Home Blog Page 1142

મહાઠગ કિરણ વિશે ચોંકાવનારા ખુલાસા : અમદાવાદમાં છે ભવ્ય બંગલો અને ગાડી

0

Shocking revelations about Mahathug Kiran

  • Jammu Kashmir News : PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને કાશ્મીરમાં જલસા કરનાર કિરણ પટેલની શ્રીનગરમાં ધરપકડ. Z+ સિક્યોરિટી સાથે પ્રતિબંધિત વિસ્તારોનો કર્યો હતો પ્રવાસ.

PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) સિક્યુરિટી મેળવનાર કિરણ પટેલની ધરપકડ કરવામા આવી છે. ત્યારે ગુજરાતમાં કિરણ પટેલ (Kiran Patel) મામલે મોટા ખુલાસા થયા છે. નકલી અધિકારી કિરણ પટેલ ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં રહે છે.

એક વર્ષ પહેલા જ તેણે અમદાવાદના સિંધુભવન રોડ પર એક બંગલો ખરીદ્યો છે. જ્યાં તે હવે પરિવાર સાથે રહે છે. તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હોવાનું પણ ખૂલ્યું છે. એટલુ જ નહિ, તેની સામે અનેક ગુનાઓ પણ નોઁધાયા છે. તેની સામે વડોદરામાં પણ ગુનો નોંધાયો છે.

કોણ છે કિરણ પટેલ :

કિરણ પટેલ હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવતો હોવાનું ચર્ચાય છે. તેના શોખ વૈભવી છે. તેનુ ટ્વિટર એકાઉન્ટ વેરીફાઈ થયેલું છે. એટલુ જ નહિ, તેના સોશિયલ મીડિયા પર અનેક નેતાઓ સાથે ફોટો છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે.

કિરણ પટેલ સામે ગુના :

અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે.

આ પણ વાંચો :-

સોનુ સૂદે રાજકારણમાં એન્ટ્રી મામલે કર્યો મોટો ખુલાસો, મને…..

Sonu Sood made a big revelatio

  • સોનુ સૂદની બહેન માલવિકા કોંગ્રેસ નેતા છે. તે Punjab Assembly Electionમાં મેગા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી ચુકી છે. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અને અરોડાએ હરાવી દીધા હતા.

એક ઈન્ટરવ્યૂમાં બોલિવુડ એક્ટર સોનુ સૂદે (Sonu sood) મોટો ખુલાસો કર્યો છે. રાજનીતિમાં જવાના સવાલ પર સોનુ સૂદે દાવો કર્યો છે કે તેમણે બે વખત રાજ્યસભા સાંસદ (MP) બનવા એક વખત ઉપ-મુખ્યમંત્રી (Deputy Chief Minister) બનવાની ઓફર મળી ચુકી છે. ઘણી વખત ઉપ-મુખ્યમંત્રી બનવાની ઓફર મળી ચુકી છે. ઘણી વખત મોટા પદ પણ ઓફર થઈ ચુક્યા છે. પરંતુ તે બધાને ઠુકરાવી રહ્યા છે.

સોનુએ જણાવ્યું કે આ બધી વસ્તુઓ મને એક્સાઈટ નથી કરતી. હું પોતાના નિયમ પોતે બનાવવા માંગુ છું. હું કોઈના બનાવેલા રસ્તા પર નથી ચાલતો.

સોનુ સૂદનું રાજનૈતિક કનેક્શન  :

સોનુ સૂદ હાલ કોઈ પણ રાજનૈતિક પક્ષના સદસ્ય નથી. ઘણી વખત તેના કોઈને કોઈ પાર્ટીમાં જવાની અફવાહ ઉડતી રહે છે. અલગ અલગ નેતાઓની સાથે તેના ફોટો આવતા રહે છે. પરંતુ અત્યાર સુધી કોઈ પાર્ટીમાં શામેલ નથી થયા.

બહેન છે કોંગ્રેસમાં  :

સોનુની બહેન માલવિકા સૂદ પંજાબ વિધાનસભા ચૂંટણી-2022થી પહેલા કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને કોંગ્રેસ પાર્ટીએ પંજાબના મોગા વિધાનસભા સીટથી ટિકિટ આપી હતી. માલવિકાને કુલ 38125 વોટ મળ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અરોડાએ 58813 વોટ મેળવી તેમને હરાવી દીધા.

