Home Blog Page 1155

Video Viral : અજગર પર બેઠો, પછી મોઢું પકડ્યું…દોઢ વર્ષનો બાળક છે ‘ખતરો કે ખેલાડી’

0

Sitting on a python

  • સાપ અને અજગર કેટલા ખતરનાક હોય છે તે બધા જાણે છે, પરંતુ આપણા દેશના ઘણા ગામડાઓમાં પણ તેમને પાળવામાં આવે છે. છત્તીસગઢ રાજ્યના મહાસમુંદ જિલ્લાના એક ગામમાં બાળકો પણ સાપ સાથે રમે છે.

અજગરને (Python) જો કોઈના શરીરને લપેટી લે તો જીવ બચાવવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેનાથી દૂર રહેવું વધુ સારું છે. પરંતુ જ્યારે તમે સોશિયલ મીડિયા (Social media) પર એક બાળકને મોટા અજગર સાથે રમતા જોશો તો તમે દંગ રહી જશો. તે અજગરના મોં પાસે જાય છે અને તેને પકડી લે છે. વીડિયો બનાવનાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. મહાકાય અજગરને જોઈને માણસ ડરી જાય છે પરંતુ સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો જુઓ. એક બાળક અજગર સાથે રમી રહ્યું છે. આ વીડિયો જેણે જોયો તે દરેક સ્તબ્ધ થઈ ગયા.

એક વ્યક્તિએ લખ્યું, ‘બાળકને રમવા માટે આવું રમકડું કોણ આપે છે? આવા કડક માતાપિતા કયા ગ્રહ પર જોવા મળે છે?’ 26 સેકન્ડનો આ વાયરલ વીડિયો તમે જોતા જ રહી જશો. દોઢ વર્ષનું બાળક અજગરમાં લપેટાયેલું છે. સામાન્ય રીતે જો કોઈ અજગરના રસ્તે આવે તો તે પાંસળીઓ તોડી શકે છે. પરંતુ આ બાળકના ચહેરા પર ડરનો કોઈ ભાવ નહોતો. તે અજગર નહીં પણ રમકડાની જેમ રમી રહ્યો હતો. જ્યારે અજગર આગળ જવાનું શરૂ કરે છે. ત્યારે બાળક દોડીને તેનો રસ્તો રોકે છે. તેણે આગળ જે કર્યું તે તમને ગુસબમ્પ્સ આપશે.

આ બાળક અજગરનું મોં પકડીને રમવાનું શરૂ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં આ દ્રશ્ય ક્યાંનું છે તે જાણી શકાયું નથી, પરંતુ જે રીતે બાળકને અજગર સાથે એકલો છોડી દેવામાં આવ્યો હતો તેનાથી સ્પષ્ટ થાય છે કે આ લોકો માટે આ સામાન્ય વાત છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. જોકે, સોશિયલ મીડિયા પર વિડિયો જોનારાઓને તે ગમ્યો ન હતો. અશોક નામના યુઝરે લખ્યું, ‘વીડિયો બનાવનાર એક બેજવાબદાર વ્યક્તિ છે. બાળકને ડ્રેગનથી દૂર દૂર કરવું જોઈએ. બાળક ગમે ત્યારે મોતને ભેટી શકે છે. એક વાર અજગર તેને લપેટી લે તો તેની ચુંગાલમાંથી છૂટવું મુશ્કેલ છે.

સાપ અને અજગર કેટલા ખતરનાક હોય છે તે બધા જાણે છે. પરંતુ આપણા દેશના ઘણા ગામડાઓમાં પણ તેમને પાળવામાં આવે છે. છત્તીસગઢ રાજ્યના મહાસમુંદ જિલ્લાના એક ગામમાં બાળકો પણ સાપ સાથે રમે છે. આ લોકો સાપને પકડીને બતાવીને જીવન નિર્વાહ કરે છે. જો કે કોઈ સાપને નુકસાન પહોંચાડતા નથી. છોકરીને વિદાય ભેટ તરીકે માત્ર સાપ આપવામાં આવે છે. સાપના મૃત્યુ પર માનવીની જેમ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

Shocking ! આ તે કેવી માતા…સેનેટાઈઝર છાંટીને પોતાની 5 વર્ષની માસૂમ પુત્રીને જીવતી બાળી મૂકી

0

Shocking! What kind of mother

  • ઉત્તર પ્રદેશના અલીગઢથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કળયુગી માતાની હેવાનીયત જોઈને દરેક સ્તબ્ધ છે. પતિ પત્નીના વિવાદમાં કળયુગી માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને સેનેટાઈઝર નાખીને બાળી મૂકી. ઘટના બાદ મમતા શબ્દને કલંકિત કરનારી આ માતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કળયુગી માતાની હેવાનીયત જોઈને દરેક સ્તબ્ધ છે. પતિ પત્નીના (husband wife) વિવાદમાં કળયુગી માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને સેનેટાઈઝર નાખીને બાળી મૂકી. ઘટના બાદ મમતા શબ્દને કલંકિત કરનારી આ માતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ. ત્યારબાદ 5 વર્ષની માસૂમ બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને આરોપી માતાની શોધ શરૂ કરી છે.

