Home Blog Page 1153

Old Pension Scheme : મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે લાગૂ કરી જૂની પેન્શન યોજના ! જાણો કેવી રીતે મળશે ફાયદો

0

Old Pension Scheme

  • જૂની પેન્શન યોજનાની ઈચ્છા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. હવે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. જો કે કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. કાર્મિક મંત્રાલય તરફથી શુક્રવારે આ અંગે એક આદેશ બહાર પાડવામાં આવ્યો.

જૂની પેન્શન યોજનાની (Old Pension Scheme) ઈચ્છા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ (central employee) માટે ખુશખબર છે. હવે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. જો કે કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. કાર્મિક મંત્રાલય (Ministry of Personnel) તરફથી શુક્રવારે આ અંગે એક આદેશ બહાર પાડવામાં આવ્યો. પસંદગીના કેન્દ્રીય કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં (Old Pension Scheme) જવાનો કે પછી હાલની વ્યવસ્થામાં રહેવાનો એમ બંને પ્રકારના વિકલ્પ મળશે.

કટ ઓફ ડેટ :

સરકારે આ માટે કટ ઓફ ડેટ 22 ડિસેમ્બર 2003 નક્કી કરી છે. તેનો અર્થ એ થયો કે તમને તે પહેલા સરકારી નોકરી મળી હશે તો તમે જૂની પેન્શન યોજનામાં સામેલ થઈ શકશો. ત્યારબાદ નોકરી મેળવનારાઓએ નવી પેન્શન યોજનામાં જ રહેવું પડશે.

કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ આ માટે લાયક કર્મચારીઓ 31 ઓગસ્ટ 2023 સુધીમાં જૂની પેન્શન યોજનામાં જવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, સહિત અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગૂ કરાઈ છે.  છત્તીસગઢ સરકારે પણ કેન્દ્રની જેમ નવી અને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે.

કયા કર્મચારીઓને મળશે લાભ :

કેન્દ્ર તરફથી બહાર પડેલા નોટિફિકેશન મુજબ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ એવા કર્મચારીઓ જ પસંદ કરી શકે છે જેમમણે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની અધિસૂચિત કરાયેલા તારીખ (22 ડિસેમ્બર 2003) પહેલા વિજ્ઞાપિત કે અધિસૂચિત પદો પર નોકરી મેળવી હોય. આ કર્મચારીઓ કર્મચારી કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 1972 (હવે 2021) OPS માં સામેલ થવાને પાત્ર છે.

જો પછી નોકરીમાં જોડાયા હોવ તો :

જો તમે 22 ડિસેમ્બર 2003 પછી નીકળેલી ભરતીમાં સરકારી નોકરી મેળવી હોય તો જૂની પેન્શન સ્કીમનો ફાયદો મળશે નહીં. તમે નવી પેન્શન વ્યવસ્થા ઉપર જ રહેશો.

ક્યાં સુધી કરી શકશો અરજી?

જો તમે જૂની પેન્શન યોજના (OPS)નો વિકલ્પ પસંદ કરવાને પાત્ર હોવ તો 31 ઓગસ્ટ 2023 સુધીમાં આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.

કયા કર્મચારીઓને મળશે ફાયદો :

2003 પહેલા કેન્દ્ર કરકારના મોટાભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. નવોદય વિદ્યાલય જેવી કેટલીક સંસ્થાઓમાં જ જૂની પેન્શન સ્કીમ લાગૂ નહતી. આવામાં આ નિર્ણયનો ફાયદો નવોદય જેવી સંસ્થાઓમાં 2003 પહેલા જોઈન કરનારા કર્મચારીઓને થશે. જે પહેલેથી જ નવી પેન્શન સ્કીમ હેઠળ હતા.

આ પણ વાંચો :-

લગ્ન માટે તૈયાર બોલિવૂડનું વધુ એક કપલ, મુંબઈમાં ખરીદ્યું ઘર હવે આ દિવસે કરશે લગ્ન

Another Bollywood couple ready

  • Hrithik Roshan Saba Azad Wedding : હવે ઋત્વિક અને સબાએ એકબીજા સાથેના સંબંધોને નામ આપવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા કેટલાક સમયથી સબા ઋત્વિક રોશનના પરિવાર સાથે પણ જોવા મળે છે.

