Home Blog Page 1156

Whatsappમાં આવી રહ્યું છે જબરદસ્ત ફિચર, તમને થશે આ મોટો લાભ

A great feature is coming in Whatsapp 

  • મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp નો ઉપયોગ કરનારા યુઝર્સ (users) માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને પોતાનો કોન્ટેક્ટ નંબર અન્ય લોકો સાથે શેર કરવો પડે છે.

આ સિવાય ગ્રુપ એડ (Group Ed) થતાની સાથે જ ગ્રુપના તમામ સભ્યોને તેમનો નંબર દેખાવા લાગે છે. ઓછામાં ઓછું વોટ્સએપ ગ્રુપ માટે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાશે અને હવે અન્ય લોકોને ગ્રુપ ચેટ લિસ્ટમાં (Group chat list) તમારો ફોન નંબર દેખાશે નહીં. તમારું યુઝર નેઇમ તમારા નંબરને બદલે અન્ય લોકોને બતાવવામાં આવશે. આ રીતે વોટ્સએપ (WhatsApp) યુઝર્સને વધુ સારી પ્રાઈવસીનો લાભ મળવા જઈ રહ્યો છે.

ફોન નંબરને બદલે યુઝર નેઇમ બતાવવામાં આવશે :

મેટા-માલિકીની એપ્લિકેશનમાં રોલ આઉટ થતા નવા અપડેટને પગલે ગૃપના સહભાગીઓને ચેટ સૂચિમાં ફોન નંબરને બદલે યુઝર નેમ બતાવવામાં આવશે. જો તમે સરળ ભાષામાં સમજીએ તો જ્યારે વોટ્સએપ ગ્રુપમાં કોઈ અજાણી વ્યક્તિ તરફથી મેસેજ આવે છે. ત્યારે તેનો ફોન નંબર દેખાવા લાગે છે. પરંતુ ટૂંક સમયમાં જ નંબરની જગ્યાએ યુઝર દ્વારા સેટ કરેલું યુઝરનેમ બતાવવામાં આવશે. તે જ તમારા ફોન નંબર પર લાગુ થશે અને બાકીનાને તમારા સંદેશ સાથે યુઝર્સ નેઇમ બતાવવામાં આવશે.

અજાણ્યા સંપર્કોની ઓળખ સરળ બનશે :

ગયા વર્ષે ડિસેમ્બરમાં વોટ્સએપે આ ફીચરનું પરીક્ષણ શરૂ કર્યું હતું, જેની સાથે ગ્રુપ ચેટ્સના મેસેજ બબલ્સમાં ફોન નંબરને બદલે યુઝરનેમ બતાવવામાં આવી રહ્યા હતા. આ સુવિધા સાથે, ગૃપના સભ્યો અને સહભાગીઓને ઓળખવાનું સરળ બનશે જેમના સંપર્ક નંબર તમારા ઉપકરણ પર સાચવવામાં આવ્યા નથી. WABetaInfo રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ફેરફારને હવે ચેટ લિસ્ટનો પણ એક ભાગ બનાવવામાં આવી રહ્યો છે અને નંબર સેવ કર્યા વગર ગ્રુપમાં ચેટ કરવાનું સરળ બનશે.

નામ ગૃપ સહભાગીઓની સૂચિમાં પણ દેખાશે :

નવા અપડેટ પછી ગ્રુપના નામ પર ટેપ કર્યા પછી દેખાતા પાર્ટિસિપન્ટ લિસ્ટમાં ફોન નંબરની જગ્યાએ માત્ર ગ્રુપ ચેટ્સ જ નહીં, યુઝરનેમ પણ બતાવવામાં આવશે. મોટા ગૃપોમાં હાજર રહેલા ઘણા સહભાગીઓની સંખ્યા સાચવવી સરળ નથી અને નવી અપડેટ આ મુશ્કેલીનો અંત લાવશે. એપ્લિકેશનના અન્ય ભાગો પણ ફોન નંબરને બદલે યુઝર નેઇમ બતાવશે. મહત્વનું છે કે તમે યુઝર નેઇમ જાતે સેટ અથવા સંપાદિત કરી શકો છો. તેથી તે દર વખતે સાચું હોવું જરૂરી નથી.