સેનેટાઈઝર છાંટી જીવતી બાળી મૂકી :

અલીગઢ પોલીસ મથકના અતરૌલી વિસ્તારના મોહમ્મદપુર બડેરા ગામની રહીશ આશાદેવીનો પતિ સાથે  કોઈ વાતે ઝઘડો થયો. વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં આશાદેવીએ પોતાની 5 વર્ષની પુત્રી વંદના પર સેનેટાઈઝર છાટીને જીવતી બાળી મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગઈ.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. પિતાની ફરિયાદના આધારે અતરૌલી પોલીસે આશા દેવી વિરુદધ 302 હેઠળ કેસ દાખલ કર્યો અને આરોપી મહિલાને પકડવા માટે 2 ટીમો બનાવી છે.

આસપાસના લોકોનું કહેવું છે કે પોતાની જ કોખેથી જન્મેલી 5 વર્ષની પુત્રી પર સેનેટાઈઝર નાખીને તેને બાળી મૂકવાની ઘટના ખુબ જ ખૌફનાક અને શરમજનક છે. લોકોમાં ચર્ચા છે કે આખરે પતિ પત્ની વચ્ચે થયેલા વિવાદમાં કોઈ માતા પોતાના જ બાળક પ્રત્યે આટલી ક્રૂર કઈ રીતે બની શકે. આથી આવી માતાને તો ફાંસીની સજા થવી જોઈએ.

માસૂમનું ઘટનાસ્થળે જ મોત :

ઘટનાની જાણકારી આપતા સીઓ અતરૌલી મોહસિન ખાને જણાવ્યું કે આ ઘટના બે દિવસ જૂની છે. અતરૌલી વિસ્તારના મોહમ્મદ પુર બડા ગામની રહીશ આશાદેવીએ પતિ સાથે વિવાદ બાદ પુત્રી પર સેનેટાઈઝર નાખીને તેને જીવતી બાળી મૂકી.

ઘટના બાદ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે પતિની ફરિયાદના આધારે આશાદેવી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાયો છે. આરોપી મહિલાને પકડવા માટે ત્રણ ટીમો પણ બનાવી છે. જલદી આરોપી મહિલાની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં છ-છ બાળકીઓ ઉપર બળાત્કાર અને હત્યાની હારમાળા, ક્યાં ગઇ શાસકોની ખુમારી?

The row of six girls in Surat

  • છ એ છ હવસખોરોને ફાંસીએ લટકાવવાની સજા ફટકારીને ન્યાયતંત્રએ કાયદાનું કામ કર્યું પરંતુ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા સરકારે શું કર્યું.
  • સુરતમાં બબ્બે સાંસદ, રાજ્ય સરકારના ત્રણ અને કેન્દ્ર સરકારના એક મંત્રી સહિત ૧૩૪ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની આખી ફોજ છતાં માસુમ ભુલકાઓની સલામતી માટે કેમ પગલા ભરાતા નથી.
  • સુરત શહેરની શ્રમજીવી વસાહતોમાં રોજબરોજ બનતી ઘટનાઓ ઉપર ચોકીદારી કરવામાં આવે તો ગુનાખોરીની હારમાળા બહાર આવશે.
  • ગૌરવ નહીં કહી શકાય પરંતુ સરકારી વકીલ નયન સુખડવાળા હવસખોરી અને હત્યાની છ-છ ઘટનાઓમાં ગુનેગારોને ફાંસી‌ની સજા કરાવવામાં સફળ રહ્યા કદાચ દેશના સૌથી મોખરે હશે.

થોડા દિવસ પહેલા કતારગામ (Katargam) વિસ્તારમાં ‘પોર્નફિલ્મ’ (Pornfilm) જોવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલી તકરારમાં પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હતી! આ ઘટના પુરવાર કરે છે કે ‘હવસખોર’ માણસ કેટલી હદ સુધી જઈ શકે છે. કારણ ગમે તે હોય પરંતુ પાછલા સમય દરમિયાન હવસખોરીના કિસ્સામાં સતત આઘાતજનક (Shocking) વધારો થઈ રહ્યો છે. માસૂમ બાળકોને એકલા છોડતા કે નજીકના સંબંધીઓ, મિત્રોને સોંપતા ડર લાગી રહ્યો છે. દરેકને એક વાતનો ભય સતાવતો હોય છે અમારા માસૂમ દીકરા, દીકરીઓ સાથે કંઈપણ થઈ શકે.

