સોનું ખરીદતા પહેલા સાવધાન ! હવેથી માન્ય નહીં ગણાય 4 અંકનો હોલમાર્ક

Share this story

Caution before buying gold !

  • ગ્રાહકોમાં 4 અંક અને 6 અંકના હોલમાર્કિંગને લઈને રહેલી મૂંઝવણને દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ 1 એપ્રિલથી ફક્ત છ અંકો સાથે આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે.

જો તમે સોનું ખરીદવાનું (Buying gold) કે તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને 30 માર્ચ પછી સોનું ખરીદવાનો પ્લાન છે તો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે (Central Govt) સોના અને જ્વેલરી ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ વિશે જાણ કરતાં ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે 31 માર્ચ 2023 પછી હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) વગરના સોનાના દાગીના અને કલાકૃતિઓ વેચવામાં આવશે નહીં.

ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે :

મંત્રાલયે આ વિશે આગળ કહ્યું કે ‘ગ્રાહકોમાં 4 અંક અને 6 અંકના હોલમાર્કિંગને લઈને રહેલી મૂંઝવણને દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી ફક્ત છ અંકો સાથે આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે. આ વિના સોના અને સોનાના દાગીનાનું વેચાણ નહીં થાય. આ સાથે જ ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે.’

16 જૂન, 2021 બાદ સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું :

સોનાનું હોલમાર્કિંગ એ કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે. નોંધનીય છે કે આ 16 જૂન, 2021 સુધી સ્વૈચ્છિક રીતે લાગુ હતું અને એ બાદ સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો હતો. એ મુજબ પ્રથમ તબક્કામાં એમને દેશના 256 જિલ્લાઓમાં આ નિર્ણય લાગુ કર્યો હતો અને બીજા તબક્કામાં વધુ 32 જિલ્લામાં આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. હવે તેમાં દેશના વધુ 51 જિલ્લાઓ જોડાઈ રહ્યા છે.

HUID નંબર શું છે :

હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબરનો ઉપયોગ દાગીનાની ઓળખ કરવા માટે થાય છે. HUID નંબર એ છ અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે અને આ કોડની મદદથી ગ્રાહકને જ્વેલરી સંબંધિત માહિતી મળે છે સાથે જ આ માહિતી BIS પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે.

આ પણ વાંચો :-