આ પણ વાંચો :-

 

કેરીના શોખીનો માટે સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે શરૂ થશે સિઝન

0

Big news for mango lovers 

  • આ વખતે ભરઉનાળે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે દશા બેસાડ઼ી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એમાંય કેરી પકવતા ખેડૂતોને તો આખા વર્ષની મહેનત માથે પડી છે.

કેરીને (Keri) ફળોનો રાજા કહેવાય છે. કેરી પણ એક પ્રકારની નથી હોતી. ઢગલાબંધ પ્રકારની કેરી આવે છે. દરેક કેરીનો સ્વાદ નીરાળો હોય છે. એમાંય કેરીમાં સૌથી જે ફેમસ છે તે છે કેસર કેરી (Saffron Mango). કેરીના શોખીનો આખુ વર્ષ કેરીના રાહ જોતા હોય છે.

જ્યારે સિઝન શરૂ થાય ત્યારે મનભરીને કેરીની મજા માણતા હોય છે. કેરીનો રસ પણ પીતા હોય છે. કહેવાય છે કે જો તમે સિઝનમાં સારી કેરી મનભરીને ખાઓ તો આખુ વર્ષ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

કારણ કે કેરીમાં એવો પાવર હોય છે જે નેચરલ (Natural) રીતે તમારી બોડીને તમામ પોષક તત્વો આપીને પ્રોટેક્ટ કરે છે. જોકે, આ વખતે કેરીના શોખીનો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં ડિમાંડ અને સપ્લાયના નયમાનુસાર આ વખતે પણ બજાર માંગ અને જથ્થાની સ્થિતિને ધ્યાને લેતાં કેરીનો ભાવ ગત વર્ષો કરતા ઘણો ઊંચો હોવાની સંભાવના છે. જેથી કેરીના શોખીનોને સ્વાદ પુરો કરવા માટે વધારે રૂપિયા ખર્ચવા માટે તૈયાર રહેવું પડશે.

ઉલ્લેખનીય છેકે હોળીના દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ પંથકો કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થતાં કેરીના પાકને નુકસાન થયું હતું.

જ્યારે સોમવારે ફરી પવનાના સૂસવાટા સાથે થયલા માવઠામાં આંબા પર તૈયાર થયેલ કેરીના ફળ ખરી પડ્યા છે. મોટા પ્રમાણમાં કેરી પડી જતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે. ખેડૂતના હાલ પડતા પર પાટુ જેવા થઈ ગયા છે.

બદલાતા વાતાવરણની સીધી અસર બાગાયતી પાકો પર પણ પડે છે. ત્યારે કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ નિરાશા સાપડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે એક તરફ ઉનાળો શરૂ થઈ ચુક્યો છે. હોળી બાદ સામાન્ય રીતે ગરમીમાં વધારો થતો હોય છે અને સારા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થતું હોય છે.

જોકે એના બદલે આ વખતે ભરઉનાળે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે દશા બેસાડ઼ી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એમાંય કેરી પકવતા ખેડૂતોને તો આખા વર્ષની મહેનત માથે પડી છે.

ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ઠેકાણે કમોસમી વરસાદે પરિસ્થિતિ ખરાબ કરી છે. જેમાં સોસિયા, ભાંખલ કે મણારની કેસર કેરીના પાકને માઠી અસર પહોંચી છે. એજ કારણ છેકે આ વખતે સિઝનની કેરી મોડી અને મોંઘી થવાનું અનુમાન વેપારી અને ખેડૂતો બન્ને લગાવી રહ્યાં છે.

અનિયમિત વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ ઘટ થતાં આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનથી માઠી અસર પડે છે. એમાંય વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આ વખતે કેટલાંક પંથકોમાં કેરીનો પાક ખરી જતા ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી હાલ થઈ છે.

આ પણ વાંચો :-

Gold Rate : સોનાના ભાવમાં કડાકો, ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

Gold Rate 

  • Gold Price Today : સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું આ અઠવાડિયે દબાણમાં જોવા મળી રહ્યું છે. જો કે શરાફા બજારમાં સોનું આ અઠવાડિયે તેજીમાં જોવા મળે છે. ચાંદીના હાજર ભાવમાં સતત તેજી છે. આજે 15 માર્ચ બુધવારે ગોલ્ડ ફ્યૂચર ઘટાડા (MCX Gold) સાથે ખુલ્યું.

