Home Blog Page 1136

માખણ લગાડનારને નહીં, કામ કરનારને વોટ આપો, નહીંતર કાઢી મૂકો’, નકામા નેતાઓને 

0

Vote for the worker

  • માખણ લગાડનારને નહીં, કામ કરનારને વોટ આપો, નહીંતર કાઢી મૂકો’, ભાજપ નેતા અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું છે.

લોકસભા (Lok Sabha) ચૂંટણી અગાઉ ભાજપ અત્યારથી જ ચૂંટણીલક્ષી (Electoral) કામગીરીમાં જોતરાઇ ગયું છે. ચૂંટણીના પડગમ ધીમે ધીમે વાગી રહ્યા છે ત્યારે ભાજપ નેતા અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) લોકસભાની ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેઓ જણાવ્યું કે જો લોકોને કામ પસંદ આવ્યું હોય તો મત આપજો.

ગડકરીએ સોમવારે નાગપુર ખાતે ડો.મોહન ધારિયા નેશન બિલ્ડીંગ એવોર્ડ સમારોહમાં હાજરી આપી આ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું મત માટે માખણ લગાવવા નથી આવ્યો ‘ દેશમાં ચાલતા બાયો ફ્યુઅલ અને વોટરશેડ કન્ઝર્વેશન સહિત અનેક પ્રયોગો કરી રહ્યો છું.

જે ગમે અને કામ શરૂ લાગે તો બરોબર બાકી મને મત આપશો નહીં. હું લોકપ્રિય રાજકારણ માટે બહુ માખણ લગાવવા તૈયાર નથી. માખણ લગાડનારને નહીં, કામ કરનારને વોટ આપો, નહીંતર કાઢી મૂકો’, તેવું પણ નીતિન ગડકરીએ અંતમાં ઉમેર્યું હતું.

રાજકારણ પૈસા કમાવવાનો ધંધો નથી !

વધુમાં ગડકરીએ કહ્યું કે રાજનીતિનો અર્થ સામાજિક કાર્ય, રાષ્ટ્રીય મુદ્દાઓનું નિરાકરણ અને વિકાસ સાથે જોડાયેલા મુદાપર કામ કરવું, તેમણે એમ પણ કહ્યું કે રાજકારણ પૈસા કમાવવાનો ધંધો નથી. ‘ સામાજિક-આર્થિક પરિવર્તનએ રાજકારણનું મુખ્ય લક્ષ્ય છે.

આધુનિક વિશ્વમાં સફળતાની મુખ્ય ચાવી ટકાઉ વિકાસ છે. પર્યાવરણ વિના વિકાસ ટકાઉ નથી. આધુનિક વિશ્વમાં વિકાસ એટલો જ મહત્વપૂર્ણ છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં અર્થતંત્રના વિકાસ માટે વાંસના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. ગડકરીના આ ભાષણ બાદ ચર્ચા જાગી છે.

આ પણ વાંચો :-

અદાણી બાદ મુકેશ અંબાણીની ખુરશી પણ ખતરામાં, એશિયામાંથી છીનવાઈ શકે છે બાદશાહત

0

After Adani, Mukesh Ambani, the empire

  • Reliance Share Price : કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે 11.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અત્યારે તે 75.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 12મા નંબરે છે. એશિયાઈ અમીરોની યાદીમાં અંબાણી નંબર વન પર છે. પરંતુ તેમની ખુરશી જોખમમાં છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) શેરમાં આજે તેજી જોવા મળી રહી છે. પરંતુ લાંબા સમયથી રિલાયન્સના શેર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ કારણે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે 11.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અત્યારે તે 75.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 12મા નંબરે છે.

એશિયાઈ અમીરોની યાદીમાં અંબાણી નંબર વન પર છે. પરંતુ તેમની ખુરશી જોખમમાં છે. તેનું કારણ એ છે કે ચીનના ઝોંગ શૈનશૈન (Zhong Shanshan)તેમનાથી બે સ્થાન પાછળ છે. જેઓ વિશ્વમાં 14મા અને એશિયામાં બીજા ક્રમે છે. શૈનશૈનની નેટવર્થમાં આ વર્ષે $26.5 મિલિયનનો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ $67.6 બિલિયન છે. અંબાણી અને શૈનશૈનની નેટવર્થમાં $8.2 બિલિયનનો તફાવત છે.