ઋત્વિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ (Saba Azad) સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંનેને એક સાથે ડિનર ડેટ પર સ્પોટ થયા. આ પહેલી વખત થતું જ્યારે ઋત્વિક રોશન અને સબા એકબીજાનો હાથ પકડીને મીડિયા સામે જોવા મળ્યા. ત્યાર પછી તેમની મિત્રતા ધીરે ધીરે રિલેશનશિપમાં (Relationship) બદલી ગઈ. હવે ઋત્વિક અને સબાએ એકબીજા સાથેના સંબંધોને નામ આપવાનું નક્કી કરી લીધું છે.

છેલ્લા કેટલાક સમયથી સબા ઋત્વિક રોશનના પરિવાર સાથે પણ જોવા મળે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ઋત્વિક રોશન અને સબા લગ્ન કરવાની તૈયારી કરી ચૂક્યા છે. ત્યારે સામે આવ્યું છે કે આ બંને આ વર્ષમાં જ લગ્ન કરી લેશે.

ઋત્વિક રોશન અને સભા આઝાદી સાથે મળીને મુંબઈના જુહુ વર્સોવા લીંક રોડ ઉપર મકાન પણ ખરીદ્યું છે. બંને જણા લગ્ન કર્યા પછી આ ઘરમાં શિફ્ટ થઈ જશે. જોકે એ વાત તો નક્કી છે કે ઋત્વિક રોશન સબા સાથે આ વર્ષમાં જ લગ્ન કરશે પરંતુ બંનેએ પોતાની લગ્નની ડેટ જાહેર કરી નથી પરંતુ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ ઋત્વિક અને સબા લિવિંગ રિલેશનશિપમાં રહે છે.

ઋત્વિક અને સબા ભલે જાહેર કરે નહીં પરંતુ ચર્ચાઓ છે કે બંનેના લગ્ન નવેમ્બરમાં થવાના છે. તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. બંનેના લગ્ન ઈન્ટિમેટ વેડિંગ હશે. જેમાં નજીકના મિત્રો અને પરિવારના લોકોને જ બોલાવવામાં આવશે.

ઋત્વિક રોશનના પહેલા લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા. ઋત્વિક સુઝેનને જોઈને જ તેના પ્રેમમાં પડી ગયો હતો. ઋત્વિક રોશનના કરિયર ની શરૂઆત જ હતી અને તેણે સુઝેન સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી થોડા જ સમયમાં તેઓ બે દીકરાના માતા-પિતા બન્યા.

પરંતુ બંનેના લગ્ન જીવનમાં 14 વર્ષ પછી સમસ્યા થઈ અને બંને અલગ થઈ ગયા. વર્ષ 2012માં બંનેએ છૂટાછેડા લઈ લીધા. ત્યારથી બંને ઘણા વર્ષ સુધી સિંગલ હતા. પરંતુ હવે ઋત્વિક રોશન સબાની ડેટ કરે છે જ્યારે તેની એક્સ વાઈફ સુઝેન અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે.

આ પણ વાંચો :-

બાઈક્સના બાદશાહે તૈયાર કર્યું ઈલેક્ટ્રિક ચેતક, આટલી છે કિંમત અને રેન્જ

The king of bikes has launched

  • Bajaj Chetak : ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની ડિમાંડ વધી રહી છે તેને જોઈ એક પછી એક કંપનીઓ પોતાના ઈ-સ્કૂટર લોન્ચ કરી રહી છે. તેવામાં હવે બજાજે બધા ઈલેક્ટ્રિક સ્કૂટરને ટક્કર આપવા ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતકનું પ્રીમિયમ વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કર્યું છે.

