પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટમીમાં મતદાન ચાલુ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, બપોરે 1 વાગ્યા સુધીમાં તમિલનાડુમાં 56.81 ટકા અને પશ્ચિમ બંગાળમાં 62.18 ટકા મતદાન થયું છે.
જ્યારે તમિલનાડુમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચે તમામ મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોને વિશેષ સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરી છે. બપોરે એક વાગ્યા સુધીના આંકડા જોતાં મતદાનમાં લોકો ઉલેટભેર ભાગ લઈ રહ્યા છે અને મતદાન 70 ટકાથી ઉપર જવાની વકી છે.