એકવાત ચોક્કસ છે કે જ્યારથી મોબાઈલ ફોન ઉપર બીભત્સ ફિલ્મોનું પ્રમાણ વધ્યું છે ત્યારથી વાસનાનો કીડો વધુને વધુ આક્રમક બની રહ્યો છે. સીંગલ ફેમિલી અને એકાંતમાં સંતાનો માટે પોર્નફિલ્મ માનસિક વિકૃતિ પેદા કરવા માટે પૂરતા છે. હવસ આપોઆપ પેદા થતી નથી. હવસનું ઉદ્‍ભવસ્થાન માનસિક હોવાનું નિષ્ણાતોનું માનવું છે અને કંઈક અંશે આ વાતમાં કેટલુંક તથ્ય છે એવું ચોક્કસ માની શકાય. એક તરફ પોર્નફિલ્મ અને બીજી તરફ યુવાન-યુવતીઓના અંગઉપાંગ દર્શાવતા ટૂંકાવસ્ત્રો પણ હવસખોરી માટે કારણભૂત માની શકાય. આ બધું નગ્‍ન સત્ય હોવા છતાં આધુનિકતા કે ફેશનના નામે પ્રદર્શિત કરાતી બીભત્સતા હવસને ઉશ્કેરવા માટે કે આકર્ષવા માટેનું કારણ માની શકાય. કોઈ મહિલા ટૂંકા વસ્ત્રો પહેરે છે એટલે કોઈને ઉશ્કેરાઈ જવાનો અધિકાર મળી જતો નથી. પરંતુ બદલાયેલી માનસિક સ્થિતિ ‘બળાત્કાર’ જેવી ગુનાખોરી આચરવા તરફ દોરી જાય છે.

સુરત જેવા શાંતિપ્રિય અને સંસ્કારી શહેરમાં બળાત્કારની ઘટના બનવા પામે એ જ મોટો આઘાત ગણી શકાય. પરંતુ પાછલા દિવસો દરમિયાન માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવી હત્યા કરવાની ઘટનાઓની હારમાળા શહેરના કાયદો-વ્યવસ્થા સામે ચોક્કસ આંગળી ચીંધી રહી છે. મોટાભાગની ઘટનાઓમાં બળાત્કારી, હત્યારાઓ ઝડપાઈ ગયા છે અને એક-બે નહીં, આઠ-આઠ નરાધમોને ફાંસીએ લટકાવવા કોર્ટ સજા ફટકારી ચૂકી છે અને તેમ છતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં માસૂમ બાળકીઓ હવસખોરોની હેવાનિયતનો શિકાર બની રહી છે. વધુ એક નરાધમોને ફાંસીની સજા ફટકાર્યાના બીજા જ દિવસે શહેરના સચિન વિસ્તારમાં ફૂલની કળી જેવી માત્ર બે જ વર્ષની માસૂમ બાળકીને  હવસખોરે રગદોળી નાંખી હતી અને બાળકીનું તડપી-તડપીને કરૂણ મોત નિપજ્યું હતું.

આ અને અગાઉ બાળકીઓ સાથે બનેલી ઘટનાઓની વાત સાંભળતા પણ ધ્રુજી જવાય એવી ક્રુરતા આચરવામાં આવી હતી. પોલીસે હવસખોરોને પકડીને ફાંસીએ લટકાવવા સુધીની સજા કરાવી હતી. પરંતુ ત્યાર પછી પણ માસૂમ બાળકીને હવસખોરીનો શિકાર બનતા અટકાવી શકાતી નથી. કદાચ એવું બની શકે પોલીસ તંત્રની ચોકીદારીમાં ક્યાંક ખામી હશે. સુરત દેશભરમાંથી આવતા શ્રમજીવીઓથી ઉભરાતું શહેર છે. અહીંયા મોટાભાગના પરપ્રાંતીય યુવાનો મજુરી માટે આવે છે અને એકલા રહેતા હોવાથી તેમને નિયંત્રણમાં રાખનારું કોઈ જ હોતું નથી. વળી નવરાશના સમયમાં સ્માર્ટફોન અને પોર્નફિલ્મ વાસનાના કીડાને ઉશ્કેરવા માટેનું સાધન બની જાય છે અને જેમ ભૂખ્યો માણસ નાસ્તાની લારીની શોધમાં નીકળી પડે છે તેમ હવસખોરો માટે પરિચિત પરિવારોના માસૂમ સંતાનો હાથવગુ નિશાન બની જાય છે.

સુરતમાં માસૂમ ભૂલકાઓને શિકાર બનાવવાની હારમાળા તેમ છતાં સ્થાનિક પોલીસ તંત્ર, કલેક્ટર કચેરી, સમાજ કલ્યાણ વિભાગ અને છાશવારે નારી સંરક્ષણના ઝંડા લઈને દોડી જતી સમાજસેવિકાઓ અને છેલ્લે એક પણ ચૂંટાયેલા પદાધિકારીઓએ માસૂમ બાળકીઓ સાથે આચરાયેલી હેવાનિયતભરી ઘટના અંગે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી.

ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, પર્યાવરણ અને વનમંત્રી મુકેશ પટેલ ઉપરાંત કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે મંત્રી દર્શના જરદોશ આજ સુરત શહેરમાં રહે છે. છાશવારે ઉદ્‍ઘાટનો કરવા કે ભાષણો આપવા દોડી જતા લોક‌પ્રતિનિધિઓને સુરતમાં રોજબરોજ બનતી ‘કલંકિત’ ઘટના અંગે બોલવા માટે કે વિચારવા માટે સમય સુદ્ધા નથી. આમાંના એક પણ લોકપ્રતિનિધિએ માસૂમ બાળકીઓ સાથે આચરાયેલ બળાત્કાર અને હત્યાના અત્યંત ઘૃણાસ્પદ બનાવ અંગે ઘટનાસ્થળે જવાનું તો ઠીક પોલીસ તપાસની વિગતો જાણવાની પણ તસ્દી લીધી નહીં હોય.

અરે, જાણવાની વાત છોડો, તપાસ કરનાર અમલદાર, વકીલ કે ન્યાયતંત્રના ચુકાદાની પણ સરાહના કરવાની કોશીશ નહીં કરી હોય.સુરતની ઔદ્યોગિક સમસ્યા અને પ્રશ્નોની ચર્ચા થવી જ જોઈએ. પરંતુ સુરતની સા‌માજિક શાંતિ અને સંરક્ષણ અંગે પણ ચિંતા થવી જ જોઈએ.

સુરત શહેરમાં બબ્બે સાંસદ અને ૧૪ ધારાસભ્યો અને ૧૨૦ કોર્પોરેટરોની ફોજ શહેરમાં મોંઘાદાટ વાહનોમાં આંટાફેરા મારતી રહે છે. પરંતુ બળાત્કાર અને હત્યા જેવી અત્યંત ઘૃણાસ્પદ ઘટનાનો ભોગ બનેલા પરિવારના આંસુ લુછવાની ભાગ્યે જ કોઈએ પરવાહ કરી હશે. દેશના દિલ્હી સહિત મેટ્રો શહેરોમાં અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટના વખતે દિવસો સુધી બુમરાણ મચાવતા પ્રચાર માધ્યમો પણ સુરતમાં માસુમ ભુલકાઓ સાથે આચરવામાં આવતી હેવાનિયત સામે જાગૃતિ ફેલાવવામાં ઊણા ઉતરી રહ્યા છે. શાળા, કોલેજોમાં ‘બેડ ટચ ગુડ ટચ’ની પરિભાષા શીખવનારા કહેવાતા મોટીવેટરો માસૂમ બાળકો સાથે બનતી હેવા‌િનયતભરી ઘટના વખતે કયા ભૂગર્ભમાં ઉતરી જાય છે કે શોધ્યા પણ મળતા નથી.

આ બધાની વચ્ચે સુરતના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાનો આત્મા આવી ઘટનાઓ વખતે ધ્રુજી જાય છે.શહેરના કોઈક ખુણામાં હેવા‌િનયતભરી ઘટના બની હોવાની જાણ થતાની સાથે જ નયન સુખડવાળા હવસખોરને ફાંસીની સજા કરાવવા માટે કામે લાગી જાય છે. તપાસ કરનાર પોલીસ અધિકારીને તપાસના તબક્કામાં માર્ગદર્શન પણ પૂરું પાડે છે. ઉપરાંત પોતે પણ કોઈક મુદ્દે સમજી શકતા ના હોય તો સિનિયર ધારાશાસ્ત્રીઓનું માર્ગદર્શન પણ મેળવે છે.

નયન સુખડવાલા ચોક્કસ માને છે કે, કોર્ટ પોતે તપાસ કરવા જતી નથી પરંતુ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવા ગુનેગારને આકરી સજા ફટકારવા માટે રસ્તો કરી આપે છે. મોટાભાગના ચુકાદાઓમાં કોર્ટે કરેલું અવલોકન અને ગુનેગારને સજા ફટકારતી વખતે ટાંકેલી કલમો, સંજોગો અને કરેલી ટિપ્પણીઓને પ્રચાર માધ્યમોમાં આવકારદાયક કે લોકોને જાગૃત કરી શકાય એટલી હદે સ્થાન આપવામાં આવતું નથી. માસૂમ બાળકો સાથેના બળાત્કાર, છેડતી, હત્યાની ઘટનાઓની કોર્ટમાં ચાલતી ન્યા‌િયક પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઝીણવટપૂર્વકની દલીલો કરાતી હોય અને પ્રત્યેક દલીલ સ્થિતિનું વર્ણન કરતી હોય છે. સમાજમાં જાગૃતિ લાવવા અને માસૂમ બાળકો સાથેના હવસખોરીના બનાવો અને કોર્ટે ફટકારેલી સજાઓનો વ્યાપક માત્રામાં પ્રચાર કરવાની હવે અનિવાર્યતા દેખાઈ રહી છે અને હેવા‌િનયતની એક એક ઘટનાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કાયદામાં હજુ પણ વધુ આકરા સુધારા કરવાની જરૂર હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