બહેન માટે ચૂંટણી પ્રચાર કર્યો  :

સોનુ સૂદે પોતાની બહેન માટે ચુંટણી પ્રચાર કર્યો હતો. જોકે તે વારંવાર આ વાતને સ્પષ્ટ કરતો રહે છે કે તે પોતાની બહેનના પ્રચાર માટે મેદાનમાં છે. કોંગ્રેસ પાર્ટીના પ્રચાર માટે નહીં.

માલવિકાના કોંગ્રેસ સાથે જોડાયા પહેલા સોનુ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, શિરોમણિ અકાલી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલને મળ્યા હતા.

આપ સાથે છે એક કનેક્શન :

સોનુ સૂદ આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દેશ કે મેન્ટોર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓગસ્ટ 2021માં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોનુ સૂદની સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ વખતે સોનુ સૂદ અને આમ આદમી પાર્ટી બન્નેએ આ સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચે કોઈ પોલિટિક્સ ડિસ્કસ નથી થયું.

આ પણ વાંચો :-

બેન્ડ બાજા સાથે લોનની વસૂલાત કરવા પહોંચ્યા બેંકના અધિકારી, ગુજરાતનો રસપ્રદ કિસ્સો

0

An interesting case from Gujarat 

  • Daman Bank : બાકી રહેલા નાણાં વસૂલવા માટે દમણની બેંકે અનોખો કીમિયો અપનાવ્યો, બેંક બાજા સાથે 1.68 કરોડ રૂપિયા વસૂલવા નીકળી પડી.

આજકાલ લોન (Loan) લેવાનું ચલણ વધી રહ્યું છે. અનેક લોકો એવા છે જે લોન લઈને હપ્તા ચૂકવતા નથી. આવામાં બેંકના અધિકારીઓને રૂપિયા કઢાવવા નાકે દમ આવી જાય છે. પરંતુ સંઘપ્રદેશ દમણની (Sangh Pradesh Daman) એક બેંક દ્વારા અનોખી રીતે લોનની વસૂલાત કરવાનું નક્કી કર્યું હતું. લોનની વસુલાત માટે અધિકારીઓ ઢોલ -નગારા સાથે બાકીદારને ત્યાં નાણાં વસૂલવા માટે પહોંચ્યા હતા.

ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો.ઓ.બેંક દ્વારા લોનની રકમ ભરપાઇ નહી કરનારાઓને હવે પાઠ ભણાવવાનું નક્કી કરાયું છે. નાણાં વસૂલી કરવા માટે હવે બેંક અધિકારીઓએ કમર કસી છે. ત્યારે ભીમપોર ગામે બાકીદાર પાસે અધિકારીઓ બેંડબાજા સાથે પહોંચ્યા હતા. બેંક દ્વારા બેન્ડબાજા સાથે પહોંચી વસુલાત કરવાની નવી પહેલ કરાઇ છે.

ભીમપોર ગામે લોન ધારક પાસે બાકી નીકળતા ૧.૬૮ કરોડની વસુલાત કરવા અધિકારી-ટીમ પહોંચી હતી. ભીમપોર ગામે લોન ધારક પાસે બાકી નીકળતા ૧.૬૮ કરોડની વસુલાત માટે ટીમ પહોંચતા લોકોમાં કુતૂહલ છવાયું છે. ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો.ઓ.બેક બેંકના અધિકારી અને ટીમ ઢોલ નગારા દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન સાથે ભીમપોર ગામે ખાલપાભાઇ આપવામાં આવે છે.

કેટલાક ગ્રાહકો ભવલાભાઇ પટેલને ત્યાં પહોંચી ઢોલ- સમાંયતરે લોનની રકમ ભરવા અપીલ કરી છે. રૂપિયા ૧.૬૮ કરોડ ભરપાઇ ઉદાસીનતા દાખવતા હોય નોટિસ આપવા કરવા જણાવ્યું હતુ. અધિકારી અને ટીમ છતાં રકમ ભરપાઇ કરવામાં આવતી નથી. લોન ધારકનું નામ, સરનામુ, બાકી રકમ જેથી બેંકે બાકીદારો પાસેથી રકમ વસુલ સહિતની વિગતો દર્શાવતા બેનર સાથે કરવા નવી પહેલ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

Photos : લગ્ન બાદ પત્નીને આવી ગયા દાઢી-મૂંછ, પછી મહિલાએ જે કર્યું તે….