સોનાના (Gold) ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું (Gold) આ અઠવાડિયે દબાણમાં જોવા મળી રહ્યું છે. જો કે શરાફા બજારમાં સોનું આ અઠવાડિયે તેજીમાં જોવા મળે છે. ચાંદીના હાજર ભાવમાં સતત તેજી છે. આજે 15 માર્ચ બુધવારે ગોલ્ડ ફ્યૂચર ઘટાડા (MCX Gold) સાથે ખુલ્યું. તેમાં 68 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. MCX પર ગોલ્ડ 57,415 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું.

ગોલ્ડ ફ્યૂચર ગઈ કાલે 57,483 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. સિલ્વર ફ્યૂચરમાં પણ સારો એવો ઘટાડો નોંધાયો છે. ઓપનિંગમાં MCX Silver 66,690 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું તેમાં 266 રૂપિયાનો ઘટાડો નોંધાયો. મંગળવારે મેટલ 66,956 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

શરાફા બજારમાં ભાવ :

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓમાં મજબૂત વલણ વચ્ચે દિલ્હીમાં શરાફા બજારમાં મંગળવારે સોનાના ભાવમાં 480 રૂપિયાની તેજી હતી અને તે 10 ગ્રામના 57,380 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. ગત ટ્રેડિંગ સેશનમાં સોનું પ્રતિ 10 ગ્રામ 56,900 ના ભાવ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ 2150 રૂપિયાના ઉછાળા સાથે 66,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયેલી જોવા મળી.

આ પણ વાંચો :-

 

તમારા Freezer માં પણ આ રીતે જામી જાય છે બરફ ? તો ટીપ્સ તમારા માટે છે કામની

Does the ice freeze like this  

  • Tips To Remove Excess Ice From Freezer : આઈસ ટ્રે ઉપરાંત આખા ફ્રિજમાં બરફના ખડકલા થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રિજમાંથી વાસ પણ આવવા લાગે છે. જો તમારા ફ્રિજમાં પણ વારંવાર આ રીતે બરફ જામી જતો હોય તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

આજના સમયમાં દરેક ઘરમાં ફ્રિજ (Freezer) હોય છે. ફ્રિજનો ઉપયોગ દરેક લોકો કરે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં ફ્રિજની જરૂરિયાત વધી જાય છે. શાક, ફળને તાજા રાખવા માટે અને દૂધને ઠંડુ રાખવા માટે ફ્રિજનો ઉપયોગ સૌથી વધારે થાય છે. ઉનાળો દરમિયાન તો બરફનો (Ice) વપરાશ પણ વધી જાય છે. પરંતુ ઘણા લોકોના ફ્રીઝરમાં બરફનું પ્રમાણ વધારે જોવા મળે છે.

આઈસ ટ્રે ઉપરાંત આખા ફ્રિજમાં બરફના ખડકલા થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રિજમાંથી વાસ પણ આવવા લાગે છે. જો તમારા ફ્રિજમાં પણ વારંવાર આ રીતે બરફ જામી જતો હોય તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

ફ્રિઝરમાં વધારે પડતો બરફ જામે તેનું કારણ ભેજ હોય છે. અને આવું ત્યારે થાય છે જ્યારે તમે વારંવાર ફ્રિજ ખોલો છો. જો તમારે આ સમસ્યાથી બચવું હોય તો ફ્રિજ જરૂર હોય ત્યારે જ ખોલો. વારંવાર ફ્રિજ ખોલવાથી અંદર ગરમ હવા જાય છે અને ઠંડી હવા સાથે તે ભેજ ઉત્પન્ન કરે છે.

– આ સિવાય જો તમારા ફ્રીઝરમાં વધારે બરફ જામતો હોય તો તેનો મતલબ છે કે ફ્રીજનું ટેમ્પરેચર યોગ્ય રીતે સેટ કરેલું નથી. ફ્રીઝરનું તાપમાન – 18 ડિગ્રી સેલ્સિયસ પર સેટ હોય તે જરૂરી છે. જો આ ટેમ્પરેચર સેટ નથી તો તમને સમસ્યા થઈ શકે છે.

