Home Blog Page 114

નળ સરોવર-વિરમગામ હાઇવે પર ભયાનક અકસ્માત: બાળક સહિત ત્રણના મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં અનેક લોકોનું અકાળે મોત પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં ફરી એક અકસ્માતની ઘટના સર્જાઈ છે. નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જોય છે. આ અકસ્માતમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માતની વાત કરવામાં આવે તો, કમીજલા અને વનથળ ગામ વચ્ચે આ ઘટના સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે એક પીકઅપ વાહનચાલકે બાઈકને અડફેટે લીધું હતું.

આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઈ ગયું છે. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં છે. અત્યારે તે મહિલાની સ્થિતિ વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અકસ્માત આજે સવારે 8 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માત એટલે ભયાનક હતો કે, આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં અને સત્વરે બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત ત્રણ લોકોના મો થયાં છે, તેમાં એક મહિલા પણ સામેલ છે.

પોલીસના જણાવ્યાં પ્રમાણે તમામ મૃતકો મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના રહેવાસી હતા. આ લોકો લખતરથી બાઈકને લઈને આવી રહ્યાં હતા અને રસ્તામાં તેમને કાળ ભરખી ગયો હતો. મૃતકો બાઈક લઈને પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા પીકઅપે ઓવરટેક કરતા અડફેટ મારી હતી. પીકઅપ ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે વિરમગામ પોલીસે પીકઅપ ચાલક સામે ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કાળઝાળ ગરમીમાં રાહતની આશા: 28 એપ્રિલ બાદ વરસાદ અને કરાની આગાહી

0

ગુજરાતમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો જવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અત્યારે સવારથી જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 28 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડશે. આ વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

માત્ર મધ્ય કે ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે. કચ્છના રણ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધતા ત્યાંના સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળશે. અહીં સમુદ્ર કિનારાના વિસ્તારો હોવાથી ભેજવાળા પવનો ફૂંકાશે, જેને કારણે તાપમાન ભલે ઓછું હોય પરંતુ બફારા અને ઉકળાટનું પ્રમાણ અસહ્ય બની શકે છે. સુરત, વલસાડ અને નવસારી જેવા શહેરોમાં ભેજને કારણે લોકો પરસેવે રેબઝેબ થશે.કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યવાસીઓ માટે એક રાહતના સમાચાર પણ છે. 28 એપ્રિલ બાદ રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. પશ્ચિમ વિક્ષેપસક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. આ પલટાને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યવાસીઓ માટે એક રાહતના સમાચાર પણ છે. 28 એપ્રિલ બાદ રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. આ પલટાને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ગુજરાતમાં મ્યુનિસિપલ બોડીની ચૂંટણીઓ યોજાવાની છે. આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીઓ પૂરા જોશથી લડી રહી છે. હવે આ ચૂંટણીઓ દરમિયાન AAP એ આરોપ લગાવ્યો છે કે તેના એક ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ઉનામાં પાર્ટીના ઉમેદવાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ઘાયલ ઉમેદવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે તેમના ઉમેદવાર અજયભાઈ પર ઉનામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં આ બાબત પર ટિપ્પણી કરતા ગઢવીએ લખ્યું: “ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેઓ હાલમાં હોસ્પિટલમાં છે અને સારવાર હેઠળ છે. અમને અમારા ઉમેદવાર પર ગર્વ છે કારણ કે ભાજપે આ નગરપાલિકાને બિનહરીફ જીતવા માટે અનેક પ્રયાસો કર્યા હોવા છતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ડર્યા વિના લડવાનો નિર્ણય લીધો હતો. પ્રવીણ રામે AAP ઉમેદવારને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

“ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર હુમલા અંગેના આરોપો બાદ અરવિંદ કેજરીવાલે પણ આ બાબત પર ભાર મૂક્યો. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું: “હું અજયભાઈના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. આમ આદમી પાર્ટીનો નિર્ભયતાથી લોકોનો અવાજ ઉઠાવવાનો અને સત્તામાં રહેલા લોકોને પડકારવાનો સંકલ્પ… કદાચ આ એવી બાબત છે જેને કેટલાક લોકો સહન કરી શકતા નથી. જોકે ગુજરાતના સામાન્ય લોકોએ હવે ગુંડાગીરી સામે ન ઝૂકવાની પ્રતિજ્ઞા લીધી છે. ગુજરાતના લોકો હવે પાછળ નહીં હટે… તેઓ ખાતરી કરશે કે તેઓ તેમના અધિકારો સુરક્ષિત કરે.”