ઝોંગે ડિસેમ્બર 2020માં એશિયામાં અંબાણીને પાછળ છોડી દીધા હતા. પરંતુ તેમનું શાસન લાંબું ચાલ્યું નહીં. મુકેશ અંબાણીએ થોડા જ દિવસોમાં તેમને પછાડી દીધા હતા. ચીનની બહાર ભાગ્યે જ કોઈ તેમને ઓળખે છે. એપ્રિલ 2020 માં Beijing Wantai Biological Pharmacy Enterprise Co.ને પબ્લીકલી જાહેર કરવામાં આવી હતી. આ પછી થોડા મહિનાઓ માં બોટલબંધ પાણી બનાવતી તેમની કંપની Nongfu Spring Co.નું હોંગકોંગમાં જોરશોરથી લિસ્ટિંગ થયું હતું.

આ બંને શેરોમાં અનેક ગણો વધારો થયો છે. આ કારણે ઝોંગની નેટવર્થમાં ઉછાળો આવ્યો છે. હાલમાં તે ચીનના અમીરોની યાદીમાં પ્રથમ અને એશિયાના અમીરોની યાદીમાં બીજા સ્થાને છે. ભારતના ગૌતમ અદાણી એશિયામાં ત્રીજા અને વિશ્વમાં 21મા ક્રમે છે. તેમની નેટવર્થમાં આ વર્ષે રેકોર્ડ $60.7 બિલિયનનો ઘટાડો થયો છે.

કોની કમાણી છે સૌથી વધારે :

આ વર્ષે વિશ્વના ટોચના 10 અમીરોમાંથી માત્ર વોરેન બફેટની (Warren Buffett) જ સંપત્તિમાં ઘટાડો થયો છે. બાકીના બધા અમીરો બંને હાથે કમાયા છે. ટેસ્લાના (Tesla) સીઈઓ ઈલોન મસ્ક (Elon Musk)કમાણીના મામલામાં નંબર વન પર છે. આ વર્ષે તેની કુલ સંપત્તિમાં 38.8 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે 176 બિલિયન ડોલર સાથે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે છે.

પ્રથમ ક્રમે રહેલા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટે (Bernard Arnault) $26.8 બિલિયનની કમાણી કરી છે. તેમની કુલ સંપત્તિ $189 બિલિયન છે. મેટા (અગાઉ ફેસબુક)ના સીઈઓ માર્ક ઝકરબર્ગની (Mark Zuckerberg) નેટવર્થમાં આ વર્ષે $30.2 બિલિયનનો વધારો થયો છે.

આ પણ વાંચો :-

એલર્ટ ! ક્યાંક નકલી નથીને તમારૂ Pan Card? માત્ર 1 મિનિટમાં પડી જશે ખબર, આ રીતે કરો ચેક

0

Alert! Isn’t your Pan Card fake somewhere

  • Fake PAN Card : નકલી પાન કાર્ડ (Fake Pan Card) માં કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણી લો કે ક્યાંક તમારૂ પાન કાર્ડ તો નકલી નથીને. નકલી પાન કાર્ડ દ્વારા લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યાં છે.

આજકાલ પાન કાર્ડને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. મામલો એ છે કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો આમ કરવામાં નહીં આવે તો ક્યાંય પણ પાન કાર્ડનો ઉપયોગ થશે નહીં. મતલબ જ્યાં મામલો પૈસાનો હશે, ત્યાં તમારું પાન કાર્ડ લિંક નહીં હોય તો કામ આગળ નહીં વધે. CBDTએ ગયા વર્ષે એપ્રિલમાં નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે એપ્રિલથી પેનલ્ટી સાથે પાન કાર્ડ લિંક કરી શકાશે. 30 જૂન, 2022 સુધી 500 રૂપિયા ચૂકવીને કોઈપણ તેને લિંક કરી શકશે.

પરંતુ, 1 જુલાઈ, 2022 થી 31 માર્ચ, 2023 વચ્ચે પાન કાર્ડને માત્ર 1000 રૂપિયા ચૂકવીને આધાર સાથે લિંક કરવામાં આવશે. હવે છેલ્લા કેટલાક દિવસો બાકી રહ્યા છે, જો આ કડી નહીં કરવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે. પરંતુ, તે દરમિયાન તમારે એ પણ જાણવું જોઈએ કે જો તમે નવા પાન કાર્ડ માટે અરજી કરી હોય અથવા એજન્ટ દ્વારા પાન કાર્ડ મેળવ્યું હોય, તો શું તે અસલી છે? જો નહીં, તો તમે કેવી રીતે જાણશો? ચાલો સમજીએ શું છે મામલો…