બજાજ ઓટોએ (Bajaj Auto) ઈલેક્ટ્રિક સ્કૂટર લાવવા જઈ રહ્યું છે. કંપનીએ તેના ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતકનું પ્રીમિયમ વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કર્યું છે. બજાજે સ્કૂટરમાં અપેક્ષા કરતાં વધુ પ્રીમિયમ ફીલ તેમજ ફીચર્સ આપ્યા છે. ઉપરાંત, તેની ઉત્તમ શ્રેણી તેને ઈ-સ્કૂટરની ભીડમાંથી અલગ બનાવશે. ચેતક પ્રીમિયમના લોન્ચિંગ સાથે હવે Ola S1, Ather 400x, Hero Vida જેવા ઈલેક્ટ્રિક સ્કૂટર્સને હવે ટક્કર મળશે.

બજાજ ઓટો તરફથી મળેલી માહિતી અનુસાર,હવે કંપની ચેતકના 10 હજારથી વધુ યુનિટ બનાવી શકે છે. દર મહિને. તે જ સમયે ચેતકનું વેચાણ પણ ઝડપથી વધી રહ્યું છે. જેને જોઈને કંપનીને આશા છે કે ચેતક પ્રીમિયમ પણ લોકોને પસંદ આવશે.

શું છે કિંમત?

બજાજ ચેતકની કિંમત 1.22 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે. બીજી તરફ ચેતક પ્રીમિયમની વાત કરીએ તો તે 1,51,910 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે. આ સાથે ચેતક પર ફાઈનાન્સનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જેની મદદથી તમે 10,000 રૂપિયાના ડાઉનપેમેન્ટ પર સરળતાથી સ્કૂટર ખરીદી શકો છો. સાથે જ તેના હપ્તા પણ ઘણા ઓછા હશે. તે જ સમયે કેટલાક શહેરોમાં શૂન્ય ડાઉનપેમેન્ટથી પણ ખરીદી શકો છો.

જોદરાદ રેન્જ  :

બજાજ દ્વારા નવા ઈલેક્ટ્રિક વ્હીકલ પ્રોગ્રામ સાથે ચેતક પ્રીમિયમ લોન્ચ કરવામાં આવ્યું છે. સ્કૂટરની રેન્જ પણ ઘણી સારી આપવામાં આવી છે. અગાઉ ચેતક 80થી 85 કિ.મીની રેન્જ આપતું હતું. જ્યારે પ્રીમિયમ સિંગલ ચાર્જિંગ પર 105 કિમીની રેન્જ મળે છે. કંપનીએ ચેતક પ્રીમિયમનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તેની ડિલિવરી એપ્રિલ 2023 પછી ઉપલબ્ધ થશે. તે જ સમયે ચેતક ડીલરશીપનું નેટવર્ક 60થી વધુ શહેરોમાં ફેલાયેલું છે અને બજાજ આવનારા સમયમાં તેને વધુ વધારવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

Attention : તમારી ખાનગી વાતો સાંભળી રહી છે આ એપ, ભુલથી પણ ઓન ના કરો આ સેટિંગ્સ નહીંતો પડી જશો મોટી મુશ્કેલીમાં

This app is listening to your private

Facebook Alert : ફેસબુક એક એવી એપ્લિકેશન (Application) છે જેનો ઉપયોગ મોટા ભાગના લોકો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જે એપ્લિકેશનનો ઉપયોગ તમે તમારા મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે કરો છો તે તમારી દરેક મુવમેન્ટ પર નજર રાખે છે અને તેનું રેકોર્ડીંગ (Recording) પણ થાય છે.

ફેસબુક એક એવી એપ્લિકેશન છે જેનો ઉપયોગ મોટા ભાગના લોકો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જે એપ્લિકેશનનો ઉપયોગ તમે તમારા મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે કરો છો તે તમારી દરેક મુવમેન્ટ પર નજર રાખે છે અને તેનું રેકોર્ડીંગ પણ થાય છે.

ફેસબુક તમારા લોકેશનથી લઈને તમારો અવાજ પણ સાંભળે છે અને તેને રોકોર્ડ પણ કરે છે આ હિસાબથી તમને જાહેરાતો બતાવવામાં આવે છે. તમને વાંચવા અને સાંભળવામા ભલે થોડું અજુકતું લાગે પરંતુ આ એપ 24 કલાક તમારા પર નજર રાખે છે.