ઝઘડિયા GIDCમાં ભયંકર બ્લાસ્ટ: પ્લાન્ટમાં આગ ભભૂકી, 10થી વધુ કામદારો દાઝ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં બુધવારે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને થોડા જ પળોમાં પ્લાન્ટ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયો હતો.

વિસ્ફોટ પછી આકાશમાં ઘન કાળા ધુમાડાના ગોટેગોટા ઊઠતા દેખાયા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘણા કામદારો સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા હતા, જેના કારણે સ્થળ પર અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનામાં પ્લાન્ટમાં કામ કરતા 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. કેટલાક કામદારોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરો ભારે મહેનત કરી રહ્યા છે. બચાવ કામગીરી સાથે આગને વધુ ફેલાતી અટકાવવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. સુરક્ષા માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસ થશે. આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે, અને સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે.

સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: આરોપી મોજબ્બીર હમસુદીનની ધરપકડ

સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સારોલી વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. લઘુમતી સમાજના યુવકે દુષ્કર્મ આવ્યું છે. સારોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી મોજબ્બીર હમસુદીનની ધરપકડ કરી છે.

એ 3 વર્ષની બાળકી પર શું વીતી હશે! વિચારીને પણ આંખમાં આસું આવી જાય, એ પરિવાર અત્યારે કેવા દર્દમાં હશે જેની દીકરી રમત રમવાની ઉંમરે આ વિકૃત સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. મહત્વનું છે કે હજી થોડા સમય પહેલા જ સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતિય યુવક દ્વારા માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના બની હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બીજી બાળકીને અન્ય એક નરાધમે હવસનો શિકાર બનાવી છે.

સારોલી વિસ્તારમાં નેચરવેલી હોમ્સની પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં રહેતો એક શ્રમિક પરિવાર ગત તારીખ 23/04/2026ના રોજ બપોરના સમયે કામકાજમાં વ્યસ્ત હતો. આ સમયે તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી ઘરે એકલી હતી. દીકરીની માતા તેના પતિને ખાવા માટે બોલાવવા માટે ગઈ હતી, ત્યારે બાળકી બાથરૂમમાં ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી બાજુમાં જ રહેતા મોજબ્બીર મોહમ્મદ હસામુદીન (મૂળ રહે. બિહાર) નામના શખ્સે અગાસી પર ચઢી બાળકીની એકલતાનો લાભ લીધો હતો. તેણે બાળકી સાથે ગંભીર શારીરિક અડપલાં કર્યા હતા.

ડ્રગ્સ ઓવરડોઝમાં મૃત્યુ કેસમાં કઈ અભિનેત્રીની થઈ ધરપકડ, તે જાણો

મુંબઈના ગોરેગાંવમાં નેસ્કો સેન્ટરમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ ઓવરડોઝથી થયેલા મૃત્યુના કેસમાં એક મહત્વાકાંક્ષી અભિનેત્રી-મોડેલનું નામ બહાર આવતાં કેસમાં બોલિવૂડ એંગલ ઉમેરાયો છે.  

આ ડ્રગ સિન્ડિકેટની કડીઓને જોડીને, મુંબઈ પોલીસે મીરા રોડથી 33 વર્ષીય સંઘર્ષશીલ અભિનેત્રી જિયા રિશેલ જેકબની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રગ્સની ખરીદી અને વેચાણમાંથી મળેલા પૈસા જિયાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તે છેલ્લા બે વર્ષથી મુખ્ય ફરાર ડ્રગ સપ્લાયર સાથે લિવ-ઇન સંબંધમાં હતી. પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું કે અભિનેત્રીને આરોપીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નહોતી.

એક કોન્સર્ટમાં બે MBA વિદ્યાર્થીઓના ડ્રગ ઓવરડોઝથી મૃત્યુ બાદ, આયુષ સાહિત્ય એક્સ્ટસી (MDMA) ના મોટા જથ્થા સાથે મુંબઈ ગોવા ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ધરપકડના ડરથી, રાયગઢ જિલ્લાના પોલાદપુર નજીક પોલીસ નાકાબંધીનો સામનો કરતી વખતે તેણે ગોળીઓ છોડી દીધી હતી.