નકલી હશે પાન કાર્ડ તો અટવાઈ જશે બધા કામ :

હકીકતમાં ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં નકલી પાન કાર્ડ મળી આવ્યા હતા. હવે તેને નકલી પાન કાર્ડ કહેવામાં આવ્યું છે. નકલી પાન કાર્ડ એટલે નકલી તેનો રેકોર્ડ આવકવેરા વિભાગ પાસે નથી. અત્યાર સુધી મામલો ઠીક હતો, પરંતુ 31 માર્ચ સુધી તેને આધાર સાથે લિંક કરવું પડશે. જો ત્યાં કોઈ લિંક નથી, તો તેની વિગતો જ્યાં પણ વાપરી શકાય ત્યાં લાવવામાં આવશે.

આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સમજી જશે કે આ નકલી પાન કાર્ડ છે. જો આવું થાય તો તમારા તમામ નાણાકીય વ્યવહારો બંધ થઈ જશે. બેંક ખાતું ખોલાવવું, મિલકત ખરીદવી અથવા વેચવી, વાહન ખરીદવું અથવા વેચવું, ITR ફાઇલ કરવું અને 2 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા જેવા ઘણા કાર્યો અટવાઇ જશે.

માત્ર એક મિનિટમાં આ રીતે કરો ચેક :

– તમારે સૌથી પહેલાં ઈનક્મ ટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ (Pan Card e-filing) પોર્ટલ પર જવું પડશે.
– અહીં તમારે ઉપરની તરફ વેરીફાઈ યોર પાન ડિટેલ્સની લિંક પર ક્લિક કરવું પડશે.
– ત્યારબાદ યૂઝર્સે પાન કાર્ડની ડિટેલ (How to check pan card details) ભરવી પડશે.
– તેમાં તમારો પાન નંબર, પાન કાર્ડ હોલ્ડરનું નામ, તેની જન્મતારીખ વગેરે.
– સારી જાણકારી ભર્યા બાદ પોર્ટલ પર મેસેજ આવશે કે તમે ભરેલી વિગત પાનકાર્ડ સાથે મેચ કરે છે કે નહીં.
– આ રીતે તમે તમારું પાન કાર્ડ અસલી છે કે નકલી તેની જાણકારી મેળવી શકો છો.

આ પણ વાંચો :-

Swapana Shastra : સપનામાં આ વસ્તુઓ જોવી ખૂબ જ શુભ છે, જાણો શું છે તેનો સંકેત

Swapana Shastra : Seeing these things in dreams is very auspiciou

Auspicious Dreams : સ્વપ્ન શાસ્ત્ર (Dream book) અનુસાર સુવા સમયે આવનાર સપના આપણા ભવિષ્યમાં થનારી શુભ અશુભ ઘટનાઓ વિશે સંકેત આપે છે. તેવામાં આજે અમે તમને સુતા સમયે જોવા મળતા સપના વિશે જણાવી રહ્યાં છીએ. જે દેખાવા શુભ માનવામાં આવે છે. જો તમને પણ આવા સપના જોવા મળે છે તો સમજો કે જલદી તમારો ભાગ્યોદય થવાનો છે.

યુવતી કે મહિલા દેખાવી :

જો તમને સપનામાં કોઈ યુવતી કે મહિલા જોવા મળે છે તો તેનો મતલબ છે કે તમને એશ્વર્યની પ્રાપ્તિ થશે. સાથે તમને કોઈ ખુશીના સમાચાર મળી શકે છે.

સફેદ હાથી જોવા મળવો :

જો તમને સપનામાં સફેદ હાથી જોવા મળે છે તો તેનો મતલબ છે કે તમે ખુબ ભાગ્યશાળી છો. સાથે તમને જલદી કોઈ સરપ્રાઇઝ મળી શકે છે.

કમળનું ફુલ જોવું :

જો તમને સપનામાં કમળનું ફુલ જોવા મળે છે તો તેનો મતલબ છે કે માં લક્ષ્મી પ્રસન્ન છે અને તમને ધન લાભ થઈ શકે છે.

સોનાની વીંટી જોવા મળવી :

જો તમને સપનામાં સોનું, ચાંદી અને ધન જેવી વસ્તુ જોવા મળે છે તો તમારા ભવિષ્ય માટે શુભ સંકેત આપે છે. આ પ્રકારનું સપનું જોવા પર તમને જલદી જીવનસાથી મળી શકે છે.