– જો તમારું ફ્રિજ વધારે ખાલી રહેતું હોય તો તેમાં ભેજનું પ્રમાણ વધી શકે છે આ કારણથી પણ ફ્રીઝરમાં બરફ વધારે જામવા લાગે છે.

– ફ્રિજમાં પાછળની તરફ એક પાઇપ હોય છે જે પાણીને બહાર કાઢવાનું કામ કરે છે જો આ પાઇપ બંધ થઈ જાય ત્યારે પાણી બહાર નીકળતું નથી અને પરિણામે ફ્રીઝરમાં બરફ વધારે જમવા લાગે છે. તેના માટે થોડા થોડા સમયે ફ્રિજની બરાબર સાફ-સફાઈ કરવી અને પાઇપને ચેક કરતા રહેવું.

– પાણીના પાઇપ ઉપરાંત ફ્રિજની પાછળ તરફ એક કોઇલ કન્સેડર હોય છે. તેની મદદથી જ ફ્રિજ ઠંડુ હોય છે. જો તે ગંદુ થઈ જાય તો પણ ફ્રિજ બરાબર કામ કરતું નથી. તેથી તેની સફાઈ પણ કરતા રહેવું.

આ પણ વાંચો :-

MBA ચાયવાલા પછી હવે BTech પાણીપુરી વાળી થઈ રહી છે વાયરલ, અધધ છે આવક

0

After MBA Chaywala, now BTech Panipuri

  • BTech panipuri girl is becoming viral : આજે આપણે પ્રફુલ્લ બિલ્લોરની વાત નથી કરી રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ BTech પાણીપુરી વાલી વિશે. દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આજકાલ એક છોકરી પાણીપુરીની ગાડી ગોઠવે છે. આ છોકરી તેની પાણીપુરીની ગાડી રસ્તાના કિનારે મૂકે છે. તે પોતાનું કામ ખૂબ જ ઉત્સાહથી કરે છે.

MBA ચાયવાલાનું (MBA Chaywala) નામ કોણ નથી જાણતું. લોકો કદાચ પ્રફુલ્લ બિલ્લોર કરતાં MBA ચાયવાલાનું નામ વધુ જાણે છે. પ્રફુલ્લ બિલ્લોર આ MBA ચાયવાલાના માલિક છે. તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM અમદાવાદની (Ahmedabad) સામે ચાનો સ્ટોલ લગાવ્યો. થોડા સમય પછી MBA ચાયવાલાની દેશના ઘણા વિસ્તારોમાં ચર્ચા થવા લાગી અને હવે દેશભરમાં તેમના 200થી વધુ આઉટલેટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આઉટલેટ હવે દેશની બહાર પણ ખુલી રહ્યા છે.

આજે આપણે પ્રફુલ્લ બિલ્લોરની વાત નથી કરી રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ BTech પાણીપુરી વાલી વિશે. દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આજકાલ એક છોકરી પાણીપુરીની ગાડી ગોઠવે છે. આ છોકરી તેની પાણીપુરીની ગાડી રસ્તાના કિનારે મૂકે છે. તે પોતાનું કામ ખૂબ જ ઉત્સાહથી કરે છે. તે અંગ્રેજીમાં વાત કરીને પણ લોકોને પ્રભાવિત કરે છે અને હવે લોકો ટ્વિટર પર તેનો વીડિયો જોઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ છોકરી બુલેટ સાથે તેની ગોલગપ્પા ગાડી લઈને તેની જગ્યાએ જાય છે અને ત્યાં કાર પાર્ક કરે છે.

વીડિયોમાં દેખાતી યુવતીનું નામ તાપસી ઉપાધ્યાય છે. તે પોતાની ઉંમર 21 વર્ષ જણાવે છે. તાપસી જણાવે છે કે તે બી.ટેક કર્યા પછી પાણીપુરી વેચી રહી છે. તેનું કહેવું છે કે લોકો તેને આ કામ કરવાની મનાઈ કરે છે. કેટલાક લોકો સમજાવે છે કે આ કામ છોકરી માટે નથી. કેટલાક લોકો ઘરે કામ કરવાની ભલામણ કરે છે. પરંતુ તાપસીનો મત અલગ છે. તે પોતાનું કામ ખુશીથી કરે છે. તાપસી કહી રહી છે કે તેની પાસે મેંદા વગરની પાણીપુરી છે. તે પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ પણ સારી રીતે કરી રહી છે. આજે તેમનો ઉત્સાહ લોકોને પ્રેરણા આપી રહ્યો છે.