0
 Wife got beard and mustache after marriage
  • આપણા સમાજમાં લોકોને તેમના નામ, પદ, પ્રતિષ્ઠા, ધન, કાબેલિયતની સાથે સાથે તેમના લૂક્સ માટે પણ માપવામાં આવે છે. જો કે અનેક લોકો એવા પણ છે જે બીજાને તેમના સ્વભાવથી નહીં પરંતુ તેમનો ચહેરો જોઈને જજ કરે છે.

Woman With Full Beard :  આપણા સમાજમાં લોકોને તેમના નામ, પદ, પ્રતિષ્ઠા, ધન, કાબેલિયતની સાથે સાથે તેમના લૂક્સ માટે પણ માપવામાં આવે છે. જો કે અનેક લોકો એવા પણ છે જે બીજાને તેમના સ્વભાવથી નહીં પરંતુ તેમનો ચહેરો જોઈને જજ કરે છે. આવા લોકો બીજા વિશે અગાઉથી જ ધારણા બાંધી લે છે કે તે વ્યક્તિ કેવી હશે.  આ ચક્કરમાં કેટલાક સંબંધોનો કરુણ અંત પણ આવી જતો હોય છે. આવું જ કઈક મનદીપ કૌર (Mandeep Kaur) સાથે થયું જેમના જીવનમાં આવેલા એક ફેરફારે ઉથલપાથલ મચાવી દીધી. આમ છતાં આ સમસ્યા સામે નતમસ્તક થવાની જગ્યાએ તેમણે આગળ વધવાનું પસંદ કર્યું.

તસવીરમાં જોવા મળી રહેલ વ્યક્તિ કોઈ પંજાબી હટ્ટાકટ્ટા યુવકની નથી પરંતુ એક મહિલાની છે જેમનું નામ મનદીપ કૌર છે. જેમની કહાની તમને વિચારતા કરી મૂકશે. મૂળ પંજાબના રહીશ મનદીપ કૌરને તેમના પતિએ એટલા માટે ડિવોર્સ આપી દીધા કારણ કે તેમના ચહેરા પર દાઢી અને મૂંછ આવી ગયા હતા. જો કે આ ફેરફાર બાદ તેમના જીવનમાં પણ અનેક ઉથલપાથલ મચી ગઈ. પણ આમ છતાં તેમણે પોતાના આ રૂપને સ્વીકારી લીધુ. આજે મનદીપ પોતાની આ નવી ઓળખ પર શર્મિદાં થવાની જગ્યાએ ગર્વ મહેસૂસ કરે છે.

મનદીપ પોતાના પરિવાર સાથે એકદમ ખુશ છે. પૂરા સન્માન સાથે જીવન પસાર કરે છે. નવા આત્મવિશ્વાસથી ભરેલ મનદીપે એ પણ જણાવ્યું કે તેણે કઈ રીતે પોતાની વધેલી દાઢીને મૂંડાવવાની ના પાડી દીધી હતી. તેને જોઈને કોઈ કહી ન શકે કે આ મહિલા હશે. જ્યારે તે વાત કરવાનું શરૂ કરે ત્યારે ખબર પડે કે તે મહિલા છે. હવે તે પોતાના ભાઈઓ સાથે ખેતીનું કામ સંભાળે છે. પોતાનું જીવન ખુલીને જીવે છે.

ડેઈલી મેઈલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ વર્ષ 2012માં મનદીપના લગ્ન થયા હતા. થોડા વર્ષ સુધી તો તે એકદમ ખુશહાલ લગ્નજીવન જીવતી રહી પરંતુ મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જ્યારે તેને દાઢી મૂંછ આવી ગયા. આ ઘટના બાદ મનદીપના પતિએ ડિવોર્સ લઈ લીધા અને મનદીપ ડિપ્રેશનમાં જતી રહી. દુખી મનદીપ જોકે તૂટવાની જગ્યાએ ગુરુદ્વારામાં જવાનું શરૂ કરી દીધુ.