આ પણ વાંચો :-

New Tax Regime : નવા ટેક્સ સ્લેબ મુજબ આટલી આવકવાળાને ટેક્સમાંથી મળશે રાહત !

0

New Tax Regime

  • New Tax Regime : નવી સિસ્ટમમાં 7 લાખ રૂપિયાની કરમુક્ત આવક કરતાં થોડી વધુ આવક મેળવનાર વ્યક્તિઓએ વધારાની આવક પર જ ટેક્સ ચૂકવવો પડશે.

સરકારે નવી કર વ્યવસ્થાનો (Tax Regime) વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓને મોટી રાહત આપી છે. આ માટે ફાયનાન્સ બિલમાં સુધારા કરવામાં આવ્યા છે. સુધારામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે 7 લાખ રૂપિયાની કરમુક્ત આવક કરતાં થોડી વધુ આવક મેળવનાર વ્યક્તિઓએ વધારાની આવક (Income) પર જ ટેક્સ ચૂકવવો પડશે.

લોકસભાએ ફાઈનાન્સ બિલ 2023ને મંજૂરી આપી દીધી છે. આમાં સુધારા દ્વારા નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને થોડી રાહત આપવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થા 1 એપ્રિલથી અમલમાં આવશે.

7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત :

નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવી કર વ્યવસ્થા અપનાવનારા કરદાતાઓ, જેમની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા સુધી છે, તેઓએ કર ચૂકવવો પડશે નહીં. નિષ્ણાતો માને છે કે પગારદાર વર્ગના કરદાતાઓને નવી કર વ્યવસ્થા અપનાવવા માટે પ્રેરિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કેવો છે નવો ટેક્સ સ્લેબ :

જો 7 લાખથી વધારે આવક હોય તો…

આવક               ટેક્સ
1.
3-6 લાખ          5 ટકા
2. 6-9 લાખ          10 ટકા
3. 9-12 લાખ        15 ટકા
4. 12-15 લાખ      20 ટકા
5. 15 લાખથી ઉપર  30 ટકા

આ પહેલાં 2020માં એક નવો સ્લેબ રજૂ કરવામાં આવ્યો હતો. જેન ખાસ કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. તે સિવાય હંમેશાથી એક ટેક્સ ઉપલબ્ધ છે. જેને અત્યાર સુધી અનેક લોકોએ સબસ્ક્રાઈબ કર્યો છે. જેને ઓલ્ડ ટેક્સ સ્લેબના નામથી ઓળખવામાં આવે છે. તેમાં અઢી લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. 2.5 લાખથી વધારેની આવક પર 5 ટકા ટેક્સ આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચો :-

28 માર્ચ 2023 2023, આજનું રાશિફળ : મહાદેવ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “હર હર મહાદેવ”

28 March 2023, Today’s Horoscope

મેષ:
માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રીશણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થી‌મિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ !

0

If both the tenant and the building  

  • About Rules of Rent Agreements : મકાન કે દુકાન ભાડે ચડાવવું એ માથાનો દુખાવો છે એટલે ઘણા લોકો આ જફામાં પડવાને બદલે બ્રોકર રાખતા હોય છે. આમ છતાં ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે અવારનવાર વિવાદ થતા રહે છે.

Tenant Rights : અનેકવાર મકાનમાલિકો (Landlords) મનમાની કરે છે અને ભાડુઆતની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. ક્યારેક તેઓ ભાડૂઆતોને ભાડુ વધારવા માટે કહી દે છે તો ક્યારેક તેઓ અચાનક મકાન ખાલી કરવા માટે  કહી દે છે. આવામાં ભાડુઆતોએ (Tenants) પરેશાન થવું પડે છે.

ભાડુઆતો પરેશાન એટલા માટે થાય છે કારણ કે તેઓ પોતાના  હક જાણતા નથી.  ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે અવારનવાર વિવાદ થતા રહે છે. બંને વચ્ચેના સમાધાન માટે કેન્દ્ર સરકારે 2021માં નવો કાયદો બનાવવાની મંજૂરી આપી હતી. આ નવા કાયદામાં ભાડુઆત અને મકાન માલિકના અધિકાર નક્કી કરવામાં આવ્યા છે.

ભાડુઆતના આ છે અધિકાર :

1) મકાન માલિક બે મહિનાથી વધારે એડવાન્સ ભાડુ ન વસૂલી શકે.