આ પણ વાંચો :-

શું તમારે પણ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું છે ? તો પહેલાં આ સમાચાર વાંચી લો

0

શું તમારે પણ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું છે ? તો પહેલાં આ સમાચાર વાંચી લો

  • ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને અગવડતા ન પડે તે આશયથી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. અડધો કલાકના સ્લોટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઇ છે.

શું તમે પણ ડ્રાઈવિંગ લાયસન્સ (Driving license) કઢાવવાની તૈયારી કરી રહ્યાં છો? શું તમે પણ તમારું વાહન ચલાવવા માટે સરકારનો પરવાનો રાખવા માંગો છો? તો તમારા માટે આ સમાચાર સૌથી અગત્યના છે. કારણકે, નિયમોમાં કેટલાંક જરૂરી ફેરફાર કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા બદલાયેલાં નિયમો જાણી લેજો નહીં તો તમને ધરમનો ધક્કો પડશે.

લાયસન્સ કઢાવતા પહેલાં ઘણાં લોકો વાહન શીખીને ટ્રાયલ માટેની તૈયારીઓ કરતા હોય છે. એટલું જ નહીં આની પ્રેક્ટિકલની સાથો-સાથ થિયરિકલ પરિક્ષા પણ લેવામાં આવે છે. જેમાં તમને ડ્રાઈવિંગ અંગેના નિયમો પૂછવામાં આવે છે. આ તમામ બાબતોની જાણકારી તમારી પાસે હોવી આવશ્યક છે. વાહન ચાલવતી વખતે રસ્તા પરના સાઈન બોર્ડ રોડ પરના વિવિધ સિગ્નલ અને વિવિધ નિશાન ચિન્હોનું શું મહત્ત્વ છે તેનો ખ્યાલ પણ તમને હોવો જોઈએ.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદ શહેરના આરટીઓ વિભાગ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાની પ્રક્રિયાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. RTO દ્વારા લેવાયેલાં નિર્ણય મુજબ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે હવે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે.

મહત્ત્વનું છેકે, આ પહેલાં ડ્રાઈવિંગ લાયસન્સની પ્રક્રિયાનો સમય અલગ હતો. અગાઉ સવારના 6.30થી રાત્રિના 10 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાતો હતો. ડ્રાઈવિંગ ટેસ્ટના સ્લોટ 15થી ઘટાડી 9 કરાયા છે. હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા આવતા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થતાં સમય અવધી પણ ઘટાડી દેવામાં આવી છે.

જોકે, તેની સામે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને અગવડતા ન પડે તે આશયથી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. અડધો કલાકના સ્લોટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઇ છે. જેમાં ટુ વ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. નવા સમયપત્રકનો 13મી નવા સમયપત્રકથી વહેલી સવારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ઇચ્છતા નોકરિયાત વર્ગને મુશ્કેલી પડશે.

આ પણ વાંચો :-

દેશનું આ એક એવું ગામ, જ્યાં પુત્રીના લગ્ન માટે પહેલી પસંદ હોય છે ભીખારી ! ખાસ જાણો કારણ

0

This is a village in the country

  • માટીથી બનેલી દીવાલો અને ઘાસની છતો. તૂટેલા દરવાજા અને પાણીથી ભરાયેલા રસ્તા. તમામ પુરુષો તમને એક જ વેશભૂષામાં જોવા મળશે. આ એક એવું ગામ છે જ્યાં રહેતા મોટાભાગના ભીખારી છે.

માટીથી બનેલી દીવાલો અને ઘાસની છતો, તૂટેલા દરવાજા અને પાણીથી ભરાયેલા રસ્તા… તમામ પુરુષો તમને એક જ વેષભૂષામાં જોવા મળશે. આ એક એવું ગામ છે જ્યાં રહેતા મોટાભાગના ભીખારી (Beggar) છે. અહીં વાત  થઈ રહી છે. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર પાસે આવેલા કાપડિયા વસાહતની. આશરે 4000ની વસ્તીવાળું આ ગામ દેશના પછાત ગણાતા ગામોમાંથી એક છે.