વિતેલા નજીકના દિવસોમાં માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવવા સાથે હત્યા કરવાની ઉપરાછાપરી નવ ઘટનાઓ બનવા પામી હતી. આ પૈકી છ હવસખોરોને ફાંસીએ લટકાવવાની સજા ફટકારવામાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની પુરાવા સાથેની તર્કબદ્ધ દલીલો લેખે લગી હતી.
મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને પોલીસ અધિકારીઓની આધાર, પુરાવા સહિતની તપાસને પગલે છ છ ગુનેગારોને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફાંસીની સજા ફટકારી આ ઘટના જ સુરતની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ઘણું ઘણું કહી જાય છે. ભૂતકાળમાં આજીવન કેદની ઘટના પણ ચર્ચાનો વિષય બનતી હતી. જ્યારે હવસખોરીની ઘટનામાં આઠ આઠ નરાધમોને ફાંસીએ લટકાવવાની સજાની હારમાળા પછી પણ સરકાર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓમાં સંવેદના હોય તો ચોક્કસ મનોમંથન કરી કાયદામાં કે પોલીસદળમાં જ્યાં પણ ફેરફાર કરવાની જરૂર હોય ત્યાં ફેરફાર કરાવી ગુનેગારોમાં કાયદાનો ભય ઉભો કરવામાં નહીં આવે તો માસૂમ ભૂલકાઓ શિકાર બનતા રહેશે.

આ પણ વાંચો :-

વિષ્ણુ ભગવાનની કૃપાથી આ સાત રાશિના લોકો પાર કરશે સફળતાના શિખર

With the grace of Lord Vishnu

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જૂના રોકાણોથી લાભ. તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતી.

વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ, સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદીવૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતી જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતી જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ-સહકાર મળતો જણાય. અેમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ ભાગ્ય બળવાન

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતી થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડા પીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ-બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારીક રીતે હલ કરી શકશો. કોમ્પ્યૂટર, પેકેજીંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ-વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ
આદ્યાત્મિકતા સામાજીક કાર્યોમાં રૂચી વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારવામાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતી જળવાય. જૂના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

Tips / વાળમાં તેલ ના લગાવવાના છે ઘણા નુકસાન, સાચવી લો ક્યાંક બાદમાં પસ્તાવું ના પડે

There are many damages

  • સુંદર દેખાવા માટે હેલ્ધી વાળ હોવા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે વાળમાં તેલ ન લગાવવાના શું નુકસાન છે.

સુંદર દેખાવા માટે હેલ્ધી વાળ (Healthy hair) હોવા ખૂબ જ જરૂરી છે. વાળની ​​યોગ્ય કાળજી લેવા અને તેને મજબૂત અને ચમકદાર રાખવા માટે સમય સમય પર તેલ લગાવવું જોઈએ. સાથે જ ઘણા લોકો વાળમાં તેલ બિલકુલ નથી લગાવતા. પરંતુ કેટલાક લોકો વાળમાં ચમક લાવવા માટે દરરોજ તેલ લગાવે છે.

તમને જણાવી દઈએ કે ઘણી વખત વાળમાં તેલ લગાવવાથી પણ ઘણા નુકસાન થાય છે. પરંતુ આનો મતલબ એ નથી કે તમારે વાળમાં તેલ બિલકુલ ન લગાવવું જોઈએ. વાળમાં તેલ લગાવવાથી માત્ર તમારા વાળને જ ફાયદો નથી થતો પરંતુ તેનાથી તમારા સ્કેલ્પને પણ ફાયદો થાય છે. એટલા માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે, ચાલો અમે તમને અહીં જણાવીએ કે વાળમાં તેલ ન લગાવવાના શું નુકસાન થાય છે.

વાળમાં તેલ ન લગાવવાના ગેરફાયદા :

  • વાળમાં તેલ ન લગાવવાથી તમારા વાળ ડ્રાય થઈ શકે છે અને તેના કારણે તમારા વાળ નબળા થઈ જાય છે.
  • ઉનાળામાં વાળ અને સ્કેલ્પમાં મોઈસ્ચર જાળવી રાખવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
  • માથાની ચામડીમાં ખીલ અને ખંજવાળથી બચવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
  • વાળમાં તેલ ન લગાવવાથી ડ્રાયનેસ અને ડેન્ડ્રફ જેવી સમસ્યા થઈ શકે છે.
  • હેર ઓઈલીંગ ન કરવાથી તમારા વાળને પોષણ મળતું નથી અને વાળ તૂટવા લાગે છે.

વાળમાં તેલ લગાવવું કેમ જરૂરી?