2) કોમર્શિયલ વપરાશ માટે અપાતા મકાન માટે આ સીમારેખા 6 મહિના સુધીની નક્કી કરવામાં આવી છે. જમા કરેલી આ રકમ મકાન ખાલી કર્યાના 1 મહિનામાં મકાનમાલિકે સુપરત કરવાની હોય છે.

3) ભાડુ વધારવા માટે મકાન માલિકે નોટિસ આપવાની રહે છે. મકાનમાલિકે આ નોટિસ 3 મહિના પહેલા આપવાની રહે છે. બંને પક્ષો વાટાઘાટો કરીને ભાડાની રકમમાં વધારો કરી શકે છે. આ પ્રોસેસ પૂરી કર્યા પહેલા ભાડુ વધારવુ ગેરકાયદેસર માનવામાં આવે છે.

4) ભાડુ ન આપવા પર કેટલીક જગ્યાએ મકાનમાલિક, વીજળી-પાણીની લાઈન કાપી નાંખે છે. આવી હરકતને કોર્ટે ગેરકાયદેસર ગણાવી છે. વીજળી અને પાણી મૂળભૂત જરૂરિયાત હોવાનું જણાવ્યું.

5) ઘર ખાલી કરાવતા પહેલા મકાનમાલિકે એક મહિના પહેલા જાણ કરવાની હોય છે.

મકાન માલિકના આ છે હક :

1) ભાડા કરારમાં મૂકેલી શરતો સિવાયની શરતો લાગુ નથી પડતી

2) ભાડુઆત ઘરમાં ન હોય તો મકાનમાલિક તાળુ તોડીને ઘરમાં પ્રવેશ ન કરી શકે. ન તો તેના સામાનને બહાર ફેંકી શકે. પૂર્વ સૂચના આપ્યા વગર ઘરમાં પણ ન જઈ શકે.

3) ભાડુ આપવાની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ હોય અને ભાડુઆતે રૂપિયા ન આપ્યા હોય તો મકાનમાલિક રકમ પાછી મેળવવાનો હકદાર છે.

4) ભાડુ લેવું મકાનમાલિકનો અધિકાર છે. મકાન ગંદુ રાખવા બદલ મકાનમાલિક ભાડુઆતને લડી પણ શકે છે.

5) મહિના પહેલાંથી મકાન ખાલી કરવાની નોટિસ આપી હોવા છતાં જો ભાડુઆત ખાલી ન કરે તો એ ગુનો બને છે.

રેટ એગ્રીમેન્ટ જરૂરી :

મોડલ ભાડુઆત નિયમ 2021 અનુસાર મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ હોવો અનિવાર્ય છે. તેમાં ભાડું કેટલું અને કેટલા સમય સુધીમાં આપવાનું રહેશે. એડવાન્સ ભાડુ સહિતની વિગતોનો કાયદેસર ઉલ્લેખ કરવામાં આવે છે. રેન્ટ એગ્રીમેન્ટ સમયાંતરે રિન્યૂ કરવાનો રહે છે.

આ પણ વાંચો :-

રાખી સાંવત ઉઠક-બેઠક કરવા માંડી, માફી માંગતા બોલી સલમાન ભાઈએ તમારું શું બગાડ્યું, લોરેન્સને કર્યા સવાલ

Rakhi samvat started sitting up and down

  • સલમાન ખાન તરફથી શુભચિંતક રાખી સાવંત પોતાના સલમાન ભાઈ માટે ખૂબ જ ડરી ગઈ છે અને બિશ્નોઈ સમાજની માફી માંગી રહી છે.

સલમાન ખાનને (Salman Khan) સતત લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. હાલમાં જ એક્ટરને એક ઈ-મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે તારો હાલ પર સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) જેવો જ થશે. જો કે સલમાનને સતત મળતી ધમકીઓથી દૂર જ રહીને પોતાના ડરને જાહેર થવા દેતો નથી. પરંતુ તેની શુભચિંતક રાખી સાવંત (Rakhi Sawant) પોતાના સલમાન ભાઈ માટે ખૂબ જ ડરી ગઈ છે અને બિશ્નોઈ સમાજની માફી માંગી રહી છે.

ભાઇ માટે ડરી રહી છે રાખી  :

તાજેતરમાં પાપારાઝી સાથે વાત કરતા રાખી સલમાન ખાનને સપોર્ટ કરતી જોવા મળી. તે સાથે તેમને બિશ્નોઈ ગેંગથી રિક્વેસ્ટની એક્ટર એક બહુ સારા માણસ છે. તેને મારવા વિશે કોઈએ વિચાર પણ ના લાવવો જોઈએ. રાખી પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જ્યાં તે સલમાનને કઈ ના કરવાની વાત કરે છે. રાખી ઉઠક-બેઠક કરીને માંફી માંગી રહી છે.