ગુરુદ્વારામાં જઈને તેને મનની શાંતિ મળી અને તણાવ દૂર થયો તથા તેમણે પોતાના શરીરને જેવું છે તેવું જ સ્વીકારવાની પ્રેરણા મળી. ત્યારબાદ તેણે પોતાના ચહેરાના વાળને હટાવવાનું બંધ કરી દીધુ અને માથા પર પાઘડી પહેરવા લાગી. આજે તે એકદમ નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. મનદીપ આજે બુલેટ પણ ચલાવે છે. તે ખુશ છે કે તેણે પોતાના નબળાઈને તાકાત બનાવી દીધી અને એક નવી ઓળખ અને સ્ટેટસ સ્થાપિત કર્યું.

આ પણ વાંચો :-

અહીં ખૂલી ઝૂલતી રેસ્ટોરન્ટ, હવે વિદેશની જેમ હવામાં બેસીને જમી શકાશો

0
Here open hanging restaurant
  • Ahmedabad Hanging Restaurat : અમદાવાદમાં ખૂલી અનોખી રેસ્ટોરન્ટ, હવામાં લટકીને જમી શકશો.

Sky Dinning : સ્કાય ડાઈનિંગ (Sky Dinning) કન્સેપ્ટ તમે સાંભળ્યો હશે. આ કોન્સેપ્ટ વિદેશોમાં જોવા મળતો હોય છે. જ્યાં કેટલાય ફૂટ ઊંચાઈએ હવામાં ઝૂલતુ રેસ્ટોરન્ટ (Hanging restaurant) હોય છે. જ્યાંથી આખા શહેરનો નજારો જોઈ શકાય છે. હવામાં ઝૂલીને લોકો ડિનર માણતા હોય છે. ત્યારે હવે અમદાવાદમાં  (Hanging Restaurant)પણ આ કોન્સેપ્ટ જોવા મળ્યો છે. અમદાવાદમાં પહેલીવાર સ્કાય ડાયનિંગ શરૂ થયું છે. અમદાવાદમાં હેન્ગિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે ચર્ચા તો એ છેકે માત્ર 12 પાસ ગુજરાતીએ આ રેસ્ટોરન્ટ શરૂ કરી છે.

ક્યાં શરૂ થઈ રેસ્ટોરન્ટ :

આ રેસ્ટોરન્ટ શરૂ થયા બાદ હવે તમને એ જાણવામાં રસ હશે કે આખરે અમદાવાદમાં ક્યાં આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર થલતેજ-શિલજ રોડ નજીક સ્કાય ડાયનિંગ નામથી આ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે. જ્યાં હવામાં ક્રેનના સહારે લટકીને ભોજન કરાવાય છે. આ રેસ્ટોરન્ટ શરૂ કરનાર રાજેશભાઈ કાલાવડિયા કહે છે કે ભારતીય લોકોને હંમેશા વિદેશમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ આકર્ષતી હતી.

પરંતુ મને ભારતમાં આવી રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો. જેથી મેં આ રેસ્ટોરન્ટનો પ્લાન બનાવ્યો. આ માટે રાજેશભાઈએ ત્રણ વર્ષ સુધી મહેનત કરી હતી. તેઓએ ત્રણ વર્ષ સુધી અમદાવાદમાં સ્થળની શોધ કરી. સાથે જ ટેકનોલોજી, બજેટ, લોકોની સલામતી વગેરે પર રિસર્ચ કર્યું. ત્યારે જઈને આખરે આ રેસ્ટોરન્ટનો પ્લાન અમલમાં આવ્યો.

કેટલો ચાર્જ :

જો તમે આ રેસ્ટોરન્ટમાં ખાવા માંગો છો તો આ માહિતી તમારા કામની છે. અહી મોકટેલ સેશન, સનસેટ સેશન અને ડીનર તથા લંચ સેશન રાખવામા આવ્યા છે. કુલ 9 સેશન ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એક રાઈડમાં વધુમાં વધુ 22 લોકો અને ઓછામાં ઓછા 2 લોકો બેસી શકે છે. તેમજ વિકેન્ડનો ભાવ અલગ છે. પ્રતિ વ્યક્તિ ભાવ 2 હજારથી લઈને 5 હજાર રૂપિયા છે. જેમાં રાઈડ ઉપર નીચે થાય છે. મોકલેટ સેશનનો સમય 30 મિનિટ, સનસેટ સેશનનો સમય 45 મિનિટ અને ડીનર તથા લંચનો સેશન 1 કલાકનો છે. જ્યાં ક્રેનના સહારે લટકતા ડાઈનિંગ ટેબલ પર ફૂડ પિરસાય છે.