જ્યારે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છે ત્યારે આપણે ફેસબુક જેવી એપ્લિકેશનને એવી પરમિશન આપી દઈએ છે કે જેની તેમને જરૂરત પણ હોતી નથી. આમાંથી એક ખાસ ફિચર્સ છે તેની વોઈસ રિફગ્નિશન સિસ્ટમ. આ સિસ્ટમની મદદથી આ એપ તમારી જાસૂસી કરે છે. આ ના માત્ર આપણી વાતો સાંભળે છે પરંતુ એ પણ જાણી લે છે કે તમને શું પસંદ છે અને તમે શું શોધી રહ્યાં છો.

આ જ કરણ છે કે હંમેશા તમે જે બોલો છો તે પ્રકારની જ જાહેરાતો ફેસબુક પર આવા લાગે છે.  વોઈસ રિફગ્નિશન સિસ્ટમ તમારા જીવનને સળતો બનાવે છે પરંતુ મુશ્કેલીઓ પણ ઉભી કરી શકે છે. જો તમે આનો શિકાર બનવા ના માગતા હોવ તો તમે તમારી સેટિંગ્સમાં આટલો જ ફેરફાર કરવાનો છે.

Android યૂઝર્સ શું કરે :

સૌથી પહેલા Settingsમાં જાઓ પછી સ્ક્રોલ કરીને Personal પર ક્લિક કરો ત્યાર પછી પ્રાઈવસી અને સેફ્ટી પર ક્લિક કરો અને એપ પરમિશનનો ઓપ્શન ખોલો ત્યાં માઈક્રોફોન પર જઈને ફેસબુકને સર્ચ કરો. ફેસબુક પર જઈને માઈક્રોફોન ઓપ્શન પર ક્લિક કરો અને ટર્ન ઓફ કરી દો. આટલું કર્યા પછી ફેસબુક તમારી વાત સાંભળી શકશે નહીં.

iPhone યૂઝર્સે શું કરવું :

જો તમે iPhone યૂઝ કરો છો તો તમારા ફાનના Settingsને ઓપન કરો અમે ફેસબુક એપને ઓપન કરો. ત્યાર પછી માઈક્રો ફોનના ઓપ્શન પર જઈને તેના ટોગલને બંધ કરો. આ સિવાય અન્ય એપના માઈક્રોફોનને બંધ કરવા માટે સેટિંગ્સ એપ પર ક્લિક કરો પછી ‘Privacy & Security’ ઓપ્શન પર જાઓ અને માઈક્રોફોન પર ટેપ કરો. આ લિસ્ટમાં દરેક એપ્સ જોવા મળશે જેને તમે માઈક્રોફોનની પરમિશન આપી રાખી છે.

આ પણ વાંચો :-

સોનું ખરીદતા પહેલા સાવધાન ! હવેથી માન્ય નહીં ગણાય 4 અંકનો હોલમાર્ક

0

Caution before buying gold !

  • ગ્રાહકોમાં 4 અંક અને 6 અંકના હોલમાર્કિંગને લઈને રહેલી મૂંઝવણને દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ 1 એપ્રિલથી ફક્ત છ અંકો સાથે આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે.

જો તમે સોનું ખરીદવાનું (Buying gold) કે તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને 30 માર્ચ પછી સોનું ખરીદવાનો પ્લાન છે તો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે (Central Govt) સોના અને જ્વેલરી ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ વિશે જાણ કરતાં ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે 31 માર્ચ 2023 પછી હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) વગરના સોનાના દાગીના અને કલાકૃતિઓ વેચવામાં આવશે નહીં.

ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે :

મંત્રાલયે આ વિશે આગળ કહ્યું કે ‘ગ્રાહકોમાં 4 અંક અને 6 અંકના હોલમાર્કિંગને લઈને રહેલી મૂંઝવણને દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી ફક્ત છ અંકો સાથે આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે. આ વિના સોના અને સોનાના દાગીનાનું વેચાણ નહીં થાય. આ સાથે જ ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે.’