  • વાળમાં તેલ ન લગાવવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વાળના પૂરતા પોષણ, વૃદ્ધિ અને મજબૂતાઈ માટે સમયાંતરે તેલ લગાવવું જોઈએ.
  • વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે તેલ લગાવવું જરૂરી છે.
  • વાળની ​​ફ્રિઝિનેસ ઘટાડવા અને તૂટવાથી બચવા માટે તેલ લગાવવું જરૂરી છે.
  • વાળને હાઇડ્રેટ રાખવા માટે હેર ઓઇલીંગ જરૂરી છે.
  • વાળના પોષણમાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

શું તમને PM કિસાન યોજનાના 2,000 રૂપિયા નથી મળ્યા ? આ નંબર પર કોલ કરીને કરો ફરિયાદ

0

Did you not get Rs 2,000 from PM Kisan Yojana?

  • પીએમ કિસાન હેલ્પલાઈન નંબર : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. પીએમ મોદીએ કર્ણાટકના બેલાગવીમાં આ હપ્તો બહાર પાડ્યો હતો. જો તમારી પાસે યોજના સંબંધિત કોઈ પ્રશ્નો અથવા ફરિયાદો હોય. તો તમે ટોલ ફ્રી નંબરો પર ફરિયાદ કરી શકો છો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો (PM Kisan Samman Nidhi Yojana) 13મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. પીએમ મોદીએ કર્ણાટકના (PM Modi Karnataka) બેલાગવીમાં આ હપ્તો બહાર પાડ્યો હતો. જો તમારી પાસે યોજના સંબંધિત કોઈ પ્રશ્નો અથવા ફરિયાદો હોય, તો તમે ટોલ ફ્રી નંબરો પર ફરિયાદ કરી શકો છો.

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જાહેર કર્યો છે. પીએમએ કર્ણાટકના બેલાગવીમાં એક કાર્યક્રમમાં આ હપ્તો રજૂ કર્યો. આ હપ્તામાં 8 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 16,800 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. હવે આ હપ્તો DBT દ્વારા ખેડૂતોના ખાતામાં પહોંચવા લાગ્યો છે.

પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. આ રીતે તેને એક વર્ષમાં 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. અગાઉ, 8.42 કરોડ ખેડૂતોને PM કિસાનના 12મા હપ્તાનો લાભ મળ્યો હતો અને 10.45 કરોડ ખેડૂતોને 11મા હપ્તાનો લાભ મળ્યો હતો.

શું તમારી પાસે યોજના સંબંધિત કોઈ ફરિયાદ છે?

જો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો. ખેડૂતો હેલ્પલાઇન પર ફોન કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. PM કિસાન યોજના સંબંધિત કોઈપણ માહિતી મેળવવા અથવા સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઈન નંબર (PM કિસાન હેલ્પલાઈન) જારી કરવામાં આવ્યો છે.

સમસ્યાનું સમાધાન અહીં કોલ કરીને શોધી શકાય છે. આ સિવાય તમારી ફરિયાદ ઈમેલ પર પણ મોકલી શકાય છે. ખેડૂતો સોમવારથી શુક્રવાર સુધી તેમની ફરિયાદ નોંધાવી શકશે. આ નંબરો પર કોલ કરો

પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર 011-24300606 અને 155261 છે. એક ટોલ ફ્રી નંબર 1800-115-526 પણ છે. ખેડૂતો https://pmkisan.gov.in/Grievance.aspx લિંક પર જઈને તેમની ફરિયાદો પણ નોંધાવી શકે છે. અહીં પ્રશ્નો પણ પૂછી શકાય છે. આ માટે તમારે તમારો આધાર અથવા એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખવો પડશે. તે પછી ‘Get details’ પર ક્લિક કરો. કિસાન મેઈલ આઈડી pmkisan-ict@gov.in. અને તમે pmkisan-funds@gov.in પર મેઈલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચો :-

 

Electric Bill : AC સાથે પંખો ચલાવવાથી લાઈટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ

0

Electric Bill :

  • Air Conditioner : તમે ભાગ્યે જ આ વિશે સાંભળ્યું હશે, પરંતુ આ પ્રશ્ન લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જોકે મોટાભાગના લોકોને આ પ્રશ્નનો જવાબ ખબર નથી. જો તમે પણ આ સવાલનો જવાબ જાણવા માગો છો. તો આજે અમે તમને આ સમાચાર દ્વારા તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

Electric Bill : ઠંડી જઈ રહી છે અને ધીરેધીરે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળો (Summer) આવતાની સાથે જ બધાને એસી યાદ આવે છે. પણ સાથે સાથે એ વાત પણ યાદ આવે છે કે સાલુ એસીમાં લાઈટબિલ બહુ આવે છે. તો હવે આ સમસ્યાનું સમાધન કઈ રીતે કરવું એ જ મોટો સવાલ છે. લોકોના મનમાં એક સવાલ ઉઠવા લાગ્યો છે કે એર કંડિશનર (Air conditioner) સાથે પંખો ચલાવવામાં આવે તો વીજળીનું બિલ ઓછું આવે છે કે કેમ?