160 ફૂટની ઊંચાઈએ લઈ જઈને પીરસવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 6 કલાક સુધી એક સરખા તાપમાને ફૂડ રહી શકે તેવા અમારી પાસે બકેટ છે. આટલું જ નહીં દરેક ફૂડ નક્કી કરેલા સમય મુજબ જ પીરસાય છે. જેથી ગ્રાહકો અનુકૂળ રીતે તેનો આનંદ લઈ શકે.

આ પણ વાંચો :-

સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની વધુ એક ભાવુક પોસ્ટ

0

Another emotional post from Kinjal Dave  

  • Kinjal Dave Engagement : સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું આ વચ્ચે તેઓ ગઈકાલે પાવાગઢ પહોંચ્યા હતા. પરંતુ આ વચ્ચે તેમણે ઈન્સ્ટા પર મૂકેલી એક સ્ટોરી પણ ચર્ચામા આવી છે

ગુજરાતની ગાયિકા કિંજલ દવેને (Singer Kinjal Dave) કોણ નથી ઓળખતું. ગુજરાતની ગલીઓ અને લગ્નોમાં બાળકો પણ કિંજલ દવેના ગીતો પર ડાન્સ થાય છે. ત્યારે કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચારે સૌને વિચારમાં મૂક્યા હતા. હાલ ચારેતરફ ગુજરાતી ગાયિકાની સગાઈ તૂટવાના જ સમાચાર ચર્ચાઈ રહ્યાં છે. જોકે કિંજલ દવેએ (Kinjal Dave) અત્યાર સુધી સગાઈ તૂટવાના મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.

પરંતુ પાંચ વર્ષની સગાઈમાં મંગેતર પવન જોશી સાથેની તમામ તસવીરો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી હટાવી દીધી છે. જે બતાવે છે કે કિંજલ દવેની સગાઈ તૂટી છે. ત્યારે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. પરંતુ તેના બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી એક સ્ટોરી ચર્ચા જગાવી રહી છે.

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે.

પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરાઈ હતી અને આ જ કારણે તેની સગાઈ તૂટી.

સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું તેમણે શેર કરેલી એક ઈન્સ્ટા સ્ટોરી પણ દર્દભરી પોસ્ટ છે. જેમાં તેમણે લખ્યું છે કે, સબ કો મિલ જાયે મંઝિલ યે જરૂરી તો નહિ, જિંદગી રાહ-એ-સફર હૈ, તુમ યુહી ચલતે રહેના, ચિરાગો કી તરહ રાહ મે જલતે રહેના, હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના.

સગાઈ બાદ પહેલી પોસ્ટ :

સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ હીચકા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખ્યું છે કે, “જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર”.

આ પણ વાંચો :-

ગમે તેવી આફતોમાં પણ ગુજરાતના આ મંદિરમાં ચાલુ રહે છે રામધૂન

0

Even in any calamity

  • Jamnagar Famous Bala Hanuman Temple : ગમે તેવી આફત આવે, પણ આ મંદિરની રામધૂન ક્યારેય અટકી નથી. ભૂકંપ, વાવાઝોડું કે કોરોના મહામારીમાં પણ મંદિર પરિસરમાં સતત રામધૂન ચાલુ રહે છે. વિશ્વનું આ એકમાત્ર એવુ મંદિર છે, જ્યાં આટલા વર્ષોથી રામધૂન ચાલતી રહે છે.

ગુજરાતના જામનગર (Jamnagar) શહેરને અનેક ઉપમા મળી છે. જામનગર એટલે ગુજરાતનું (Gujarat) પેરિસ અને ધાર્મિક રીતે ગણીએ તો જામનગર એટલે છોટાકાશી. આ શહેર વિવિધતાઓથી ભરેલું છે. જ્યાં અનેક ધાર્મિક સ્થળો (Religious places) આવેલા છે. જેમાંનું એક છે બાલા હનુમાન મંદિર (Bala Hanuman Temple). જે જામનગરના વચ્ચોવચ આવેલું છે. આ મંદિર તેના અખંડ રામધૂનને કારણે પ્રખ્યાત છે. ગમે તેવી આફત આવે, આ મંદિરમાં અખંડ રામધૂન ચાલતી જ રહે છે. આજે આ રામધૂનને 59 વર્ષ થઈ ગયા, ભૂકંપ કે વાવાઝોડામાં પણ અહીંની અખંડ ધૂન અટકી નથી.