16 જૂન, 2021 બાદ સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું :

સોનાનું હોલમાર્કિંગ એ કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે. નોંધનીય છે કે આ 16 જૂન, 2021 સુધી સ્વૈચ્છિક રીતે લાગુ હતું અને એ બાદ સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો હતો. એ મુજબ પ્રથમ તબક્કામાં એમને દેશના 256 જિલ્લાઓમાં આ નિર્ણય લાગુ કર્યો હતો અને બીજા તબક્કામાં વધુ 32 જિલ્લામાં આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. હવે તેમાં દેશના વધુ 51 જિલ્લાઓ જોડાઈ રહ્યા છે.

HUID નંબર શું છે :

હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબરનો ઉપયોગ દાગીનાની ઓળખ કરવા માટે થાય છે. HUID નંબર એ છ અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે અને આ કોડની મદદથી ગ્રાહકને જ્વેલરી સંબંધિત માહિતી મળે છે સાથે જ આ માહિતી BIS પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે.

આ પણ વાંચો :-

DOGS MARRIAGE : શ્વાન રાજા અને કાજલના લગ્ન હિન્દુ સંગઠનોએ અટકાવ્યા ! જાણો શું છે સમગ્ર ઘટના

0

Hindu organizations

  • મધ્યપ્રદેશના સાગરના બિલહારા ગામમાં પાળેલા શ્વાનનાં લગ્નમાં ધાર્મિક વિચારધારા ધરાવતાં સંગઠનો અડચણરૂપ બન્યાં અને લગ્ન રોકવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. હકીકતમાં હિંદુ સંગઠનના લોકોએ પોલીસને એક આવેદન આપ્યું હતું.

મધ્યપ્રદેશના (Madhya Pradesh) સાગરના બિલહારા ગામમાં પાળેલા શ્વાનનાં લગ્નમાં (Marriage dogs) ધાર્મિક વિચારધારા ધરાવતાં સંગઠનો અડચણરૂપ બન્યાં અને લગ્ન રોકવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. હકીકતમાં, હિંદુ સંગઠનના લોકોએ પોલીસને એક આવેદન આપ્યું હતું. જેમાં આરોપ લગાવ્યો હતો કે શ્વાન રાજા અને શ્વાન કાજલના લગ્નમાં હિંદુ વિધિની (Hindu ritual) મજાક ઉડાવવામાં આવી રહ્યો છે.

આ પછી શ્વાનના માલિક હલીમ ખાન અને શ્વાનના માલિક માંડે યાદવે માફી માંગી અને પ્રાણીઓના લગ્ન રદ કર્યા. બિલહારામાં શ્વાન રાજા અને શ્વાન કાજલના લગ્નના મામલામાં હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો અને પોલીસને આવેદન આપ્યું. ત્યારબાદ બંને શ્વાનના માલિકે માફી માંગીને લગ્ન અટકાવી દીધા. રાજા બિલહારાના હલીમ ખાન તેના પાલતુ શ્વાન રાજાના લગ્ન માંડે યાદવની પાલતુ શ્વાન કાજલ સાથે કરાવી રહ્યા હતા.

બંનેના લગ્નની પુષ્ટિ થયા બાદ 24 ફેબ્રુઆરીએ સગાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માણસોની જેમ જ સગાઈની વિધિ સંપન્ન થઈ હતી. આ સગાઈના કાર્યક્રમમાં ગામના કેટલાક લોકોએ ભાગ લીધો હતો. લોકો ઢોલના તાલે નાચ્યા હતા. નવરાત્રિમાં બનેનાં લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી.

હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશનમાં મેમોરેન્ડમ આપ્યું, બંને પક્ષોએ માફી માંગી :

મામલો સામે આવતા જ હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ બિલ્હારા પોલીસ ચોકી પહોંચ્યા બાદ આવેદન સોંપ્યું હતું. તેઓએ આવેદનમાં જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વો હિંદુ રીતિ-રિવાજો સાથે રમત રમીને શ્વાનનાં લગ્ન કરાવી રહ્યાં છે.

તેમણે આ બાબતની નોંધ લીધી છે અને યોગ્ય પગલાં લેવા માટે સંબંધિતો પાસેથી માફી માંગવાની માંગ કરી છે. જો આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. આ મામલામાં સંગઠનોના વિરોધ બાદ શ્વાનનાં માલિકોએ માફી પણ માંગી છે અને રાજા-કાજલના લગ્ન કરવાનો ઈરાદો છોડી દીધો છે.