તમે ભાગ્યે જ આ વિશે સાંભળ્યું હશે. પરંતુ આ પ્રશ્ન લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જોકે મોટાભાગના લોકોને આ પ્રશ્નનો જવાબ ખબર નથી. જો તમે પણ આ સવાલનો જવાબ જાણવા માગો છો તો આજે અમે તમને આ સમાચાર દ્વારા તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ આ વિશે વિગતવાર.

આ રીતે તમારે જાણવું જોઈએ કે એર કંડિશનર સાથે છેડાનો ઉપયોગ કરવાથી વીજળીનું બિલ ઘટતું નથી. પરંતુ જો તમે એર કંડિશનર અને થોડો સમય પંખો ચલાવો છો, તો વીજળીનું બિલ ઘટાડી શકાય છે કારણ કે ઠંડક એર કંડિશનર એક પેન તેને રૂમમાં લાંબા સમય સુધી જાળવી રાખે છે, એર કંડિશનર બંધ કર્યા પછી પણ કલાકો સુધી તમને ઠંડક મળતી રહે છે.

જો કે, આનો બીજો મોટો ફાયદો છે. હકીકતમાં જ્યારે તમે એર કંડિશનર સાથે પંખાનો ઉપયોગ કરો છો, ત્યારે રૂમ થોડા જ સમયમાં સંપૂર્ણ ઠંડો થઈ જાય છે અને જો તમે ઈચ્છો તો એર કંડિશનર બંધ કરી શકો છો અને તેમ છતાં રૂમની ઠંડક અકબંધ રહે છે.

આના કારણે રૂમને ઠંડો કરવામાં તમને વધુ સમય નથી લાગતો જ્યારે તમે પંખા વિના એર કંડિશનરનો ઉપયોગ કરો છો, તો તેમાં લગભગ 15 થી 20 મિનિટનો સમય લાગે છે અને પછી રૂમ સંપૂર્ણ રીતે ઠંડુ થઈ જાય છે.

ઘરોમાં લોકો એવી જગ્યાએ એર કંડિશનર લગાવે છે જેની નજીકમાં પંખો હોય. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે જ્યારે તમે એર કંડિશનરનો ઉપયોગ કરો છો ત્યારે તેની હવા આખા રૂમમાં આસાનીથી પહોંચતી નથી અને તેમાં સમય લાગે છે, જો કે, જ્યારે તમે એર કંડિશનરની સાથે પંખાનો ઉપયોગ કરો છો. ત્યારે એર કંડિશનરની હવા દરેક ખૂણે પહોંચે છે.

તમે ઘણા ઘરોમાં જોયું હશે, જ્યાં એર કંડિશનરની સાથે લોકો પંખાનો પણ ઉપયોગ કરે છે, ઘણા લોકો મૂંઝવણમાં પડી જાય છે કે એર કંડિશનરની સાથે પંખા ચલાવવાનો અર્થ શું છે. જો કે, તેની પાછળ એક મોટું કારણ છે. જેના વિશે તમારે પણ જાણવું જોઈએ.

આ પણ વાંચો :-

VIDEO : ફેમસ ડાન્સરનો પ્રાઈવેટ વીડિયો વાયરલ થતાં ખળભળાટ, કપડાં બદલતીતી, કોઈ ઉતારી લીધો વીડિયો

Famous dancer’s private video went viral

  • મહારાષ્ટ્રની જાણીતી લાવણી ડાન્સર ગૌતમી પાટિલનો એક અંગત વીડિયો વાયરલ થઈ જતાં તેને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

લાવણી ડાન્સર ગૌતમી પાટીલ (Lavani dancer Gautami Patil) પોતાના ડાન્સ વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે પરંતુ હવે તેને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે એવું બન્યું છે. સોશિયલ મીડિયા પર ગૌતમીનો એક ખૂબ જ પ્રાઈવેટ વીડિયો લીક (Private video leak) થયો છે. આ MMS વાયરલ થયા બાદ (ગૌતમી પાટિલ એમએમએસ લીક), ડાન્સર તેમજ તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઈવેન્ટમાં કપડાં બદલતી વખતે કોઈએ ખાનગીમાં ઉતાર્યો વીડિયો  :

ગૌતમી એક ઈવેન્ટમાં જ્યારે કપડાં બદલી રહી હતી ત્યારે કોઈએ ખાનગીમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો કોણે શૂટ કર્યો તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ ચાલી રહી છે.

મહારાષ્ટ્ર મહિલા આયોગે કાર્યવાહી કરવાનું જણાવ્યું  :

આ મામલે મહારાષ્ટ્ર મહિલા આયોગની ચેરપર્સન રૂપાલી ચકનકરે પણ ટ્વિટર પર પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે કમિશને પોલીસને મહિલાઓ સામેના સાયબર ક્રાઇમને રોકવા માટે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. આ પહેલા ગૌતમીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે ખરાબ કામ કરી રહેલા એક વ્યક્તિને માર મારતી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓના પગારમાં થઈ ગયો 17 ટકાનો તોતિંગ વધારો, આ રાજ્ય સરકારે ભરી દીધા ખિસ્સાં

0

A whopping 17 percent increase

  • કર્ણાટક સરકારે તેના કર્મચારીઓના પગારમાં 17 ટકાના તોતિંગ વધારાની જાહેરાત કરતા કર્મચારીઓ ખુશથી ઉછળી પડ્યાં હતા.