રાખીએ કહ્યું મારા સલમાન ભાઈની તરફથી બિશ્નોઈ સમાજ પાસે હું માફી માંગુ છું. મારા ભાઈ સલમાન પર ખરાબ નજર ના રાખો. હું કહુ છું કે સલમાન બહુ જ સારા માણસ છે. ગરીબોનો દાતા છે એક લેજેન્ડ છે. સલમાન માટે દુઆ કરો. તે લોકો માટે એટલુ કરે છે કે હું ઈચ્છુ છું કે સલમાન ભાઈના દુશ્મનોની આંખો ફૂટી જાય તેમની યાદશક્તિ ખતમ થઇ જાય. હું અલ્લાહને દુઆ કરુ છું કે કોઈ મારા સલમાન ભાઈનું ખરાબ ના વિચારે.

મારા ભાઇની પાછળ કેમ પડ્યા છો ?

ત્યાર બાદ એક્ટ્રેસે સલમાનની ટાઈટ સિક્યોરીટી અને હાલમાં જ લોરિન્સ બિશ્નોઈના આપેલા ઈન્ટરવ્યૂ પર કમેન્ટ કરતા કહ્યું કે જે લોકો સલમાન ભાઈના વિરુદ્ધમાં ઈન્ટરવ્યૂ આપે છે. તેમનુ સલમાન ભાઈએ શું બગાડ્યું છે તમારુ? કેમ મારા ભાઈની પાછળ હાથ ધોઈને પડ્યા છો. તે બહુ સારા વ્યક્તિ છે. પ્લીઝ તેમનો પીછો છોડી દો. સલમાન એટલા અમીર છે કે તે બધા માટે બધુ કરે છે. તેણે મારી માતા માટે ઘણુ બધુ કર્યુ છે. આમ બોલતા બોલતા રાખી ઉઠક બેઠક કરવા લાગી.

બિશ્નોઈએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાને માફી માંગવી પડશે. તેણે અમારા બિકાનેર મંદિરમા જiને ક્ષમા માંગવી પડશે. મારા જીવનનુ લક્ષ્ય સલમાન ખાનને મારવુ છે. જેવી તેની સિક્યોરિટી હટશે તેવું જ હું તેને મારી નાંખીશ. સલમાન પણ મૂસવાલાની જેમ ઘમંડી છે. જો તે માંફી માંગી લેશે તો આ મેટર અહીંજ સમાપ્ત થઈ જશે.

 આ પણ વાંચો :-

ધડામ થયા સોનાના ભાવ, દાગીના-લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

0

Gold prices have exploded 

  • Gold Rate Today : દુનિયાભરમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનાના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પણ પહોંચી ગયા. પરંતુ હાલ સોનામાં નબળાઈ જોવા મળી રહી છે.

દુનિયાભરમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર સોનાના ભાવ (Gold Rate) પર જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનાના (Gold) ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પણ પહોંચી ગયા. પરંતુ હાલ સોનામાં નબળાઈ જોવા મળી રહી છે. ડોલરની (Dollar) સરખામણીએ રૂપિયાની મજબૂતાઈથી કિંમતો ઉપર પણ અસર જોવા મળી રહી છે.

MCX પર સોનાનો ભાવ :

MCX પર ગોલ્ડ સવારે 116 રૂપિયા સસ્તું થઈને 59157 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું. જ્યારે સિલ્વર પર 112 રૂપિયા ઘટીને 70299 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યું.

શરાફાબજારમાં સોનાનો ભાવ :

શરાફા બજારના ભાવ  ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. આજે શરાફા બજારના ભાવ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 650 રૂપિયા તૂટીને 59003 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 647 રૂપિયા ઘટીને 58767 રૂપિયાની સપાટીએ છે.

916 પ્યોરિટીવાળું ગોલ્ડ 10 ગ્રામના 596 રૂપિયા ઘટીને 54046ની સપાટીએ છે. 750 પ્યોરિટીવાળું સોનું 488 રૂપિયા તૂટીને 44252ની સપાટીએ છે. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું 381 રૂપિયા તૂટીને 34516ની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં સોનાની સરખામણીએ ઓછો ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી 176 રૂપિયા તૂટીને હાલ શરાફા બજારમાં 69580ની સપાટીએ જોવા મળી છે.

આ પણ વાંચો :-