આ પણ વાંચો :-

Video : હવે હવામાં ઉડીને દુશ્મનો પર સ્ટ્રાઈક કરી શકશે ભારતીય સેના, જાણો કેવી રીતે શક્ય બનશે આ કમાલ

0

Video : Now the Indian Army

  • ભારતીય સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એક છે. ભારતીય સેના સતત પોતાને અત્યાધુનિક હથિયારો અને ટેક્નોલોજીથી અપગ્રેડ કરતી રહે છે.

ભારતીય સેના (Indian Army) દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એક છે. ભારતીય સેના સતત પોતાને અત્યાધુનિક હથિયારો અને ટેક્નોલોજીથી અપગ્રેડ કરતી રહે છે. આ જ કડીમાં રક્ષા મંત્રાલયે (Ministry of Defence) હાલમાં જ ભારતીય સેના દ્વારા હિમાલયન રેન્જમાં (Himalayan Range) નિગરાણી માટે રોબટસ અને જેટપેકની કમર્શિયલ બિડ બહાર પાડી છે.

ચીન (China) સાથે જોડાયેલી સરહદો સહિત અત્યંત સંવેદનશીલ સરહદ વિસ્તારોમાં વ્યૂહાત્મક ગતિશીલતા વધારવાના હેતુથી ભારતીય સેનાએ એક બ્રિટિશ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ (British company Gravity Industries) દ્વારા બનાવવામાં આવેલા જેટપેક સૂટની ટ્રાયલ શરૂ કરી છે.

ઈન્ડિયન આર્મીના અધિકારીઓએ મંગળવારે આગ્રામાં ઈન્ડિયન આર્મી એરબોર્ન ટ્રેનિંગ સ્કૂલ (AATS) માં ડિવાઈઝનું પ્રદર્શન કર્યું છે. જેનો વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયો જોઈને તમે સમજી જશો કે આ ભારતીય સેનાના જવાનો માટે કેટલું ફાયદાકારક રહેશે.

ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સે શેર કર્યો વીડિયો :

ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સ ન્યૂઝ (IADN) એ ટ્વિટર પર કેટલાક વીડિયો શેર કર્યા. આ વીડિયોમાં ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપકના રિચર્ડ બ્રાઉનિંગ પોતાના જેટપેક સિસ્ટમનો ડેમો આપતા અને આગ્રામાં એક જળ શાખા અને ખેતરો પર ઉડતા જોઈ શકાય છે.

ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સ ન્યૂઝ (IADN) એ ટ્વીટ કરીને લખ્યું કે ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક રિચર્ડ બ્રાઉનિંગે આગ્રામાં ભારતીય સેનાને પોતાનો જેટપેક સિસ્ટમનો ડેમો આપ્યો.

શું છે આ જેટપેક સૂટ :

અત્રે જણાવવાનું કે બહુ જલદી ઈન્ડિયન આર્મી આ જેટસૂટ ખરીદવાની છે. આર્મીને રોબોટ્સની સાથે સાથે જેટપેક્સ સૂટસની પણ જરૂર છે. જેટપેક સૂટમાં એક એન્જિન લાગેલુ હોય છે અને તે કોઈ બેગબેકની જેમ પહેરાય છે. તેને પહેરીને જવાન કોઈ પણ જગ્યાએ ઉડી શકે છે. રિપોર્ટ મુજબ ભારતીય સેના આવા 44 જેટપેક સૂટ ખરીદવાની છે. તેનો ઉપયોગ સ્પેશિયલ ઓપરેશનમાં કરવામાં આવશે. આ જેટપેક સૂટની વધુમાં વધુ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમાં 80 કિલોથી વધુ વજનનો જવાન ઉડી શકતો નથી.

આ પણ વાંચો :-

શરીરના આ ભાગ પર પડે ગરોળી તો સમજી લેજો થવાના છો માલામાલ, જાણો ગરોળી સાથે જોડાયેલા શુકન અપશુકન

If a lizard falls on this part of the body

Shukan Shastra : ઘરમાં ફરતી ગરોળી (Lizard) અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. શરીરના કયા અંગ ઉપર ગરોળી પડે તો શુભ માનવામાં આવે છે અને કયા અંગ પર ગરોળીનું પડવું અશુભ છે જાણો.

