બોસ.. એકવાર ગુજરાતના આ શહેરમાં જરૂરથી રમવા આવજો ધૂળેટી, જીંદગીભર યાદ રહેશે

Share this story

Once come to this city of Gujarat

  • Holi 2023 Celebration : ગુજરાતનુ એક ગામ એવુ છે. જ્યાં જૂતા મારીને હોળી રમાય છે. જૂતુ વાગ્યુ તો સમજો બેડો પાર થઈ જાય. જોકે હવે નવા જમાનાની સાથે ગામના લોકોએ 150 વર્ષ જૂની પરંપરાને થોડી બદલી છે. ગામમાં હવે શાકભાજીની પણ હોળી રમાય છે.

કોણ કહે છે કે ધૂળેટી (Dhuleti) માત્ર રંગોથી જ રમી શકાય છે. એકબીજા પર માત્ર રંગો જ છાંટી શકાય છે. ગુજરાતનુ એક ગામ એવુ છે. જ્યાં જૂતા મારીને હોળી રમાય છે. જૂતુ વાગ્યુ તો સમજો બેડો પાર થઈ જાય. જોકે હવે નવા જમાનાની સાથે ગામના લોકોએ 150 વર્ષ જૂની પરંપરાને થોડી બદલી છે. ગામમાં હવે શાકભાજીની (Vegetables) પણ હોળી રમાય છે.

મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખી ખાસડાં યુદ્ધની પરંપરા યોજાય છે. જેમાં લોકો એક બીજાને જુના પુરાણા ખાસડાં એટલે કે જૂત્તા મારે છે. અને જેને જુત્તું વાગી જાય એનો બેડો પાર થઇ જાય એવી માન્યતા છે. જેને જુત્તુ વાગે એનું આગામી વર્ષ શુભદાયી અને ફળદાયી નીવડે એવું માનવામાં આવે છે જેથી અહી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ખાસડાં હોળી રમે છે.

જો કે, સમય જતા છેલ્લા થોડા વર્ષોથી ખાસડાની જગ્યાએ હવે શાકભાજીએ સ્થાન લીધું છે. એટલે કે, હવે એક બીજા ઉપર જૂતા નહિ પણ રિંગણા, ટામેટા, બટેકા મારવામાં આવે છે. 150 થી પણ વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા જોવા પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે.

હોળીના પર્વે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા :

હોળી પર્વે મહેસાણાના વિસનગર નજીક આવેલા લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળે છે. સળગતા અંગારા ઉપર ચાલીને અહી હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા જાળવવામાં આવે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા ઠારવામાં આવે છે. અને તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલે છે.

આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે અંગારા પર ચાલવા પાછળ શું કોઇ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઇને જાણકારી નથી. પરંતુ પેઢીદર પેઢી આ પ્રથા ચાલી આવે છે.

હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના યુવાનો, યુવતીઓ, બાળકો ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરાને નિહાળવા માટે લોકો દુરદુરથી આવે છે. અંગારા પર ચાલતા લોકો જરા પણ દાજતા નથી.

આ પણ વાંચો :-