અહીં થોડો સમય વિતાવશો તો માલુમ પડશે કે દરેક વ્યક્તિના કાળા ગાઢ વાળ, મોટી મોટી મૂછો અને દાઢી તથા તેમણે ઢીલા કપડાં પહેર્યા હોય છે. ભગવા કૂર્તા અને ધોતીની સાથે માથા પર એક તિલક પણ જોવા મળશે. ગામમાં રહેતા 54 વર્ષના રામલાલ કહે છે કે જો અમે વાળ કપાવી નાખીએ અને પેન્ટ શર્ટ પહેરવાનું શરૂ કરી દઈએ તો અમારી આજીવિકા જતી રહેશે. અમે ભીખ ઉપર જ નિર્ભર છીએ. અહીં નાલોકો નોકરીઓ કરતા વધુ ભીખના માધ્યમથી રોજીરોટી રળવામાં વિશ્વાસ ધરાવે છે.

રામલાલ કહે છે કે તેમના પૂર્વજો વણઝારા હતાં. લગભગ 200 વર્ષ પહેલા તેઓ આ જગ્યા પર આવ્યા હતાં. નાના નાના ટેન્ટ લગાવીને તેઓ અહીં રોકાયા અને ભીખ માંગવા લાગ્યા હતાં. આ જ તેમની આવકનો એકમાત્ર રસ્તો હતો. આમ તો સામાન્ય રીતે એક જગ્યાએ થોભ્યા બાદ થોડા મહિના પછી તેઓ નવી જગ્યા શોધી લેતા હતાં. તેઓ કહે છે કે તેમણે તેમના દાદા અને પિતા પાસેથી સાંભળ્યું છે કે તે સમયે કાપડિયા વસ્તી અને આસપાસના વિસ્તારમાં રાજા માનસિંહનું રાજ હતું.

રાજાને અમારા પૂર્વજો ધાર્મિક લાગ્યાં અને તેમને કોઈ જોખમ ન લાગ્યું. રાજાએ પૂર્વજોને જમીન આપી અને અહીં રોકાઈ જવાનો આગ્રહ કર્યો. ત્યારબાદથી અમે અહીં એક જ જગ્યા પર રોકાઈ ગયાં અને ભીક્ષાના માધ્યમથી જીવન પસાર થતું રહ્યું. રામલાલ કહે છે કે અમે જે રીતે દેખાઈએ છીએ તેવા દેખાવવું જરૂરી છે. જો આમ ન રહીએ તો કોઈ ભીખ ન આપે. જો કે રામલાલ ભણેલા નથી પરંતુ તેઓ કૂર્તા પર પેન જરૂર રાખે છે.

અહીંના સ્થાનિક કોર્પોરેટર અશોક દુબે કહે છે કે કાપડિયાના લોકો સદીઓથી ભીખ માંગે છે. તેમણે ક્યારે પોતાના હાલાતને બદલવાનું વિચાર્યું નથી. આ તેમની ધારણા બની ગઈ છે કે નોકરીથી સારું તેમના માટે ભીખ માંગવાનું છે. નોકરી કરીને તેઓ 10000 રૂપિયા કમાઈ શકે છે જ્યારે ભીખ માંગીને તો ગમે તેટલા કમાઈ શકે છે. સ્પષ્ટ છે કે આવું શિક્ષણની કમીના કારણે છે.

તેમણે કહ્યું કે વિસ્તારમાં સરકારી શાળા છે. બાળકો જાય પણ છે પરંતુ ભણવા નહીં માત્ર મીડ ડે મિલ ખાવા માટે. શાળાની પાસે એક મંદિર છે જ્યાં મંગળ અને શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. આ લોકો અહીં જ ભીખ માંગે છે. અહીંથી જ તેમની ધારણા બની ગઈ છે. તહેવારોમાં બીજા રાજ્યોમાં જતા રહે છે. ભીખ માંગીને મોટી રકમ ભેગી કરે છે. 62 વર્ષની કેસરબાઈના 14 બાળકો છે. તેમની વિચારધારા એવી છે કે પુત્રીના લગ્ન માટે તેઓ એક ભીખારી જ શોધશે.