ગરોળી એવો જીવ છે જેનાથી આમ આપણને કોઈ નુકસાન થતું નથી પરંતુ ઘરમાં તેને ફરતા જુઓ કે ડર લાગે. શાસ્ત્રોમાં પણ ગરોળી સાથે જોડાયેલા કેટલાક શુકન અપશુકન (omen ominous) વિશે જણાવ્યું છે. ઘરમાં ફરતી ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. શરીરના કયા અંગ ઉપર ગરોળી પડે તો શુભ માનવામાં આવે છે અને કઈ અંગ પર ગરોળીનું પડવું અશુભ છે ચાલો આજે તમને પણ જણાવીએ.

– ઘરમાં ગરોળી જોવા મળે કે તુરંત જ તેને ભગાડવાના ઉપાય કરવામાં આવે છે પરંતુ શુકનશાસ્ત્રમાં (Horoscope) કહેવાયું છે કે શરીરના કેટલાક અંગો ઉપર અચાનક ગરોળી પડે તો તે શુભ સંકેત છે. ગરોળીનું શરીર પર પડવું આવનાર સમયમાં થનાર લાભ તરફ સંકેત કરે છે.

– માન્યતા છે કે ગરોળી જો પુરુષના ડાબા અંગ પર પડે તો તેને અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે મહિલાઓના જમણા અંગ પર ગરોળીનું પડવું અશુભ માનવામાં આવે છે. પુરુષો માટે જમણા અંગ પર ગરોળી પડવી અને સ્ત્રીઓ માટે ડાબા અંગ પર ગરોળી પડવી શુભ માનવામાં આવે છે.

– ગરોળી જો માથા પર પડે તો તેને શુભ માનવામાં આવતું નથી. ગરોળીનું માથા પર પડવું સંકેત છે કે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના ઘટી શકે છે. પરંતુ જો ગરોળી ગરદન ઉપર પડે તો સમજવું કે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે.

– ગરોળી ગાલ ઉપર પડે તો જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરંતુ જો ઘરમાં બે ગરોળી ઝગડતી જોવા મળે તો સમજી લેવું કે પરિવારમાં કે મિત્રો સાથે ઝઘડો થઈ શકે છે.

– આવું ઓછું બને છે પરંતુ જો તમને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લેવું કે આવનારા સમયમાં તમને ખૂબ મોટા સમાચાર મળવાના છે. જો બે ગરોળી ઝગડતી હોય અને તેમાંથી એક તમારા માથા પર પડે તો સમજી લેવું કે તમે ધનવાન બનવાના છો.

VIDEO : બાઈકચાલકે પશુપાલકને ઠપકો આપ્યો તો લાકડી મારી પાડી દીધો, વડોદરામાં બેફામ બન્યા પશુપાલકો

VIDEO : બાઈકચાલકે પશુપાલકને ઠપકો આપ્યો તો લાકડી મારી પાડી દીધો, વડોદરામાં બેફામ બન્યા પશુપાલકો

  • વડોદરાનાં મકરપુરામાં પશુપાલકની દાદાગીરી સામે આવી છે. જેમાં રાહદારીએ પશુપાલકને વાહન ધીમે હંકારવાનું કહેતા પશુપાલકે બાઈક ચાલકને લાકડી વડે માર માર્યો હતો.

વડોદરામાં (Vadodara) મકરપુરા વિસ્તારમાં પશુપાલકની દાદાગીરી (Cattle bully) સામે આવી છે. ત્યારે પશુ પાલકને વાહન ધીમું ચલાવવા ટકોર કરતા તકરાર થવા પામી હતી. જેમાં પશુ પાલકે બાઈક ચાલક યુવકને લાકડી વડે માર માર્યો હતો.

