ગાંધીના ગુજરાતમાં જીવતેજીવ સમાધિ લેવા મજબૂર બન્યા ખેડૂતો, અચ્છે કે બુરે કયા દિવસોના સંકેત છે આ ?

Share this story

Farmers were forced to take

  • Gujarat Farmer Protest : ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા. ધોરાજીના ખેડૂતોએ સરકારને રજૂઆત કરી કે, જો જણસીના પૂરા ભાવ નહિ આપે તો ઈચ્છા મૃત્યુ આપે.

ખેડૂતોને (Farmer) જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટના ધોરાજીના (Dharaji) ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો. જેમાં ખેડૂતોએ પોતાના જ ખેતરમાં ગળા સુધીની સમાધિ લઈને પોતાનો રોષ પ્રગટ કર્યો. ઘઉં, કપાસ, સોયાબીન જેવા પાકોનું વાવેતર કરવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ (Affordable price) મળી રહ્યા નથી.

ખેડૂતોએ બેનરો સાથે સરકાર પાસે માગ કરી છે કાંતો જણસીના પુરતા ભાવ આપો, અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે સરકાર સુધી પોતાની વાત પહોંચે તે માટે આ ખેડૂતોએ સમાધિ લઈને વિરોધ વ્યક્ત કર્યો છે.

જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ઈચ્છા મૃત્યુ આપોની ખેડૂતોએ માંગ કરી રાજકોટ જીલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમા જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ખેતરમા સમાધિનો કાર્યક્રમ કર્યો અને સરકાર જણસીના ભાવ પુરતા આપો નહીંતર ઈચ્છા મૃત્યુ આપોની ખેડૂતોએ માંગ કરી.

ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતરમાં ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ કરેલ અને એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે. પણ ખેડૂતોની કોઈપણ જણસીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. તેથી પોષણક્ષમ ભાવ નહી મળતા ગુજરાત રાજ્ય સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ અને ખેતરમા સમાધિનો કાર્યક્રમ કર્યો.

ખેડૂતોએ પોતાની રજૂઆત કરતા કાગળ પર એવુ લખાણ કર્યુ કે સરકાર કાતો જણસીના ભાવ પુરા આપે નહી તો ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર પણ કરેલ. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકાર સુધી ખેડૂતોની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ હતો.

આ પણ વાંચો :-