રાજકોટના માલધારી યુવાન સાથે ચોંકાવનારી ઘટના, સિગારેટ ફૂંકતા જ ગયો અવાજ 

Share this story

A startling incident with a Rajkot

  • રાજકોટમાં અજાણ્યાએ આપેલી સિગારેટ પીવાથી માલધારી યુવાનનો અવાજ જતો રહ્યો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સિગારેટ (Cigarettes) ફૂંકવાને કારણે પણ કોઈનો અવાજ જતો રહે છે આવી એક ઘટના બની છે. રાજકોટના પડધરીમાં સિગારેટ પીવાને કારણે માલધારી સમાજના એક યુવાનનો અવાજ ચાલ્યો હતો. યુવાને કોઈ અજાણ્યાએ આપેલી સિગારેટ (Cigarettes) પીધી હતી જે પછી તેની સાથે આવું બન્યું હતું. ઘટનાના ત્રણ દિવસ થવા છતાં હજુ સુધી યુવકનો અવાજ પાછો આવ્યો નથી.

ડોક્ટરોની તપાસમાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સિગારેટ પીવાને કારણે યુવકનો અવાજ કેવી રીતે ગયો. તો ત્યાં જ આ ઘટના સમગ્ર રાજકોટમાં ચર્ચાનો વિષય બની છે. મામલો સામે આવ્યા બાદ પોલીસ તે અજાણી વ્યક્તિને પણ શોધી રહી છે. જેની સિગારેટથી પીડિત યુવકે કશ માર્યા હતા.

અજાણ્યાએ ઢોર ચરાવી રહેલા યુવાનને સિગારેટ ફૂંકવા આપી  :

રાજકોટના ગીતાનગરમાં કિશન જેરામભાઈ ચારણ રાબેતા મુજબ બપોરે ઢોર ચરાવી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા એક અજાણ્યા વ્યક્તિએ કિશન સાથે વાત કરવાના બહાને રોકીને સિગારેટ સળગાવી હતી. અજાણ્યાએ કિશનને સિગારેટ ઓફર કરી.

કિશનમાં પણ સિગારેટ પીવાની તલબ ઉપડી અને તે ફૂંકતાં જ તે બેભાન થઈને રોડ પર ઢળી પડ્યો હતો અને આ દરમિયાન પેલો ત્યાંથી પોબારા ગણી ગયો હતો. લોકોએ જાણ કરતાં પોલીસ આવીને કિશનને હોસ્પિટલ ભેગો કર્યો હતો.

1

ભાનમાં આવતા ખબર પડી કે અવાજ ગયો :

હોસ્પિટલમાં ભાન આવ્યું ત્યારે તેને ખબર પડી કે તે બોલી શકતો નથી અર્થાત તેનો અવાજ જતો રહ્યો છે. પરિવારજનો પણ કિશનની હાલત જોઈને ચોંકી ઉઠ્યા હતા.

કિશનને સિગારેટ આપનાર અજાણ્યાની શોધખોળ :

આ સમગ્ર ઘટના અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે યુવાનને સિગારેટ આપનાર અજાણ્યો કોણ હતો? તેની પોલીસે શોધખોળ શરુ કરી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવકને કોઈ મજાક કરવા માટે સિગારેટ પીવડાવી હતી કે પછી બીજું કોઈ કારણ છે. તપાસ દરમિયાન યુવક સાથે લૂંટની પણ કોઈ ઘટના ન બનતા મામલો વધુ ગૂંચવાયો છે.

આ પણ વાંચો :-