આ પણ વાંચો :-

Toll Plaza પર જો 10 સેકન્ડથી વધુ સમય થાય તો નહીં ભરવો પડે ટોલ ટેક્સ, જાણો નિયમ

0

Know the rule if you spend

  • થોડા વર્ષો પહેલા સુધી ટોલ પ્લાઝા પર ખુબ ભીડ લાગતી હતી અને લોકોને પ્લાઝા પાર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારે FASTag ની વ્યવસ્થા કરી અને તેને જરૂરી કરી દેવાઈ. આ મામલે National Highway Authority of India એ કેટલાક નિયમો પણ બનાવ્યા જેનો હેતુ FASTag વ્યવસ્થાને વધુ સારી રીતે લાગૂ કરવાનો હતો.

થોડા વર્ષો પહેલા સુધી ટોલ પ્લાઝા (Toll Plaza) પર ખુબ ભીડ લાગતી હતી અને લોકોને પ્લાઝા પાર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારે FASTag ની વ્યવસ્થા કરી અને તેને જરૂરી કરી દેવાઈ. આ મામલે National Highway Authority of India એ કેટલાક નિયમો પણ બનાવ્યા જેનો હેતુ FASTag વ્યવસ્થાને વધુ સારી રીતે લાગૂ કરવાનો હતો. FASTag વ્યવસ્થાથી બે વાત ખાસ થઈ. એક તો ટોલ ટેક્સનું કલેક્શન વધી ગયું અને બીજુ ટોલ પ્લાઝા પર ભીડ લાગવાની ઓછી થઈ ગઈ.

મે 2021માં NHAI એ દિશા નિર્દેશ બહાર પાડ્યા જે મુજબ દરેક ટોલ પ્લાઝા પર પ્રતિ વાહન સર્વિસ ટાઈમ 10 સેકન્ડથી વધુ હોવો જોઈએ નહીં. આ નિયમ પીક અવર્સ (એવો સમય કે જ્યારે ટોલ પ્લાઝા પર સૌથી વધુ ટ્રાફિક હોય) માં પણ લાગૂ રહેશે. સર્વિસ ટાઈમનો અર્થ છે કે એ સમય જેમાં ટોલ ટેક્સ વસૂલ કરીને વાહનને આગળ જવા દેવામાં આવે.

આ સાથે જ નવા દિશાનિર્દેશમાં એમ પણ કહેવાયું કે ટોલ પ્લાઝા પર વાહનોની 100 મીટરથી વધુ લાંબી લાઈન હોવી જોઈએ નહીં. આ માટે NHAI એ ટોલબૂથથી 100 મીટરના અંતર પર એક પીળી પટ્ટી બનાવવાની પણ જોગવાઈ કરી જેનાથી ટોલથી પહેલાના 100 મીટરના અંતરની લોકોને જાણકારી મળી શકે.

શું કહે છે નિયમ :

નિયમ મુજબ નેશનલ હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝા પર  જો કોઈ વાહનને ટોલ કાપીને આગળ જવામાં 10 સેકન્ડથી વધુનો વેઈટિંગ ટાઈમ લાગે તો તે ટોલ ટેક્સ આપ્યા વગર જઈ શકે છે. આ સિવાય ટોલ પ્લાઝા પર વાહનોની જો 100 મીટરથી વધુ લાંબી લાઈન હશે તો વાહનોને ટોલ બૂથના 100 મીટરના દાયરામાં લાઈન સુધી પહોંચવા ટોલ ચૂકવ્યા વગર જવા દેવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

CNG Kit કારમાં લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો ? ભૂલથી પણ આ 4 ભૂલો ના કરતા

Planning to install CNG Kit in the car?

  • જો તમે પણ તમારી કારમાં CNG કિટ લગાવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. આમ ન કરતાં તમારો જીંદગીભર પસ્તાવાનો વારો આવી શકે છે. સીએનજી કિટ સાથે જોડાયેલી તે કઇ વાતો છે, આજે અમે તેના વિશે જણાવીશું.