રામધૂનની શરૂઆત કેવી રીતે થઈ :

જામનગરનું બાલા હનુમાન બહુ જ ફેમસ છે. આ મંદિરની ખાસિયત એ છે કે, જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો.

તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું. આ મંદિરમાં 1 ઓગસ્ટ, 1964થી મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ તો ના જ થઇ.

 

બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુજી મહારાજે 1963-64માં કરી હતી. છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આ મંદિરનાં આકર્ષણના કેન્દ્રની વાત કરીએ તો મોટા ઉત્સવોના દિવસે આ ધૂન ઘણી વાર ખૂબ જ ઊર્જા સાથે બોલાય છે. તો રાતના સમયે આ ધૂન સાંભળીને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે.

Bala Hanuman Temple in Jamnagar Gulabnagar,Jamnagar - Best Temples in  Jamnagar - Justdial

જે સ્વયંસેવકો આ ધૂનમાં સહભાગી થાય છે તેઓ એટલું ચુસ્ત સમયપત્રક પાળે છે કે, ક્યારે પણ આ ધૂન ખંડિત થવાની ચિંતા ઉપસ્થિત થતી નથી. બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ તળાવની પાસે જ આવેલું છે. પહેલી ઓગસ્ટ, 1964થી આ મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ નોહતી કરવામાં આવી.

આ મંદિર એટલુ વિખ્યાત છે કે અનેક હસ્તીઓ પણ આ મંદિરમાં દર્શન માટે આવી ચૂકી છે. આ મંદિરમાં રામધૂન સાંભળવા માટે દૂરદૂરથી લોકો આવે છે. આ રામધૂન લોકોમાં અનેરી શાંતિ લાવે છે.

આ પણ વાંચો :-

ઋષભ પંત થઈ રહ્યો છે ‘ઘોડા’ જેવો, જુઓ બન્ને મિત્રની તસવીર

0

Rishabh Pant is becoming like a ‘horse’

  • ભારતીય ટીમના ક્રિકેટના બેસ્ટમેન રિષભની તબિયત સુધારા તરફ આગળ વધી રહી છે. ત્યારે યુવરાજસિંહે પણ તેની મુલાકાત લીધી હતી.

ભયંકર અકસ્માતનો ભોગ બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) સ્ટાર વિકેટકીપર અને બેસ્ટમેન રિષભ હવે ધીમે ધીમે શાજાનરવા થવા તરફ આગળ વધી રહ્યું છે. મહત્વનો છે કે અઢી માસ અગાઉ રિષભ પંથની (Rishabh Panth) કારણે ભયાનક અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની (Mumbai) એક હોસ્પિટલમાં સર્જરી ચાલુ હતી. જેને લઈને તે ક્રિકેટના મેદાનથી લાંબા સમયથી તે ક્રિકેટથી દૂર હતો પણ હવે સર્જરી પૂર્ણ થયા બાદ આવે તે પુનરાગમન માટે કાર્યવાહી કરી રહ્યો છે અને પાંચથી છ માસ જેટલા સમયગાળામાં પણ ફરી મેદાન પર દેખાઈ શકે છે.

આવી સ્થિતિ વચ્ચે ભારતના ખ્યાતનામ બલ્લેબાજ યુવરાજસિંહે આજે રિષભ પંતની મુલાકાત લીધી હતી અને તેમણે આ સમયગાળા દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં જણાવ્યું કે પંત સાજો થઈ રહ્યો છે અને આ ચેમ્પિયન ફરી પ્રગતિ માટે તૈયાર છે. બાદમાં મુલાકાત માટે રાજીપો વ્યક્ત કર્યો હતો.

થોડા સમય અગાઉ ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં બેસ્ટમેન રિષભ પંત ગંભીર રીતે ઈજાગસ્ત થયો હતો. જેને પગલે હાલ તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમથી દૂર છે અને તેમની તબિયતમાં સતત સુધારો પણ આવી રહ્યો છે.