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી વિશ્વાસનો મત જીતી ગયા

આજે શુક્રવારે બિહાર વિધાનસભાના ખાસ સત્રમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વિશ્વાસ મત જીતી લીધો હતો.

સરકારને 243 સભ્યોની વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 122 મતોની જરૂર હતી, પરંતુ NDA એ 201 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને પોતાની એકતા દર્શાવી હતી. સરકારે ધ્વનિ મત દ્વારા ફ્લોર ટેસ્ટ પાસ કર્યો, ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ પ્રેમ કુમારે નવી સરકારને અભિનંદન આપ્યા હતા.

વિશ્વાસ મત દરમિયાન, CM સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે NDA 20 વર્ષથી વધુ સમયથી બિહારમાં સત્તામાં છે. NDA સરકારે ખેડૂતો અને મહિલાઓના કલ્યાણને પ્રાથમિકતા આપી છે અને સુશાસન સ્થાપિત કરવા માટે વ્યાપકપણે કામ કર્યું છે. “અમારા નેતા નીતિશ કુમાર સમૃદ્ધ બિહારની કલ્પના કરે છે. જેમ તેમણે 3C (ગુના, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા) સાથે ક્યારેય સમાધાન કર્યું નથી, તેમ આ સરકાર પણ સમાધાન કરશે નહીં,” તેમણે કહ્યું.

આજે પણ સેન્સેક્સમાં 852 પોઈન્ટનો કડાકો

0

ઈરાન યુદ્ધમાં યુદ્ધ વિરામ અંગે અનિશ્ચિતતા વચ્ચે તણાવ ચાલુ રહેતા તેની અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી હતી.  

24 એપ્રિલે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સતત બીજા સત્રમાં નીચા સ્તરે બંધ થયા, જેમાં નિફ્ટી 24200 ની નીચે બંધ થયો. સેન્સેક્સ 852.49 પોઈન્ટ અથવા 1.09 ટકા ઘટીને 77664 પર બંધ થયો, અને નિફ્ટી 205.05 પોઈન્ટ અથવા 0.84 ટકા ઘટીને 24173.05 પર બંધ થયો હતો. લગભગ 1688 શેરમાં ભાવ વધ્યા હતા, જ્યારે 2409 શેરોમાં ભાવ ઘટેલા જોવા મળ્યા હતા. જ્યારે 155 સ્ક્રીપ્ટ યથાવત રહી હતી.

ગુરુવારે શેરબજારની શરૂઆત નબળી રહી. સેન્સેક્સ 78516.49 ના બંધ સ્તર સામે 77983.66 પર ખુલ્યો હતો,  જ્યારે નિફ્ટી 24378.10 ના બંધ સ્તર સામે 24202.35 પર ખુલ્યો હતો.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં બપોરે 1 વાગ્યા સુધી કેટલું મતદાન થયું, એ જાણો

0

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું  અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટમીમાં મતદાન ચાલુ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, બપોરે 1 વાગ્યા સુધીમાં તમિલનાડુમાં 56.81 ટકા અને પશ્ચિમ બંગાળમાં 62.18 ટકા મતદાન થયું છે.

જ્યારે તમિલનાડુમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચે તમામ મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોને વિશેષ સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરી છે. બપોરે એક વાગ્યા સુધીના આંકડા જોતાં મતદાનમાં લોકો ઉલેટભેર ભાગ લઈ રહ્યા છે અને મતદાન 70 ટકાથી ઉપર જવાની વકી છે.

ભાજપના ઉમેદવાર સુવેન્દુ  પર હુમલો ?

0

પશ્ચિમ બંગાળમાં ૧૫૨ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે, તે દરમિયાન ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર ઉપર હુમલો થયાના હેવાલ છે. ચૂંટણી પંચે આ ઘટનાની નોંધ લીધી છે.

પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન વિવિધ સ્થળોએ હિંસાના હેવાલો છે. મુર્શિદાબાદમાં હુમાયુ કબીર ટીએમસી કાર્યકરો સાથે આથડ્યા હતા. કુમારગંજમાં પણ ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. ચૂંટણી પંચે આ ઘટનાની નોંધ લીધી છે અને વીડિયોમાં દેખાતા લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.