ત્યારે યુવકને ગંભીર રીતે માર મારતા યુવક ઘાયલ થયો હતો. સમીર પઠાણ નામનો યુવક ઘાયલ થતા તેને સારવાર અર્થે  સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પશુપાલક દ્વારા યુવકને માર મારતો વીડિયો વાયરલ થતા સમીર પઠાણે પશુપાલક સામે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બે દિવસ પહેલા વડોદરામાં ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો :

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાય છે. જેના કારણે ક્યાંક કોઇકનું મોત નિપજે છે તો ક્યાંક કોઇ ઘાયલ થાય છે. હાઈકોર્ટની ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એક્શનમાં આવ્યું છે.

બે દિવસ પહેલા વડોદરામાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ગતરોજ વડોદરામાં ઢોર પકડી રહેલી ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો. જેની ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે.

ઢોર પાર્ટી પર હુમલો કરી ગાયો છોડાવી ગયા હતા :

બે દિવસ પહેલા વડોદરામાં મનપાની ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો થયો હતો. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડની હાજરીમાં સ્થાનિકોએ લાકડી અને પાઈપથી ઢોર પાર્ટી પર હુમલો કર્યો હતો અને બાદમાં પકડાયેલી કેટલીક ગાયોને છોડીને લઈ ગયા હતા.

આ પણ વાંચો :-

Viral Video : કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી તો..

0

As soon as this video came on the internet

  • Dulha-Dulhan Bedroom Video Leak : ઈન્ટરનેટ પર આ વિડીયો આવતાની સાથે જ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રિયા મહેતા નામના યુઝરે લખ્યું- આ વાસ્તવિક જીવન છે, આ સાચું છે. ધ ગ્રેટ સોલ ઓફ નામના હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે 15 મિનિટના આલિંગન પછી દરેક વ્યક્તિને સુવા માટે વ્યક્તિગત જગ્યાની જરૂર હોય છે.

Suhagraat Videos : આજના યુગમાં ટેક્નોલોજીના (technology) જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. એક નાની ભૂલ પણ જીવનભર પીડા આપી શકે છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો ફેમસ થવા માટે કોઈ પણ યુક્તિ અજમાવવાથી બચતા નથી. કેટલીકવાર તે આ સૂત્રને બંધબેસે છે.

તમને તે કપલ યાદ હશે. જેનો હનીમૂનનો (Honeymoon) વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. વાસ્તવમાં આ કપલે હનીમૂનનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. બાદમાં તે ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. તાજેતરમાં લગ્નની સિઝનમાં વર અને વરરાજાના ઘણા વીડિયો વાયરલ થયા હતા.

હવે આ કપલનો વધુ એક બેડરૂમનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને બેડ પર સુતેલા જોવા મળે છે. વીડિયોમાં બંનેનો એકબીજા માટેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આ કપલ એકબીજાને ગળે લગાવીને સૂતા જોવા મળે છે.

આ વિડિયો 22 ફેબ્રુઆરીએ Arushirahulofficial નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને 3 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને લોકોએ કમેન્ટ્સનો વરસાદ કર્યો છે.

વાસ્તવમાં વિડિયોમાં કપલ એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કેવી રીતે સૂવા માંગીએ છીએ અને આપણે ખરેખર કેવી રીતે સૂઈએ છીએ. કપલે આ વીડિયોને ફની રીતે રજૂ કર્યો છે. ઈન્ટરનેટ પર આ વીડિયો આવતાની સાથે જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.

પ્રિયા મહેતા નામના યુઝરે લખ્યું- આ વાસ્તવિક જીવન છે.આ સાચું છે. ધ ગ્રેટ સોલ ઓફ નામના હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે 15 મિનિટના આલિંગન પછી દરેક વ્યક્તિને સુવા માટે વ્યક્તિગત જગ્યાની જરૂર હોય છે.

પ્રીતિ વર્મા નામના યુઝરે કોમેન્ટમાં લખ્યું- હું પણ. બીજા ઘણા યુઝર્સે કોમેન્ટમાં હાર્ટ એન્ડ ફાયર ઈમોજી બનાવીને કર્યું. તમને જણાવી દઈએ કે આજકાલ ઘણા કપલ્સ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લાઈફસ્ટાઈલ બતાવીને રીલ બનાવવા લાગ્યા છે.

આ પણ વાંચો :-