કર્ણાટકના (Karnataka) મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ (Basavaraj Bommai) બુધવારે આંદોલનકારી સરકારી કર્મચારી સંગઠનને શાંત કરવા માટે 17 ટકાના વચગાળાના પગાર વધારાની જાહેરાત કરી છે. સાતમા પગાર પંચની (Seventh Pay Commission) ભલામણોના આધારે પગારમાં સુધારો કરવાની અને નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ને પાછી ખેંચી લેવાની માગણી સાથે કામ પડતું મૂકવાના એસોસિયેશનના નિર્ણયને કારણે કર્ણાટકમાં સરકારી સેવાઓ (Government service) ખોરવાઈ ગઈ હતી જેના પગલે સીએમ બોમ્મઈએ પગાર વધારાની જાહેરાત કરીને તેમને શાંત પાડ્યાં હતા.

17 ટકાના પગાર-વધારાની જાહેરાત સાથે શું બોલ્યાં સીએમ બોમ્મઈ :

સીએમ બોમ્મઈએ કહ્યું કે અમે 7માં પગાર પંચની નિમણૂક કરી દીધી છે. એસોસિએશન સાથે વાતચીત પછી, અમે એક કરાર પર પહોંચ્યા છીએ. વચગાળાની રાહત તરીકે, અમે સરકારી કર્મચારીઓને 17 ટકાનો વધારો આપીશું. આદેશો જારી કરવામાં આવી રહ્યા છે.

ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ) અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજનાને ફરીથી રજૂ કરવા માટે વધારાના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. બે મહિનામાં તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવશે.

લેખિત ઓર્ડર મળે પછી જ આંદોલન ખતમ કરીશું- એસોસિએશન પ્રમુખ  

એસોસિએશનના પ્રમુખ સીએસ શાદાક્ષરીએ જણાવ્યું કે જ્યાં સુધી લેખિત આદેશ બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી એસોસિએશન પોતાનું પ્રદર્શન પાછું નહીં ખેંચે. અમે આ ખાતરીઓ પહેલાં પણ સાંભળી છે. અમે સ્પષ્ટ રીતે કહ્યું છે કે અમે ખાતરીઓ સ્વીકારીશું નહીં. અમે ઓર્ડરની અપેક્ષા રાખીએ છીએ. એકવાર આદેશો જારી થયા પછી.

આ પણ વાંચો :-

Do you know : ચા સાથે આ વસ્તુઓ ઝેર સમાન છે, જરૂરી છે જાણકારી હોવી

Do you know

  • Side Effect : આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી વસ્તુઓ જ જણાવીશું કે ચા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આવો જાણીએ..

foods with tea : ક્યારેક ખોટી માહિતીના કારણે ચા (Tea) સાથે લોકો એવી એવી વસ્તુઓનું સેવન કરતા હોય છે કે જેના કરાણે તેમને સ્વાસ્થ્ય (Health) સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં લોકોને એ ચીજોની માહિતી હોવી જરૂરી છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી વસ્તુઓ જ જણાવીશું કે ચા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આવો જાણીએ.

ક્યારેક ખોટી માહિતીના કારણે ચા સાથે લોકો એવી એવી વસ્તુઓનું સેવન કરતા હોય છે કે જેના કરાણે તેમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં લોકોને એ ચીજોની માહિતી હોવી જરૂરી છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી વસ્તુઓ જ જણાવીશું કે ચા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આવો જાણીએ.

ચા સાથે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

– વ્યક્તિએ ચા સાથે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે ઠંડી વસ્તુઓમાં સોડા, કોલ્ડ ડ્રિંક વગેરે પણ સામેલ છે. આવામાં તેમના સેવનથી વ્યક્તિની ડાઈજેસ્ટિવ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે.

– ચા સાથે હળદરવાળી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. હળદરમાં લિક્વિડ એલિમેન્ટ રહેલા છે જે કેમિકલ રિએક્શન કરીને તમારી પાચન ક્રિયાને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.

– વ્યક્તિએ ચા સાથે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ નહીં. લીલા પાંદડાવાળા શાકભાજીમાં સરસવ, બ્રોંકલી, શલજમ, મૂળા, ફ્લાવર, વગેરે સામેલ છે.

– વ્યક્તિએ ચા સાથે કાચા શાકભાજીનું સેવન જેમ કે સલાડ, ઉકાળેલા ઈંડા, સ્પ્રાઉટ, અનાજ વગેરેનું પણ સેવન કરવું જોઈએ નહીં.

આ પણ વાંચો :-