આવી સ્થિતિ વચ્ચે બેસ્ટમેન રિષભ પંત દ્વારા અવારનવાર સોશિયલ મીડિયા પર વીડિયો, ફોટો અને સંદેશો વાયરલ કરી અને તેના ફેન્સને અપડેટ આપતો રહે છે. તેવામાં તાજેતરમાં પણ તેમને ઇન્સ્ટાગ્રામ પાર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે પુલમાં વોક કરી રહ્યો હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં પંત પુલમાં લાકડીના સહારે ચાલી રહ્યો છે. આ વીડિયોને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ લાઈક કર્યો છે અને કીપ ઇટ અપ પંત તે અંગેની કોમેન્ટ પણ કરી હતી.

આ પણ વાંચો :-

પીળા દાંતના કારણે આવે છે શરમ ? તો અજમાવો આ ચારમાંથી કોઈ એક નુસખો

Shame because of yellow teeth?

  • Home Remedies for Yellow Teeth : દાંત પીળા થઈ ગયા હોય તો સ્માઈલ કરવામાં પણ વિચારવું પડે છે કે કોઈ પીળા દાંત પર કોમેન્ટ ન કરે. તો આજે તમને પીળા દાંતથી મુક્તિ મેળવવાની ચાર ટીપ્સ જણાવીએ. જેને અજમાવશો એટલે તમે કાયમ માટે પીળા દાંતથી મુક્તિ મેળવી શકો છો.

દાંતની (Teeth) સફાઈ કરવા માટે રોજ લોકો બ્રશ કરે છે પરંતુ તેમ છતાં કેટલાક લોકોના દાંત પીળા (Yellow teeth) થવા લાગે છે. પીળા દાતના કારણે જાહેરમાં શરમ જનક સ્થિતિમાં મુકાવું પડે છે. સ્માઈલ કરવામાં પણ વિચારવું પડે છે કે કોઈ પીળા દાંત (Teeth) પર કોમેન્ટ ન કરે. તો આજે તમને પીળા દાંતથી મુક્તિ મેળવવાની ચાર ટીપ્સ જણાવીએ. જેને અજમાવશો એટલે તમે કાયમ માટે પીળા દાંતથી મુક્તિ મેળવી શકો છો.

સ્ટ્રોબેરી અને મીઠું :

દાંત પીળા થઈ ગયા હોય તો તેને સફેદ કરવા માટે તમે સ્ટ્રોબેરી અને મીઠાને મિક્સ કરીને તેનાથી બ્રશ કરી શકો છો. નિયમિત રીતે તેનો ઉપયોગ કરશો એટલે દાંત સફેદ થવા લાગશે.

આદુનું પાણી :

પીળા થયેલા દાંત ની સમસ્યાને દૂર કરવા આદુ અને મીઠાનું હૂંફાળું પાણી લઈને તેનાથી કોગળા કરવા જોઈએ. તેનાથી દાંતમાં રહેલા બેક્ટેરિયા પણ દૂર થાય છે અને પીડા થયેલા દાંત પણ સફેદ થઈ જાય છે.

આ પણ વાંચો :-

મુસાફરોને આનંદો ! લોકપ્રિય બનેલી આ ત્રણ મીની બસ સેવા ફરીથી શરૂ

0

Relaunch of this popular three

  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન્ન કરતા ટ્વીન સિટી માટે સુરત-નવસારી માટે તદ્દન ન્યુ બ્રાન્ડ મિની બસ શહેરના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવી હતી.

મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેકની સુવિધા સુરત-અંબાજી (Surat-Ambaji) અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસ સેવા શરૂ થઈ છે. લક્ઝરી બસ તથા બ્રાન્ડ-ન્યુ મીની બસની (Brand-new mini bus) સેવા જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે શરૂ કરવામાં આવી છે.

સુરત શહેરીજનો અને મુસાફર જનતા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન્ન કરતા ટ્વીન સિટી માટે સુરત-નવસારી માટે તદ્દન ન્યુ બ્રાન્ડ મિની બસ શહેરના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવી હતી.

મુસાફર જનતા અને શહેરીજનોને ધામક યાત્રા સર્વિસ અને રોજીંદા અપ-ડાઉન મુસાફરોની સુખાકારીમાં ઉમેરો થયો છે. S.T સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લકઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ છે. સુરતથી નવસારી માટે બ્રાન્ડ ન્યુ મીની બસને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી શરૂ કરાઇ છે.

આ અંગે એસટી નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેક (ટૂબાયટૂ)ની સુવિધા સાથે સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસની આજથી શરૂઆત કરાઈ છે.

આ પણ વાંચો :-