CNG Kit Fitting in Car : લોકોની આ બદલાયેલી માનસિકતાના કારણે તેમને પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel) વધેલા ભાવથી રાહત મળી રહી છે. પરંતુ આ આદત ક્યારેક જીવલેણ પણ બની શકે છે.  પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે આજકાલ દરેક પોતાની કારને CNGમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે લોકો કોઈપણ પરિચિત મિકેનિક (Mechanic) પાસેથી કારમાં સીએનજી કિટ (CNG Kit in Car) લગાવી રહ્યા છે.

CNG કિટ લગાવવામાં રાખો આ સાવચેતી :

જો તમે પણ તમારી કારમાં CNG કિટ લગાવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. આમ ન કરતાં તમારો જીંદગીભર પસ્તાવાનો વારો આવી શકે છે. સીએનજી કિટ સાથે જોડાયેલી તે કઇ વાતો છે, આજે અમે તેના વિશે જણાવીશું.

ફક્ત અધિકૃત ડીલર પાસેથી જ કીટ ઇન્સ્ટોલ કરો :

CNG કિટ ખરીદ્યા પછી, તેને લોકલ મિકેનિક અથવા ડીલર પાસેથી ઇન્સ્ટોલ કરાવવાની ભૂલ કરશો નહી. આવા મિકેનિક આ પ્રકારની કીટ ઇન્સ્ટોલ કરવા માટે એકપર્ટ હોતા નથી. એવામાં રોડ પર જતી કારમાં ગેસ લીકેજ અને આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે. અધિકૃત ડીલર અથવા એજન્સી પાસેથી જ આવી કીટ ઇન્સ્ટોલ કરાવવી વધુ સારું રહેશે.

નકલી કિટ ભૂલથી ન ખરીદો :

આજકાલ દરેક વસ્તુની ડુપ્લીકેટ નકલ બજારમાં સરળતાથી મળી રહે છે. તેમાં કાર માટેની CNG કિટ પણ સામેલ છે. આવી કીટ મૂળ કરતાં સસ્તી છે પરંતુ તેની ગુણવત્તા પર વિશ્વાસ કરી શકાતો નથી. આવી ડુપ્લિકેટ કિટના વાયરિંગમાં ઘણી વખત ખામી હોય છે. જેના કારણે વાહનમાં સ્પાર્કિંગ અને આગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી અધિકૃત ડીલર પાસેથી જ CNG કિટ ખરીદો.

શોરૂમમાંથી કીટ લગાવવી સારી :

તમે જ્યાંથી વાહન ખરીદ્યું છે તે શોરૂમમાંથી કારમાં CNG કિટ (CNG Kit in Car) ઇન્સ્ટોલ કરાવો. તેનું કારણ એ છે કે જો તમે શોરૂમની બહારથી CNG કિટ લગાવો છો. તો કંપની તરફથી કારના એન્જિન પર મળનારી વોરંટી સમાપ્ત થઈ જાય છે. જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

જૂની કારની ક્ષમતા તપાસો :

જો તમારી કાર જૂની છે અને તમે તેમાં CNG કિટ (CNG Kit in Car) લગાવવા માંગો છો, તો પહેલા એ જાણી લો કે તમારું વાહન CNG કિટને સપોર્ટ કરશે કે નહીં. ઘણી વખત જૂની કારમાં સીએનજી કીટ લગાવ્યા બાદ કારમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી : આ તારીખો નોંધવી હોય તો નોંધી લેજો

0

Ambalal Patel’s Biggest Prediction

  • હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી (Mawtha forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી (Thunderstorm activity) સાથે વરસાદ રહી શકે છે.

આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. કાલે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ દાહોદ તરફ વરસાદની આગાહી છે. આગામી 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં વરસાદ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. પૂર્વ દિશામાં ટ્રફ સર્જાયો હોવાથી વરસાદી માહોલ રહેશે. ખેડૂત માટે વરસાદને લઈને ધ્યાન રાખવા અપીલ કરાઈ છે. ખેડૂતોને પાક થઈ ગયો હોય તો લઈ લેવા વિનંતી કરાઈ છે. આજે પોરબંદરમાં હિટવેવની આગાહી છે, જ્યારે અમદાવાદ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 2 દિવસ તાપમાનમા કોઈ ફેરફાર નહિ થાય. 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી તાપમાન ઘટશે. વરસાદને પગલે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે. જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે.

આ પણ વાંચો :-