લેડી ડોન બનવાના અભરખા ભારે પડી રહ્યા છે. લોકોમાં ભય ઉપજાવા અને પોતાનો ડર બનાવી રાખવા હવે યુવતીઓ પણ અસામાજિક પ્રવૃત્તિમાં આગળ આવી રહી છે. ચાર દિવસ પહેલા સોશિયલ મીડિયામાં કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં ધમાલ મચાવતી યુવતી સાથે કેટલાક યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે કાપોદ્રા પોલીસે ભાવના ઉર્ફે ભાવલી વાળા નામની યુવતીની બે જુદાજુદા ગુનામાં ધરપકડ કરી છે. જાહેરમાં લોકોને હેરાન કરવા બાબતે અને રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હથ ધરી છે.

ભાવલીની ઉમર ફક્ત 24 વર્ષ :

ભાવલી ઉર્ફે ભાવના જેની ઉંમર હાલ 24 વર્ષની જાણવા મળી છે. આ ઉંમરમાં લેડી ડોન બનવાના અભરખા ઉભા થયા છે. ભાવલીએ અભ્યાસ છોડી દીધો છે. હાલ કોઈ જ કામકાજ કરતી નથી. શહેરના લુખ્ખાતત્વો કે જેઓ કોઈ જ કામ ધંધો નથી કરતા અને માત્ર અસામાજિક પ્રવૃત્તિ કરી લોકોમાં ડર ઉભો કરે છે.

તેવા અલગ અલગ યુવાનો સાથે ગ્રુપ બનાવીને ફર્યા કરે છે. તેમની સાથે મળી ભાવલી પણ કાપોદ્રા, પુણા, યોગીચોક સહિતના વિસ્તારમાં ધમાલ કરી, લોકોને હેરાન કરી. ધાક ધમકીઓ આપી લોકોમાં ડર ઉભો કરે છે અને પોતાનો હાવ બનાવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો :-

 

 પૈસા રાખો તૈયાર ! આગામી સપ્તાહે આવશે દમદાર IPO, ઈશ્યૂ પ્રાઈઝ પણ નક્કી, જાણો વિગત

0

Keep the money ready!

  • નાણાકીય વર્ષ 2022માં કંપનીનું રેવેન્યૂ 190.31 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે એક વર્ષ પહેલાં તે 175.37 કરોડ રૂપિયા હતું. આ સમયમાં નેટ પ્રોફિટ પાછલા વર્ષના 33.93 કરોડ રૂપિયાથી વધી 35.63 કરોડ રૂપિયા થઈ ગયો હતો.

Global Surfaces IPO : ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (Initial Public Offering) પર દાંવ લગાવી કમાણીની યોજના બનાવી રહ્યાં છો તો પૈસા તૈયાર રાખો. આ એટલે માટે કહી રહ્યાં છીએ કારણ કે Global Surfaces એ આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઈઝ નક્કી કરી દીધી છે. Global Surfaces આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ 133-140 રૂપિયા પ્રતિ શેર છે.

ક્યારે ખુલશે આઈપીઓ : કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આઈપીઓ 13 માર્ચે ખુલશે અને 15 માર્ચે બંધ થશે. આઈપીઓ હેઠળ 85.20 લાખ ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવાની સાથે ડાયરેક્ટર મયંક શાહ અને શ્વેતા શાહ દ્વારા 25.5 લાખ સુધીના ઈક્વિટી શેરનું વેચાણ (ઓએફએસ) કરવામાં આવી રહ્યું છે.

શું થશે પૈસાનું : IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ દુબઈમાં કંપનીની સૂચિત એન્ટિટી – ગ્લોબલ સરફેસ FZEની સ્થાપના માટે કરવામાં આવશે. કંપની કુદરતી પથ્થરોની પ્રક્રિયા અને કૃત્રિમ પથ્થરના ઉત્પાદનના ક્ષેત્રમાં છે.

કેવી છે નાણાકીય સ્થિતિ : તમને જણાવી દઈએ કે કંપનીનું નાણાકીય પ્રદર્શન નિરાશાજનક રહ્યું કારણ કે તેના માર્જિનમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીનું રેવેન્યૂ 190.31 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે એક વર્ષ પહેલા 175.37 કરોડ રૂપિયા હતું. આ સમયમાં નેટ પ્રોફિટ પાછલા નાણાકીય વર્ષના 33.93 કરોડ રૂપિયાથી વધારી 35.63 કરોડ રૂપિયા થઈ ગયો હતો.

પરંતુ EBITDA માર્જિન છેલ્લા એક વર્ષમાં 27.05 ટકાથી ઘટી 21.97 ટકા થઈ ગયો. સપ્ટેમ્બર 2022 સુધી કંપનીનું શુદ્ધ ઋણ 50.68 કરોડ રૂપિયા હતું, જે માર્ચ 2022 સુધી 37.29 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો :-