Home Blog Page 1151

લેણદારો, વ્યાજખોરોના ત્રાસથી આપઘાતની અનેક ઘટનાઓ, પરંતુ કેટલાં ગુનેગારોને સજા થઈ?

  • એક તરફ સંપત્તિનો નશો અને તેમાં ‘સત્તા’નો સાથ મળવાથી કાયદાનાં હથિયારો બુઠ્ઠા થઈ જાય છે, ખાખી વર્દીધારી ભલભલા અધિકારીઓને પણ સત્તા આગળ ઝૂકવું પડ્યું હોવાના દાખલા શોધવા પડે તેમ નથી.
  • એક તરફ સંપત્તિનો નશો અને તેમાં ‘સત્તા’નો સાથ મળવાથી કાયદાનાં હથિયારો બુઠ્ઠા થઈ જાય છે, ખાખી વર્દીધારી ભલભલા અધિકારીઓને પણ સત્તા આગળ ઝૂકવું પડ્યું હોવાના દાખલા શોધવા પડે તેમ નથી.
  • સુરતની બિલ્ડર નાગજી ધામેલિયા, રતિલાલ પાનસુરિયાની આપઘાતની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી, પણ શું થયું, કેટલાં લોકોને ફાંસીએ લટકાવાયા?
  • બિલ્ડર વિપુલ રંગાણીને આપઘાત માટે મજબૂર કરનાર લોકોને કેટલી સજા થઈ? હવે અશ્વિન ચોવટિયાને ઝેર ઘોળવા માટે મજબૂર કરનાર લોકોને કેટલી સજા થશે એ પણ સમય બતાવશે.

કતારગામનાં બે સંતાનોનો પિતા તેમજ વિધવા માતા અને પત્નીના આધારરૂપ રત્નકલાકારનાં આપઘાતનાં કેસમાં કંઈક અંશે અત્યાચાર ગુજારવામાં પોલીસ પણ સંડોવાયેલી હતી, પરંતુ પરિણામ શું આવ્યું?

સત્તા અને સંપત્તિનાં નશામાં આચરવામાં આવેલી ગુનાખોરી (criminality) હંમેશા ખતરનાક પુરવાર થતી આવી છે. આવી અનેક લોહીયાળ ઘટનાઓનો ઈતિહાસ સાક્ષી રહ્યો છે. સત્તાનાં સર્વોચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ કે સત્તાધારી સાથે અંગત સંબંધો ધરાવનાર એ ભુલી જાય છે કે, કાયદો નામની કોઈક વ્યવસ્થા છે. પરંતુ મોટાભાગનાં બનાવોમાં સત્તાપક્ષ (authority) સાથે હોવાથી કાયદાના હથિયારો બુઠ્ઠા થતાં આવ્યા છે.

અનેક ઘટનાઓમાં સત્તાધારી પક્ષનાં ઈશારે કાયદાની ખુરસીમાં બેઠેલા ભલભલા અધિકારીઓએ આંખ આડા કાન કરવા પડ્યાં છે અને ઘણી વખત કાયદાનો ‘અમલદાર’ સત્તા અને સંપત્તિનાં નશાખોરો સાથે ભળી જાય છે, ત્યારે ન્યાયનું અસ્તિત્વ જ ભુંસાઈ જાય છે.

આપણા દેશમાં સત્તાધારી અને સત્તાધારી વ્યક્તિની બગલમાં બેસેલી વ્યક્તિ માટે જાણે કાયદાની કોઈ જ પરવા નથી. કાયદાની વરદી પહેરીને બેસેલી વ્યક્તિ જ્યારે સાવ જુઠ્ઠા વ્યક્તિને પગ પછાડીને સલામ મારતો જોવા મળે ત્યારે એવું લાગે કે ભારતમાં કાયદો, વ્યવસ્થા જેવું કંઈ અસ્તિત્વ જ નથી. વળી વર્તમાન સમયમાં આવી ઘટનાઓમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે.

દેશભરમાં જંગલરાજની ઘટનાઓ બનતી રહે છે. અનેક ઘટનાઓ તો સપાટી ઉપર પણ નહીં આવતી હોય, પહેલા એવી માન્યતા હતી કે કોંગ્રેસની સરકારો વખતે ગુંડાઓ, બુટલેગરો, ભ્રષ્ટ જમીનમાફિયાઓનું રાજ હતું. આ એવા લોકો હતા કે જેના ઈશારે કહેવાતા રાજકીય શાસકો નાચતા હતા અને ગરીબ અને સામાન્ય વર્ગનાં લોકો શાસકોને ખિસ્સામાં લઈને ફરતા આવા માથાભારે લોકોથી ડરતા હતા.

મતલબ કચડાયેલો માણસ ફરિયાદ કરવાની હિંમત સુદ્ધા કરી શકતો નહોતો. વળી, સમાજમાં ઉજળા થઈને ફરતા કહેવાતા સમાજસેવકોનાં ઘરે સત્તાધારીઓ, અધિકારીઓની રોજબરોજની આવન-જાવનને કારણે પણ સામાન્ય લોકોમાં એક છુપો ભય છવાયેલો રહેતો હતો.

બદલાયેલી રાજસત્તાને કારણે ખાસ કરીને કચડાયેલા અને છેવાડાના વર્ગને પોતાને ન્યાય મળવાની કે રક્ષણ મળવાની આશા હતી, પરંતુ અનુભવે આ આશા પણ ધૂંધળી દેખાઈ રહી છે. નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારીને પગલે ફરી વળેલી મંદીએ અનેકનાં ઘર ઉઝાડી નાંખ્યા હશે. અનેક લોકો બેમોત મરી ગયા હશે તો અનેક પરિવારો શોષણખોરોનો ભોગ બનીને બરબાદ થઈ ગયા હશે.

ઘણા તો આખા ને આખા પરિવારો આર્થિક સંકટ અને વ્યાજખોરોથી ત્રાસીને સામૂહિક મોતને ભેટ્યા હશે, પરંતુ આમાનાં એકપણ મૃતકને ન્યાય મળ્યો હોવાનું યાદ નથી. બલ્કે વ્યાજખોરો બેખોફ ફરી રહ્યાં છે. દસ દસ ટકા સુધીનું વ્યાજ મિલકતો અને એડવાન્સમાં ચેક લખાવી લેતા માફિયા વ્યાજખોરોનો વાળ પણ વાંકો થયો નથી.

સરકારની ઘોંચને પગલે થોડા દિવસની શાંતિ બાદ ફરી એની એ જ હાલતનું નિર્માણ થઈ રહ્યું છે. મિલક્તોમાં ઘુસી જવું, દસ્તાવેજો લખાવી લેવા જેવી અનેક બાબતોની હારમાળા, છતાં આપણી સરકાર કે પોલીસ તંત્ર આવા લોકોને પાંજરામાં પુરી શકી નથી.

અનેક લોકો એ શોષણખોરોના અત્યાચાર અને ત્રાસને કારણે આપઘાત કરી રહ્યાં હોવાની ‘સ્યુસાઈડ નોટ’ લખીને આપઘાત કરી ચૂક્યા હોવા છતાં અને ‘સ્યુસાઈડ નોટ’નો પુરાવો અમલદારનાં હાથમાં હોવા છતાં એક પણ શોષણખોરને દાખલારૂપ સજા થઈ નથી.

આપઘાતની ઘટનાનાં થોડા દિવસનાં ઉહાપોહ બાદ ફરી હાલત ઠેરની ઠેર થઈ જાય છે. ઘણાં કિસ્સામાં તો આપઘાત કરનાર વ્યક્તિ આપઘાત કરી રહ્યો હોવાનો જીવંત વીડિયો છોડતો ગયો હોવા છતાં જવાબદારને આપણા કાયદાનાં રખેવાળો ફાંસીનાં માચડે લટકાવી શક્યા નથી.

કાયદામાં એવું માનવામાં આવે છે કે, કોઈ વ્યક્તિને આપઘાત કરવા માટે મજબૂર કરવી એ પણ હત્યા કરવા બરાબર ગુનો ગણી શકાય. જો ખરેખર કાયદામાં આવી સાફ-સાફ સ્પષ્ટતા હોય તો શોષણખોરો કાયદાની ચૂંગાલમાંથી કેમ છટકી જાય છે?

બહુ દૂર જવાની જરૂર નથી. નજીકનાં ભૂતકાળમાં જ અને સુરતમાં શોષણખોરો અને અત્યાચારનાં ત્રાસથી એક નહીં અનેક ઘટનાઓ બનવા પામી હતી. કતારગામ વિસ્તારના જ એક જાણીતા બિલ્ડરે પોતાની ઓફિસમાં જ આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતા પહેલા લેણદારો અને વ્યાજખોરોનાં ત્રાસ અને તેમના નામ, સરનામાં સહિતની આખી ‘સ્યુસાઈડ નોટ’ લખી હતી, પરંતુ આમા કેટલાંને સજા થઈ? આત્મહત્યાની આ ઘટનામાં પોલીસને પુરાવા શોધવાની પણ જરૂર નહોતી અને છતાં પોલીસે કેવી તપાસ કરી?

સમયની રેત સાથે બધું ભુલાતું જાય છે અને મૃતકની માત્ર ને માત્ર તેના પરિવારને ખોટ વર્તાતી રહે છે. ત્યાર પછીનાં થોડા દિવસોમાં એક કારખાના માલિકનાં ત્રાસથી બે સંતાનોનો પિતા અને વિધવા માતા સહિત આખા પરિવારનાં આધાર સમાન રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો. વળી આ ઘટનામાં રત્નકલાકાર ઉપર અત્યાચાર ગુજારવામાં પોલીસની પણ સંડોવણી બહાર આવી હતી અને છતાં શું થયું? મૃતકનાં પરિવારને કેટલો ન્યાય મળ્યો?

ઘણાં લોકોને તો રત્નકલાકારનાં આપઘાતની ઘટના પણ યાદ નહીં હોય. માસૂમ ભૂલકાઓ, લાચાર માતા અને પત્નીની કેવી હાલત હશે? કોઈને પણ પડી નહીં હોય.

આપણી સરકાર રોજબરોજ બુટલેગરો, વ્યાજખોરો સામેની ઝુંબેશ ચલાવી રહી છે. અલબત્ત આ ઝુંબેશ પણ આવકાર્ય છે. મજબૂર લોકોને રક્ષણ આપતી કોઈપણ પહેલની ચોક્કસ સરાહના કરવી જ જોઈએ. પણ અનુભવે એવું જણાયું છે કે, આવી ઝુંબેશ સરકાર સાથે સંકળાયેલા કોઈકને અવરોધરૂપ થાય છે ત્યારે ઝૂંબેશ માત્ર નામ પુરતી જ બનીને રહી જાય છે.

વ્યાજખોરો સામેની ઝુંબેશને કારણે રોજબરોજનું લાવીને ધંધો કરતા નાના નાના લોકોને થોડા સમય માટે રાહત થઈ હશે, પરંતુ ઉધાર નાણાં લેવા માટે કોઈ આધાર પુરાવા જ નથી. એવા મધ્યમ વર્ગનાં લોકોને આવી ઝુંબેશને કારણે કોઈ જ રાહત મળી નહીં હોય. કારણ કે, આ એવા લોકો છે કે જેને બેંક ધિરાણ આપી શકતી નથી અને ધિરાણ લેવા માટે ગીરવે મુકવા જેવા કોઈ સાધનો નથી.

પરિણામે પોતાની વસૂલાત કરવાની તાકાત ઉપર જ ધિરાણ આપનારા લોકો પાસે ગયા વગર છુટકો નથી. ખેર, માનસિક ત્રાસ આપવાથી આપઘાતની અનેક ઘટનાઓ વચ્ચે કતારગામનાં બિલ્ડર નાગજી ધામેલિયા, કામરેજ પોલીસ મથક વિસ્તારની ઘટનામાં રતિલાલ પાનસુરિયા ઉપરાંત ભાગીદારોનાં કહેવાતા ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર વિપુલ રંગાણી ઉદાહરણ ગણાવી શકાય. પરંતુ આત્મહત્યા અને આત્મહત્યાનાં પ્રયાસની ઘટનાઓ માટે જવાબદાર લોકોને કાયદાની કોર્ટમાં હજુ સુધી દાખલારૂપ સજા ફટકારવામાં આવી હોવાનું યાદ નથી.

મોટા વરાછાનાં બિલ્ડર અશ્વિન ચોવટિયાએ આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં લાંબી માનસિક યાતના ભોગવી હશે. અશ્વિન ચોવટિયાએ ઝેરી દવા પીતા પહેલા મોબાઈલ ફોન ઉપર વીડિયો પણ રેકોર્ડ કરવા ઉપરાંત ‘સ્યુસાઈડ નોટ’ પણ લખી હતી. વળી અશ્વિન ચોવટિયા સ્પષ્ટ કહે છે કે, તેને સુરત પોલીસની તપાસ ઉપર ભરોસો નથી. કારણ કે, તેને ત્રાસ આપનાર લોકોનાં હાથ કેટલા લાંબા છે તેનો તેને પહેલેથી જ અંદાજ હતો અને એટલે જ તેણે અમદાવાદ જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અશ્વિન ચોવટિયાએ જે લોકોને પોતાના આપઘાતનાં પ્રયાસ માટે દોષિત ઠેરવ્યા છે એ પૈકી મોટાભાગનાં લોકોની શાસકો સુધીની પહોંચ હશે જ.

વળી જાહેર જીવનમાં ઉજળા થઈને ફરતા લોકોનાં રાજકીય આગેવાનો અને વરિષ્‍ઠ અધિકારીઓ સાથે સંબંધો રહેવાના જ અને આ સંબંધોનો નશો જ બેજવાબદાર વ્યક્તિને ગુનાખોરી આચરતા રોકતો નથી. સત્તાકીય સંબંધો અને સંપત્તિનાં નશામાં અનેક લોકો એ ભૂલી જાય છે કે, કાયદો નામનું કોઈક પરિબળ પણ આ દેશમાં છે.

સંવેદનશીલ ગુના ઉકેલવામાં માહિર :

  • ડીસીપી રૂપલ સોલંકીનુ તપાસનું નેતૃત્ત્વ ગુનેગારોને કાયદાના કઠેરામાં લઇ જશે
  • સુરત-ઓલપાડના ચકચારી બિલ્ડર અને ક્વોરી માલિક દુર્લભ પટેલના આપઘાત કેસની તપાસ પણ રૂપલ સોલંકીએ કરી હતી

સંવેદનશીલ અને ચકચારી ગુનાઓ ઉકેલવા અને ઊંડાણપૂર્વકની આગવી કુનેહ ધરાવતા ક્રાઇમ બ્રાંચના ડેપ્યુટી પો. કમિ. રૂપલ સોલંકીને અશ્વિન ચોવટિયા આપઘાતના પ્રયાસ કેસની તપાસનું નેતૃત્ત્વ સોંપીને પો. કમિ. તોમરે ગુનેગારોને આકરો સંદેશો આપી દીધો છે. તાજેતરમાં ઓલપાડ તાલુકામાં ક્વોરી માલિક અને બિલ્ડર દુર્લભ પટેલ આપઘાત કેસની તપાસમાં ડીસીપી રૂપલ સોલંકીઅે ભારે વગ ધરાવતા લોકોને પણ કાયદાના સકંજામાં લઇ લીધા હતા.

ડીસીપી રુપલ સોલંકી

સુરતના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ અન્ય બિલ્ડર્સ, દલાલો અને વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનીને છેક અમદાવાદ જઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે મોબાઇલ ફોન ઉપર ઓડિયો  અનેવીડિયો રેકોર્ડીંગ કરીને તેમને ઝેરી દવા પીવા માટે મજબૂર કરનાર લોકોના નામ આપવા સાથે ‘સ્યુસાઇડ નોટ’ પણ લખી હતી.

સુરત સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર આ કેસની તપાસ સુરત શહેર પોલીસની ક્રાઇમબ્રાંચના ડીસીપી રૂપલ સોલંકીને સોંપવામાં આવી છે. કોઇ મોટા રાજકીય પરિબળો અવરોધરૂપ નહીં બને તો રૂપલ સોલંકી ભલભલા ગુનેગારોને પાંજરે પુરવાની ગજબની કુનેહ ધરાવે છે. ફોજદારી કાયદાના જાણકાર રૂપલ સોલંકીને તપાસના દોરમાં મોકળુ મેદાન મળી રહેશે તો અશ્વિન ચોવટિયાના કેસમાં જ નહીં પરંતુ અન્ય લોકોને ત્રાસ આપી રહેલા લોકો પણ ફફડી ઉઠશે અને એક દાખલારૂપ સજા ફટકારી શકાશે.

 

 

Jio 999 પ્લાન ! વારેવારે રિચાર્જની ચિંતા નહીં, આખા પરિવાર માટે ડેટા-કોલિંગ, Netflix, Amazon Prime બધુ ફ્રી

No worry of frequent recharges

  • જો તમે આખા વર્ષ માટે રિચાર્જિંગમાંથી બ્રેક લેવા માગો છો. તો Jioના રિચાર્જ પ્લાન શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

રિલાયન્સ જિયો (Reliance Jio) તરફથી એક ફેમેલી પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ એક પોસ્ટપેડ પ્લાન છે. જે 999 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં સિંગલ રિચાર્જમાં (Single recharge) આખા પરિવાર માટે ડેટા, કોલિંગ અને OTT એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી જાય છે.

સાથે ઘણી અન્ય પ્રકારની સુવિધાઓ ઓફર કરવામાં આવે છે. જિયોના ફેમેલી પ્લાનમાં એક રિચાર્જમાં પરિવારના વધુ બે લોકોને જોડી શકશો. આવો આ પ્લાન વિશે વિગતવાર માહિતી મેળવીએ.

જિયોના ફેમેલી પ્લાન માટે તમારે ઓછામાં ઓછા 599 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જ્યારે આ પ્લાનમાં પરિવારના એક અન્ય પ્લાનને એડ કરી શકાશે.

જિયો 599 પ્લાન :

આ પ્લાનમાં યૂઝર્સને દરેક બિલિંગ સાઇકલિંગમાં 100GB ડેટા ઓફર કરવામાં આવે છે. ડેટા લિમિટ પૂરી થવા પર 10 રૂપિયા પ્રતિ જીબી પ્રમાણે ચાર્જ લેવામાં આવશે. સાથે આ પ્લાનમાં 200GB ડેટા રોલઓવરની સુવિધા પણ મળશે. સાથે અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100SMS ની સુવિધા મળે છે. આ પ્લાનમાં Netflix ની સાથે એક વર્ષ માટે Amazon Prime નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

જિયો 799નો પ્લાન :

આ પ્લાનમાં યૂઝર્સને 150GB ડેટાની સાથે એક વર્ષની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં બે યૂઝર્સને એડ કરી શકાય છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગની સાથે ડેલી ફ્રી 100 SMS ની સાથે આવે છે.

જિયોનો 999 રૂપિયાનો પ્લાન :

આ પ્લાનમાં ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેમાં ઘરના ચાર લોકોને એડ કરી શકાય છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને ડેલી ડેટાની સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 SMS ની સુવિધા આપવામાં આવે છે. સાથે ઓટીટી નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

આ પણ વાંચો :-

Holi 2023 : ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ 

0

Holi 2023 : ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ

  • Holi 2023 : ભલે ડ્રેસ કોડ જરૂરી ના હોય, પરંતુ હવે લોકો જૂના કપડામાં હોળી નથી રમતા. શું તમે પણ આ હોળીના ઉત્સવના લુક સાથે લોકોની નજરમાં પડવા માંગો છો? તમને કેટલીક ફેશન ટિપ્સ જણાવીએ.

holi celebration in society : આજે પણ ભારતમાં હોળી માટે વર્ષો જૂની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આ દિવસે પકોડા અને ગુજિયા ખાવાથી લઈને જૂના કપડાં (old clothes) પહેરવા સુધીની પરંપરા હજુ પણ ચાલે છે. પરંતુ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. હવે લોકો હોળી પર ફેશન ટિપ્સ (Fashion tips) ફોલો કરવાનું પસંદ કરે છે. સોસાયટીમાં રહેતા લોકો ડ્રેસ કોડથી લઈને ખાસ કાર્યક્રમોનું આયોજન કરે છે.

ભલે ડ્રેસ કોડ જરૂરી ના હોય, પરંતુ હવે લોકો જૂના કપડામાં હોળી નથી રમતા. શું તમે પણ આ હોળીના ઉત્સવના લુક સાથે લોકોની નજરમાં પડવા માંગો છો? તમને કેટલીક ફેશન ટિપ્સ જણાવીએ.

આવી રીતે દેખાવો સ્ટાઈલીશ :

હોળીના દિવસે જો તમે અલગ લુક માંગતા હોવ અથવા સ્ટાઇલિશ દેખાવા માગતા હોવ, તો તમારે તમારા જમ્પસૂટ પર એમ્બ્રોઇડરી કરેલું હાફ જેકેટ રાખવું જોઈએ. સફેદ ટી-શર્ટ પર ડેનિમ શોર્ટ્સનો લુક પણ તમને આકર્ષક બનાવી શકે છે. આ રીતે ડ્રેસિંગ કરવાથી તમે સ્ટાઇલિશ અને સ્માર્ટ બંને દેખાશો.

એથનિક લુક :

એથનિક લુક માટે તમારે હોળી પર સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. રંગીન દુપટ્ટા સાથે સફેદ કપડા પર સારી રીતે સૂટ કરે છે. તમે ચિકંકારી, સલવાર કમીઝ, શરારા અને સફેદ સાડી પણ પહેરી શકો છો. સફેદ કુર્તી પર મલ્ટી રંગીન હાફ જેકેટ દેખાવમાં ચાર્મ ઉમેરવાનું કામ કરશે.

પુરૂષો માટે ફેશન ટિપ્સ :

પુરુષો કે યુવકો હોળી દરમિયાન ગ્રાફિક ટી-શર્ટ પહેરી શકે છે. તે ટ્રેન્ડમાં છે અને ઉજવણી માટે પણ યોગ્ય છે. ડેનિમ જીન્સ સફેદ ટી-શર્ટ પર સુંદર લાગે છે અને તમે તેને પહેરીને હોળીના વાઈબ્સને મિક્સ કરી શક્શો. છોકરાઓ આ દિવસે સફેદ કુર્તા અને પાયજામા પહેરી શકે છે, પણ હા, સનગ્લાસ પહેરવાનું ભૂલશો નહીં.

પગરખા :

આઉટફિટની સાથે ફૂટવેરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એવા જૂતા પસંદ કરો જે આરામદાયક હોય અને જે લપસે નહીં. હોળી રમતી વખતે ચપ્પલ કે અન્ય વસ્તુઓ પહેરવાથી નુકસાન થવાનો ભય રહે છે. આ સાથે હેરસ્ટાઈલ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો :-

Cricket Facts : ક્રિકેટના 3 એવા ખેલાડી, જેઓએ ભારત અને પાકિસ્તાન બન્ને માટે રમી છે ઈન્ટરનેશલ મેચ

0

Cricket Facts: 3 cricketers who have

  • Abdul Hafeez Kardar : ભારત અને પાકિસ્તાનની મેચ વચ્ચે હંમેશા ટક્કરનો માહોલ હોય છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એવા 3 ખેલાડીઓ હતા. જેમણે ભારત અને પાકિસ્તાન એમ બન્ને ટીમ માટે મેચ રમી છે.

Cricketers Play Both India And Pakistan : ભારત અને પાકિસ્તાનની (India and Pakistan) મેચ વચ્ચે હંમેશા ટક્કરનો માહોલ હોય છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં (International Cricket) એવા 3 ખેલાડીઓ હતા. જેમણે ભારત અને પાકિસ્તાન એમ બન્ને ટીમ માટે મેચ રમી છે.

આમિર ઇલાહી :

લેગ બ્રેક બૉલર આ મિર ઇલાહીએ ભારત માટે વર્ષ 1947માં ક્રિકેટ મેચ રમી હતી. પરંતુ ભાગલા બાદ તે પાકિસ્તાન જતો રહ્યો અને વર્ષ 1952માં પાકિસ્તાનની ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. આમિર ઇલાહીએ તેમના કરિયરમાં 6 ટેસ્ટ મેચ રમી, જેમાંથી 1 મેચ ભારત અને 5 મેચ પાકિસ્તાન તરફથી રમી હતી.

ગુલ મોહમ્મદ :

ઓલરાઉન્ડર ગુલ મોહમ્મદે 8 વખત ભારત અને એક વખત પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ મેચ રમી છે. 17 વર્ષની ઉંમરમાં તેઓએ ઉત્તર ભારત તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 1955માં તે પાકિસ્તાન ગયો અને 1956-57માં ઓસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાન તરફથી એક જ ટેસ્ટ મેચ રમી હતી.

અબ્દુલ હફીઝ કારદાર :    

અબ્દુલ હાફીઝ ભારત અને પાકિસ્તાન બન્ને માટે ઈન્ટરનેશલ મેચ રમાનારો બીજો ખેલાડી છે. ભારત પાકના ભાગલા પહેલા અબ્દુલે ભારત માટે 3 ટેસ્ટ મેચ રમી હતી. ભાગલા બાદ તેણે 23 ટેસ્ટ મેચ પાકિસ્તાન માટે રમી હતી તો આ હતા ત્રણ ખેલાડીઓ કે જેમણે ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ માટે મેચ રમી હોય.

આ પણ વાંચો :-

મહાદેવની કૃપાથી આ લોકોના અટકેલા તમામ કાર્ય થશે પૂર્ણ – જાણો તમારું આજનું રાશિફળ

By the grace of Mahadev

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પચી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શકાય બને. ટ્રાવેલીંગ, ઠંડા પીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દૃષ્ટિએ તથા પારિવારિક મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને છે. શેર બજાર, કેમીસ્ટ,  એડ્વોકેટ તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. અેન્જિનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોરમાં લઇ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ, પ્રતિષ્‍ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો તાય. મિત્રોને સાથ-સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રિય થઇ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે અેવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી, ખાંસી, તાવથી પરેશાની રહે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતીનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવથી સાચવવું.

આ પણ વાંચો :-

મરતા મરતા બચ્યાં ભાજપના આ પૂર્વ મુખ્યમંત્રી, હવામાં ફંગોળાયું હેલિકોપ્ટર, જુઓ વીડિયો

0

This ex-Chief Minister of BJP survived

  • જમીન પ્લાસ્ટિકની થેલીઓથી ભરેલી હતી. જેના કારણે પાયલોટ માટે હેલિકોપ્ટરને લેન્ડ કરવું મુશ્કેલ હતું. પ્લાસ્ટિકની થેલીઓના કારણે વિઝિબિલિટી પ્રભાવિત થઈ હતી. હેલિકોપ્ટરના પંખાના જોરદાર પવનને કારણે નજીકની ઝૂંપડપટ્ટી પર પ્લાસ્ટિક અને તેની આસપાસના કચરાના ઢગલા એટલા ઝડપથી વધી ગયા હતા કે જો પાયલોટે સમજણ ન દાખવી હોત તો અકસ્માત સર્જાઈ શક્યો હોત.

BJP Senior Leader Helicopter Forced To Landing : ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રીને નડ્યો મોટો અકસ્માત. હેલિકોપ્ટરમાં (Helicopter) સવાર હતા અને લેન્ડિંગ વખતે હવામાં આમતેમ ફંગોળાઈ ગયું હોલિકોપ્ટર. થોડીવાર માટે તો સૌ કોઈનો જીવ થઈ ગયો હતો અધ્ધર. આ ઘટનાનો વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા (Social media) પર તે ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અહીં વાત થઈ રહી છે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાની (Former Chief Minister of Karnataka Yeddyurappa). કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ભાગોની મુલાકાત લઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા સોમવારે જ્યારે તેમનું હેલિકોપ્ટર કલબુર્ગી જિલ્લાના જેવર્ગી વિસ્તારમાં ઉતરી રહ્યું હતું ત્યારે તેઓ બચી ગયા હતા.

જમીન પ્લાસ્ટિકની થેલીઓથી ભરેલી હતી. જેના કારણે પાયલોટ માટે હેલિકોપ્ટરને લેન્ડ કરવું મુશ્કેલ હતું. પ્લાસ્ટિકની થેલીઓના કારણે વિઝિબિલિટી પ્રભાવિત થઈ હતી. હેલિકોપ્ટરના પંખાના જોરદાર પવનને કારણે નજીકની ઝૂંપડપટ્ટી પર પ્લાસ્ટિક અને તેની આસપાસના કચરાના ઢગલા એટલા ઝડપથી વધી ગયા હતા કે જો પાયલોટે સમજણ ન દાખવી હોત તો અકસ્માત સર્જાઈ શક્યો હોત.

હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બની શકે છે :

પરિસ્થિતિને સમજીને પાયલોટે તરત જ હેલિકોપ્ટરને ઉપરની તરફ લઈ લીધું. બાદમાં જ્યારે ત્યાં હાજર પોલીસ દળે આસપાસના વિસ્તારને સાફ કરાવ્યો ત્યારબાદ હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું. આ પહેલા લેન્ડિંગ સમયે હેલિકોપ્ટર આકાશમાં લહેરાતું જોવા મળ્યું હતું.

જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું હશે. જણાવી દઈએ કે પૂર્વ સીએમ કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિજય સંકલ્પ યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો :-

Marutiથી લઈને  Mahindra સુધી : આ 16થી વધુ કાર થઈ રહી છે બંધ, 31 માર્ચ સુધી ખરીદવાની છેલ્લી તક !

From Maruti to Mahindra

  • Cars Going to Be Discontinue :  1 એપ્રિલ, 2023થી ભારતમાં ઘણી કાર બંધ થઈ જશે અને અન્ય કારની કિંમતમાં વધારો થવાની ધારણા છે. કંપનીઓ તેમના સ્ટૉકને ખત્મ કરવા અને ઓછા વેચાણ ધરાવતા મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.

BS6 Phase 2 Norms : માર્ચ મહિનાની સાથે સાથે નાણાકીય વર્ષ 2022-23 પણ સમાપ્ત થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કાર ઉદ્યોગમાં ઘણા ફેરફારોની અપેક્ષા છે. 1 એપ્રિલ 2023 થી BS6 ફેઝ II (BS6 Phase 2)ના નવા ઉત્સર્જન ધોરણો અમલમાં આવશે. આ નિયમોનો અમલ કરવા માટે ઓટોમોબાઈલ કંપનીઓએ તમામ કારના એન્જિન અપડેટ કરવા પડશે જે એક મોંઘુ કામ છે.

આના કારણે ઘણી કાર બંધ થઈ જશે અને અન્ય કારની કિંમતો વધવાની આશંકા છે. કંપનીઓ તેમના સ્ટૉકને પૂરો કરવા માટે બંધ થવા જઈ રહેલા અથવા ઓછા વેચાણ ધરાવતા મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. અહીં અમે તમારા માટે તે કારોનું લિસ્ટ લાવ્યા છીએ જે કદાચ 31 માર્ચ પછી તમે નહીં મેળવી શકો.

1. Hondaની 5 અને Mahindraની 3 કાર :

કંપની Honda City 4 Gen, City 5 Gen (Diesel), Amaze (Diesel), Jazz અને WR-V સહિત 5 મોડલ બંધ કરશે. હોન્ડાએ આમાંના ઘણા મોડલનું પ્રોડક્શન પહેલાંથી જ બંધ કરી દીધું છે અને આ મોડલ્સનો બાકી સ્ટોક ક્લિયર કરવા માટે રૂ. 1.30 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

2. Mahindra તેના ત્રણ મોડલને પણ બંધ કરશે :

Marazzo, Alturas G4 અને KUV100. આ મોડલ્સનો બાકી સ્ટોક ક્લિયર કરવા માટે 70,000 રૂપિયા સુધીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.

3. Hyundai અને Skodaની 2-2 કાર :

Hyundai તેના બે મોડલ  Verna (ડીઝલ) અને Alcazar (ડીઝલ) બંધ કરશે. કંપનીએ ડીઝલ મોડલ્સના વેચાણના ગ્રાફમાં ઘટાડો જોયો છે અને આ મોડલ્સના બાકીના સ્ટોકને પૂરો કરવા માટે રૂ. 1.25 લાખ સુધીના લાભો ઓફર કરી રહી છે.

સ્કોડા બે મોડલ – ઓક્ટાવીયા અને સુપર્બને પણ બંધ કરી રહી છે અને આ મોડલના બાકીના સ્ટોકને સાફ કરવા માટે રૂ. 55,000 સુધીના લાભો ઓફર કરી રહી છે.

4. Maruti, Tata, Renault, Nissan 1-1 કાર :

આ સિવાય Maruti Alto 800, Tata Altroz ​​(Diesel), Renault Kwid 800 અને Nissan Kicks પણ કારની યાદીમાં છે જે 31 માર્ચ સુધી બંધ થઈ જશે અને આ કાર પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મારુતિ અલ્ટો 800 પર રૂ. 40,000 સુધી, Tata Altroz ​​ડીઝલ પર રૂ. 28,000 સુધી, Renault Kwid 800 પર રૂ. 52,000 અને Nissan Kicks પર રૂ. 82,000 સુધીના લાભો આપી રહી છે. જો કે આ લાભો સ્ટોક ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ મળશે.

આ પણ વાંચો :-

Nita Ambani Lifestyle : દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે નીતા અંબાણી, એક ચુસ્કીની કિંમત જાણીને પણ ચોંકી જશો

0

Nita Ambani Lifestyle

  • Nita Ambani Water Bottle Price : દેશના સૌથી પાવરફુલ મહિલા નીતા અંબાણી પાસે રહેલી તમામ વસ્તુઓ ખૂબ જ મોંઘી હોય છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખોમાં છે. આવો, જાણીએ..

દેશની સૌથી શક્તિશાળી મહિલા નીતા અંબાણી (Nita Ambani) માટે આજે કોઈ પરિચયની જરૂર નથી. લાખો લોકો તેમની જીવનશૈલીને અનુસરે છે. નીતા અંબાણીની જીવનશૈલી પણ ઘણી અનોખી અને ખર્ચાળ છે. તેમની પાસે જે બધું છે તે ખૂબ જ મોંઘું છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખોમાં છે. આવો, તેના વિશે જાણીએ…

નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે ‘Acqua di Cristallo Tributo a Modigliani’ની બોટલમાંથી પાણી પીવે છે. આ વિશ્વની સૌથી મોંઘી બોટલોમાંની એક છે. આ બોટલની ખાસ વાત એ છે કે આ બોટલ સોનાની બનેલી છે. બોટલમાં જે પાણી મળે છે તે ફ્રાન્સ અથવા ફિજીનું હોય છે.

No description available.

એવું કહેવાય છે કે તેના પાણીમાં 5 ગ્રામ સોનાની રાખ પણ મિક્સ કરવામાં આવે છે. જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી જ આ બોટલની કિંમત આટલી વધારે છે.

વર્ષ 2010માં ‘Acqua di Cristallo Tributo a Modigliani’નું નામ ‘ગિનીસ બુક‘માં સૌથી મોંઘી પાણીની બોટલ તરીકે નોંધવામાં આવ્યું હતું.

આ બોટલને Fernando Altamirano દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તે એ જ ડિઝાઈનર છે જેણે વિશ્વની સૌથી મોંઘી બોટલ ‘Cognac Dudognon Heritage Henri IV’ ડિઝાઇન કરી હતી.

આ 750 ml બોટલની કિંમત લગભગ $60,000 છે. ભારતીય ચલણ અનુસાર આ 750 ML પાણીની બોટલની કિંમત 44 લાખ રૂપિયાથી વધુ છે.

આ પણ વાંચો :-

ઝુકેગા નહિ સાલા : જેલવાસ બાદ પણ રાણાનો વટ જોવા જેવો, દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ

0

Even after imprisonment Rana’s vat

  • Devayat Khavad Dayro : ભાવનગરના પાલિતાણામાં ગઈકાલે કમળાઈ માતાજીના મંદિર ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોકસાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ બાદનો આ પ્રથમ લોકડાયરો હતો. જેમાં દેવાયત ખવડે જમાવટ કરી.

રાજકોટમાં (Rajkot) મારામારીના કેસમાં જેલવાસ ભોગવીને આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડનો (Folk writer Devayat Khawad) ગઈકાલે ભાવનગરમાં (Bhavnagar) પ્રથમ ડાયરો યોજાયો હતો. દેવાયત ખવડે લોકડાયરામાં કહ્યું, જેલમાં નીકળ્યા બાદનો મારો પ્રથમ ડાયરો છે. જોકે, આ ડાયરામાં દેવાયતનો વટ જોવા મળ્યો હતો.

તેણે કહ્યુ હતું કે હજુ પણ કહું છું ઝુકેગા નહિ સાલા. રવિવારના રોજ ભાવનગરના કોલંબા ધામ ખાતે ડાયરો યોજાયો હતો. ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

ભાવનગરના પાલિતાણામાં ગઈકાલે કમળાઈ માતાજીના મંદિર ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોકસાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ બાદનો આ પ્રથમ લોકડાયરો હતો. જેમાં દેવાયત ખવડે જમાવટ કરી હતી. દેવાયત ખવડ પર પહેલાની જેમ જ રૂપિયાનો વરસાદ થયો હતો. દેવાયતે લોકડાયરામા રંગત જમાવી હતી. 72 દિવસ જેલવાસ બાદ લોકડાયરામાં દેવાયત ખવડે કેટલાક નિવેદન આપ્યા હતા.

સ્ટેજ પરથી દેવાયત ખવડે જણાવ્યું હતું કે, આમ તો જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીનાં ચરણોમાં યોજાયો છે. ત્યારે તેમનાં ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયાવાડને મારા લાખ લાખ વંદન. ગુજરાત આખું વાટ જોઈને બેઠું છે કે શું બોલશે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી અને વ્યવહારની જ વાત કરવાનો છું, કારણ કે વાયડઈ કદી જીતી નથી, જીત હંમેશાં વ્યવહારની જ થાય છે પણ હા, પહેલાં પણ કહેતો આજે પણ કહું છું ‘ઝૂકેગા નહીં સાલા.

સાથે જ દેવાયત ખવડે કહ્યું હતું કે મારા એકલાની પ્રાર્થના નથી, આ બધા જ લોકોએ કરેલી પ્રાર્થના છે. ત્યારે આજનો ડાયરો હું માતાજીનાં ચરણોમાં અને આપ બધા મારા પ્રેમીજનોને સમર્પિત કરું છું. રિજેક્ટ પર રિજેક્ટ થતી હતી જામીન અરજી, ત્યારે દુનિયા દાંત કાઢતી હતી.

નાક માથે કોઈ આંગળી મૂકે તો કહી દેવું કે હવે તું તારી રીતે. ડાયરામાં જતી વખતે શરમ થતી હતી. ડાયરામાં સંતાતાં સંતાતાં જવું પડતું હતું. જ્યારે સમાજને સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે સમયની સાથે ચાલવું હોય તો આપણે બધાએ એજ્યુકેશનને મહત્ત્વ આપવું પડશે. ભણતર નહીં હોય તો આપણે બધા ઘણા પાછળ રહી જઈશું.

આ પણ વાંચો :-

સ્પેશિયલ 26 ફિલ્મના સીનની જેમ રાબડી દેવીના ઘરે CBI ના દરોડા, લેન્ડ ફોર જોબ મામલે કાર્યવાહી

0

CBI raids at Rabi Devi’s house

  • CBI visits Rabri Devi’s residence : અગાઉ, IRCTC કૌભાંડ કેસમાં, કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 14 આરોપીઓને સમન્સ જારી કર્યા છે અને તેમને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. આ સમન એવા સમયે જારી કરવામાં આવ્યું છે જ્યારે લાલુ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા છે.

CBI visits Rabri Devi’s residence in Patna : CBIની ટીમે સોમવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના (Former Chief Minister Rabi Devi) ઘરે દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીએ આ કાર્યવાહી IRCTC કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવેમાં નોકરી (Job in Railways) આપવાના મામલામાં કરી છે.

અગાઉ IRCTC કૌભાંડ કેસમાં, કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 14 આરોપીઓને સમન્સ જારી કર્યા છે અને તેમને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. આ સમન એવા સમયે જારી કરવામાં આવ્યું છે. જ્યારે લાલુ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા છે.

સીબીઆઈ રેલવેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોની તપાસ કરી રહી છે. એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે.

આરજેડી નેતા લાલુ યાદવના ઓએસડી ભોલા યાદવની સીબીઆઈ દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભોલા 2004 થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના ઓએસડી હતા. ચાર્જશીટ દાખલ થયા બાદ તેની નોંધ લેતા રાઉઝ એવન્યુ કોર્ટે કુલ 14 લોકોને સમન્સ મોકલ્યા છે. 15 માર્ચે કોર્ટ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરશે અને ત્યારબાદ આરોપ ઘડવામાં આવશે.

શું છે મામલો?

નોકરી કૌભાંડ માટે જમીન 14 વર્ષ જૂની છે. આ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવો દાવો કરવામાં આવે છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લીધી હતી. લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા.

18 મેના રોજ સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર લોકોને પહેલા રેલ્વેમાં ગ્રુપ ડી પોસ્ટમાં અવેજી તરીકે ભરતી કરવામાં આવી હતી અને જ્યારે તેમના પરિવારોએ જમીનનો સોદો કર્યો ત્યારે તેમને નિયમિત કરવામાં આવ્યા હતા.

સીબીઆઈનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડમાં થયો હતો. એટલે કે લાલુ પરિવારે રોકડ ચૂકવીને આ જમીનો ખરીદી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી.

સીબીઆઈએ પણ શોધી કાઢ્યું હતું કે ઝોનલ રેલ્વેમાં અવેજી ભરતી માટે કોઈ જાહેરાત અથવા જાહેર સૂચના જારી કરવામાં આવી નથી. પરંતુ, જે પરિવારોએ યાદવ પરિવારને તેમની જમીન આપી હતી, તેમના સભ્યોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં રેલવે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.

ED અનુસાર, કેટલાક ઉમેદવારોની અરજીઓ મંજૂર કરવામાં ઉતાવળ દર્શાવવામાં આવી હતી. કેટલીક અરજીઓ ત્રણ દિવસમાં મંજૂર કરવામાં આવી હતી. વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે અને વેસ્ટર્ન રેલ્વેએ સંપૂર્ણ સરનામા વિના પણ ઉમેદવારોની અરજીઓ મંજૂર કરી અને નિમણૂક કરી.

લાલુ યાદવ અને પરિવારે જમીનના બદલામાં 7 ઉમેદવારોને નોકરી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. આમાંથી પાંચ જમીન વેચાઈ હતી. જ્યારે બે જમીન ભેટમાં આપવામાં આવી હતી.

આ પણ વાંચો :-